SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પંચિંદિય સૂત્ર-વિવેચન ૧૧૯ આકાર પાપડી જેવો છે. અંદરનો આકાર કદંબના પુષ્પનો આકાર અને માંસના ગોળારૂપ છે જ્યારે ઉપકરણ ઇન્દ્રિય એટલે તેમાં રહેલી વિષયગ્રહણશક્તિ. જેમકે કાનમાં શબ્દ વિષય ગ્રહણ કરવાની શક્તિ છે. એ જ રીતે ભાવ ઇન્દ્રિયના પણ બબ્બે ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ કાન વગેરે ઇન્દ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મોનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય જાણવી અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માને જે વ્યાપાર-પ્રણિધાન તેને ઉપયોગ ઇન્દ્રિય જાણવી. આ ઉપયોગ ઇન્દ્રિયનું સંવરણ કરવાની વાત અહીં પંવિવિયસંવરો - શબ્દમાં છે. વંદિત્તસૂત્ર ગાથા-૪ની વૃત્તિમાં રત્નશેખર સૂરિજી જણાવે છે કે – એક સ્પર્શનેન્દ્રિયને વશ હાથી હાથણીના મોહમાં દોડી ખાઈમાં ધકેલાઈને પરવશ બને છે કે પ્રાણ ગુમાવે છે. એક રસનેન્દ્રિયને વશ મત્સ્ય મિષ્ટ વસ્તુને ખાવા દોડે છે, પરિણામે લોઢાના તીણ કાંટામાં ભરાઈને આયુષ્યનો અંત કરે છે. એક ધ્રાણેન્દ્રિયને વશ ભમરો સુગંધ માટે દોડે છે અને કમળમાં સપડાઈ પોતાનું જીવન કારમી રીતે ખોઈ બેસે છે. એક ચક્ષુરિન્દ્રિયને વશ બનેલો પતંગીયો દીપકને સોનાનો પંજ કલ્પીને સોનું લેવા તે દીવામાં ઝંપાપાત કરનાર પોતાનું આખું જીવન સળગાવી મૂકે છે અને એક શ્રોત્રેન્દ્રિયને વશ હરણ સંગીતમાં લીન બનીને શીકારીના બાણનો ભોગ બનીને પોતાના પ્રાણ ખોઈ બેસે છે. તો પાંચે ઇન્દ્રિયને વશવર્તી જીવના શા હાલ થાય ? આ પ્રમાણે જાણી-સમજીને જેઓ પાંચે ઇન્દ્રિયોનું સંવરણ કરે છે અર્થાત્ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કે દ્વેષ કરતા નથી, પણ સમભાવને ધારણ કરે છે. અથવા તો આ પાંચેના ઉપરોક્ત ૨૩-વિષયને વશ થતા નથી. આ જ વાત પ્રવચન સારોદ્વાર શ્લોક ૫૮લ્માં તથા ભત્તપરિજ્ઞા આગમમાં કહી છે. આ રીતે ગુરુ (આચાય)ના ૩૬ ગુણોમાં પહેલા પાંચ ગુણ છે - તેઓ પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અથવા પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થતા નથી અર્થાતુ પાંચે ઇન્દ્રિયોના અનુકુળ વિષયોમાં રાગ, રતિ કે સુખ માનતા નથી અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, અરતિ કે દુઃખ માનતા નથી. -૦- ત૮ - તથા. (પાંચ ઇન્દ્રિયના સંવરણ ઉપરાંત) -૦- નવવિહ-ગંભચેર-ગુત્તિ-ધરો :- નવ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિના ધારક. – ગુરુના છત્રીશ ગુણમાં આ વાક્ય દ્વારા બીજા નવગુણોનું વર્ણન કરેલ છે. જેમાં “નવવિડ' શબ્દનો અર્થ છે - નવ પ્રકારની “બભચેર ગતિ" અર્થાત્ બ્રહ્મચર્યની ગુતિ. ગુતિ એટલે નિગ્રહ. જે નિગ્રહથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન શક્ય બને છે તે અને “ધરો" શબ્દનો અર્થ છે “ધારણ કરનાર.” - બ્રહ્મચર્ય - શબ્દ બ્રહ્મન્ ઉપરથી બનેલો છે. સ્થાનાંગ સૂત્ર-૮૦૧ની વૃત્તિમાં જણાવે છે કે – બ્રહ્મ એટલે કુશલ અનુષ્ઠાન. તે અને તેનું આચરણ કે સેવન કરવું તેને બ્રહ્મચર્ય કહે છે અથવા બ્રહ્મચર્ય એટલે સંયમ. સુત્ર ૮૦૨માં બ્રહ્મચર્ય એટલે સ્ત્રીભોગથી રહિત થવું કે મૈથુનનો ત્યાગ કરવો તેને પણ બ્રહ્મચર્ય કહેલ છે. (પાક્ષિક
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy