________________
ઇરિયાવહી સૂત્ર - વિવેચન
૧૫૫
ઇચ્છાથી, સ્વાભિપ્રાયથી એવા અર્થમાં સમજવું. આ શબ્દનું રહસ્ય એ છે કે, શિષ્ય અથવા શ્રાવક જે ગુરુ ભગવંત પાસે આજ્ઞા માંગી રહેલ છે, તે પૂજ્યશ્રીની પોતાની ઇચ્છાથી આજ્ઞા આપે તેવું નિર્દિષ્ટ કરે છે. કોઈ બળજબરી, દબાણ, શેહ-શરમથી કે તે પૂજ્યશ્રીની આવી આજ્ઞા આપવાની કોઈ જવાબદારી છે તેમ સમજીને નહીં.
૦ સંદિસહ :- આજ્ઞા આપો, આદેશ આપો. જે ગુરુ ભગવંતને સંબોધન કરાયું હોય, તેમને નમ્રતાથી કે વિનંતી સ્વરે આજ્ઞા આપવા માટે કહે.
• ભગવત્ :- ભગવન્! એટલે કે હે ભગવન્! હે પૂજ્ય ! હે ગુરુદેવ! અહીં જે ભગવદ્ શબ્દ વપરાયેલ છે, તે શબ્દાર્થથી ભગવંત અર્થમાં ગ્રહણ કરાય છે, ક્રિયા કરવા માટેના રહસ્યાર્થરૂપે તે ગુરુ ભગવંત કે પૂજ્યવાચીતા અર્થ ધરાવે છે.
મા થી યુક્ત હોય તે ભગવાન્ કહેવાય. “મા' એટલે ઐશ્વર્યાદિ ગુણો. આ મ શબ્દથી વિવિધ અર્થોનું પ્રતિપાદન કરાયેલ છે. તે આ પ્રમાણે :- (૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) સમગ્ર રૂપ, (૩) સમગ્ર ય, (૪) સમગ્ર શ્રી, (૫) સમગ્ર ધર્મ, (૬) સમગ્ર પ્રયત્ન પન્નવણા સૂત્ર-૨ની વૃત્તિ મુજબ
ઐશ્વર્યસ્ય સમગ્રસ્ટ, રૂપસ્ય યશસઃ શ્રિય
ધર્મસ્યાથ પ્રયત્નસ્ય, ષણાં ભગ ઇતીકના. ભગવાન્ શબ્દનો અર્થ સમગ્ર ઐશ્વર્યવાળા, રૂપવાળા, યશવાળા, શ્રીવાળા, ધર્મવાળા અને પ્રયત્નવાળા એવા છ એ ગુણોએ કરીને સહિત પૂજ્ય કે મહાપુરુષ થાય છે. આવા જ ગુણો મહાનતાના સૂચક છે, તેમજ આવી મહાનતાથી તેઓ લોકમાં પૂજ્ય બને છે માટે પૂજ્ય કહેવાય છે.
(“ભગ" શબ્દ સૂર્ય યોનિ ઇત્યાદિ દશ અર્થોમાં પણ જોવા મળેલ છે. પણ અહીં ઉક્ત છ ગુણોની વ્યાખ્યા પન્નવણા, જીવાજીવાભિગમ, નંદીસૂત્ર ઇત્યાદિ આગમોમાં હોવાથી છ ગુણવાળો અર્થ જ લીધેલ છે.)
૦ વિશેષ માહિતી માટે “નમુત્યુ” સૂત્ર-૧૩ જોવું.
• ઇરિયાવહિયં - ઐર્યાપથિકી ક્રિયાને જવા-આવવાની ક્રિયા સંબંધી. (આ શબ્દનો અર્થ વિસ્તારથી આ સૂત્રમાં જ આગળ આપેલ છે.)
• પરિક્રમામિ :- હું પ્રતિક્રમણ કરું, પાછો ફરું, અકું, નિવત્ (આ શબ્દનો અર્થ આ જ સૂત્રમાં આગળ આપેલ છે)
આટલે સુધી આ સૂત્રમાં આજ્ઞા પ્રાપ્તિ માટેની વિજ્ઞપ્તિ કરાયેલ છે. જેમાં મુખ્ય બે વાક્યનો સંબંધ જોડેલો છે. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!” અને “ઇરિયાવહિય પડિક્કમામિ.' ગમનાગમન સંબંધી વિરાધનાનું પ્રતિક્રમણ શિષ્ય કે શ્રાવકને કરવું છે. પણ આ ક્રિયા તેણે પોતાની ઇચ્છાથી કે મરજી મુજબ કરવાની નથી. આ પ્રતિક્રમણ ક્રિયા કરવા માટે તેણે ગુરુ ભગવંતની આજ્ઞા માંગવાની છે. ગુરુ ભગવંત આજ્ઞા આપે પછી આ ક્રિયા આરંભવાની છે.
જ્યારે શ્રાવક/શિષ્ય આ પ્રમાણે આજ્ઞા માંગે ત્યારે ગુરુ ભગવંત પોતાની ઇચ્છાનુસાર આજ્ઞા આપે ત્યારે એમ બોલે કે, “ડિમેદ” અર્થાત્ “પ્રતિક્રમણ કરો”