SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ર પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ આ રીતે નવકાર મંત્રના નવે પદોનું વિવેચનપૂર્ણ થયું. vi વિશેષ કથન : પ્રતિક્રમણ સૂત્રમાં પ્રથમ સૂત્ર એવા આ નવકારમંત્ર સંબંધી સૂત્રનો વિષય, મૂળસૂત્ર સૂત્રનો અર્થ, શબ્દ જ્ઞાન અને વિવેચન પછીનું છઠું અંગ છે – “વિશેષ કથન”. આ વિશેષ કથનમાં સમગ્ર નવકારમંત્રનું (૧) મહત્ત્વ કે ફળ, (૨) નવકાર ગણવા સંબંધી શાસ્ત્રીય કે ગ્રંથાધારિત સૂચનો, (૩) તે સંબંધી વિશેષ સાહિત્ય, (૪) જાપ કેમ કરવો ઇત્યાદિ વિગતો છે. – પડાવશ્યક બાલાવબોધ :- પર્વતોમાં જેમ મેરુ પર્વત, ગજેન્દ્રોમાં જેમ ભદ્રજાતિનો હાથી, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણસમુદ્ર, દેવોમાં જેમ વીતરાગદેવ, ગ્રગણમાં જેમ ચંદ્રમાં, સરોવરમાં જેમ માનસરોવર, આભરણોમાં જેમ મુગટ, તીર્થોમાં જેમ સિદ્ધક્ષેત્ર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, ફૂલોમાં જેમ ચંપક, સ્ત્રીઓમાં જેમ રંભા, વાજિંત્રોમાં જેમ ભંભા, પર્વોમાં જેમ પયુર્ષણાપર્વ, વ્રતોમાં જેમ શીલવત, રસોમાં જેમ અમૃત છે તેમ મંત્રોમાં નવકારમંત્ર જાણવો. – વૃદ્ધનમસ્કાર ફલ સ્તોત્ર :- નેસ... જેથી આ નમસ્કાર સંસારસમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના લયનું કારણ છે, તથા શિવપંથનો પરમ હેતુ છે. વળી તે કલ્યાણ-કલ્પતરુનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે, પાપરૂપી ભુજંગોને દૂર કરવા માટે ગરૂડ પક્ષી સમાન છે, દરિદ્રતાના કંદને મૂલથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢો સમાન છે. સમ્યકત્વરત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે. સુગતિના આયુષ્ય-બંધરૂપી વૃક્ષનો પુષ્પોત્રમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિન સિદ્ધિનું-નિર્મલ પ્રાપ્તિનું ચિહ્ન છે. – લઘુનમસ્કાર ફળ – હિયે.... જેઓની હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરીસિંહ નિરંતર રહેલો છે, તેઓનો આઠ કર્મોની ગાંઠરૂપી હાથીઓનો સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલો છે. - જે શ્રીજિનશાસનનો સાર છે, ચતુર્દશપૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિશે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કંઈપણ કરવા સમર્થ નથી. – પંચ પરમેષ્ઠિ ગીતા - શ્રી યશોવિજયજી :- રત્નની પેટીનું વજન થોડું પણ મૂલ્ય ઘણું હોય છે, તે રીતે પંચ પરમેષ્ઠિને નમવા રૂપ નમસ્કાર મંત્ર વજનમાં અક્ષરોના પ્રમાણથી ઘણો નાનો (માત્ર ૬૮ અક્ષર પ્રમાણ) છે. પણ તેનું મૂલ્ય અર્થાત્ ફળ ઘણું જ છે. તે ચૌદપૂર્વના સારરૂપ છે. – મહાનિશીથ આગમસૂત્ર :- નમસ્કાર મંત્રને મહાગ્રુતસ્કંધ રૂપે જણાવે છે. – ઉપદેશતરંગિણી :- ભોજન, શયન, જાગવું પ્રવે, ભયકષ્ટના સમયે અથવા સર્વ સમયે પંચનમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. મરણની ક્ષણે પાંચ પરમેષ્ઠીરૂપી પાંચ રત્નોને જે મુખને વિશે ધારણ કરે છે, તેની ભવાંતરને વિશે સદ્ગતિ થાય છે. પંચ પરમેષ્ઠીના પદો વડે રણસંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, વ્યાધિ, અગ્નિ,
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy