Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
=
- શૈતાન્ય જિલીસી
રાકલૂધ્યાને
જ સહજ ચેતે
ચના વિલાસ સ્વરૂપે
કરવાનો અભિપ્રાય-શ્રદ્ધાને બાધક છે. કરવાનો વિકલ્પ - ચારિત્રને બાઘક છે.
| માટે કર્તા બુદ્ધિ જવાથી સમ્યકૃદર્શન થાય છે. કર્તાનો ઉપચાર જવાબી શ્રેણી આવે છે.
www.AtmaDharma.com
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવાય નમ:
“પચખાણ જે નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે; નિત્યે કે આલોચના, તે આતમા ચારિત્ર છે.”
(સ.સાર ગાથા ૩૮૬)
ચૈતન્ય વિલાસ
“રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે.”
(નિ.સાર ગાથા-૮૩)
શ્રી કહાનગુરુના અનન્ય ભક્ત રત્ન; પ્રતિપાદનશૈલીમાં અકર્તા સ્વભાવને પ્રમુખપણે
સ્પષ્ટ ઝળકાવનાર; નિર્ભિત વ્યક્તિત્વધારી; પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના શુદ્ધાત્મરસોરચક પ્રવચનો.
( પ્રકાશન તથા પ્રાપ્તિ સ્થાન) શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન મુમુક્ષુ મંડળ “સ્વીટ હોમ” જીમખાના રોડ
જાગનાથ શેરી નં. ૬ રાજકોટ-(સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનસંવત
વિક્રમસંવત
ઈ.સ.
વીરનિર્વાણ ૨૫૨૬
૨૦
૨૦૫૬
૨૦૦૦
પ્રકાશન પૂ. ગુરુદેવશ્રીની ૧૧૧મી જન્મજયંતિ સુવાસરે,
તેમજ પૂ. લાલચંદભાઈની ૯૧મી જન્મજયંતિ સુઅવસરે,
જેઠ સુદ નોમ તા. ૧૦/૬/૨૦૦૦
પ્રથમ આવૃત્તિ પ્રત – ૧૫00
મૂલ્ય – નિત્ય સ્વાધ્યાય
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલ
સ્વીટ હોમ” જાગનાથ શેરી નં. ૬
રાજકોટ.
પ્રાપ્તિસ્થાન
શાંતિભાઈ સી. ઝવેરી
૮૧, નિલામ્બર
૩૭, પેડક રોડ મુંબઈ નં.-૪૦૦૦૧૬ 2 નં. ૪૯૪૯૬૩૬-૪૯૪૭૦૭૫ /
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated to celebrate Kundkund Acharya's birthday (Magh Sud 5) by Jyoti Rajesh Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Chaitanya Vilas is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected
one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
6 Feb 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય... કલમે...
પ્રારંભિક મંગલાચરણ:
“અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો:
જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુ કહાનનો.” આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે તપોધન આચાર્ય કુંદકુંદ થયા. તેઓશ્રીએ નિજભાવના અર્થે નિયમસાર શાસ્ત્રની રચના કરી. જે નિજભાવના અર્થે શાસ્ત્રની રચના થઈ હોય તે શાસ્ત્ર ઘણું અપૂર્વ અને ઉંચ કોટીનું હોય, તેમજ તે શાસ્ત્ર તેમની ઉત્તરાર્ધ અવસ્થામાં લખાયેલું હોવાથી કેવળ સ્વરૂપમાં ઠરવાની ભાવના ઉછળે છે કે ભેદનો કર્તા નથી કારણ નથી, કારયિતા નથી, અનુમોદક નથી તેવા પરમાર્થતત્ત્વની અમૃત વર્ષા વરસાવતાં ચૈતન્યની વસંતથી સારી સૃષ્ટિમાં અધ્યાત્મની હરિયાલી છવાઈ ગઈ અને શિતલ રત્નત્રય મલયની મહેક ફોરી ઉઠી.
નિયમ નામ મોક્ષમાર્ગ; જે સ્વના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાર એટલે કે ભેદની તેને કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ છે માટે નિયમસાર છે.
આચાર્ય કુંદકુંદના નભમંડળમાં અવિચળ પ્રકાશમાન, ચૈતન્યના વિલાસમાં જેમની ચેતના સંસ્થિત છે તેવા પદ્મપ્રભમલધારિદેવ કે જેમની કલમ ચૈતન્યસત્તાને નિહાળી નિહાળીને ચાલે છે તેમના દ્વારા પરમાગમની ધારા નિર્જરી. તેઓશ્રી ફરમાવે છે કે અમને તીર્થકર પ્રકૃતિનો બંધ થાય તેવો ઉત્કૃષ્ટ શુભભાવ પુદ્ગલકર્મ રચે તો ઠીક અને તેના કારણે હું તીર્થકર થાઉં તો ઠીક તેવી અનુમોદના હું આપતો નથી. પુલકર્મ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે તેમ હું જાણું છું પણ હું તેનો કર્તા, કારયિતા, કારણ કે અનુમોદક નથી.
અધ્યાત્મના વિશ નિલય પૂ. ગુરુદેવશ્રી:
ચૈતન્યના વિલાસમાં જેમની ચેતના સંસ્થિત છે તેવા આ યુગના મહાન તત્ત્વસૃષ્ટા અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીએ મોક્ષમાર્ગના સ્વરૂપને પુનઃ ઉદ્ઘાટિત કર્યું. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં જ લાયક જીવોના નિર્મલ ચિત્તમાં “હું પરમાત્મા છું” તેવું અનુષ્ઠાન થયું અને મોહ તિમિર અસ્ત થવા લાગ્યો.
તેઓશ્રી આ ગાળામાં ફરમાવે છે કેઃ ચૌદમાર્ગણાસ્થાન, ચૌદગુણસ્થાન, ચૌદજીવસ્થાન આદિ ભેદોથી ભરેલા વિભાવ પર્યાયોનો હું નિશ્ચયથી કર્તા નથી. આહા ! રાગનો તો કર્તા નથી પણ... ભેદોનોય કર્તા નથી. અભેદમાં ભેદ ભાસતા નથી. જ્ઞાનની અવસ્થા આદિનો ભેદ કે ગુણ-ગુણીનો ભેદ, અભેદમાં ભાસતો નથી. હું ભેદનો કર્તા નથી, કારણ નથી, અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુમોદક નથી.” હું તો સહજ ચૈતન્ય વિલાસી આત્માને જ ભાવું છું.
અધ્યાત્મ નિલયના વાંશ પૂ. “ભાઈશ્રી લાલચંદભાઈ:
અચિંત્ય અગમ્ય માર્ગને સહજ સુલભતાથી ગમ્ય બનાવે તેવો આ ઉત્કૃષ્ટ અને અપૂર્વ અધિકાર છે. પરમાર્થ પ્રતિક્રમણ એટલે નિશ્ચય પ્રતિક્રમણ. પોતાના ઉપયોગને શુદ્ધાત્મામાં જોડી દિવો તે પ્રતિક્રમણ છે. આ ગાળામાં સ્પષ્ટ બે વિભાગ છે કે આત્મા જાણનાર છે કરનાર નથી. “જાણવું' તે આત્માનો અનાદિ અનંત સ્વભાવ છે. “કરવું” તે આત્માના મૂળ સ્વભાવમાં જ નથી. આત્મા કેવળ જાણનાર હોવાથી તેમાંથી જ્ઞાતાપણાનો પ્રવાહુ સ્ફટિત થાય છે પણ.. કરવાનો પ્રવાહ આવતો નથી.
આત્મા સ્વભાવથી જ અકર્તા એવો જ્ઞાયક છે. કરવાપણાનો અભિપ્રાય તે જ સંસાર છે. જીવતત્ત્વ સંબંધી વિપરિત શ્રદ્ધાન્ સમ્યકદર્શન થવા દેતું નથી. કર્તાબુદ્ધિ પડી હોય અને કર્તાનો વ્યવહાર આવે તેમ બનતું નથી. માટે અકર્તા જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા સંપૂર્ણપણે જ્યારે જ્ઞાતાપણે ભાસિત થાય છે ત્યારે પરિણામને કરવાનો મિથ્યામદ પલાયન થઈ જાય છે. અને સમ્યફપ્રભાતનો ઉદય થાય છે.
પૂ. “ભાઈશ્રી લાલચંદભાઈની ૯૧મી જન્મજયંતિ સુઅવસરે
શ્રી સમયસાર પરમાગમોના પાચક, ચિલ્શક્તિમયી ચૈતન્યના ચિંતક, રત્નત્રય વ્યંજનના આસ્વાદક એવા પૂ. ભાઈશ્રીની ૯૧ મી જન્મ જયંતિના માંગલિક પ્રસંગે જ્ઞાનચંદ્રોદયરૂપ અમારું ચતુર્થ પુષ્પ છે “ચૈતન્ય વિલાસ”. આ અનુપમ કૃતિ સ્વાનુભૂતિની શીતળ પ્રભાને સંચેતનાર તેમજ ચરમ લક્ષ એવી શ્રેણી અને સિદ્ધત્વદશા રૂપ ચૈતન્ય ચંદ્રમાની પૂર્ણ ચંદ્રિકાને ખીલવનાર છે.
પુસ્તક પ્રકાશનના હેતુઓ:(૧) આત્મા કથંચિત્ કર્તા છે અને કથંચિત્ અકર્તા છે તેવું ધ્યેયનાં સ્વરૂપમાં નથી.
ધ્યેયમાં કથંચિપણાનો અભાવ છે. ધ્યેય તો અહી શુદ્ધ પરમ નિરપેક્ષ છે.
તેથી જીવતત્ત્વ સંબંધી યથાર્થ નિર્ણય થવામાં આ કૃત્તિ સમ્યક રાહ નિદ્દિષ્ટ કરે છે. (૨) જીવ હારીને, થાકીને પાછો ફરે છે. પરિણામ સ્વયં થાય છે તેનો હું કર્તા નથી,
તેટલા વિચારમાત્રથી કર્તુત્વબુદ્ધિનો નાશ થતો નથી. કરવાપણાનો મૂળમાંથી ધ્વંસ કેમ થાય અને અકર્તાની દષ્ટિ ત્વરાએ થાય તેવી ભેદજ્ઞાન સભર આ કૃતિ છે. મુમુક્ષુ જીવોનો પ્રશ્ન છે કે સમ્યક્દર્શન કેમ પ્રગટ થતું નથી ?! તું અકર્તાને કરનારપણે જુએ છે માટે થતું નથી. અથવા તો સમ્યકદર્શનનું કારણ આત્માને માને છે માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થતું નથી. અથવા સમ્યક્દર્શન થાય તો ઠીક તેવી અનુમોદનાને કા૨ણે સમ્યક્દર્શન થતું નથી. આમ કર્તૃત્વથી અહંકારીત અનેક મિથ્યા માન્યતાઓનું વિસર્જન કરાવનાર આ શાસ્ત્ર છે.
(૪) દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પણ તેણે ક્રમભંગ ચાલુ જ રાખ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનું પ્રતિક્રમણ નથી થતું ત્યાં સુધી અવ્રત, પ્રમાદ, કષાય, યોગનું પણ પ્રતિક્રમણ થતું નથી. તેથી અજ્ઞાની પ્રાણીઓએ સૌ પ્રથમ કોનું પ્રતિક્રમણ કરવું તે વિષય વસ્તુને વિસ્તૃતપણે આ ગ્રંથમાં આલેખેલ છે.
(૫) હું ભેદનો કર્તા તો નથી કારણ નથી, કારિયતા નથી અને અનુમોદક પણ નથી. કારણકે “હું જાણનાર છું, કરનાર નથી.” આ પ્રથમ પાઠ શીખ્યા પછી બીજા પાઠમાં આવવાનું છે. જે અકર્તા જ્ઞાયક છે તે જ ઉપાદેયભૂત જ્ઞેય છે “તે જ હું છું.” ધ્યેય પૂર્વક શેયની ૫૨મ મૈત્રીનો માર્ગ આ પુસ્તકમાં ઘોષિત થયેલ છે. (૬) સર્વ પ્રથમ સાધક કેમ થવાય! પછી સાધ્ય કેમ પ્રગટે!! અર્થાત્ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીની સંપૂર્ણ વિધિ આ રચનામાં આવી ગઈ છે.
(૭) આ અનુપમ સિદ્ધાંતિક ગ્રંથનો સ્વલક્ષી સ્વાધ્યાય થતાં અનાદિની કર્તૃત્વબુદ્ધિએકત્વબુદ્ધિ અને પરિણામના મમત્વપણાની મિથ્યા માન્યતાઓના મૂળિયા કંપાયમાન થવા લાગે છે, અને જ્ઞાયકમાં એકાગ્રતા થતાં જ મિથ્યાત્વનો પ્રલય થાય તેમજ રત્નત્રયરૂપ આરાધનામાં નિમિત્તભૂત થાય તેવું આ પ્રકાશન છે. (૮) અજ્ઞાનથી આચ્છાદિત જીવો ચોવીસ કલાસ કષાયોમાં ગાળે છે. દિવસમાં દસ વખત તો વિચાર કેઃ હું કર્તા છું કે જ્ઞાતા? અરે ! જ્ઞાતાના વિચારમાં તો આવ! પછી જ્ઞાતાના પક્ષમાં આવ! પછી જ્ઞાતાના અનુભવમાં આવ. જ્ઞાતાના વિચારમાં માનસિક શાંતિ-અપેક્ષિત લાગે છે. જ્યારે જ્ઞાતાના પ્રત્યક્ષ અનુભવમાં પ્રગટ આત્મિક શાંતિનું વેદન થશે. આમ નિજ હિતાર્થ દર્શાવનાર પ્રયોગાત્મક આ પુષ્પ છે.
(૯) જેમની કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે તેને સવિ‚દશામાં કર્તાપણાનો ઉપચાર આવે છે. જેમની જ્ઞાતાબુદ્ધિ છૂટી ગઈ છે તેને વિકલ્પદશામાં જ્ઞાતાપણાનો ઉપચાર આવે છે. સાધક આ બન્ને ઉપચારને કેવી રીતે ઓળંગે છે અને ત્વરાએ શ્રેણી કેવી રીતે આવે છે તે સૂક્ષ્મ રહસ્યનું ઉદ્દઘાટન આ પ્રવચનોમાં પ્રમુખપણે ઝળકે છે.
(૧૦) અંતમાં આ ગ્રંથ પ્રકાશનનો હેતુ સર્વે જીવોનું કલ્યાણ થાય તે જ એક માત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આશય રહેલો છે.
પરમાર્થ પ્રતિક્રમણમાં “કર્તા નથી” તે રહસ્યનું ઉદ્દઘાટન:
જે શાસ્ત્ર નિજ ભાવના માટે છે, વળી પોતે ચારિત્રવંત છે તેઓ પરમાર્થ પ્રતિક્રમણમાં “કર્તા નથી” એમ કેમ લખે છે? પૂ. ભાઈશ્રી નો આ ગાથાઓ ઉપર ઘણી વખત જાહેરમાં અને સ્વતંત્ર સ્વાધ્યાય થયેલો. પરંતુ હંમેશા અંદરથી ખટક રહેતી, જે સંતોષ થવો જોઈએ તે થતો ન હતો. વળી આચાર્ય ભગવાન કહે એટલે તેનાં ઉંડાણમાં કાંઈ રહસ્ય છુપાયેલું હોવું જોઈએ તેમ લાગતું.
જ્યારે આ ગાથાનો એકાએક સહજ અંદરથી ખુલાસો આવ્યો ત્યારે પ્રમોદનો પાર નહીં, સોળે કળાએ કૌમુદી ખીલી ઉઠી. જેમની ચોથે ગુણસ્થાને કર્તબુદ્ધિ ગઈ છે તે “કર્તા નથી કેમ યાદ કરે છે? અંતરંગમાંથી સમાધાન મળ્યું કે સાધક ને સવિકલ્પદશામાં નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેવો ઉપચાર આવે છે અને એ ઉપચાર મુનિરાજને ખટકે છે. કારણકે ત્યાં સુધી શ્રેણી નથી આવતી. આ ઉપચારને નિષેધી અને અભેદ ચૈતન્ય વિલાસમાં જામી જાય છે.
ગ્રંથનાં સંકલન કર્તા, સંપાદક તેમજ સહાયક કર્તાનો આભાર:
જેમનું સમગ્ર જીવન દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તેમજ પૂ. ગુરુદેવશ્રી અને પૂ. ભાઈશ્રી દ્વારા ધર્મપ્રભાવનાના કાર્ય પ્રત્યે સમર્પિત અને ઉત્સાહિત છે તેવા આત્માર્થી બા. બ્ર. શોભનાબેન જે. શાહ દ્વારા આ સમગ્ર પુસ્તકનું સંકલન તેમજ સંપાદન થયેલું હોવાથી, તેમની સાથે સહકાર્ય કુશળ ઉમદા સ્વભાવી આત્માર્થી ભાઈશ્રી ચેતનભાઈ મહેતા સમગ્ર પ્રવચનો ને ઝીણવટ પૂર્વક તપાસવા બદલ તેમજ પુસ્તક પ્રકાશનનું કાર્ય ઘણું ઘણું કઠિન હોવા છતાં સમગ્ર કાર્યવાહી તેમના દ્વારા પૂર્ણ થયેલ હોવાથી સંસ્થા તેમની ઋણી છે વિડિયો પ્રવચનો આત્માર્થી ભાઈશ્રી ડો. દેવેન્દ્રભાઈ દોશી તરફથી તેમજ ઓડિયો પ્રવચનો આત્માર્થી દેવશીભાઈ ચાવડા તરફથી લખાયેલા હોવાથી સંસ્થા તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.
ત્રણમાસના ટૂંક સમયમાં અથાગ પરિશ્રમ લઈ અને કુંદામૃત સ્વાધ્યાય પ્રકાશનની ગ્રંથમાળામાં ચતુર્થ પુષ્પનો ઉમેરો કરવા બદલ તેમજ સર્વે તરફથી નિસ્પૃહુ સહકાર મળવા બદલ તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છેઆ સંસ્થા તેમના આ કાર્ય બદલ તેમની ઋણી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવકાર્ય- શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ ચતુર્થ પુષ્પ છે... ચેતન્ય વિલાસ” અમારા અગાઉ પ્રકાશિત થયેલા ત્રણે પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી ખૂબજ પ્રશંસનીય આવકાર સાંપડયો છે.
આ ચતુર્થ પુસ્તક વિશેના મુમુક્ષુઓના સુવિચારો સંસ્થાને વ્યક્ત કરવા વિનંતી છે. આ પુસ્તકમાં અજાણે કોઈ પણ જાતની ક્ષતિ, ત્રુટી રહી જવા પામી હોય તો તે બાબત અમારું જરૂર ધ્યાન દોરશો. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનને ઉત્સાહ અને વેગ મળશે.
- અંતરમાં જ્ઞાયક સ્વભાવથી અકર્તા છે, આવા અકર્તા સ્વભાવના સર્વ જીવો રસિલા બનો તે જ અમારી ભાવના છે.
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વા. હોલ, “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ ની સામે,
જીમખાના રોડ-રાજકોટ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજી-સ્તુતિ
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
| ( શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સુણ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની ચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝ.
(અનુરુપ ). બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ફાન તું નાવિક મળ્યો.
( અનુરુપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદાન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “ સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હું જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(ગ્નગ્ધરા),
ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેંતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનાથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મયુગ પ્રવર્તક, અધ્યાત્મ શિલ્પી; અકર્તા સ્વભાવના ઉત્કૃષ્ટ
ઉદ્ઘોષક. અધ્યાત્મમૂર્તિ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનજીની વાણી
( રાગ-આશાભર્યા અમે આવિયા )
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે.....સીમંધર
ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર
જિનજીની વાણી ભલી રે ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂ સમયનો સાર રે.
જિનજીની વાણી ભલી રે.....સીમંધર૦
સ્યાદવાદ કેરી સુવાસ ભરેલો, જિનજીનો
કારનાદ
જિનજીની વાણી ભલી રે. વંદુ જિનેર, વંદું હું કુંદકુંદ,
એ ૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર
હૈડે દુજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મકાળ અહો ! વર્તે ફરીને ભરતમાં; વીર-કુંદ-કહાન-લાલ ગર્જે ધર્મ ધોરી માર્ગમાં.
ગાનાર છે
20 6 % 8:
૨ile જs
Pluતુ નથી 29
જાણો જણાય
011280ah ans
છે ખરેખર
શ્રી કહાનગુરુનાં વારસદાર ધર્મસુપુત્ર, આત્મરસિક, જૈન જગતમાં અધ્યાત્મખ્યાતિ પ્રાપ્ત, પૂ. ભાઇશ્રી લાલચંદભાઇ
http://www.Atmabharma.com
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) પૂ. “ભાઈશ્રી ” ની નિશ્રામાં થયેલાં પ્રકાશનો
* ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી. * દ્રવ્યસ્વભાવ – પર્યાય સ્વભાવ. * ભેદજ્ઞાન ભજનાવલિ.
(૨) કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનાં પ્રકાશનો
* જ્ઞાનથી. જ્ઞાનનું... ભેદજ્ઞાન * દ્રવ્યસ્વભાવ – પર્યાય સ્વભાવની ચર્ચા, * જાણનારો જણાય છે * ચૈતન્ય વિલાસ
(૩) કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનાં
હવે પછીના પુસ્તક પ્રકાશનનું કાર્ય ચાલુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
સંકલિત્... કલમે...
ચૈતન્યમૂર્તિના ઉપાસક, પરમાગમોના દિગ્દર્શક, ભરતક્ષેત્રને આધ્યાત્મિક જ્યોતિથી ઉજમાળ કરનાર પૂ. ગુરુદેવશ્રી મોક્ષમાર્ગાનુગામી થયા. તેઓશ્રી કળશટીકા ૨૦૧ કળશમાં ફરમાવે છે કે:
સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. તેને રાગનો કર્તા પોતાની પર્યાયનો કર્તા કહેવો તે પણ ઉપચાર છે નિર્મળ પર્યાયનો કર્તા કહેવો તે પણ ઉપચાર છે. નિર્મળ પર્યાય કાર્ય અને આત્મા કર્તા તે પણ ભેદ પડી ગયો જેમાં. તેને પણ ઉપચારથી નિર્મળતાનો, નવી પરિણતિનો કર્તા કહેલ છે. જે અવસ્થા ત્રિકાળીના અવલંબનથી થાય છે છતાં પણ તે પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. વસ્તુને પર્યાયનો કર્તા ઉપચારથી-વ્યવહારથી કહેવામાં આવે છે. (તા. પ/૨/૭૮ નાં પ્રવચનમાંથી)
પૂ. ગુરુદેવશ્રીનું સાનિધ્ય પ્રાપ્ત કરી જેમની દૃષ્ટિ નિર્મળ થઈ છે, તેમજ દિગમ્બર દર્શનના પ્રકાંડ વિદ્વાનોમાં શિરમોર છે, તેમજ જેમની, આધ્યાત્મિક શૈલીથી જન સમુદાય ચિર-પરિચિત છે તેવા પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈના પ્રવચનોની પંક્તિનું સર્જન એટલે “ ચૈતન્ય વિલાસ” કે જે અકર્તા જ્ઞાયકભાવની ઉર્ધ્વતાને સ્પર્શ કરી રહ્યો છે.
આપશ્રી ઘણી વખત કહેતા કેઃ પૂ. ગુરુદેવશ્રીના જીવન દોહનનો સારભૂત મહામંત્ર તેમજ જિનાગમનો સર્વોત્કૃષ્ટ મંત્ર “આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે.” પૂ. ગુરુદેવશ્રીના નેવું વર્ષમાં ૪૫ વર્ષ પરિવર્તનના થયા તેને અને તેમના આત્મ અનુભવના નિચોડરૂપ, તેમજ બારસંગમાં સારભૂત, બાર અંગમાં ઊંચામાં ઊંચી વાત, આગમ અધ્યાત્મને સારરૂપ આ મંત્ર છે. આગમ અધ્યાત્મને આનાથી વધારે કાંઈ કહેવું જ નથી.
વૈશાખી ઉનાળાનો ધગધગતો વાયરો વાતો હોય કાળઝાળ ગરમી ફેલાવતો સૂર્યનો પ્રખર તાપ વરસી રહ્યો હોય ત્યારે કોઈ કાળી વાદળી અનાયાસે આકાશમાં ચડી આવી અનરાધાર વરસી જાય તો કેવી પ્રસન્નતા થાય?! કેવો આહલાદ્દ થાય !? તેની કલ્પના કરવી પણ ખરેખર મુશ્કેલ છે. તેને તો માત્ર અનુભવી જ શકાય છે. મુક્તભાવે માણી શકાય છે.
તેમ કર્તુત્વરૂપી કષાયના તાપથી બળી રહેલા પ્રાણીઓના જીવનનું અન્વેષણ કરવામાં આવે તો !! તેઓ પ્રતિ સમય કંઈ ને કંઈ કરવાનું જ વિચારતા હોય છે. કર્તુત્વની ભઠ્ઠીમાં સેકાતા હોય છે. તેની પ્રત્યેક પળ કર્તાબુદ્ધિના અહંકારથી વ્યતિત થતી હોય છે. આવા કળિયુગમાં પણ ભરતખંડના જીવોને અલભ્ય-દુર્લભ યોગ પ્રાપ્ત થયો છે. જ્ઞાતાભાવની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
TT
ચૈતન્ય વિલાસ શીતળધારામાં સ્નાન કરી શુચિતાના સોપાનો સર કરવા માટે અકર્તા સ્વભાવની ધોધમાર વિપુલ વર્ષા વરસી.
અકર્તાનો રસ અકર્તા સ્વભાવને પુષ્ટ કરે છે. અકર્તાના જોર વિના ક્ષયોપશમરસ, વિકલ્પનો અનુભાગરસ મંદ પણ થતો નથી. અકર્તા જ્ઞાતા સ્વભાવ ઉપર લક્ષ ગયા વિના સમ્યકપ્રતીતિ થતી નથી. આમ અકર્તા જ્ઞાયકભાવનું સેવન તે જ સમ્યકત્વનો પ્રવેશ દ્વાર છે.
શુદ્ધપર્યાયનું કર્તુત્વ ઘૂંટાય છે તો શુદ્ધપર્યાય પ્રગટ જ થતી નથી. તેથી પર્યાયના કર્તુત્વપણાથી, સાધક થયો તેને કર્તાપણાનો ઉપચાર આવે તેના સંન્યાસની વિધિ તેમજ કર્તાબુદ્ધિ અને કર્તાના ઉપચાર ઉપર કેવા પ્રહાર કર્યા છે તે સ્પષ્ટ જ્ઞાતવ્ય થાય છે.
તેથી આત્મશાંતિના ઈચ્છુક, ચૈતન્યરસના પિપાસુ જીવોને આ “ચૈતન્ય વિલાસ” પુષ્પ તત્ત્વજ્ઞાનની તૃષાને મિટાવનાર અને સ્થાયી જ્ઞાનાનંદ દશા પ્રદાન કરવાને સમર્થ છે. અકર્તાસામાન્ય ધ્રુવભાવના લક્ષ પૂર્વક વાણી વહી છે. કર્તાના અભિપ્રાયના પરિહારરૂપ અને અકર્તા-જ્ઞાતા ભગવત દશા પ્રગટાવવાની પૂર્ણ પ્રસાદી પીરસેલ છે. આમ ચૈતન્ય વિલાસના પ્રત્યક્ષ વિલાસી થવા તરફ વીર્ય કેવું પ્રગતિમાન થાય છે તેના પથ પ્રદર્શકરૂપ આ પુસ્તક છે.
જેમણે ચૈતન્ય વિલાસને સ્વસંવેદનપૂર્વક અનુભવ્યો છે તેમની અકર્તારૂપની જ્ઞાનાનંદ ઉર્મિઓ કેવી ઉછળે છે તેનો તાદશ ચિતાર આ પુસ્તકમાં પ્રતિબિંબિત થયેલ છે. જેમ ચાંદની રત્નાકરને ઉછાળે છે તેમ આ ગાથાઓ અને તેના પ્રવચનોમાં ખુલેલા હાર્દમાં નિતાંત પરિશુદ્ધ ચૈતન્ય વૈભવ ઉછળતો હોવાથી આ પુસ્તકનું નામ અસ્તિપરક “ચૈતન્ય વિલાસ” રાખેલ છે.
આ પ્રવચન સૂર્યમાંથી નીકળતાં સુપ્રભાતના સુકોમળ કિરણો જે ચૈતન્ય સૂર્યમાંથી સ્કુરાયમાન થયેલાં છે. ચૈતન્યહારમાંથી પ્રસરતી વ્યક્તિઓ ફરી ફરી પ્રધાનમણી જ્ઞાયકનાં લક્ષ તેજ મુક્તિ સુંદરીના કંઠનો નિર્મલહાર બની જાય છે.
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના તે ખરેખર શ્રદ્ધાનો ભેદ નથી પરંતુ ચારિત્રનો ભેદ છે. તેથી તે મુનિરાજને જ હોય છે. એટલે શ્રેણીની સન્મુખતાવાળા ભાવો જાણે કેવળજ્ઞાનરૂપી નિલયને આંબવા વર્ધમાન થઈ રહ્યા લાગે છે.
શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ નિર્ણય કરી આ પુસ્તકનું સંકલન તેમજ સંપાદન કરવાનો મને જે સુઅવસર આપ્યો છે તે બદલ સંસ્થાની હું આભારી છું. કર્તુત્વના અનાદિના આ.. ભારનો ભાર ઉતારવા તથા મારા શ્વાસઉચ્છવાસમાં અકર્તા ચૈતન્યદેવનો ધબકાર જગાવવા આ પુસ્તકનું સંકલન-સંપાદન મને ઘણું ઘણું માર્ગ દૃષ્ટા તથા સૌભાગ્યરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
III
ચૈતન્ય વિલાસ થયેલ છે.
જેમની પ્રેરણાથી આ પુસ્તકનું સંકલન થયું છે તેવા પરમાર્થ તત્ત્વરસિક “ભાઈશ્રી' શાંતિભાઈ ઝવેરીની હું ઘણી ઘણી આભારી તો છે જ, સાથે સાથે જેમના કાર્યનિષ્ઠ સહકાર વિના આ પ્રકાશન થવું અસંભવિત છે તેવા આત્માર્થી ભાઈશ્રી ચેતનભાઈ મહેતાની તેમજ ડો. દેવેન્દ્રભાઈ દોશીની ગુરુભક્તિ માટે, મારા હૃદયની બહુમુલ્ય ભાવનાપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
હે! કહાનલાલ આપશ્રી માટે અમ હૃદયમાં અકથ્ય ગુરુ મહિમાની પ્રશસ્ત ભક્તિમાં શું લખવું? કલમ થંભી જાય છે. આપશ્રીના ગુણ ગંભીરા સ્મરણોથી હૃદય ભીંજાય જાય છે. આપનું જીવન સહજ ચૈતન્ય લક્ષ્મીથી સુશોભિત હતું. આપશ્રીના અમાપ ગુણોની ગુણમાતા બનાવવા આ બાળકો અસમર્થ છે.
“ જેમાં નયનોમાં અમૃતના નેહ છલકે છે; જેનાં હૃદયમાં કરુણાના શ્રોત વરસે છે; જેની પ્રશાંત મુદ્રામાં ચૈતન્ય તેજ ચમકે છે;
એવા કહાનલાલનાં ચરણોમાં શિર નમે છે.” હે! કહાનલાલ! આપશ્રીના ચરણકમળની નિરતિશય ભક્તિ પૂર્વક “ચૈતન્ય વિલાસ” પુસ્તક આપશ્રીના કરયુગલમાં અર્પણ કરીએ છીએ.
આ પ્રવચનોનો સ્વાધ્યાય થતાં શ્રદ્ધામાં અર્ધા જ્ઞાતા સ્વભાવનો ક્ષણે ક્ષણે આત્મ સન્મુખતાવાળો પુરુષાર્થ વર્ધમાન થતો રહે અને સર્વે જીવો સાક્ષાત અકર્તા થાઓ. તૃપ્ત થાઓ તેવી મંગલભાવના સાથે ઈત્યલ....
બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
IV IV
ચૈતન્ય વિલાસ સંપાદકીય કલમે... “ધર્મીને ધારણ કરે તો ધર્મ છે, નહીં તો કોરી વાત છે;
સૂરજ ઉગે તો પ્રભાત છે, નહીં તો અંધારી રાત છે.” સૂર્ય અગર પ્રકાશને બદલે અંધકારને પ્રસરાવે તો!? ચાંદનીમાંથી શીતળતાને બદલે અગ્નિ વરસે તો!? અગર સમુદ્ર રેગિસ્તાનમાં પલટાઈ જાય તો!? આ સ્વયં સુંદર પ્રાકૃતિક વ્યવસ્થાનું ઊલટ પુલટ કુદરતનાં વિધાનમાં પરિહાસ છે તેમ જે સ્વભાવથી સર્વ પ્રકારે અકર્તા-જ્ઞાતા ભગવાન છે તે કયા પરિણામોનો કર્તા થાય?! શું સત્ય વિનાશીની એવી ભયંકર મિથ્યાત્વ દશા અખંડ ચૈતન્ય વિલાસમયી અકર્તા સ્વરૂપને નષ્ટ કરવા સમર્થ છે?! અકર્તા જ્ઞાતાને કર્તમાની અને શુદ્ધાત્માના દર્શનની ચેષ્ટાતે વૈધર્મેના વૈમસ્યરૂપ છે. ગતિ, માર્ગણાસ્થાન, ગુણસ્થાન આદિ પુદ્ગલોના ઝૂંડની મધ્યે નિબંધપણે ચૈતન્યસત્તા કેવી સુરક્ષિત છે!! તેમાં ઉપરોક્ત કોઈપણ પર્યાયોનો પ્રવેશ અસંભવ છે. ચૈતન્ય ની સુરમણીય વાટિકામાં અજીવતનો પ્રવેશ અશક્ય છે. અનાદિથી અજ્ઞાનના સાનિધ્યમાં મિથ્યા કર્તાકર્મથી પુષ્ટ થયેલ કેળના કંદરૂપ ગાંઠ એટલે કે કર્તુત્વબુદ્ધિ, આવા કર્તુત્વના કલેષની કાલિમાથી રંજાયમાન તેમજ જ્ઞાતાબુદ્ધિની સંમૂઢતાથી વિમોહિત, અજ્ઞાનથી આચ્છાદિત તેને છેદનાર કુહાડા સમાન અને કર્તાનાં ઉપચારનો સંન્યાસ કરાવનાર આ ઉત્કૃષ્ટ પ્રવચનો છે.
અનાદિ મિથ્યાષ્ટિ જીવને કોઈ પણ પ્રકારનું પ્રતિક્રમણ હોતું નથી પરંતુ કષાયની મંદતા હોય છે. તેને વ્યવહાર પ્રતિક્રમણ પણ કહેવાતું નથી. જેને નિશ્ચય પ્રતિક્રમણ હોય તેને વ્યવહાર પ્રતિક્રમણ હોય છે. આ પ્રવચનોમાં અનાદિ મિથ્યાષ્ટિ જીવને ધર્મનો પ્રારંભ કેવી રીતે થાય તેની વિધિ તેમજ ધર્મની પરિપૂર્ણતા સુધી અર્થાત્ મૂલથી ચૂલ સુધીની ભેદજ્ઞાનની પરાકાષ્ટારૂપ અપૂર્વ વિધિ દર્શાવેલ છે. વળી સાધકને સવિકલ્પ દશામાં જે ધ્યેયને ધ્યાનનો ભેદ થાય છે તો તે ભેદોપચાર કેવી રીતે છૂટે અને અભેદમાં કેવી રીતે પ્રસરે તેનું ઉત્કૃષ્ટ વર્ણન કર્યું છે.
ભગવાન આત્મા નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા નથી અને ઉપચારે જ્ઞાતાએ નથી; તે અનુપમ સિદ્ધાંતનું વિસ્તૃત માર્મિક વિશ્લેષણ કરી આપશ્રીએ અમારી મંદત્તર પ્રજ્ઞાને અને અસ્ત-વ્યસ્ત ક્ષીણ અવસ્થાઓને વ્યવસ્થિત દિશા બોધ આપ્યો છે. તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત દશાને પારમાર્થિક તત્ત્વબોધથી નિર્મલ દિશા પ્રદાન કરી છે.
જગતનાં જીવો જેનાં દર્શન કરવા ઈચ્છે છે તે પરિશુદ્ધ જીવંત ચૈતન્ય વિલાસ તું પોતે જ છો. આ ચૈતન્ય તત્ત્વ વિશ્વનું પ્રાચીન તેમજ પુરાતન તત્ત્વ છે. ચૈતન્યના સમાગમીને ચૈતન્યની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ ચર્ચા ગમે છે. આવા પરિશુદ્ધ ચૈતન્ય તત્ત્વની માધુર્યતા અંતરંગમાં ભાસે તો ચૈતન્યની ચર્ચાને સાંભળવાનો, વિચારવાનો પ્રમાદ છૂટી જાય છે અને ચૈતન્યની પરમ પ્રીતિરૂપ પ્રમોદભાવ જાગૃત થાય છે.
પરમાર્થ પ્રતિક્રમણના પ્રવચનોની શૃંખલાના સ્વાધ્યાય પછી ચિત્તની પ્રસન્નતા ન થતી હોય તો સ્વયંની પાત્રતાનું મૂલ્યાંકન કરવું ઘણું ઘણું જરૂરી છે. અરે ! ચૈતન્યના ચાતકને ચૈતન્યની ચર્ચા વિચારણાથી સંતોષ હોતો નથી. એ તો ચૈતન્ય સાગરમાં તૃપ્ત તૃપ્ત રહેવા માગે છે. “પરિતૃપ્ત ચૈતન્ય તત્ત્વ હું છું” તેવા વિશ્વાસપૂર્વકનું અખંડ પરિણમન થવું તે ચૈતન્યની ચર્ચાનો સાર છે.
નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ દશા પોતાના પર્યાયત્વ પણાના અહમ્ને મિટાવતી, નિરપેક્ષ ચૈતન્ય સતાનો સ્વીકાર કરતી દશા જ ચૈતન્યનો યથાર્થ પરિચય કરાવનારી છે. નિરાપદ ચૈતન્યદેવના સ્વાનુભવમાં સકળ ભેદની દૂરી સમાપ્ત થયેલ છે.
શુદ્ધોપયોગ કહેતાં અજ્ઞાની પ્રાણીને ઉપાધિ દેખાય છે. સાપેક્ષપણાની જ ગંધ આવે છે. પરંતુ શુદ્ધોપયોગ માને જેમાં કેવળ એકલો “હું ત્રિકાળી નિરૂપાધિમયી આત્મા છું' તેમ પ્રતીતમાં આવે છે તેનું નામ શુદ્ધોપયોગ છે. આ શુદ્ધોપયોગની સમર્પણતા છે. તે જ તેની વાસ્તવિકતા શોભા છે. આ સર્વજ્ઞ ભગવાનનું શાશ્વત વિધાન છે.
“ચૈતન્ય વિલાસ” પુસ્તકમાં અકર્તાજ્ઞાતા સ્વભાવની મૂશળધાર અમૃત વર્ષાનો ધોધ ઉછાળ્યો છે. જૈનદર્શનનાં સર્વજ્ઞના વિજ્ઞાનના ગૂઢ-ગુપ્ત રહસ્યોનો વિસ્ફોટ સર્જયો છે. ચૈતન્ય આનંદકોષમાંથી ઉઠેલ અનુભૂતિના તરંગોમાં ચૈતન્યને ડોલાયમાન કર્યો છે. અધ્યાત્મ રસના પ્યાલા ભરી ભરીને આત્માર્થી જીવોને જ્ઞાનાનંદ સ્વભાવનું રસાસ્વાદન કરાવ્યું છે.
અકર્તા-જ્ઞાયકના સાનિધ્યને દગ્ધ કરાવનાર આ અવિનશ્વરત્વની મંગલ પ્રસાદી છે. જેમાં આપનું નિર્ભિત વ્યક્તિત્વ સશક્તવાણી દ્વારા તાદેશ થાય છે. પ્રદત્ત પંચરત્નોના પ્રસાદરૂપ દિવ્ય પ્રવચનોની મણીમાળા ભવ્ય જીવોને અકર્તા જ્ઞાયક સ્વભાવની દિશાને પ્રકાશ કરે તેવી ભવ્ય ભાવના પૂર્વક શાંત રસેન્દુ;
બ્રા. બ્ર. શોભનાબેન જે. શાહ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VI
ચૈતન્ય વિલાસ ચૈતન્યની ચમત્કૃતિ ચૈતન્ય વિભૂતિના વૈભવધારી;
ચૈતન્ય વિભાના વિલાસી;
ચૈતન્ય વનવાટિકાના વિહારી; ચૈતન્ય વિદ્યાથી વિભૂષિત (સ્વરૂપાચરણ) વૈરાગ્ય સંપન્ન પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈ પ્રત્યે વરિષ્ઠ વિનમન.
અકાટય ધર્મધારાથી શોભિત ભરતખંડ:
ભરતક્ષેત્રનો ભૂખંડ અનેક ધર્મયતનો અનેક ધાર્મિકપર્વો તેમજ ધર્મધારાથી સુશોભિત છે. અહીંની વલ્લભા અવિચલ મુક્તિ સભ્યો દ્વારા ઉજ્જવલિત તેમજ લક્ષરૂપ સિદ્ધિ સદનનાં ઉન્નત માંગલ્યથી સદા સૌભાગ્યવતી રહી છે. કારણ કે તત્ત્વજ્ઞાનની અકાટય નિર્મલધારા જીવંત વહે છે.
પરમ પરિણામિકભાવ-નારણપરમાત્માની ઉર્ધ્વતાપૂર્વક અધ્યાત્મની વીણાના મધુર સ્વરો ગુંજાવનાર એવા ઉત્તમ ચારિત્રનાં હિમાલય આચાર્ય કુંદકુંદની ચરણરજથી અર્ચિત વસુન્ધરા સૂરીલી બની ડોલી ઉઠી. નિયમસાર જેવી નિજભાવના પ્રધાન કૃતિ પર દિગમ્બર સમાજ મુગ્ધ થયો.
જૈન સંસ્કૃતિના શ્રામણ, યોગીઓમાં ઉન્નાયક શ્રી પદ્મપ્રભમલધારિદેવ કે જેમની પરિણતિ આત્મ આરાધનાના અભેદ પ્રસાદથી સંતૃપ્ત છે; તેવા મુનિકુંજરોના મુખચંદ્રમાંથી આ મકરંદ ઝર્યું છે. નિઃસંશયતઃ અનાદિના શ્રેણીબદ્ધ વિખ્ખલિત અજ્ઞાન પડળોને ઉચ્છેદતી; ચૈતન્ય પથને આલોકિત કરતી ચૈતન્યનાં સામ્રાજ્યમાં વસવાટ કરાવનારી આ ગાથા છે.
અધ્યાત્મ ઉર્જાથી સારા વિશ્વને પ્રકાશિત કરનાર જ્ઞાનમિહિર પૂ. શ્રી કહાનગુરુદેવ થયા. અધ્યાત્મની સારભૂત જ્ઞાનગર્જના એ હતી કે આત્મા અકર્તા છે તે જૈનદર્શનની ઉત્કૃષ્ટતા છે. આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આત્મા ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. આવો સંકોત્કીર્ણ ટંકાર થતાં જ અનાદિની કર્તાકર્મની વિપરિત સંતતિના પ્રવાહથી પાષાણવૃત્તિરૂપ અહંકારીત થયેલ કત્વબુદ્ધિના ઊંડા મૂળિયાં કમ્પાયમાન થવાં લાગ્યાં, અને જન-જનમાં જૈનત્વપણાનો સંચાર ટૂરાયમાન થયો.
શ્રી સીમંધર કુંદામૃતમહાન જૈન વાડમયી સર્વોત્કૃષ્ટ બ્રહ્મોપદેશથી સંપુષ્ટ થયેલ તમારી પ્રજ્ઞા અભેદ જ્ઞાયકમાં સ્થિર થતાં જ શુદ્ધાત્માને સ્વાનુભૂતિની ગોદમાં બિરાજીત કર્યો.
હે! કહાનલાલ! આપને અકર્તા શાયકનું સંચેતન થતાં જ, અમૃતસાગરમાંથી પ્રસ્ફટિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
VII
ચૈતન્ય વિલાસ
મંગલધારાએ આસન્ન ભવ્યજીવોને અમૃતનું આચમન કરવા ચૈતન્યસરિતાના તટ ઉપર લાવી દીધા.
જેમની કર્તાબુદ્ધિ ચતુર્થ ગુણસ્થાને અસ્ત થઈ છે તેવા દિગમ્બર સંતો લખે છે કેઃ “હું કર્તા નથી, કાયિતા નથી, કારણ નથી, અનુમોદક નથી.” ફરીથી ‘કર્તા નથી’ તે લખવાનું કારણ શું?! આ ગાથાનાં ગર્ભમાં ઘણું ગૂઢ અને ગુપ્ત રહસ્ય છૂપાયેલું છે. સાધકને સવિકલ્પદશામાં નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેવો ઉપચાર આવે છે તે ઉપચારનાં નિષેધ માટે ફરીથી ‘કર્તા નથી’ લખ્યું છે. આ ઉપચાર જે આવ્યો તે શ્રેણીમાં બાધક છે. ઉપચારથી કર્તા નથી તો અનુપચારે અર્તામાં આવતાં જ શુદ્ધોપયોગ થાય છે.
આમ કુંદપ્રભુનાં પેટાળમાં રહેલ અમરત્વની અમીરીનો ઉપહાર અમોને પ્રદાન કર્યો છે. અને પેલી મધુરમ પંક્તિને સાફલ્ય કરી છે.
“સહેજે સમુદ્ર ઉલ્લસિયો ને માંહે મોતી તણાતાં જાય; ભાગ્યવાન ક૨વા વ... એની મૂઠીયું મોતીએ ભરાય. ભાવશ્રુતસમુદ્રમાંથી નીકળેલું આ ઉત્તમ નિલમણી રત્ન છે. આપશ્રી ચૈતન્ય વિલાસી બની અને જે ઉન્મેષોની મુક્તાનું વિમોચન કર્યું છે અને જે અલભ્ય સિદ્ધાંતોનું વિરેચન કર્યું છે તે પંચમઆરાના છેડા સુધી જયવંત રહેશે.
,,
ધર્મધ્યાનની ધારાતો સાધકને વર્તે છે, પરંતુ શુક્લધ્યાન કેમ આવે! તેની વિશદ ચર્ચા આ પુસ્તકમાં સોળેકળાએ દેદીપ્યમાન થયા વિના રહેતી નથી. નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા નથી અને ઉપચારથી જ્ઞાતાયે નથી. બન્ને પ્રકારનાં ઉપચારોનું વિસર્જન કરાવનારી, હૃદયમાં આરપાર ઉતરી જવાવાળી, સર્વાંગી અકર્તા સ્વભાવની, આંદોલનકારી ઉત્કૃષ્ટ ઉદ્દઘોષણા તે આપશ્રીની મંગલમયી મૌલિકદેન છે. આ રીતે પાત્ર જીવોનાં હૃદયમાં આનંદકારી મંગલપર્વ પ્રગટાવનારા કોઈ અદ્દભૂત.... અલૌકિક આ પ્રવચનો છે.
મંગલાચરણ:
પરમાર્થ પ્રતિક્રમણની આ પાંચગાથાઓ એટલે દિવ્ય ધ્વનિનો સાર. ભરતખંડના અલૌકિક શાસ્ત્રની અપૂર્વ ગાથાઓ છે. નિયમસારમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો પણ તેને ક્ય ાંય ‘રત્ન ’ ની ઉપમા ન આપી. ટીકાકાર મુનિરાજ ટીકા કરતાં કરતાં આ અધિકારમાં આવ્યા તો લખે છે કેઃ હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. આમ આ ગાથાઓને ‘પંચરત્ન ’ તેવા વિશેષણથી વિભૂષિત કરેલ છે. તેમને રત્ન જેવી લાગી માટે રત્નની ઉપમા આપી. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતાં મુનિરાજને શ્રેણી કેવી રીતે આવે તેની સંપૂર્ણ વિધિરૂપ આ ગાથા છે.
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VIII
ચૈતન્ય વિલાસ પદ્મપ્રભ મુનિરાજ પોતે ઉપચારનો નિષેધ કરીને અંદર ગયા તો તેમને ખ્યાલ આવ્યો કેઃ કુંદકુંદભગવાને આ પાંચ ગાથામાં ઉપચારનો નિષેધ કરાવ્યો છે. બન્ને સમાન ભૂમિકાવાળા ચારિત્રવત હતાને!? હે! જીવો! કુંદકુંદ ભગવાનના તમારે દર્શન કરવા હોય તો “હું અકર્તા જ્ઞાયક છું' તેમ રાખજો. આ (નિજ) કુંદકુંદ દેખાશે તો પેલા કુંદકુંદ પણ દેખાશે.
