________________
૧૪૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ નીકળ્યો. પાંચ અભિગમો સાચવવા પૂર્વક વંદન કર્યું.
તે વખતે ઇન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી જોયું. તેને વિચાર આવ્યો કે રાજાએ વંદન તો ઘણાં ભક્તિભાવપૂર્વક કર્યું. પણ તેના મનમાં ઋદ્ધિનું જે અભિમાન છે તે ખોટું છે. જો આ અભિમાન નીકળી જાય તો દશાર્ણભદ્ર રાજાનું વંદન સફળ બને...(કથા અધુરી છે. શેષ કથા આગળ નોધી છે.)
આ રીતે માન કષાય યુક્ત વંદન સફળ ન બને માટે “જાવણિજ્જાએ' શબ્દ થકી કહ્યું કે ઇન્દ્રિયોના વિકાર અને કષાયના ઉપશમનપૂર્વક વંદન કરવું.
૦ ભગવતીજી સૂત્ર-શતક ૧૮, ઉદેશક-૧૦માં ભગવંત મહાવીર અને સોમિલ બ્રાહ્મણ વચ્ચે આ વિષયે એક સંવાદ છે. આવો જ સંવાદ નાયાધમ્મકહા શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫માં થાવસ્ત્રાપુત્ર અને શુક્ર પરિવ્રાજક વચ્ચે પણ છે–
હે ભગવંત ! આપને “યાપનીય” શું છે ?
હે સોમિલ ! મને બે પ્રકારનું યાપનીય છે. તે આ પ્રમાણે - ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય યાપનીય.
હે ભગવંત ! તે ઇન્દ્રિય યાપનીય શું છે ?
હે સોમિલ ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય - એ પાંચ ઇન્દ્રિયો ઉપઘાત (હાનિ)રહિત મારે આધીન વર્તે છે. તે ઇન્દ્રિય યાપનીય છે.
હે ભગવન્! નોઇન્દ્રિય યાપનીય શું છે ?
હે સોમિલ ! મારા ક્રોધ, માન, માયા અને લોભ - આ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા (નાશ પામેલા) હોવાથી ઉદયમાં આવતા નથી. તે નોઇન્દ્રિય યાપનીય છે.
આ રીતે ઇન્દ્રિય તથા મનની વિષય અને કષાય રહિત અવસ્થા અર્થાત્ (વંદન કાળે) વિષય અને કષાય ન હોવા તેને યાપનીય કહે છે.
• નિમીડિઆએ - નિષ્પાપ બનેલી એવી કાયા-શરીર વડે કરીને. | નિષેધ - પ્રાણાતિપાત, મૃષાવાદ ઇત્યાદિ પાપોનો કે કોઈપણ પ્રકારની પાપકારી પ્રવૃત્તિનો કે પ્રમાદનો નિષેધ કરવાનો હોય છે. આ પ્રકારનો નિષેધ જેના વડે થાય તેને નિષેધિકી' કહેવાય છે.
– હવે વિચારો કે વંદન કઈ રીતે કરવાનું છે ?
શરીરમાં ઇન્દ્રિયોનો વિકાર ન હોય, મનમાં કષાયોનો ઉપઘાત ન હોય તથા પ્રાણાતિપાત આદિ પાપ પ્રવૃત્તિનો જેમાં આરંભ ન હોય તેવા નિર્વિકારી અને નિષ્પાપ શરીર વડે સઘળી શક્તિએ કરીને વંદન કરવું જોઈએ.
-૦- ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિમીડિઆએ - આટલો સૂત્ર પાઠ બોલાયા પછી શું ? આટલો પાઠ તો વંદન કરનાર બોલે છે. જેમાં પોતાની શારીરિક-માનસિક સ્થિતિ અને વંદનની ઇચ્છા પ્રગટ થઈ. પણ ત્યાં જ વંદન થઈ જતું નથી. કેમકે ઇચ્છા જાહેર થવાથી કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યની સિદ્ધિ માટે તો ઇચ્છા પ્રમાણેનું આચરણ પણ જરૂરી છે.
પરંતુ વંદન એ વિનયધર્મનું પ્રતિક છે. વિનયને છોડીને વંદન ન થાય. તેથી