________________
૧૮૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
કરતા કહ્યું છે કે – કાયોત્સર્ગમાં ખાંસી, છીંક અને બગાસુ વગેરે જયણાપૂર્વક કરવા. જયણાપૂર્વક એટલે – આ ત્રણે ક્રિયામાં નીકળતો વાયુ બાહ્યવાયુને માટે શસ્ત્રરૂપ ન બની જાય અર્થાત્ બહાર રહેલા વાયુના જીવો આ ત્રણે ક્રિયાના વાયુથી હણાય નહીં તે રીતે આ ત્રણે ક્રિયા કરવી જોઈએ. કેમકે બહારના વાયુ કરતા ઉધરસ, છીંક અને બગાસાનો વાયુ અતિ ઉષ્ણ હોય છે.
જયણાપૂર્વક આ ત્રણે ક્રિયા કરવાનું કારણ જણાવતાં નિર્યુક્તિકાર કહે છે કે, આ ક્રિયાઓનો નિરોધ ન કરે કેમકે તેમ કરવાથી અસમાધિ થાય છે અને સર્વથા રોધ કરવાથી મૃત્યુનો પણ સંભવ રહે છે. વળી જયણાપાલન માટેનો બીજો હેતુ જણાવતા કહ્યું કે ઉધરસ અને છીંક ખાતી વખતે ઉષ્ણપવન સાથે ક્યારેક શ્લેષ્મ (કફ કે બળખો) પણ બહાર આવે છે. ત્યારે તેનાથી “મસક' આદિ જીવો હણાય કે મરાય નહીં તેમજ બગાસુ ખાય ત્યારે પહોળા થયેલા મુખમાં “મસક' આદિ જીવ પ્રવેશીને મૃત્યુ ન પામે તે માટે આ ત્રણે ક્રિયા વખતે મુખ કે નાકની આડો હાથ રાખીને જયા પાલન કરે.
૬. ઉsણ :- ઓડકાર ખાવાથી, ઉદ્ગાલ આવવાથી. આ ક્રિયા પણ ઉદાન વાયુને લીધે જ થાય છે. તેના વેગને રોકતા અસમાધિ થાય છે. મુખ આડો હાથ રાખી ઓડકાર ખાવો. શક્યતઃ અવાજ ન થાય તે લક્ષ્ય રાખવું.
૭. વાયનિસગેણં :- વા છૂટ થવાથી, અપાન વાયુનો સંચાર થવાથી. અપાન એટલે મળદ્વાર. ત્યાંથી પવનનું નીકળવું તે.
– શરીરમાં વાયુ થવાથી આ ક્રિયા થાય છે. તેના વેગને દરેક વખતે રોકી શકાતો નથી. કદાચ રોકવામાં આવે તો અસમાધિ થાય છે. તેથી તેને રોકવો ઉચિત પણ નથી. તેનાથી પેટમાં દુઃખાવો થવાનો કે ચૂંક ઉપડવાનો સંભવ છે. તેથી જયણાપૂર્વક ધીમે ધીમે આ વાયુને નીકળવા દેવો અને નીકળતી વખતે જરા પણ અવાજ ન થાય તે લક્ષમાં રાખવું.
૮. ભમલીએ :- ભ્રમરી આવવાથી, ચક્કર આવવાથી, વાઈ આવવાથી, આકસ્મિક રીતે શરીરમાં ફેર કે ચકરી આવવાથી થાય છે. મગજ ભમતું હોવાથી ભ્રમરી કહેવાય છે. તેનો ઉદ્દભવ અપથ્ય આહાર-વિહાર, અપ્રિય વાસ, માનસિક આઘાત, લોહીના પરિભ્રમણ કે દબાવના ફેરફાર આદિ કારણે થાય છે. તેને ઇચ્છા કે પ્રયત્નમાત્રથી રોકી શકાય નહીં
૯. પિત્ત-મુચ્છાએ :- પિત્ત પ્રકોપથી આવેલી મૂછ વડે, પિત્ત ચડવાને કારણે થયેલી બેભાન અવસ્થાને લીધે. આવશ્યક સૂત્ર-3ની વૃત્તિમાં કહે છે કે, પિત્તના પ્રાબલ્યથી થોડી કે સહેજ મૂચ્છ આવે છે.
આયુર્વેદ ત્રણ બાબતને મહત્ત્વ આપે છે. વાત, પિત્ત અને કફ. આ ત્રણ તત્ત્વોના યોગ્ય પ્રમાણથી શરીર સંચાલન યોગ્ય રહે છે. જો તેમાં કોઈ પણ તત્ત્વ વધી કે ઘટી જાય ત્યારે રોગોત્પત્તિ સંભવે છે. તેમાં પિત્ત પ્રકોપ વધી જતાં માથાનો દુઃખાવો, ચક્કર, ઉલટી અને ક્યારેક મૂચ્છ પણ આવે છે. આ સ્થિતિ અચાનક