SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ સહાયતા કરવાના ગુણને કારણે હંમેશાં તેમાં ઉદ્યમવંત રહે છે. માટે નમવું. – ભગવંતે દર્શાવેલા માર્ગે સાથે ચાલવામાં સહાય કરનાર હોવાથી સાધુને નમસ્કાર કરવો જોઈએ. ભલે કદાચ અભવીનો જીવ હોય અને તેણે દીક્ષા લીધી હોય તો પણ શાસ્ત્રકારો જણાવે છે કે અભવ્યના ઉપદેશથી પણ કંઈક આત્મા સમકિત, પામ્યા. અનંતા જીવો તરી ગયા. તો અભવીને પણ દીપક સમ્યકત્વ ગમ્યું. એટલે અભવ્યો પણ શાસનમાં જીવોને બુઝવનારા થયા છે. માટે સ્પષ્ટ કુગુરુપણું ન જણાય ત્યાં સુધી સુગુરુ માનીને સાધુને નમસ્કાર કરવો લાભદાયી જ છે. – જૈન શાસનમાં મોક્ષમાર્ગ અરિહંત બતાવે. આદર્શો સિદ્ધો રજૂ કરે, રાજા સમાન એવા આચાર્ય શાસનમાં સાર સંભાળ લે, વિનય તથા વિદ્યા શીખવનારા ભલે ઉપાધ્યાય હોય પણ મોક્ષ માર્ગે સહાયક ન હોય તો ? મુસાફરીમાં સાથે કોણ આવશે? માટે તેમને નમસ્કાર કર્યા - સાધુપદની આ એક ઓળખને સમજશો, તો પણ તેમને નમસ્કાર કરવાનું મન થઈ જશે. તે આ પ્રમાણે છે– અઢાર સહસ શીલાંગના ધોરી, અચળ આચાર ચરિત્ર, મુનિ મહંત જયણાયુત વંદી, કીજે જન્મ પવિત્ર રે. - ભવિક.. આ આખી પંક્તિમાં માત્ર “અઢાર સહસ શીલાંગ” શબ્દ પકડો, તો પણ જેમને નમસ્કાર કરવા છે, તે સાધુપદની ગહનતા સમજાઈ જશે. ૦ ઇચ્છાકાર, મિચ્છાકાર આદિ દશવિધ સામાચારી - ૧૦ ૦ પૃથ્વીકાયાદિ ૫ + બેઇન્દ્રિયાદિ ૪ + અજીવ-૧ ૪ ૧૦ = ૧૦૦ ૦ ઇર્યા, ભાષાદિ સમિતિ-૫ = ૫૦૦ ૦ ક્રોધાદિ કષાય × ૪ = ૨૦૦૦ ૦ જ્ઞાનાદિ ત્રિક ૪ 3 = ૬૦૦૦ ૦ ત્રણ ગુપ્તિ x 3 = ૧૮,૦૦૦ આ જે ૧૮,૦૦૦નો અંક આવ્યો તે રૂપ શીલાંગરથના ધોરી કહ્યા છે. આટલા પ્રચંડ ગુણોના પાલનકર્તા છે. માટે તેમને નમસ્કાર કરવાનો છે. – સાધુ ભગવંતો નિઃસ્વાર્થ સેવા કરે છે. મોક્ષમાર્ગે જતાં સહાય કરે છે. બાકી ગૃહસ્થોને સન્માર્ગે ચડાવતા કે ધર્મ માર્ગે જોડતાં સાધુને શું મળવાનું? કદાચ ગૃહસ્થને સમ્યજ્ઞાન કે શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય, અરે! મોલ પણ મળી જાય તો શું? સાધુને તેમાંથી કોઈ ભાગ મળવાનો છે? અરે ! ખુદ અરિહંત પરમાત્મા પણ અમુક સાધુથી સમકિત પામ્યા એવો ઉલ્લેખ મળે છે. પણ તે જીવના અરિહંત થઈ ગયા પછી, પે'લા સાધુનું શું થયું તે વાત ક્યાંય આવે છે ખરી ? - સાધુ તો ધર્મકાર્યમાં નિઃસ્વાર્થ મદદ કર્યા છે. માટે નમસ્કાર કર્યો. દુનિયાદારીના કામમાં તો બધાં મદદ કરે છે. પણ સામાયિક, પૌષધ કે દીક્ષાની વાત કરો તો ? કેટલાં મદદે આવે છે ? મોક્ષ માર્ગે પ્રયાણ કરવામાં તો સાધુ જ મદદે આવ્યાને ? માટે “નમો' કહ્યું. x ન
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy