________________
ખમાસમણ-સૂત્ર-વિવેચન
૧૪૫ આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિ અને ચૂર્ણિમાં અહીં બે વિકલ્પો રજૂ કર્યા છે –
(૧) જો ગુરુ ભગવંત વ્યાપાદિયુક્ત અર્થાત્ કોઈ કાર્યમાં રોકાયેલા કે કંઈ બાધા-અડચણયુક્ત હોય તો માત્ર ‘તિવિહેણ' એમ કહે. ત્યારે સંક્ષેપ વંદન કરવું અર્થાત્ મલ્યુએણવંદામિ કહી પંચાંગ પ્રણામ કરવા.
(૨) જો ગુરુ ભગવંત આવા કોઈ વ્યાક્ષેપથી રહિત હોય - કોઈ કાર્યમાં તે રોકાયેલા ન હોય તો તે વંદન કરવાની અનુજ્ઞા આપવા માટે “છેદેણ” કહે તેનો અર્થ એવો છે કે - તારી ઇચ્છા હોય તો તે વંદન કરી શકે છે. (પણ આ બીજા વિકલ્પની વિચારણા સૂત્ર-૨ભાં કરવાની છે. અહીં લાગુ પડતી નથી.)
• મઘૂએણ વંદામિ :- મસ્તક વડે કે મસ્તક નમાવીને, હું વંદુ છું - વંદન કરું છું કે પ્રણામ કરું છું. જો કે આ શાબ્દિક અર્થ થયો. ક્રિયાની દૃષ્ટિએ તો અહીં મસ્તકની સાથે બે હાથ અને બે જાનું એમ કુલ પાંચ અંગો નમાવીને વંદન કરવામાં આવે છે. તેથી જ આ સૂત્રને પંચાંગ પ્રણિપાત સૂત્ર કહેલ છે.
i વિશેષ કથન :
આ સૂત્રમાં “વંદન'નો વિષય છે. વંદન કઈ રીતે કરવું ? તે વાત તો સૂત્રમાં પણ કહેવાઈ છે. છતાં વંદનનું મહત્ત્વ, વંદન કરતી વખતે જયણા પળાય તે માટેની આવશ્યક ક્રિયા, વંદન ક્યારે ન કરવું ? ઇત્યાદિ સંલગ્ન બાબતોની જાણકારી પણ જરૂરી છે.
• વંદનનો ભેદ:- વંદનના ત્રણ પ્રકારો છે – (૧) જઘન્ય - જેને ફિટ્ટાવંદન કહે છે. (૨) મધ્યમ વંદન - જેને થોભવંદન કહે છે. કેમકે તેમાં સૂત્રપાઠ મધ્યે થોભવાનું છે. (૩) ઉત્કૃષ્ટ વંદન-જેને દ્વાદશાવર્ત વંદન કહે છે.
• વંદન વખતે જયણા પાલન માટે કરાતી ક્રિયા :- જેને ૧૭-સંડાસક કહે છે જેનું વર્ણન સૂત્ર-૨૯ “વાંદણા સૂત્રમાં કરેલ છે. તે ખાસ જોવું કેમકે પ્રત્યેક વંદન વખતે આ ૧૭ સ્થાનોની પ્રમાર્જના ક્રિયા અત્યંત જરૂરી છે.
• વંદનનું મહત્ત્વ :– વંદનથી આઠે કર્મો પાતળા પળે છે.
- હે ભગવન્! વંદનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? – હે ગૌતમ ! વંદનથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મ પ્રવૃત્તિઓને શિથિલ બંધવાળી કરે છે. દીર્ધકાળની સ્થિતિવાળા કર્મોને અલ્પકાળની સ્થિતિવાળા કરે છે અને તીવ્ર અનુભાવવાળા કર્મોને મંદ અનુભાવવાળા કરે છે.
– (ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯) હે ગૌતમ ! વંદન કરવાથી જીવ નીચ ગોત્રકર્મને ખપાવનાર થાય છે, ઉચ્ચ ગોત્ર કર્મને બાંધનાર થાય છે. તેમજ વંદનથી જીવ સૌભાગ્ય અને લોકપ્રિયતા પામે છે.
– (ગુરુવંદન ભાષ્ય–) વંદનથી જીવને વિનયગુણ પ્રગટે છે. વિનયથી અહંકારનો નાશ થાય છે. વળી વંદન કરવાથી) ગુરુજનની પૂજા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું આરાધન, શ્રતધર્મનું આરાધન અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે – જેમ વંદનાર્થે [1|10|