________________
૨૭૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
જે શ્રાવકની સાધુ સાથેની સાશ્યતા બતાવવા માટે અહીં વપરાયું છે.
૦ સાવ - શ્રાવક, વિશેષાવશ્યક ભાષ્યકાર તેનો ગૃહસ્થ’ અર્થ પણ દર્શાવે છે. જો કે “શ્રાવક' અર્થ પ્રસિદ્ધ જ છે. પણ શ્રાવક એટલે શું ?
– અહીં તો સામાયિક વ્રતધારી તે શ્રાવક એટલો જ અર્થ અભિપ્રેત છે. – પણ શ્રાવક શબ્દનો અર્થ વિસ્તારથી કરીએ તો– શ્રુ - ક્રિયાપદનો અર્થ છે “સાંભળવું' જે સાંભળે તે શ્રાવક. – સ્થાનાંગ સૂત્ર વૃત્તિમાં કહ્યું કે, “જે જિનવચનને સાંભળે તે શ્રાવક.”
– અથવા - જે સાધુ સમીપે જઈને સાધુ સામાચારી અર્થાત્ સાધુ જીવનને લગતા આચારોનું શ્રવણ કરે તે શ્રાવક.
– પંચાશક ગ્રંથમાં હરિભદ્રસૂરિજી જણાવે છે કે, “પરલોકના હિતની બુદ્ધિથી જે ઉપયોગપૂર્વક જિનવચનને સાંભળે, તેવો અતિ તીવ્ર કર્મથી મુક્ત થયેલો એવો શ્રાવક કહેવાય.
– શ્રાદ્ધવિધિમાં રત્નશેખરસૂરિજી કહે છે કે, જે (૧) પદાર્થ-તત્ત્વના ચિંતનપૂર્વક શ્રદ્ધાને દઢ કરે, (૨) પાત્રમાં નિરંતર ધન વાપરે, (૩) સાધુની સેવા-વૈયાવચ્ચથી પાપને કાપે. તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે.
– પૂર્વે બંધાયેલા અનેક પાપો જેમને ઘટતા જાય અને જે નિરંતર વ્રતપચ્ચક્ખાણથી પરિવરેલો હોય તેને શ્રાવક કહેવાય. એટલે કે શ્રાવક નિર્જરા તત્ત્વની શ્રદ્ધા કરી પૂર્વના પાપ ઘટાડે અને સંવર તત્ત્વના આદરપૂર્વક નિત્ય વ્રતનિયમોથી જીવે.
– જે શ્રદ્ધા રાખે તે શ્રાવક. (ધર્મને વિશે શ્રદ્ધા રાખવી તે.). – (સામાયિક આદિ શુભયોગથી) જે આઠ પ્રકારના કર્મોનો ત્યાગ કરે તે.
– “શ્રા' એટલે પદના અર્થ ચિંતવન થકી પ્રવચન પરની પોતાની શ્રદ્ધાને પરિપક્વ કરે. ‘વ’ એટલે સુપાત્રમાં ધનનો વ્યય કરે, “ક' અશુભ કર્મોને છોડે અને ઇન્દ્રિયાદિકનો સંયમ કરે તેને શ્રાવક કહેવાય
- શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથમાં શ્રાવકની વ્યાખ્યા કરતા જણાવે છે કે - જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવંતની આજ્ઞાને શ્રવણ કરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને વાવે, જિનદર્શન (સમ્યક્ત્વ)ને વરે, પાપોનો નાશ કરે, સંયમ કરે તેમને વિચક્ષણ પુરુષો શ્રાવક કહે છે. ' આ રીતે શ્રાવકની અનેક વ્યાખ્યાઓ શાસ્ત્ર અને ગ્રંથોમાં ઉપલબ્ધ છે. પર્યાય અર્થની દૃષ્ટિએ શ્રાવકને શ્રાદ્ધ, શ્રમણોપાસક, ઉપાસક આદિ શબ્દોથી ઓળખાય છે.
૦ વ - થાય છે. (આ ફક્ત ક્રિયાપદ છે.)
૦ ની - જેથી, જે કારણથી. આ શબ્દનો સંબંધ “સમી વ સવિમો રોફ સાથે છે. જે કારણથી (શ્રાવક શ્રમણ સરીખો થાય). પણ “જે કારણથી” એટલે શું? આ પ્રશ્નનું સમાધાન આવશ્યક વૃત્તિ તથા વિશેષાવશ્યક ભાષ્યમાં જોવા મળે છે–
(રમત) ઘણું કરીને અશુભયોગ રહિતપણા થકી ઘણાં કર્મની નિર્જરા કરે છે. (પણ આ પદનો પૂર્વે જોડવો કે નહીં તે વિશે બે મત પ્રવર્તે છે. (૧) જે