________________
૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ નમસ્કાર થાઓ. ૫. મનુષ્ય લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
આ પાંચે (પરમેષ્ઠીઓ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો (અશુભ કર્મોનો) વિનાશ કરનાર તથા સર્વે (બધાં) મંગલોમાં ઉત્કૃષ્ટ (પ્રથમ) મંગલ છે.
| શબ્દ જ્ઞાન :નમો - નમસ્કાર થાઓ
અરિહંતાણં - અરિહંતોને સિદ્ધાણં - સિદ્ધોને
આયરિયાણં - આચાર્યોને ઉવજ્ઝાયાણં - ઉપાધ્યાયોને
લોએ - (મનુષ્ય) લોકમાં સવ્વ - સર્વ
સાહૂણે - સાધુઓને એસો - આ
પંચ - પાંચ (પરમેષ્ઠી) નમુક્કારો - નમસ્કાર
સવ્વપાવ - સર્વ પાપ(નો) પણાસણો - નાશ કરનાર
મંગલાણં - મંગલોમાં સલ્વેસિં - સર્વીબધાં(માં)
પઢમં - પ્રથમ/ઉત્કૃષ્ટ હવઈ - છે.
મંગલ - મંગલ - વિવેચન :- આ નમસ્કાર સૂત્ર નવકાર મંત્ર અથવા “નવકાર' શબ્દથી પ્રસિદ્ધ છે. તેને “નમુક્કારો” પણ કહે છે. મહાનિશીથ આગમ સૂત્રમાં તેને
પંચમંગલ-મહાસુયકુબંધ' કહે છે. ભગવતી સૂત્રની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં તેને “પરમેષ્ઠિપંચક-નમસ્કાર" કહેલ છે. યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં તેને “પંચ પરમેષ્ઠિ-નમસ્કાર” કહેલ છે. આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિમાં તેનું નામ “પંચનમસ્કાર' કહેલ છે. જ્યારે આવશ્યક સૂત્રની નિર્યુક્તિ અંતર્ગત્ કથામાં તેને “નમોક્કાર' નામે ઓળખાવેલ છે. એ રીતે આ નવકાર મંત્ર કે નમસ્કાર સૂત્ર વિવિધ નામોથી ઓળખાવાયેલ છે.
• નમો :- આ સૂત્રમાં પ્રથમ શબ્દ “નમો” છે. જે પાંચ પદોમાં આવે છે. કેટલાક તેને માટે “ણમો” એમ “નાને સ્થાને ‘ણ' હોવાનું જણાવે છે, પણ પ્રાચીનતા અને જન સાધારણ માન્ય લિપિ રૂપે ‘ન' (નમો) જ યોગ્ય છે.
નમોનું સંસ્કૃત રૂપ નમ: થાય છે. જેનો અર્થ છે - નમસ્કાર થાઓ અથવા વંદન થાઓ. સમગ્ર નવકાર મંત્રમાં સૌથી મહત્ત્વનું પદ જો હોય તો તે છે “નમો". આ પદ હૃદયમાં અવધારાય નહીં. ત્યાં સુધી બધું નિરર્થક છે.
(ભગવતી સૂત્ર-૧ની વૃત્તિ) નમ: એ નૈપાતિક પદ છે. જે દ્રવ્ય-ભાવના સંકોચને માટે અર્થાત્ અપૂર્ણતા દર્શાવે છે. જેમાં “દ્રવ્ય નમસ્કાર" એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણીયે પડીને પગે લાગવું, ભૂમિને બે હાથ-બે પગ (ઢીંચણ) અને મસ્તકનો સ્પર્શ કરવા પૂર્વક નમવું-વંદન કરવું. ઇત્યાદિ અર્થ થાય છે. જ્યારે ભાવ-નમસ્કારનો અર્થ છે “મનની વિશુદ્ધિ" મનમાંથી અશુભ વિચારો અને અશુભ ભાવનાઓને દૂર કરવી. તથા જેમને નમસ્કાર કરવાનો છે, તે (પંચ પરમેષ્ઠી) પરત્વે સન્માન, શ્રદ્ધા અને ભક્તિને ધારણ કરવા.
(આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ૮૯૦ તથા તેની વૃત્તિ) નમો એ નૈપાતિક પદ છે.