________________
ઇરિયાવહી સૂત્ર-વિશેષ કથન
૧૬૫
જોયા પછી આ સૂત્રનું મહત્ત્વ, ઇરિયાવહી પ્રતિક્રમણના ભેદો, આ સૂત્ર ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે ઇત્યાદિ કથન પણ આવશ્યક છે.
ઇર્યાપથ પ્રતિક્રમણના આ સૂત્રમાં આલોચના અને પ્રતિક્રમણરૂપ બે પ્રકારની પ્રાયશ્ચિત્ત ક્રિયા રહેલી છે. સૂત્રમાં “રૂછાનિ ઋમિ એ પદોથી આરંભીને નીવિયાનો વવરાવિયા સુધીનો સૂત્ર પાઠ દોષની આલોચના સ્વરૂપ છે. “મિચ્છામિડુંøરું શબ્દ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તરૂપ છે. સાધકની સામાન્ય ક્રિયા પણ કોઈ જીવને પીડાકારીદુઃખકારી ન બની જાય તે માટેની જાગૃતિ એ ઇર્યાપથ પ્રતિક્રમણનો સાર છે.
આ સૂત્રને આપણે ઇરિયાવહી કે ઐર્યાપથિકી સૂત્રરૂપે જાણીએ છીએ. તેને શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્રની વૃત્તિમાં “ગમનાતિચાર-પ્રતિક્રમણ” એવું નામ આપેલું છે. દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં તેઓ તેનું વિવેચન “ઇર્યાપથ પ્રતિક્રમણ' નામથી કરે છે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં આ જ નામનો ઉપયોગ કરે છે. તેમજ આ સૂત્રને આલોચના-પ્રતિક્રમણ નામક પ્રાયશ્ચિત્તરૂપે ઓળખાવેલ છે.
સામાન્યથી એમ કહેવાય છે કે ઇરિયાવહી સૂત્રનો ઇર્યાપથ પ્રતિક્રમણરૂપે જે ઉપયોગ છે. તેમાં તસ્સઉત્તરી, અન્નત્થ અને લોગસ્સ ત્રણે સૂત્રનો ઉપયોગ સાથે જ થાય છે. અર્થાત્ આ ચારે સૂત્રોનું ઝુમખું ઇર્યાપથને પ્રતિક્રમવા માટે જરૂરી છે. સ્વતંત્રપણે આ સૂત્રનો ઉપયોગ થતો નથી. પણ આ વાત અધુરી છે. ઇરિયાવહી સૂત્રનો એકલાસૂત્રરૂપે પણ પાઠ પ્રતિક્રમણ ક્રિયામાં થાય જ છે. સાધુ-સાધ્વી પ્રતિક્રમણ કરતી વખતે જ્યારે પગામસિજ્જા, સૂત્ર બોલે છે ત્યારે તેની પૂર્વે ઇરિયાવહી સૂત્ર એકલું જ બોલે છે. તેની સાથે તસ્સઉત્તરી, અન્નત્થ, લોગસ્સ બોલાતા નથી.
આ સૂત્રનો ઉપયોગ સમગ્ર ઇરિયાવહી ક્રિયા કરતી વેળાએ તો પ્રસિદ્ધ છે જ. સામાયિક લેતા કે પારતા પ્રતિક્રમણ કરતા પૂર્વે તેમજ ચૈત્યવંદન, દેવવંદન, બૃહદ્ગુરુવંદન પૂર્વે ગમનાગમન પ્રવૃત્તિ બાદ, કાજો લેતા કે પરઠવતા, સ્વાધ્યાય/સઝાય કરતા પહેલા, ચરવળો કે મુહપત્તિ આદિ ઉપકરણ પડી જાય ત્યારે ઇત્યાદિ અનેક કારણોએ ઇરિયાવહી. (ક્રિયા) કરવાનું વિધાન છે.
. શ્રી મહાનિશીથ નામક આગમમાં કહ્યું છે કે– “ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.”
શ્રી દશવૈકાલિક નામક બેંતાલીશમાં આગમની વૃત્તિમાં કહ્યું છે કે- “ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ પણ કરવું કલ્પ નહીં કેમકે તે અશુદ્ધ થવાનો સંભવ છે.
આવા જ ઉલ્લેખ ભગવતી સૂત્ર, વ્યવહાર ભાષ્ય આદિમાં પણ છે.
૦ શાસ્ત્રકાર મહર્ષિ ઇરિયાવહી પ્રતિક્રમણના ૧૮ લાખ ૨૪ હજાર ૧૨૦ (૧૮, ૨૪, ૧૨૦) ભાંગા (ભેદ) જણાવે છે તે આ પ્રમાણે
- જીવના ભેદ કેટલા ? પ૬૩ (જીવવિચાર પ્રકરણ મુજબ જાણવા)