________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૧
નહીં-કરાવું નહીં. (૩) કાયા-મનથી કરું નહીં - કરાવું નહીં, (૪) મન, વચન, કાયા વડે કરું નહીં - કરાવું નહીં.
આ રીતે જે ૨૧ ભેદ થયા તે વર્તમાનકાળ સંબંધે, ભૂતકાળ સંબંધે અને ભવિષ્યકાળ સંબંધે એમ ત્રણ કાળથી ગણતા કુલ-૬૩ ભેદ થાય છે. એ રીતે ૬૩ પ્રકારે સાવદ્યયોગના સેવનથી નિવૃત્ત થાય.
(જો કે સાધુને આશ્રીને આ ભેદ ૧૪૭ થાય છે. કેમકે તેમને વિહં ને બદલે ‘તિવિહં પચ્ચકખાણ છે. તેથી ‘અનુમોદના'નો એક ભેદ વધતા તેનો મન, વચન, કાયા ઇત્યાદિથી પ્રકારો ગણતા ૧૪૭ ભેદ થઈ જશે.)
જેઓ પચ્ચકખાણના આ સર્વે ભેદોને સારી રીતે જાણે છે - સમજે છે તેઓ સામાયિકના પ્રત્યાખ્યાનમાં કુશળ છે, બાકીના સર્વે અકુશળ છે. સામાયિકની ભાવથી અને વિધિસહ આરાધના કરનાર આ સર્વે ભેદોની પરિપાલના કરવાપૂર્વક સામાયિક (સાવદ્યયોગ નિવૃત્તિ) કરવી જોઈએ
૦ લઘુ દૃષ્ટાંત :- ધનમિત્ર નામે એક રાજા હતો, જ્ઞાની મુનિના મુખે સામાયિક વ્રતની મહત્તા સાંભળી, સામાયિક કરવા ઉદ્યમવંત થયો. ત્યારપછી તે રાજા હંમેશા સામાયિકનું પચ્ચક્ખાણ – “કરેમિભંતે' ઉચ્ચરવાપૂર્વક સામાયિક કરવા લાગ્યો. તેણે દીર્ધકાળ પર્યન્ત આ સામાયિક વ્રતનું પાલન કર્યું અને પુષ્કળ કર્મ નિર્જરા કરી.
કોઈ દિવસે રાજા સામાયિક કરીને સંધ્યાકાળે પ્રતિક્રમણ કર્યા બાદ સભ્ય પ્રકારે શુભ ધ્યાનમાં રહેલ હતો. તે રાજાએ પૂર્વે કોઈ બ્રાહ્મણનું સર્વ ધન હરી લીધેલ. ખેદ ધરતો તે બ્રાહ્મણ તાપસ થઈ ગયો. મૃત્યુ પામીને મિથ્યાદૃષ્ટિ કુર વ્યંતર થયેલ. તેણે સામાયિકમાં રહેલા રાજાને જોયો. પૂર્વભવનું વૈર યાદ આવતાં રોષે ભરાયેલ તે દૂઝવ્યંતર વિચારવા લાગ્યો કે, આ રાજાને હું ધર્મથી ભ્રષ્ટ કરું, ગાઢ કષ્ટ આપું. આ પ્રમાણે વિચારી તે વ્યંતરે રાજાનાં ઉદર, મસ્તક, આંખો, મુખ, કાન અને બીજા પણ અંગ ઉપાંગોમાં અતિ પીડા ઉત્પન્ન કરી, તો પણ ધનમિત્ર રાજા સામાયિકમાં નિષ્પકંપ રહ્યો. તેને મહાનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
તે રાજા પોતાને જ ઉપદેશ આપતો કહેવા લાગ્યો કે, હે પાપીજીવ ! તેં પહેલાં બીજાને સંતાપકારી પાપ કર્યું છે. તો હવે આ વ્યંતરકૃત્ પીડામાંથી કઈ રીતે છૂટવાનો? માટે આ પીડાને તું સમ્યક્ પ્રકારે સહન કર. હવે જો મન, વચન કે કાયાથી તું લેશમાત્ર ચલિત થઈશ તો તને સામાયિકને વિશે અત્યંત દુઃખકારી એવા અતિચાર લાગશે.
ત્યારે તે વ્યંતરે અતિભયંકર રાક્ષસનું સ્વરૂપ વિકર્વી આકાશમાં ઊંચે જઈને મોટી વજશિલા ઉપાડી, રાજાને કહ્યું કે, હે મૂઢ ! સામાયિકને મૂકી દે, નહીં તો આ શિલાથી તારા મસ્તકનાં ટુકડે ટુકડા કરી નાંખીશ. તો પણ રાજા સામાયિક વ્રતથી ચલિત ન થયો. ત્યારે તે વ્યંતરે રાજાના મસ્તક ઉપર શિલા પછાડી. તેના ઘાતથી રાજાનું મસ્તક ફૂટી ગયું. પણ વ્યંતરની તેવી શક્તિથી રાજા મૃત્યુ ન પામ્યો. રાજા શુભધ્યાનથી અંશ માત્ર ચલિત ન થયો. ત્યાં જ કેવળજ્ઞાન પામ્યો. વ્યંતરે તુરંત ઉપશાંત થઈને રાજાનું મસ્તક પૂર્વવત્ કરી દીધું.