SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-અરિહંત ૬૫ વ્યક્તિ પાસે દીવાસળી છે તે એક મીણબતી સળગાવે. પછી તેની મીણબતી વડે બીજી પાંચ-પચાશ મીણબતી સળગાવી, ત્યારે મીણબતી તો બધી સરખી. કોઈનાયે પ્રકાશમાં ફરક નથી છતાં બધાંનો તારણહાર કોણ ? – જેણે પ્રથમ મીણબતી સળગાવી તે તેમ અહીં પણ સિદ્ધ ભગવંતાદિ મીણબતી સદશ પ્રકાશ આપનારા ખરા. પરંતુ સર્વ પ્રથમ પથપ્રદર્શક કોણ ? – તો કહો કે – રિહંત - તેઓ સ્વતંત્રપણે બોધ પામ્યા - કલ્યાણ કર્યું, કેવળજ્ઞાનરૂપી ફળ મેળવ્યું. પછી ઉપદેશ આપ્યો. તેના પ્રભાવે બીજા બધાં સ્વ-પરના ઉપદેશક થયા. પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને કરવાનું કારણ એ છે કે આ વિશ્વ પર તેમનો ઉપકાર સહુથી મોટો અને સહુથી નજીકનો છે. તેમના ધર્મપ્રવર્તન દ્વારા જ ધર્મમાર્ગની અને ધર્મમાર્ગમાં લઈ જનારી નમસ્કારની પ્રવૃત્તિ સંભવે છે. સિદ્ધની ઉત્પત્તિ પણ અરિહંતપણાથી છે. સિદ્ધિગતિનો માર્ગ દર્શાવનાર પણ અરિહંત જ છે અને સિદ્ધોના અસ્તિત્વને ઓળખાવનારા પણ અરિહંત જ છે. આ વાતને સિદ્ધચક્ર યંત્રમાં સારી રીતે પ્રદર્શિત કરી છે. તેમાં કેન્દ્રમાં અરિહંત છે. ચારે દિશામાં સિદ્ધ - આચાર્ય - ઉપાધ્યાય અને સાધુ છે. તેથી બાકીના ચારેની કોઈ ધરી હોય તો તે છે -- રિહંત - અરિહંત પ્રરૂપિત માર્ગે જ કર્મનો ક્ષય કરી જીવ સિદ્ધ થાય છે. અરિહંતના માર્ગના સમ્યક્ પ્રરૂપક જ આચાર્ય કહેવાય છે. અરિહતે માન્ય કરેલા સૂત્રો (શાસ્ત્રો) ભણનાર-ભણાવનાર જ ઉપાધ્યાય કહેવાય છે. તેમણે બતાવેલા માર્ગે સાધના કરનાર જ સાધુ થાય છે. માટે સર્વ પ્રથમ નમસ્કાર રિહંત ને કરાય છે. • અરિહંતના પર્યાય નામો : અરિહંતને જે અરહંત કે અરહંત રૂપે ઓળખાવ્યા, તે તો માત્ર વર્ણ ફેરફારથી અર્થ પરિવર્તન જણાવ્યું. પણ અરિહંતને જિન, જિનવર, જિનેશ્વર, તીર્થકર, ભગવંત, દેવાધિદેવ, અર્ણનું, પ્રભુ પરમેશ્વર, પરમાત્મા, વીતરાગ, પારગત, સર્વજ્ઞ-સર્વદર્શી ઇત્યાદિ અનેક પર્યાય નામો છે અને જો નચિંતામળિ૦ અને નમુત્યુi૦ સૂત્રના વિશેષણોને ગણો તો બીજા પણ અનેક પર્યાયવાચી નામો અરિહંતના સંભવી શકે છે. જેવા કે જગનાથ, સ્વયંબુદ્ધ ઇત્યાદિ. • અરિહંતમાં અરિહંતથી સાધુપણું કઈ રીતે ? શ્રી સિંહતિલકસૂરિ વિરચિત “પંચ પરમેષ્ઠી સ્વરૂપ સંદર્ભમાં બીજા લોકમાં જણાવે છે કે, અરિહંતો અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ છે. કેમકે તેમનામાં પૂજ્યતા હોવાથી તે અરિહંત છે. ઉપચારથી દ્રવ્યસિદ્ધત્વ હોવાથી તેઓ સિદ્ધ છે. ઉપદેશકર્તા હોવાથી તેઓ આચાર્ય છે, પાઠકતા હોવાથી તેઓ ઉપાધ્યાય છે અને નિર્વિષયચિત્ત હોવાથી તેઓ સાધુરૂપ છે. • સિદ્ધ : અહીં બીજા પદમાં “નમો” સાથે “સિદ્ધાણં જોડાયેલ છે. સિદ્ધાણંને સંસ્કૃતમાં [1] 5]
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy