________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૧૯૯
સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો છે (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જેટલા ભાગમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય છે અને તેને લીધે જ્યાં સુધી પુદ્દગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોકસંબંધી આકાશ અર્થાત્ લોકાકાશ કહે છે અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક પણ દ્રવ્ય નથી તેને અલોકાકાશ કહે છે. આકાશ અનંત છે.
(૪) પુદ્ગલ :- પૂરણ અને ગલન સ્વભાવયુક્ત, અણુ અને સ્કંધરૂપ, તેમજ વર્ણાદિગુણવાળું દ્રવ્ય પૂરણ એટલે ભેગા થવું કે એકબીજા સાથે જોડાવું અને ગલન એટલે છૂટા પડવું. વર્ણાદિમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો સમાવેશ થાય છે. (૫) જીવ ઃ- શરીથી ભિન્ન, ચૈતન્ય ગુણવાળો આત્મદ આ દ્રવ્યનો શબ્દપરીચય સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં જીત શબ્દના વિવેચનમાં આપેલ છે.
(૬) કાળ :- સમય આ દ્રવ્યને લીધે વસ્તુની વર્તનાનો ખ્યાલ આવે છે. જેમકે - આ વસ્તુ છે અથવા હતી અથવા હશે. તે જ રીતે પહેલા-પછી, આગળપાછળ ઇત્યાદિ બાબતોનો ખ્યાલ આવે છે.
આ છ દ્રવ્યોની સંખ્યામાં કે કદમાં વૃદ્ધિ કે હાનિ થતી નથી. તે જેવા છે તેવા જ દ્રવ્યરૂપે સદાકાળ રહે છે. માત્ર તેના પર્યાયોમાં ફેરફાર થાય છે. આ છ એ દ્રવ્યો લોકાકાશમાં સાથે રહેલા છે. તેથી તેટલા ભાગને લોક કહેવાય છે. આ “દ્રવ્યોક” પ્રસ્તુત સૂત્રના ‘લોક’ શબ્દનો અર્થ છે.
પ્રશ્ન :- આવશ્યક વૃત્તિમાં તથા અન્યત્ર સર્વ સ્થળે ‘લોક' શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક ગ્રહણ કરવો તેમ કહ્યું છે તેનું શું ?
આ કથન સત્ય છે. અમે ષદ્ભવ્યાત્મક લોકની વ્યાખ્યા કરી તે પણ ઉત્તરાધ્યયન સૂત્રને આધારે જ કરી છે અને પંચાસ્તિકાયાત્મક લોકની વ્યાખ્યા પણ આગમ આધારિત જ છે. માત્ર તેનું સમાધાન એ રીતે આપી શકાય કે—
(૧) કાળદ્રવ્યનો અલગ ઉલ્લેખ ‘કાળલોકમાં આવે જ છે.
(૨) બાકીના ધર્મ-અધર્મ આદિ પાંચેને અસ્તિકાય પણ કહેવાય છે. - તેથી આ ‘પાંચ અસ્તિકાયના સમૂહપ લોક' વ્યાખ્યા પણ યોગ્ય છે.
(૩) હવે પછી કહેવાનાર ‘ઉદ્યોતકર' વિશેષણ પાંચે અસ્તિકાયોના સંદર્ભમાં વિશેષ યોગ્ય જણાય છે.
બાકી વિવક્ષા ભેદથી આગમોમાં વ્યાખ્યા જોવા મળતી હોય ત્યારે તે બંનેમાં કોઈ એક સાચું અને બીજું ખોટું તેવી વિચારણા કરવી તે શાસ્ત્રનો અપલાપ્ કરવા બરાબર છે. માટે વિવસા ભેદે વ્યાખ્યા ભેદ સમજવો.
૦ ચૌદ રાજલોક :- કેટલાંક ગ્રન્થકારો લોક શબ્દની વ્યાખ્યા કરતા લોક એટલે ચૌદ રાજલોક સમજવો તેવું સૂચવે છે. આ વ્યાખ્યાનુસાર દ્રવ્યલોકની માફક ક્ષેત્રલોકનો પણ લોક શબ્દથી વિચાર કરાય છે.
લોકનો સામાન્ય પરીચય ત્રણ વિભાગથી અને વિશેષ પરીચય ચૌદ વિભાગથી થાય છે. તેમાં ત્રણ વિભાગ તે ઉર્ધ્વલોક, તિર્યક્ લોક અને અર્ધાલોક અને તેના ચૌદ