________________
૧૯૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
છે. જે ચૌદ રાજલોક પ્રમાણ છે. જેનો વિસ્તાર આ જ વિવેચનમાં આગળ કરેલો છે.
(૫) કાળલોક :- કાળથી આ લોક ભૂતકાળમાં હતો, ભવિષ્યકાળમાં રહેશે અને વર્તમાનમાં છે તેને કાળલોક કહે છે. સમય, આવલિકા, મુહર્ત દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ ઉત્સર્પિણી, અવસર્પિણી રૂ૫ કાળચક્ર તે કાળલોક કહેવાય
(૬) ભવલોક :- ભવને આશ્રિને જીવે ચાર ગતિમાં ફરે છે તે ભવલોક. નૈરયિક, દેવ, મનુષ્ય અને તિર્યંચ યોનિમાં રહેલા પ્રાણીઓ તે-તે ભવમાં વર્તતા જે અનુભાવોને અનુભવે છે તેને ભવલોક જાણવા. " (૭) ભાવલોક :- ઓયિક, ઉપશમિક, સાયિક, લાયોપથમિક, પારિણામિક, સંનિપાતિક એ છ પ્રકારે ભાવલોક જાણવો.
– તીવ્રરાગ અને દ્વેષ તે જે પ્રાણીને ઉદીર્ણ થયા હોય, તે પ્રાણીને તે જ ભાવો વડે અવલોકન કરીને જાણવો તેને ભાવલોક કહ્યો છે.
(૮) પર્યાયલોક :- દ્રવ્યના ગુણ, ક્ષેત્રના પર્યાય, ભવજન્ય અનુભવ ભાવજન્ય પરિણામ તેને સંક્ષેપથથી પર્યાયલોક રૂપે જાણવા.
આ રીતે આઠ પ્રકારે લોક કહ્યો. જેમાંના ચાર ભેદ-દ્રવ્ય લોક, ક્ષેત્ર લોક, કાળ લોક અને ભાવ લોક એ ચાર ઉપર મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજ રચિત લોકપ્રકાશમાં અતિ-અતિ વિસ્તારથી વર્ણન મળે છે. પણ આપણે અહીં ‘લોક' શબ્દથી કયો લોક લેવો ? તે મુખ્ય પ્રશ્ન છે.
– આગમોના સાક્ષીપાઠમાં તો પંચાસ્તિકાયાત્મક દ્રવ્ય લોકનું ગ્રહણ જ જોવા મળે છે. માત્ર એક ગ્રંથ ક્ષેત્રલોકનો પણ ઉલ્લેખ કરે છે. તેથી અહીં સર્વ પ્રથમ દ્રવ્યલોક અને ક્ષેત્રલોકનું સંક્ષિપ્ત વર્ણન જોઈશું.
- સામાન્યથી દ્રવ્યલોકને જ લોક ગણેલ છે – ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા એ છ દ્રવ્યના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા જિનેશ્વરે લોક કહ્યો છે. ' (૧) ધર્મ - સ્વભાવથી ગતિશીલ પગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ છે અને પાણી તેને સહાયક બને છે. તે જ રીતે પુદગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે.
(૨) અધર્મ - સ્વભાવથી પુદગલો અને જીવોને સ્થિર રહેવામાં-સ્થિતિ કરવામાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય, સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને જે રીતે સ્થિર રહેવામાં શય્યા, આસન આદિ સહાયભૂત થાય છે. તે રીતે આ દ્રવ્ય પુદગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્ત ભૂત થાય છે.
(૩) આકાશ :- અવકાશ અથવા પોલાણ તે આકાશL તેનું લક્ષણ અવગાહપ્રદાન મનાયું છે. બીજા દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. દૂધમાં સાકર ભળી જાય તે રીતે આકાશ દ્રવ્ય.અન્ય દ્રવ્યોને પોતાનામાં સમાવી લે છે. આકાશ દ્રવ્ય