ભાવિ તીર્થકરો દ્વારા અકર્તા સ્વભાવનું ભેટછું -
જે તીર્થકરનું દ્રવ્ય હોય તેને અકર્તા સ્વભાવ કેવો ચોતરફથી ઘુંટાતો હોય છે. તેમના પ્રતિપાદનમાં પણ અકર્તા-જ્ઞાતાની જ ધ્વનિ ઉર્ધ્વતા પૂર્વક વહેતી હોય છે. ભાવિતીર્થાધિનાથ પદ્મપ્રભદેવ ફરમાવે છે કેઃ “અહીં શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ છે” અભાવ થશે એ વાત અહીં નથી.
પૂ. ગુરુદેવશ્રી પણ ભાવિતીર્થાધિનાથ ! તેમની અકર્તાની ચિનગારી એ હતી કે અન્ય દર્શનમાં કર્તાપણું છે પરંતુ જૈનદર્શન અન્ય દર્શનથી એટલે જુદું પડે છે કે અકર્તાપણું તે તેની પરાકાષ્ટા છે.
પૂ. “ભાઈશ્રી” ની પણ અકર્તા સ્વભાવની શાર્દૂલતા આ પ્રવચનોમાં કેવી સ્પષ્ટ ઝળકે છે! કૃતકૃત્ય પરમાત્માના મૂળ સ્વરૂપમાં પરિણામનું કોઈ જ કર્તુત્વ નથી. અકર્તા જ્ઞાયકને કોઈ કર્તવ્ય નથી. અકર્તાને કર્મ ન હોય. જેમ અકર્તાના લક્ષે કોંબુદ્ધિ જાય છે તેમ અકર્તાના લક્ષે જ કર્તાનો ઉપચાર જાય છે.
(૧) સહજ ચૈતન્ય વિલાસ:
મારા ચૈતન્યદેવમાં શું છે? સહજ ચૈતન્યનો વિલાસ છે. ચૈતન્યસત્તા જ્ઞાન-દર્શનની ભરિતાવસ્થ છે. હું પરમપરિણામિકભાવે, ત્રિકાળી ગુણી પરમાત્મા હોવાથી સહગુણોના વિલાસમયી છું. હું સદા કૃતકૃત્ય પરમાત્મા છું. હું સ્વરૂપથી જ સહજ અકૃત્રિમ, અનાદિ
અનંત, નિત્યઉદ્યોતરૂપ પ્રગટ છું. ચૈતન્યના વિલાસમાં તો સહજ ચૈતન્યનો વિલાસ જ છે. જે નિત્ય ચૈતન્યમાં ઉપયુક્ત છે તે હું છું. મારામાં પર્યાયોનો વિલાસ નથી. ચૈતન્યપ્રાણ તે અમારો નિત્ય વિલાસ છે.
સુખની અનુભૂતિમાં લીનઅર્થાત્ ત્રિકાળી સુખગુણની વાત છે. નિયમસાર ૪૩ ગાથામાં આવે છે કે: “પ્રગટ સજાવસ્થાસ્વરૂપ સુખ સમુદ્રમાં મગ્ન (ડૂબેલી-લીન )” ત્યાં પણ ત્રિકાળી ધ્રુવ વાચ્ય છે. કળશટીકા ૧૯ર કળશમાં- “સહજ અવસ્થમ્” શબ્દ છે તો ત્યાં અનંતગુણે બિરાજમાન જીવદ્રવ્ય.
આ ગાથાઓમાં અકર્તા છે તેવા આત્માને ભાવું છું તેમ ન લખતા “સહજ ચૈતન્યના વિલાસને જ ભાવું છું.” સહજ ચૈતન્યના વિલાસમાં બધું જ સમાઈ જાય છે. તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IX
ચૈતન્ય વિલાસ અનંતગુણોનો સંપૂર્ણ વિલાસ આવી જાય છે. જે નિર્મળ પર્યાયો પ્રગટે છે તે સાહજિક નથી પરંતુ કર્મકૃત અને કૃત્રિમ છે. જ્યારે અનંતગણોમયી પરમપારિભામિકભાવ તો સાહજિક છે.
યથાખ્યાત ચારિત્ર મને તો છે, થાય છે તે બીજાને. બારમાગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર હોય ને?! તેની વાત નથી. અહીં તો સદા યથાખ્યાત ચારિત્રગુણ છે તેની વાત છે.
(૨) ચૈતન્યની ભાવના:
ભાવના સંયોગની ન હોય, પર્યાયની ભાવના ન હોય, હું જ્ઞાયક છું તેવો શબ્દ તેનું નામ ભાવના નથી. હું જ્ઞાયક છું તેવો વિકલ્પ-ભાવમનનું પરિણમન તેનું નામ ભાવના નથી. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તે જ હું છું એવી એકાગ્રતા અર્થાત્ શુદ્ધાત્માની નિર્વિકલ્પરૂપ ભાવના તે યથાર્થ ભાવના છે. ભાવના આનંદરૂપ હોય છે.
બહેનશ્રીના વચનામૃત બોલ-૨૧ માં પૂ. બહેનશ્રી પણ ફરમાવે છે કે ચૈતન્યમાંથી ઉગેલી ચૈતન્યની ભાવના કદિ નિષ્ફળ જતી નથી.
હું ચૈતન્યના વિલાસને ભાવું છું તેના બે પ્રકાર છે. (૧) સવિકલ્પ ભાવના (૨) નિર્વિકલ્પ ભાવના. હવે જે શુદ્ધ પરિણતિની સાથે શુભોપયોગ છે તે અલ્પબંધનું કારણ છે. નિર્વિકલ્પમાંગુભાવું છું એકને અને જાણું છું પણ એકને. સવિકલ્પમાંગુભાવું છું એકને અને જાણું છું અનેકને. અહીં આ ગાથામાં સવિકલ્પ દશાની સિદ્ધિ નથી કરવી આ ગાથા તો સંજ્વલનના વિકલ્પને તોડવા માટેની છે. વિકલ્પ ઉભો રહે તે માટેની આ ગાથા નથી.
નિર્વિકલ્પ ભાવના તેના વિષયને કેવી રીતે ભાવે છે!? હું ત્રિકાળ નિશ્ચય પરમાર્થ પ્રતિક્રમણ સ્વરૂપ જ છું તેનું નામ ભાવના. હું ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકને ભાવતો નથી; હું તો પરમપરિણામિકભાવ છું' તેવું અભેદ પરિણમન તેનું નામ ભાવના છે. ભાવનામાં ધ્યેય ધ્યાનનો ભેદ છૂટી ગયો છે તેને ભાવના કહે છે. શુક્લધ્યાનમાં એમ પ્રતીતમાં આવે છે કે “હું શુકલધ્યેય છું.”
હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું તેમાં ભેદરૂપ વિષમતા નથી. ધ્યેય શેયની પરમ મૈત્રીરૂપ સામ્ય ભાવ છે. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માનેત્રિકાળી દ્રવ્ય. તેને ભાવું છું નિર્વિકલ્પ શુદ્ધોપયોગ. “ભાવું છું” જે શબ્દ છે તેમાં ધ્યેય શેયની સંધિ રહેલી છે. ચૈતન્ય સ્વભાવમાં લીન થાય તેને ચૈતન્યની ભાવના કહે છે.
ઉપરોકત સ્વરૂપને જ્ઞાની આ રીતે સમજાવે છે. હું પર્યાયને ભાવતો નથી, હું તો દ્રવ્ય છું તેમ ભાવું છું. ભાવનામાં તેમ ભવાય છે કે હું નિત્ય છું. હું અનિત્ય છે તેમ ભાવતો નથી. હું ક્ષણિક શુદ્ધતાને ભાવતો નથી, હું ત્રિકાળ શુદ્ધ છું તેને ભાવું છું. હું કર્તાકર્મને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
X
ચૈતન્ય વિલાસ ભાવતો નથી, હું તો નિષ્ક્રિય અકારક-અવેદકને ભાવું છું.
સાધક કથંચિત્ આત્માને ભાવે છે અને કથંચિત્ પર્યાયને ભાવે છે તેમ નથી. પર્યાય કે પર્યાયના ભેદને ભાવતો નથી. જે મારામાં નથી તેને હું કઈ રીતે ભાવું? તેથી સાધક આત્મા શુદ્ધાત્માને જ ભાવે છે મોક્ષની પર્યાયને ભાવતો નથી. મોક્ષને ભાવવા જતાં આડકતરી રીતે પુદ્ગલની ભાવના થઈ જાય છે.
હું અભેદને ભાવું છું ત્યારે હું અકર્તા છું-હું પરમપારિણામિકભાવ છું તેવો વિકલ્પ પણ રહેતો નથી. વિકલ્પના વમળ ઉત્પન્ન થતા જ નથી. હું ચૈતન્યને ભાવું છું તેવો વિકલ્પ પણ રહેતો નથી. ચૈતન્ય સમુદ્રમાં ડૂબીને ચૈતન્યનું અવલોકન કરે છે. કાંઠે ઉભા રહીને સમુદ્રને જુએ તો સ્થિર સમુદ્ર ભગવાન દેખાતો નથી પરંતુ પર્યાયરૂપી મોજાં દેખાય છે. કેમકે ભેદની શ્રદ્ધાથી રહિત મારી શ્રદ્ધા છે. અભેદ ચૈતન્યની અભેદ ભાવના ચૈતન્ય સત્તાથી ભિન્ન રહીને ચૈતન્યને ભાવતી નથી. અભેદ એકત્વશક્તિને કારણે ચૈતન્યમાં નિરંતર ઉપયોગ લાગેલો જ રહે છે. “હું તો આશ્રયભૂત તત્ત્વ છું” તે ભૂતાર્થની ભાવનાની પરાકાષ્ટા છે.
સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” તો તેમાં તો ભેદ પડ્યોને !? અહીંયા પદ્મપ્રભમુનિ કહે છે કે “તસ્ય દેશના નાસ્તિ.” કારણ કે ગણધર ભગવાન જેવા સામર્થ્યવંત પણ અભેદનો ભેદ કરીને સમજાવે છે. લાયક શિષ્ય આગમને આગળ કરતો નથી પરંતુ અધ્યાત્મને આગળ કરીને સમજે છે. કારણ કે જે કથન ઉપર જાય તેને નિયમથી ભેદ દેખાય છે. અને વાચકનાં વાચ્ય ઉપર જનારને ભેદ વિલય પામીને અભેદનો અભેદભાવે અનુભવ થાય છે.
દષ્ટિનો વિષય અભેદ સામાન્ય-જે દષ્ટિ પ્રગટી છે તે ભેદની શ્રદ્ધાથી રહિત છે. અને દષ્ટિ અને દૃષ્ટિનો વિષય તેમાં પણ નિર્વિકલ્પ ધ્યાનના કાળે ભેદ દેખાતો નથી. દષ્ટિની દોલત હાથમાં આવ્યા વિના દષ્ટિ પ્રગટ થતી નથી.
(૩) અકર્તા સ્વભાવી જ્ઞાયક પરિણામનો કર્તા નથી:
અનાદિથી પ્રત્યેક પ્રાણીને માથે-સર્વાધિક બોજ જો હોય તો તે છે કર્તુત્વપણાનો કર્તાબુદ્ધિના અહંકારથી દુ:ખીત પ્રાણી નિરંતર કાંઈને કાંઈ કરવાનું જ ઈચ્છે છે. કર્તુત્વના ભારથી અજ્ઞાની પ્રાણી સદા આકુળ-વ્યાકુળ થયેલો રહે છે.
પરમાર્થ પ્રતિક્રમણની પાંચ ગાથાઓને સમજતાં તેને અકર્તાનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ થાય છે. કર્તાબુદ્ધિ ગળતાં, મોહ મંદ થતાં અને પછી અભાવ થતાં નિર્ભર અને નિર્બોજ થાય છે.
શ્રી સમયસાર કર્તા કર્મ અધિકારમાં રહસ્યવાળી વાત લખી છે. કેટલાક ઈશ્વરને કર્તા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XI
ચૈતન્ય વિલાસ માને છે, તો કેટલાક કર્મને કર્તા માને છે, તો કેટલાક આત્માને કર્તા માને છે તે બધા જ કર્તુત્વબુદ્ધિથી ગ્રાસિત પ્રાણીઓ છે.
કર્તબુદ્ધિનાં મૂળિયાં ઘણાં ઊંડા હોવાથી તેને એમ થાય છે કે ગુણસ્થાનને ન કરે પણ જ્ઞાનને તો કરે ને!! આત્મા પ્રથમથી જ જ્ઞાતા છે તેને કોઈપણ પ્રકારે કર્તા માનવો તે પાયાની મૂળ ભૂલ છે. સમ્યક્દર્શનનો કર્તા છે વિગેરે પ્રકારે પરિણામની એબુદ્ધિ થઈ ગઈ છે હવે પરિણામથી વિભક્ત થતાં અને આત્મામાં એકત્વ થતાં પર્યાયમાંથી મમતા છૂટે છે. પર્યાયની મમતા છૂટયા વિના અકર્તાનો પક્ષ આવે નહીં. અકર્તાનો પક્ષ ન આવે તો પક્ષીતિક્રાંત થાય નહીં. આમ અકર્તા જ્ઞાયકભાવનું ગ્રહણ થતાં જ પર્યાયની પાત્રતાનો પરિપાક થાય છે, અને તેનાં શ્રેયરૂપ સર્વમાંગલ્ય એવું સ્વાનુભવ થાય છે.
જયસેન આચાર્ય ભગવાને શ્રી સમયસારમાં કર્તાકર્મ અધિકારની શરૂઆતમાં એમ કહ્યું કે આ આત્મા સ્વભાવથી તો જીવ અને અજીવ બન્નેમાં જીવ પણ અકર્તા છે અને અજીવ પણ અકર્તા છે. જીવ પણ પોતાના પરિણામનો અકર્તા છે અને અજીવ પણ પોતાના પરિણામનો અકર્તા છે. વસ્તુ સ્વભાવ તો આમ છે. આમ જીવ કે અજીવ બન્ને વસ્તુના સ્વભાવમાં પરિણામનું કર્તુત્વ જ નથી. વસ્તુનો ભાવ કદી નિજ ભાવને છોડતો નથી અને પર ભાવને કરતો નથી. શ્રીમદ્જી કહે છે કેઃ એક સડેલાં તરણાના બે ટૂકડાં કરવાની શક્તિ આત્મામાં નથી.
થવા યોગ્ય' શબ્દ આત્માનું અકર્તાપણું-જ્ઞાતાપણું દર્શાવનાર શબ્દ બ્રહ્મ છે. આ શબ્દ બ્રહ્મ વીતરાગતા ઘૌતક હોવાથી તેનો પણ મહિમા છે. આત્મા કરનાર નથી તે સ્વરૂપને ઘણા ન્યાયથી આ પ્રવચનોમાં સ્પષ્ટ કરેલ છે.
આત્મા સ્વભાવથી જ અકર્તા માટે પરિણામનો કર્તા નથી. પરિણામ સત્ છે માટે આત્મા કર્તા નથી. પરિણામનો કર્તા પુદ્ગલ છે માટે આત્મા કર્તા નથી. તરૂપો ન ભવતિ' , હું પરિણામરૂપે થતો નથી માટે કર્તા નથી. એક પરિણામના બે કર્તા ન હોય.
સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાતિ હોવાથી હું તેનો કર્તા નથી. હું જાણનાર છું કરનાર નથી તેમાં અનુભવ થતો નથી, પરંતુ કર્તુત્વબુદ્ધિ ઓગળે છે. જે સ્વયં થાય તેનું કારણ બીજું કોણ હોય !? પરિણામ થયા વિના રહેશે નહીં અને હું તેનો કર્તા થઈશ નહીં અને અકર્તાપણે રહેતો તેને જાણ્યા વિના રહીશ નહીં. પરિણામ થાય અને આત્મા તેનો કર્તા ન થાય આ જ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. પ્રગટ થતા પરિણામને રોકવા
*
*
*
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકર્તાને
XII
ચૈતન્ય વિલાસ તેનું નામ અકર્તા નથી. અકર્તા જ્ઞાયક અકર્તા રહેતો થકો; પરિણામનાં અકર્તાપણે રહે તેવો જ મારો સ્વભાવ છે. જો કર્તા થાય તો શુદ્ધાત્મા અકર્તા રહેતો નથી તો દષ્ટિ વિપરિત થઈ ગઈ.
અકર્તા શાયકને જાણનાર જ્ઞાનની અવસ્થા અકર્તા જ્ઞાયકને જાણતાં-જાણતાં બધી અવસ્થાઓ થઈ છે તેનો હું અકર્તા છે તેમ જણાય છે. “હું તો જ્ઞાતા જ છું' તેવા સ્વભાવની રચના કરે તે વીર્ય. જ્ઞાતા સ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરૂષાર્થ છે.
ણિ જાણે તે સાક્ષાત અકર્તા થાય છે. અકર્તાને કર્તા કહેવો તે વ્યવહાર છે. અકર્તાને કર્તા માનવો તે અજ્ઞાન છે.
(૪) ભગવાન આત્મા કોઈ પણ પરિણામના કારણપણે કદી થતો નથી. -
આ બોલમાં પર્યાયના કારણપણે જીવ નથી તેનો પરિહાર અદભૂત રીતે સિદ્ધ કરે છે. કુંદકુંદ ભગવાન કહે છે અમારો આત્મા મનુષ્ય પર્યાયપણે થયો નથી. કેમકે મને દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ હોવાથી મનુષ્ય પર્યાય નથી. મનુષ્ય પર્યાય નૈમિત્તિક છે, દ્રવ્યકર્મ તે નિમિત્ત પણે છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો સ્વભાવમાં અભાવ છે.
જો ભગવાન આત્મા! મનુષ્યગતિનું કારણ હોય તો એક પછી એક ગતિ રહ્યા જ કરે ગતિનો અભાવ થઈને પૂર્ણ આનંદરૂપ સિદ્ધ દશાની કદી પ્રાપ્તિ ન થાય. શુદ્ધોપયોગ અને તેનો વિષય શુદ્ધાત્મા તેમાં ગતિ નથી અને ગતિનું કારણ નથી. ગતિનું કારણ શુભાશુભભાવ છે. ત્રિકાળી અકારણ મુક્ત સ્વભાવને ભાવતાં પર્યાયમાં મુક્તિ થાય છે. (૧) કળશટીકા ૧૭૫ કળશમાં છે કેઃ “કોઈ પણ કાળે જીવદ્રવ્ય પોતા સંબંધી છે જે
રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી.” (૨) શ્રી સમયસારજી ગાથા ૧૩ માં કહ્યું કે જીવના વિકારો તેનો હેતુ અજીવ છે
જીવ નથી. (૩) શ્રી સમયસારજી ગાથા ૭૩ માં કહ્યું છે કે ક્રોધાદિભાવોના સ્વામીપણે પોતે
સદાય (કદી) નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું.” (૪) શ્રી જયસેન આચાર્યદવ ૩૨૦ ગાથામાં ફરમાવે છે કેઃ “બંધના કારણભૂત
રાગાદિ ક્રિયા અને મોક્ષનાં કારણભૂત મોક્ષમાર્ગ તેના કારણપણાથી શૂન્ય છે.” પરિણામ થાય અને આત્મા તેનું કારણ ન થાય આ જૈનદર્શનનું રહસ્ય છે. બંધમાં કર્મનો ઉદય નિમિત્તકારણ છે અને વીતરાગતામાં કર્મનો અનુદય નિમિત્ત કારણ છે તો પછી જ્ઞાયકભાવ ઉપર કારણપણાનો ઉપચાર કેવી રીતે આવે? નવતત્ત્વનાં પરિણામ છે ખરાંપણ તેનું કારણ હું નથી મારી હાજરી છે માટે થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
XIII
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
છે તેવું કારણપણું મારામાં નથી. આ ગાથાઓમાં આત્માને સકલ કર્તૃત્વનો અભાવ દર્શાવ્યો છે ને?!
(૫ ) અકર્તા ભગવાન આત્મા પરિણામના અનુમોદકપણે જણાતો નથી.
આ ગાથામાં અનુમોદનાના બોલમાં અકર્તા સ્વભાવની ઉત્કૃષ્ટતા રહેલી છે. કર્તાબુદ્ધિને મૂળમાંથી ઉન્મુલિતમ્ કરાવનાર છે. હું તો કરતો નથી પણ બીજા પાસે પણ કરાવતો નથી અને બીજો કરે તેને અનુમોદન આપું તેવો મારો સ્વભાવ નથી. કેમકે જાણવાના સ્વભાવમાં ક્યાંય કરવું આવતું જ નથી. શ્રદ્ધાને બળવાન કરવામાં આ સમીકરણ સબળ હેતુરૂપ છે.
આ અનુમોદનાના બોલમાં અધ્યાત્મની પરાકાષ્ટા રહેલી છે. ભાવિકાળે શુક્લધ્યાનની શ્રેણી મને આવશે ત્યારે એ પરિણામનો હું અનુમોદક નહીં બનું તેની સામ્પ્રતકાળે આ ગાથામાં હું પ્રતિજ્ઞા કરું છું. પર્યાયની નિર્મળતાને બીજો કરે તો ઠીક તેમ ઈનડાયરેકટ કર્તા થતો નથી. જો હું આ વિશેષભાવોનો અનુમોદક બનું તો દૃષ્ટિમાંથી સામાન્ય જ્ઞાયકભાવનો ઉચ્છેદ થઈ જાય. પરિણામનું કરવું. કરાવવું, અનુમોદવું ખૂણે-ખાંચરે ક્યાંય મારા ત્રિકાળી ધ્રુવભાવમાં નથી.
અકર્તા ભગવાન શાયક જેમ કર્તાપણે, કારણપણે, કાયિતાપણે જણાતો નથી તેમ ભગવાન શાયક અનુમોદકપણે પણ જણાતો નથી. આ ગાથાની અદ્દભૂતતા એ છે કે જાણનાર ભગવાનને ચોતરફથી અકર્તા સિદ્ધ કર્યો છે. જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા આ જ છે. આ અનુભવનો નિચોડ છે. આ સિવાય આગમ-પરમાગમ ને બીજું કાંઈ કહેવાનું જ નથી. આમ આ ગાથામાં અને પ્રવચનોમાં અકર્તાભાવનું સર્વાંગી નિરૂપણ સંપ્રજ્ઞાત થાય છે. અકર્તા સ્વભાવનું વિપુલ સામ્રાજ્ય પ્રાદુર્ભૂત થાય છે.
(૬) સત્તા, અવબોધ, ૫૨મચૈતન્ય, સુખની અનુભૂતિમાં લીન, આ ચારેયનું આગમ અધ્યાત્મની વિવિક્ષાથી સ્વરૂપ:
(૧) સત્તાઃ- અનાદિ અનંત અસ્તિત્વ તેનો નિષેધ કર્યો અથવા તો અનાદિ અનંત અવિનાશી ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ ન કરી તેથી સાદિ સાંત આયુષ્યની યોગ્યતા પ્રાપ્ત થઈ.
(૨) અવબોધઃ- અનાદિ અનંત, અખંડ, અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવ ને ન જાણ્યો, તેની વિરાધના કરી તો ખંડ-ખંડ પાંચઇન્દ્રિય મળી.
(૩) ૫૨મ ચૈતન્યઃ- સહજ વીર્ય શક્તિના ધારક સ્વભાવનો નિષેધ કરતાં અલ્પ વીર્ય એટલે મનબળ, વચનબળ, અને કાયબળ મળ્યા. અનંતવીર્ય સંપન્ન અનંત ચતુષ્ટય સ્વભાવની દૃષ્ટિ ન કરી તેથી જ તો મનબળ, વચનબળ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIV
ચૈતન્ય વિલાસ કાયબળરૂપ ભાવપ્રાણને ધારણ કરી જીવી રહ્યો છે. (૪) સુખની અનુભૂતિઃ- અનંતગુણમય ત્રિકાળી સ્વભાવને ન જાણ્યો; સુખ સ્વરૂપ
પરમાત્માનો નિષેધ કરતાં શ્વાસોશ્વાસરૂપ ખેદ પ્રાણ ધારણ કર્યા.
દરેક જીવો સ્વભાવથી જ્ઞાનમયી અવિનાશી નિરુપાધિ સ્વરૂપ છે. નિશ્ચયપ્રાણચૈતન્યપ્રાણ તે ત્રિકાળી ગુણ છે. અશુદ્ધ નિશ્ચયનયથી જીવ દશ પ્રકારના ભાવ પ્રાણથી જીવે છે. આ ભાવ પ્રાણ જીવની પર્યાયમાં છે. વ્યવહારથી જીવ દશ પ્રાણથી જીવે છે અને પુદ્ગલની પર્યાય તેમાં નિમિત્ત તરીકે છે. (૭) આ પાંચ ગાથાઓમાં એક સાથે બે ઉપચારનો નિષેધ -
પદ્મપ્રભમુનિરાજે પાંચરત્નની ગાથાઓમાં એક સાથે બેનો નિષેધ કરી નાખ્યો છે. પરિણામને કરવાનો નિષેધ ડાયરેકટ કર્યો છે અને પરિણામને જાણવાનો નિષેધ ઈનડાયરેકટ કર્યો છે.
આમ તો એકનો નિષેધ કર્યો કેઃ પરિણામને કરતો નથી તો પછી શું કરો છો? ચૈતન્યના વિલાસને ભાવું છું. હું જ્ઞાયકને જ જાણું છું તો પરને જાણવાનો નિષેધ ઓટોમેટીક આવી જ ગયો. જ્યાં ઉપયોગ જ્ઞાયકની સન્મુખતા લેતો જ પ્રગટ થયો તો શુદ્ધોપયોગ થઈ ગયો. જે વિધિ સમ્યકદર્શન માટેની છે તે જ વિધિ ચારિત્ર માટેની છે.
શ્રી સમયસાર ૩૨૦ ગાથામાં તો સંવર-નિર્જરાને જાણે છે, બારમી (૧૨) ગાથામાં સાધકને જાણેલો પ્રયોજનવાન કહ્યો. જ્યારે અહીંયા તો એ બન્ને ગાથામાં સવિકલ્પદશાનો જે વ્યવહાર ઉભો થતો નથી તેને પણ અહીં કાઢી નાખ્યો. કારણ કે અહીંયા તો પરમાર્થપ્રતિક્રમણ કેમ થાય તે વિષય હોવાથી ભેદનું જાણવું આવતું જ નથી. સીધું અભેદનું જાણવું જ થાય છે.
ગુણસ્થાનને જાણતો નથી તેમ અલગથી લખ્યું નથી જેને કરતો નથી તેને જાણતો પણ નથી. આમ એકમાં બન્ને ઉપચારનો નિષેધ આવી જ જાય છે. જે કર્તાનું કર્મ નથી તે જ્ઞાનનું જ્ઞય પણ નથી. આ ગાળામાં કર્તાના ઉપચારનો વ્યક્તપણે નિષેધ છે અને કર્તાપણાના નિષેધમાં જ અવ્યક્તપણે જ્ઞાતાના ઉપચારનો નિષેધ પણ આવી જ જાય છે. પરમાર્થ પ્રતિક્રમણે પરિણમું છું તેને અભેદપણે જાણું છું પણ વ્યવહાર પ્રતિક્રમણને જાણતો નથી. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, એટલે કે તેના જાણનારપણે પરિણમું છું અર્થાત્ “હું તો શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છું.’
(૮) ઉપચાર અને વ્યવહારમાં અંતરઉપચાર અને વ્યવહાર અને શબ્દો સમાનાર્થી હોવા છતાં પણ તેમાં અંતર છે. ઉપચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XV
ચૈતન્ય વિલાસ ને અલગ નય તરીકે લીધેલ નથી. એક રીતે એ જોઈએ તો વ્યવહાર નિશ્ચયની અપેક્ષા રાખે છે અર્થાત્ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર ખોટો લાગશે. આમ વ્યવહારમાં સાપેક્ષતા છે. જ્યારે ઉપચાર કહેતાં જ તેને ખ્યાલ આવી જાય છે કે ઉપચાર રાખવા જેવો નથી પરંતુ તે ઓળંગવા જેવો છે.
જેમ કર્તબુદ્ધિ, જ્ઞાતાબુદ્ધિ રાખવા જેવી નથી તેમ કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર રાખવા જેવો નથી. સમયસાર કળશટીકામાં ૧૭૩ કળશમાં કહ્યું છે કે આપે અધ્યવસાન છોડાવ્યું છે તો અમે એમ સમજીએ છીએ કે આપ સર્વ પ્રકારનો વ્યવહાર છોડાવ્યો છે.
| નિશ્ચય વ્યવહારમાં તો એક નય સાચી અને એક નય જુથી લાગશે જ્યારે ઉપચાર શબ્દમાં સીધું જુઠું લાગશે.
(૧) વ્યવહારથી આત્મા પરિણામને કરે છે. (૨) ઉપચારથી આત્મા પરિણામને કરે છે. (૩) વ્યવહારથી જ્ઞાન પરને જાણે છે. (૪) ઉપચારથી જ્ઞાન પરને જાણે છે.
આની અંદર વ્યવહાર અને ઉપચાર બન્ને શબ્દોને પ્રયોગ કર્યો છે તેમાં વ્યવહાર કરતાં ઉપચાર શબ્દ વધારે તીખાશવાળો જણાશે.
આત્માને વ્યવહારથી પરિણામનો કર્તાભોક્તા કહેવો તે જ ઉપચાર છે. આ ઉપચારનો નિષેધ કરતાં અજ્ઞાનીને કર્તા ભોક્તાની બુદ્ધિ છૂટી જાય છે, અને કર્તા ભોક્તા ધર્મનું જ્ઞાન થઈ જાય છે. જ્યારે આત્માને આત્માનો અનુભવ થયો તો આનંદનું વેદન આવ્યું તો (ધ્રુવ) આત્માએ આનંદને ભોગવ્યો તેમ ઉપચારથી કહેવાય છે. સાધક અભોક્તાને અભોક્તા માને છે અને ભોક્તાને ભોક્તા જાણે છે.
(૯) નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા અને ઉપચારથી જ્ઞાતા નથી
ઉપચારથી કર્તા નથી એટલે ખરેખર કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે તેને બદલે તેનો કર્તા ભોક્તા આત્મા છે તો અજ્ઞાની ને કર્તાપણાની મિથ્યાભ્રાંતિ વિશેષ દઢ થાય છે.
સાધક ઉપચારથી તો કર્તા છે ને? તે વાતને જો આગળ કર્યા કરે તો તેના લક્ષમાંથી ઉપચારનું વાસ્તવિક સ્વરૂપ છૂટી જાય છે. ઉપચાર અસત્યાર્થ છે તેમ છૂટી જતાં તેને કહ્નબુદ્ધિ થાય છે. ઉપચારના નામે પણ કર્તબુદ્ધિ થાય છે. માત્ર તે બોલે છે કે: આત્મા વ્યવહારથી પરિણામનો કર્તા છે. પણ અભિપ્રાયમાં તો તેને નિશ્ચયથી પરિણામનો કર્તા લાગે છે.
માટે ધ્રુવ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ વિના કર્તબુદ્ધિ કદી જતી નથી. કર્તબુદ્ધિ જેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVI
ચૈતન્ય વિલાસ પડી હોય તેને કર્તાનો વ્યવહાર કદી આવતો નથી. બીજું મિથ્યાત્વને શેય બનાવવાનું છોડ, જ્ઞાયકનો જ્ઞાતા થાય તેને નિર્મળ પરિણામનો જ્ઞાતા તેવો ઉપચાર આવે છે. એટલે અજ્ઞાન ગયા પછી જ બન્ને ઉપચાર આવે છે.
ગુણસ્થાન આદિ ભેદોનો કર્તા પર્યાય છે અને ઉપચારથી આત્માને કર્તા કહેવો તે ઉપચાર ખોટો જ થયો ને!? કારણ કે પર્યાયને તેના ક્ષણિક ઉપાદાનથી જોતા આત્મા વ્યવહારથી પરિણામનો કર્યા છે તેવો ઉપચાર નીકળી જાય છે.
આ કર્તાપણાનો પણ... ઉપચાર સાધકને સવિકલ્પ દશામાં આવે છે. સાધક જ્યાં સુધી સવિકલ્પમાં ઉભો છે ત્યાં સુધી ઉપચારમાં ઉભો છે. હવે ફરી નિર્વિકલ્પ થવા માટે ઉપચારકર્તાને ઓળંગે છે. ઉપચારનો વ્યવહાર પણ રાખવા જેવો નથી. તેની પણ સાધકને કેવી ખટક રહે છે તે આ ગાથામાં બતાવે છે.
પર્યાયના (પરિણમન) કર્તા ધર્મથી જુએ છે તો આત્મા કર્તા છે તેવો કર્તાપણાનો ઉપચાર આવે છે. ભાવશ્રુતજ્ઞાન પરિણત મુનિરાજ કહે છે કેઃ સંવર-નિર્જરાનો હું કરનાર છું તેવો ઉપચાર મને ન આપો. આ ઉપચાર કેમ છૂટે તેની વિધિ આ ગાથામાં છે.
પર્યાયને તેનાં કર્તા-કારણ સ્વભાવથી જુઓ તો આત્મા ઉપર ઉપચાર આવ્યો તે છૂટી જશે. આત્મા નિર્મળ પર્યાયનો કર્તા છે તે ઉપચાર હવે કાઢી નાખને! ઉપચારથી કર્તા છું તેમાં વિકલ્પની ઉત્પત્તિ થશે પણ નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે. આ તો ઘણી ગંભીર અને ઊંડા રહસ્યવાળી વાતો છે.
સાધકને પ્રવચનસારની જે કર્તાનય સવિકલ્પમાં છે તે કર્તાનયે આત્મા પરિણામને કરે છે તે ઉપચારને ઓળંગવાની આ ગાથા છે. આમાં વિધિ બતાવી છે. પર્યાયને કોણ કરે છે? પર્યાયનો કર્તા પર્યાય છે હું તો અકર્તા જ્ઞાયક છું તો ફરી શુદ્ધોપયોગ પ્રગટ થયો. કર્તાના ઉપચારનો વિકલ્પ, અને અકર્તાનો વિકલ્પ પણ ગયો. જ્યાં સુધી દ્રવ્ય ઉપર કર્તાપણાનો આરોપ આવે છે ત્યાં સુધી આત્મા કર્તાપણે દેખાતો હતો એટલે પ્રમાણમાં ઉભો હતો.
હવે સાધક ઉપચારને ઉપચાર જાણી, કર્તાધર્મને જાણવાનું બંધ કરી પ્રમાણમાંથી નયમાં આવે છે એટલે અકર્તાને જાણે છે. કર્તાધર્મ પર્યાયમાં હોવા છતાં બે ને જાણતો નથી. કર્તાધર્મને જાણવાનું બંધ કરી ફરીથી એકને જાણવામાં આવતાં શુદ્ધોપયોગ થાય છે.
પર્યાયને તેનાં પકારકથી જોતાં આત્મા તેનો કર્તા છે તે ઉપચાર નીકળી ગયો. આત્મા ઉપચારથી કર્તા છે તેવો વ્યવહાર ઉપચાર છૂટયો અને અનુપચારમાં આવ્યો શું? બસ, ઉપચારનો નિષેધ કરતાં જ અનુપચારમાં આવી ગયો.
ક્ષણિક ઉપાદાનમાં કર્તાપણું છે. ત્રિકાળી ઉપાદાન અકર્તા છે. ક્રિયાના કારકો પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVII
ચૈતન્ય વિલાસ હોય છે. આવા બે પ્રકારના ઉપાદાન જેને ખ્યાલમાં આવે છે તેને કર્તબુદ્ધિ છૂટે અને ક્રિયાના કારકોનો જ્ઞાતા રહે.
આત્મા ઉપચારથી કર્તા છે... ઉપચારથી કર્તા છે તેમ વધારે વખત કહેવામાં પણ જોખમ છે. કારણકે ઉપચારથી કર્તા છે તેમ કહેતાં જ અજ્ઞાની પ્રાણી ત્યાં ચોંટી જાય છે. તેને કર્તબુદ્ધિ હોવાથી તે ઉપચારથી કર્તાનો અર્થ પણ સમજી શકતો નથી. સાધકને પણ મુનિરાજ ચેતવે છે કે તું પણ ઉપચારથી નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેને વારંવાર આગળ કરીશ તો સવિકલ્પદશા લંબાશે અને સંભવ છે કદાચ કૉંબુદ્ધિ પણ થઈ જાય. માટે વારંવાર આત્માને ઉપચારથી કર્તા કહેવામાં પણ જોખમ છે.
આત્મા ઉપચારથી કર્તા છે તેમ કહેતાં જ અજ્ઞાની ત્યાં ચોંટી જાય છે. કર્તબુદ્ધિ હોવાથી તે સાધકના ઉપચારથી કર્તાપણાની વાતને સમજી શકતો નથી. હવે તેને એમ કહો કે: પર્યાયનો કર્તા પર્યાય છે, આત્મા અકર્તા છે તેમાં આત્મા નિરપેક્ષપણે અકર્તા છે તેમ સુરક્ષિત રહે છે. કેમકે કાર્ય સ્વયં થાય છે તેમ પરિણામની સ્વતંત્રતાને જુએ તો બીજો કરે છે તે ઉપચારને અવકાશ જ રહેતો નથી.
સાધકને શા માટે કહેવું પડે છે કે હું કર્તા નથી ?! પ્રભુ! આપતો અકર્તામાં બેઠા છો ને? હું દષ્ટિની અપેક્ષાએ તો અકર્તામાં બેઠો છું, (અર્થાત્ હું અકર્તા છું.) પણ જ્ઞાનમાં કર્તા કર્મનું પરિણમન છે. એટલો વ્યવહાર ખટકે છે. માટે વ્યવહારથી કર્તા નથી તેનો નિષેધ કરે છે. ઉપચારનો નિષેધ કરે ત્યારે અંદર જવાય છે.
વાહઉપચારનો નિષેધ કરી જ્યાં અંદર આવી જાય છે એટલે ત્યાં બીજું નવું અભેદ થાય છે. બીજું અભેદ ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય. માટે સંતો કહે છે કે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વ્યવહારનો નિષેધ કરજે. અકર્તા-અકારક જ્ઞાયકને જાણે તે નિશ્ચય અનુપચાર છે.
ભેદને જાણતાં છઠું આવ્યું તો કર્તાનો ઉપચાર આવ્યો તે વ્યવહાર પ્રતિક્રમણ છે. હવે ભેદને જાણવાનું બંધ કરતાં; ભેદની ઉપેક્ષા કરી અને ત્રિકાળી જ્ઞાયકને જાણવા ચાલ્યો જાય છે.
(૧) ભેદ ઉપચાર-વ્યવહાર રત્નત્રયનાં પરિણામ તે બંધનું કારણ છે. (૨) અભેદ ઉપચાર–ભેદરૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ. (૩) અભેદ અનુપચાર–ચૈતન્ય તત્ત્વમાં લીન શુદ્ધોપયોગરૂપ ચારિત્ર.
હવે કર્તબુદ્ધિ અને કર્તાનો ઉપચાર છોડાવવા આચાર્યદવ પરિણામના જ્ઞાતા છીએ તેમ પણ કહે! અને એ જ્ઞાતા ક્યારે થયો? કેઃ જેની જ્ઞાતા બુદ્ધિ છૂટી ગઈ છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVIII
ચૈતન્ય વિલાસ સવિકલ્પદશામાં જ્ઞાતાનો વ્યવહાર આવે છે. હવે ફરીથી શુદ્ધોપયોગ કેમ પ્રગટે? કે પરિણામનું જ્ઞાતાપણું છૂટે ત્યારે.
સાધક પોતાને જાણતાં જાણતાં પરિણામના ભેદને જાણે છે તે પણ ઉપચારમાં જાય છે. હવે આ વ્યવહાર પણ ચારિત્રવંતને ખટક્યો. વ્યવહાર સઘળોય અસત્યાર્થીને અભૂતાર્થ છે. ઉપચારથી હું ભેદનો જ્ઞાતા નથી. હું અભેદજ્ઞાયક છું આમ અનુપચારમાં આવતાં સવિકલ્પદશામાં જે જણાયેલો પ્રયોજનવાન તેને ફરી ફરી જીતે છે. શુદ્ધોપયોગમાં પર્યાયનાં ભેદનો જ્ઞાતાપણાનો ઉપચાર નીકળી ગયો. આ વાત એવી ટંકોત્કીર્ણ છે કે શુદ્ધોપયોગ થાય અને પછી શુદ્ધોપયોગ જ રહે તેવી નિશ્ચલ કલા છે.
થવા યોગ્ય થાય છે અને અભેદપણે જાણનારો જણાય છે.” આમાં કથન પદ્ધતિમાં ભેદ છે. પરિણમનમાં ભેદ નથી. જે પર્યાય થવા યોગ્ય થાય છે તેને હું કરતો નથી. કેમકે તે તેના સ્વભાવથી થાય છે, હું તો અકારક અવેદક એવા ચૈતન્ય વિલાસમાં એકાગ્ર થાઉં છું તેથી થવા યોગ્ય કર્મ થતું નથી અને જ્ઞય પણ થતું નથી. જો થવા યોગ્ય ય થાય તો ધ્રુવ જ્ઞાયકજ્ઞય ન થાય. પર્યાય સપણે થાય છે તેમાં પર્યાય પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવી જાય છે.
પર્યાય તેના ક્ષણિક ઉપાદાનથી થાય છે તેમ પર્યાયને તેના સપણાના ભાવથી જોતાં પર્યાયમાં જે આત્માનાં કર્તાપણાનો ઉપચાર હતો તે નીકળી ગયો અને અકર્તાની પ્રતીત થઈ. અને જાણનારો જ જણાય છે એટલે ઉપાદેયપણે તેજ જ્ઞય થાય છે. અર્થાત્ આ જણાય છે તે હું જ છું' તેવું લક્ષ થાય છે. હવે આમાં (૧) હું જાણનાર છું માટે ઉપચારથી કર્તા નથી. (૨) જાણનારો અભેદપણે જણાય છે તો પરિણામનો ઉપચારથી જ્ઞાતા નથી. વાહ રે! આ સૂત્રના પેટાળમાં ઘણી ગંભીરતા અને ઘણી ગૂઢતા સમાયેલી છે. આ એક સૂત્ર “થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે” આ સૂત્ર તો સમુદ્ર છે. જેમ મરજીવો સમુદ્રના તળિયેથી મોતી લાવે છે તેમ આ સૂત્રરૂપી રત્નાકરનો સમીચીન અભ્યાસ થતાં નૈસર્ગિક ચૈતન્યરૂપીની પરમ સૌંદર્યતા સર્વાગે ખીલી ઉઠે છે.
“એવા ડૂબીએ સાગરમાં, તાગ સમંદ્રનો લઈ લઈએ; અરે! તું પણ ઝંપલાવને આત્મ! મુક્તિ રત્નને લઈ લઈએ; જે વાત ગાથામાં છે તેનું કેવું હૃદય પ્રગટયું છે;
ચૈતન્ય વિલાસમાં આધ્યાત્મિક સત્ કેવું ઝળકયું છે.” ઉપચાર કેમ નીકળે? તેનું મૂળ કારણ બતાવ્યુંજ્યાં સુધી સાપેક્ષતાથી જુએ છે તો ઉપચાર આવે છે. હવે પર્યાયને સપણે જુએ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIX
ચૈતન્ય વિલાસ એક સને બીજા સની અપેક્ષા હોતી નથી. નિર્મળ પર્યાય તેના ક્ષણિક ઉપાદાનથી થાય છે તો આત્મા તેનો ઉપચારથી કર્તા છે તેમ ક્યાં રહ્યું.
પર્યાયના પરિણમનમાં ક્રિયાના કારકો સ્વભાવથી જ થયાં કરે છે એટલે નિષ્ક્રિય પરમાત્મા તેનો ઉપચારથી કર્તા થતો નથી. પર્યાયને તેના સત્પણાથી જોતાં આત્મા તેનો ઉપચારથી કર્તા છે તે નીકળી જાય છે. હવે જો પર્યાયનો કર્તા વ્યવહાર પણ આત્માને રાખે તો ભેદઉપચાર ઓળંગાતો નથી. ઉપચારને ઓળંગે ત્યારે જ શુદ્ધોપયોગ થાય છે.
આત્માને વ્યવહાર કર્તાપણું ન લગાડે અને પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનું કારણ પર્યાય છે તેમ જોતાં ઉપચાર લાગુ પડતો જ નથી. હું અકર્તા-જ્ઞાયક છે તેમાં ઉપચાર જ આવ્યો નહીં પરંતુ તેમાં તો શુદ્ધોપયોગ થયો.
સાધકના ઉપચારથી કર્તાપણાને અને જ્ઞાતાપણાને જે આગળ કરે તેને કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ રહે છે. પણ સાધક કર્તાના ઉપચારને અને જ્ઞાતાના ઉપચારને કેવી રીતે ઉલ્લંઘી જાય છે તે વાતને આગળ કરે તો અજ્ઞાની પણ જ્ઞાની થઈ જાય છે.
અકર્તાનાં લક્ષ કર્તાબુદ્ધિ નશાવનાર; જ્ઞાયકના લક્ષે જ્ઞાતાબુદ્ધિ દૂર કરનાર; અકર્તાનાં આશ્રયે કર્તાનો ઉપચાર છોડાવનાર;
શાયકનાં આશ્રયે જ્ઞાતાનો ઉપચાર પાર કરાવનાર; અભેદ અનુપચાર સ્વરૂપના દાતા, કુંદ પદ્મ કહાનનાં ગંભીરમર્મનાં ઉદ્ઘાટક, ચૈતન્યરસના રસીલા પૂ.ભાઈશ્રી લાલચંદભાઈ. જયવંત વાર્તા જયવંત વર્તો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
મસૂરી
૩૨.
૫૭
૮૩
XX
ચૈતન્ય વિલાસ અનુક્રમણિકા પ્રવચનક્રમાંક તારીખ
સ્થળ T કેસેટ પેઈજ નંબર નંબર
અને સાલ “નિયમસારશાસ્ત્ર” પરમાર્થ પ્રતિક્રમણની મૂળગાથા ૭૭ થી ૮૧ નંબર ૧ થી ૫ ર૬ તેમજ ર૭-પ-૭૯ મુંબઈ ઝવેરી બજાર ઓડિયો ૨૮/૫/૭૯ મુંબઈ ઝવેરી બજાર
| ઓડિયો ૮૩ની સાલ
ઓડિયો ૩૬૮૫ રાજકોટ
ઓડિયો ૬/૧૨/૮૭ દેવલાલી
વિડિયો નં. ૨૮ ૭/૧૨/૮૭ દેવલાલી
વિડિયો નં. ૨૮ ૧૩૮૮૮ રાજકોટ
વિડિયો નં. ૬૧ ૧૪.૮.૮૮ રાજકોટ
વિડિયો નં. ૬ર. ૧૪૮૮૮ રાજકોટ વિડિયો નં. ૬૨
૧/૮ ૧૦. ૧૫૮/૮૮
રાજકોટ વિડિયો નં. ૬૩
૧૨૩ ૧૧. ૧૫,૮૮૮
રાજકોટ વિડિયો નં. ૬૩
૧૩૪ ૧૬/૮૮૮ રાજકોટ વિડિયો નં. ૬૪
૧૪૫ રાજકોટ વિડિયો નં. ૭૬
૧૫૫ ૯/૨/૮૯ ભદ્રબાહુની ગુફામાં વિડિયો નં. ૨૩
૧૫૯ શ્રવણ બેલગોલા | ૧૧૯૮૯ જામનગર ઓડિયો
૧૬૮ ૧૨. ૯૮૯ જામનગર ઓડિયો
૧૮૧ ૧૩૯૮૯ જામનગર ઓડિયો
૧૯૧ ૧૮. ૨૯/૪/૯૦
હિંમતનગર વિડિયો નં. ૧૮૦
૨OO ૧૯. ૩૦/૪/૯૦
હિંમતનગર
વિડિયો નં. ૧૮૦ ૨૦. ૧/૫૯૦
હિંમતનગર વિડિયો નં. ૧૮૧
૨૨૨ ૩/પ૯િ૦ હિંમતનગર વિડિયો નં. ૧૮૧
૨૩૩ રર. ૪૫૯)
હિંમતનગર વિડિયો નં. ૧૮૧
૨૪૨ ૨૩. શ્રવણ બેલગોલા વિડિયો નં. ૭૬
૨૫૧ ૧૬/૭૮૧ રાજકોટ ઓડિયો
૨૫૪ ૨૫. ૧૭/૭૮૧
રાજકોટ ઓડિયો
૨૬૧
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૨૧૧
૨૧.
