________________
જંકિંચિ' સૂત્ર
૩૧૫
-૦- આગમોમાં નોંધાયેલ તીર્થોના દૃષ્ટાંત (માત્ર નમુનારૂપે)
– આચારાંગ નિર્યુક્તિ-૩૨૦ (શ્રુતસ્કંધ-૨, ભાવના અધ્યયન)માં જણાવે છે - અષ્ટાપદ, ઉજ્જયંત (ગિરનાર) ગિરિ, ગજાગ્રપદ (દશાર્ણકૂટ), ધર્મચક્ર (તક્ષશિલામાં), પાર્થ (અહિચ્છત્રા તીર્થ), રથાવર્ત (વિદિશામાં આવેલ કુંજરાવર્ત), ચમરોત્પાત સ્થળ (ચમરેન્દ્રએ ઉત્પાત કરતી વખતે સૌધર્મેન્દ્રના ભયથી બચવા જે સ્થળે ભગવંત મહાવીરનું શરણ સ્વીકારેલ હતું તેનું સ્મારક સ્થાન)ને હું વંદન કરું છું. | (આટલા સ્થળોનું પ્રાચીન તીર્થરૂપે સૂચન મળે છે.)
– નિશીથ સૂત્રની જિનદાસ ગણિ મહત્તર રચિત ચૂર્ણિનો ઉલ્લેખ“ઉત્તરવિદે... નમ્પમૂનો - ઉત્તરાપથમાં ધર્મચક્ર, મથુરામાં દેવનિર્મિત સ્તૂપ, કોશલા (અયોધ્યા)માં જીવંતસ્વામીની પ્રતિમા તથા તીર્થકરોની જન્મભૂમિઓ..”
-૦- આજના પ્રસિદ્ધ જૈન તીર્થો :– સૌરાષ્ટ્રમાં - શત્રુંજય, ગિરનાર, તળાજા, કદંબગિરિ, અજાહરા પાર્શ્વ આદિ. – કચ્છમાં :- ભદ્રેશ્વર વગેરે.
- ગુજરાતમાં - શંખેશ્વર, સેરીસા, પાનસર, ભોયણી, તારંગા, કાવી, ગાંધાર, સ્તંભનપાર્શ્વ, ઝઘડીયાજી આદિ.
– રાજસ્થાનમાં :- આબુ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, ફલોધિ, કેસરિયાજી, સાંચોર આદિ-આદિ.
– મધ્યપ્રદેશમાં :- માંડવગઢ, મક્ષીજી, ઉજ્જૈન, ભોપાવર આદિ. – મહારાષ્ટ્રમાં :- અંતરીક્ષજી પાર્શ્વનાથ વગેરે. (ભાંડકજી)
– ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ, બનારસ, અયોધ્યા, શ્રાવસ્તી આદિ-આદિ.
– બિહારમાં :- રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, સમેતશિખરજી આદિ-આદિ.
– દક્ષિણમાં - કુલપાકજી વગેરે.
(વિવિધ તીર્થકલ્પને આધારે અહીં કેટલાંક તીર્થોના નામ ફક્ત પરીચય પુરતા આપેલ છે, જેનાથી “તીર્થ વિશે ફક્ત ઝાંખી થઈ શકે. વર્તમાનકાળે કોઈપણ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા સગવડ સહિત બનતા જિનાલયોને તીર્થના નામે ઓળખવાઓળખાવાની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હોવાથી અમારે અહીં “તીર્થ” વિશે આટલું લાંબુ વિવેચન કરવું જરૂરી લાગ્યું છે.).
- પડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યા મુજબ – ગામ, નગર આદિમાં જે કોઈપણ જિનમંદિર હોય તેને તીર્થ જ ગણેલ છે. કેમકે “જિનેશ્વર પ્રતિમાની સ્થાપના” એ જ તીર્થ તેમ ત્યાં કહ્યું છે.
જે કિચિ નામ તિર્થં કહ્યા પછી આ તીર્થો ક્યાં ક્યાં આવ્યા હોય તે સંબંધી ક્ષેત્ર નિર્દેશ કરે છે કે તેને પાયનિ માથુરે નોઈ - અર્થાત્ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં અર્થાત્ ત્રણે લોકમાં.