________________
ખમાસમણ-સૂત્ર-વિવેચન
૧૪૩
સ્વરૂપે અર્થને ગુંથનારા. જેમકે સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ ઇત્યાદિ. પાક્ષિક સૂત્રની વૃત્તિમાં ક્ષમાશ્રમણ સંબોધન અંગોની વાંચના આપનાર, કાલિક કે ઉત્કાલિક સૂત્રોની વાચના આપનાર આદિને ઉદ્દેશીને થયું છે.
પાક્ષિક સૂત્ર વૃત્તિકાર યશોદેવસૂરિએ ક્ષમાશ્રમણ શબ્દની વ્યાખ્યા કરતા લખ્યું છે કે – ક્ષમાશ્રમણોને એટલે સમાદિ ગુણવાળા મહાતપસ્વી સ્વગુરુને અથવા તીર્થકર, ગણધર આદિને એવો ભાવ સમજવો.
– ગુરુની જેમ તીર્થકરને વંદના કરતા પણ આ સૂત્ર બોલાય છે. તેથી તીર્થકર પરમાત્માનો સમાવેશ પણ ક્ષમાશ્રમણ શબ્દથી કર્યો છે.
• વંદિઉ - વંદન કરવાને, નમસ્કાર કરવાને – આ શબ્દનો સંબંધ રૂછામિ સાથે કહેવાઈ ગયો છે.
– વિશેષાવશ્યક ભાષ્યમાં એ રીતે જણાવે છે કે – ક્ષમા, માદવ, આર્જવ આદિ ગુણોથી યુક્ત શ્રમણના ગુણવાનપણાને કારણે – વંદન કરવાને ઇચ્છું છું. તેમ અહીં સમજવું. અર્થાત્ હે ક્ષમાશ્રમણ ! આપને વંદન કરવા ઇચ્છું છું.
– આ ભાવ વંદન કરનારનો હોય એટલે કે વંદન કરનાર શ્રાવક કે સાધુ પોતાની ઇચ્છાથી સામા વ્યક્તિનું ગુણીપણું સ્વીકારીને બોલે છે. પણ વંદન કરવાનું કઈ રીતે ? - વંદન કરવું તે "ઇચ્છાનિવેદન' થયું. પણ કરતી વખતે વંદન કરનારમાં કયા ગુણ કે લાયકાત હોય ?
તે માટે સૂત્રકાર મહર્ષિ બે શબ્દો મૂકે છે. જાવણિજ્જાએ, નિસડિઆએ તેમાં વિશેષાવશ્યક ભાષ્યકાર કહે છે કે - અહીં નિમીડિઆએ' શબ્દ છે તે વિશેષ્ય છે અને જાવણિજ્જાએ શબ્દ વિશેષણ છે.
આવશ્યકસૂત્ર-૧૦ની વૃત્તિમાં આ બંને શબ્દનો અર્થ આ રીતે કર્યો છે –
– જાવણિજ્જાએ - શક્તિ અનુસાર, સર્વ શક્તિએ કરીને સહિત, ઇન્દ્રિય ઉપશમનાદિ રૂપે
– નિતીડિઆએ - પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત થયેલી કાયા વડે. – અહીં આ બંને શબ્દોમાં જ વંદન ક્રિયા વિષયક રહસ્ય રહેલું છે.
• જાવણિજ્જાએ – થાપનીયા યાપનીય શું છે? સંક્ષેપ ઉત્તર છે ઇન્દ્રિયોના વિકાર અને ચાર પ્રકારના કષાયો યાપનીય છે. તેથી વંદન કરતી વખતે વંદન કરનારના ઇન્દ્રિયોના વિકાર અને કષાયોનું ઉપશમન થયેલું હોવું જોઈએ.
લઘુ દૃષ્ટાંત :- દશાર્ણનગરનો દાર્ણભદ્ર રાજા જ્યારે ભગવંત મહાવીર પધાર્યા ત્યારે રોમાંચિત થઈ ગયો. બોલ્યો કે વીર પરમાત્માને કોઈએ ન કર્યું હોય તેવું દ્ધિપૂર્વક વંદન હું કરવા જઈશ. પછી રાજા વંદનાર્થે નીકળ્યો ત્યારે મહાદ્ધિપૂર્વક ચાલ્યો. સોના-રૂપા અને હાથીદાંતની ૫૦૦ પાલખીઓમાં સ્ત્રીઓને બેસાડી. સાથે ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ઘોડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડનું પાયદળ, ૧૦૦૦ સુખપાલ, ૧૬,૦૦૦ ધ્વજા ઇત્યાદિ મોટા આડંબરપૂર્વક પોતે હાથી ઉપર બેસીને