________________
૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતના જન્મભવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને જન્મભવનથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય વિમાનને ઉભું રાખે છે. દિવ્ય વિમાનમાંથી ઉતરીને સર્વે દેવ-દેવીથી પરિવૃત્ત થઈને સર્વદ્ધિ સહિત, દુભિઘોષના ધ્વનિ સહિત અરિહંત ભગવંત અને તેમની માતા પાસે આવે છે તેમને પ્રણામ કરીને અરિહંત તથા તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા આપી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે–
હે રત્નકુક્ષિ ધારિણી ! જગતુમાં દીપિકા સમાન માતા ! તમને મારા નમસ્કાર થાઓ. (ઇત્યાદિ સર્વે અપોલોકવાસી દિકકુમારીની માફક કહેવું). હે દેવાનુપ્રિયે ! હું દેવોનો સ્વામી શક્રેન્દ્ર છું. સૌધર્મકલ્પથી આપના પુત્ર એવા અરિહંતનો જન્મ મહોત્સવ કરવા આવેલ છું. તો આપ ભયભીત ન થશો. એમ કહી અવસ્થાપિની નિદ્રાનો પ્રયોગ કરી અરિહંત-માતાને ગાઢ નિદ્રામાં મૂકે છે. પછી અરિહંત સમાન પ્રતિરૂપકને વિકર્વીને અરિહંતની માતા પાસે તે બાળકને ગોઠવી દે છે.
ત્યારપછી શક્રેન્દ્ર પોતાના પાંચ રૂપોની વિકુવણા કરે છે. તેમાંનો એક શક્ર અરિહંત ભગવંતને બે હથેળીમાં ગ્રહણ કરે છે, એક શક્ર પાછળ છત્ર ધરે છે, બે શક્રો બંને બાજુએ ઉભા રહી ચામર ઢોળે છે, એક શક્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. અનેકાનેક દેવ-દેવીઓથી પરિવરેલો તે શક્રેન્દ્ર સર્વઋદ્ધિપૂર્વક અને દભિનાદ સાથે ઉત્કૃષ્ટ ગતિથી ગમન કરતો મેરુ પર્વતના પંડુક વનની અભિષેક શિલાના અભિષેક સિંહાસન પાસે જાય છે. ત્યાં પૂર્વ દિશા તરફ મુખ રાખી સિંહાસન પર બેસે છે - થાવત્ - પર્યુપાસના કરે છે.
• ઇશાનેન્દ્રનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કાળે શૂલપાણિ, વૃષભવાહન, દેવેન્દ્ર ઇશાન નામના સુરેન્દ્ર જે ઉત્તર લોકાર્ધના અધિપતિ છે, ૨૮ લાખ વિમાનોના સ્વામી છે (ઇત્યાદિ વર્ણન શકેન્દ્ર સમાન જાણવું) તેમનું આસન ચલિત થાય છે. તે પણ શક્રેન્દ્રની માફક અરિહંત પરમાત્માનો જન્મ મહિમા કરવા મેરુ પર્વત પંડુક વનમાં પહોંચે છે. ફર્ક માત્ર એટલો છે કે ઇશાનેન્દ્રનો પદાતિ સેનાપતિ લઘુપરાક્રમ છે અને તેમાં વિમાનની ઘંટાનું નામ મહાઘોષા છે - યાવત્ - તે અરિહંતની પર્યાપાસના કરે છે.
• બાકીના સુરેન્દ્રોનું આગમન :
શક્ર અને ઇશાન ઇન્દ્રોની જેમ અય્યતેન્દ્ર સુધીના બધાં જ ઇન્દ્રો અરિહંતનો જન્મ મહિમા કરવા આવે છે. વિશેષ એ કે તેઓના સામાનિક દેવોની સંખ્યામાં ફેરફાર છે. પહેલા કલ્પના સામાનિક દેવ ૮૪,૦૦૦ હોય છે. બીજાના ૮૦,૦૦૦, ત્રીજાના ૭૨,૦૦૦, ચોથાના ૭૦,૦૦૦, પાંચમાંના ૬૦,૦૦૦, છટ્ઠાના ૫૦,૦૦૦, સાતમાંના ૪૦,૦૦૦, આઠમાંના ૩૦,૦૦૦, નવ-દશમાં કલ્પના ૨૦,૦૦૦ અને અગીયાર-બારમાં કલ્પના ૧૦,૦૦૦ સામાનિક દેવો હોય છે.
તેમના યાન-વિમાનના નિર્માણ કર્તા દેવો આ પ્રમાણે છે – (૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫) નંદાવર્ત, (૬) કામગમ, (૭) પ્રીતિગમ, (૮) મનોરમ, (૯-૧૦) વિમલ અને (૧૧-૧૨માં કલ્પ વિમાન