________________
૧૬૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
કહેવાયા છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
– વનસ્પતિકાય :- જેના પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય તથા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય એવા ભેદો છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિઓ છે.
પ્રત્યેક વનસ્પતિકાયમાં વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ, વલય, હરિત, ઔષધિ, જલરૂહ અને કુહણ એ બાર ભેદ છે. આ વૃક્ષ, ગુચ્છ આદિના પણ બીજા અનેક પેટા ભેદો છે.
આ જ પ્રકારે અનંતકાય જીવોના પણ અનેક ભેદો જાણવા.
• બેઇંદિયા-બેઇન્દ્રિયવાળા જીવો :- જે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય જેને જીવેન્દ્રિય પણ કહે છે, તે બેઇન્દ્રિયો હોય છે. તેવા જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોના પરીચય માટે જીવવિચાર સૂત્ર ગાથા-૧૫માં જણાવેલ નામો આ પ્રમાણે છે – શંખ, કોડા, ગંડોલ, જળો, ચંદનક (સ્થાપનાચાર્યમાં વપરાતા એક જાતના જીવ), અળસિયાં, લાળિયા, કાષ્ઠ-કીડા, કૃમિ, પાણીના પોરા તથા બીજા પણ વાળા વગેરે બેઇંદ્રિયજીવો હોય છે. બેઇન્દ્રિયજીવો વિશે વિશેષ માહિતી પન્નવણા, જીવાજીવાભિગમ આદિ સૂત્રોથી જાણવી.
૦ તેઇંદિયા-ત્રણ ઇન્દ્રિયવાળા જીવો :- ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને તેઇદ્રિયજીવો કહે છે. તેમના નામો જીવવિચાર પ્રકરણ ગાથા ૧૬ અને ૧૭માં આ પ્રમાણે આપેલ છે – કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધઈ, મકોડ, ઇયળ, ધિમેલ, (વાળના મૂળમાં થતા) સાવા, ગીંગોડા, ગધૈયા, ચોરકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કુંથુઆ, ગોપાલિક, ઇયળ, ગોકળગાય, ઇંદ્રગોપ વગેરે તેઇંદ્રિયજીવો છે. તેઇંદ્રિય જીવોની વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પન્નવણા આદિ સૂત્રોથી જાણવી
૦ ચઉરિદિયા :- ચાર ઇંદ્રિયવાળા જીવો - તેને સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિયો હોય છે. તેમના નામો જીવવિચાર પ્રકરણની ગાથા-૧૮માં આ પ્રમાણે આપેલ છે – વીંછી, બગાઈ, ભ્રમરા, ભમરી, તીડ, મચ્છર, ડાંસ, મસક, કંસારી, ખડમાકડી વગેરે ચાર ઇંદ્રિયવાળા જીવો છે. આ જીવોની વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પન્નવણા આદિ સૂત્રોથી જાણવી.
• પંચિંદિયા :- પાંચ ઇન્દ્રિયવાળા જીવો - જેમને સ્પર્શના, રસના, ઘાણ, ચલુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો છે, તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોના મુખ્ય ચાર વિભાગ છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકના જીવોમાં સાતે પ્રકારની નારકીમાં ઉત્પન્ન થતા નારક જીવોનો સમાવેશ થાય છે. તિર્યંચોમાં પક્ષી, પશુ, જળચર, ખેચર, ભૂચર આદિ પ્રાણીઓનો સમાવેશ થાય છે. - આ બધા તિર્યંચોના પણ અનેક પેટા ભેદો છે. (જો કે એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય પર્વતના બધા જીવો તિર્યંચયોનિક જીવો જ કહેવાય છે, પણ અહીં માત્ર પંચેન્દ્રિય તિર્યંચોને જ લેવાના છે.) દેવોમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો કહ્યા છે. આ