૨૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[वंशस्थ] नमोऽस्तु ते संयमबोधमूर्तये स्मरेभकुंभस्थलभेदनाय वै। विनेयपंकेजविकाशमानवे
विराजते माधवसेनसूरये।। १०८ ।। अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्रप्रतिपादनपरायणपरमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते। तत्रादौतावत् पंचरत्नस्व- रूपमुच्यते। तद्यथा
अथ पंचरत्नावतारः।
[અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે.]
[ શ્લોકાર્થ:-] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન–એવા હે વિરાજમાન (શોભાયમાન) माधवसेनसूरि ! तमने नमः॥२. हो. १०८.
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે: હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે:
णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७७।। णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७८ ।। णाहं बालो वुड्ढो ण चेव तरूणो ण कारणं तेसि। कत्ताण हि कारइदा अणुमंता णेव कत्तीणं ।। ७९।। णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसि। कत्ताण हि कारइदा अणुमंता णेव कत्तीणं।। ८०।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા णाहं कोहो माणो ण चेव माया ण होमि लोहो हं। कत्ता ण हि काईदा अनुमंता णेव कत्तीणं।। ८१।। નારક નહીં, તિર્યંચ-માનવ-દેવપર્યય હું નહીં; su न, २यित। न, अनुभंत हुं तानो न. ७७. હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન-જીવસ્થાનો નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૮. હું બાળ-વૃદ્ધયુવાન નહિ, હું તેમનું કારણ નહીં. કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯. હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં;
नि, अयितान, अनुभंत हुँ नि न. ८०. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં; 5 न, २यितन, अनुभंत ई sनि न. ८१.
नाहं नारकभावस्तिर्यङ्मानुषदेवपर्यायः। कर्ता न हि कारयिता अनुमंता कर्तृणाम्।।७७॥ नाहं मार्गणास्थानानि नाहं गुणस्थानानि जीवस्थानानि न। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम।।७८।। नाहं बालो वृद्धो न चैव तरुणो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम।।७९।। नाहं रागो द्वेषो न चैव मोहो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम।।८०।। नाहं क्रोधो मानो न चैव माया न भवामि लोभोऽहम्।
कर्ता न हि कारयिता अनुमंता नेव कर्तृणाम्।।८।। अन्वयार्थ:- [अहं] हुँ [नारकभावः] ॥२७५र्याय, [तिर्यङ्मानुषदेवपर्यायः] तिर्ययपर्याय, मनुष्यपर्याय विपर्याय [न] नथी; [कर्ता न हि कारयिता] तमनो (९) ता नथी, अयित। (-२A4॥२.) नथी, [कर्तृणाम् अनुमंता न एव ] ऽनिो अनुभ६६ नथी...
[अहं मार्गणास्थानानि न ] हुं मfuस्थानो नथी, [अहं] हुँ [ गुणस्थानानि न ] गुस्थानो ४ [जीवस्थानानि न ] ७५स्थानो नथी; [कर्ता न हि कारयिता] तमनो ता नथी, अयिता नथी, [ कर्तृणाम् अनुमंता न एव ताना अनुभ६ नथी.
[न अहं बालः वृद्धः] ९ ॥ण नथी, वृद्ध नथी, [ न च एव तरुणः] तम४ २९॥ नथी; [ तेषां कारणं न] तमनु (९) १२९॥ नथी; [कर्ता न हि कारयिता] तमनो (९) त िनथी, अयिता नथी, [ कर्तृणाम् अनुमंता न एव] निो अनुमो. नथी.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
[न अहं रागः द्वेषः] हुँ २२ नथी, द्वेष नथी, [न च एव मोह:] तम४ भो नथी; [ तेषां कारणं न ] तमनु (ई) १२९॥ नथी; [कर्ता न हि कारयिता] तमनो (इं) ऽता नथी, १२यिता नथी, [कर्तृणाम अनुमंता न एव] ऽताना मनुभाई नथी.
[न अहं क्रोधः मानः ] ई मेघ नथी, भान नथी, [ न च एव अहं माया ] तेम४ कुं माया नथी, [ लोभः न भवामि ] दोन नथी; [कर्ता न हि कारयिता] तमनो (कुं) ता नथी, अयिता नथी, [ कर्तृणाम अनुमंता न एव] निो अनुमो. नथी.
अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति।
बहारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि। संसारिणो जीवस्य बरारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा विद्यन्ते, न च मम शद्धनिश्चयबलेन शद्धजीवास्तिकायस्य। तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्रा- शभकर्माभावात्सदा तिर्यकपर्यायकर्तृत्वहीनोऽहम्। मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न में मनुष्यपर्यायः शुद्धनिश्चयतो समस्तीति। निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्य सुरससुगंधस्वभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देव पर्यायः इति। ___चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुणस्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते।
मनुष्यतिर्यक्पर्यायकायवयः कृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यने कस्थूलकृशविविधभेदाः शुद्ध निश्चयनयामिप्रायेण न मे सन्ति।
सत्तावबोधपरमचैतन्यसुखानुभूतिनिरतविशिष्टात्मतत्त्वग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन मे सकलमोहरागद्वेषा न विद्यन्ते।
सहजनिश्चयनयतः सदा निरावरणात्मकस्य शुद्धावबोधरूपस्य सहजचिच्छक्तिमयस्य सहजध्वस्फूर्तिपरिपूर्णमूर्ते: स्वरूपाविचलस्थितिरूपसहजयथाख्यातचारित्रस्य न मे निखिलसंसृतिक्लेशहेतवः क्रोधमानमायालोभाः स्युः।।
अथामीषां विविधविकल्पाकुलानां विभावपर्यायाणां निश्चयतो नाहं कर्ता, न कारयिता वा भवामि, न अनुमंता वा कर्तुणा पुद्गलकर्मणामिति।
नाहं नारकपर्याय कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं तिर्यक्पर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचितये। नाहं मनुष्यपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं देवपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
नाहं चतुर्दशमार्गणास्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। ટીકા- અર્ધ શુદ્ધ આત્માને સકળ ફ્રૂત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હેવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હેય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું. મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. “દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુગલદ્રવ્ય ના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થાવર-વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિન્શક્તિમય, (૪) સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ મૂર્તિ (–જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા લોભ નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો (-વિભાવ-પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો- ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે. )
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ नाहं मिथ्यादृष्ट्यादिगुणस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहमेकेन्द्रियादिजीवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं शरीरगतबालाद्यवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
नाहं रागादि भेदभावकर्मभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं भावकर्मात्मकषायचतुष्कं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। इति पंचरत्नांचितोपन्यासप्रपंचनसकलविभावपर्यायसंन्यासविधानमुक्त भवतीति।
(વસંતતિનવા) भव्यः समस्तविषयाग्रहमुक्तचिन्तः स्वद्रव्यपर्ययगुणात्मनि दत्तचितः। मुत्तवा विभावमखिलं निजभावभिन्नं
प्राप्नोति मुक्तिमचिरादिति पंचरत्नात्।। १०९ ।। આત્માને જ ભાવું છું. હું મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એકેંદ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું શરીરસંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
(અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કરાયિતા અને અનુમતા-અનુમોદકવિષે પણ સમજી લેવું, ).
આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું (-ત્યાગનું) વિધાન કહ્યું છે.
[ હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે. )
[શ્લોકાર્થ:-] આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧
તા. ૨૬-૫-૭૯ તથા ૨૭-૫-૭૯
ઝવેરી બજાર મંદિરમાં મુંબઈ-પ્રવચન નં. ૧ હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે.”
શું કહ્યું? કે શ્રીસમયસાર શાસ્ત્ર-અધ્યાત્મ શાસ્ત્ર ઘણું ઊચું છે. સમયસાર પછી આ શ્રીનિયમસાર શાસ્ત્ર ઘણું ઊંચું છે. સમયસાર ભણીને જ પછી નિયમસાર ભણે તો એને વધારે સમજાય. અને એમાં પણ, નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર ઘણો ઊંચો ! શુદ્ધઆત્માનો અધિકાર, પણ એમાં ક્યાંય, કોઈ ગાથાઓ ઉપર મથાળું રતનનું ન બાંધ્યું, ૩૮ મી ગાથાને રતનની ઉપમા ન આપી, તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે, આ પાંચ ગાથા છે (૭૭ થી ૮૧) એ રતન જેવી છે એમ. રત્નોની ઉપમા કેમ આ પાંચ ગાથા ને આપી?
કે: અનાદિકાળથી આત્મા, સ્વભાવે બધાના આત્મા, નિશ્ચયથી અકર્તા હોવા છતાં પણ.... એવા અકર્તા આત્માનો સ્વીકાર નહીં કરીને, એનો અનાદર કરીને-એનું લક્ષ નહીં કરીને-અકર્તા છું એવું શ્રદ્ધાન-જ્ઞાન ઉત્પન્ન નહીં કરીને-આત્મા સ્વભાવે અકર્તા હોવા છતાં પણ, એવા પોતાના નિજ આત્માને, પરનો અને પરભાવનો અને પરિણામના ભેદોનો કર્તા માને છે, તેથી તે ચારગતિમાં-સંસારમાં રખડે છે.
માટે, અહીંયા આત્મા અકર્તા છે, કોનો અકર્તા છે એ વિગતથી કહેશે. પણ અકર્તા કહીને, કર્તા નથી-કારયિતા નથી-કર્તાનો અનુમોદક નથી ને કારણ પણ નથી, (આમ) ચાર પ્રકાર પાડીને અકર્તાનું સ્વરૂપ સમજાવશે.
આત્મા, સ્વભાવથી ત્રણેકાળ અકર્તા છે, એ જીવ માને કે હું મારા પરિણામનો કર્તા છું તો (એનામાં) અજ્ઞાન ઊભું થશે. પણ સ્વભાવ... પોતે.... કર્તા. બની શકશે નહીં. જેમ કોઈ એમ માને કે સંસારદશામાં હું સંસારી છું ત્યાં સુધી અશુદ્ધ છું એ માને ભલે! જીવતત્ત્વ અશુદ્ધ થવા અશક્ય છે. ભલે માને કે હું દુઃખી છું પરંતુ જીવતત્ત્વ દુઃખના ભાવરૂપે થાય તે અશક્ય છે એ સુખના સ્વભાવને છોડતો નથી, અને દુઃખના ભાવને ગ્રહી શકતો નથીઅશક્ય છે. એમ આત્મા પોતાની નિશુદ્ધતાને છોડતો નથી અને અશુદ્ધતાને એ ગ્રહતો નથી. એમ ભગવાન આત્મા, બધાના આત્મા, ભવી હો કે અભવી હો-બધાના આત્મા કે જે શુદ્ધનયનો વિષય છે, જે સમ્યગ્દર્શનનો વિષય (–ધ્યેય ) છે એવો જે (ત્રિકાળી) શુદ્ધ આત્મા, ચિદાનંદ આત્મા, સ્વભાવથી અનાદિ-અનંત અકર્તા છે.
શું કહ્યું? અનાદિ-અનંત અકર્તા છે. અકર્તા એનો મૂળસ્વભાવ છે. ખરો સ્વભાવ એનો અકર્તા છે. આવા અકર્તા સ્વભાવને દષ્ટિમાં નહીં લેતો-હું આનો કરનાર છું, કરનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ છું કાં પરદ્રવ્યનો કરનાર-નોકર્મનો કરનાર, દ્રવ્યકર્મનો કરનાર એમ માને છે તેને કહે છે કેઃ (ક્યારેય) ભાવકર્મનો પણ કર્તા બની શકતો નથી.
(કેમ કે ?) એ તો અકર્તાપણે ( સદાય) રહેલો છે. તારી બુદ્ધિ બગડી છે પણ સ્વભાવ બગડતો નથી. એનાથી આગળ વધે તો જે સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામ જે થાય, એનો હું કર્તા છું એમ જ માને, તો એની દૃષ્ટિમાંથી અકર્તાપણાનું લક્ષ છૂટી જાય છે અને સમ્યગ્દર્શનચારિત્રના પરિણામ એનું કર્મ બનતું નથી પણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર એનું કર્મ બની જાય છે.
કેમ કે સ્વભાવથી (આત્મા) સમ્યકદર્શનનો પણ અકર્તા છે. સ્વભાવથી આત્મા, ક્ષાયિકભાવનો અકર્તા છે. એવું અકર્તાપણું મૂળ આત્માનો સ્વભાવ છે જ્ઞાયક હોવાથી હું અકર્તા છું, અથવા અકર્તા હોવાથી હું જ્ઞાતા છું જ્ઞાયક હોવાથી હું અકર્તા “જ” છું. કથંચિત કર્તાને કથંચિત, અકર્તા, એ (આત્મ) વસ્તુના એકરૂપ સ્વભાવમાં નથી.
આ દ્રવ્યદૃષ્ટિનો વિષય (–ધ્યેય) છે. અને આવા અકર્તા આત્માનું “લક્ષ' એક સમયમાત્ર એણે કર્યું નથી. અને પોતે અકર્તા સ્વભાવે તો પડિકાબંધ રહ્યો છે એવો ને એવો. એ માને પરિણામનો કર્તા કે પરપદાર્થના પરિણામનો કર્તા માને તો માનો; પણ (આત્મ) વસ્તુ પર પરિણામનો કે પરભાવનો કે ક્ષાયિકભાવનોય કર્તા બની શકતો નથી.
આહા.... હા. ! એવો અકર્તા સ્વભાવ જ્યાં આવ્યો, કુંદકુંદભગવાને પાંચ ગાથાઓનું અવતરણ જ્યાં કર્યું, ત્યાં ટીકાકારે (-પદ્મપ્રભમલધારિદેવ ) એને એમ ઉપમા આપી કે, કુંદકુંદઆચાર્ય ભગવાન, આત્માનું અકર્તાપણું બતાવે છે.
જે સમયસારમાં કર્તાકર્મ અધિકાર જે એ વ્યવહારનો છે, આ અકર્તાનો અધિકાર (ગાથા-૭૭ થી ૮૧) નિશ્ચયનો અધિકાર છે.
(શ્રી સમયસારમાં) કર્તા-કર્મ-અધિકારનો મહિમા, એટલા પૂરતો મર્યાદિત રાખ્યો છે, કે એમના વખતમાં ઈશ્વરના કર્તાવાદી જન્મ્યા હતા. કે બધું ઈશ્વર જ કરે ત્યારે કહ્યું કે ઈશ્વર કર્તા નથી, આત્મા જ પોતે પોતાના પરિણામનો કર્યા છે, અને જ્યાં એક બીજો મત નીકળ્યો (સાંખ્યમત કે જે એમ માને છે કે રાગાદિ પરિણામ થાય એનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે ઈ ક્રોધ કરાવે છે હું શું કરું! એ મને રખડાવે છે એમ કર્મને (-પ્રકૃતિને) કર્તા માનનારાના મતનું ખંડન કરવા માટે, વ્યવહારનયે આત્માને કર્તાપણે સ્થાપીને, એનાં પરિણામ સાથે એને વ્યવહારનયે વ્યાપ્ય-વ્યાપક સંબંધ હોવાથી કર્તા-કર્મ સંબંધ (સ્થાપ્યો) છે, પણ નિશ્ચયથી તો.... પોતાના પરિણામ સાથે પણ વ્યાપ્ય-વ્યાપક સંબંધનો અભાવ હોવાથી આત્મા ત્રણેકાળ અકર્તા છે. એક સમય માત્રપણ પરિણામનો અશુદ્ધપરિણામ હો કે શુદ્ધપરિણામ હો, એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧ અશુદ્ધ પરિણામના પકારક એમાં છે ને શુદ્ધપરિણામના પકારક પણ એમાં છે, એ પરિણામ પરિણામને કરે તો કરો પણ હું તો ત્રિકાળ અકર્તા છું.
એમ અકર્તા (આત્માનું) જ્યારે લક્ષ આવે છે, ત્યારે તેનો તે આત્મા અકર્તાપણું કાયમ રાખીને, સમ્યક્ પ્રકારે કર્તા બની જાય છે વ્યવહારનયે શું કહ્યું? કે નિશ્ચયનયે અકર્તાપણું કાયમ રાખીને, એને છોડયા વિના જ્યાં આત્મા અકર્તા છે એમ દષ્ટિમાં આવ્યું ત્યાં પર્યાયનું કર્તુત્વ છૂટી જાય છે, પર્યાય ઉપરથી “લક્ષ છૂટી જાય છે પર્યાયને ફેરવવાની બુદ્ધિ છૂટી જાય છે ત્યારે પરિણામનું કર્તુત્વ દૃષ્ટિમાંથી છૂટયું ને જ્યાં અકર્તાસ્વભાવ દષ્ટિમાં આવ્યો તે જ સમયે તે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમતો પરિણામી આત્મા સભ્યપ્રકારે કર્તા થઈને પરિણમે છે એથી તે જ્ઞાનથી અનન્ય હોવાથી આત્મા જ કર્તા ને આત્મા જ કર્મ થાય છે. પણ, શુદ્ધ અતીન્દ્રિયજ્ઞાનનાં પરિણામ એનું કર્મ થતું નથી, પરિણામ કર્મ થતું નથી પણ પરિણામીદ્રવ્ય કર્મ થાય છે. અપરિણામી ધ્યેય થાય છે, પરિણામી દ્રવ્ય જ્ઞાનનું શેય થઈ જાય છે. (-આમ ધ્યેયપૂર્વક શેય બને છે.)
(શ્રોતા ) અહાહા ! બહુ સરસ અપરિણામી અભેદ છે ને પરિણામી આત્મદ્રવ્ય પણ જ્ઞાન અપેક્ષાએ અભેદ છે. એમાં પરિણામ, પરિણામીનો ભેદ-સમ્યગ્દર્શન કર્મને આત્મા કર્તા એવું નથી. માટી કર્તાને ઘટની પર્યાય કર્મ, એ ભેદનું કથન છે, માટી જ કર્તા છે ને માટી જ કર્મ છે. પણ માટીને કર્તા કહેવામાં આવે ત્યારે એ પરિણામી માટી કર્તા ને પરિણામી માટી કર્મ છે. ઘડો એનું કર્મ એમ નથી.
ઝીણી વાત છે, આ બધી શાસ્ત્રમાં વાત છે ભાઈ પણ, ગુરુદેવ કહે છે કે વેપારીઓને તત્ત્વ અભ્યાસનો ટાઈમ મળતો નથી (શ્રોતા સાવ સાચી વાત છે.) (ઉતર) વેપારની આડે ટાઈમ મળતો નથી ને એમાં કંઈક નિવૃત્તિનો ટાઈમ આવે, ત્યારે (તે જીવ) બીજાની સેવામાં રોકાઈ જાય છે, અને પોતાનું ચૂકી જાય છે. આહા... હા ! કોઈ શરણ નહીં થાય.
બે ઘડી વખાણ કરશે ને માનપત્ર આપશે (શ્રોતા પરમાં જ રહ્યા કરે !) (ઉતર:) હા. પરમાં જ રહ્યા કરે! આખો દિ! બહુ વખાણ કરે કે આહા! આ ભાઈ સેવા કરે છે ! અરે ! શુદ્ધઆત્માની સેવા છોડીને, આ બાપુ તમે શું કરી રહ્યા છો? આ ફરી, ફરીને આવો અવસર મળશે નહીં! (શ્રોતા બહુ સત્ય વાત છે આ !)
આત્મા નિશ્ચયથી અકર્તા દ્રષ્ટિમાં આવે છે, ત્યારે તે આત્મા, મિથ્યાદર્શનશાનચારિત્રરૂપે વ્યવહારનયે પરિણમતો હતો, નિશ્ચયનયે તો નહોતો પરિણમતો, એ.... પરિણમનનો પલટો થઈ (ગુલાટ ખાઈ જઈ ) હવે, સમ્યક પ્રકારે એ આત્મા સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપે પરિણમે છે, તો પરિણમે એને કર્તા કહીએ! અને ભેદથી નિર્મળ પર્યાયને કર્મ કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
એણે પોતે પોતાને જાણ્યો, માટે પોતે કર્મ, એ પરિણામી દ્રવ્ય કર્તાને પરિણામી દ્રવ્ય જ આખું કર્મ છે. અપરિણામી દ્રવ્ય તો છે એ છે. (-અવયરૂપ છે) એ પરિણામી દ્રવ્ય ય થઈ જાય છે, અનુભવના કાળે ! (શ્રોતા ) બહુ સરસ !
આ અકર્તાનું ફળ સમ્યફપ્રકારે તે કર્તા બની જાય છે, કર્તબુદ્ધિ નહીં... શું કીધું? કર્તા બુદ્ધિ નહીં પણ પરિણમે છે એટલે એને કર્તા કહેવામાં આવે છે ને પરિણામને કર્મ કહેવામાં આવે છે, ભેદથી. અભેદથી પરિણામી દ્રવ્ય જ કર્તા છે ને પરિણામી દ્રવ્ય જ આખું કર્મ છે, કર્મ એટલે જ્ઞાનનું શેય છે. આહા... હા !
આ વાત છઠ્ઠી ગાથામાં બે પારા (બે પેરેગ્રાફ) લખેલા છે ઓહો! હીરેથી મઢાવવા જેવા, આખા સમયસારનો સાર છે. આખી છઠ્ઠી ગાથામાં આવ્યું ને! ... સમયસારની પ્રસ્તાવનામાં પણ ગુરુદેવે! છઠ્ઠી ગાથા લખી છે (પોતાના) હસ્તાક્ષરમાં! અને આ જ્યારે કુંદકુંદભગવાનનું શાસ્ત્ર, એમાં કુંદકુંદભગવાનનો ફોટો મૂકવાની વાત આવી ત્યારે બહેનશ્રીનેભગવતીમાતાને કહ્યું, કે સમયસારના તાડપત્ર ઉપર કુંદકુંદભગવાન શું લખે છે? એ જરા તમે અમને જણાવો, એટલે એમાં અક્ષર કોતરાવવા છે, ત્યારે ભગવતી માતાએ કહ્યું, કે કુંદકુંદભગવાન તાડપત્રમાં એમ લખે છે કે... “વિ દોઃિ અપ્પમત્તો પત્તો બાળકો ટુ નો માવો આહા! સમયસારમાં છાપેલું છે હોં! તાડપત્રમાં લખેલું છે ઈ. એ બહેનશ્રીની સૂચનાથી છે.
આહા... હા! ભગવાન આત્મા જ્ઞાયકભાવ પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. એ પહેલા પારામાં અકર્તા (આત્માને) કહ્યો, અને બીજામાં સમ્યફપ્રકારના સદ્દભૂતવ્યવહારથી વાત કરી.
અકર્તાને દષ્ટિમાં ત્યે ત્યારે સમ્યકદર્શનજ્ઞાનચારિત્રરૂપે આત્મા પરિણમી જાય છે, કૂટસ્થ રહે છે એકાંતે એમ નથી. દ્રવ્યદૃષ્ટિથી અપરિણામી છે ને વ્યવહારનયે પરિણામી પણ છે. પણ પહેલો નંબર અકર્તાનો છે, અકર્તા દષ્ટિમાં આવે ત્યારે મિથ્યાત્વના ભાવે અનાદિથી એ પરિણમતો હતો તે પરિણમન બંધ થઈ જાય છે. સાદિ અનંતકાળ માટે બંધ થાય છે-કોઈ કાળે આત્મા મિથ્યાત્વરૂપે (હવે) પરિણમતો નથી. અને સમ્યકદર્શનશાન-ચારિત્રરૂપે પરિણમીને પૂર્ણ સાધ્યની સિદ્ધિએ પહોંચી જાય છે.
એવો મહાઅધિકાર-અણમૂલો અધિકાર પાંચ રત્ન! આ એક વિશેષણ, આ પાંચ ગાથામાં જ મૂકયું છે જેમ પ્રવચનસાર' માં છેલ્લે પાંચ રત્નો લખ્યા છે અમૃતચંદ્રસૂરિએ એમ.... અહીંયા લખે છે કે આ આત્મા અકર્તા છે.
કહે છે કે આ જે પાંચ પ્રકારના રત્નનો અવતાર થયો-અવતરણ એટલે અવતાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
પ્રવચન નં-૧ થયો. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે:
ટીકાઃ આંહીયાં-અહીં શુદ્ધ આત્માને, શું કહ્યું? અહીં શુદ્ધઆત્માને-આત્માનો જે મૂળ સ્વભાવ છે-શુદ્ધભાવ જે જ્ઞાયકભાવ એવા શુદ્ધઆત્માને. સકળ પ્રકારના કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આહા. ! કોઈપણ પરિણામને આત્મા કરે, એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ અકર્તા છે.
સકળ કર્તુત્વનો એટલે પરિણામના કર્તાપણાનો આત્મામાં અભાવ છે. અભાવ થાય છે એમ નહીં, અભાવ છે એમ દર્શાવે છે. શું કહ્યું? કર્તુત્વનો.... અભાવ છે, એમ દર્શાવે છે એમ વાંચવું. અહીં શુદ્ધ આત્માને સકળ એટલે બધા પ્રકારના જે પરિણામો પ્રગટ થાય છે, એનો આત્મામાં કરવાપણાનો અભાવ છે. એમ દર્શાવે છે એટલે આત્મા અકર્તા છે. એમ દર્શાવે છે.
(કહે છે કે, “બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે ” –આ. ભગવાન શુદ્ધ આત્માને બહુ આરંભ તથા પરિગ્રહ, એનો અભાવ હોવાને લીધે-આરંભ એટલે કરવું ને પરિગ્રહ એટલે સંઘરવું, એ (પરિણામ) મારાં છે એના ઉપર મૂર્છા કરવી.
પરિણામનો આરંભ કરવો અને પરિણામ મારાં છે એમ તેમાં મમતા કરવી, તેનું નામ પરિગ્રહ છે. શું કહ્યું? આ પરિણામનું કર્તૃત્વ સ્વીકારીને એને પ્રગટ કરવા (નો અભિપ્રાય સેવવો) એ આરંભ છે અને એ પરિણામમાં મમતા કરવી-મૂચ્છકરવી (–મારાપણું માનવું) એને પરિગ્રહ કહેવામાં આવે છે. એનું કરવું અને મારાપણું માનવું, એનો આત્મામાં ત્રણે કાળ અભાવ છે.... આ પાંચ રત્ન છે ને!
એ રત્ન હાથમાં આવે તો? ચિંતામણિ રત્ન આવે છે ને -પુણ્યના પ્રકારનું ચિંતામણિ બહારનું હોં! જે ચિંતવે તે બધું મળે કે નહીં ? ( શ્રોતા મળે,) મળે ! એમ આ ચિંતામણિ રત્ન, એ ચિંતામણિ રત્ન અકર્તાભાવે બિરાજમાન છે. અકર્તા કહો કે જ્ઞાતા કહો, એક જ વાત છે. દષ્ટિમાં કર્તાપણું પડયું છે, એવા જીવને અકર્તાપણાથી સમજાવે છે.
(કહે છે કે ) બહુ આરંભ એટલે પરિણામની પ્રગટતા કરવી-ઈચ્છા ઉત્પન્ન કરવી એ આરંભ છે. સાંભળવાની ઈચ્છા ઉત્પન્ન થવી (–કરવી) એ આરંભ છે. અને એ ઈચ્છા મારી છે, તેમાં મમતા કરવી તેનું નામ પરિગ્રહ છે. એનો શુદ્ધ આત્મામાં અભાવ હોવાને લીધે અભાવ થવાને લીધે નહીં (એમ નથી કહ્યું!) આ બહેનો પણ પકડે છે-બહેનો પણ, આ વાત પકડી લીધી–હોવાને લીધે કહ્યું, અભાવ થવાથી કહ્યું નથી.
અને...... આ (પૂ.) ગુરુદેવશ્રીની શું રીત છે? ગુરુદેવે આ બહુ સારી રીત અજમાવી, કે બધાના હાથમાં સામે શાસ્ત્ર ( હોવું જોઈએ), એટલે વક્તા, ગમે તે જાતનો શબ્દનો કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧ વાક્યનો અર્થ કરે તો ચાલે નહીં.
કેમ કે બધા તૈયાર થઈ ગયા છે હવે, પીસ્તાલીસ વરસ થયાં ને (ગુરુવાણી સાંભળતાં સાંભળતાં) આહા... હા! કોઈ વક્તા, આડુંઅવળું કહું તો, ખાનગીમાં માન રાખે આમ, જાહેરમાં ન કહે, ખરેખર કહેવું પણ ન જોઈએ, કહેવું ખરું તારી પાસે ક્ષયોપશમ જ્ઞાન વધારે હોય, તો એને ખાનગીમાં કહેજે, એનું માન જાળવજે! અને માન જાળવીને તને જે લાગે એ વાત એને (વક્તાને) કરજે. અને એનાં (વક્તાનાં) લક્ષમાં આવશે તો બીજે દિવસે, પાત્ર વક્તા હોય-તે જાહેર કરશે કે ગઈકાલે મારી આ ભૂલ થઈ ગઈ હતી, એક ભાઈએ મને આ મારી ભૂલ બતાવી, હું એનો ઉપકારી છું-આવું તો વક્તાનું નિર્માનપણું હોવું જોઈએ. એને વક્તા કહેવામાં આવે છે.
(અહીં કહે છે.) બહુ આરંભ આહા.... હા! આ પરિણામ જે પ્રગટ થાય ને ઈ બધા આરંભ છે. એ પરિણામ ઉપર મમતા કરવી-મૂર્છા કરવી એ પરિગ્રહ છે. કેમ કે એ પરદ્રવ્ય છે. પરિણામ પરદ્રવ્ય છે!
(શ્રોતા ) આહા હા ! કલ્પનામાં ન આવે, એવી વાત છે!
(ઉત્તર) આરંભ તથા પરિગ્રહનો ભગવાન આત્મામાં. અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. આહા.... હા ! નારકપર્યાયમાં એ આત્મા હોય કદાચ, સંયોગમાં તોપણ એ આરંભના અને પરિગ્રહના જે પરિણામથી નારકપર્યાય આવે સંયોગમાં પણ આરંભ અને પરિગ્રહનો જ મારામાં અભાવ છે. તેથી નારક... પર્યાય.... મારામાં નથી એનો અભાવ છે. નારકીના પરિણામનું કારણ જે આરંભ-પરિગ્રહ, એ આરંભ-પરિગ્રહનો મારામાં અભાવ હોવાથી, નારકપર્યાય હું નથી. આહા.. હા !
(કહે છે) “સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે,” _સંસારીઅજ્ઞાની પ્રાણીને, વ્યવહારનયે, બહુ આરંભ અને પરિગ્રહ વ્યવહારથી હોય છે. નિશ્ચયથી હોતા નથી. અને “તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે.” વ્યવહારનયે હો? આ વ્યવહાર (નવ) ની વાત છે. તેથી એ વ્યવહારનય અભૂતાર્થ છે એ વ્યવહારનય.... બીજાના ભાવને બીજાનો કહે છે માટે અસત્યાર્થ છે.
પરંતુ મને” –પરંતુ મને એટલે “શુદ્ધનિશ્ચયનયના બળે” , મને એટલે “ શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી” મોહ-રાગ-દ્વેષ નથી. અને એના હેતુભૂત આયુકર્મ પણ મને બંધાતું નથી, અને મને વ્યવહારનયે... જે આરંભ-પરિગ્રહ છે તેઓ શુદ્ધ નિશ્ચયનયના બળે (મને) નથી. આહા.... હા! જુઓ, વ્યવહારનયે પરિણામ જે બે પ્રકારનાં વર્તે છે, એનું જ્ઞાન કરાવીને, નિષેધ કરાવે છે. અદ્ધરથી નિષેધ કરાવતા નથી. વ્યવહારનયે (એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં-૧ પરિણામો) વિદ્યમાન હોવા છતાં, શુદ્ધનિશ્ચયનયના બળે. (એટલે કે, શુદ્ધઆત્માની સન્મુખ થઈને શુદ્ધઆત્માનો અનુભવ કરું છું ત્યારે-એ દષ્ટિથી જોવામાં આવે તો... મનેશુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી. (અર્થાત્ ) આરંભ-પરિગ્રહ નથી. રાગ-દ્વેષ-મોહ નથી. જે નારકઆયુના બંધનું કારણ થાય... એવા ભાવ મારામાં નથી.
આહા... ! આવા શુદ્ધઆત્માને જે ભાવે છે, એને નારકગતિનો તો અભાવ થાય છે ને ચારગતિનો અભાવ થઈ જાય છે. (આત્મા) ચારગતિમાં, વ્યવહારનયે પણ જતો નથી. ચારગતિમાં વ્યવહારનયે જીવ જાય એમ કહેવામાં આવે છે, આહા... હા. ! એવો મારા ઉપર આરોપ આવે, એવા પરિણામ હવે પ્રગટ થવાના નથી, કેમ કે હું અકર્તા (છું ને) એમાં મારી દષ્ટિ ગઈ છે. એટલે પરિણામનો કર્તા બનતો નથી. પરિણામનો કર્તા બનતો નથી તેથી પરિણામનું નિમિત્ત પામીને જે આયુકર્મ બંધાતું” તું નારકીનું, એ ભાવિકાળમાં કોઈ કાળે બંધાવાનું નથી.
કેમ કે એને યોગ્ય-એને જે નિમિત્ત થાય, નારકીના આયુષ્ય (કર્મ) નિમિત્ત થાય જે મોહ–રાગ-દ્વેષ-અને વ્યવહારનયે જે આરંભને પરિગ્રહ થાય, એ વ્યવહારનયે એમાં છે પણ એ સ્વભાવમાં શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધજીવાસ્તિકાયને)-તેઓ નથી. આહા....! તેઓ નથી, શુદ્ધનિશ્ચયનયના બળે! આ ચારગતિનું વર્ણન કરે છે, (સમજ્યા ને?) ચારગતિનું વર્ણન કરે છે એટલે ચારગતિમાં રખડવાનો જે નિમિત્ત મોહરાગ-દ્વેષ, એનો મારા સ્વભાવમાં હું અકર્તા હોવાથી, હું એનો વર્તમાનમાં કર્તા નથી, ભૂતકાળમાં કર્તા નહોતો, ભાવિ કાળમાં પણ હું એનો કર્તા બનીશ નહીં.
(કહે છે ) “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો ” તિર્યંચ શરીર એટલે એ આડા શરીર થાય ને ગધેડા (ને ઘોડાં આદિ પશુ તથા ) આ બધા કાગડાં ને કૂતરાં (પશુ પક્ષી) એ “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા(ત્રણે કાળ), તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.” તિર્યંચપર્યાય પ્રાપ્ત થાય અને હેતુભૂત જે માયાના (કપટના) પરિણામ જે માયામિશ્રિત અશુભભાવ, એનાં કર્તાપણાનો મારા સ્વભાવમાં અભાવ હોવાથી.. આહાહા ! છે ને! તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું રહિત છું એનાથી, તિર્યંચપર્યાયને યોગ્ય નિમિત્ત થાય એવા માયામિશ્રિત અશુભભાવ, એનો મારામાં (–મારા સ્વભાવમાં) અભાવ હોવાથી–નિમિત્તનો અભાવ હોવાથી, નૈમિત્તિક તિર્યંચની પર્યાયનો પણ મારામાં અભાવ છે. હવે, વર્તમાનની વાત કરે છે. સમજવા જેવી આ વાત છે.
(કહે છે કે:) મનુષ્યનામકર્મને યોગ્ય”, મનુષ્ય જે આ પર્યાય પ્રગટ થાય છે, સંયોગરૂપે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
ચૈતન્ય વિલાસ મનુષ્યની, “એને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”_આહા..... હા! એ મનુષ્યનામાનામકર્મનો ઉદય પણ નથી ને મનુષ્યઆયુ છે એનો પણ મારામાં અભાવ છે ને એનાં નિમિત્તનો પણ મારામાં અભાવ છે ને એનાં નિમિત્તનું કર્તુત્વ મારા સ્વભાવમાં નથી. આમાં આવશે. (મનુષ્યનામકર્મને યોગ્ય) દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો... અભાવ... હોવાને લીધે. મનુષ્યનામકર્મને યોગ્ય એ ૯૩ કર્મની પ્રકૃતિ છે અઘાતિકર્મની, એમાં મનુષ્યનામકર્મની એક અઘાતિ પ્રકૃતિ છે. ઈ અઘાતિ કર્મની પ્રકૃતિ છે. ચાર ઘાતિ (કર્મની ) ને ચાર અઘાતિ કર્મની (આમ આઠ પ્રકાર છે) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય (એ ચાર) ઘાતિકર્મ, અનુજીવી ગુણની પર્યાયના ઘાતમાં એની યોગ્યતા હોય ત્યારે એના ઉપર ઘાતનો નિમિત્તપણે આરોપ દેવામાં આવે છે.
આહાહા ! દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે-આહા ! ત્રણેય કાળ મારામાં દ્રવ્યકર્મ નથી. અને ત્રણે ય કાળ મારામાં ભાવકર્મનો (અભાવ વર્તે છે) વર્તમાનમાં અભાવ છે, ભૂતકાળમાં અભાવ હતો ને ભાવિકાળમાં અભાવ હોવાને લીધે થવાને લીધે નહીં આહાહા. એ (દ્રવ્યકર્મને ભાવકર્મનો) “અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચય (નય) થી નથી.” અત્યારે મનુષ્યપર્યાય મારે નથી. આહાહા! મારામાં નથી–મારી નથી. અત્યારે હું શુદ્ધજીવાસ્તિકાય છે. તેથી હું મનુષ્ય નથી. અત્યારે, એ તો જૂઠાલાલજી એમ કહે છે કે જીવ, મનુષ્ય છે.
જીવ છે તે મનુષ્ય છે એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયનયના બળે તો વર્તમાનમાં મનુષ્યની પર્યાય પણ મને નથી. કેમ કે મનુષ્યપર્યાયને યોગ્ય જે શુભભાવ એનો મારા સ્વભાવમાં અભાવ હોવાથી શુભભાવ એનો પણ હું અકર્તા હોવાથી મનુષ્યને યોગ્ય જે નિમિત્ત થાય, એ નિમિત્તનો પણ મારામાં અભાવ વર્તમાનમાં છે. વર્તમાનમાં મનુષ્ય નથી પણ ભવિષ્યમાં મનુષ્ય થવાનો નથી.
કહ્યું? ભવિષ્યમાં પણ જીવ, મનુષ્ય નહીં થાય. મોક્ષ થવા પહેલાં કદાચ એકાદ-બે પર્યાય સંયોગરૂપે મનુષ્યભવની હો, એ વખતે પણ એ (જીવદ્રવ્ય) મનુષ્ય નહીં થઈ જાય ! જીવ તો જીવરૂપે જ રહેવાનો છે. અને મનુષ્ય (પર્યાયને ) નિમિત્ત થાય, એવા જે પરિણામ થશે, એનો પણ હું અકર્તા રહીશ. એનો પણ હું કર્તા થઈશ નહીં. આંહીથી છૂટીને દેવપર્યાય આવશે, દેવપર્યાય થશે, એને યોગ્ય જે શુભભાવ થશે, એનો પણ વર્તમાનમાં હું અકર્તા (સ્વભાવે) હોવાથી, એ દેવપર્યાયને યોગ્ય શુભભાવ, એનો પણ (મારામાં) અભાવ હોવાથી, હું દેવ થવાનો નથી.
હું દવ રહેવાનો છું-દેવાધિદેવપણે હું રહેવાનો છું, પણ હું દેવનીપર્યાયરૂપ થવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
પ્રવચન નં-૧
નથી. આહા! આ પાંચ રત્ન છે હોં! આહ હા. ! એક રત્ન હોય તો બેડો પાર થઈ જાય ! પણ આ તો પાંચ-પાંચ રત્નનું અવતરણ કરે છે.
કહે છે, હવે દેવની વાત આવે છે. “દેવનામ-નામકર્મનો ઉદય હોય ત્યારે, એ પર્યાયને દેવપર્યાય કહેવામાં આવે છે. ““દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુદગલદ્રવ્યના સંયોગનો અભાવ હોવાને લીધે ”—સંબંધનો અભાવ કહો કે સંયોગનો અભાવ કહો બન્ને એક જ છે-“એનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.”—આહા.... હા! મને દેવની... પર્યાય આવવાની જ નથી. કેમ કે દેવની પર્યાયને યોગ્ય જે ભાવ છે શુભ, એનો મારામાં અભાવ હોવાથી તે શુભભાવનો હું કર્તા નથી, તેથી મારામાં એ દેવપર્યાયનો ત્રણેકાળ અભાવ છે.
બહુ ઊંચા પ્રકારની વાત છે, દિવસ બે છે એટલે થોડું ટૂંકાવીને (સ્પષ્ટીકરણ) કરવું પડે છે. આહા.... હા. ! ઓલામાં પચીસ મિનિટ ગઈ. પહેલા કળશમાં!
શું કહ્યું? આહા... હા! આ અકર્તા આત્માનો સ્વભાવ લક્ષમાં લેવા જેવો છે હો ! કર્તબુદ્ધિ છૂટી જશે, ન્યાલ થઈ જશે ! (કોઈપણ આત્મા ) અજ્ઞાનભાવે તો પરદ્રવ્યનો કર્તા નથી, અજ્ઞાનભાવે મિથ્યાત્વનો કર્તા છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી મિથ્યાત્વના પરિણામનો પણ (આત્મા) કર્તા નથી. અને નિશ્ચયનય સમ્યક્દર્શનનો પણ ભગવાન આત્મા કર્તા નથી. સમ્યક્દર્શનની પર્યાયના પકારક એ પર્યાયથી થાય છે. અને એથી આગળ જાવ, તો પુદ્ગલ અને કરે તો કરો, એ (ટીકામાં આગળ) આવશે, એને હું અનુમોદન આપનો નથી. અનુમોદનનો બોલ સૂક્ષ્મ આવશે.
અત્યારે મનુષ્યપર્યાય નથી. અત્યારે તિર્યંચપર્યાય નથી અત્યારે નારકીની પર્યાય નથી. ભૂતકાળમાં એ તિર્યંચ કે નારકી આદિની પર્યાયો નહોતી, ભાવિ કાળમાં દેવની કે મનુષ્ય આદિની પર્યાય મને નથી, મારે નથી, મારામાં નથી કેમકે એને નિમિત્ત થાય, એવા ભાવનું (પરિણામમાત્રનું) કર્તુત્વ મારા સ્વભાવમાં નથી, એ નિમિત્ત થાય એવા ભાવનો હું અકર્તા હોવાથી, એ ભાવ પ્રગટ થશે નહીં એટલે ચારગતિનો સંબંધ એટલે સંયોગ આવશે નહીં. વ્યવહારે દેવપર્યાય ને વ્યવહારે મનુષ્યપર્યાય, એ પણ અલ્પકાળમાં નાશ થઈને અશરીરી હું થઈ જઈશ....
એમ અકર્તા સ્વભાવને ઘૂંટે તો એ આત્મા અશરીરી થઈ જાય છે.
આહા.... હા. ! હવે, આગળ.... એ સ્થૂળ વાત કરી, હવે થોડી સૂક્ષ્મ વાત કરે છે, પછી વિસ્તાર આગળ કરશે બહુ સુંદર !
(કહે છે) “ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો” એક, “તથા તેટલા” એટલે “ચૌદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫ જીવસ્થાનો છે, કે ત્રીજું “ગુણસ્થાનો ચૌદ” ... “શુદ્ધનિશ્ચયનયથી પરમભાવ સ્વભાવવાળાંને ” પરમભાવ એટલે પરમપરિણામિકભાવ જેનો એટલે મારો સ્વભાવ છે એવા સ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી. શું કહે છે? ચૌદ ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો પર્યાયના, એ પર્યાયના ભેદો મારામાં નથી, મને નથી, એનો હું કર્તા નથી. સીધો તો કર્તા નથી, કરાવતો પણ નથી અને એ પુદ્ગલના અભાવથી થાયમાટે કર્મનો અભાવ થાય ને મને થાય, એવું હું એને અનુમોદન પણ આપતો નથી.
દર્શનમોહનો ઉપશમ થાય ને મને સમ્યક્દર્શન થાય-દર્શનમોહના અભાવથી થાય ને એ થાય તો ઠીક, અને જ્ઞાનાવરણ-કેવળજ્ઞાનાવરણ પ્રકૃતિનો અભાવ થાય ને મને કેવળજ્ઞાન થાય તો ઠીક, એવું હું અનુમોદન પણ આપતો નથી. અને હું કારણ પણ નથી, ચાર બોલે છે જુઓ (સમયસાર ગાથા) ૩૨૦ માં તો બે બોલ છે-કર્તા નથી ને કારણ નથી, ૩૨૦ ગાથા કરતાં પણ ઊંચી ગાથા ! કેમકે આમાં કર્તા નથી ને કારણે નથી બે બોલ તો લીધાં પણ.... આમાં ઉપરાંત કરાવતો નથી બીજાની પાસે, બીજો કોક કરે છે એની મને જ્ઞાનમાં ખબર પડી ગઈ છે, એ કરે તો ઠીક એવું અનુમોદન પણ હું આપતો નથી. અને હું કારણ પણ નથી.
ઓમાં (ગાથા ૩૨૦ માં) અકારક ને અવેદક શબ્દ લીધા હતા, અકર્તા છું ને કારણ નથી ઉપરાંત અવેદક શબ્દ પણ ઉમેર્યો હતો એટલી વિશેષતા છે એમાં આનંદનો ભોક્તા પણ આત્મા નથી, આમાં કહે છે કે કર્તા-કારયિતાનથી માટે એમાં ભોક્તા નથી એ સમાય જાય છે-અકારકમાં અવેદક સમાય જાય છે, જે કરે છે તે ભોગવે-હું પરિણામને કરતો નથી.
(આગળ કહે છે, “મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ”—મનુષ્ય અને તિર્યંચ બેમાં લીધું હો? નારકીને દેવને નહીં. (વયકૃત ફેરફાર) ઈ કાંઈ દેવ કે નારકીમાં નથી. મનુષ્ય અને તિર્યંચને આ લાગૂ પડે છે. “બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક
સ્કૂલ-કૃશ વિવિધ ભેદો..... શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” એ બાળપણું-વૃદ્ધપણું હું મનુષ્ય બાળવૃદ્ધ-સ્થવિર એ (વયકૃત ફેરફાર) મારામાં નથી. હું બાળક નથી, પ્રૌઢ નથી, વૃદ્ધ નથી, હું તો શુદ્ધઆત્મા છું. અનેક સ્થૂલ-કૃશ વિવિધ આવા જે ભેદો ભિન્ન ભિન્ન અનેક પ્રકારના દેખાય છે એ સંયોગથી (સંયોગીભાવથી) હું સ્વભાવથી ભિન્ન છું! – શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે (મારે નથી. એટલે કે આત્માની સન્મુખ થઈને, ભગવાન આત્માના જ્યારે દર્શન કરે અનુભવ કરે, એની મુખ્યતાથી હું જોઉં તો આ ભાવ બધાં મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં-૨ મુંબઈ ઝવેરી બજાર મંદિરમાં પ્રવચન નં. ૨
તા. ૨૮-૫-૭૯ પ્રતિક્રમણના બે પ્રકાર છે. એક નિશ્ચય પ્રતિક્રમણ, એક વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર પ્રતિક્રમણ શુભભાવરૂપ છે, એમાં અશુભભાવનો ત્યાગ છે. શુભભાવરૂપ પરિણતિમાં વ્યવહાર પ્રતિક્રમણ છે. એ શુભભાવરૂપ-વ્યવહાર પ્રતિક્રમણને પરમાત્મા –ધર્માત્માઓ વિષકુંભ કહે છે. ઝેરનું ઝાડ છે, શુભભાવ છે એ પણ અશુદ્ધતાના પરિણામ છે. માટે એને વિષકુંભ કહ્યા છે. વિષ એટલે ઝેર, શુભભાવ એ ઝેર છે. એ ઝેરનું પાન કરવાથી, આત્મા સમયે-સમયે ભાવમરણ કરે છે. એટલે એમાં ચૈતન્યના પ્રાણ હણાય જાય છે. એને પરમાત્મા ભાવમરણ કહે છે. એ શુભભાવ ઝેરનું ઝાડ છે. એને પણ લક્ષમાંથી છોડીને, પોતાનો નિજ શુદ્ધઆત્મસ્વભાવ તેમાં એકાગ્ર થઈને, જે શુદ્ધોપયોગરૂપની અવસ્થા પ્રગટ થાય, એમાં-એ શુદ્ધોપયોગમાં શુભ અને અશુભ (ભાવ) રહિત એ (શુદ્ધોપયોગ) ભાવ છે. એવા શુદ્ધોપયોગરૂપભાવને પરમાત્મા પરમાર્થ એટલે નિશ્ચયે પ્રતિક્રમણ કહે છે. નિશ્ચય પ્રતિક્રમણ ચારિત્રનો એક ભેદ છે, અને મુખ્યપણે એ (ચારિત્ર) મુનિરાજોને હોય છે. અને ગૌણપણે પંચમગુણસ્થાનવર્તી શ્રાવકને પણ હોય છે.
ખરેખર તો નિશ્ચય પ્રતિક્રમણસમ્યક્દષ્ટિને હોય છે.
હવે, આપણે તો આંહીયાં પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ, બીજું અવ્રતનું પ્રતિક્રમણ ત્રીજું કષાયનું પ્રતિક્રમણ ને ચોથું યોગનું પ્રતિક્રમણ એમ ચાર પ્રકારના પ્રતિક્રમણમાં આંહીયાં આપણે લેવું છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ ! આ પ્રતિક્રમણ એક સમય માત્ર પણ એણે કર્યું નથી, એને અપ્રતિક્રમણ ભાવ વર્તે છે.
અનાદિ કાળથી આત્મા સ્વભાવે અકર્તા હોવાથી, જ્ઞાતા હોવા છતાં પણ.... બધાંના આત્મા સર્વ આત્માઓ! આ સર્વજ્ઞભગવાને (જાણેલી ને) કહેલી વાત છે, પ્રત્યક્ષ જાણીને એમની વાણીમાં આવ્યું-અનંત તીર્થકરો થયાં, એ અનંતતીર્થકરો (ને) કેવળજ્ઞાન પ્રગટ થતાં, પ્રત્યક્ષ આત્માના સ્વભાવને જાણીને, (તેઓશ્રી) એમ ફરમાવે છે કે, બધા આત્માઓ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના, જીવ માત્ર.... સ્વભાવે અકર્તા એટલે કે સ્વભાવે કેવળ જ્ઞાયક હોવાથી–જ્ઞાતા હોવા છતાં પણ અનાદિ કાળથી આત્મા.... પોતાને... પોતાની ભૂલથી... પોતે કર્તા ન હોવા છતાં પણ, (પરિણામોનો) હું કર્તા છું એમ માને છે તેથી એને અપ્રતિક્રમણદશા કહેવામાં આવે છે. અથવા તેને મિથ્યાત્વના પરિણામ કહેવામાં આવે છે.
એ કર્તબુદ્ધિથી જીવ અનંત-અનંતકાળથી રખડ્યો છે એથી આચાર્ય ભગવંતો ફરમાવે છે કે પ્રથમ તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરી લે આ ભવમાં! અને વિશેષ પુરુષાર્થ ઊપડે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭ અવ્રતનું પ્રતિક્રમણ પણ કરી લે!
અને..... પછી સર્વથા પ્રકારે અકષાયનું પ્રતિક્રમણ તો શ્રેણી માંડતા આવશે, અને ચૌદમું ગુણસ્થાન આવતાં યોગનું એટલે કે સર્વથા પરમાર્થ પ્રતિક્રમણ થઈ જશે. એમ પ્રતિક્રમણના ચાર ભેદ છે. એમાં આંહીયાં આપણે, સર્વજ્ઞભગવાને પ્રત્યક્ષ જાણીને-દેખીને, દિવ્યધ્વનિમાં આવ્યું છે એ સંતોએ અનુભવ્યું છે કે બધાંને આત્માઓ સ્વભાવે અકર્તા છે. કેમકે આના (ગાથા-૭૭ થી ૮૧ના) મથાળામાં એમ કહ્યું છે. “અહીં શુદ્ધ આત્માને”, એટલે બધાં આત્માઓ સ્વભાવ-શક્તિએ અનાદિ-અનંત શુદ્ધ છે. આત્મા અશુદ્ધ ભૂતકાળમાં થયો નહોતો, વર્તમાનમાં આત્મા અશુદ્ધ થતો નથી, ભાવિ કોઈ કાળમાં પણ આત્મા અશુદ્ધ થઈ શકશે નહીં. આત્માનું શુદ્ધપણું છૂટીને અશુદ્ધપણું થાય, એ વાત ત્રણ કાળમાં બને એમ નથી (એ અશક્ય છે.) છતાં પણ આત્મા પોતાના આવા અકર્તાસ્વભાવને છોડીને (–ભૂલીને) જ્ઞાનમાંથી ને શ્રદ્ધામાંથી ભ્રષ્ટ થઈને, આત્મા અકર્તા (સ્વભાવે) હોવા છતાં પણ જે (એને) કર્તા માને છે, એને મિથ્યાત્વ નામનો દોષ થાય છે.
એ અકર્તાસ્વભાવને અંતર્મુખ થઈને દૃષ્ટિમાં ભે, તો એને મિથ્યાત્વના પરિણામ છૂટે ત્યારે તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું કહેવામાં આવે છે. સમ્યકદર્શનના કાળમાં-(આત્માના) અનુભવના કાળમાં મિથ્યાત્વના પરિણામ-કર્તબુદ્ધિ છૂટી જાય છે. કર્તાનય રહે છે પણ કર્તબુદ્ધિ (-મિથ્યા અહંકાર) છૂટી જાય છે. કર્તાબુદ્ધિ શ્રદ્ધાનો દોષ છે, અને શ્રદ્ધાનો દોષ ગયા પછી, કરવાનો વિકલ્પ ઊઠે છે, સાધક-જ્ઞાનીને એને કર્તાનય કહેવામાં આવે છે.
(કહે છે કે:) “અહીં શુદ્ધ આત્માને સકળ” સર્વ પ્રકારના પરિણામનો આત્મા અકર્તા છે. “એમ સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” (એટલે કે) અકર્તા છે. આત્મા, એમ દર્શાવવામાં આવે છે. હું અકર્તા છું તેથી હું જ્ઞાયક છું ને જ્ઞાયક હોવાથી જ્ઞાયકનો જ નિશ્ચય જ્ઞાતા છું—એમ જ્ઞાયકનો જ જ્ઞાતા અંતર્મુખ થઈને અનુભવના કાળમાં જ્ઞાયકનો જ જ્ઞાતા થાય છે ત્યારે તેનામાં સ્વપરપ્રકાશકશક્તિ ખીલી ઊઠી હોવાથી, તેને વ્યવહારે સ્વપરપ્રકાશક પણ કહેવામાં આવે!
“સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખ” સત્તા એટલે જેનું અસ્તિત્વ ત્રણે કાળ છે, છે ને છે. અવબોધ એટલે જ્ઞાન ને પરમચૈતન્ય એટલે જેમાં ચૈતન્યના ભેદમાં દર્શન પણ સમાય જાય છે અને સુખ... સુખની અનુભૂતિમાં લીન-અનુભૂતિ એટલે ત્રિકાળ આત્માનો જે આવો સ્વભાવ છે-જેમાં એનાં સ્વભાવભાવો ત્રણે કાળ રહેલાં છે. તેને લીન કહેવામાં આવે છે–આત્મા આવા સ્વભાવમાં રહેલો છે.
(કહે છે ) એવા વિશિષ્ટ આત્મતત્ત્વને-ખાસ પ્રકારના આત્માના સ્વરૂપને, ખાસ પ્રકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૮
પ્રવચન નં-૨
કેમ કહ્યું ? કે આત્મામાં સુખ એ અસાધારણ એનો સ્વભાવ છે, ચૈતન્ય એનો અસાધારણ સ્વભાવ છે, અવબોધ ને સત્તા એકલી સત્તા નહીં, એકલી સત્તા ( –હોવાપણું ) તો પુદ્દગલને પણ લાગુ પડે છે તેથી તેમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, એ દોષના નિવારણ અર્થે સત્તા પછી અવબોધ-૫૨મચૈતન્ય ને સુખ, (આદિ ) એવા આત્માના જે ત્રિકાળીગુણો છે, જે ગુણીમાં રહેલાં ગુણો છે. અરે! એ ગુણમય છે. પણ ગુણી (એવો જે અભેદાત્માને ) ઓળખતો નથી એને ગુણભેદ કરીને સમજાવવાનો ને સામા જીવને સમજવાનો સ્વકાળનો પર્યાય હોય, ત્યારે જ્ઞાનીની વાણી છૂટે છે.
અને (સમજના૨ ) શ્રોતા, એ ભેદવાળા (કથન ), એ ભેદનું લક્ષ છોડીને, ભેદ દ્વારા અભેદનું અનુમાન કરીને, ભેદનું પણ લક્ષ છોડીને, અભેદનું–એકલા અભેદનું અનુમાન કરીને અનુમાનમાં નિર્ણય કરીને, એનાં પક્ષમાં આવીને, એ આત્મા (નયપક્ષના) વિચાર છોડીને, એ નિર્વિકલ્પઅવસ્થામાં (નિજ) આત્માનો અનુભવ કરે છે. ત્યારે ( એ આત્મા ) સ્વભાવે અકર્તા હતો તે પર્યાયમાં પણ પ્રત્યક્ષપણે અકર્તા બની જાય છે. (સામાન્ય જેવું વિશેષનું પરિણમન થાય છે) એને વીતરાગી પ્રતિક્રમણ કહેવામાં આવે છે. વીતરાગભાવનું નામ પ્રતિક્રમણ છે, શુભભાવનું નામ વ્યવહાર પ્રતિક્રમણ છે, એ વિષકુંભ છે ઝેરનો ઘડો છે, એમ સમયસારમાં કહ્યું છે.
“એવી સુખની અનુભૂતિમાં લીન ” એટલે સુખસ્વરૂપ જ્ઞાનને આનંદની મૂર્તિ ભગવાન આત્મા, “ એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ”- ખાસ પ્રકારના આત્માના સ્વરૂપને ગ્રહનારા ( એટલે કે) ગ્રહણ કરનારા-જાણનારા-અનુભવ કરનારા અવા “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ”–શું કહ્યું ? કે આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનને આનંદનો પૂંજ છે, એવો જે શુદ્ધ આત્મા, એનો અનાકુળ આનંદને જ્ઞાનનો પર્યાય-અતીન્દ્રિયજ્ઞાનનો પર્યાય એ આત્માની અભિમુખ થાય છે કે જેનો વિષય દ્રવ્ય સામાન્યમાત્ર ઉપાદેયપણે છે એવા જ્ઞાનના પરિણામને શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. એ જ્ઞાનના વ્યાપારમાં શુદ્ધઉપયોગમાં, પોતાનો શુદ્ધ આત્મા જ એક આત્માને ઉપાદેય છે, એવો ભેદપણ છોડીને, જયારે આત્મા પોતાના અતીન્દ્રિયજ્ઞાન દ્વારા ઉપાદેયપણે શુદ્ધદ્રવ્યને ગ્રહે છે-જાણે છે પ્રત્યક્ષ અનુભવે છે (અભેદપણે ) એવા જ્ઞાનનાં પરિણામને શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે કેવળ જાણવાનું નહીં પરંતુ ઉપાદેયપણે જાણવાનું પ્રયોજન છે. કેવળ દ્રવ્યને જાણવું ને કેવળ પર્યાયને જાણવું એમ નહીં, પણ ( આત્મ ) દ્રવ્યને ઉપાદેયપણે જાણવું, અને કેવળ પર્યાયને જાણવું એમ નહીં, પણ પર્યાયને ઉપેક્ષારૂપે જાણવું, એવા આત્માને શુદ્ધઉપયોગની દશાને પરમાત્મા પ્રતિક્રમણ કહે છે.
આ પ્રતિક્રમણ એક સમય માત્રનું જો થયું-એ આત્માને અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
ચૈતન્ય વિલાસ એવા મોક્ષની દશા પ્રગટ થાય છે. “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે”
વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા એટલે કે વિશિષ્ટ આત્માના સ્વરૂપને ગ્રહનારાજાણનારા-ઉપાદેયપણે ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે, આચાર્ય ભગવંતો ફરમાવે છે કે મારે, “મને સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” શું કહ્યું? કે આ શુદ્ધઆત્માની સન્મુખ થઈને હું જોઉં છું તો મારા શુદ્ધઆત્મામાં સકળ-બધા પ્રકારનાં મોહ–રાગ-દ્વેષનો મારા સ્વભાવમાં અભાવ છે. એવા સ્વભાવને ગ્રહનારી શુદ્ધ પર્યાયમાં પણ મોહ–રાગ-દ્વેષનો અભાવ છે.
| સ્વભાવમાં તો ત્રિકાળઅભાવ છે. આ પરમાર્થ પ્રતિક્રમણ-ધર્મની વાત ચાલે છે, આ સામાયિક કેમ થાય ને પ્રતિક્રમણ કેમ થાય? એ શુભભાવરૂપ સામાયિક ઝેરનું ઝાડ છે. એવી સામાયિક શુભભાવરૂપ અને શુભભાવના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ને આલોચના શુભભાવરૂપવ્યવહાર પ્રતિક્રમણાદિ ભૂતકાળમાં મારા અને તમારા આત્માઓએ, આવા શુભભાવરૂપ સામાયિક પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના અનંત વાર કર્યો, અને એ કર્તા બુદ્ધિ એ શુભભાવ કરીને, એ સમયે પણ એને દુ:ખનો ભોગવટો આવ્યો, જે સમયે શુભભાવ ઉત્પન્ન થાય છે એ આકુળતામય છે એકાંત દુઃખરૂપ છે.
એવા દુઃખનો (આકુળતાનો-ઈચ્છાઓનો) અનુભવ કર્યો શુભભાવના કર્તબુદ્ધિએ શુભભાવથી અને તેમાં મિથ્યાત્વરૂપ શલ્ય હોવાથી, એ અભિપ્રાય કાયમ રાખીને જે જીવ કર્તબુદ્ધિએ પરિણમે છે એને નિશ્ચય સામાયિક એક સમય માત્ર પણ પરમાર્થ પ્રતિક્રમણ થતું નથી. તેથી એ (જીવો ) ચારગતિમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે.
(કહે છે કેઃ) મારે એવા વિશિષ્ટ-ખાસ પ્રકારના કે જેમાં સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખથી ભરેલો મારો પરમાત્મતત્ત્વ છે. ખાસ વિશિષ્ટ પ્રકારે જે આત્માનું સ્વરૂપ છે, એમાં અંતર્મુખ થઈને જ્ઞાનને વાળી લ્ય, અંતરમાં જ્યારે પોતાના આત્માને અંતર્મુખ થઈને અનુભવે છે, ત્યારે તે અપેક્ષાએ ( આત્મ) અનુભવની પ્રધાનતાથી હું કહું છું કે “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી”-એમાં ક્રોધ-માન-માયા-લોભહાસ્ય-રતિ-અરતિ શોક-ભય-જુગુપ્તા-સ્ત્રીવેદ-પુરુષવેદ-નપુંસકવેદ આદિ બધા પરિણામ વિકાર માત્ર, વિભાવ માત્ર, પર્યાય માત્ર મારા ત્રિકાળ સ્વભાવમાં એનો અભાવ છે..... એવા આ ત્રિકાળસ્વભાવને મેં વર્તમાનમાં જાણ્યો, એ શુદ્ધદ્રવ્યાર્થિકનય દ્વારા જાણ્યો, એ દ્રવ્યાર્થિકનય કે જેમાં દ્રવ્ય ઉપાદેયપણે પ્રયોજન થયું તો એમાં તો મોહ–રાગ-દ્વેષ નથી ને પરિણામમાં પણ મોહને રાગને દ્વેષનો અભાવ થયો ને વીતરાગી પરિણામ થયા એવા વીતરાગભાવને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
હવે આગળ...(કહે છે) સહજ નિશ્ચયનયથી જુઓ આગળ વિશેષણ છે આત્માનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
પ્રવચન નં-૨ સહજ, “સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણસ્વરૂપ છું.” ભગવાન મારો આત્મા-આ બધાય આત્માની વાત ચાલે છે હો ! નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો અને મનુષ્યો, દેવો બધાય (જીવો) એકેન્દ્રિય આદિ (સર્વજીવો)-સર્વ આત્માઓ “સદા” નિરાવરણસ્વરૂપ છે. ત્રણે કાળે, આઠ પ્રકારનું કર્મનું આવરણ, નિશ્ચયનયથી જોવામાં આવે તો આ આઠ પ્રકારના આવરણથી અત્યારે પણ આત્મા રહિત છે. એવા આઠ પ્રકારના કર્મના આવરણથી રહિત સદા નિરાવરણ આત્મા (બિરાજમાન છે ) એની દષ્ટિ કરતાં નિરાવરણસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. નિશ્ચયનયથી એટલે કે સ્વભાવની સન્મુખ થઈને, સ્વભાવને જેનારી જે નય એટલે જ્ઞાનનો અશે, તે અંશ દ્વારા જ્ઞાન કે જે અંતર્મુખ જ્ઞાન દ્વારા જ્ઞાયકને ઉપાદેયપણે જાણું છું ત્યારે હું જોઉં છું (મારા સ્વરૂપને તો) હું તો સદાનિરાવરણસ્વરૂપ છું (મને) આઠ પ્રકારના કર્મનો બંધ (કદી) થયો નથી. અને ભાવ આવરણથી પણ હું વર્તમાનમાં રહિત છું એથી દ્રવ્યને ભાવે નિત્યનિરાવરણ સદા રહેલ છું.
| મિથ્યાત્વ-અવત-કષાય ને યોગ, એવા જે વિભાવભાવ-આવરણ, એનાથી પણ હું રહિત છું. તેથી દ્રવ્યને ભાવે નિત્ય નિરાવરણ હું સદા રહેલો છું.
આગળ...“સહજ નિશ્ચયનયથી શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું.” આહા...હા ! સહજ નિશ્ચયનયથી શુદ્ધ જ્ઞાનનો હું અવતાર છે. આહા! શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું. શુદ્ધ જ્ઞાનને મારે કરવું પણ નથી. અને શુદ્ધજ્ઞાનરૂપે મારે થવું પણ નથી. પણ હું તો પ્રથમથી જ શુદ્ધજ્ઞાનસ્વરૂપ જ આત્મા છું. શુદ્ધજ્ઞાનને કરવું, એવો આત્મામાં કરવાપણાનો (-કર્તાપણાનો) ત્રિકાળ અભાવ છે. આત્મા અશુદ્ધપરિણામને કરે એવો અભિપ્રાય રાખે એ તો મિથ્યાષ્ટિ છે જ....પણ શુદ્ધ પરિણામને પણ હું કરું-સમ્યફદર્શનજ્ઞાનચારિત્રના પરિણામને પણ હું કરું એવું કરવાપણું આત્માના ત્રિકાળસ્વભાવમાં નથી. (કેમ કે) આત્મા અકર્તા છે. પરપદાર્થ-જડ કે ચેતનના પરિણામોનો તો કર્તા, અજ્ઞાનભાવે પણ કોઈ આત્મા કદી પણ નથી. પણ અકર્તા સ્વભાવની દષ્ટિ છોડે છે, એ પર્યાયમાં એને રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી છું એમ ભાસે છે તેથી હું રાગનો કર્તા છું એમ મિથ્યાત્વભાવને ઉત્પન્ન કરે છે. અકર્તાનું (-શાયકનું) શરણ લેતાં, તેને રાગનું કર્તાપણું ભાસતું નથી. એક વાત.
આગળ..... જે સમ્યકદર્શનશાનચારિત્રના પરિણામ, જે પરિણામ શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે-અતીન્દ્રિય જ્ઞાનના પરિણામ દ્વારા આત્મખ્યાતિ થાય છે–આત્મપ્રસિદ્ધિ થાય છે કે હું આવો છું !
એવા સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામને પણ, હું કરું ( તો થાય) આત્મા કરે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧ એવું પરિણામનું કર્તુત્વ પણ ભગવાન આત્મામાં કોઈ કાળે નથી. ત્રણેય કાળ અકર્તા છે આત્મા! મને સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય છે, એમ જણાય છે, પણ એને હું કરું છું એમ સાધકના જ્ઞાનમાં ને પ્રતીતમાં આવતું નથી. (પરિણામ સ્વયં) થાય છે એમ જણાય છે. કેમ કે એનામાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણ, એવા ક્ષણિક ઉપાદાનનાં પકારકનો, ક્ષણિક સમાં-પરિણામમાં એવા કર્તા-કર્મ આદિ પકારકનો (સદ્ભાવ) હોવાથી, સ્વઅવસરે (સ્વયં) પ્રગટ થાય છે અને સ્વઅવસરે વિલય પામે છે.
(હવે આગળ) “સહજ ચિન્શક્તિમય, સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા”) પર્યાય નહીં, ત્રિકાળી દ્રવ્યની વાત છે. અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળાત્રિકાળી ચારિત્ર નામનો એક ગુણ છે જેનું નામ... યથાખ્યાત છે. (આત્મામાં) જેવા ગુણો છે એવા પરિણામ પ્રગટ થાય છે. ભાઈ ? આત્મામાં યથાખ્યાત ચારિત્ર નામનો એક ત્રિકાળી ગુણ છે, એ ગુણસ્વરૂપ, ગુણી એનું અવલંબન લેતાં યથાખ્યાત ચારિત્ર પર્યાય પ્રગટ થાય છે. યથાખ્યાત ચારિત્રના..પરિણામ, એ યથાખ્યાત ચારિત્ર ત્રિકાળીગુણ પ્રધાનદ્રવ્યનું અવલંબન લ્ય છે. એ જ્ઞાનગુણ પ્રધાન દ્રવ્યનું અવલંબન લેતી નથી. સૂક્ષ્મ છે!
ફરીથી, એ યથાખ્યાત ચારિત્ર નામના જે પરિણામ છે, એનું જો કોઈ કારણ હોય તો એનો પોતાનો એકલો (યથાખ્યાત ચારિત્ર) ગુણ જ છે. જ્ઞાન-દર્શનને સુખ (આદિ અન્ય ગુણ) એ ચારિત્ર પર્યાય-યથાખ્યાત ચારિત્ર પર્યાય પ્રગટવાનું કારણ નથી. એ જ્ઞાનગુણનું વિશેષ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય બાર-તેરમે, એ જ્ઞાનગુણનું વિશેષ નથી, દર્શનગુણનું વિશેષ નથી, પણ ચારિત્રગુણ સામાન્ય છે એનું જે વિશેષ છે એ વિશેષ-યથાખ્યાતરૂપ પ્રગટ થાય એવો આત્મામાં એક યથાખ્યાત ચારિત્ર નામનો ત્રિકાળી ગુણ છે. એ ગુણ પ્રધાન, અભેદ ગુણીનું અવલંબન એ ચારિત્રની પર્યાય વ્યે છે ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. આહા...હા ! એવી-એવી અનંતશક્તિઓ આત્મામાં રહેલી છે.
(કહે છે) સહજ યથાખ્યાત ચારિત્રવાળા-યથાખ્યાત ચારિત્રવાળા એટલે પર્યાયની વાત નથી કેમકે આગળ સહજ નિશ્ચયનયથી (કહ્યું) માટે નિશ્ચયનયનો આ વિષય છે વ્યવહારનયનો વિષય નથી. (સહજ) “યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ એટલે કારણો એવા ક્રોધ-માન-માયા-લોભ મને નથી.” કેમ કે હું તો ત્રિકાળી શુદ્ધ નિરાવરણ-નિત્ય નિરાવરણ છું અને હું તો યથાખ્યાતચારિત્રમય ચીજ છું એટલે મારા સ્વભાવમાં, આ ક્રોધ-માન-માયા ને લોભ (ના પરિણામ ) નિશ્ચયથી પુદ્ગલના પરિણામને વ્યવહારે જીવના પરિણામ, એનો મારા સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ બેય પ્રકાર મારામાં નથી. પુદગલના પરિણામ તો મારામાં નથી, પણ પુદ્ગલના લક્ષે થતા ક્રોધાદિ વિભાવ ભાવ, એ શુદ્ધનિશ્ચયનયના બળથી એ જોવામાં આવે તો બધા વિભાવભાવો મારામાં નથી. એમ ત્રિકાળસ્વભાવને જાણનાર (-અનુભવનાર) જ્ઞાનની અવસ્થામાં પણ ક્રોધ-માન-માયા-લોભનો સદ્દભાવ મારામાં નથી, એમ ત્રિકાળ સ્વભાવને જોતાં (અનુભવતાં) ક્રોધ-માન-માયા-લોભનો અભાવ થાય એને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આખું જગત કૌંબુદ્ધિથી મરે છે. કોઈ તો ઈશ્વરને કર્તા માને છે, અને કોઈ તો પોતાને કર્તા માને છે, અને કોઈ તો પોતાના પરિણામનો કર્તા કર્મનો ઉદય છે તેથી તે થાય છે, એમ માને છે–એવા કર્તાવાદી એ જૈનમતના અનુયાયી નથી. એ બધાં નિશ્ચયથી તો.. અજૈન છે. નામનિક્ષેપે ભલે જૈન (કહેવાતા) હે ! પણભાવ નિક્ષેપે જૈન (કહેવામાં આવતા નથી.)
આહા...હા! જે (અકર્તા) સ્વભાવનું લક્ષ કરીને-અવલંબન કરીને, મોહ-રાગ-દ્વેષને જીતે છે એને જિતેન્દ્રિય જિન કહેવામાં આવે છે. અથવા તેને ઉપશાંત કષાય મોહ કહેવામાં આવે છે. અથવા તેને ક્ષીણ કષાય મોહ કહેવામાં આવે છે. ( જ્ઞાયક) પરમાત્માનું અવલંબન લેતાં, એ આત્મામાં એ (ભાવો) નથી, એથી ( આત્માના) પરિણામમાં પણ એ (ભાવો) નથી.
એ ક્રોધ-માન-માયા-લોભના પરિણામ ભગવાન આત્મામાં નથી, નિશ્ચયનયે એથી, એ પરિણામ, જેનું અવલંબન લ્ય છે, એ પરિણામમાં પણ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ હોય છે. અને એ પરિણામમાં પરમાર્થ પ્રતિક્રમણનો સદ્દભાવ વર્તે છે, એમ જોવામાં આવે છે ને એ પરમાર્થ પ્રતિક્રમણ વ્યવહાર નયનો વિષય છે.
નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ પણ વીતરાગી પરિણામ હોવાથી–એનો આત્મા અકર્તા છે. એનો અકર્તા છે એટલે એનો પણ જ્ઞાતા છે. માત્ર (પોતાના પરિણામનો જ્ઞાતા નથી, (જ્યારે) અપરિણામીનો જ્ઞાતા થયો, ત્યારે પરિણામનો જ્ઞાતા અને પરિણામીનો જ્ઞાતા કહેવામાં આવે છે. પરિણામ, પરિણામી અને અપરિણામી (આ ત્રણમાંથી) ભગવાન ત્રિકાળ શુદ્ધાત્મા જ્ઞાયકભાવ અપરિણામી છે. એનું અવલંબન લેતાં જે પરિણામ છે તેને ભેદથી પરિણામ કહેવાય, એ પરિણામના ભેદને અભેદથી જુઓ તો એ દ્રવ્યને પરિણામી દ્રવ્ય કહેવામાં આવે છે.
અપરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય છે, અને પરિણામી દ્રવ્ય જ્ઞાનનું જ્ઞય છે એ એક સમયમાં અનુભવના કાળમાં ધ્યેય અને શેય એને પ્રગટ થાય છે. એને નિશ્ચય અને વ્યવહાર, અનુભૂતિના કાળમાં પ્રગટ થયા એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩ “હવે, આ ઉપરોક્ત” , એટલે ઉપરમાં કહેવાય ગયું છે તે “વિવિઘ વિકલ્પોથીભેદોથી” અનેક પ્રકારના ભેદોથી ચૌદ માર્ગણાસ્થાન, ચૌદ જીવસમાસ, ચૌદ ગુણસ્થાનોના ભેદો બધાં-અશુદ્ધ પર્યાયો ને શુદ્ધપર્યાયો બધીય એમાં ભેદોમાં-વિવિધ વિકલ્પો એટલે રાગ એમાં ન લેવો વિકલ્પમાં, પણ વિવિધ વિકલ્પો એટલે વિવિધ પ્રકારનાં અનેક ભેદ-ભેદના બે પ્રકાર, એક વિકારી પરિણામ, અને એક અવિકારી પરિણામ-એક વ્યવહાર પ્રતિક્રમણ શુભભાવરૂપનું પરિણામ, એક પરમાર્થ નિશ્ચય પ્રતિક્રમણ-શુદ્ધઉપયોગરૂપનું પ્રતિક્રમણનું પરિણામ, “એવા જે વિવિધ-અનેક પ્રકારનાં ભેદોથી ભરેલા-વિભાવપર્યાયો ” વિશેષ ભાવરૂપ પર્યાયો, આમાં એકલો વિભાવ-વિકાર એટલે કષાય ન લેવો, વિભાવપર્યાયો એટલે વિશેષભાવ છે. ભગવાન આત્મા, સામાન્યભાવ સ્વરૂપી છે. અને આ પરિણામ બધાં વિશેષભાવસ્વરૂપી છે. વિશેષભાવને વિ+ભાવ કહેવામાં આવે છે.
(કહે છે કે, “આવા ભેદોથી ભરેલા (વિભાવ૫ર્યાયો)”, એ પર્યાયો અભેદથી ભરેલ નથી. પર્યાય (માત્ર) ભેદથી ભરેલી છે. અને અભેદથી શૂન્ય-ખાલી છે અભેદમાં ભેદ નથી ને ભેદમાં અભેદ નથી.
આ તો આત્માનો સ્વભાવ અકર્તા છે (એની સિદ્ધિની ગાથાઓ છે). એ એટલો ઊંચો શુદ્ધભાવનો અધિકાર જેમ કહ્યો, આમાં તો રત્ન છે. આ ટીકાકાર ભગવાન (શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) ફરમાવે છે કે હવે કુંદકુંદમહારાજ આહા! જેમનું નામ ભગવાન મહાવીર પછી ત્રીજું આવે છે (મંગલાચરણમાં) એ મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સદેહે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, અને એમને (ત્યાં) પ્રત્યક્ષ જોનારાં આત્માઓ પણ ભારતમાં અત્યારે બિરાજમાન છે.
જ્યારે ભગવાન સીમંધરનાથની સભામાં (સમવસરણમાં) ભરતના આચાર્ય પધાર્યા ત્યારે, ચક્રવર્તીને વિકલ્પ ઊઠ્યો, પ્રશ્ન પૂછયો કે પ્રભુ! આ કોણ છે? ત્યારે (તીર્થંકર ભગવાનની) વાણી છૂટી છે કે, આ ભરત (ક્ષેત્રના) સમર્થ આચાર્ય કુંદકુંદ છે. આહા...હા ! અને આ કુંદકુંદઆચાર્ય એ જે કહે ને લખે એનો એ વિશેષ ધર્મ ફેલાવનાર...આ સભામાં રાજકુમાર, એ ભાવિના તીર્થંકર બેઠા છે.
એ કુંદકુંદભગવાને, સીમંધરસ્વામી પાસેથી આવીને આ શાસ્ત્રો લખ્યાં છે. શાસ્ત્રો તો ઘણાં લખ્યાં હશે તેમાં કેટલાંક અપ્રાપ્ય છે ને કેટલાંક પ્રાપ્ય છે એમાં પણ આ નિયમસાર શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. ઉત્તર અવસ્થામાં આત્મામાં એ ઠરે છે બહુ થાવ-બહુ થાવ! બહુ થયું ! બહુ થયું ! અમે સમયસારમાં ઘણું ઘણું કહ્યું બસ થાઓ! બસ થાઓ ! અલય્-અલમ્ ! હવે મારે કાંઈ કહેવું નથી, અને કહેવાનો વિકલ્પ પણ મને ઊઠતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
પ્રવચન નં-૨ પ્રથમની અવસ્થામાં અમને અપ્રતિબુદ્ધને સમજાવવાનો કરુણાનો ભાવ બુદ્ધિએ આવ્યો હતો. હેયબુદ્ધિએ...આવ્યો હતો! મેં કર્યો નહોતો કરુણાના ભાવને! કરુણાનો ભાવ આવતો' તો, એ કાળમાં પણ હું એ કરુણાના ભાવનો કર્તા તો થતો નહોતો પણ એ પણ જ્ઞાનનું જ્ઞય વ્યવહારનયે થતું હતું. ત્યારે મારું લક્ષ જરી, અપ્રતિબુદ્ધ-અજ્ઞાની પ્રાણીઓને સમજાવવા તરફ જતું હતું.
જ્યારે કુંદકુંદભગવાનને અતીન્દ્રિય આનંદનો ઊભરો આવ્યો આનંદનું ભોજન કરતા 'તા ત્યારે એમને એમ (કરુણાનો ભાવ આવે છે કે ) આહા ! અજ્ઞાની પ્રાણીઓ (સંસારમાં ડૂબેલા) દુ:ખનું વેદન જ કરી રહ્યા છે, આહાહા ! એને પણ હું દ્રવ્યદષ્ટિએ જોઉં છું તો એ સર્વ મારા સાધર્મી છે. અને એની અવસ્થાનું દુઃખ હું જોઉં છું તો મને (વીતરાગી) કરુણાનો ભાવ આવે છે. એટલે સમયસાર આદિ સશાસ્ત્રો અપ્રતિબુદ્ધને સમજાવવા લખ્યા, પ્રાથમિક ભૂમિકામાં પ્રથમ અવસ્થામાં, અને ઉત્તરઅવસ્થા આવી એમને જ્યારે, ત્યારે આ નિયમસાર શાસ્ત્ર લખે છે પોતે હું નિજભાવનાના અર્થે આ શાસ્ત્ર લખું છું. જુઓ (છેલ્લી ગાથા) એકસો સતાસી ગાથા મૂળમાં છે.
णियभावणाणिमितं मए कदं णियमसारणामसुदं।
णच्चा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।। १८७।। અન્વયાર્થ:- પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને-જિનેન્દ્ર ભગવાનના ઉપદેશને જાણીને, જાણીને એટલે અનુભવીને, જાણીને એટલે સાંભળીને નહીં તેમ જ મનમાં ધારીને પણ નહીં પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને, અનુભવીને......મેં નિજ ભાવનાના નિમિત્તે-આ નિયમસાર શાસ્ત્રની રચના કરી છે ને.....હવે અપ્રતિબુદ્ધને સમજાવવાનું નિમિત્ત આમાં નથી, કેમકે શાસ્ત્ર રચના લખતી વખતે હેતુ, પ્રયોજન, કારણ, નામ એવા ઘણા પ્રકારો આવે એમાંથી નિમિત્તની વ્યાખ્યા છે કે મેં જે આ શાસ્ત્રની રચના કરી છે એ નિજ ભાવનાના નિમિત્તે એટલે કે શુદ્ધઆત્મા મારો છે એમાં હું વારંવાર લીન થઈને (એકાગ્ર થઈને) મારો ઉપયોગ એમાં લીન થઈ જાય, એને નિર્વિકલ્પ ભાવના કહેવામાં આવે છે. સવિકલ્પ ભાવના, એ દુઃખરૂપ છે. નિર્વિકલ્પ ભાવના (આનંદમયને) સુખરૂપ છે. મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર રચ્યું છે. અપ્રતિબુદ્ધને સમજાવવાનો હેતુ મારો અત્યારે નથી, એ પ્રત્યે મારું લક્ષ જ નથી. અપ્રતિબુદ્ધને સમજાવવાનું લક્ષ પ્રથમ અવસ્થામાં હતું એ છૂટી ગયું! એ એટલો કરુણાનો (ચારિત્ર) દોષ હતો, હવે તો નિજ કરુણાનો ભાવ મને વર્તે છે! ઉગ્ર વીર્ય ઉલ્લસિત થઈ ગયું છે, કરુણા તો ખરી જ, પણ આ વીતરાગી કરુણા અને ઓલી શુભભાવરૂપની કરુણા હતી. એ ક્ષણિકભાવ, હવે આવશે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
ચૈતન્ય વિલાસ
“હવે, આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી” જેટલા, જેટલા પ્રકારનાં વિકલ્પોથી“ભેદોથી ભરેલા વિભાવ૫ર્યાયોનો”-વિભાવપર્યાયો આગળ (કઈ કઈ છે તે) આવી ગઈ છે, ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો, તથા તેટલા-ચૌદ ભેદવાળાં જીવસ્થાનો કે ચૌદ ગુણસ્થાનો એ બધાં પરિણામનાં ભેદો છે. એ વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી....આહા! હું કર્તા નથી. પહેલાં હું કર્તા હતો.....અને હવે હું અકર્તા થયો, એવું કર્તાપણાનું સાપેક્ષ કે અકર્તાપણાનું સાપેક્ષ, એ બેયથી નિરપેક્ષ હું ત્રિકાળ અકર્તા છું.
આહા...હા! નિશ્ચયથી હું કર્તા નથી–આ જે પરિણામો પ્રગટ થાય છે ને એનો કર્તા નથી (આત્મા), પાંચ મહાવ્રતોના પરિણામોનો કર્તા આત્મા નથી. કેમકે એ તો આસ્રવતત્ત્વ, ઉદયભાવ છે એ તો બંધનું કારણ છે, પણ જડ કર્મની નિર્જરાનું કારણ થાય, એવા સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામના ભેદને હું કરતો નથી-હું એનો કર્તા નથી. એ ભેદો.....જે જ્ઞાનમાં (મને) જણાય છે, હું એનો કર્તા તો નથી જ, પણ ભેદ જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાન આત્માને જાણે છે તેથી એ કેવળ શેયપણે જણાય છે પણ એ પરિણામ મારા કર્તાનું કર્મ છે એમ જણાતું નથી. નિશ્ચયથી હું કર્તા નથી.
કર્તા તો નથી, નિશ્ચયમોક્ષમાર્ગસ્વરૂપ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામનો સીધો તો હું કર્તા નથી, પણ આડકતરી રીતે, કોઈની પાસે એ પરિણામ કરાવતો પણ નથી કારયિતા નથી એટલે કરાવનાર નથી. હું મકાન તો ચણતો નથી, પણ કોઈની પાસે ચણાવતો પણ નથી. આહા...હા! હું આ કાગળને ફાડીને ટુકડા કરતો તો નથી, નોકરને પણ કહેતો નથી કે તું કાગળ ફાડીને ટુકડા કર ! કાગળના કટકા કર! એમ હું આજે પરિણામ સ્વતઃપ્રગટ થાય છે એ સ્વતઃ સિદ્ધ, ક્ષણિક સત્ અહેતુક છે. (આ સર્વ પરિણામો ) નિમિત્તથી પણ નિરપેક્ષ અને એનાં ત્રિકાળીસ્વભાવથી પણ નિરપેક્ષ, સ્વયંસ્વતઃ ઉત્પન્ન થતા આ પરિણામો (જે ક્ષણિક સત્ છે ) એનો સીધો હું કર્તા તો નથી પણ બીજાની પાસે એ પરિણામોને હું કરાવતો પણ નથી. એટલે કે પુદ્ગલકર્મોનો અભાવ થાય, ત્યારે એ કાર્ય થાય, એ પુદ્ગલ (કર્મો) ખસી જાવ એવી પણ ભાવના હું ભાવતો નથી. કે કર્મ ખસે તો વીતરાગ પરિણામ પ્રગટ થાય...એમ અને એની પાસે હું આ (મારામાં થતા) પરિણામને ઉત્પન્ન કરાવું, એવો કારયિતાપણાનો મારો સ્વભાવ નથીને હું તેથી કરાવતો પણ નથી. આહ....! હું કરતો નથી, કરાવતો નથી ને (કરે છે) તેને અનુમોદતો નથી, મનથી વચનથી ને કાયાથી એમ નવ કોટિએ પચખાણ હોય છે, સાધુ-સાધકને-સાધુ થયા તો સિદ્ધ થયા !
સાધુદશા (કોને કહેવાય તેની પણ લોકોને સાચી) ખબર હોતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ (હવે કહે છે કેઃ) કારયિતા નથી અને બીજો કર્તા નથી, આ પરિણામો સમ્યકદર્શનનું પરિણામ શું? નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થયાં, એનો હું કર્તા નથી. એનો હું જ્ઞાતા છું, એનો જ્ઞાતા કેમ છું?
કે જ્ઞાયકનો જ્ઞાતા છું-જ્ઞાયકનો જ્ઞાતા ઉપાદેયપણે છું ને ઉપેક્ષાબુદ્ધિએ એ જ્ઞાનનાં પરિણામ મારા જ્ઞાનમાં જણાય છે. એકની અપેક્ષા હોવાથી બીજું ઉપેક્ષારૂપે જણાય છે! એકની અપેક્ષા હોય તો બીજાની ઉપેક્ષા હોય! અપેક્ષા શુદ્ધઆત્માની છે. ઉપાદેયપણે મારો આત્મા જણાય છે જે જ્ઞાનમાં, એ જ જ્ઞાનમાં-એક જ સમયની અંતર્સન્મુખ થયેલી પર્યાયમાં જ્ઞાનના પરિણમનમાં-ભાવશ્રુતજ્ઞાનમાં-અતીન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયપણે આત્મા જણાય છે ત્યારે આ ભાવશ્રુતજ્ઞાન જે પ્રગટ થયું એ ઉપેક્ષારૂપે જણાય છે! એનો હું કર્તા નથી, કર્તા નથી માટે ઉપેક્ષા છે. કરાવનાર નથી માટે મારે એ પ્રગટ થયેલ પરિણામની ઉપેક્ષા છે.
બે બોલ આવ્યા. હવે, આ ત્રીજો બોલ આનાથી પણ જરી સૂક્ષ્મ છે. આહા...! વ્યવહારના પક્ષવાળાને આ વાત સમજવી પણ કઠણ ! તો ધારણામાં તો ક્યાંથી લ્ય ! અને ધારણામાં ન લ્ય, તો આનો વારંવાર વિચાર કરીને, અંતરમાં પ્રયોગ કરીને અંતરમાં ક્યાંથી જાય ?
(કહે છે કે:) નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને એટલે કે પુદ્ગલકર્મરૂપ કર્તાનો અનુમોદક નથી.-પુદ્ગલ કર્મ એનો અભાવ થઈને જે આ વીતરાગી પરિણામ પ્રગટ થાય છે, એનો કર્તા પુદ્ગલકર્મ છે, એનો કર્તા હું નથી. કેમકે એનાં અભાવની અપેક્ષા આવે છે તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે. ઝીણી વાત છે !
અહીંયા પુદ્ગલકર્મ કરે છે, એમ શા માટે કહ્યું? કે હું (પરિણામનો) અકર્તા છે. તો એ પરિણામને નિજ સાપેક્ષથી જોવામાં આવે તો પુદગલકર્મના અભાવથી (એ ભાવ) છે, એમાં અભાવની અપેક્ષા આવે છે માટે એનો કર્તા પુદ્ગલકર્મ છે. ખરેખર તો પરિણામ પરિણામને કરે છે. પણ હું તેનો અનુમોદક નથી.
આ દર્શનમોહ ને ચારિત્રમોહનો અભાવ થાય તો ઠીક, ને આ જ્ઞાનાવરણકર્મનો અભાવ થાય તો ઠીક...એ અભાવ થાય તો કેવળજ્ઞાન પ્રગટ થાય મને......આહ....! એનો હું અનુમોદક નથી. (શું કહે છે?) પુદ્ગલકર્મરૂપ, પુદ્ગલદ્રવ્ય નહી પણ પુદ્ગલકર્મનો, કર્મનો અભાવ થાય તો આ પરિણામ પ્રગટ થાય, એવું એને હું અનુમોદન આપતો નથી.
(કહે છે) અને પુગલકર્મરૂપ કર્તાનો અનુમોદક નથી. કૌંસમાં લખેલું છે વિશેષ ચોખવટ માટે આમાં ન સમજાય તો કૌંસમાં ખુલાસો છે. (-વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-) અનુમોદક નથી-ગજબ કામ કર્યું છે (આચાર્યદેવે) આ અનુમોદકના બોલમાં ગજબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
ચૈતન્ય વિલાસ કરી છે કહે છે હું અનુમોદક પણ નથી. એ તો હદ છે! હદ વાળી દીધી છે-પરાકાષ્ટા અકર્તા તત્ત્વની, અનુમોદક નથી કહીને અકર્તાની પરાકાષ્ટા કહી છે! અકર્તાની પરાકાષ્ટા અનુમોદકમાં છે.
(શ્રી સમયસાર) ૩૨૦ ગાથામાં કર્તા નથી ને કારણ નથી આ બે શબ્દો છે-આંહી આ ગાથાઓમાં ચાર શબ્દ છે-કર્તા નથી, કારણ નથી, કારયિતા નથી ને અનુમોદક પણ નથી.
કોઈ પુરુષ કાર્ય કરતો હોય, કોઈ મંદિર ચણાવેને કોઈ સાધુને પૂછે કે આ મંદિર, બનાવીએ ને! તો સાધુ હુકમ તો ન કરે કે તમે મંદિર ચણાવો પણ અનુમોદન પણ ન ધે એ અમારું કામ નહીં-એનું અનુમોદન પણ નહીં. આહાહા! હવે, એનો અનુમોદક તો ઘેર ગયું ક્યાંયનું ક્યાંય રહ્યું આહાહા! એ તો સ્થૂળબુદ્ધિ મિથ્યાત્વ રહી જાય છે.
પણ...અહીયા તો સ્વાશ્રિત જે પરિણામ, પરમાર્થ પ્રતિક્રમણના જે પરિણામ પ્રગટ થયાં..એમાં કર્મનો અભાવ થાય તો શુદ્ધિની વૃદ્ધિ થાય, એવી પણ જેને ભાવના-અનુમોદનની નથી. ઝીણો બોલ છે બહુ! એનો ભાવ સૂક્ષ્મ બહુ!
વિભાવપર્યાયોના....એટલે વિશેષ ભાવ, એમાં માર્ગણાસ્થાનમાં ક્ષાયિક સમ્યકત્વ આવી ગયું, માર્ગણાસ્થાનમાં એ યથાખ્યાત ચારિત્રને કેવળજ્ઞાન પણ આવી ગયા. પણ શુદ્ધપરિણતિ એમાં આવી અને શુદ્ધઉપયોગ પણ એમાં આવી ગયો, માર્ગણાસ્થાનમાં! આહાહા ! લબ્ધિનાં સ્થાનો-વીતરાગી ચારિત્રનાં પરિણામ, પરમાર્થ પ્રતિક્રમણનાં પરિણામ થાય-એ વિભાવપર્યાયો છે. (ઓહોહો !) પરમાર્થ પ્રતિક્રમણ...વિભાવપર્યાય! વિભાવ નામ વિશેષપર્યાય ! છે શુદ્ધ (પર્યાય), છે નિર્વિકારી, છે અકષાય (પર્યાય)...પણ એવાં જે પરિણામ...એને સામાન્યનું લક્ષ કરાવવું છે તેથી એ વિશેષ (અર્થાત્ પર્યાયને) વિભાવ કહેવામાં આવે છે. પર્યાયને વિશેષ કહેવામાં આવે છે અને વિશેષ છે તેથી એને વિભાવ (–અન્યભાવ) કહેવામાં આવે છે.
વિભાવપર્યાયોના કર્તા (જે પુદ્ગલકર્મો તેમનો), અજબ-ગજબની વાત છે. આ અનુમોદકનો બોલ તો બેડો પાર કરે એવું છે! સૂક્ષ્મપણે પણ પર્યાયદષ્ટિ ક્યાંય રહી ગઈ હોય...સૂક્ષ્મપણે....તો એ છૂટી જાય છે. ન્યાલ કરી દે એવી વાત છે હોં!?
હું કોઈની પાસે કામ તો કરાવતો નથી હું પોતે કરતોય નથી ને બીજાની પાસે કરાવતો નથી, પણ..... મારું કામ આ જરા “ક કરી દે, તો ઠીક! મારું આ કાર્ય છે ઈ કો “ક કરી દે તો ઠીક ! (એવું અનુમોદન પણ એને મારું નથી આપતો.)
શું કહ્યું? કે વિભાવપર્યાયોના અને વિશેષભાવ એટલે વીતરાગીભાવ કે જે સમ્યફદર્શનજ્ઞાન-ચારિત્રનાં વીતરાગી પરિણામોના-અકષાય ભાવોનાં કર્તા કોણ છે? જ અકર્તા છું તો એનો કર્તા કોણ છે પ્રભુ? આહા...હા ! ક્ષણિક ઉપાદાનપણે તો પરિણામ, પરિણામને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં-૨ ભલે કરે પણ નિમિત્ત સાપેક્ષથી જોવામાં આવે તો કોણ એને કરે છે? ઝીણી વાત છે આહા!
કર્તા કોણ છે એનો? કહે છે કે કર્તા પુદ્ગલકર્મો છે. આ વિભાવપર્યાયોનો (પરિણામોનો) કર્તા કોણ છે? કે વિભાવપર્યાયોના કર્તા જે પુલકર્મો, પુદ્ગલદ્રવ્ય નહીં. પુદ્ગલદ્રવ્ય નોકર્મ છે, પુદ્ગલકર્મ દ્રવ્યકર્મ છે.
પુદગલો તો (વિશ્વમાં) અનંતા છે નોકર્મપણે, એ પરિણામ ઉત્પન્ન થાય. એમાં નોકર્મના અભાવનું પણ નિમિત્ત નથી. પણ દ્રવ્યકર્મના (સભાવ) અભાવનું જેમાં નિમિત્ત આવે, એથી એને નિમિત્તકર્તા ગણીને પુદ્ગલકર્મ એને કરે છે, એ નિમિત્તનો અભાવ થાય, તો ઠીક! એવું હું અનુમોદન આપતો નથી. આહાહા ! ચારિત્રમોહનો અભાવ થાય, સાધક બિરાજે છે છઠ્ઠી–સાતમે ગુણસ્થાને હો ! ચારિત્ર મોહનો ઉદય છે હજી એનો અભાવ થઈ જાય ને તો ઠીક! કેમ કે એનો અભાવ થાય ને ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય, અને આ કેવળજ્ઞાનાવરણ નામની કર્મની પ્રકૃતિ છે સર્વઘાતી, એનો અભાવ થાય તો મને કેવળજ્ઞાન પ્રગટ થાય-તો કહે છે એનો અભાવ થાય તો આ થાય, એવું એને હું અનુમોદન આપતો નથી. અમારા જ્ઞાનમાં શેયપણે એમ છે. કે આ થાય ત્યારે ચારિત્રમોહનો અભાવ હોય, એમ અમારા જ્ઞાનમાં આવે છે (છતાં પણ) કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો કેવળજ્ઞાન થાય ને ચારિત્રમોહનો અભાવ થાય તો યથાખ્યાતચારિત્ર થાય.તો ઠીક મને પડે! એમ હું એને અનુમોદન આપતો નથી.
લાખ્ખો-કરોડો વરસ, છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં, ચોથા કાળમાં (આરામાં) મુનિઓ હોય છે પણ...કર્તા નથી, કારયિતા નથી અને એ વિભાવપર્યાયોને પુગલકર્મ કરે છે એનો અભાવ થાય ત્યારે થાય છે માટે નિમિત્તને કર્તા કહીને એ થાય છે (છતાં પણ) એ ઠીક થાય છે એવું અનુમોદન આપનારો હું નથી.
જો હું એનું અનુમોદન આપું તો હું કર્તા બની જાઉં, હું મિથ્યાદષ્ટિ થઈ જાઉં! તો હું સાધક રહેતો નથી. આહાહા! અભૂતથી પણ અદ્દભૂત ચમત્કારીક વાત છે....આ બધાં શુદ્ધ પરિણામને કહે છે કોણ કરે છે? કે નિશ્ચયથી તો શુદ્ધ પરિણામનો કર્તા પરિણામ છે. જો હું દ્રવ્ય એનો કર્તા નથી, તો કો'ક બીજું દ્રવ્ય એનો કર્તા હો, એ તો આપ બતાવો?
એ પર્યાયોના કર્તા પુદ્ગલકર્મો છે, પુદ્ગલકર્મો એને કરે છે હું તો એનો કર્તા નથી. કેમકે પર્યાયથી તો પર્યાય, પર્યાયને કરે છે, હું દ્રવ્ય તો અકર્તા છું તો હું અકર્તા છું તો એ દ્રવ્યઅપેક્ષાએ-નિમિત્ત અપેક્ષાએ એ પરિણામનો કોણ કર્તા છે? પુગલકર્મનો અભાવ હોવાથી, તેને નિમિત્તકર્તાનો આરોપ આપીને તેને કર્તા કહીએ છીએ.
આહા... હા! એનાં અભાવથી આ પરિણામ) થયું એમ નહીં એ તો એનો સ્વકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૯ છે, એનાં અભાવથી નથી થાતું પણ આંહીયાં જ્યારે એ પર્યાય પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ એ પરિણામમાં નિમિત્ત થાય છે, તો કર્મનો અભાવ, એનો કર્તા કહેવામાં આવે છે. ઝીણી વાત છે.
(કહે છે કેઃ) વિભાવપર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો આહાહા! આ તો ઉત્તર અવસ્થામાં....એ સંસારથી વિદાય થવાનો સંદેશો આપણને કુંદકુંદ ભગવાન પદ્મપ્રભમલધારિદેવ અને આપણા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તું જ્યારે અકર્તા સ્વભાવની દષ્ટિ કરીશ, તારા શ્રદ્ધા-જ્ઞાનમાં-અનુભવમાં અકર્તા (જ્ઞાતા) આવશે, ત્યારે દષ્ટિ અપેક્ષાએ તું પરમાત્મા થઈ જઈશ ! અને પછી દશા અપેક્ષાએ થોડા કાળમાં પરમાત્મા થઈ જઈશ.
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સુષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગેશ્વર જાણે ! '
-યોગી એટલે ધર્માત્માઓ અને યોગીશ્વર એટલે (તીર્થકર) પરમાત્મા! એમ જાણે છે કે આ સૃષ્ટિની રચના-સુષ્ટિ એટલે દ્રવ્યનું પરિણમન, દ્રવ્યના પરિણમનને સૃષ્ટિ કહેવામાં આવે છે. દ્રવ્યમાં ઉત્પાદ (વ્યય) થાય એને સૃષ્ટિ કહેવામાં આવે છે. એ એની મેળે (સ્વત:) થાય છે. પણ અજ્ઞાની જીવ એમ માને છે કે એ (પરિણામને ) હું કરું છું, કાં હું બહુ ધ્યાન રાખું તો ફેકટરીમાં સારું કામ થાય! અને હું કંઈક એની સેવા કરું તો એનું ભલું થાય! એ તો ક્યાંયની ક્યાંય (દૂર) વાત રહી.
પરનું કર્તાપણું સ્વભાવભાવમાં નથી. પર્યાયમાં પણ પર્યાયનું કર્તાપણું છે તે સ્વભાવમાં નથી. તો કહે છે કે જે પરિણામ પ્રગટ થાય એનો કોઈ કર્તા નથી, કારયિતા નથી અને જે હમણાં ક્ષાયિક ચારિત્ર થશે, ક્ષાયિક કેવળ જ્ઞાન પ્રગટ થશે એમાં ચારિત્રમોહકર્મનો અભાવ થાય તો ઠીક! જ્ઞાનાવરણ પ્રકૃતિની આટલી પ્રકૃતિનો અભાવ થાય ને. આમ થાય તો ઠીક! આમ થાય તો આમ થાય ને આમ થાય તો ઠીક! એવું એનું અનુમોદન અમને સ્વપ્નામાં પણ નથી, જાગૃત અવસ્થામાં એવું અનુમોદન આવતું જ નથી, ક્યાંક આંખમાં ઝોલું આવી જાય એવી અવસ્થામાં પણ, જાગૃત અવસ્થામાં જાગીને અકર્તાપણું-જાગી ગયો છું તેથી પરિણામનું અકર્તાપણું જણાય ગયું છે ને પરિણામનું કર્તાપણું મારે નથી.
કોઈ અપેક્ષાએ પરિણામનો કર્તા પરિણામ છે ને કોઈ અપેક્ષાએ પરિણામનો કર્તા પુદ્ગલકર્મ છે! આહા! એમાં બે અપેક્ષા લેવી!
આ (આત્મ) દ્રવ્ય કર્તા નથી તો એમાં નિમિત્ત કર્તા કયું દ્રવ્ય છે? કે પુલકર્મો (તેમનો કર્તા છે.) આ દ્રવ્ય (આત્મદ્રવ્ય) અકર્તા છે-હું એનો નિમિત્ત પણ નથી, હું એનો ઉપાદાન કર્તા નથી ને હું એનો નિમિત્તકર્તા પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ કેમકે હું નિમિત્તકર્તા હોઉં તો મારી હાજરી હોય ત્યારે એ પરિણામ થઈ જવા જોઈએ, પણ મારી હાજરી હોવા છતાં, કેવળજ્ઞાન પ્રગટ થતું નથી માટે હું એનો કર્તા નથી ને કારણ પણ નથી.
ઊંચા પ્રકારની વાત...છે ને ટાઈમ રહી ગયો ટૂંકો, ગાથા આવી ઊંચી ખ્યાલ તો આવી ગયો છે બધોય, બધોય ખ્યાલ (છે.)
(કહે છે) વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો અનુમોદક હું નથી. આમઆમ આ કરે, તો આમ થાય અને આ આમ થાય તો મને ઠીક (પડે!), એ મારું કર્તવ્ય નથી. મોક્ષ થતાં કર્મોનો અભાવ થાય અને એમ થાય-કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થતાં કેવળજ્ઞાન પ્રગટે એનાં સ્વકાળે એમ થાય, એમ વર્તમાનમાં જણાય છે મને, એમ જ્યારે થશે ત્યારે એમ થયું એમ હું જાણીશ પણ હું એને અનુમોદન આપનારો નથી. બહુ ઝીણી વાત છે!
હજી તો સમ્યક્દર્શન કરવું છે જીવોને....નહીં થાય સમ્યગ્દર્શન! આહા...હા.! સમ્યકદર્શન કરવું છે તારે? આહા...! કરવું છે ને? તો મરવું છે! આહાહા ! આત્મા (સ્વભાવે ) અકર્તા, અકર્તા એટલે કે જ્ઞાતા-જ્ઞાયક, જ્ઞાયક એટલે કે જ્ઞાતા, અને જ્ઞાયકનો જે જ્ઞાતા થાય, એને પોતાનું અકર્તાપણું પ્રતિભાસે! એ જગતના જે જડ-ચેતનના સ્વત: પરિણામ પ્રગટ થાય, એનો હું કર્તા નથી, સાક્ષી છું (પરિણામો) થયા એમ જાણું છું કર્યા એમ જાણવામાં તમને) આવતું નથી. તેમનો અનુમોદક નથી.
હવે, દષ્ટિના વિષયથી, જ્યારે આત્મા અકર્તા થયો છે, ત્યારે તે આત્મા જ્ઞાનપ્રધાન કથનથી-સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે તેને સમ્યક્ પ્રકારે કર્તા થયો એમ પણ કહેવામાં આવે છે.
પરિણમે છે માટે કર્તા છે, એમ કહેવામાં આવે છે ઉપચારથી અકર્તાપણાનો નાશ કરીને કર્તા થાય છે, એમ નથી. આ જ્ઞાનના પડખાની વાત હવે આવે છે, દષ્ટિના પડખાંની વાત આવી ગઈ, હવે જ્ઞાનના પડખાંથી ધ્યેય તો આવું જ (અકર્તા જ) છે પણ અનુભવના કાળમાં એ ધ્રુવ-ધામ ભગવાન આત્માનું મેં ધ્યાન કર્યું ત્યારે (સમ્યક ) જ્ઞાન પ્રગટ થયું, એ સમ્યકજ્ઞાનમાં એકલું દ્રવ્ય (ધ્રુવ-કૂટસ્થ આત્મા) જ દેખાય છે? કે દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેય જ્ઞાનનું જ્ઞય થાય છે !?
કે ત્રણેય-દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનનું જ્ઞય થાય છે. જો તને દ્રવ્ય જ માત્ર-ધ્રુવ ભગવાન આત્મા જ ય થતો હોય. ને ત્રણેય દ્રવ્ય-ગુણ-પર્યાય તને જાણવામાં ન આવતા હોય, તો તારું જ્ઞાન ખોટું ને તેથી દષ્ટિ પણ ખોટી-સંધિ કરે છે દષ્ટિને જ્ઞાન સાથેની ! શ્લોક-૧૦૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
૩૧
ચૈતન્ય વિલાસ
આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે” આહાહા! આ ભેદો છે ને... એને જાણવાની ચિંતા પણ વિરામ પામી ગઈ છે. પરને જાણવાની ચિંતા તો છૂટી ગઈ છે પ્રથમથી જ પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો પ્રથમથી જ બંધ છે. પણ ઈન્દ્રિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે આ ભેદો જણાય છે, એ ભેદની ચિંતા પણ હવે નિવર્તાવું છું.
અને નિજ દ્રવ્ય-ગુણ-૫ર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે.” લ્યો ચિત્તને એટલે જ્ઞાનને, એકાગ્ર કર્યું છે એટલે જ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદભાવે એક સમયમાં જણાય છે. અને જ્ઞાનના પર્યાયનોસ્વભાવ સવિકલ્પ હોવાથી, દ્રવ્યને દ્રવ્યરૂપ, ગુણને ગુણરૂપને પર્યાયને પર્યાયરૂપ નિર્વિકલ્પધ્યાનમાં જાણી લ્ય છે તેને શેય કહેવામાં આવે છે. તે ધ્યેય નથી દ્રવ્ય-ગુણ-પર્યાય પણ જ્ઞાનનું જ્ઞય છે એ આનંદ પ્રગટ થાય એ આનંદ પણ જણાયને આનંદનો આશ્રય ( –ધ્યેય ) ભગવાન આત્મા પણ જણાય, એમાં નવપક્ષ નથી આવતો, એમાં સવિકલ્પદશા નથી. એમાં ઈન્દ્રિયજ્ઞાન નથી, અતીન્દ્રિયજ્ઞાનમાં આત્માને ઉપાદેયપણે જાણ્યો, એ આત્મામાં રહેલા અનંતગુણ પણ, એ જ્ઞાનમાં જણાય જાય છે. (અનંતગુણનાં) પરિણામ જે પ્રગટ થયાં એ પણ જ્ઞાનમાં જણાય જાય છે અને નિશ્ચયનયે સ્વપરપ્રકાશક કહેવામાં આવે છે.
નિશ્ચય સ્વ-પરપ્રકાશકમાં પોતાનાં પરિણામ ને પોતાનાં દ્રવ્ય-ગુણ લેવા. વ્યવહારનયે સ્વપરપ્રકાશકમાં લોકાલોક જણાય એ બહારની વસ્તુ આવે. સ્વપ્રકાશક, સ્વપરપ્રકાશક એ બેય નિશ્ચય છે. પહેલું સ્વપ્રકાશક નિશ્ચય, પછી અનુભવના કાળમાં આ દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય, ત્યારે નિશ્ચયથી સ્વપરપ્રકાશક થાય છે, અને સવિકલ્પદશામાં આવતાં પોતાને જાણતાં-જાણતાં બીજા પદાર્થો પણ જણાય છે અને વ્યવહાર (સ્વપરપ્રકાશક) કહેવામાં આવે છે.
(કહે છે) નિજ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે-લ્યો, આવ્યું અમારું આ ! શું આવ્યું તમારું? શું ઉપાદેય આવ્યું? આ ઉપાદેય તત્ત્વ નથી શયતત્ત્વ છેસ્વજ્ઞયમાં નિજના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય સમાય જાય છે. સ્વયમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય, આંહીયાં અધ્યાત્મ દૃષ્ટિએ પરિણામ વીતરાગી લેવા. રાગના પરિણામ એ પુદ્ગલમાં જાય છે, એ સ્વપરપ્રકાશકના બીજા ભેદમાં જાય છે.
સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એટલે જાણવામાં (સ્વયમાં) આ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવે છે.
| (કહે છે, “તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૨
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ઓડિયો કેસેટ મસુરી - પ્રવચન નં-૩ ૮૩ મી સાલ
પ્રવચન નં-૩
(સાંખ્યમતીને સમજાવવા આચાર્યદેવે કર્તા-કર્મ અધિકાર, સમયસારમાં પરિણામ સાથે ) વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે, એમ અનેક પ્રકારે, વ્યવહારની મુખ્યતાના કથનમાં, આત્માને પોતાના પરિણામનો કર્તા છે, એમ જણાવવામાં આવેલ છે. તો કહે છે કે એ ખરેખર જ્ઞાનનો વિષય છે, એ શ્રદ્ધાનો (દષ્ટિ) નો વિષય નથી.
અહીંયાં આત્માને આત્માની શ્રદ્ધા એક સમયમાત્ર થઈ નથી. આત્મા અકર્તા છે એનું શ્રદ્ધાન ને જ્ઞાન ન થાય, ત્યાં સુધી, એવો આત્મા, પોતાના પરિણામનો વ્યવહારે કર્તા છે, એમ લાગૂ પડતું નથી. કેમ કે એને જ્યાં સુધી નિશ્ચયે અકર્તા દષ્ટિમાં ન આવે ત્યાં સુધી સમ્યક્દર્શનજ્ઞાન ચારિત્રનાં પરિણામ પ્રગટ થાય નહીં, અને થાય નહીં તો ઉપચારથી પણ કર્તાપણું એને લાગું પડતું નથી.
માટે, કોઈ અપૂર્વ વાત, જગતના જીવોએ સાંભળી નથી અને આખું જગત કર્તાબુદ્ધિથી દુઃખી-દુઃખી થઈ રહ્યું છે. એવા દુ:ખથી નિવૃત્તિ થાય! અકર્તાસ્વભાવી બતાવીને, વીતરાગદશા કેમ પ્રગટ થાય ! મોક્ષમાર્ગ કેમ પ્રગટ થાય! આત્માનો અનુભવ કેમ પ્રગટ થાય? એની વાત
કરે છે.
(નિયમસાર, ૫રમાર્થ પ્રતિક્રમણ-પંચ રત્નોરૂપ ગાથા-૭૭ થી ૮૧) એમાં ચાર પ્રકાર પાડીને સમજાવ્યું છે, કે નાકપર્યાય મારા આત્મામાં નથી, દેવપર્યાય મારા આત્મામાં નથી, તિર્યંચપર્યાય મારા આત્મામાં નથી, ને મનુષ્યપર્યાય મારા આત્મામાં નથી, અને એનાં કારણનો પણ મારામાં અભાવ છે, એવો મારો સ્વભાવ છે-એ રીતે એનાથી જુદાપણું કહ્યું હવે આગળ.
66
ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથાં તેટલાં ( ચૌદ ) ભેદવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી ૫૨મભાવસ્વભાવવાળાને (-૫૨મભાવ જેનો સ્વભાવ છે એવા મને ) નથી.”
અહીંયાં એમ કહે છે કે: ચૌદ માર્ગણાસ્થાન એ આત્માને શોધવાના સ્થાનો છે. આમાં આત્મા રહેલો છે-આ પરિણામોમાં આત્મા રહેલો છે. એમ જે માર્ગણાસ્થાન, એટલે જેમાં આત્મા રહેલો છે, એમાંથી શોધી કાઢવું, એવા પરિણામને ભગવાન માર્ગણાસ્થાન કહે છે, એનો વિસ્તાર પ્રવેશિકામાં ઘણો છે, એક એક બોલનો !
એવી રીતે ચૌદગુણસ્થાનો એ પણ જીવનાં પરિણામ છે-મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત દેશવિરતિ, (પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સગોયી કેવળી ) આદિ અને ચૌદમાગુણસ્થાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૩ સુધી અયોગી,વળી એ ચૌદ ગુણસ્થાન, એ મોહને યોગથી ઉત્પન્ન થયેલાં આત્માના તારતમ્યતારૂપ પરિણામો છે. આ પરિણામો એને ગુણસ્થાનો કહેવામાં આવે છે.
હવે, જીવસમાસ એટલે કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જે (જીવન) પરિણામો છે, એવા ભાવોને જીવસમાસ કહેવામાં આવે છે. પર્યાપ્ત, અપર્યાપ્ત સાત-સાત એમ ચૌદ ભેદ છે.
આ પર્યાપ્ત, અપર્યાપ્ત એમ કરીને ચૌદ ભેદ પડે છે, એ ભાવો જે પર્યાય છે એ જીવનાં પરિણામ છે. આ બધાં જીવનમાં પરિણામ છે પણ એ પરિણામ, શુદ્ધાત્મામાં નથી. નથી માટે એનો આત્મા કર્તા નથી. જે આત્મા, શુદ્ધ ત્રિકાળીદ્રવ્ય, સામાન્ય છે તેમાં વિશેષનો અભાવ છે. પરિણામ, પરિણામમાં છે-આ માર્ગણાસ્થાનો ગુણસ્થાનો, જીવસમાસ પર્યાયો છે, ભગવાને કહ્યાં છે. પરિણામોનું અસ્તિત્વ છે, પણ એ (પરિણામો) મારા આત્માના સ્વભાવમાં નથી. એ કઈ નયે ? કે શુદ્ધનિશ્ચયનયથી, શુદ્ધ જીવાસ્તિકાયને આ પરમસ્વભાવવાળા મને એટલે-આત્માને આ પરિણામ કોઈ લાગૂ પડતા નથી. એટલે પરિણામથી હું અધિક-જુદો છું, એમ બતાવે છે, અને એમ બતાવીને, એ પરિણામ મારાથી ભિન્ન હોવાથી, હું કર્તાય નથી, કારયિતાય નથી ને અનુમોદક નથી. એમ કહીને અકર્તા સ્વભાવની દષ્ટિ કરાવે છે.
“શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” શુદ્ધ નિશ્ચયનયથી પરમભાવ, સ્વભાવવાળા મને-પરમસ્વભાવ ભાવ એટલે પરમપારિણામિક સ્વભાવ જેનો એટલે કે આત્માનો સ્વભાવ છે. એવા મને કઈ નયે? કે શુદ્ધનિશ્ચયનયે! (એટલે કે) આત્માના સ્વભાવને પ્રસિદ્ધ કરનાર અતીન્દ્રિયજ્ઞાનની અવસ્થા, એ અતીન્દ્રિયજ્ઞાનની અંતર્મુખ થયેલી અવસ્થાથી હું મારા આત્માને જોઈને કહું છું કે આ (પરિણામો ) મારામાં નથી.
હું પ્રત્યક્ષ અત્યારે મારા આત્માને જોઈ રહ્યો છું-વેદી રહ્યો છું– જાણી રહ્યો છું એટલે એવી મને શુદ્ધનિશ્ચયનય પ્રગટ થઈ ગઈ છે, એ નયના બળે-એ નયથી જોઉં છું તો આ પરમસ્વભાવવાળા મને, આ અપરમભાવો કોઈ મારામાં નથી. આ પર્યાયના અપરમભાવો કોઈ મારા સ્વભાવમાં (દેખાતા) નથી. પર્યાયો પર્યાયમાં ભલે હો, પણ સામાન્યધન આત્મા ચિદાનંદ આત્મા છે, એમાં આ પરિણામો નથી. આ પરિણામો મારામાં નથી, એ કારણે હું એનો કર્તા નથી, કારયિતા નથી ને અનુમોદક પણ નથી.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક સ્કૂલ-કૂશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં-૩ અભિપ્રાય મારે નથી.”
મનુષ્ય અને તિર્યંચ બે લીધા. દેવ ને નારકી ન લીધા, સમજી ગયા? એમાં આ બે ને ઔદારિક શરીર છે ઓલા બે ને વૈક્રિયીક શરીર છે. આ ઔદારિક શરીર જે છે તે નાનું-મોટું વૃદ્ધ-યુવાન, સ્થૂલ-કૃશ, જાડું-પાતળું એવા અનેક પ્રકારના દેહની સ્થિતિ પલટાય છે (ફેરફાર થાય છે) એ મારા સ્વભાવભાવમાં નથી. તેથી એ ભાવનો હું કારણ નથી ને એનો કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. એને પુદ્ગલ કર્મ કરે છે. કોણ કરે છે એ વાત આગળ કહેશે. તો આ બધા ભાવોને કોણ કરે છે? કે પુલકર્મો એને કરે છે, એનો કર્તા પુદ્ગલકર્મો છે, હું એનો કર્તા નથી, હું પુદ્ગલ કર્મ પાસે કરાવનાર પણ નથી, પુદ્ગલકર્મો કરે છે ઈ મારા જાણવામાં છે પણ હું એને અનુમોદન આપતો નથી.
બધા, પરિણામોનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે, એમ કહે છે, હું અકર્તા છું! પરિણામ તો છે તો એનો કર્તા કોણ છે? કે એનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે. કેમ કે પુદ્ગલદ્રવ્યના ઉદયે આ ભાવો થાય, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવો તેની અપેક્ષાથી થાય છે તેથી એનો કરનારો એ છે, હું એનો કરનારો નથી, હું તો સાક્ષી છું. હું તો કેવળ માત્ર જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષી રહું છું! હું એની રચના કરું, એ મારો સ્વભાવ નથી.
( શ્રોતા ) એટલે મનુષ્ય ને તિર્યંચ (એની જ વાત છે? )
(ઉત્તર) એનાં જ શરીરની એ બધી સ્થિતિઓ (અવસ્થાઓ) થાય છે. બાળયુવાન-સ્થવિર કે વૃદ્ધાવસ્થાદિ એવો ફેરફાર દેવ ને નારકીઓમાં નથી. એ તો જેવાં જન્મ્યા એવું ને એવું શરીર રહે! જન્મે છે ને એમ ને એમ શરીર રહે મરે ત્યાં સુધી. એનાં શરીર નાનાં-મોટાં ન થાય, એક ઇંચ વધે નહીં કે ઘટે નહીં. જેવડું શરીર હોય એવડું ને એવડું શરીર રહે. એ જે શરીર છે તે ગર્ભમાંથી નથી જન્મતું એનો સીધો જન્મ ઉત્પાદનૈયામાંથી થાય છે. કાયમ એવું ને એવું–વૃદ્ધઆદિ (વયકૃત) ફેરફાર ન થાય. દેવોને છ મહિના પહેલાં એનાં કંઠમાં રહેલી માળા સુકાય (કરમાવા લાગે ) તેથી તેને થાય કે હવે મારું મોત થવાનું છે. મોતની એ રીતે ખબર પડે!
(શ્રોતા ) બધાને એ રીતે થાય? (ઉત્તર) ના, બધાને નહીં, દેવો અને નારકી વયકૃત કોઈ એમાં ફેરફાર નથી થતો, પણ તિર્યંચ ને મનુષ્યમાં વયકૃત ફેરફારો થાય છે. ઊંમરને કારણે ફેરફારો થાય છે. (શ્રોતાઃ) નરકમાં (નરકના જીવોને) ખબર પડે કે છે મહિના પહેલાં ? (ઉત્તર) ના. (નારકીઓને નહીં ) પણ દેવોને ખબર પડે!
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૫
આત્મતત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સફળ-મોરાગ-દ્વેષ નથી.”
મોહ-રાગ-દ્વેષ મારા સ્વભાવમાં નથી. કેમકે મારો આત્મા સત્તાસ્વરૂપ, અસ્તિત્વસ્વરૂપ છે સત્ છે અતિરૂપે મારો આત્મા છે, અને મારા આત્મામાં અનંત વીર્ય ને અનંતજ્ઞાન ને અનંતસુખ ભરેલું છે. એવો જે મારો શુદ્ધાત્મા-અનંત ગુણાત્મક મારો આત્મા જે છે એ અતિરૂપ છે ને અતિરૂપ હોવાથી એમાં અનંતજ્ઞાન, અનંત વીર્ય, અનંતદર્શન અનંત સુખ એવા જે ગુણો રહેલા છે એવો છે મારો આત્મા! શુદ્ધ આત્માની વ્યાખ્યા કરે છે, એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે? કે સત્તા સ્વરૂપ છે, ચૈતન્યસ્વરૂપ છે, અવબોધ એટલે જ્ઞાન (સ્વરૂપ છે) પરમ ચૈતન્ય એટલે વીર્ય (સ્વરૂપ છે) આહા....! અનંતવીર્ય, અનંતજ્ઞાન આદિ અનંતગુણસ્વરૂપ સત્તા છે, એવી સત્તાસ્વરૂપે હું રહેલો છે. એવો જે મારો શુદ્ધઆત્મા છે, એ આત્મામાં મોહ–રાગ-દ્વેષ નથી. એ પરિણામો મારા આત્મામાં નથી, એ કારણે હું એનો કર્તા, કારયિતા કે અનુમોદક નથી.
આ જે પહેલાં, પહેલો પારો (–પેરેગ્રાફ) કહ્યો, એમાં નથી, નથી એમ બધામાં આવ્યું,-મારામાં એ નથી-મને એ નથી-મારામાં એ નથી.તો એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં નથી, એ કારણે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા બની શકે નહીં.
કેમકે એમાં વ્યાપે તો કરે, એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં જાય તો તો એનાં પરિણામને કરી શકે ! દ્રવ્ય પોતાની સત્તા, અસ્તિત્વ છોડે નહીં ને બીજામાં જાય નહીં એ કારણે એક દ્રવ્ય, બીજાં દ્રવ્યોના પરિણામનો કર્તા નથી. એ જ વાત અધ્યાત્મમાં અહીંયા લાગૂ પાડવી કે એક ત્રિકાળી દ્રવ્યસામાન્ય છે, વિશેષમાં જતું નથી-વ્યાપતું નથી, ફેલાતું નથી તેથી તે તેનાં પરિણામને કરતું નથી. કેમકે મારામાં નથી માટે હું એનો કર્તા નથી એ ન્યાય આપ્યો.
તો પછી એને પરિણામોને કોણ કરે છે? કે પુદ્ગલકર્મો કરો તો કરો? હું નથી કરતો, એ પછી આગળ આવશે (ટીકામાં કહેશે.)
સત્તા, અવબોધ,-અવબોધ એટલે જ્ઞાન અને સત્તા એટલે અસ્તિત્વ, પરમચૈતન્ય એટલે અનંતવીર્ય, પંડિતવીર્ય ગુણ ત્રિકાળી હાં, ચૈતન્યપણે હોં! અને સુખની અનુભૂતિમાં લીન,-(સત્તામાં) જ્ઞાન લીધું, વીર્ય લીધું ને સુખ લીધું અને અસ્તિત્વ-સત્તા સામાન્યગુણ લીધો ! ઓલા વિશેષગુણ વિશેષગુણો અનંત જેમાં રહેલા છે, એવા અસ્તિત્વસ્વભાવી મારો આત્મા છે એમાં નિશ્ચયનયથી જોવામાં આવે તો એમાં મોહ–રાગ દ્વેષનો અભાવ છે.
(શ્રોતા ) પણ ભાઈ ! અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા (કહીને શું કહેવા માગે છે!)
(ઉત્તર) સુખની અનુભૂતિમાં લીન એટલે સુખમય ! અનુભૂતિ એટલે સુખનો સ્વાદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
પ્રવચન નં-૩ પર્યાયમાં આવે, (એમ અહીં) પર્યાયની વાત નથી. ત્રિકાળી દ્રવ્યની વાત છે. સુખની અનુભૂતિમાં લીન એટલે અનુભૂતિસ્વરૂપ-સુખમય, સુખમયને અનુભૂતિ કહેવાય.
“સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા” વિશિષ્ટ એટલે ખાસ પ્રકારનો આત્મા, આત્માનું જે ખાસ પ્રકારનું મારું સ્વરૂપ છે અને ગ્રહનારા એટલે એને જાણનારા, “શુદ્ધ દ્રવ્યાર્થિકનયનાં બળે” શુદ્ધદ્રવ્યાર્થિકનયની આંખ ઊઘાડીને જોઉં છું તો મનેમારા આત્મામાં આ કોઈ મો-રાગ-દ્વેષ નથી. “મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” નથી માટે હું એનો કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી. તે પર્યાયો તો છે, તે પર્યાયોનો કર્તા કોણ છે તે કહેશે.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણ સ્વરૂપ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજ ચિન્શક્તિમય (૪) સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ, ક્રોધ-માન-માયાલોભ નથી.
(કહે છે કેઃ) સંસારમાં જીવ દુઃખી થાય છે, એ-દુઃખનું કારણ, કલેશનું કારણ ક્રોધમાન-માયા ને લોભ એ મારા સ્વભાવમાં નથી. દુઃખનું કારણ મારા સ્વભાવમાં નથી, એથી હું દુઃખી નથી! અને હું કોણ છું? એ કહે છે. “સહજ નિશ્ચયનયથી” (શ્રોતા ) એમાં સહજ કેમ મૂકયું નિશ્ચયનયમાં? (ઉત્તર) સહજ નિશ્ચયનય, એ નિર્વિકલ્પ છે, સવિકલ્પ નથી.
(કહે છે) સહજ નિશ્ચયનયથી એટલે સાહજિક છે ઈ, આત્માની સન્મુખ થઈ પર્યાય જે પ્રગટ થઈ, એને મેં કરી એમ નથી, એ તો સહજ છે. (શ્રોતા:) નિશ્ચયનય, આત્મસન્મુખ વળી એ પણ સહજ છે? (ઉત્તર) સહજ છે, મારા કરવાથી એ વળી નથી. માટે સહજ શબ્દ છે, એનો (નિશ્ચયનયનો ) પણ અકર્તા છે.
જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાનનીય અકર્તા, માટે સહજ શબ્દ વાપર્યો છે.
(૧) સદાનિરાવરણ સ્વરૂપ!” (કહે છે કેઃ) મારો ભગવાન આત્મા, આઠપ્રકારના જ્ઞાનાવરણ (આદિ) કર્મો છે, તેનું આવરણ મને લાગૂ પડતું નથી. (આત્મા) સદા આવરણથી રહિત છે. ભાવકર્મના આવરણથી અને દ્રવ્યકર્મના આવરણથી ને નોકર્મના આવરણથી મારો આત્મા ભિન્ન છે રહિત છે ત્રણેકાળ (શું કહે છે?) જ્ઞાનાવરણ કર્મનો ઉદય મને લાગુ પડતો નથી ચારિત્રમોહ કે દર્શનમોહનો ઉદય મને લાગૂ પડતો નથી. (કેમ કે) હું એ આવરણથી, એ કર્મોથી ભિન્ન છું–રહિત છું.
એ કર્મોનું જે આવરણ આવે છે, જાય છે, છૂટે છે. એ પર્યાયની હારે ( એનો) સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૭ છે, પર્યાયને આવરણ હોય-કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થતી નથી, તો કેવળજ્ઞાનાવરણ કર્મનો ઉદય એમાં નિમિત્ત કારણ છે અને તત્સમયની જ્ઞાનની પર્યાયની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે, કે કેવળજ્ઞાનની પર્યાય થતી નથી, તો જ્ઞાનની, દર્શનની, ચારિત્ર (આદિ) ની પર્યાયની સાથે કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે! મારો ભગવાન આત્મા તો સદા નિરાવરણ છે!! આવરણ જ નથી. સદા નિરાવરણ છે !
સદા નિરાવરણ સ્વરૂપ!”
એટલે કે આવરણ પહેલાં હતું ને હવે આવરણ વયું ગયું એમ નથી. હું તો નિરાવરણસ્વરૂપ જ છું. પર્યાયનો સ્વીકાર છે, પણ સાંખ્યમત એકાંતે નાસ્તિ કહે છે અને આ શુદ્ધનયના બળે નાસ્તિ કહે છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે તો નાસ્તિ છે (વેદાંત ને જૈન કહે છે) એમાં મોટો ફેર છે. અહીં જ્યારે એક નયથી ભિન્ન છે એમ કહે છે ત્યારે એની પ્રતિપક્ષ બીજી નયથી અભિન્ન છે, એમ આવી જ જાય સ્યાદ્વાદમાં એક નિશ્ચયનયથી જ્યારે પરિણામ (ને) ભિન્ન કહે, ત્યારે પ્રતિપક્ષ બીજી વ્યવહારનયથી પરિણામ અભિન્ન છે જ્ઞાનનો વિષય, એમાં આવી જાય છે. એટલે જૈનદર્શન સિવાય સ્યાવાદ નથી. કોઈએ વ્યવહારનયને એકાંત પકડયો, કોઈએ નિશ્ચયને એકાંતે પકડયો અને કોઈએ પ્રમાણને એકાંતે પકડ્યો !
વસ્તુ તો નિત્ય ને કાં અનિત્ય જ હોય, વસ્તુ નિત્યાનિત્ય એ તમારું સંશયાત્મક (જ્ઞાન) છે! કારણ કે કથંચિત્ નિત્ય ને કથંચિત્ અનિત્ય એવું તમારું (કથન ) સંશયાત્મક છે. કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય શું? કથંચિત્ શુદ્ધ ને કથંચિત્ અશુદ્ધ? કાં કહો કે શુદ્ધ ને કાં કહો અશુદ્ધ અને અરે ! શુદ્ધાશુદ્ધ કહો ! કથંચિત્ (કહીને) નય લગાડો છો તમારું ઠેકાણું નથી કાંઈ એમ (એ લોકો ) કહે છે. સમજી ગયા?
એટલે કે એક ધર્મને પકડી લીધો, દાંત આવે છે ને, હાથીનું દષ્ટાંત આવે છે. હાથી હતો અને એક આંધળો માણસ હતો તેણે હાથીના પગ (હાથ ફેરવીને) જોયા તો હાથી કેવો? કે થાંભલા જેવો કાન જોયા તો હાથી કેવો? કે સુપડા જેવો. એમ અનેક અનેક રીતે એનાં (એક એક) અંગને જોઈને, વાત પકડી સર્વાગે પકડીને બીજા અંગોને ગૌણ કરીને એકને મુખ્ય કર્યું નહીં. સર્વાગને જાણે પછી એક અંગ મુખ્ય-ગૌણ થાય. સર્વાગને તો જાણું નહીં એક અંગને પકડી લીધું (જન્માંધ હતો) એમ આ જૈનદર્શન છે તે એકને સર્વાગથી પ્રમાણથી આખા આત્માને જાણ્યા પછી, નયથી-એકને ગૌણ અને મુખ્ય કરીને સમજાવે છે.
આંહીયાં દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી-શુદ્ધનિશ્ચયનયથી આત્માની વાત કરે છે કે.....આત્મામાં પરિણામોનો અભાવ છે. વ્યવહારનયથી જોવામાં આવે-પ્રમાણજ્ઞાનથી જોવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
પ્રવચન નં-૩ આવે, તો સામાન્ય-વિશેષાત્મક દ્રવ્ય છે, આ બધી પર્યાયો આત્મામાં થાય છે (કહે છે) સહજ નિરાવરણસ્વરૂપ”—ત્રણેયકાળ નિરાવરણ સ્વરૂપ જ છે. મને કોઈ આવરણ આવી ગયું હોય, મારા આત્માને અને મારો આત્મા ઢંકાઈ ગયો હોય અને આખીચીજ આચ્છાદિત થઈ ગઈ હોય (સૂર્યને આડાં ) વાદળાં આવી જાય ને ઢંકાઈ જાય, એમ (મારા આત્મા વિષે) છે નહીં. “(હું તો) સદા નિરાવરણ સ્વરૂપ છું” મને રાગનું આવરણ પણ નથી અને જડકર્મ-દ્રવ્યકર્મનું આવરણ નથી, એમ (કહે છે.) નિરાવરણસ્વરૂપ જ મારો આત્મા છે! અનાદિઅનંત !
“(૨) શુદ્ધજ્ઞાનરૂપ!” (કહે છેઃ ) શુદ્ધજ્ઞાનરૂપ એટલે જ્ઞાનગુણ જે ત્રણેય કાળ શુદ્ધ છે એવા શુદ્ધજ્ઞાનમય-એવું શુદ્ધજ્ઞાન એ મારું રૂપ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, એ પર્યાયરૂપ હું નથી, એ પર્યાયો તો મારાથી ભિન્ન છે. મારાથી ભિન્ન છે તેથી હું એને કરતો નથી ને પુગલ (કર્મો) એને કરે છે તો કરો ! હું એ (પર્યાયોને) કોઈ પાસે કરાવતો નથી અને એને પુદ્ગલકર્મો કરે છે, એ ઠીક કરે છે એવું એનું અનુમોદન પણ કરતો નથી. હું તો શુદ્ધજ્ઞાનમય છું! ત્રણેય કાળ. શુદ્ધજ્ઞાન એટલે ત્રિકાળીજ્ઞાનગુણ મારું રૂપ છે આ પર્યાયો છે એ મારું રૂપ નથી. એ પર્યાયો મારામાં નથી, એમ કહે છે. ( પછી....... (વાંચો.)
(૩) સહજ ચિશક્તિમય” કહે છે કે સહજ ચિશક્તિ એટલે વીર્ય, ચૈતન્યની જે શક્તિ-બળ છે એ ચિલ્શક્તિ છે એ વીર્યગુણ છે. અને અનાદિ-અનંત એ ગુણવાળું છે એ મારું રૂપ છે. અનંતવીર્યવાળો હું છું. એ વીર્યગુણ પણ નિરાવરણ છે. એને અંતરાય કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ થાય એ કાંઈ લાગૂ પડતું નથી, એ પર્યાયને લાગૂ પડે છે.
“(૪) સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ એટલે દર્શન નામનો એક ગુણ છે એનાથી હું પરિપૂર્ણ છું-જ્ઞાનગુણથી, દર્શનગુણથી વીર્યગુણથી, સુખગુણથી અનંતગુણથી પરિપૂર્ણ છું એમ. “જેની મૂર્તિ અર્થાત સ્વરૂપ સહજદર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા”, એટલે કે દર્શન નામનો ગુણ સહજ એનું સ્કૂરણ એટલે સાહજિક છે એટલે કે જ્ઞાન નામનો ગુણ છે, દર્શન નામનો ગુણ છે (એવા એવા અનંતગુણોથી) સહજ જ રહેલો પરિપૂર્ણ આત્મા છે. આવે છે ને! જ્ઞાન-દર્શનમય ખરે! હા, આ ઈ ! (શ્રોતા ) દર્શન એટલે શ્રદ્ધા ! (ઉત્તર:) ના, દર્શન ગુણ આ (એની વાત છે. ) જ્ઞાનગુણને દર્શનગુણની વાત છે (આમાં) શ્રદ્ધા ગુણ ન લેવો. (દર્શનગુણ એટલે ) સામાન્ય અવલોકન આવે છે ને! ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ને કેવળદર્શન-એવી ચાર પર્યાયો થાય જે ગુણની વિશેષદશા એવો સામાન્યગુણ એ દર્શનગુણ દર્શન એટલે અવલોકન ! ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકન !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૯ (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને” (કહે છે) ઈ યથાખ્યાત ચારિત્ર એટલે પર્યાય ન લેવી. બારમા ગુણસ્થાને જે પર્યાય પ્રગટ થાય છે, એનો તો મારામાં અભાવ છે. યથાખ્યાત એટલે આત્માનું જેવું (એકરૂપ) સ્વરૂપ છે એવો ચારિત્રગુણ મારા આત્મામાં રહેલો છે. “અવિચળ સ્થિતિરૂપ?” અવિચળ સ્થિતિરૂપ એટલે એમાં ચલાયમાન કાંઈ ન થાય, વધઘટ, ચારિત્રગુણ એવો ને એવો અનાદિ અનંત અવિચળરૂપ છે, આ બધાય ગુણોના વિશેષણો છે. યથાખ્યાત ચારિત્ર એટલે બારમા ગુણસ્થાનની વાત લાગે છે ! પણ બારમું ગુણસ્થાન તો આત્મામાં નથી. ગુણસ્થાન જ આત્મામાં નથી. યથાખ્યાત ચારિત્રની જે પર્યાય પ્રગટ થાય, એનો મારામાં અભાવ છે.
આહા! યથાખ્યાત ચારિત્રનો કરનાર (કર્તા) આત્મા નહીં! આ વાત એવી છે કે કર્તબુદ્ધિવાળાને પર્યાય નૈસર્ગિક છે તે બેસવું કઠિન છે પણ ભાઈ ! કબુદ્ધિ છે તે શલ્ય છે. સંસાર છે. કર્તા છે એ જ્ઞાતા નથી, અને જ્ઞાતા છે તે કર્તા નથી.
करै करम सोई करतारा । जो जानै सौ जाननहारा।।
जो करता नहि जानै सोई। जानै सो करता नहि होई।। દોહો છે (કર્તાકર્મ ક્રિયાદ્વાર-સમયસાર નાટક દોહા ૩૩ છે.) પણ.....આ એનો મર્મ છે. જે જાણે છે તે કરતો નથી અને કરે છે તે જાણતો નથી એટલે કે જેની પર્યાયમાં કર્તુત્વબુદ્ધિ છે એની લોકાલોકમાં કર્તુત્વબુદ્ધિ છે.
એક સમયની પર્યાયમાં જેની કર્તુત્વબુદ્ધિ છે તે કર્તુત્વબુદ્ધિ સ્વામિત્વબુદ્ધિ વિના ન હોય-મમત્વ વિના કર્તુત્વ ન હોય જ્યાં મમત્વ હોય ત્યાં જ કર્તુત્વ હોય જેને એક સમયની પર્યાયમાં મમત્વને કર્તુત્વ છે. (તેને) લોકાલોક-આખો લોકાલોક તેનો એ સ્વામી થઈને બેઠો છે નિરાંતે! જેટલા બેંકમાં પૈસા છે એનો જ (એટલાનો જ) ઘણી હું એમ નહીં, પણ (અભિપ્રાયમાં તેને વર્તે છે કે, લોકાલોકનો હું સ્વામી છું! સ્વામીપણું-કર્તાપણું લઈને બેઠો છે નિરાતે જીવ એટલે દુઃખી થાય છે. ધણી થઈ શકતો તો નથી, ધણી થાય તો તો સુખી થઈ જાય, પણ ધણી થઈ શકતો નથી. મમતાથી દુઃખી થાય છે મફતનો !
એક સમયની પર્યાય, એની જો મમતા રહી તો કર્તા બુદ્ધિ છે ને એનાં ફળમાં અનંત દુઃખ! એના મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસારનું દુઃખ છે. કર્તબુદ્ધિ-મિથ્યાત્વનું મહાપાપ છે.
સ્વયમેવ પર્યાય થાય અથવા તો પુદ્ગલ એને કરે તો કરે! એને જાણને તું, તું ઘાલમેલ શું કરવા કરશ મફતનો! જાણે તે કરતો નથી અને જે કર્તાબુદ્ધિવાળો છે તે જાણનાર નથી. બસ! બે જ માર્ગ છે-કાં કર્તા ને કાં જ્ઞાતા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં-૩ કાં કર્તા રહે તો સંસાર-ચારગતિમાં (રખડે!) અને જો જ્ઞાતા થઈ જાય, જ્ઞાતા પણ જ્ઞાયકનો, જ્ઞાયકનો જ્ઞાતા થતાં જ એમ લાગે (-જણાય) કે આ પરિણામનો કર્તા પુદ્ગલ છે. જ્ઞાયક ઉપર દૃષ્ટિ પડતાં જ પરિણામની કતૃત્વબુદ્ધિ છૂટી જાય! મિથ્યાત્વ જાય, પરિણામ રહે પણ મિથ્યાત્વ (-કર્તા બુદ્ધિનો અભાવ થાય) જાય. ઓહો હો ! “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે!”
(શું કહ્યું?) ઓહોહો ! આત્મા અકર્તા છે એ જેનદર્શનની પરાકાષ્ટા છે! બધાયના આત્મા હો ! બધાયના આત્મા જ્ઞાયકભાવ, સ્વભાવે અકર્તા રહેલા છે! પોતાના પરિણામને પણ કરે નહીં!!
આત્મા એનો કર્તા નથી, એવા આત્માને જાણો ને એને જાણતાં-જાણતાં આ થાય છે એમ તેને જણાય જાય છે! કર્તબુદ્ધિ છૂટે ક્યારે કે આત્માનું અવલંબન લઈને અનુભવ કરે ત્યારે!
પણ, વિકલ્પમાં એણે (યથાર્થપણે ) નક્કી કરવું પડે પહેલાં, કે પર્યાયનો કર્તા આત્મા નથી. પર્યાયનો કર્તા આત્મા હોય તો બધાય સમ્યકદર્શન શું કામ કરે? કેવળજ્ઞાન જ બધાય કરી લ્ય! દુ:ખ તો કોઈને વહાલું નથી ! દુઃખને ટાળી ધે ઈ લ્યો! જો આત્મા કર્તા હોય તો દુઃખની પર્યાયને ટાળી ધે ને સુખની પર્યાય પ્રગટ કરી દે! સુખ તો બધા ઈચ્છે છે, સુખ તો જીવમાત્રને જોઈએ છે, કોઈની દુઃખની ઈચ્છા તો નથી (જો તું કરી શકશો હો-કર્તા હો, તો સુખને પ્રગટ કરી દે તું- (તારામાં કરવાની ) શક્તિ હોય તો !
શક્તિ નથી એનામાં સુખની (પર્યાય) પ્રગટ કરવાની, સંસારી સુખને પ્રગટ કરવાની શક્તિ નથી અને આત્મિક સુખને પ્રગટ કરવાની શક્તિ આત્મામાં નથી. જાણવાની શક્તિ પૂરી છે ! કરવાની શક્તિ નથી.
જાણવાનું પુરેપુરુ કરવાનું કિચિત માત્ર નહીં આવો આત્માનો સ્વભાવ છે (અકર્તાજ્ઞાતાને, શ્રદ્ધા જ્ઞાનમાં લેતાં, એને ધર્મની શરૂઆત થાય, છતાં ધર્મના પરિણામને એ કરે નહીં! થાય એને જાણે ! એ થવા યોગ્ય થયા ધરમના પરિણામ (એ પરિણામ) મારા કરવાથી થયા નથી, વ્યવહારનય મને કર્તા કહે છે, ઉપચારથી તો કહેવા દ્યો ! હું તો નિશ્ચયના બળે જાણું છું કે (આ) ધરમના પરિણામને મેં કર્યા નથી. થયા છે એમ જાણું છું, અથવા પુદ્ગલકર્મ કર્યા છે એમ જાણું છું ! “આ” ખૂબ ઊંચા પ્રકારની વાત છે.
“સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા લોભ નથી.”
(કહે છે કેસમસ્ત સંસારના કલેશનું-દુઃખનું કારણ એવા ક્રોધ-માન-માયા-લોભ, મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. જે ઉપર કહ્યો સ્વભાવ મારો જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યવાળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૪૧ આત્મા! એ સ્વભાવમાં આ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ છે. એવા આત્માને હું ભાવું છું! આવા આત્માને કે જે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છે કે જેમાં ક્રોધ-માન-માયા-લોભના ભાવનો અભાવ છે.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (-ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.”
(શું કહે છે!) હવે, મૂળ વિષય આવ્યો. અત્યાર સુધી તો આ મારામાં નથી, (આ) મારામાં નથી, (આ) મારામાં નથી, (આ) મારામાં નથી (એમ) આવ્યું ઘણું, હવે નથી માટે હું કર્તા નથી. અને નથી માટે હું કર્તા નથી તો કો'ક એનો કર્તા હોવો જોઈએ, એ વાત હવે શરૂ કરે છે.
વિવિધ વિકલ્પો એટલે વિવિધ ભેદો-જે ઉપરમાં નારક આદિના ચાર ભેદો કહ્યા દાખલા તરીકે, પછી (ચૌદ) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસના ભેદો કહ્યા', મોહેંરાગ-દ્વેષના ભેદો કહ્યા, પછી ક્રોધ-માન-માયા-લોભના ભેદો કહ્યા, બાળ-યુવાન-સ્થવિરવૃદ્ધાવસ્થાના ભેદો કહ્યા, એનો હું કર્તા નથી એ ભેદો મારામાં નથી, મારા સ્વભાવમાં નથી, એ જે (સર્વ ભાવો-ભેદો ) એ મારામાં નથી (તેથી) એનો નિશ્ચયથી હું કર્તા નથી.
નથી” માટે કર્તા નથી, મારામાં એ નથી માટે એનો કર્તા નથી. (કારણકે) વ્યાપ્ય વ્યાપક સંબંધનો અભાવ છે. મારામાં નથી એવો (હું છું ) પર્યાયના ભેદો મારામાં નથી. તેથી નિશ્ચયથી એનો હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક પણ નથી.
એનો સીધો હું ડાયરેકટ તો કર્તા નથી, એની સન્મુખ થઈને સીધો તો હું કર્તા નથી પરિણામનો પણ કારયિતા નથી એટલે કરાવનાર નથી. (દાખલા તરીકે) મકાનને સીધો તો હું ચણતો નથી, મકાનને કડિયા મારફત પણ હું ચણાવતો નથી. અને...એ કડિયો મકાનને ચણે તો ઠીક એને હું અનુમોદન આપતો નથી. દરજી.... કપડું...સીવે છે-એટલે કે એને એ કરે છે એમ મને ભાસતું નથી. એટલે હું કરું છું એમ ભાસતું નથી, ભલે એને ઈ દરજી કરે (-કરતો દેખાય તો પણ) મને એમ પ્રતિભાસતું નથી કે એ દરજી સીવે છે, હું સીવડાવું છું ને દરજી સીવે એ ઠીક કરે છે એવું અનુમોદન પણ હું આપતો નથી. ઈ પર્યાયને કરે છે ) એનું અનુમોદન હું કરતો નથી.
કોઈ (પણ) પદાર્થ, બીજા પદાર્થ મારી પર્યાયને કરે, એવું અનુમોદન હું આપતો નથી, દર્શનમોહ ખસી જાય તો ઠીક અને સમ્યકદર્શન થાય એવું અનુમોદન મારે નથી. જ્ઞાનાવરણકર્મ-કેવળજ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, એનો ક્ષય થાય અને કેવળજ્ઞાન મને પ્રગટ થાય, એને હું અનુમોદન આપતો નથી. જો હું....અનુમોદન આપું તો હું ઈનડાયરેકટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨.
પ્રવચન નં-૩ કર્તા બની જાઉં!
અનુમોદવું બીજા કોઈ હિંસાના પરિણામ કરતા હોય અને માનસિક ટેકો આપવો, કરે. તો ભલે કરે, આપણે કયાં કરીએ છીએ? હિંસાના પરિણામ આપણે કરીએ તો દોષ લાગે! પણ બીજો હિંસાના પરિણામ કરે એને જો તમે અનુમોદન આપ્યું, તો તમે હિંસક થઈ ગયા. કર્તાપણાનો દોષ તમને લાગે ! (શ્રોતા ) મદદ કરીને એને (ઉત્તર) કર્તા થઈ ગયો! કોર્ટનો કાયદોય એમ કહે છે કે, આ સર્વજ્ઞભગવાનનો કાયદો એમ કહે છે. ભાઈનું કાંઈ કરમા ( - કર નહીં) એક જાણવાના સ્વભાવમાં ટકી રહે!! મુનિરાજને તો કરવું-કરાવવું ને અનુમોદવું, મન-વચન-કાયાથી, એમ નવ કોટિએ પચખાણ હોય છે!
મનથી કરવું-કરાવવું નથી-કરતો હોય એને અનુમોદવું નથી, એમ વચનથી કરવું નથી-કરાવવું નથી ને કરતો હોય એને અનુમોદન આપવું નથી, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં ને કરતો હોય એને અનુમોદવું નહીં, નવ કોટિએ પચખાણ એમને મુનિરાજને, સાધુન હોય છે.
આ કર્તા બુદ્ધિનું એ ઝેર જીવને મારી નાખે છે, સ્વભાવે જ્ઞાતા છે, છતાં એને કર્તા માનવો, એ મોટી ભૂલ છે! છતાં એ (માને તો પણ) કર્તા તો બની શકતો જ નથી-કરી શકતો નથી, કરી શકતો હોય ને કર્તા માને તો તો ઠીક છે, કર્તા નથી, અકર્તા છે. કરી શકતો નથી અને કર્તા માને છે, દુઃખી થાય છે.
ન થાય તોય દુઃખી, થાય ને અહં કરે તોય દુઃખી ! કર્તા બુદ્ધિવાળાને કોઈ કાર્ય કરવાની ઈચ્છા થઈ, તે પ્રમાણે કાર્ય ન થયું તો દુઃખી થયો અને પોતાની ઈચ્છા પ્રમાણે થવા યોગ્ય કાર્ય થયું, અને તે મારી ઈચ્છાથી થયું તો એમાં અહંકાર કર્યો તોય દુઃખી !
ન થાય તોય દુ:ખી અને થાય તો અહંકાર વધી જાય તોય દુઃખી. કર્તબુદ્ધિવાળો નિરંતર દુઃખી જ છે. કર્તાબુદ્ધિ છોડવાનો પ્રયત્ન જીવે, જ્ઞાયકને આશ્રયે કરવો જોઈએ.
હું કરતો નથી, કરાવતો નથી, હવે એને પુદ્ગલકર્મો કરે છે એને હું અનુમોદના આપતો નથી. એ સૂક્ષ્મ બોલ છે. (કહે છે) કે આ જે પરિણામો થાય છે, એને પુદ્ગલકર્મ રચે છે! સદ્દભાવ સંબંધ અને અભાવ સંબંધ (પર્યાયની રચનામાં) એનાથી આ રચાયેલા ભાવો છે, એ કર્મકૃત ભાવો (-પર્યાયો) છે. બંધ-મોક્ષને કર્મકૃત કહ્યા! કર્મથી ઊપજેલા ભાવો છે-કર્મથી જન્મેલા ભાવો છે, એ ભાવો ને જડ કર્મ કરે તો ઠીક ! એવું મારે અનુમોદન નથી, જો હું એવું એનું અનુમોદન આપું છું તો હું કર્તા બની જાઉં છું. કર્તા બનું તો જ્ઞાતા રહી શકતો નથી.
માટે હું ડાયરેકટ (એભાવો ને) કરતો નથી, કરાવતો નથી ને કરે એને ઈનડાયરેકટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પણ મારો ટેકો (–અનુમોદન) નથી. વાસો થાબડતો નથી કર્મને! એવો અકર્તા-જ્ઞાતાભાવમાં રહેલો છે આત્મા ! અને, એવા અકર્તા જ્ઞાતા આત્માને દૃષ્ટિમાં પકડે, તો કામ થઈ જાય !
૪૩
“અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો (વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો ) અનુમોદક નથી.
( કહે છે) એટલે બધાય વિભાવ ભાવો એટલે વિશેષભાવો કહ્યા, એનો કર્તા ખરેખર પુદ્દગલકર્મ છે. કર્તા પુદ્દગલકર્મ છે. એ ( ભાવોને ) પુદ્દગલકર્મ કરે છે, એને હું ટેકો આપતો નથી. કરે છે તો પુદ્દગલકર્મો! હું તો કર્તા નથી, (–પુદ્દગલકર્મ ) કરે તો ઠીક, એવો ટેકો પણ હું આપતો નથી. (ટેકો આપું તો) હું કર્તા બની જાઉં માટે, હું જ્ઞાતાપણે રહ્યો છું, માટે હું તો જ્ઞાતા જ છું! હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું!
અહા....હા.! આત્માને ભાવું છું ને થાય છે એને જાણું છું, આત્માને ભાવું છુંશુદ્ધાત્માને. અને પરિણામ થાય છે એને હું જાણું છું! પરિણામ થયા વિના રહે નહીં, એક સમય પણ એવો ન હોય કે પરિણામ ન થાય! અને એક સમય પણ એવો ન આવે, કે એ (થતા ) પરિણામનો એ આત્મા કર્તા બને! કર્તા બને તો મિથ્યાદષ્ટિ! વાહ, વાહ! કેટલી વિરોધાત્મક વાત છે!
(શ્રોતાઃ ) એક પણ સમય એવો ન હોય કે પરિણામ ન હોય, એક સમય એવો ન હોય કે જ્યારે આત્મા કર્તા બને!
(ઉત્ત૨: ) કર્તા બને તો મિથ્યાદષ્ટિ! અને અકર્તા છું અને સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માની જ ભાવના ભાવતાં-ભાવતાં, આ પરિણામો જે થાય છે, એને હું જાણું છું તો જ્ઞાની બની જાય છે. પરિણામની કર્તાબુદ્ધિ થાય તો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. મોટું પાપ છે કર્તાબુદ્ધિનું કર્તાબુદ્ધિ મિથ્યાત્વ છે. પુણ્યના પરિણામ મેં કર્યાં, દયાના પરિણામને હું કરું છું, અથવા દયાના પરિણામ પ્રગટ થાય, ત્યારે ચારિત્રમોહ કર્મની પ્રકૃતિનો મંદ ઉદય થાય ને (આ ) દયાના—અહિંસાના ભાવ મારી પર્યાયમાં થાય તો સારું તો પુણ્ય બંધાય મને, એ અભિપ્રાયવાળો પાપી છે. મિથ્યાત્વનો દોષ લાગી ગયો, એ મહાપાપ લાગ્યું!
પુણ્યના પરિણામ એ ચારિત્રનો દોષ છે અને એને ‘હું કરું છું અથવા બીજો કરે તેને અનુમોદન ' એ મિથ્યાત્વનો દોષ છે.
પરિણામ થવાયોગ્ય થાય છે, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં પડયો છું, અને ભાવું છું દ્રવ્યને જાણું છું પર્યાયને, ભાવું છું દ્રવ્યસામાન્યને, જાણું છું વિશેષને, ભાવું છું જ્ઞાયકને, જાણું છું પ્રમત્ત-અપ્રમત્તદશાઓને ! ભાવું છું, આત્માને, જાણું છું મોક્ષમાર્ગને-ભાવું છું આત્માને, જાણું છું મોક્ષને તેને કરતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
પ્રવચન નં-૩ કેવળ-જ્ઞાનની પર્યાય થાય, એનો હું કર્તા નહીં, પુદગલકર્મ પાસે કરાવનાર નહીં, પુદ્ગલકર્મ કરે તેને હું અનુમોદન આપું, એવો પણ હું નહીં.
આહા...હા.! (આત્મા) અકર્તા છે, તે કર્તા બને શી રીતે ? એ તો..... આત્મા ઉપર અજ્ઞાની બળાત્કાર કરે છે. ભાઈ? સમજાણું? ચિદાનંદ આત્મા, જ્ઞાયક છે, ધર્માત્મા છે. એ. ધર્માત્મા છે—ધર્મને ધારણ કરનારો ધર્માત્મા છે-અરે! મહા ધર્માત્મા છે. એવો ધર્મી જે ભગવાન આત્મા, જ્ઞાયકભાવ, સ્વભાવે અકર્તા છે, એના ઉપર અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અનંતકાળથી પોતાના સ્વભાવ ઉપર બળાત્કાર કરીને કહે છે હું કર્તા છું. કર્તા છું હું કર્તા છું. એટલે એનાં ભાવપ્રાણનું ખૂન થાય છે એટલે સમ્યકદર્શનશાનચારિત્રનાં વીતરાગી પરિણામ પ્રગટ થતાં નથી (પરંતુ) મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રના વિકારી પરિણામ પ્રગટ થાય છે. અજ્ઞાની બળાત્કાર કરે છે (નિજ ) આત્મા ઉપર!!
(લોકમાં) એ કોઈના ઉપર બળાત્કાર કરે તો એને જેલ મળે, આ (નિજ) આત્મા ઉપર બળાત્કાર કરે છે કર્તાપણાનું (શલ્ય રાખીને) અકર્તા (આત્માને) કર્તા માની બેઠો છેસમયે, સમયે પાછું એમ બળાત્કાર કરે છે (નિજ આત્મા ઉપર) સમયે-સમયે હું કર્તા છું..કર્તા છું....કર્તા છું-કરું હું.હું જ કરું છું, હું અકર્તા નહીં, કરું-કરું..કરું અને કરું તો પુરુષાર્થ કહેવાય! જાણું અકર્તાને, એમાં પુરુષાર્થ લાગતો જ નથી ! જગતને!
(શ્રોતા ) (સાહેબ,) એમાં તો ચારગતિની જેલ મળે છે. એને નિગોદની જેલ મળે, ચારગતિની જેલ તો નાની છે. (ઉત્તર) જો ભાઈ, કર્તબુદ્ધિ છૂટી તો અલ્પકાળમાં મોક્ષને કોંબુદ્ધિ રહી તો દુઃખીના દાળીયા છે !
આવા સદ્દગુરુ મળ્યા, આવા (સત્) શાસ્ત્રો મળ્યા, આવી નયવિવક્ષાથી પાછા સમજાવે છે, કોઈ એકાંત (નો) દોષ આમાં નથી લાગતો! એમ! “શુદ્ધનિશ્ચયનયના બળે' , શુદ્ધદ્રવ્યાર્થિક નયે, શુદ્ધજીવાસ્તિકાયને આ ભાવો નથી. બોલો! નયથી, વિચક્ષાથી (વાત) કહે છે, બીજી વ્યવહારનયે કર્તાપણું છે એ આંહી ગૌણ છે. અત્યારે!
કેમકે વ્યવહારનયે જે કર્તાપણું કહ્યું એ તો નિશ્ચયનયે અકર્તા થાય અને વ્યવહારનયે કર્તાપણું કહેવાય નહીંતર તો અજ્ઞાન છે. (નિશ્ચય હોય ત્યાં વ્યવહાર લાગૂ પડ) એ વ્યવહારનો જાણનાર ક્યાં એને તો અજ્ઞાન છે. એને તો નિશ્ચયેય નથીને વ્યવહારેય નથી.
હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” (કહે છે કે, પહેલાં બોલમાં આવ્યું કે, હું નારક પર્યાયને કરતો નથી, કરાવતો નથી અને નારકપર્યાયની રચના પુદ્ગલ કરે છે એનું હું અનુમોદન આપતો નથી. માટે હું તો અકર્તા છું એટલે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું! હું કરતો નથી, કરાવતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૪૫ નથી ને કર્તાનું અનુમોદન પણ કરતો નથી. નારકની પર્યાયની રચના પુદ્ગલકર્મ કરે છે, પણ હું એને ટેકો નથી આપતો. આહાહા!
બહુ ઊંચા પ્રકારની વાત છે. દષ્ટિ બિલકુલ સ્વભાવ ઉપર છે, પર્યાય ઉપરથી ખસીનેપર્યાયનું લક્ષ છોડીને-પર્યાયાર્થિકનયની આંખ સર્વથા બંધ કરીને અને દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે જોવામાં આવે તો સામાન્ય સ્વભાવ અકર્તા છે એને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો, સામાન્યને ઉપાદેયપણે જાણે છે, ત્યારે આત્માને આત્માની અનુભૂતિ થાય છે.
સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું” સાધક એમ કહે છે અહીંયા કે ત્રિકાળી સામાન્ય દ્રવ્યને ભાવું છે અને પર્યાયને જાણું છું થાય એને કરતો નથી, કરતો નથી માટે જાણપણું છે. ( પરિણામને ) કરું તો જાણપણું રહે નહીં મારું ! તો મિથ્યાષ્ટિ થઈ જાય! માટે જાણું છું, અને એને જાણું છું એમેય કહ્યું નથી, એ તો આપણે ઉપરથી કહીએ છીએ, આપણે ઉપરથી લઈએ છીએ (શા માટે? કે) એ પર્યાયને હું કરતો નથી પણ સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું એટલે આને ભાવું છું તો પર્યાય થાય એને જાણું છું! પણ કરતો નથી. એને જાણું છું તે આપણે ઉપરથી લીધું છે પણ એમાં તો આટલું જ છે.
(હું ) કરતો નથી, કરાવતો નથી, અનુમોદક નથી પણ હું તો આંહી (ચૈતન્યના વિલાસ સ્વરૂપને ) ભાવે છે. પર્યાયને જાણું છું એમ પણ નહીં, આને જાણું છું એમ પણ નથી
લીધું.
પણ...આપણે તો ઓલી કર્તા બુદ્ધિ છૂટી છે અને સાધક છે, તો સાધક છે તેથી એને જાણે છે બસ, એટલું ! ( શ્રોતા ) જે જણાય છે અને જાણે છે (એમ કહ્યું વ્યવહારે) આંહીયાં કહે છે હું એને જાણું છું એ વાત નહીં, જે ઉપાદેયતત્ત્વ છે એને હું જાણું છું, હેયતત્ત્વને હું જાણતો નથી, સમજી ગયા? ત્યાં સુધીની વાત છે. ભાવું છું જાણું છું આત્માની ભાવના કરે, તો એનો ઉપયોગ આત્મા તરફ વળે કે પર્યાય તરફ વળે?
ઉપયોગ આત્મા તરફ જ હોય, પર્યાયને જાણવાં તરફ ન જાય. એ ઉપાદેયભૂત તત્વ છે ત્યાં જ ઉપયોગ હોય ને! એને જ જાણવા રોકાણો છે બસ! એને જ જાણ્યા કરું સાદિઅનંતકાળ, બસ ! એવો જ મારો સ્વભાવ છે.
હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) તિર્યંચના ભાવને-પર્યાયને હું કરતો નથી, કરાવતો નથી ને અનુમોદન કરતો નથી. આહાહા ! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રસ, સ્થાવર જે તિર્યંચના ભેદો છે, એ તિર્યંચના પરિણામને, એની ગતિના પરિણામને હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદક પણ નથી. હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જે ભાવું છું. જાણું છું એમ ન લખતાં એને ભાવું છું આહા....હા ! એને ભાવું છું એટલે કે એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં-૩ જ હું એકાગ્ર થાઉં છું મારું ચિત્ત-મારી જ્ઞાનની પર્યાય, દર્શનની ચારિત્રની પર્યાય એમાં લીન થાય છે, એને એકને જ દેખું છું-જાણું છું એને એકને જ ભાવું છું-એકને જ અવલંબુ છું પર્યાયને અવલંબતો નથી.
“હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) આ મનુષ્યપર્યાય બને છે, સાધક કહે છે કે એ પર્યાય મેં કરી નથી. હું એનો કરાવનારેય નહીં ને કોઈ કરે એને અનુમોદન આપનારોય હું નથી. આહાહા! (પ્રશ્ન થાય કે.) ત્યારે મેળે, મેળે આ મનુષ્યપર્યાય આવી ગઈ તમને ! પુદ્ગલકર્મ, પુદગલકર્મની આ રચના છે, એ કાર્ય પુદ્ગલકર્મનું છે, મારું કાર્ય નથી, મેં કરી નથી. મારું કાર્ય તો એક ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવવું, એ જ મારું કર્તવ્ય છે. એ ભાવું છું એનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે. એ “ભાવું છું” એનાં બે ભેદ, જો નિર્વિકલ્પ ભાવનામાં આવી જાય, તો પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધ ઉપયોગ છે, સર્વથા નિર્જરાનું કારણ, અને જો સવિકલ્પમાં આવે તો જે શુદ્ધપરિણતિ છે એટલી નિર્જરાનો હેતુ છે શુભ ઉપયોગરૂપ-વ્યવહાર પ્રતિક્રમણ જે થયું એટલો થોડો બંધ થાય છે.
દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” (કહે છે કેઃ) આહાહા ! દેવગતિમાં હું જઈશ અહીંથી, પણ દેવપર્યાયને, દેવ ગતિની પર્યાયને હું કરું, એવો મારો સ્વભાવ નથી અને કરાવું એ પણ નહીં ને કોઈ અન્ય કરે તો મારો ટેકો (-અનુમોદન) પણ નથી. દેવગતિની રચના કરે પુગલ-દ્રવ્યકર્મ, નોકર્મની રચના કરે આહા! મારું અનુમોદન નથી. હું તો અહીંયા ભગવાન આત્માને જ ભાવું છું.
ભગવાન આત્માની ભાવના ભાવતાં ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે !
એ ભાવના (ના) બે પ્રકાર-સવિકલ્પ અને નિર્વિકલ્પ! હવે કર્તબુદ્ધિ જેવી છૂટી કે સમ્યક્દર્શન સહેજે થઈ જાય, અકર્તા જ્યારે લક્ષમાં આવે છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે, અકર્તા એટલે કે જ્ઞાયકભાવ, કહો કે જ્ઞાતા કહો !
“હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનોના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
(કહે છે કે:) આહા....હા! ગુણસ્થાનમાં, મિથ્યાત્વના પરિણામને હું કરતો નથી, કરાવતો નથી ને અનુમોદતો પણ નથી. કેમકે પોતે સાધક છે (એને) મિથ્યાત્વની પર્યાય તો છે નહીં.
પણ કહે છે કે જેની પર્યાયમાં મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વની પર્યાયનો આત્મા કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
४७ નથી, એવા (અકર્તાસ્વભાવી) આત્માને લક્ષમાં તો લે એકવાર ! મિથ્યાત્વ ટળશે ને સમ્યકત્વ થશે, તોય સમ્યક્દર્શન (પર્યાયનો) કર્તા (આત્મા) નહીં બને! કેમકે મિથ્યાત્વનો કર્તા નથી, તો મિથ્યાત્વના અભાવપૂર્વક સમ્યક્દર્શન થાય એનો કર્તા ન હોય.
મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર–એવા ત્રણ ગુણસ્થાન, અવિરત સમ્યકદર્શન ચોથું, ને દેશવિરતી અને સર્વવિરતી છઠ્ઠ ગુણસ્થાન આહા...! અપ્રમત્ત એ બધા ગુણસ્થાનના ભેદો ભગવાન આત્માએ (કર્યા નથી), સર્વજ્ઞભગવાને કહ્યા છે એ બધા ગુણસ્થાન પર્યાયોના ભેદો, પર્યાયોમાં એ છે (પર્યાયમાં) નથી એમ નહીં, હું જ્ઞાનથી એને જાણું છું તો એનું અસ્તિત્વ છે (પરંતુ) પર્યાયોનું અસ્તિત્વ મારામાં નથી. મારામાં એનું અસ્તિત્વ નથી ચૌદ ગુણસ્થાનનું એટલે હું એનો કર્તા નથી તો એ પરિણામ થાય તેનો કર્તા કોણ છે? કે પુદ્ગલકર્મ એને એ પરિણામને કરે છે. કરે તો કરો! કરે તો ઠીક-એમ પણ નહીં આહા...હા! (પરિણામો) થાય તો થાય, જે થાય તે થાય બાકી હું એનો કરનાર નથી.
ચૌદ ગુણસ્થાનમાં શુક્લધ્યાનની શ્રેણીમાં સાતમું અપ્રમત્તગુણસ્થાનનો કર્તા આત્મા નથી. કહે છે કે ઉપશમશ્રેણી માંડે તો ઉપશમ, ક્ષપકશ્રેણી માંગે તો ક્ષાયિક-બારમું ગુણસ્થાન એનો હું કર્તા નથી. સયોગી કેવળી તેરમું ગુણસ્થાન-અરિહંતનું, અત્યારે તેમાં ગુણસ્થાનમાં બિરાજમાન છે સીમંધર પરમાત્મા, (એમની) વાણીમાં આવ્યું કે આ તેરમાં ગુણસ્થાનનો હું કર્તા નથી. પુદ્ગલકર્મ કરે છે અને હું ટેકોય આપતો નથી.
ગજબની વાત છે હોં! એમ તું તારા આત્માને અકર્તા જાણ! શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. એવો અકર્તા આત્મા છે એને તું દષ્ટિમાં-લક્ષમાં લે! ન્યાલ થઈ જઈશ, સંસારમાં અવતાર નહીં લેવો પડે! જન્મ-મરણના ફેરા મટી જશે.
વિકલ્પ જે ઊભો થયો એ વિકલ્પનોય (આત્મા) કર્તા નથી. અને એને જાણનારી મતિજ્ઞાનની જે પર્યાય એનોય હું કર્તા નથી, હું તો ભગવાન અકર્તા છું ને! હું તો મારા આત્માની ભાવના ભાવું છું. કર્તાબુદ્ધિ છોડું છું ને આત્માની ભાવનામાં જાઉં છું હવે, ત્યાં મને શાંતિ મળે છે. એમ જાણીને કર્તાબુદ્ધિને છોડે છે, અકર્તા સ્વભાવનું અવલંબન લ્ય તક્ષણ પર્યાયમાં અકર્તાભાવ ( -વીતરાગભાવ) પ્રગટ થાય. સામાન્ય (સ્વભાવ) અકર્તા ને વિશેષમાં પણ અકર્તા (પણું ) આવી જાય, એટલે જ્ઞાતા થઈ જાય !
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) આહાહા ! ભાવકર્મના અસંખ્યાત-લોક પ્રમાણ જે ભેદો છે, શબ્દ મૂક્યો કે રાગાદિ જે ભાવકર્મો છે-જે પરના અવલંબે પરિણતિમાં વિકૃતભાવ થાય છે રાગ-દ્વેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
પ્રવચન નં-૩ મોહ-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા-વેદ-સ્ત્રીવેદ-પુષવેદ ઈત્યાદિ-ઈત્યાદિ અનેક પ્રકારનાં જે વિભાવભાવનાં સ્થાનો છે, વિકારભાવના અસંખ્યાત લોકપ્રમાણ એવા જે ભાવકર્મો એને હું કરતો નથી, કરાવતો નથી, એને હું અનુમોદન કરતો નથી.
- હિંસાના પરિણામને કરતો નથી, અહીંસાના પરિણામને કરતો નથી. ક્રોધનાં પરિણામને કરતો નથી, ક્ષમાનાં પરિણામને કરતો નથી, એ બધાં આ ભાવકર્મના ભેદો છે એ ભાવકર્મના ભેદોને હું કરતો નથી-સીધો ડાયરેકટ, કોઈની પાસે કરાવતો નથી-ઈનડાયરેકટ કરે છે એને હું ટેકો નથી આપતો. આહા...હા !
બિલકુલ દષ્ટિ સ્વભાવ ઉપર આવી જાય, એવી વાત છે. પર્યાય ઉપરથી દષ્ટિ છૂટી જાય, પર્યાયાર્થિકનયની ચક્ષુ સર્વથા બંધ થઈ જાય, અને દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઊઘડે ને ભગવાનના દર્શન થાય, એવી વાત છે.
જ્યાં સુધી કર્તાબુદ્ધિ છે, ત્યાં સુધી પર્યાયાર્થિકનયની ચક્ષુ ખુલ્લી છે. પર્યાયને હું કરું તો દૃષ્ટિ પર્યાય ઉપર જાય છે, તો દ્રવ્યાર્થિકનયની ચક્ષુ અનંતકાળથી બંધ છે એ કર્તાબુદ્ધિવાળાને, દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઊઘડશે જ નહીં.
કર્તા બુદ્ધિ છૂટી શું પર્યાય ઉપરથી લક્ષ છૂટયું શું અને દ્રવ્ય ઉપર લક્ષ આવ્યું શું! આહા ! અકર્તાને ઘૂંટયા પછી એવો અકર્તા એટલે જ્ઞાયકભાવ, એવો શાકભાવ મને જણાય છે હોં ! અકર્તા છું એમ હું એવા આત્માને જાણું છું ! એવા જાણનારા આત્માને જાણું છું! કરનારા આત્માને હું જાણતો જ નથી કેમકે હું તો જાણનારો જ છું, હું કરનારો જ નથી, જાણનારાને જ હવે હું જાણું છું! એટલે કે આવા આત્માને હું ભાવું છું. એ જ વખતે એને સમ્યક્રદર્શન થાય!
કર્તબુદ્ધિથી જ....સમ્યકદર્શન..અટકયું છે!
આ કર્તા બુદ્ધિ છૂટયા પછી..એ ખરેખર તો સ્વભાવની સન્મુખ આવી જાય છે. એટલે કે એકલા સામાન્ય સ્વભાવને જ લક્ષમાં લીધો, વિશેષનો મારામાં અભાવ છે એટલે કરતો નથી, એટલે એકલું સામાન્ય (આત્મદ્રવ્ય), સવિકલ્પ સ્વસંવેદનમાં અકર્તા આવી ગયો છે, નિર્વિકલ્પ, સ્વસંવેદનથી અનુભવ થઈ જાય ! કર્તાબુદ્ધિ જ જીવને મારી નાખે છે !
(શ્રોતા:) એનું (કર્તબુદ્ધિનું) ઝેર ઓગળી ગયું પછી ઘણો રસ્તો કપાઈ ગયો! (ઉત્તર) હવે, એને જાણવાની પ્રક્રિયામાં ઈ આવે છે ત્યારે થોડુંક એને મેળવણ મળી જાય શાસ્ત્રમાંથી કે શ્રીગુરુ પાસેથી મળી જાય. પછી અકર્તા હું આત્મા જ્ઞાયક છું જ્ઞાતા જ છું તો હું તો એ જ્ઞાયકને જ જાણું-એટલે એનો જ આશ્રય લઉં! બસ! એમ કરીને એ આત્માને જાણવા જાય છે તો ઇન્દ્રિયજ્ઞાન રોકાય જાય છે અને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ચૈતન્ય વિલાસ ઇન્દ્રિયજ્ઞાનનો પણ હું કર્તા નથી, તેથી ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન જ થતું નથી, અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે. અતીન્દ્રિયજ્ઞાનને પણ હું કરતો નથી એથી અતીન્દ્રિયજ્ઞાન સહજ અંતર્મુખ થઈને પ્રગટ થાય! કેમ કે દષ્ટિ, પર્યાય ઉપર છે જ નહીં.
“હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે કે:) ભાવકર્મસ્વરૂપ જે ક્રોધ-માન-માયા-લોભ એ ચાર પ્રકારના કષાયો છે એ કષાયની વળી ચાર ચોકડી છે, તેનાં સોળભેદ છે એવા કોઈપણ પ્રકારના કષાય ભાવને હું કરતો નથી, કરાવતો નથી ને કર્તાનો અનુમોદક નથી. હું તો એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એને જ ભાવું છું-હું શુદ્ધાત્માની ભાવના જ કરું છું બસ !
(“અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતાઅનુમોદક-વિષે પણ સમજી લેવું”). એમ સમજી લેવું, એ બધામાં જ્યાં માત્ર કર્તા નથી એમ કહ્યું છે ત્યાં તમારે કારયિતા નથી અને અનુમોદક નથી તેવો શબ્દ ઉમેરી દેવો ને એમ સમજવું.
આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવ૫ર્યાયોના સંન્યાસનું (-ત્યાગનું) વિધાન કહ્યું છે.”
(કહે છે) વિભાવ એટલે વિશેષભાવો, એનો સંન્યાસ એટલે ત્યાગ.
ત્યાગ એટલે કે કર્તુત્વબુદ્ધિ છોડવી એનું નામ ત્યાગ ! પર્યાયને છોડવી નથી પર્યાયનો ત્યાગ નથી કરવો, પર્યાયની કર્તુત્વબુદ્ધિનો ત્યાગ (તેનું નામ સંન્યાસ) પર્યાય તો થયા કરે, પર્યાય કાંઈ ન છૂટે, એનો કોણ ત્યાગ કરી શકે! પણ પર્યાયનો હું કર્તા છું, એવી કર્તા બુદ્ધિનો ત્યાગ થયો કે ખલાસ, એટલે જ્ઞાતા થઈ ગયો.
(હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે”).
(શ્લોકાર્થ:-) આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને
છોડી છે.....
(કહે છે કેઃ) આ બધા વિષયો છે, એ પર્યાયના ભેદોના વિષયો છે. એને ગ્રહણનીજાણવાની ચિંતા જેણે છોડી દીધી છે. ગ્રહણ એટલે જાણવું.
પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના. ગ્રહણની ચિંતા જેણે છોડી દીધી છે.” સમસ્ત વિષયો એટલે ઇન્દ્રિયજ્ઞાનના જે વિષયો છે, એને ગ્રહણ એટલે જાણવું ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, એ બધું છોડી દીધું છે.
અને નિજ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે...” (શું કહે છે) નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫)
પ્રવચન નં-૩ દ્રવ્ય-ગુણ અને પર્યાય-ત્રણેય (કહ્યું!) ઈ જોય! ધ્યેયની વાત કર્યા પછી તરત જ શેયનો
શ્લોક મૂક્યો! આત્મામાં પર્યાય નથી એમ કહેનાર, એ જ પુરુષ એમ કહે છે, દ્રવ્ય-ગુણને પર્યાય-ત્રણેય છે.
કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા ને અનુમંતા હું નથી, કેમકે પર્યાય નથી મારામાં (શ્રોતા ) એમ કીધા પછી કહે છે કે શ્રુતજ્ઞાનની પર્યાય મારામાં થાય છે. કે નિજ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે એટલે કે એ.. દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ આખા આત્માને, ચિત્તમાં એટલે જ્ઞાનમાં શેય બનાવી દઉં છું! ધ્યાનમાં ધ્યેય અકર્તાને બનાવ્યો, જ્ઞાનમાં શેય દ્રવ્યગુણપર્યાય ત્રણેયને બનાવું છું ત્યારે સમ્યકદર્શન (શ્રોતા: ચિત્તને એકાગ્ર કરું છું એટલે?) (ઉત્તર) ચિત્તને એકાગ્ર કરું છું એટલે જ્ઞાન થાય છે તેને આવા શેયને જાણવામાં રોકું છું (કે જે) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ અભેદ આત્મા મારો છે. ધ્યાન તો કરું છું અકર્તાનું ને જાણવા માટે વિષય કરું છું મારા જ્ઞાનમાં શેયપણે દ્રવ્ય-ગુણ-૫ર્યાયસ્વરૂપ મારો આત્મા છે. પર્યાયથી રહિત કહ્યો હતો એ પર્યાયથી સહિત શેય થઈ ગયો (ધ્યેયપૂર્વક શેયની) સંધિ કરી. ભારતીબેન!
તો, ચિત્તને રોકું છું એટલે મારો આત્મા દ્રવ્યગુણપર્યાયવાળો આત્મા છે અભેદ એમ હવે હું જાણું છું.
(શ્રોતા. ) પર્યાય પરિણત આત્મામાં ચિત્તને એકાગ્ર કર્યું!
(ઉત્તર) હા, એકાગ્ર કર્યું એટલે દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ આત્મા છે, એ ય છે એમ હું હવે જાણું છું. (શ્રોતા ) એ ઉપાદેયભૂત છે એમ જાણતો નથી! (ઉત્તર) એમ હું જાણતો નથી, ઉપાદેય તો એકલો સામાન્ય (આત્મા) અકર્તા, એકલો જ્ઞાયક (જ છે.) સામાન્યનું અવલોકન કરતો, હવે સામાન્ય-વિશેષ બેયને જાણું છું.
(શ્રોતા ) સામાન્યનું અવલોકન કરતો હવે સામાન્ય-વિશેષ બેયને જાણું છું! (ઉત્તર) બેયને જાણું છું-સામાન્ય-વિશેષાત્મક અભેદ આખો આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો આખો આત્મા ( જ્ઞયપણે ) લીધો.
(શ્રોતા ) તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવોને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
(ઉત્તર) આ દષ્ટિના વિષયની સાથે જ્ઞાનની સંધિ છે. કોઈ અપૂર્વ ચીજ છે. (ધ્યેય માટે) પર્યાયથી રહિત કહ્યું (mય માટે) ગુણ સહિત કહ્યું. પહેલાં ગુણો જ લેતાં હતાં, પર્યાય નહોતા લેતાં, પહેલાં પર્યાય રહિત કહેતા 'તા, હવે પર્યાયસહિતનો આત્મા લીધો કહ્યો બોલો!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પ૧ (શ્રોતા:) ચિત્તને એકાગ્ર કર્યું (શો આશય છે આમાં?)
(ઉત્તર) ચિત્તને એકાગ્ર કર્યું એટલે જ્ઞાનમાં ય બનાવ્યું હવે મારા જ્ઞાનમાં આવો આત્મા ય થયો એમ. એકાગ્ર કર્યો એટલે દ્રવ્યગુણ પર્યાયનો આશ્રય છે તેમ નહીં, પર્યાયમાં એકાગ્ર નથી થતો, એકાગ્રતા તો મારા ત્રિકાળી દ્રવ્યનું અવલંબન જ છે, પણ હવે મારું ચિત્ત જે જ્ઞાન છે-દ્રવ્યગુણ-પર્યાય સહિત-સામાન્ય-વિશેષાત્મક આખો મારો આત્મા છે, એને જાણવામાં મારી પર્યાયને થંભાવું છું. તેનું નામ એકાગ્રતા.
“સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.” હજી, શાઈ સૂકાણી નથી, ટીકામાં પર્યાય નથી આત્મામાં એમ દાંડી પીટીને કહે છે, અને હવે કહે છે આ પરિણામ પણ મારા છે. બોલો! ઓલો નિશ્ચય કહ્યો આ વ્યવહાર સ્થાપે છે.
(આ રીતે આત્માનુભવ થતાં ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે!!)
રાજકોટ ઓડિયો કેસેટ પ્રવચન નં-૪ (તત્ત્વચર્ચા)
તા. ૩-૬-૮૫ ટીકાઃ અહીં આત્માને શુદ્ધ સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.
(શું કહે છે કેઃ) સકળ એટલે બધા, કર્તૃત્વ એટલે કર્તા (પણું), એનો આત્મામાં અભાવ છે. પછી સકળનો અર્થ કરે છે, સકળ એટલે શું (શું?) ગયા, ભાવ થયા ભાવને એટલે પરિણામને (આત્મા) કરતો નથી, કે જીવ, શરીરનો કર્તા નથી, શરીરમાં (જે છે) ક્રિયાઓ થાય એનો કર્તા નથી. જીવમાં કર્મ (દ્રવ્યકર્મ) નથી, માટે કર્મનો કર્તા આત્મા નથી. પછી, કર્મના લક્ષે (જે જે) શુભાશુભ ભાવ થાય, એનો આત્મા કર્તા નથી. પછી, નારકઆદિ ચાર પર્યાયો જે છે તે આત્મા નથી, તેથી આત્મા તેનો કર્તા નથી. (તેથી ય) આગળ વધીને કહે છે કે ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન એ આત્મામાં નથી, તેથી આત્મા તેનો કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ પણ નથી.
એટલે કે સકળ-બધા પ્રકારના જેટલાં પરિણામો થાય, એ પરિણામોનો ભગવાન આત્મા કર્તા નથી.
એવા આત્માને દૃષ્ટિમાં લઈને અનુભવ કરે, એટલે તેમને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય! (અર્થાત) મિથ્યાત્વ જાય! અને પછી વિશેષ (નિજાત્મામાં જ) ઠરે, તો બાકીનાં જે બધાય ઊઠતા અંશો, એનો અભાવ થઈ, અને શુદ્ધઉપયોગદશા પ્રગટ થાય, એનું નામ “પરમાર્થ પ્રતિક્રમણ છે.
વ્યવહાર પ્રતિક્રમણ, કર્તબુદ્ધિએ જીવ અનંતકાળથી કરતો આવે છે. પણ પરમાર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨
પ્રવચન નં-૪ નામ નિશ્ચય પ્રતિક્રમણ, એક સમયમાત્ર પણ જીવે કર્યું નથી. નહિતર (એ જીવ) અહીંયાં ન હોય, નિશ્ચય પ્રતિક્રમણ ન થવાનું કારણ?
કે આત્મા અકર્તા છે છતાં એને કર્તા માને છે. તો એ કર્તા કોને કોને એ માને છે? કે આખા વિશ્વના પદાર્થનો પોતાને એ કર્તા માને છે.
પોતામાં અંતરંગમાં વિશ્વ એટલે અનંત ( પ્રકારના) પરિણામ થાય, એનો ય કર્તા અને જગતના (સર્વ) પદાર્થોનો હું કર્તા છું. જ્ઞાતા હોવા છતાં કર્તા માને છે, એ જ સંસાર છે. (આત્મા) ઈ પરિણામનો કર્તા તો નથી, પણ છઠ્ઠી-સાતમા ગુણસ્થાને (ઝૂલતા ) મુનિરાજ હવે પરમાર્થ પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા એમ જણાવે છે કે, આ પરિણામનો હું કર્તા તો નથી, પણ આ (થતા ) પરિણામોનો હું જ્ઞાતા ય નથી.
આ પરિણામનો હું કર્તા નથી, માત્ર (સહજ) ચૈતન્યના વિલાસ (સ્વરૂપ) આત્માને જ ભાવું છું. અનેકને કરતો નથી ને (એકરૂપ) આત્માને ભાવું છું !
(હું) અનેકને કરતો નથી પણ અનેકને જાણું છું, પછી એ અનેકને જાણવાનું છોડી, એકને ભાવું છું એમ ન લેતાં (ન કહેતાં), પરિણામનો કર્તા નથી, પણ સીધો હું તો ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું-( એટલે કેએમાં જ એકાગ્ર થઈ જાઉં છું એમ (કહે છે) છઠ્ઠામાંથી સાતમા માં આવવા માટે અને સાતમા માંથી પાછા ન આવવા માટે, પરિણામના જ્ઞાતાપણાનો નિષેધ કર્યો !
જો પરિણામનો જ્ઞાતા થઈ જાય, તો છઠું આવી જાય, ઈ એમને પોષાતું નથી, એમને જાણે અત્યારે આ પંચમકાળમાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન લઈ લઉં, એવી ભાવનામાં ને ભાવનામાં નિજભાવને અર્થે આ શાસ્ત્ર લખાણું છે.
(કહે છે) હું કર્તા નથી, શુદ્ધાત્માને ભાવું છું! કર્તા નથી, જાણું છું, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન (સમયસારમાં) લખ્યું છે ને! આહાહા! (મુનિરાજ કહે છે કેઃ) શુદ્ધઉપયોગમય મારી દશા, ને પરિણામને જાણવા જાઉં.તો મને છઠ્ઠ ગુણસ્થાન આવી જાય, (હું તો ) ભેદને કરતોતો નથી પણ, ભેદને જાણતોય નથી અને અભેદને જાણું છું !
એવી અપૂર્વ શૈલી છે આમાં (ગાથા ૭૭ થી ૮૧માં) આખા નિયમસાર ( ગ્રંથમાં) શુદ્ધભાવ અધિકાર ઊંચો, અને એ શુદ્ધભાવ અધિકારમાં ક્યાંય, કોઈ (પણ) ગાથામાં આ રત્નની ગાથા છે એમ લખવાનો ભાવ (મુનિરાજને) ન આવ્યો. (શ્રી નિયમસાર ગ્રંથમાં) આડત્રીસમી ગાથા કે પચાસમી ગાથા બે ય ગાથા ઊંચી (અપૂર્વને અલૌકિક!) પણ ત્યાંય આ ગાથા રત્નની છે એમ ન લખ્યું, પણ પરમાર્થ પ્રતિક્રમણ (અધિકારમાં ) જ્યાં, આ આત્મા છે, એ અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે, ઈ વાત એમણે ત્યાં લખી, બધાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૫૩ આત્મા સ્વભાવથી જ અકર્તા છે પોતાના પરિણામનો પણ આત્માકર્તા નથી. આહાહ!
(આત્મદ્રવ્ય) મિથ્યાદર્શનનો તો કર્તા નથી, સમ્યક્દર્શનનો પણ આત્મા કર્તા નથી. એવો અકર્તા સ્વભાવ, જેને દષ્ટિમાં આવે, એને (આત્માનો ) અનુભવ થયા વિના રહે નહીં.
(શ્રોતાઃ) એને પંચરત્ન શું કામ કીધાં એમ? (ઉત્તર) પાંચ રત્નની ગાથા છે. આ”-કુંદકુંદભગવાને આ નિયમસારમાં, પાંચ રત્ન મૂક્યાં. આ પાંચ રત્નો છે. ઈ રત્ન જો એની દષ્ટિમાં ને હાથમાં આવે તો..નિર્ધનપણું ટળી જાય, ધનવાન થઈ જાય !
આ પાંચ રત્નોનું વાચ્ય) જેની દષ્ટિમાં આવે ઈ પંચપરમેષ્ઠીમાં ભળી જાય, (એનો) મોક્ષ થઈ જાય!!
(શ્રોતા: ) આને સમજીને એમાં જ ઠરી જવા જેવું છે!
(ઉત્તર) બસ! અનંત કાળથી પોતે પોતાને, પોતાના પરિણામનો કર્તા ને પરના પરિણામનું કર્તાપણું, એને ભાસ્યું છે અનંતકાળથી, છે (પોતે) અકર્તા ને માને છે કર્તા! (કર્તા) બની શકતો તો નથી, હું કર્તા છું એવો મિથ્યા પ્રતિભાસ થાય છે. એ કર્તાબુદ્ધિ છોડાવવા માટે “પરમાર્થ પ્રતિક્રમણ' (અધિકાર) માં નિશ્ચય પ્રતિક્રમણમાં મુનિરાજ આ વાત લખે છે. પાછું, એમાં બધી વાત આવરી લીધી છે. નહિતર, સામાન્ય રીતે તો વિચાર એમ થાય કે હવે તો શુદ્ધઉપયોગનો કર્તા નથી, એટલું જ લીધું હોય તો ચાલે, પણ રાગ-દ્વેષમોહનો કર્તા નથી. નર, નારક આદિ પર્યાયનો કર્તા નથી અને મિથ્યાત્વ (ગુણસ્થાન )થી માંડીને ઠેઠ અયોગજિનકેવળી થાય જે ચૌદમું ગુણસ્થાન નહિતર તો મિથ્યાત્વનો કર્તા (આત્મા) નથી એ એમને લખવાની જરૂર નથી.
ચૌદ ગુણસ્થાનમાં મિથ્યાત્વ (ગુણસ્થાન જે એકથી ત્રણ) અને માર્ગણાસ્થાનમાં સમ્યકના છ ભેદ, એમાં મિથ્યાત્વ ઈ એક માર્ગણા છે-સમ્યમાર્ગણા, એનોય આત્મા કર્તા નથી નકર એની દશામાં મિથ્યાત્વ નથી.
(શ્રોતાઃ) માર્ગણા જે કહેલ છે એમાં મિથ્યાત્વ શું આવી જાય છે?
(ઉત્તર) આવી જાય છે. સમ્યકના છ ભેદ-એમાં મિથ્યાત્વ સાસાદન, મિશ્ર ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક, એવા છે ભેદ આવી જાય છે. ઈ સમ્યફનો ભેદ છે મિથ્યાત્વ, માર્ગણામાં....(એટલે કે ) કયા ઠેકાણે, જીવ શોધવો હોય તો શોધી શકાય કે મિથ્યાત્વ નામની માર્ગણામાં અત્યારે જીવ ઊભો છે એમ, (આ) સમ્યકત્વનું ઉધું રૂપ છે, ઉલટું ( રૂપ છે.)
(શ્રોતાઃ) માર્ચણાનો વ્યાપક અર્થ છે આવો? (ઉત્તર) હા, વ્યાપક અર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૪
પ્રવચન નં-૪ (જુઓ! સમજો કે ) સંયમ લબ્ધિના પરિણામમાં વર્તે છે આચાર્યભગવાન, શુદ્ધપરિણતિ પ્રગટ છે, ત્રણકષાયનો અભાવ છે, વીતરાગપર્યાય પ્રગટ થાય છે. વીતરાગપર્યાય પ્રગટ થાય છે એનું એમને ભાન અને જ્ઞાન (વર્ત) છે. પર્યાય વિદ્યમાન છે, છતાં આ પર્યાય થાય છે. એનો હું કર્તા નથી. મિથ્યાત્વ (ની) પર્યાય ગઈ, એનો હું કર્તા નથી એ તો વ્યાજબી છે, મોક્ષની પર્યાય (અત્યારે) નથી, માટે એનો હું કર્તા નથી એ તો વ્યાજબી છે, પણ સંયમ વર્તે છે. ત્રણ કષાયના અભાવપૂર્વકની વીતરાગદશા, શુદ્ધપરિણતિ સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રના નિર્વિકારી વીતરાગી પરિણામ પ્રગટ થઈ રહ્યા છે, પણ હું એનો કર્તા નથી. આહા...હા !
હું એનો કર્તા નથી ને હું એનો જ્ઞાતા પણ નથી. કે સંયમલબ્ધિના પરિણામ જે વીતરાગદશા પ્રગટ થઈ રહી છે, એનો હું કર્તા નથી. એનો હું કર્તા નથી માટે હું અકર્તા છું એમ પણ ન લીધું, ને એ પર્યાયનો હું જ્ઞાતા છું એમ પણ ન લીધું! ફરીને, શું કીધું? વીતરાગ પરિણામ પ્રગટ થાય છે, છતાં પણ હું એનો કર્તા નથી (એમ કહે છે ) કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાયક છે, એ જ્ઞાયકભાવમાં પરિણામનું કરવાપણું નથી. પરિણામથી રહિત આત્મા છે એ કારણે પરિણામનો કર્તા આત્મા નથી. પરિણામનો કર્તા તો નથી, પણ હું અકર્તા છું એમ પણ ન લીધું-નયપક્ષ વચ્ચે ન આવી જાય, નિશ્ચયનો પક્ષ વચ્ચે ન આવી જાય, સીધું...ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું (એમ કહે છે)
બોલો હવે કહો (તમારે કંઈક કહેવું હતું ને!) (શ્રોતા ) ફરીને, કહો. (ઉત્તર) પરિણતિ પ્રગટ થઈ રહી છે ચારિત્ર વીતરાગ છે, ત્રણકષાયના અભાવ પૂર્વકની ચારિત્રદશા પ્રગટ વર્તે છે, સ્વરૂપમાં લીનતા રમણતા છે અને સમ્યકજ્ઞાનપણ છે. (સમ્યક ) મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન પ્રગટ વર્તી રહ્યું છે-વિદ્યમાન છે. સમ્યક્દર્શનની પર્યાય, સમ્યકજ્ઞાનની પર્યાય કે સમ્યક ચારિત્રની વીતરાગીપર્યાય એ ત્રણેય પ્રકારની પર્યાય સમયે-સમયે પ્રગટ થાય છે, એમને ખબર છે કે પ્રગટ થાય છે, (એમના) ખ્યાલ બહાર નથી. (શું કહ્યું?) એમના ખ્યાલ બહાર છતાં હું એનો કર્તા નથી ત્યારે પરમાર્થ પ્રતિક્રમણ થાય છે અને હું એનો કર્તા નથી જ્ઞાતા છું તો પણ પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થતું નથી, હું (એનો) અકર્તા છું તો ય પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થતું નથી, કેમ કે કર્તાપણું તે વ્યવહારનયનો વિષય છે ને અકર્તાપણું તે નિશ્ચયનયનો વિષય છે એ નયપક્ષ છે. ( તેથી કહે છે, પણ હું તો ચૈતન્યના વિલાસસ્વરૂપ ભગવાન આત્માને (જ) ભાવું છું.-એમાં એકાગ્ર થઈ જાઉં છું-લીન થઈ જાઉં છું !
આ પાંચ ગાથા ઘણી ઊંચી છે સમજી ગયા? પણ...આ (વિષયમાં) નજર કોની પડે? કે જેને સ્વભાવનો પક્ષ આવ્યો હોય, અને કર્તબુદ્ધિ ભલે સર્વથા છૂટી ન હોય, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫
ચૈતન્ય વિલાસ પક્ષમાં આવીને કર્તબુદ્ધિ છૂટી હોય અનુભવ થઈને કર્તબુદ્ધિ ભલે છૂટી ન હોય, પણ પક્ષમાં આવીને એણે કર્તાબુદ્ધિ છોડી હોય-મિથ્યાત્વ ઘણું ગળી ગયું હોય, એને આ વાત ખ્યાલમાં આવે! બાકી, શુભાશુભનો હું કર્તા છું ને શુદ્ધપર્યાયનો હું કર્તા છું, એવી બુદ્ધિ હોય તો આ વાત એનાં ખ્યાલમાં ન આવે.
પરિણામ થાય છે. એ પરિણામ થાય છે એનો કર્તા પરિણામ છે. (શું કીધું) પરિણામ થાય છે એનો કર્તા પરિણામ છે અને એક અપેક્ષાએ બધા પરિણામનો કર્તા પુદ્ગલ છે. માટે હું કર્તા નથી. (બધાય) પરિણામનો કર્તા પુદ્ગલ છે માટે હું એનો કર્તા નથી. કોઈ પરિણામ પુદ્ગલના સદ્ભાવથી ને કોઈ પરિણામ પુગલના અભાવના સદ્ભાવથી (નિમિત્તે) થાય છે. કર્મકૃત ભાવ છે બધા, જીવકૃત નથી. જીવની રચના નથી, જીવએ (પરિણામને) કરતો નથી.
જીવએ (પરિણામનો) કર્તા નથી ને જાણનાર છે. તો ત્યાં સુધી તો એ સમ્યકર્દષ્ટિ છે. (એ) સમ્યક્રદૃષ્ટિ તો છે પણ શુદ્ધોપયોગી નથી. (એમને) શુદ્ધ પરિણતિ તો છેચોથે, પાંચમું, છઠ્ઠ ( ગુણસ્થાન) છે. પણ,સાતમું આવતું નથી. આહા...હા.! હું ભેદને જાણવા રોકાઉ કે હું અભેદને જાણવા જાઉં! ... ભેદનું કર્તુત્વ તો મારામાંથી છૂટી ગયું છે, છતાં ભેદો ઉભા થાય છે, વાત સાચી છે. આહા...! પણ અનાદિકાળથી જે કર્તા બુદ્ધિના સંસ્કાર છે અનાદિકાળના નિગોદનાં! ઈ કર્તાબુદ્ધિના સંસ્કાર બિલકુલ ઉત્પન્ન ન થાય એવી ગાથાઓ છે.
એક વાર કર્તાબુદ્ધિ તૂટે પણ પાછો કર્તા થઈ જાય છે, અર્ધપુદ્ગલપરાવર્તન રખડે છે! પણ જો સમ્યક્રદર્શન થઈ ગયું ને આવી ગાથા હાથમાં આવી ગઈ, તો (જીવ) પડે નહીં, કર્તા બુદ્ધિ થાય નહીં. કેવળજ્ઞાતા, કેવળ! કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવ, આત્માનો જ્ઞાનમાત્રસ્વભાવની આગળ વિશેષણ મૂકયું કેવળ! કેવળજ્ઞાનમાત્ર આત્મા છે આહા... હા! ૩૨૦ ગાથામાં કહ્યું છે ને! કેવળ જ્ઞાનમાત્ર આત્મા!
પ્રભુ! મેં જ્ઞાયકરૂપ કેવળ જાણનહારા!” આહાહા ! જાણવું.... જાણવું... જાણવું... જાણવું.. જાણવું જેના સ્વભાવમાં (પરિપૂર્ણ) ભરેલું છે. એ કરે શું? આહા ! કરે તો નહીં પણ એ (પરિણામને ) જાણવા રોકાય તો પરમાર્થ પ્રતિક્રમણ નથી પણ, વ્યવહાર પ્રતિક્રમણ છે.
( પરિણામને) કરે તો મિથ્યાત્વ ને એને જાતે તો વ્યવહાર પ્રતિક્રમણ અને એને જાણવાનું બંધ કરી, અને ભગવાન આત્માને જાણવા જાય-ચૈતન્યના વિલાસસ્વરૂપને (એકને જ ભાવે તો) પરમાર્થ પ્રતિક્રમણ થઈ ગયું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૪
આત્મા જ્યાં સુધી (કરવાનું) માને છે ત્યાં સુધી કર્તૃત્વ જાય નહીં, ભગવાન આત્મા ( પરિણામ માત્રથી ભિન્ન છે-પરિણામ દ્રવ્યમાં નથી ને દ્રવ્ય, પરિણામમાં નથી. દ્રવ્યને પરિણામ અડતાં નથી-સ્પર્શતા નથી! હવે, જે જેમાં અડે નહીં તો કરે ક્યાંથી એને ? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપ છે, તો બીજા દ્રવ્યમાં પ્રવેશ નથી માટે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા નથી, એમ પરિણામની નાસ્તિ છે દ્રવ્યમાં ! સામાન્યમાં વિશેષનો અભાવ છે.
એ સામાન્ય તત્ત્વ વિશેષમાં પ્રવેશી શકતું નથી-જાતું નથી, એનો કર્તા બનતું નથી. (પર્યાયના ) ષટ્કા૨કથી પર્યાય પ્રગટ થાય છે.
(પરિણામનો ) કર્તા છું, કર્તા છું એ સંકલ્પ છે, કર્તા છું પરિણામનો એ મિથ્યાત્વનો દોષ છે-અને હું કર્તા નથી ઈ વ્યવહારનો પક્ષ છૂટયો ને હું અકર્તા છું એવો જે વિકલ્પ,–જે નિશ્ચયનયનો પક્ષ, એ અનંતાનુબંધીનો કષાય છે,
( શ્રોતાઃ ) એમાંય કર્તાબુદ્ધિ આવી ભાઈ !
(ઉત્ત૨:) કેમ કે હું અકર્તા છું એવો વિકલ્પ હજી નયપક્ષનો ઊઠે છે ત્યાં સુધી અનુભવ ન થાય. એક સંકલ્પ (નો દોષ) ને એક વિકલ્પ (નો દોષ ) : પરિણામનો કર્તા છું એ સંકલ્પ ને હું અકર્તા છું એ વિકલ્પ છે કેમ કે અકર્તા તો એનું સ્વરૂપ છે એટલે સંકલ્પ નથી એટલે શ્રદ્ધાનો દોષ નથી અને આ તો (સંકલ્પમાં તો) શ્રદ્ધાનો દોષ આવી ગયો રાગનો કર્તા છું એવી માન્યતામાં તો શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થયો, પણ અકર્તા તો આત્માનું સ્વરૂપ છે (તેથી ) નિશ્ચયનયનો પક્ષ છે (અર્થાત્ ) નયપક્ષ છે. (આમાં ) શ્રદ્ધાનો દોષ લાગતો નથી મિથ્યાશ્રદ્ધા તો ગળવા માંડે છે પણ નયપક્ષનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ નથી– (અનુભૂતી નથી ) પછી, જ્ઞાયકમાં દૃષ્ટિ ગઈ ! કર્તા-અકર્તા નો જ્ઞાતા !
જીવ, કર્તા છે કે ભોક્તા ? આહા...હા ! કર્તા-ભોક્તા હો કે ન હો, જીવ તો જ્ઞાનસ્વરૂપ-ચેતનસ્વરૂપ-ચિદ્દસ્વરૂપ છે (શ્રોતાઃ ) સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ! (ઉત્ત૨: ) અહીં કહે છે) સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું આહાહા ! આત્મા કેવો ? કે સહજ ચૈતન્યનો વિલાસ એવો જે સ્વભાવ, એને જ હું ભાવું છું એટલે એમાં જ હું લીન થઈ જાઉં છું, એનું નામ,,,,, ‘૫૨માર્થ પ્રતિક્રમણ ' છે. ત્યાં કોઈપણ પ્રકારનો કર્તાબુદ્ધિનો તો વિકલ્પ નથી. પણ કર્તાબુદ્ધિના નિષેધનોય વિકલ્પ નથી-અકર્તા એવો વિકલ્પ પણ નથી. હું પરિણામનો કર્તા નથી એવો વિકલ્પ નથી, હું પરિણામનો જ્ઞાતા છું એવો વિકલ્પ નથી, હું અકર્તા છું એવો વિકલ્પ નથી (નિર્વિકલ્પ! નિર્વિકલ્પ !) હું સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. સીધા છઠ્ઠા ગુણસ્થાનમાંથી સાતમામાં અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
પ૭ સાતમામાંથી છઠ્ઠામાં ન આવવા માટે હું પરિણામનો જ્ઞાતાય નથી.
(શ્રીસમયસાર) ૧૧ મી ગાથામાં, અનુભવ થયો ને ફટ સવિકલ્પદશામાં (સાધક) આવ્યો એટલે કહ્યું કે બારમી ગાથામાં કે” વ્યવહાર જાણેલો-( જણાયેલો) પ્રયોજનવાન છે” ઈ સવિકલ્પદશા આવી ગઈ. એ (કાંઈ ) ખુશી થવા જેવું નથી. જ્ઞાની પરિણામને તો જાણે છે ને! આહા...હા !
પરિણામનું કરવું ને પરિણામનું જાણવું ઈ બેયનો નિષેધ આવ્યા વિના પર્યાયાર્થિકનયની આંખ (સર્વથા) બંધ કર્યા વિના, સામાન્યનું અવલોકન નહીં થાય! એનો પોતાનો-આત્માનો જે મૂળસ્વભાવ છે એ સ્વભાવમાં કર્તાપણાનો ત્રિકાળ અભાવ છે. આત્માનો મૂળસ્વભાવ જે છે એમાં ચૌદગુણસ્થાનનું કરવું-વસ્તુમાં નથી એમ.
(શ્રોતાઃ) વર્તમાનમાં ય કર્તા નથી?
(ઉત્તર) વર્તમાનમાંય કર્તા નથી, ભાવિ (–ભવિષ્યમાંય) કર્તા નથી. ભૂતકાળમાંય કર્તા નથી, એટલે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ને આલોચના આ ત્રણેય લઈ લીધા છે (અધિકાર છે પરમાર્થ પ્રતિક્રમણ !
(કહે છે કેભૂતકાળના કરેલા ભાવ ને દોષ, એનું જે કર્તાપણું એવો જે (મિથ્યાત્વ) દોષ, એનાથી હું વર્તમાનમાં પાછો ફરી જાઉં છું-ભૂતકાળના દ્રવ્ય ભલા હતા ને ભૂતકાળનો ભાવ મને ભલો હતો આહા ! ભૂતકાળમાં મેં તીર્થકર ભગવાનની ભક્તિ કરી હતી ને તે ભલી હતી. આહાહા !
દેવલાલી વિડિયો કેસેટ નં. ૨૮ પ્રવચન નં - ૫
તા. ૬-૧૨-૮૭ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. પૂર્વે લાગેલા દોષોથી આત્માને પાછો વાળવો અને શુદ્ધોપયોગ દ્વારા શુદ્ધાત્માનો અનુભવ કરવો તેનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે.
સત્તા અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા” એટલે એને જાણનારા “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ-બધા પ્રકારનાં મોહ રાગદ્વેષ નથી.”
સત્તા એટલે અસ્તિત્વ, અવબોધ એટલે જ્ઞાન અને પરમચૈતન્ય એટલે દર્શન પણ થાય છે અને અનંતવીર્ય પણ અર્થ કરવામાં આવે છે. અનંતજ્ઞાન-અનંતવીર્ય અને અનંત સુખ અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય (એવા) ત્રિકાળી ગુણો. સત્તા એટલે હોવાપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
પ્રવચન નં-૫ તેની અનુભૂતિ કરવી એટલે સ્વરૂપમાં લીન થવું-એ સ્વરૂપે રહેવું, એવો જે પોતાનો શુદ્ધાત્મા, એટલે વિશિષ્ટ પ્રકારના આત્મતત્ત્વને ( આમાં) એકવચન છે. એને ગ્રહનારા એટલે જાણનારા-અનુભવનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે, (એટલે) અંતમુર્ખ થઈને મારા સામાન્ય શુદ્ધાત્માને-કે જે દર્શન-જ્ઞાન અને સુખમય છે (તેવા) આત્માને અનુભવું છું. એનું (શુદ્ધાત્માનું) લક્ષ કરતાં મને જણાય છે કે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજનિશ્ચયથી (૧) સદા નિરાવરણ સ્વરૂપ,” “સહજ નિશ્ચયથી”- શુદ્ધનયથી સદા”—હંમેશને માટે “નિરાવરણ સ્વરૂપ” સદા નિરાવરણ છે. “ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજ ચિન્શક્તિમય (૪) “સહજદર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ” સહુજ દર્શન ગુણ. (જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) “ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને ” આ ત્રિકાળ ગુણની વાત છે. ત્રિકાળીના વિશેષણો છે. નિત્ય નિરાવરણ શુદ્ધ જ્ઞાનરૂપ સહજ ચિન્શક્તિમય, સહજ દર્શનની પરિપૂર્ણ મૂર્તિ.
સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” પેલામાં મોહરાગદ્વેષ નથી એમ કહ્યું હતું. આમાં કહ્યું ક્રોધ-માન-માયા-લોભ નથી. આટલી વાત કર્યા પછી આત્મામાં શું નથી એ કહ્યું. હવે જે એ આત્મામાં ન હોય એનો કર્તા નથી એ ન્યાય આપે છે. જે આત્મામાં ન હોય એનો હું કર્તા-કારયિતા કે અનુમોદક એમાં એ ક્યાંય ન આવે.
જે ભાવ આત્મામાં હોય એને તો આત્મા કરે ને ભોગવે પણ આત્મામાં શું નથી તેની વાત કરે છે. માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં નથી. હવે મહત્ત્વની વાત અહીં એ આવે છે કે જે આત્મામાં નથી એથી એનો હું કર્તા નથી. એનો કર્તા તો નથી પણ એનો જાણનારેય હું નથી. એકમાં બે વાત તેમાં આવી જાય છે.
હવે આ જે ઉપરોક્ત વિવિધ પ્રકારના જે ઘણાં ભેદો કહ્યાં 'તા, પહેલા-પારામાં ચારગતિના ભેદ કહ્યાં 'તાં; બીજા પારામાં માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન આદિ ત્રણ પ્રકાર કહ્યાં. ત્રીજા પારામાં મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાનાં વયકૃત-બાળ-યુવાન ને વૃદ્ધાવસ્થા એ (આત્મામાં) નથી. પછી કહ્યું મોટું–રાગ-દ્વેષ નથી અને પછી કહ્યું ક્રોધ-માનમાયા-લોભ નથી. આ સ્થાનો મારા શુદ્ધાત્મામાં નથી. આ ભેદો મારામાં નથી.
“હવે આ (ઉપરોક્ત) કહેવામાં આવેલા “વિવિધ” અનેક પ્રકારના “વિકલ્પોથી”- ભેદોથી ભરેલા “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” આહાહા ! એ પરિણામો છે, એ ચારગતિઓ છે, ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન પણ છે. એ પર્યાયમાં છે ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૫૯ સુધી મોહરાગદ્વેષ પણ છે. “છે ત્યારે ? છે ત્યારે કર્તા નથી. મોક્ષ થઈ ગયા પછી કર્તા નથી એમ નહીં.
આ આત્માનું સ્વરૂપ જ એવું છે કે પર્યાયમાં મોહરાગ દ્વેષ હોય! પર્યાયમાં ક્રોધમાન-માયા-લોભ હોય! પર્યાયમાં ગુણસ્થાન-માર્ગણાસ્થાન-જીવસમાસ હોય! પર્યાયમાં ગતિ હોય! ગતિ એટલે? તેને યોગ્યભાવ હોય તે જ સમયે એ બધા ભાવો મારામાં નથી. એ વિભાવ પર્યાયો મારામાં નથી. તેથી હું એનો કર્તા નથી. રહિત છું માટે કર્તા નથી.
આહા! જે મારાથી રહિત છે એનો હું કર્તા તો નથી પણ એનો હું જાણનારેય નથી. કર્તા નથી એમાં ચારિત્ર તો પ્રગટ થયું છે-શ્રદ્ધા પ્રગટ થઈ એટલે ચારિત્ર તો પ્રગટ થાય છે પણ...જો એને હું જાણવા જાઉં તો નિશ્ચય ચારિત્ર પ્રગટ થતું નથી.
અહીંયાં તો નિશ્ચય ચારિત્ર-શુદ્ધોપયોગ કેમ પ્રગટ થાય?! કે: (ભેદોને) જાણવાનું બંધ કરી દઉં તો. હું કર્તા તો છું જ નહીં તેથી કરવાનો તો પ્રશ્ન જ નથી. પણ અકર્તા ઉપર ફરી ફરીને નજર જાય છે ત્યારે શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. હું મારા ત્રિકાળી દ્રવ્યને જોઉં છું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.
હું (જેને) ભાવું છું એ કેવો છે? કે પરિણામ માત્રથી ભિન્ન છે. પરિણામ માત્રથી ભિન્ન હોવાથી હું કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી.
આહાહા! જુઓ! “વિવિધ વિકલ્પોથી એટલે ભેદોથી ભરેલા વિભાવ પર્યાયો” પર્યાયો છે ખરી. પરિણામમાં આ બધા ધર્મો છે. પણ નિશ્ચયથી હું એનો કર્તા નથી. તેમજ (હું ) બીજાની પાસે કરાવતો નથી. હવે એક સૂક્ષ્મ વાત કરે છે કે એ કોણ કરે છે એ મારા જ્ઞાનમાં આવી ગયું છે. ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદોનો કર્તા કોણ છે? મોહરાગદ્વેષનો, પાંચ મહાવ્રતનો, અઠ્ઠાવીસ મૂળગુણનો કર્તા કોણ છે? સંયમલબ્ધિનાં સ્થાનો એનો કર્તા કોણ છે?
એનો કર્તા કોણ છે એ મને ખબર છે. કોણ કર્તા છે? કેઃ પુદ્ગલ કર્તા છે. કેમકે પુદગલના સદભાવ અને અભાવ એવા નિમિત્તથી થતા ભાવો, એવા નૈમિત્તિક ભાવો એનો હું કર્તા નથી. એ ભાવો પર્યાયમાં છે ખરા ! વિદ્યમાન છે, પણ મારાથી તે ભિન્ન છે. ભિન્ન છે માટે કર્તા નથી. અને ભિન્ન છે માટે એને હું જાણવા જાઉં તો આત્મા જણાતો નથી. માટે મારે તો મારા શુદ્ધાત્માને જાણવો છે. કેમકે હું એનો કર્તા તો નથી પણ હું એનો જાણનારોય નથી. એક ગાથામાં બેનો નિષેધ કરી દીધો. કર્તાપણાનો નિષેધ અને જ્ઞાતાપણાનો નિષેધએકલા જ્ઞાયકને જાણું છું બસ.
અને પુગલકર્મરૂપ કર્તાનો-” (વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો) જેટલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૬૦
પ્રવચન નં-૫
વિભાવ પર્યાયો ઉ૫૨ કહ્યાં એ બધાય હોં! ! ચારગતિના, એક માર્ગણાસ્થાન, એક જીવસમાસ, એક ગુણસ્થાન, ચાર+ત્રણ=સાત. મનુષ્ય અને તિર્યંચ બે તેમ નવ, અને મોહ– રાગ-દ્વેષ ત્રણ. નવને ત્રણ બાર અને ક્રોધ-માન-માયા-લોભ એમ કુલ સોળ થયા.
અહીં એમ કહે છે કે એ સોળનો કર્તા કોણ છે? એ મારા જ્ઞાનમાં આવી ગયું છે. કેમકે હું એનો કર્તા નથી તો કોઈક તો એનો કર્તા હોય ને!? હું એનો જો કર્તા નથી અને પરિણામ તો વિધમાન છે અને હું કર્તા નથી એનો? તો કોઈક એનો કરનાર હોવો જોઈએ. એનો ક૨ના૨ પુદ્દગલકર્મ છે સાપેક્ષથી.
આહા ! સાપેક્ષથી અપેક્ષાએ એનો કર્તા (પુદ્દગલ) છે. હવે તેને ઉપાદાન કર્તા કહો કે નિમિત્ત કર્તા, પણ... હું તો કર્તા નથી. પુદ્દગલ કર્મ એને કરે છે. “પુદ્ગલકર્મરૂપ કર્તા ” વિભાવ પર્યાયોનો છે કર્તા જે પુદ્ગલકર્મ તે; બધા કાર્યોનો કર્તા પુદ્દગલ છે. કેમકે પુદ્દગલનાં સંગે એ બધા ભાવો થાય છે મારા સંગે એ ભાવો થતા નથી. કેમકે આ જે ભેદ ઉઠે છે ને !! એ ભેદ પુદ્ગલનાં સંગે થાય છે. અને અંતર્મુખ થઈને અભેદ થાય છે તો એ આત્મા થાય છે. ત્યાં ભેદ ન રહ્યો ને !?
જેના લક્ષે રાગ થાય એ કાં પુદ્ગલ હોય, કાં એ પુદ્ગલનાં પરિણામ હોય. ન્યાય સમજાણો. એને પુદ્ગલ કર્મ કરે છે; કારણકે એ ભેદ છે. એ પુદ્દગલનાં પરિણામ છે એમ તને કેવી રીતે ખબર પડી ?! જેમ પુદ્ગલનાં લક્ષે રાગ થાય છે એમ ભેદનાં લક્ષે રાગ થાય છે. તો એ કા૨ણ જેવું જ કાર્ય. એ કા૨ણે એ પુદ્ગલના જ પરિણામ છે અભેદ અપેક્ષાએ તો એ પુદ્ગલ જ છે. માટે એ બધા પુદ્દગલકર્મનું જ કાર્ય છે એ મારું કાર્ય નથી. કેમકે મારાથી એ ભિન્ન છે એટલે હું એને કરતો નથી. હું કર્તા નથી તો બીજો એનો કર્તા બતાવો?! તો એ પુદ્ગલકર્મનું કાર્ય છે.
તો હવે કહે છે કે હું એનો અનુમોદક નથી. એ કરે તો ભલે કરે તેવી અનુમોદના નથી. મોક્ષ થશે ત્યારે હું એમ જાણીશ કે તે પુદ્દગલકર્મનાં અભાવથી થયો છે. મોક્ષ મેં કર્યો છે એમ નહીં જાણું. યથાખ્યાત ચારિત્ર મને થશે ત્યારે એ ચારિત્રમોહના અભાવથી એ કાર્ય થયું છે એ મારું કાર્ય નથી. એકલો ત્રિકાળી સામાન્ય અકર્તા સ્વભાવ જ હું છું.
સકળ કર્તૃત્વનો અભાવ એટલે મારામાં કાર્ય કરવાની શક્તિનો જ અભાવ છે. થાય છે એને જાણવાની શક્તિ છે. થાય એને જાણું છું, પણ થાય એને કરું છું એમ નથી ત્યાં તો આત્મારામ થઈ ગયો. કર્મનાં સંગથી ઉત્પન્ન થયેલાં ભાવો એટલે એનો કર્તા પુદ્દગલ કહ્યું. જ્યાં નિમિત્તનો જ અભાવ છે તો (નૈમિત્તિકનો ) અભાવ થઈ ગયો કે નહીં!?
સિદ્ધ અવસ્થામાં (નૈમિત્તિક) છે કે નથી ? કે: નથી તો પછી તેને પુદ્દગલ કરે છે તે પ્રશ્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
ચૈતન્ય વિલાસ જ રહેતો નથી અને આત્મા કરે છે તે પણ રહેતું નથી ત્યાં એ ભાવો જ નથી તો પછી કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કૃતકૃત્ય થઈ ગયો-પૂર્ણ થઈ ગયો બસ.
વિશેષ વાત એ છે કે એને હું કરતો” તો નથી પણ એને હું જાણતો નથી. કેમકે હું કરતો નથી પણ જે અકર્તા છે એને જાણું છું એમ ન લેતાં, હું અકર્તા છું એને જ હું જાણું છું. અહીંયા વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન ન રાખ્યો. વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન રાખે તો પરમાર્થ પ્રતિક્રમણ આવે નહીં. અને પરમાર્થ પ્રતિક્રમણ નહીં આવે તો વ્યવહાર પ્રતિક્રમણમાં આવી જશે. છઠું ગુણસ્થાન આવે.
અહીં તો સાતમાં ગુણસ્થાન થી ઉપર શ્રેણીમાં ચઢવા માટેની પ્રક્રિયાનો ખ્યાલ કરે છે. ભલે સાતમામાંથી આઠમામાં જવાતું નથી, પણ છઠ્ઠામાંથી સાતમા માં આવવાની આ પ્રક્રિયા છે અર્થાત્ શુદ્ધોપયોગની આ પ્રક્રિયા છે. પર્યાયનાં ભેદને જાણવા જાય છે તો એને વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી પ્રાણી હોવાથી રાગ ઉત્પન્ન થાય છે. અભેદને જાણે તો વીતરાગભાવ ઉત્પન્ન થાય-શુદ્ધોપયોગ. આ એની ઉત્તમ ગાથા છે.
આહાહા ! કરવાની શક્તિનો જ અભાવ સર્વથા. હું મારા આત્માને જ જાણું એવી શક્તિનો મારામાં સદ્ભાવ છે. હું તો મારા આત્માને જાણું છું. આહાહા ! પરને જાણવું એ વ્યવહારનો પણ નિષેધ કર્યો. પરિણામના ભેદને હું જાણનારો છું એમ પણ ન લેતાં હું અભેદનો જાણનારો છું ( અર્થાત અભેદ જાણનાર છું )
સકળ કર્તુત્વનો અભાવ કહ્યો ને!? કરવાની શક્તિનો જ આત્મામાં અભાવ છે. અને થાય એને જાણે એમ કહેવું તે વ્યવહાર છે. અને એને જાણવાનું બંધ કરી અને “છે” એને જાણું તે નિશ્ચય છે. આ નિશ્ચય પ્રતિક્રમણની બહુ ઊંચી ગાથા છે હોં ! આ ત્રણ લીટીમાં ઘણો માલ છે. આ ત્રણ લીટીમાં અકર્તાપણું સિદ્ધ કર્યું. પુદ્ગલનાં કાર્યનો કર્તા, કારયિતા, અનુમોદક હોઉં તો હું પુદ્ગલ જ થઈ જાઉં અર્થાત્ અજીવ થઈ જાઉં.
(નૈમિત્તિક ભાવમાં) અજીવ નિમિત્ત છે, પણ હું નિમિત્ત હોઉં તો અજીવ થઈ જાઉં. પુલકર્મ કરે છે અને જો હું ટેકો આપુ કે ભલે કરે તો હું પુદ્ગલ થઈ જાઉં. માટે પુદ્ગલ કરે તો ભલે કરે. આમાં પરિણામ માત્રની મહિમાને ખલાસ કરી દીધી.
પરિણામ માત્રથી ભિન્ન છે તે શ્રદ્ધાનો વિષય છે અને એમાં નિર્વિકલ્પ ધ્યાન આવે છે. બાકી બધા શાસ્ત્રોમાં અનેક પ્રકારના વ્યવહારના કથનો છે, પણ એ બધા અભૂતાર્થ વાક્યો છે.
જાણવાનો વિષય એક જ્ઞાયક બને ત્યારે ધ્યાન આવે છે. શુદ્ધોપયોગ થવા માટે આમાં જાણવાનો નિષેધ કર્યો. અગિયારમી ગાથામાં શુદ્ધોપયોગ થયો અને બારમી ગાથામાં જ્યાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
પ્રવચન નં-૫ પર્યાયને જાણવા ગયો ત્યાં સવિકલ્પ દશા આવી ગઈ. ધારાવાહી શુદ્ધોપયોગ ન રહ્યો. અહીં તો ધારાવાહી શુદ્ધોપયોગ એટલે પરમાર્થ પ્રતિક્રમણની વાત ચાલે છે. પરમાર્થ પ્રતિક્રમણ કોને કહેવું?! કે જે પર્યાયને કરે નહીં અને પર્યાયને જાણે નહીં ત્યારે ધારાવાહી શુદ્ધઉપયોગ આવે ને ?!
ગઈકાલે આવ્યું 'તું, આત્મામાં આત્માને અભેદ થઈને જાણ્યા જ કરે. વિભાવ કાર્યનો કર્તા એ પુદ્ગલકર્મ છે. આ કસ સારો કર્યો છે. જો કેંસ ન કર્યો હોત તો જીવોને ન સમજાત.“ પુદ્ગલકર્મરૂપ કર્તાનો”, એનો અર્થ સારો કર્યો છે. “વિભાવ પર્યાયોના કર્તા જે પુદ્ગલ કર્મો તેમનો “હું” અનુમોદક નથી.” એમ કેવી રીતે? કે: અનુમોદનમાં બીજી જ કર્તા હોય અને એને આ અનુમોદન આપે, એમ હોય. અહીં તો પોતે તો કરે નહીં પણ બીજો કરે એને અનુમોદન આપે નીં. ત્યારે નવકોટીએ અકર્તા સિદ્ધ થાય છે.
મનથી, વચનથી, અને કાયાથી; કરવું-કરાવવું અને અનુમોદવું. મનથી નહીં, વચનથી નહીં, અને કાયાથી નહીં. એમ એકેકમાં ત્રણ એટલે ત્રણ-તેરી નવ થયા. મુનિરાજને નવકોટીએ પચખાણ હોય છે. આવું મુનિનું સ્વરૂપ અને અત્યારે કેટલો ફેર....! સમ્યકદર્શનમાં નવ-નવ કોટીએ ત્યાગ થાય ત્યારે અનુભવ થાય.
આ બધા ભેદો છે ને એ પરદ્રવ્યમાં જાય છે. તેથી પરદ્રવ્યનો હું કર્તા નથી અને પદ્રવ્યનો હું જ્ઞાતા નથી. સ્વદ્રવ્યનો હું જ્ઞાતા છું બસ. એમાં શુદ્ધોપયોગ-પરમાર્થ પ્રતિક્રમણરૂપ પરિણમન થઈ જાય છે. મિથ્યાષ્ટિને પણ સમ્યક્દર્શન પ્રગટ થવા કાળે આ થાય છે પરનો કર્તા નથી અને પરનો જ્ઞાતા નથી. કેમકે પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે. અનાદિ અનંત ભિન્ન છે હોં!? એક સમય પણ પરિણામથી સહિત થઈ શકે નહીં. સહિત થાય તો અજીવપણાને પામે. ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરવા જેવું છે. સમકિતી પણ એનું ધ્યાન કરે છે. શ્રાવક પણ એનું ધ્યાન કરે છે. અને મુનિરાજ પણ ધ્રુવનું ધ્યાન કરે છે.
“હું નારક પર્યાયને કરતો નથી”, કરાવતો નથી અને અનુમોદતો નથી. એમ ચાર ભેદ આવ્યા. “સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” નારક પર્યાયને કરતો નથી, અને નારક પર્યાયને જાણું છું અને એને જાણવાનું બંધ કરીને આત્માને જાણું છું એમ નહીં. હું નારક પર્યાયને કરતો નથી, આહાહા..! સીધો મારા શુદ્ધાત્માને જાણું છું. કરતો નથી અને અકર્તાને જાણું છું. કરતો નથી તેથી અકર્તાને જાણું છું.
આહાહા....! જ્યાં એવો નિષેધ આવ્યો કે હું કરતો નથી એમાં અકર્તાનું જાણવું આવી ગયું. કેમકે પર્યાયને જાણવાનું આવતું જ નથી ને!? જો પર્યાયને જાણવાનું આવે તો કર્તાપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
ચૈતન્ય વિલાસ લાગુ પડવાનો સંભવ છે. જાણેલાનું શ્રદ્ધાન થાય તો! ! પણ જાણતો જ નથી” તે સ્ટેજ જ ન લીધું. સવિકલ્પ સ્ટેજ ન લીધું. પર્યાયને કરતો નથી અને અકર્તા એવા જ્ઞાયકને જાણું છું ત્યાં તો સીધી શુદ્ધોપયોગની દશા આવી જાય છે.
સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ” આ જ્ઞાનનો વિલાસ છે ને?! અંદર જ્ઞાનનો વિલાસ છે આહા ! ચેતન્ય જેમાં રહેલું છે એવું મારું સ્વરૂપ છે. ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ એટલે ચૈતન્યમય એમ!? “આત્માને જ ભાવું છું” સમ્યક એકાંત કર્યું. આત્માને જ ભાવું છું. સહુજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
“હું તિર્યંચ પર્યાયને કરતો નથી” એટલે તિર્યંચ પર્યાયરૂપ જે વિભાવભાવ એનો કર્તા નથી. “સહજ ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
હું મનુષ્ય દેવ પર્યાય આદિને કરતો નથી સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
ચારગતિનો અભાવ કરતો નથી માટે અભાવ થઈ ગયો આ પરમાર્થ પ્રતિક્રમણમાં ચારગતિનો અભાવ થઈને મોક્ષ થઈ જાય. સાક્ષાત મોક્ષનો આ ઉપાય છે. નિશ્ચય ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે અને વ્યવહાર ચારિત્ર ઉપચારથી કારણ છે.
ચારિત્રની શુદ્ધ પરિણતિ પરંપરાએ કારણ છે. શુદ્ધોપયોગ સાક્ષાત કારણ છે અને શુદ્ધ પરિણતિની સાથે જે વ્યવહાર ચારિત્ર હોય એ ઉપચારથી કારણ છે. ઉપચારથી કારણ એટલે ખરેખર કારણ નથી. (વ્યવહાર ચારિત્ર) એ બંધનું કારણ છે. અને એને મોક્ષનું કારણ કહેવું તેનો અર્થ ઉપચારથી છે સાથે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
(ક્ષણિક ) શુદ્ધ ઉપાદાનની સાથે અશુદ્ધઉપાદાન કયા પ્રકારનું હોય (તેનું જ્ઞાન કરાવ્યું ) એ વખતે પાપનાં પરિણામ ન હોય એમ! શુભ ભાવ હોય એમ! એ ઉપચારથી મોક્ષનું કારણ છે? અને શુદ્ધ પરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે-લાંબે લાંબે મોક્ષ થાય. શુદ્ધોપયોગમાં ત્વરાએ મોક્ષ થાય-બે ઘડીમાં મોક્ષ થાય (તેથી) તે સાક્ષાત મોક્ષનું કારણ છે.
(મારામાં) ચારગતિનો અભાવ હોવાથી હું ચારગતિની પર્યાયને કરતો નથી, પરંતુ “હું ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” એ જીવનો અલ્પકાળમાં મોક્ષ થાય છે. પછી ગતિ ન હોય ચાર. ચારગતિના નિમિત્તભૂત જે વિભાવભાવો એને હું કરતો નથી. અને બીજો કરે છે તેને હું ટેકો આપતો નથી. કે. મને સ્વર્ગ ગતિની દશા થાય તો ઠીક જે સ્વર્ગગતિ માગે છે તેને આત્મા જોઈતો નથી. સ્વર્ગ ગતિની ભાવના ભાવે છે તેને આત્મા જોઈતો નથી. સ્વર્ગ ગતિ છે, ગતિની ભાવના ન હોય. શુદ્ધાત્માની ભાવના હોય. ગતિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
પ્રવચન નં-૫
આવી જાય એ જુદી વાત છે.
હું ગતિને કરું છું? અને હું એની ભાવના ભાવું છું અને મને એની અભિલાષા છે એમ છે નહીં. અહીંથી હું સ્વર્ગમાં જાઉં અને પછી સીમંધર ભગવાન પાસે જાઉં! ના રે ના આત્મામાં જાઉં, હું બીજે ક્યાંય ન જાઉં. આત્મા જ એક શરણ છે, બીજું કોઈ શરણ નથી.
ચારગતિને કરતો નથી આત્માને ભાવું છું એટલે ચારગતિનો ક્ષય થઈ ગયો. દષ્ટિમાંથી ક્ષય થઈ ગયો. ગતિ મારે છે જ નહીં. ગતિ મને દેખાતી જ નથી ને!? ગતિ વિનાના એવા શ્રી ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવું છું. હવે જેમાં ગતિ નથી એવા
સ્વભાવને ભાવતાં ગતિ ક્યાંથી આવી પડે!? ગતિનો અભાવ થઈ ગયો. દષ્ટિમાંથી અભાવ થઈ ગયો અને દશામાંથી અલ્પકાળમાં અભાવ થવાનો જ છે.
આહાહા ! કોઈને એકાદ બે ભવ આવે તો આવે! એ તો જાણવાનો વિષય છે. એ તો સંયોગરૂપે છે. કોઈને બે-ચાર-છ ભવ હોય તો એ તો જાણવા માટે છે. સંયોગરૂપ છે. ગતિ જ જ્યાં આત્મામાં નથી, એને કરતો જ નથી, આહાહા ! એને જાણતોય નથી તો પછી એ ગતિ એને આવે ક્યાંથી !? એ ન આવવા બરાબર આવે છે. બે-ચાર-છ આવશે ખરી ! પણ એ ન આવવા બરોબર છે. આવીને ચાલી જાય છે. જવાને માટે આવે છે. એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અહીંયાં તો એનો પણ નિષેધ કરે છે. એને જાણવાનો ધર્મ મારો નથી. હું તો ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને જાણું છું.
ગજબનું શાસ્ત્ર છે આ નિયમસાર. એમાં પણ આ પાંચ રત્નની ગાથા...! આહાહા ! સકળ કર્તૃત્વનો અભાવ' એટલે કરવાની શક્તિનો જ અભાવ હોય તો કરું ક્યાંથી? હું કરું ક્યાંથી ? મારામાં “જ્ઞાનમાં કરવું ન હોય, જ્ઞાનમાં જાણવું હોય. જ્ઞાનમાં જાણવાની શક્તિ પૂરી છે પણ કરવાની શક્તિનો અભાવ છે. જેમ ચક્ષુમાં કરવાની શક્તિનો જ અભાવ છે. કથંચિત્ કર્તા અકર્તા એમ લાગુ પડતું નથી. સર્વથા અકર્તા છે. જ્ઞાનમય જ્ઞાયક આત્મા અકારકને અવેદક છે.
જેમ ચક્ષુમાં કરવાની શક્તિનો અભાવ સર્વથા એમ જ્ઞાયક આત્મામાં કરવાની શક્તિનો સર્વથા અભાવ છે, એનો સદ્દભાવ ક્યાંથી થાય?! એવો જ્ઞાતાનો સ્વભાવ છે. જાણનાર...જાણનાર...જાણનાર...જાણનાર છે. એ કરે નહીં. કરે છે બીજાને જાણે છે બીજો. જીવ જાણવારૂપે પરિણમે છે અને પુદ્ગલ રાગાદિરૂપે પરિણમે છે. બે ભાગલા છે આહા ! પુદ્ગલકર્મ રાગાદિભાવને કરે છે.
(જિજ્ઞાસાઃ પુદ્ગલ નિમિત્ત કર્તા છે કે પુદ્ગલ ઉપાદાન કર્તા છે?) સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાથી જુઓ તો ઉપાદાન કર્તા પુદ્ગલ છે, પુદ્ગલથી સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે, એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૬૫ અજીવ અધિકારમાં લીધું. “પુગલમય પરિણામ છે.” એમાં ગુણસ્થાન માર્ગણાસ્થાન બધું લઈ લીધું. સમજી ગયા! અને ક્ષણિક ઉપાદાન લ્યો તો-નૈમિત્તિક લ્યો તો એ નિમિત્તકર્તા પુદ્ગલ છે. ઉપાદાન કર્તા ક્ષણિક પર્યાય છે. હું તો અકર્તા છું. (સમયસાર) તેરમી ગાથામાં નિમિત્ત કર્તા ઉપાદાન કર્તા બને લીધું. બન્ને પ્રકારથી આત્મા તો અકર્તા જ રહ્યો. અકર્તા તો વિદ્યમાન રહ્યો.
પ્રશ્ન આવ્યો ને કેઃ પુદ્ગલ વ્યાય-વ્યાપક સંબંધથી કર્તા છે કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્તા છે?! તો ઉપાદાનરૂપથી પુદ્ગલ કર્તા છે દૃષ્ટિ અપેક્ષાએ-અને જ્ઞાન અપેક્ષાએ તો પુદ્ગલ નિમિત્તકર્તા છે.
( જિજ્ઞાસાઃ બન્નેમાંથી કઈ અપેક્ષા સાચી છે?).
સમાધાનઃ- બેય અપેક્ષા સત્યાર્થ છે. બન્ને અપેક્ષાએ આત્મા અકર્તા છે. જ્ઞાન અપેક્ષા ને દષ્ટિ અપેક્ષા બન્ને સાચી છે. જ્ઞાન અપેક્ષાએ શું છે? કે દષ્ટિ યથાર્થ થાય ને ત્યારે જ યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે.
જ્ઞાન અપેક્ષાએ સાધકને પોતાની સ્થિતિનું યથાર્થ જ્ઞાન પર્યાયમાં થાય છે. જે પરિણામ છે તે મારા પરિણામ છે. પરિણામ સાથે સ્વસ્વામી સંબંધ કે કર્તબુદ્ધિ છે તેમ નહીં. વ્યવહાર તે પરિણામ છે. અને તે પરિણામ થવા યોગ્ય થાય છે તેનું નિમિત્ત કારણ ઈ પુદગલ છે એમ! દષ્ટિ તો પર્યાયને સ્વીકારતી નથી પછી ક્યાં પ્રશ્ન છે!! પણ દષ્ટિની સાથે જે પ્રમાણજ્ઞાન થાય છે તે એમ કહે છે કે થવા યોગ્ય થાય છે તેનું નિમિત્ત કારણ અજીવ છે. (સ. સાર) તેમની ગાથામાં નિમિત્તકારણ લીધું. અજીવ અધિકારમાં ઉપાદાન કારણ લીધું.
( જિજ્ઞાસા: બન્નેમાંથી કઈ વાત ઉપર વજન દેવું જોઈએ!).
સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાથી ત્યાં પુલના પરિણામ લેવાં. અને સાધક થયા પછી થવા યોગ્ય થાય છે એમ લેવું. એમાં પુદ્ગલનાં પરિણામ ન લેવાય. જો પુદ્ગલના પરિણામ લેશો તો દોષ આવશે. જ્ઞાન ખોટું થશે. દષ્ટિ સાચી અને જ્ઞાનય સાચું થવું જોઈએ. જ્ઞાન અપેક્ષાએ જીવનાં પરિણામ છે. દષ્ટિ અપેક્ષાએ પુદ્ગલનાં પરિણામ છે.
(જિજ્ઞાસાઃ શુદ્ધોપયોગ શામાં આવે છે?)
શુદ્ધોપયોગ અકર્તામાં જ આવે છે બસ. અરે! હું તો ત્યાં સુધી કહું છું કે (પરિણામને) કોણ કરે છે એ વિચારો નહીં. હમણાં-હમણાં ચાર છ મહિનાથી એ વિચાર આવે છે. તેને કોણ કરે છે? ક્ષણિક ઉપાદાન કર્તા છે? પુદ્ગલ નિમિત્તકર્તા છે કે પુદ્ગલ ઉપાદાન કર્તા છે? તે મારાથી ભિન્ન છે એટલે હું તેનો કર્તા નથી. કોણ કરે છે એ મને પૂછો નહીં?! મારાથી ભિન્ન છે અને હું એનો કર્તા નથી એવો અકર્તા જ્ઞાયક છું તો શુદ્ધોપયોગ થઈ જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
પ્રવચન નં-૫ છે. એમાં કોઈ દોષ નથી.
આ વિચાર છ મહિનાથી આવે છે. કેમકે પેલામાં તો બે વાત કરવી પડે છે. પુદ્ગલ નિમિત્ત કર્તા છે કે ઉપાદાન કર્તા !? એ વાત કરવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેનું જ લક્ષ રહે છે ને!? અને હું તો પરિણામ માત્રથી ભિન્ન છું. હું તો અકર્તા જ્ઞાયક છું. મને તો જ્ઞાયક જણાય છે. જાણનાર જણાય છે અને બીજું કાંઈ જણાતું નથી. કાર્યની સિદ્ધિ તેમાં થઈ જાય છે.
