________________
૩૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ (૫) કેટલીક પોથીઓમાં છ ગાથાવાળો પાઠ મળે છે. (૬) પહેલી ગાથા ખરતરગચ્છ તથા વિધિપક્ષના પ્રતિક્રમણ સૂત્રમાં જણાતી
(૭) ગાથા ત્રીજી એક પોથીમાં સંપૂર્ણ પાઠાંતર સાથે જોવા મળે છે.
આ તો એક જ પુસ્તક આધારિત સંશોધનના તારણો છે. બીજા પણ અનેક તારણો પ્રાપ્ત થઈ શકે છે.
અમે પ્રચલિત પરંપરાનુસાર આ સૂત્રની નોંધ અને વિવેચન કરેલ છે. અમો ભક્તિભાવથી આ સૂત્રને બોલીએ છીએ - માનીએ છીએ - સ્વીકારીએ છીએ અને આદર કરીએ છીએ. પણ તેની રચના વિશે કે રચયિતા વિશે કોઈ ઠોસ માહિતી આપી શકતા નથી.
૦ શાશ્વત પ્રતિમાના નામો –
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે જે ચોવીસ તીર્થંકરો થાય તથા તે કાળે મહાવિદેહમાં વિદ્યમાન જે તીર્થકરો હોય તે સર્વે મળીને ચાર નામવાળા તીર્થકરો અવશ્ય હોય જ છે. જેના નામો છે – (૧) ઋષભ, (૨) ચંદ્રાનન, (૩) વારિષણ અને (૪) વર્ધમાન. આ ચારે નામો પ્રવાહરૂપે શાશ્વત છે. શાશ્વતી પ્રતિમાઓ કે જે ચૌમુખજી રૂપે હોય છે. તેમાં પણ આ ચાર નામો યુક્ત જ ચાર પ્રતિમાઓ હોય છે. આ વાતનો ઉલ્લેખ જીવાજીવાભિગમ આદિ આગમોમાં આવે છે. વળી ઠાણાંગ સૂત્રના સ્થાન ચાર, ઉદ્દેશક બીજાના સૂત્ર ૩૨૮માં નંદીશ્વર દ્વીપ પરની ચૌમુખજીના વર્ણનમાં પણ ઇષભ, ચંદ્રાનન, વારિષે, વર્ધમાન એ ચાર જિન પ્રતિમાઓનો ઉલ્લેખ થયો છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે જે શાશ્વત પ્રતિમાની ચૌમુખજી છે તે પ્રત્યેક પરમાત્માના ઋષભ આદિ ચાર નામધારી જિનબિંબો જ હોય.
સમવાયાંગ સૂત્ર તથા આવશ્યક નિર્યુક્તિમાં મળતા વર્તમાનની ભરત અને ઐરવતની ચોવીસીના નામો પ્રમાણે
ભરતક્ષેત્રના ચોવીસ તીર્થકરોમાં પહેલા તીર્થકરનું નામ “ઋષભ' છે અને છેલ્લા તીર્થકરનું નામ વર્ધમાન છે. ઐરાવત ક્ષેત્રના ચોવીસ તીર્થકરોમાં પહેલા તીર્થકર ‘ચંદ્રાનન' અને ચોવીસમાં તીર્થકર વારિષણ છે. આ રીતે પ્રત્યેક ચોવીસી વખતે આ ચાર નામો અસ્તિત્વમાં હોય જ છે.
• ચૈત્યવંદન ક્રિયારૂપે અને પદ્યરૂપે –
ચૈત્યવંદન ક્રિયારૂપે ત્રણ ભેદે છે, તે કથન પૂર્વે થઈ ગયું. ત્યાં આ ત્રણ પ્રકારો વર્તમાન પરંપરાનુસાર જણાવ્યા શ્રી હરિભદ્રસૂરિજી રચિત પંચાશક ગ્રંથોમાં જે બતાવ્યું છે તથા ચૈત્યવંન ભાષ્યમાં પણ જેનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે –
ચૈત્યોની વંદના ત્રણ પ્રકારે છે – (૧) નમસ્કાર વડે જઘન્યા, (૨) દંડક અને સ્તુતિ યુગલ વડે મધ્યમા (૩) સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ
ચૈત્યવંદન પદ્યરૂપે – પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પૂર્વાચાર્યો રચિત