________________
તસ્સઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૧ ૬. તપ :- જે અપરાધના સેવનથી ઉપવાસ, આયંબિલ આદિ છમાસિક પર્યન્તનો તપ પ્રાયશ્ચિત્તરૂપે અપાય તે તપ પ્રાયશ્ચિત્ત.
૭. છેદ :- જે અપરાધસ્થાનના સેવનથી, પૂર્વનો સંયમ પર્યાય દૂષિત થયો હોય, તે પર્યાયનો છેદ કરી, પછીના પર્યાયની રક્ષા માટે જે પ્રાયશ્ચિત્ત અપાય તે છેદ પ્રાયશ્ચિત્ત.
૮. મૂલ :- જે અપરાધના સેવનથી સમસ્ત સંયમ પર્યાયનો છેદ કરી ફરી મહાવતારોપણ થાય, તે મૂલ પ્રાયશ્ચિત્ત.
૯. અનવસ્થાપ્ય :- જે અપરાધના સેવવાથી છેદોપસ્થાપના ન થાય પણ કેટલાક વખત સુધી, પ્રતિ વિશિષ્ટ તપની આચરણા ન કરે ત્યાં સુધી તેને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે છે અથવા યથોક્ત તપ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી વ્રતોમાં કે લિંગમાં સ્થાપન ન કરાય તે અનવસ્થાપ્ય
૧૦. પારાંચિત્ત :- ગચ્છથી બહાર રહેવાને યોગ્ય કે ભિન્ન લિંગ/વેશ ધારણ કરવાને યોગ્ય તે પારાંચિત્ત પ્રાયશ્ચિત્ત.
જો કે છેલ્લા બે પ્રાયશ્ચિત્તો વર્તમાન કાળે વિચ્છેદ પામેલા છે.
ઉક્ત દશ ભેદે પ્રાયશ્ચિત્તમાં (વ્યત્સગ) કાયોત્સર્ગ પણ એક ભેદ છે અને અહીં તસ્સ ઉત્તરીસૂત્રમાં પણ પાપના સમૂલ નાશ માટે કાયોત્સર્ગની જ પ્રતિજ્ઞા (છાસ પદોથી) દર્શાવી છે એટલે આ સૂત્ર થકી કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત સમજવાનું છે.
૦ લઘુ દૃષ્ટાંત :- જોગીદાસ ખુમાણ નામે બહારવટીયો થઈ ગયો. કોઈ વખતે કોઈ કુંવારી કન્યા ઘરબાર છોડી તેની પાછળ ભટકવા લાગી, જોગીદાસને તેણી માર્ગમાં મળી ગઈ ત્યારે લાજશરમ મૂકી જોગીદાસનો ઘોડો પકડીને ઉભી રહી ગઈ. આ પ્રસંગનું જોગીદાસને ઘણું જ દુઃખ રહ્યું સૂરજનો જાપ કરતા કરતા જોગીદાસને વિચાર આવ્યો કે “મારું આવું રૂ૫ છે ?" કે કોઈ કન્યા પોતાના ઘર-બાર, લાજશરમ છોડીને મારી પાછળ ભટકે ! તેણે સૂરજની સાક્ષીએ નિયમ લીધો કે કોઈ પરનારી સામે અમસ્તી પણ નજર ન માંડવી, એક સમી સાંજે જોગીદાસનો આ નિયમ અચાનક જ તુટી ગયો. તે દિવસે સાંજે પનીહારીઓ રૂપાળા-ત્રાંબાના બેડા પાણીથી ભરીને પાછી ફરતી હતી. ઢળતા સૂરજથી તે નારીઓના ચહેરા ચમકી રહ્યા હતા. આ રૂડો દેખાવ જોઈ જોગીદાસને ઘરની બેન દીકરીઓ યાદ આવી ગયા. તે સ્મરણમાંને સ્મરણમાં જોગીદાસ આ પનીહારીને જોઈ રહ્યા. રાત્રે યાદ આવ્યું કે મારો નિયમ ભાંગી ગયો - મેં પરનારી માથે અજાણતાં જ મીટ માંડી દીધી. પછી તેણે મરચું લીધું, આંખમાં ભરી દઈને પાટા બાંધી સુઈ ગયા, સવારે તો આંખો ફૂલીને દડાં જેવી થઈ ગઈ.
આનું નામ કાયાના મમત્વ ત્યાગ થકી ચિત્તનું વિશોધન. જે આત્માની શુદ્ધિ કરે તે જ પ્રાયશ્ચિત્ત. (અલબત અહીં એક વાત લક્ષમાં રાખવી કે જૈન આચાર મુજબ પ્રાયશ્ચિત્ત જાતે કરાતું નથી પણ ગુરુ મહારાજ આદિ પૂજ્યશ્રીના મુખે ગ્રહણ કરીને