SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સાધુનું શરણ શા માટે ? ૧૦૩ - સાધુનું શરણ લેવાનું કેમ કહ્યું ? | (ચઉમરણ પયત્રાના શ્લોક-૩૧ થી ૩લ્માં તે માટે કહ્યું છે...) – છ જીવનિકાયના બંધુ, કુગતિ રૂપી સમુદ્રનો પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મોક્ષસુખના સાધનાર સાધુ અને શરણ હો. – કેવલી, પરમાવધિ જ્ઞાનવાળા, વિપુલમતિમન:પર્યવજ્ઞાની, શ્રતધરો તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ મને શરણ હો - ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી, એકાદશાદિ અંગને ધારણ કર્તા, જિનકલ્પી, યથાલંદી, પરિહારવિશુદ્ધિ ચારિત્રયુક્ત, શીરાશ્રવલબ્ધિધારી, મધ્વાશ્રવલબ્ધિધારી, સંભિન્નશ્રોતલબ્ધિધારી, કોઠબુદ્ધિવાળા, ચારણલબ્ધિધર, વૈક્રિયલબ્ધિધર, પદાનુસારીલબ્ધિધર - સર્વે સાધુઓ મને શરણ હો. – વૈર-વિરોધ ત્યજનાર, હંમેશા અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંતમુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ મને શરણ હો. – સ્નેહરૂપ બંધન તોડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઇચ્છાવાળા, સપુરુષોના મનને આનંદ આપનારા અને આત્મામાં રમણ કરનારા મુનિઓ મને શરણ હો. - વિષયો કષાયોને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગસુખના સ્વાદનો ત્યાગ કરનાર, હર્ષ-શોક અને પ્રમાદથી રહિત સાધુ મને શરણ હો. – હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા, સ્વયંભૂરમણસમુદ્રસમ વિશાળ બુદ્ધિવાળા, જરા અને મરણરહિત મોક્ષમાર્ગમાં જનારા અને ઘણાં જ પુન્યશાળી સાધુ મને શરણ હો.. – કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરી આદિના ત્યાગી, પાપરૂપ રજના કારણ એવા મૈથુનથી રહિત, સાધુના ગુણરૂપ રત્નની કાંતિવાળા મુનિઓ મને શરણ થાઓ. - સાધુનો ક્રમ પાંચમો કેમ ? પંચ પરમેષ્ઠીમાં દેવ તત્ત્વ અને ગુરુ તત્ત્વ બંનેનો સમાવેશ છે. સૌ પ્રથમ બે પદમાં દેવ તત્ત્વને નમસ્કાર કર્યો. પછી ગુરુ તત્ત્વમાં છેલ્લો ક્રમ સાધુનો હોવાથી સ્વાભાવિક જ તેમને પાંચમે ક્રમે નમસ્કાર આવે છે. વળી તેઓ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ચારિત્રધર્મ અંગીકાર કરી નિવાર્ણને માટે સદા પ્રયત્નશીલ રહે છે માટે પાંચમો નમસ્કાર સાધુને કર્યો • સિદ્ધચક્ર યંત્રમાં સાધુનું સ્થાન : સિદ્ધચક્ર યંત્રને બરાબર યાદ કરો. બે બાબતો સ્પષ્ટ થશે. – (૧) સાધુ પદની પૂર્વે જોશો તો ત્યાં ચારિત્ર પદ છે. ચારિત્ર સાધુપણાંની પૂર્વ શરત છે. જ્ઞાન હોય, દર્શન હોય પણ ચારિત્ર-આચરણા ન હોય, તો કોઈ કિંમત ખરી ? માટે ચારિત્રનું હોવું એ પ્રધાન ઓળખ સાધુની છે તેવું આ યંત્ર સૂચિત કરે છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy