SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સવ્વપાવપ્પણાસણો અનેક વર્ણવાળા અંગ ઉપાંગ યુક્ત એવા દેવ, મનુષ્ય આદિના અનેક રૂપો બનાવે છે. આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની હોય છે. અહીં પ્રકૃતિબંધરૂપે કર્મોની મૂળ આઠ પ્રકૃતિ જણાવી. તે પ્રત્યેક કર્મોના પણ અનેક પેટા ભેદો છે. આપણે સવ્વ પાવળળાતો શબ્દને જ લક્ષમાં રાખી આ કર્મપ્રકૃતિને વિચારીએ તો અહીં લખેલી પહેલી ચાર કર્મ પ્રકૃતિ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચારે પ્રકૃત્તિ સંપૂર્ણ પાપપ્રકૃતિ છે. તદ્ ઉપરાંત વેદનીય કર્મમાં અશાતા વેદનીય, ગોત્રકર્મમાં નીચ ગોત્રકર્મ, આયુષ્ય કર્મમમાં નરકાયુષુ (અને તત્ત્વાર્થ સૂત્રના મતે તિર્યંચાયુપ્ પણ), તેમજ નામ કર્મમાં તિર્યંચ અને નરકગતિ, એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીની ચાર જાતિ, સંઘયણમાં ઋષભનારાચ, નારાય, અર્ધનારાય, કીલિકા અને સેવાર્ત સંઘયણ, સંસ્થાનમાં ન્યગ્રોધ, આદિ, કુબ્જ, વામન અને હુંડક નામકર્મ, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આનુપૂર્વીમાં નારકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, નિર્માણનામકર્મ, તેમજ સ્થાવરદશક અર્થાત્ સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તિ, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાય, અયશ એ દશ એમ બધી મળીને ૮૨ પાપ પ્રકૃત્તિ અર્થાત્ અશુભ કર્મો કહ્યા છે. (જેનું વિશેષ વિવરણ કર્મગ્રંથોમાં જોવું). આ સર્વે અશુભકર્મો કે પાપ પ્રકૃત્તિનો નાશ તેનું નામ સવ્વ પાવળળસનો સર્વે પાપનો નાશ (પંચ પરમેષ્ઠીનો નમસ્કાર કરવાથી) થાય છે. -૦- એસો પંચ નમુક્કારો અને સવ્વ પાવપ્પણાસણો બંને પદ સાથેઅરિહંત નમસ્કારને યોગ્ય છે. તેમને કરાયેલ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે, ભાવથી કરાયેલ નમસ્કાર બોધિ પ્રાપ્ત કરાવે છે. તેમજ સર્વ પાપનો નાશ કરનાર છે. - ૧૦૯ સિદ્ધના જીવો લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતસુખ હોવાથી તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે. આચાર્યોં પાંચ પ્રકારના આચાર પાળે છે અને પળાવે છે. છત્રીશ ગુણના ધારક છે માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરાવનાર છે. ઉપાધ્યાયો દ્વાદશાંગીના ધારક છે. તેનો નિત્ય સ્વાધ્યાય કરે છે. ભણાવે છે. માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરાવનાર છે. - સાધુઓ નિર્વાણને સાધનારા છે. મન, વચન, કાયાના યોગનો તેઓ નિગ્રહ કરે છે. સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ રાખે છે. માટે તેમને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. - ૦ મંગલાણં ચ સવ્વેસિં... પઢમં હવઈ મંગલં આ બંને પદો અલગ છે. પણ તેની સંપદા એક જ હોવાથી તે સાથે જ બોલાય છે. તેનો અર્થ છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. આ બંને પદોમાં વ્યાખ્યાયિત
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy