________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પ્રાયના ગ્રહણથી સંવર આદિથી પણ તથાવિધ ચિત્ત સદ્ભાવ પ્રાપ્ત થાય છે માટે તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૧૭૦
– યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ લાંબી વ્યાખ્યાને થોડાં જ શબ્દોમાં રજૂ કરતા કહ્યું કે, પ્રાય: ચિત્તને કે જીવને શુદ્ધ કરે તે અથવા પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત. તેનું કરવું - તે પ્રાયશ્ચિત્તકરણ
– આ રીતે પ્રાયશ્ચિત્ત એ ચિત્ત કે આત્માના મલિન ભાવોને સંશોધન કરનારી ક્રિયા છે. અથવા પાપને દૂર કરનારી ક્રિયા છે.
પ્રાયઃ શબ્દનો અર્થ જો ‘તપ' કરીએ અને ‘ચિત્ત' શબ્દનો અર્થ જો નિશ્ચિત્ત
---
કરીએ તો જેમાં તપ નિશ્ચયપૂર્વક કરવાનું છે એવી ક્રિયા તે પ્રાયશ્ચિત્ત.
પ્રાયશ્ચિત્ત તે જ કહેવાય કે જે આત્માની શુદ્ધિ કરનારું હોય. જેના દ્વારા
થતી પ્રવૃત્તિ કાયા, વાણી અને મનની દુષ્ટતાને ઘટાડનારી હોય. માત્ર પુણ્યના કાર્યો કરવાથી પ્રાયશ્ચિત્ત થઈ શકે નહીં. તે આલોચના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, તપ ઇત્યાદિથી જ શક્ય બને.
―
૦ પ્રાયશ્ચિત્તના દશ ભેદ :
ઠાણાંગ, ભગવતીજી, આવશ્યક, વ્યવહાર, બૃહત્કલ્પ આદિ આગમોમાં, તત્વાર્થ સૂત્ર, નવતતત્વ પ્રકરણ વૃત્તિ, પ્રવચન સારોદ્ધાર આદિ ગ્રંથોમાં પ્રાયશ્ચિત્તના દશ ભેદો કહ્યા છે. જેનું વિસ્તૃત વર્ણન અમારા તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અને અભિનવ ઉપદેશ પ્રાસાદમાં પણ કરેલ છે, તેનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે—
૧. આલોચના ગુરુ સમક્ષ વચન દ્વારા જે અપરાધ સ્થાન પ્રગટ કરવા તે આલોચના. જે અપરાધોની શુદ્ધિ આલોચના અર્થાત્ ગુરુને કહેવા માત્રથી થાય છે, તે આલોચના પ્રાયશ્ચિત્ત.
-
૨. પ્રતિક્રમણ :- દોષથી પાછા ફરવું તે દોષ ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે પ્રતિક્રમણ પ્રતિક્રમણ યોગ્ય જે પ્રાયશ્ચિત્ત તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત.
૩. મિશ્ર/તદુભય :- જે અપરાધનું સેવન થયા પછી પ્રાયશ્ચિત્તમાં ગુરુ સમક્ષ આલોચના કરે અને ગુરુ કહે કે “પ્રતિક્રમણ કર” પછી “મિચ્છામિ દુક્કડં" આપે ત્યારે શુદ્ધિ થાય, તે આલોચના અને પ્રતિક્રમણ એમ ઉભયરૂપ હોવાથી મિશ્ર કે તદ્દભય પ્રાયશ્ચિત્ત કહેવાય.
૪. વિવેક :- વિવેક એટલે ત્યાગ. જે અપરાધમાં વિવેક (ત્યાગ) કરવાથી જ શુદ્ધિ થાય તે વિવેક પ્રાયશ્ચિત્ત જેમકે દોષિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ. તેનો ત્યાગ કર્યા વિના શુદ્ધિ થઈ શકે નહીં.
૫. વ્યુત્સર્ગ :- વ્યુત્સર્ગનો અર્થ ત્યાગ થાય પણ અહીં તે ફક્ત કાયાના સંબંધમાં જ ગ્રહણ કરાયેલ હોવાથી કાયોત્સર્ગ પણ કહેવાય છે. કાયા દ્વારા થતી ક્રિયાનો નિરોધ તે કાયોત્સર્ગ. જે અપરાધ સ્થાનની કાયોત્સર્ગ થકી જ શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત જેમકે દુઃસ્વપ્નજનિત અપરાધસ્થાન.