________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
હતા. તે વખતે વરસાદી વાયુને વહેતો જાણ્યો. ત્યારે તેનું મન આ ક્રિયાથી દૂર સુધી પહોંચી ગયું. (વચન અને કાયાથી તો ઇર્યાપથ પ્રતિક્રમણ જ ચાલતું હતું) તેને થયું કે મારા પુત્રો શું કરતા હશે ? તેઓ તો પ્રમાદી છે. તેમને પોતા કે પારકા વિશે કોઈ બુદ્ધિ નથી. હવે જો તેઓ ખેતર ખેડશે નહીં, તો કંઈ પાકશે નહીં, પછી પોતે શું ખાશે? બીજાને શું ખવડાવશે ? બાપડા દુઃખી થઈ જશે.
એ પ્રમાણે ઇર્યાપથ પ્રતિક્રમણ દરમ્યાન ચિંતવના કરી, ગુરુ ભગવંતે પૂછ્યું કે, તમને ઇર્યાપથ પ્રતિક્રમણ કરતાં આટલો સમય કેમ ગયો ? તે કોંકણકમુનિ ભદ્રિક પરિણામી હતા. સરળભાવે કહી દીધું કે હું જીવધ્યા ચિંતવતો હતો. ગુરુ ભગવંતે પુનઃ પૂછ્યું કે, તમે શું ચિંતવ્યું ? ત્યારે તે સ્થવીર મુનિએ જેમ હતું તે બધું નિવેદન કરી દીધું અહીં તે મુનિના વચન અને કાય યોગમાં તો ભાવ વિશુદ્ધિ હતી. પણ મન અપ્રશસ્ત ધ્યાનમાં ચાલી ગયેલું. કેમકે મનનો યોગ્ય નિગ્રહ ન થાય તો તે વિવિધ ભાવોમાં ભમ્યા કરે છે.
૨૭૪
આવા કારણથી જ કહેવાયું છે કે, મનુષ્યને માટે મન જ (કર્મ) બંધ કે (કર્મથી) મોક્ષનું કારણ છે.
સામાયિક કરનારો આત્મા કાળને આશ્રીને ૪૮ મિનિટ નિયમથી બદ્ધ હોય છે. તેથી કરીને કાયયોગથી સામાયિકમાં જ હોય છે. કદાચ વચનથી પણ સ્વાધ્યાય, જપ આદિમાં વ્યસ્ત હોઈ શકે છે. પણ તેનું મન સામાયિક સાથે સાતત્ય જાળવતું ન પણ હોય. તેથી ‘મન’ની ચંચળતાને પ્રધાન ગણી અહીં કહ્યું કે, “નાવ મળે હો નિયમ સંનુત્તો' જ્યાં સુધી તે મનથી (મનથી પણ) નિયમથી યુક્ત હોય અર્થાત્ વચન-કાયા તો સામાયિકના નિયમમાં હોય જ, પરંતુ ‘મન’ પણ સામાયિકના નિયમથી યુક્ત હોય, સાવદ્યયોગ નિવૃત્તિના નિયમથી યુક્ત હોય— (ત્યાં સુધી)
સારાંશ એ કે મન અપ્રશસ્ત ભાવોમાં ભટકે નહીં, પણ પ્રશસ્ત અથવા વિશુદ્ધ ભાવોમાં જ જોડાયેલ હોય (ત્યાં સુધી) - ‘તે અશુભ કર્મોનો નાશ કરે છે.' કર્મનાશરૂપ ફળને બતાવતા કહે છે–
• छिन्नइ असुहं कम्मं
અશુભ કર્મોને છેદે છે નાશ કરે છે.
૦ છિન્નરૂ - છેદે છે, કાપે છે, નાશ કરે છે. ર્િ નામક ક્રિયાપદનો અર્થ છેદવું, ભેદવું, નાશ કરવો ઇત્યાદિ થાય છે. તેના ત્રીજા પુરુષ એકવચનનું આ રૂપ છે. ૦ અક્ષુદ્રં માં - અશુભ કર્મો, પાપ કર્મો. આ શબ્દનું વિવેચન સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'ના વિવેચનમાં ‘પાવાળું મ્માળ’ શબ્દોમાં થયું જ છે. તો પણ તેની કિંચિત્ વિચારણા અહીં કરીએ–
કષાય કે રાગદ્વેષની ચિકાશ વડે પુદ્ગલોની જે વર્ગણાઓ આત્મા વડે ગ્રહણ થાય તે જ્યારે આત્મપ્રદેશો સાથે જોડાય ત્યારે તે ‘કર્મ' રૂપે ઓળખાય છે. તેના શુભ અને અશુભ એવા બે ભેદ પડે છે. અશુભ કર્મને પાપ કહે છે અને શુભકર્મને પુન્ય કહે છે.
જો કે તત્ત્વથી સર્વે કર્મો અશુભ જ છે કેમકે “આત્મા એ જ સામાયિક
-