બીજું પહેલી વાતમાં થોડો ચર્ચાનો વિષય પણ બને છે. આપણે તો ચર્ચા કરવી જ નથી ને!? આપણે તો અંદરમાં જવું છે. આપણે શું કામ છે? પરિણામને કોણ કરે છે, મને ન પૂછો. એ માટે પંડિતને પૂછો. હું પંડિત નથી મારી સાથે એની ચર્ચા નહીં. આ ઘડિયાળ મારી નથી તો આ ઘડિયાળનો સ્વામી કોણ છે? મને પૂછો નહીં. કે એનો સ્વામી બતાવો !? મને ન પૂછો. બાજુનું ઘર મારું નથી, તે ઘર કોનું છે તે મને ન પૂછો. કોનું ઘર છે મને કેમ પૂછો છો ?!
મેં કહી દીધું કે આ પરિણામ મારા નથી. હું એનો સ્વામી નથી. મારાથી ભિન્ન છે. જે ભિન્ન હોય એને કોણ કરે ? તો પછી કોઈ કહે કે કાર્ય તો થઈ રહ્યું છે! તો એનો કર્તા તો જોઈએ ને?! પર્યાયનો કર્તા પર્યાય છે જા ભાગી જા! તેમાં નિમિત્ત કર્તા કે ઉપાદાનકર્તાની જરૂર નથી. એમ ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન-કાર્ય સિદ્ધ થઈ જાય છે.
પર્યાયનો કર્તા કોણ? તો પર્યાયનો કર્તા પર્યાય છે. તો કાર્ય તો થાય છે, તો તેમાં નિમિત્ત કર્તા કોણ?! કેઃ નિરપેક્ષમાં નિમિત્ત નથી હોતું. હું નિરપેક્ષની વાત કરું છું. તું સાપેક્ષથી વાત કરે છે. જ્યારે તે (પોતેજ) ઉપાદાન છે તો તેને નિમિત્તની અપેક્ષા હોતી નથી. જો હું નૈમિત્તિક કહું તો તું નિમિત્તની વાત કરેને!? હું તો નૈમિત્તિક કહેતો નથી, હું તો ક્ષણિક ઉપાદાનથી કહું છું. પરિણામ મારાથી ભિન્ન છે તો તેને કોણ કરે છે તે મને કેમ પૂછપૂછ કરે છે. તો કહે છે પર્યાયનો કર્તા પર્યાય છે. કેમકે પર્યાય સત્ અહેતુક છે. જ્ઞાનની પર્યાય સત્ છે. જ્ઞાનની પર્યાયનો કર્તા કોણ છે? એ મને પૂછ નહીં. પર્યાયનો કર્તા પર્યાય છે. સને કોઈ હેતુ ન હોય સત્ કહી દીધું ને !?
બની શકે ત્યાં સુધી વિકલ્પ ઓછા થાય એવી લાઈન લેવી. પરિણામ માત્રથી હું ભિન્ન છું તેથી હું કર્તા નથી, હું અકર્તા છું. હું જાણનાર છું. એમાં કાર્યની સિદ્ધિ થઈ જાય છે.
( જિજ્ઞાસાઃ ઉપાદાન કર્તામાં શુદ્ધઉપયોગ થાય છે કે નિમિત્તકર્તામાં) સમાધાનઃ પરિણામ મારાથી ભિન્ન છે એમ હું જ્યારે જાણું છું ત્યારે શુદ્ધોપયોગ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ જાય છે. સંધ્યાબેન! એમાં શુદ્ધોપયોગ આવે છે કે નથી આવતો? (શ્રોતા-આવી જાય છે.) તો પર્યાયનો કર્તા કોણ છે? પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દે! બસ. તેને કોણ કરે છે તે જાણવાનું મારું કાર્ય નથી. હું તેને જાણવાનું બંધ કરું છું, તેમાં સાધ્યની સિદ્ધિ જલ્દી થાય છે.
તમે પ્રશ્ન કર્યો એ પહેલાં આ વિચાર આવ્યો તો હમણાં. વિભાવ પર્યાયોનો કર્તા પુદ્ગલ છે તો ઉપાદાનપણે કર્તા કહેવા માગે છે કે નિમિત્તપણે કર્તા કહેવા માગે છે? ખરેખર તો પર્યાય મારાથી ભિન્ન છે એવા શુદ્ધાત્માની દૃષ્ટિ થાય છે, અકર્તા શ્રદ્ધાનો વિષય થાય છે ત્યારે એને ઉપાદાનપણે કરે છે અજીવ અધિકારમાં કહે છે. સાપેક્ષની અપેક્ષાએ એનો કર્તા એ છે. એનાથી થયા છે એમ ! મારાથી નહીં. (શ્રોતા–તેનો ઉપાદાન કર્તા પુદ્ગલ છે તેવી ધ્વનિ નીકળે છે તેમાં.) “હા”! અકર્તાની વાત છે ને!? શ્રદ્ધાનો વિષય દેવો છે ને? !
પરમાર્થ પ્રતિક્રમણ છે તે શ્રદ્ધાના વિષયથી જ પ્રગટ થાય છે. શ્રદ્ધાના વિષયથી જ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે તેમાં તો શંકા છે જ નહીં. શુદ્ધોપયોગ પ્રગટ થવાનાં કાળમાં શ્રદ્ધાનો વિષય આવે છે, જ્ઞાનનો વિષય (ઉર્ધ્વપણે) નથી આવતો. અભેદનાં લક્ષથી અભેદ થઈ જાય છે બસ.
તો પછી આ ભેદને કોણ કરે છે? આહા! મને ન પૂછે, હું તેને જાણતો નથી. બીજાને પૂછ;” હું બુદ્ધ છું' તો ભાગી જાય પછી માથુ ન ખાય અને આપણને છૂટ્ટી મળી જાય! હું કાંઈ જાણતો જ નથી ને ! !
હું તો જ્ઞાયક જણાય છે એમ જાણું છું. તારે મને પૂછવું છે ને!? તો જ્ઞાયક જણાય છે એમ હું જાણું છું, બીજું કાંઈ હું જાણતો નથી. (શ્રોતા કાર્યની સિદ્ધિ એમાં થઈ જાય છે તો વધારે જાણવાની શી જરૂર છે?!)
તીર્થંકર ભગવાન દીક્ષા લીધા પછી મૌન થઈ જાય છે. મૌન થઈ જાય છે એનું કારણ છે! તીર્થકરનું દ્રવ્ય છે એટલે છદ્મસ્થમાં જે કહ્યું હોય એ લોકો શલ્ય રાખ્યા કરે. તીર્થકર કહે છે મારે એક સાથે કહેવું છે પણ એક સાથે કહી શકતો નથી એમ ! આજે જે કાંઈ કહ્યું છે તે સાંભળીને તે જતો રહે મદ્રાસમાં, એ તો જતો રહે મારે કહેવાનું બીજું રહી જાય છે. એનાં કરતાં દિવ્ય ધ્વનિમાં એક સાથે બધું કહી દઈશ. આહાહા ! સમજવું હોય છે...સમજે.
પૂજ્યપાદ આચાર્યે કહ્યું, કહેવું એ પાગલપણું છે અને સાંભળવું એ પાગલપણું છે. બીજાને સમજાવવું એ પાગલપણું છે. વિકલ્પ ઉઠે છે, એ પાગલ છે બીજું શું !? પાગલ એટલે? વિકલ્પ ઉઠે એ પાગલ.
મને વિચાર આવ્યો કે પરિણામમાત્રથી મારો આત્મા ભિન્ન છે તેથી હું એનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
પ્રવચન નં-૫ નથી. અને બહુ થાય તો પરિણામનો કર્તા પરિણામ છે. આ કર્તાકર્મની ચરમસીમા છે. અને પુદ્ગલ જેને કરે છે એને એક સરખું કરી શકતો નથી. કર્તા કર્મમાં ફેર ન પડવો જોઈએ. જેવો કર્તા એવું જ કાર્ય થવું જોઈએ. અને પહેલા સમયે જેવું કાર્ય થાય તેવું કાર્ય એવું ને એવું ધારાવાહી રહેવું જોઈએ. તો કર્તા-કર્મ સિદ્ધ થાય. કર્તા એનો એ રહે અને કાર્ય બદલ્યા કરે (એમ ન હોય.) સૂક્ષ્મ વાત છે. માટે પર્યાયનો કર્તા પર્યાય છે.
એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. જ્યાં કર્તાની વાત આવે ત્યાં બે પ્રકારના ઉપાદાન સર્વત્ર રાખજે. ઈ.વાત તેરમી ગાથા સમયસારમાં છે. “થવા યોગ્ય થાય છે” ક્ષણિક ઉપાદાનની વાત કરી. અને સોનાનાં દષ્ટાંતથી કહ્યું, તે ત્યાં ક્ષણિક ઉપાદાન લીધું છે. લોઢું અને સોનું (તેનાં કારણ કાર્ય એક સરખાં નથી.) માટે કારણ જેવું જ કાર્ય હોય છે.
આપણે તો એમ જ લેવાનું છે કે પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયમાં કર્તા, કારણ વગેરેનું આપણે શું કામ છે!? ખરેખર તો એની સામે જોવાનું જ નથી પછી શું હવે!? પર્યાયની સામે જોવાનું બંધ કરવાનું તો અહીંયા શીખવાડે છે આપણને.
પર્યાયનો કર્તા કોણ છે?! ને અકર્તા કોણ છે? છ કારક છે ને!? આહા! પરદ્રવ્યની સામે જોવાનું બંધ કરી દે ને! ! પર્યાયાર્થિકચક્ષુ બંધ કરી દે! હવે શું કામ છે તારે! આહા...! ભેદની ચીકાશ રહેવા દે! નવતત્ત્વની ચીકાશ તો નહીં પણ ભેદની ચીકાશ રહેવા દે! એ શું કહ્યું?! ભેદની ચીકાશ રહેવા દે! આહા! અભેદને લક્ષમાં લેને કામ થઈ જશે તારું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું બસ. બીજું કાંઈ જાણતો નથી આહા! ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એમાં ચારગતિનો અભાવ થઈ ગયો.
હવે હું ચૌદ ગુણસ્થાનનાં ભેદોને કરતો નથી. પર્યાયમાં જે ભેદો ઉઠે છે એનો કરનાર હું નથી. પુદ્ગલનાં પરિણામ એને કરે છે એ પણ અપેક્ષાએ છે.
હું કરતો નથી એમાં મજા છે. નિષેધથી વાત ઉપાડી છે. કેમકે કર્તવ્યબુદ્ધિ રહી જાય તો અંદરમાં જવાતું નથી એટલે નિષેધથી અકર્તાથી વાત મૂકી. આ નિષેધની વાત પણ અંદર જવા માટે મજબૂત છે. તેમાં વિધિ બળવાન થાય છે. બળ આવે છે. વ્યવહારનાં નિષેધમાં જ નિશ્ચયનું બળ આવે છે. નિષેધમાં પાત્રતા આવે છે. નિષેધ કર્યા વિના પાત્રતા પણ આવતી નથી.
પરિણામના નિષેધ વિના પાત્રતા નથી આવતી. કેમકે નિષેધ નથી કરતો એનો અર્થ એ છે કે પરિણામથી સહિત અને પરિણામને હું કરું છું એવો પક્ષ છે. અને પરિણામનો (દષ્ટિમાંથી) નિષેધ કરે તો હું પરિણામને કરતો નથી તો તેમાં આવી જાય. તો નિષેધમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
ચૈતન્ય વિલાસ એટલી પાત્રતા આવી. અકર્તા તરફ ઢળે છે-મિથ્યાત્વ ગળવા માંડ્યું છે અને અભેદનો અનુભવ થતાં ટળી જાય છે. બન્ને વાત છે.
ચૌદગુણસ્થાનના ભેદોનો કર્તા નથી, પર્યાયથી દ્રવ્યનું ભેદજ્ઞાન થતાં પાત્રતા આવે છે. પ્રથમ પર્યાયથી દ્રવ્યનું ભેદજ્ઞાન થાય છે. પછી “સહજ ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવું છું” તેમાં અનુભવ થાય છે. નિષેધમાં પાત્રતા અને વિધિમાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એમ જ છે, એવું જ સ્વરૂપ છે. નિષેધ તો મેઈન વાત છે. સમજાણું!?
અહા ! પર્યાયને કરતો નથી અને પરને જાણતો નથી એમાં પર્યાયનો નિશ્ચય આવ્યો નિષેધમાં (નિશ્ચય) હાથમાં આવી જાય છે. કેમકે વિધિની તો ખબર નથી. વિધિની ખબર નથી તો વિધિ એકાએક કેમ પ્રગટ થાય? કે હું પરને જાણતો નથી એનાથી વ્યાવૃત થાય ત્યારે વિધિમાં આવી જાય છે. આ નિષેધની વાત તો બહુ જરૂરી છે. પ્રયોજનભૂત છે અને પ્રયોગાત્મક છે.
દ્રવ્યનાં નિશ્ચયમાં અને પર્યાયનાં નિશ્ચયમાં નિષેધની વાત પહેલી છે. અપ્રમત્ત કે પ્રમત્ત નથી ” એ દ્રવ્યનો નિશ્ચય આપ્યો અને હું પરને જાણતો નથી એ પર્યાયનો નિશ્ચય આપ્યો. બે જ વાત છે. પોતાના જ્ઞાયકને જાણતો ન હતો, તો એ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય !? ઓલું જ્ઞાન બંધ થાય તો આ પ્રગટ થાય લે!
એ ઇન્દ્રિયજ્ઞાન બંધ કરીશ કે “હું પરને જાણતો જ નથી” તો ઇન્દ્રિયજ્ઞાન બંધ થશે તો અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયા વિના રહેશે જ નહીં. એકનો વ્યય થશે તો બીજાનો ઉત્પાદ થશે જ. અને એ બન્નેમાં પર્યાયનાં નિશ્ચય વખતે પણ એ જ વાત કરી છે. “ખડી ભીંતને સફેદ કરતી નથી.' ત્યાંથી જ વાત કરી છે. અને હું પરને જાણું છું તો જીવનો નાશ થઈ જશે જા! માટે જાણતો જ નથી. પછી આત્મા આત્માને જાણે છે, એ વ્યવહારનો નિષેધ કર! ત્યારે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. નિશ્ચયનું બળ નિષેધમાં જ આવે છે. કેમકે અસ્તિની ખબર નથી ને એટલે? અસ્તિની ખબર પડી જાય છે પછી તો એમાં ઢળ્યા કરે છે, રમ્યા કરે છે. તો તો કોઈ સવાલ જ નથી.
આ પ્રશ્ન તમે પૂછયો, પણ....મને વિચાર સવારે આવતો હતો. ઉપાદાન કર્તા કે નિમિત્તકર્તા છે!? દષ્ટિ અપેક્ષાએ તો પુદ્ગલના પરિણામ છે. સર્વથા અભિન્નથી કહે ત્યારે પુદ્ગલ જ એને કરે છે, એટલે દૃષ્ટિ અપેક્ષાએ એને કરે છે. પછી ચાર છ મહિનાથી તો..કોણ કરે છે? તે (જાણવું) આપણું કામ નથી. બહુ થાય તો પર્યાય પર્યાયને કરે છે.
જો સામાન્ય પુદ્ગલ વિશેષ પર્યાયને કરે તો એક સરખું કાર્ય આવવું જોઈએ. એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
પ્રવચન નં-૫ સરખું કાર્ય તો આવતું નથી, માટે પર્યાયનો કર્તા પર્યાય છે એ નિર્દોષ કથન છે. એમાં તો નિમિત્તની-સાપેક્ષની અપેક્ષાએ એનો કર્તા કહ્યો છે. બાકી ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય છે. (કોઈ તર્ક કરે ને!) પર્યાય દ્રવ્ય વિના ન હોય! ! તારે દ્રવ્ય જોઈએ છીએ ને!? તો પુદ્ગલ દ્રવ્ય રાગદ્વેષને કરે છે લે ! પર્યાય સ્વતંત્ર છે. હું કર્તા નથી, તું (પુદ્ગલ) પણ કર્તા નથી લે! કરવાની વાત તો ક્યાંય રહી બોલો! પરિણામ મારા નથી પછી કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો !? જે જેનામાં ન હોય એવું કરવું ક્યાંથી હોય ?! જેમ બે દ્રવ્ય વચ્ચે કર્તાકર્મ સંબંધ ન હોય તેમ દ્રવ્ય પર્યાય વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી. કેમકે તત્
સ્વરૂપમાં જ કર્તાકર્મ સંબંધ હોય તત્ સ્વરૂપમાં જ જ્ઞાતા યપણું હોય. તત્ સ્વરૂપમાં પણ કર્તાકર્મપણું ન હોય. દ્રવ્ય કર્તાને પર્યાય કર્મ તે જ્ઞાનપ્રધાન છે, વ્યવહારનું કથન છે. તત્ વ્યવહારનું કથન છે. પર્યાયનો કર્તા પર્યાય છે, દ્રવ્ય તેનો કર્તા નહીં. દ્રવ્યમાં કર્તાપણું નથી માટે તત્પણું આવે જ નહીં. હાં ! તો પછી વ્યાપ્ય ક્યાં રહ્યું !? તત્ સ્વરૂપ ક્યાં રહ્યું!? એ તો રાગનો કર્તા નથી તેવી અપેક્ષા લઈએ ત્યારે તસ્વરૂપમાં કર્તાકર્મ હોય. આત્મા જ્ઞાતા અને જ્ઞાનનો કર્તા સમજી ગયા !
અહીંયા તો અકર્તા આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. અહીંયા તો એ વ્યવહારનો નિષેધ કરવો છે. ચૌદગુણસ્થાનનો, તેરમાં ગુણસ્થાનનો કર્તા આત્મા નથી એમ કહેવું છે. અહીંયા તો ક્ષાયિક સમ્યકદર્શનનો કર્તા નથી. માર્ગણાસ્થાનમાં ક્ષાયિક સમ્યક્દર્શન આવી ગયું, ક્ષાયિક ચારિત્ર આવી ગયું, કેવળજ્ઞાન આવી ગયું, આહાહા ! એનો કર્તા નથી.
આત્માને પરિણામનો કર્તા કહ્યો હોય એ તો પરથી જુદો પાડવા માટે હોય કથન. આ તો પર્યાયમાત્રથી ભિન્ન છે, તેથી હું એનો કર્તા નથી; તેથી અંદરમાં જવાય છે. હું અંદરમાં કેમ ગયો ? “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મામાં કેવી રીતે આવ્યો?! કે પર્યાયનું કર્તાપણું છૂટી ગયું. જીવને પરિણામ ન હોય, એ ખરા જીવનું સ્વરૂપ છે. તે જીવ તત્ત્વ છે. ખરું જીવનું સ્વરૂપ ત્યારે જણાય કે પરિણામ મારામાં નથી. જીવનું સ્વરૂપ એ છે કે તેમાં પરિણામ નથી. હું કેવળજ્ઞાન નથી હું તો જ્ઞાયક છું. પરિણામ મારામાં નથી, પરિણામ મારામાં નથી, પરિણામ માત્રથી ભિન્ન છું.
હું માર્ગણાસ્થાનનાં ચૌદ ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. કરતો નથી એમાં લઈ લેવું કારિયતા નથી, અનુમંતા નથી. માર્ગણાસ્થાનમાં તો શુદ્ધપર્યાય બધી આવી ગઈ. ઉપશમ સમ્યકદર્શન, ક્ષયોપશમ સમ્યફદર્શન, ક્ષાયિક સમ્યક્દર્શન, ઉપશમ ચારિત્ર, ક્ષાયિક ચારિત્ર, ક્ષયોપશમજ્ઞાન ક્ષાયિકજ્ઞાન બધું ભેદ પ્રભેદ આવી ગયું એમાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૭૧ ચૌદ ગુણસ્થાનના ભેદો છે એને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો નથી, અને એનું કારણ પણ નથી; એ ભેગું લઈ લેવું. કર્તા નથી અને એનું કારણ પણ નથી. નિમિત્ત કારણ નથી જાણનાર નિમિત્ત ન હોય, જાણનાર કર્તા ન હોય, જાણનાર છે એ કર્તા તો બની શકતો નથી પણ જાણનાર નિમિત્ત ન હોય. જાણવાના સ્વભાવમાં નિમિત્તપણું નથી બસ. જાણવું...જાણવું...જાણવું... જાણવું...જાણવું....છે.
બાકી વ્યવહારનાં કથનો એવા પણ આવે કે કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે. એવો પાઠ આવે ખરો! આહાહા! એ વાત અલગ છે.
સંધ્યાબેન! આ વાત કોઈ અલૌકિક છે હોં! એકલો જ્ઞાનાનંદ પરમાત્મા જણાય છે બીજું કાંઈ જણાતું નથી. આહાહા ! સ્વપર પ્રકાશક વ્યવહાર છે. કેવળજ્ઞાન જાણો તો જાણો લોકાલોકને. હું નથી જાણતો લોકાલોકને કારણકે હું કેવળજ્ઞાન નથી. મારામાં જાણવાની ક્રિયાનો જ અભાવ છે.
શ્રી સોગાનીજીએ આ વાત કરી છે. કે. કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકની સાથે શેયજ્ઞાયક સંબંધ રાખે તો ભલે રાખે! પણ મને જ્ઞાયકને એની સાથે કોઈ સંબંધ નથી. કેમકે શેય-જ્ઞાયક સંબંધ પર્યાયની સાથે છે ને!? દ્રવ્યની સાથે કોઈ સંબંધ નથી. આહાહા ! એટલે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે એ વ્યવહારનું કથન છે. હું તો કેવળજ્ઞાનથી જુદો છું. મારામાં કેવળજ્ઞાન નથી તો કેવળજ્ઞાન વડે હું લોકાલોકને જાણું એ ક્યાં રહ્યું?! બસ હું તો જ્ઞાયક છું.
આહાહા! આ વાત એવી છે કેઃ ટોંચની, લાસ્ટ ધ્યેયની વાત છે. ધ્યેય કેવું છે? કે: ધ્યેયમાં ધ્યાનનો અભાવ છે. મને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાયનો મારામાં અભાવ છે. તો પરને પ્રસિદ્ધ કરે એની વાત તો દૂર રહો. જ્યારે પરની સાથે જાણવાનો સંબંધ છૂટે છે ત્યારે જ આત્મા જણાય છે. બસ એ સિવાય આત્મદર્શન થતા જ નથી.
મને બીજું કાંઈ જણાતું નથી. “એકાહમ' ભેદ પડ્યોને !? લોકાલોકને જાણે છે ભેદ પડ્યો ને!? પર્યાય આત્માને જાણે છે, એય ભેદ છે એમાં શુદ્ધોપયોગ થતો નથી. અહીંયા તો શુદ્ધોપયોગ કેમ થાય તેની વાત છે. ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું.
દેવલાલી વિડિયો કેસેટ નં. ૨૮-પ્રવચન નં-૬
તા. ૭-૧૨-૮૭ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો નિશ્ચયચારિત્રનો અધિકાર અહીંથી શરૂ થાય છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર પૂરો થયો તેની ૭૭ થી ૮૧ પાંચ ગાથા છે. આખા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨.
પ્રવચન નં-૬ નિયમસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાંચ ગાથા છે. ટીકાકારને આ પાંચગાથાને રત્નની ઉપમા આપવાનું મન થયું છે. કોઈ ગાથામાં રત્નોની ઉપમા આપી નથી.
અનાદિકાળથી આ આત્મા જાણનાર હોવા છતાં, પોતે પોતાની મેળે કરનાર માને છે. કરનાર માને છે ત્યાં સુધી સંસાર છે. અને હું જાણનાર છું અને કરનાર નથી ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી માત્ર જાણનાર એ અધિકાર છે.
જાણનાર છે તો કોનો જાણનાર છે? કે ચૈતન્ય વિલાસસ્વરૂપ આત્માને જ જાણું છુંભાવું છું ત્યારે જ જીવની શુદ્ધોપયોગદશા પ્રગટ થાય છે. કર્તા નથી અને જાણનાર છું અને જાણનારને જ જાણું છું. જાણનાર જ જણાય છે ત્યારે ઉપયોગ અભિમુખ થઈ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. અધિકાર ઊંચો છે.
હું ચૌદમાર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી”, ચૌદ માર્ગણાસ્થાન એ બધા પર્યાયનાં ભેદો છે એટલે એને કરતો નથી “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
કરવાની ક્રિયા જો હું કરતો નથી તો ક્રિયા વિનાનો તો હું રહેતો નથી, તો શું કરું છું? હું પરિણામને કરતો નથી પણ પરિણામથી ભિન્ન મારો ભગવાન આત્મા છે અને હું જાણું છું. એટલે ભાવું છું–એમાં લીન થાઉં છું એમ.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી”, ચૌદગુણસ્થાન છે એમાં પહેલું મિથ્યાત્વ નામનું ગુણસ્થાન છે. અને છેલ્લે ચૌદમું ગુણસ્થાન છે. એ ચૌદ પ્રકારના પર્યાયના ભેદોને હું કરતો નથી. કરતો નથી તો હું એને જાણું છું? કે “ના”. એને કરતો પણ નથી અને એને જાણતો પણ નથી, હું તો જાણનારને જાણું છું. એટલે ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું કહો કે જાણું છું કહો કે અનુભવું છું કહો તે એક જ વાત છે.
- મિથ્યાત્વના ગુણસ્થાનને આત્મા કરતો નથી કરવું એ આત્માનો સ્વભાવ જ નથી. કરવાનો જ નિષેધ છે. આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાનમય જ્ઞાતા હોવાને કારણે જાણનાર છે પણ કરનાર નથી. માટે હું જાણનાર છું અને કરનાર નથી. હવે એનો વિભાગ કરે છે. આનો કરનાર નથી, આનો કરનાર નથી તેમ સમજાવે છે.
કે મિથ્યાત્વ આદિથી માંડીને ચૌદગુણસ્થાન છે એમાં ક્ષાયિક સમ્યકદર્શનને હું કરતો નથી, કેવળજ્ઞાનની પર્યાયને હું કરતો નથી, માટે જેને કરતો નથી તેને હું જાણતો પણ નથી, અને અકર્તા એવા જ્ઞાયકને જ હું જાણું છું, ભાવું છું ત્યારે જ મને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા પ્રગટ થાય છે.
આ શુદ્ધોપયોગ દશા કેમ પ્રગટ થાય તેનો અધિકાર છે. શુદ્ધપરિણતિનો અધિકાર નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૭૩
શુદ્ધપરિણતિ હોય તો સાથે વ્યવહાર ચારિત્ર ઉભુ થાય છે. શુદ્ધઉપયોગમાં વ્યવહાર ચારિત્ર ન હોય. શુદ્ધઉપયોગમાં તો વ્યવહાર ચારિત્રનો નિષેધ હોય. વ્યવહારચારિત્રનાં અધિકારમાં શુદ્ધપરિણતિ હોય સાથે ત્યારે જ વ્યવહારચારિત્ર ઉભું થાય છે. શુદ્ધોપયોગ હોય તો વ્યવહાર ચારિત્ર ઊભું જ ન થાય.
આ નિશ્ચય ચારિત્રનો અધિકાર છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર પૂરો થયો. તે ૭૬ ગાથા સુધી છે. ૭૭ ગાથાથી આચાર્યભગવાને કહ્યું નિશ્ચય ચારિત્રને હું કહીશ. અગાઉ પ્રતિજ્ઞા કરી હતી. વ્યવહાર ચારિત્ર-નિશ્ચય ચારિત્ર વર્ણવીશ. વ્યવહાર ચારિત્ર પૂરો થયો હવે નિશ્ચય ચારિત્રની વાત કરે છે. અને આપણે આમાં પહેલા વાંચ્યું “તું એમાં આવ્યું તું, કે: વ્યવહાર ચારિત્રથી પ્રતિપક્ષ એવો નિશ્ચય ચારિત્રનો અધિકાર હું કહીશ. એમ કહ્યું તું જુઓ!
હવે સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ કેમકે એનું ફળ દુઃખ છે. વ્યવહાર ચારિત્રનું ફળ દુ:ખ છે. એનાથી પ્રતિપક્ષ અતીન્દ્રિય સુખ કેમ પ્રગટ થાય! એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર ઓલું જે અપરમ વ્યવહાર છે. એ અપરમ છે ને આ પરમ છે. તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. આહાહા! આ ચારિત્ર અધિકારનો પહેલો જ ભેદ પરમાર્થ પ્રતિક્રમણ છે. પછી આલોચના છે પછી પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, ભક્તિ વગેરે ચારિત્રના જ ભેદો છે. આ ચારિત્ર અધિકાર હવે અહીંથી શરૂ થયો.
પ્રતિક્રમણ અધિકાર પહેલો પછી પ્રત્યાખ્યાન અધિકાર આવશે, પછી આલોચના અધિકાર, ભક્તિ અધિકાર, પછી સમાધિ અધિકાર પછી પરમ સમાધિ અધિકાર, પરમ આવશ્યક વગેરે એ બધા નિશ્ચય ચારિત્રનાં ભેદો છે. પછી શુદ્ધોપયોગ અધિકાર. નિશ્ચય ચારિત્રનું ફળ શુદ્ધોપયોગ-કેવળજ્ઞાન. મોક્ષમાર્ગનું ફળ મોક્ષ. નિશ્ચય મોક્ષમાર્ગ એનું ફળ મોક્ષ. નિયમસારની શરૂઆતમાં એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું માર્ગ અને માર્ગનું ફળ એમ કહીશ. માર્ગ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ એ માર્ગ છે. અને માર્ગનું ફળ મોક્ષ છે.
અહીંથી નિશ્ચય ચારિત્ર અધિકાર શરૂ થાય છે. નિશ્ચય ચારિત્ર કહો કે શુદ્ધોપયોગ કહો ! શુદ્ધોપયોગમાં ન ટકાય ત્યારે શુદ્ધપરિણતિની સાથે વ્યવહાર ચારિત્ર હોય છે. શુદ્ધોપયોગની સાથે વ્યવહાર ચારિત્ર ન હોય. કેમકે શુદ્ધઉપયોગ હોય ત્યારે શુભઉપયોગ ન હોય પરંતુ શુભઉપયોગ હોય ત્યારે શુદ્ધપરિણતિ હોય અને એ શુદ્ધપરિણતીની સાથે શુભ ઉપયોગ છે ત્યારે તો એનું નામ વ્યવહાર ચારિત્ર કહેવાય. નહીંતર વ્યવહાર ચારિત્ર ન કહેવાય. મિથ્યાદષ્ટિને વ્યવહાર ચારિત્ર ન હોય કેમકે તેને શુદ્ધપરિણતિ નથી. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
પ્રવચન નં-૬ મુનિરાજને શુદ્ધોપયોગ જ્યારે છૂટી જાય છે-છકે ગુણસ્થાને આવે ત્યારે શુદ્ધપરિણતિ રહે છે.
શુદ્ધપરિણતિની સાથે પાંચ મહાવ્રતના પરિણામ, અઠ્ઠાવીસ મૂળગુણનો વિકલ્પ હોય છે. આ નિશ્ચય ચારિત્ર એટલે શુદ્ધોપયોગની વાત છે. શુદ્ધપરિણતિની વાત નથી. ચારિત્રનાં બધા ભેદોમાં તમારે શુદ્ધોપયોગ જ લેવો. શુદ્ધોપયોગ કેમ થાય તેનો આ અધિકાર છે. છઠ્ઠામાંથી જીવ સાતમામાં કેમ જાય છે.....એમાં બતાવે છે. અલૌકિક વાત છે.
આ પાંચ ગાથા ૭૭ થી ૮૧ એનો સાર તમે સવારે આવ્યાને ત્યારે આ ચાલતું'તુ. આ પાંચ ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે, “હું જાણનાર છું કરનાર નથી” આ ગાથાનો સાર સર્વ શાસ્ત્રનો સાર છે. “હું જાણનાર છું કરનાર નથી.”
હવે જો કરનાર નથી ક્રિયાનો તો એનો જાણનારેય નથી. તો કોનો જાણનાર છું? કે: જાણનારને જાણું છું. “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જાણું છું- ભાવું છું-નમું છુંઢળું છું એમાં એકાગ્ર થાઉં છું. “ જાણનાર છું કરનાર નથી” બસ પાંચ ગાથાનો આ સાર છે.
શુદ્ધોપયોગનોય કરનાર નથી. જાણનાર છું કરનાર નથી. કેમકે કરનાર નથી એમાં શુભાશુભનો કરનાર નહીં અને શુદ્ધોપયોગનો કરનાર એવા બે ભેદ એમાં નથી. કરનાર નહીં અને કેવળ જાણનાર. સંવર-નિર્જરા-મોક્ષનો કરનાર નથી જાણનાર છું. એ અધિકાર છે આ. પરિણામ માત્રનો કરનાર નથી. બધા પરિણામ લઈ લીધા કયા પરિણામ બાકી રહ્યા? એમાં પરમાર્થ પ્રતિક્રમણ આવી ગયું. માર્ગણાસ્થાનમાં સંયમલબ્ધિના સ્થાન આવી ગયા. એમાં યથાખ્યા ચારિત્રશુદ્ધોપયોગ અને કેવળજ્ઞાન આવી ગયું ચારિત્રનું ફળ શુદ્ધોપયોગ એનો હું કરનાર નથી એ શુદ્ધોપયોગ થાય એનો હું જાણનાર છું.
આહાહાશુદ્ધોપયોગ ક્યારે થાય? કરવાનો વિકલ્પ છૂટે ત્યારે. સમ્યકદર્શન ક્યારે થાય? કરવાનો અભિપ્રાય છૂટે ત્યારે અને શુદ્ધોપયોગ ક્યારે થાય? કે કરવાનો વિકલ્પ છૂટે તો!! ફરીથી શું કહ્યું કેઃ કરવાનો સંકલ્પ છૂટી જાય-અભિપ્રાય છૂટી જાય ત્યારે સમ્યકદર્શન થાય છે. અને કરવાનો વિકલ્પ છૂટે છે ત્યારે શુદ્ધોપયોગ થઈ જાય છે.
લખવાનો વિકલ્પ ઉઠે છે તો શુદ્ધોપયોગ નહીં આવે. કોઈને વાત કરવાનો ઉપદેશ આપવાનો વિચાર આવશે એ વિકલ્પના કાળે શુદ્ધોપયોગ આવશે !? કરવાનો અભિપ્રાય શ્રદ્ધાને બાધક છે. અને કરવાનો વિકલ્પ ચારિત્રને બાધક છે. શ્રદ્ધામાં કરવું છૂટી ગયું છે પણ હુજી ઠરાતું નથી ત્યાં સુધી કરવાનો વિકલ્પ આવે છે. તે સહજ દશા છે. તે વિકલ્પનો કરનાર નથી. પણ વિકલ્પ આવે છે એનો નિષેધ કરીને અંદરમાં જતા રહે છે. કેમકે અહીંયાં શ્રદ્ધાનો દોષ નથી કાઢવો ચારિત્રનો દોષ કાઢવો છે. શ્રદ્ધાનો દોષ તો મુનિરાજને નીકળી ગયો છે. પણ મિથ્યાદષ્ટિ હોય એને મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવા આપણે એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૭૫ મુખ્યતાથી વાત કરીએ છીએ. બાકી મુનિરાજને કરવાનો અભિપ્રાય તો છૂટી ગયો છે. એને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી વિકલ્પ વડે. કેટલી સાવધાન દશા છે.
આના પછી ગાથા આવે છે ને! ભેદવિજ્ઞાન દ્વારા નિશ્ચય ચારિત્ર થાય છે. અને મૂળમાં એમ છે કે આવો ભેદ અભ્યાસ કરતાં જીવ માધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. વિકલ્પ છૂટી જાય છે ત્યારે જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. સંકલ્પ તો ગયો પણ સંકલ્પ પૂર્વકનો વિકલ્પય ગયો. પણ સંકલ્પ રહિતનો વિકલ્પ રહી જાય છે. સંકલ્પ પૂર્વકનાં વિકલ્પમાં અનંતાનુબંધી એ ગયો પણ સંકલ્પ રહિત અસ્થિરતાનો વિકલ્પ તોડવા માટે ચારિત્ર છે. અસ્થિરતાનો રાગ કહો કે અસ્થિરતાનો વિકલ્પ કહો! એ અસ્થિરતાનો રાગ કેમ છૂટે કે શુદ્ધોપયોગ થાય ત્યારે. કારણ કે બુદ્ધિ પૂર્વક રાગ છÈ આવે છે. સાતમે બુદ્ધિપૂર્વક રાગ નથી તો વ્યવહાર ચારિત્ર પણ નથી પરંતુ નિશ્ચય ચારિત્ર જ છે.
કોઈ એમ કહે કે નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર અને મોક્ષનો માર્ગ છે તો એમાં બાધા આવે છે. શ્રેણી વખતે વ્યવહાર ચારિત્ર તો નથી.છતાં શુદ્ધોપયોગ થઈ જાય છે
કેવળજ્ઞાન થઈ જાય છે. ઉલટું વ્યવહાર ચારિત્ર એ તો બાધક છે. પરંતુ વ્યવહારના પક્ષવાળો એમ કહે કે મોક્ષમાર્ગ બે પ્રકારના હોય ત્યારે સાધ્યની સિદ્ધિ થાય છે. એમાં બાધા આવે છે. કેમકે સાતમે, આઠમે, નવમે, દસમે, વ્યવહાર ચારિત્ર તો છે નહીં. જ્યારે વ્યવહાર ચારિત્રનો નિષેધ કરે છે ત્યારે તો શુદ્ધોપયોગ થાય છે. વિકલ્પને કરતો નથી, કરાવતો નથી, એ વ્યવહાર ચારિત્રનો તો નિષેધ થયો. શ્રદ્ધા તો પ્રગટ થઈ ગઈ છે. હું જાણનાર છું કરનાર નથી.” આહાહા! હું કરનાર નથી તેવો વિકલ્પ ઉઠે છે હું જાણનાર છે ત્યાં જાણનારમાં જતો રહે છે જાણનારને જાણવા.
“ જાણનાર છું કરનાર નથી” એ આ પાંચ ગાથાનો સાર છે. સવારે ચિંતનમાં એ આવ્યું “જાણનાર છું કરનાર નથી.” કેમકે એવું સ્વરૂપ છે.
જેમ સિદ્ધ ભગવાન જાણનાર છે એમ હું પણ જાણનાર દેખનાર છું. સિદ્ધ થાય છે એ કેવી રીતે થાય છે? આ રીતે કે: હું “જાણનાર છું કરનાર નથી.” કોની જેમ? કહે સિદ્ધની જેમ. સિદ્ધ કેવળ જાણનાર છે કરનાર નથી એમ બધા આત્મા કેવળ જાણનાર છે કરનાર નથી. સ્વભાવમાં ‘કરવું છે જ નહીં. સ્વભાવમાં જાણવું જ છે.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” આમાં પરમાર્થ પ્રતિક્રમણ આવી ગયું કે નહીં! સાતમું ગુણસ્થાન આવ્યું કે નહીં!? નિશ્ચય ચારિત્રનો કરનારેય નથી અને નિશ્ચય ચારિત્રનો જાણનારેય નથી.
આહાહા! પરિણામનો કરનાર તો નથી પણ પરિણામનો જાણનાર છું તો શુદ્ધોપયોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
પ્રવચન નં-૬ આવતો નથી. ભેદને જાણું તો વિકલ્પ ઉઠે છે. અભેદને જ્યારે જાણું છું ત્યારે વિકલ્પ છૂટી જાય છે. ભેદનાં લક્ષથી વિકલ્પ તૂટતો નથી અભેદનાં લક્ષથી વિકલ્પ તૂટી જાય છે. ભેદનાં આશ્રયે અભેદ થવાતું નથી અભેદનાં આશ્રયે અભેદ થાય છે. આ તો કોઈ શાસ્ત્રો છે!
અભેદ એક સામાન્ય ટંકોત્કીર્ણ તેને હું “હું” પણે જાણું છું. એને “હું” પણ જાણે છે ત્યાં ભેદનું જાણવું છૂટી જાય છે તો નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. અભેદને જાણતાં અભેદ થઈ જવાય છે અને ભેદને જાણતાં અભેદ થવાતું નથી. એટલે કે ભેદનાં લક્ષે વિકલ્પ ઉત્પન્ન થાય છે. પરમાર્થ પ્રતિક્રમણનો કરનાર તો હું નહીં પરંતુ પરમાર્થ પ્રતિક્રમણનો જાણનાર પણ નહીં.
ખરેખર આમાં એક ગાથા બીજી લખી નાખી હોત તો!? પાંચ ગાથા લખી તેમ એક છઠ્ઠી ગાથા લખી નાખી હોત તો?! હું આ માર્ગણાસ્થાનના ભેદને જાણતો નથી અભેદને જાણું છું. હું આ ગુણસ્થાનના ભેદને જાણતો નથી અભેદને જાણું છું. હું આ ભેદને જાણતો નથી અભેદને જાણું છું.
હું માર્ગણાસ્થાનને કરતો તો નથી, માર્ગણાસ્થાનને જાણતો એ નથી, અભેદને જાણું છું એવી ગાથા લખી હોત તો કેવી મજા આવત. (શ્રોતા-આપના માટે નથી લખી પણ અમારા માટે તો લખી છે. આપે આમાંથી કાઢીને બતાવ્યું છે.) જો કે આમ તો એક સાથે બન્નેનો નિષેધ આવી જાય છે પણ..જુદી ગાથા લખી હોત તો બહુ મજા આવત. હું ભેદને જાણતો નથી અભેદને જાણું છું. હું ભેદને જાણતો નથી ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જાણું છું.
બધા શાસ્ત્રોનો સાર “જાણનાર છું કરનાર નથી.' આહાહા આપણને શીખવાડે છે ને !? કે: “હું કરનાર નથી જાણનાર છું” પોતે પોતાની ભાવના ભાવતા બીજાને ઉપદેશ આપે છે. આમાંથી (ગાથામાંથી) નીકળે છે કેઃ “કરનાર નથી જાણનાર છું.” એમાંથી આ નીકળ્યું
ને !?
(શ્રી સમયસારમાં કળશ ર૩) પછી ટીકામાં) “હું નરકઆયુ કર્મના ફળને નથી ભોગવતો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું.”કર્તા ભોક્તા નથી, આત્માને સંચેતે છે.
એમ વિચાર આવે છે કે એક ગાથા મૂકી દીધી હોત તો !? માર્ગણાસ્થાનનો કર્તા નથી ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. માર્ગણાસ્થાનને જાણતો નથી. ભેદને કરતો નથી એ શબ્દ તો આવ્યો, પણ બીજા શબ્દ એ ( લખ્યો હોત) ભેદને જાણતો નથી અભેદને જાણું છું.
(શ્રોતા-ભાઈ ! એનો અર્થ થાય છે કે એ (ભેદને) જાણવારૂપે પરિણમતો નથી. હું તો જાણનારને જાણવારૂપે પરિણમું છું ) અમને એ વાત મંજુર છે. અને એ વાત તો આપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ આવી ગઈ છે કે એને જાણતો પણ નથી. “કરતો નથી” તેનો અર્થ એ છે કે ભેદને જાણવારૂપે પરિણમતો નથી પણ જાણનારને જાણવારૂપે પરિણમે છે. પરંતુ મારું કહેવું એ છે કે અહીંયા શબ્દ “કર્તા નથી' એ આવ્યો છે. ભેદને જાણતો નથી એ શબ્દ આવ્યો નથી.
(શ્રોતા- “કર્તા નથી તેના ગર્ભમાં છુપાયેલું છે કે “ભેદને જાણતો નથી' તે કાઢી શકીએ છીએ પણ શબ્દ નથી લખ્યો.) મારો કહેવાનો મતલબ (વિશુદ્ધ) છે. આપણે આચાર્યદવથી મોટા છીએ તેમ નથી હોં! ! આ તો એક વિચાર આવ્યો, કેમકે પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાની વાત છે ને!? ભેદને જાણવાનું બંધ કરે છે ત્યારે જ અભેદમાં આવે છે.
હું (ભેદને ) કરતો તો નથી, કરતો નથી તો કોને જાણું છું? “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” એટલે એને કરતો નથી અને તેને જાણતો નથી એમ એમાં આવી જાય છે, પ્રશ્ન જ નથી. કરતો નથી તો કોને જાણું છું? કે: “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” બસ એટલે એને જાણતો નથી એમ આવી ગયું. અવિનાભાવ છે એમાં કાંઈ સવાલ નથી. આ તો વિચાર આવ્યો કહી દીધું.
મને તો ત્યાં સુધીનો વિચાર આવ્યો કે હું મુનિ થઈશ ત્યારે બે શબ્દો સાથે લખી નાખીશ. શાસ્ત્ર લખવાનો કાળ આવશે ત્યારે ભેદને કરતો” તો નથી પણ ભેદને જાણતો નથી. આ ગાથા જુદી લખીશ સ્પેશ્યલ (કે જેનાથી) એકદમ સ્પષ્ટ થઈ જાય. પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાનું ભગવાને કહ્યું છે ને!? આપણે ક્યાં ઘરની વાત કરવી છે. એમણે ભેદને જાણવાની ના પાડી છે!? (શ્રોતા-સ્વરૂપને પામવાની રીત જ આ છે.) ભેદને જાણવાનું પણ બંધ કરાવ્યું ને!? આહાહા ! પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કર એટલે ભેદને જાણવાનું બંધ કરો. કર્તા તો ખરેખર છે જ નહીં, પણ જાણવાનું બંધ કરો.
જાણવાનું બંધ કરે તો કરવાનું બંધ થઈ જાય છે. કરવાનું બંધ કરતાં જાણવાનું બંધ થાય એવો નિયમ નથી. પણ....જાણવાનું બંધ કરે તો કરવાનો પ્રશ્ન જ આવતો નથી. એનું લક્ષ છૂટી ગયું તો ઓટોમેટીક એનું કર્તાપણું છૂટી ગયું. બહુ ઊંચી વાત છે. આપણે તો આત્માનો સ્વાધ્યાય કરીએ છીએ.
મને ત્યાં સુધી આવી ગયું કે હું શાસ્ત્ર લખીશ ત્યારે આ બીજું લખી નાખીશ કે: ભેદને કરતો તો નથી પણ ભેદને હવે જાણતો પણ નથી. ચૈતન્યના વિલાસ સ્વરૂપ અભેદ આત્માને જ ભાવું છું. (શ્રોતા-આપ લખો ત્યારે....પણ અમે તો અત્યારે જ સ્વાધ્યાય કરી
લીધો.)
- પ્રવચનસારજીની ૧૧૪ ગાથા બહુ ઊંચી છે. તેમાં પર્યાયને જાણવાનું બંધ કરાવ્યું છે, ત્યાં પર્યાયને કરવાનું બંધ નથી કરાવ્યું. જાણવાનું બંધ થશે તો કરવું આવશે જ નહીં. જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
પ્રવચન નં-૬
જાણે તો કરવાનો વિકલ્પ ઉઠે ને? પણ જાણતો જ નથી તો પછી કરવાનો વિકલ્પ ક્યાં ઉઠે?
આ દોરીને હું જાણતો જ નથી તો પછી દોરીને હું કરતો નથી એ નિષેધ એમાં આવી ગયો. કર્તાનો પ્રશ્ન નહીં ઉઠે. બેનો નિષેધ એમાં આવી ગયો. કરતો નથી, જાણતો નથી તેમ બે વાર નિષેધ નહીં કરવો પડે. જાણતો જ નથી એટલે કરવાનો નિષેધ એમાં આવી ગયો. જાણું તો કરું ને!? અને પર્યાયનું કરવું તો સ્વભાવથી જ નથી. કેમકે આત્મા નિષ્ક્રિય છે.
ભેદને કરતો નથી અને જાણતોય નથી ભેદને એવો ૧૧૪ ગાથામાં આચાર્ય ભગવાને આપણને ઉપદેશ આપેલો જ છે. એ જ ઉપદેશનો આપણે સ્વાધ્યાય કર્યો. એ જ કુંદકુંદ ભગવાને ૩૨ ગાથામાં કરતો નથી પણ જાણું છું એટલું રાખ્યું છે. જાણું છું (ભેદને) એમ રાખ્યું છે એટલે શુદ્ધોપયોગ થતો નથી. સંવર-નિર્જરા ને જાણે છે તે સવિકલ્પદશાની વાત છે. અલૌકિક વાતો છે.
પરિણામનું જાણવું જ્યારે બંધ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. આ હકીકત છે. એટલે હું એને જાણતો જ નથી. પરિણામ એ પરદ્રવ્ય જ છે ને!? પરને હું જાણતો જ નથી જાણનાર જણાય છે, એમાં શુદ્ધોપયોગ પ્રગટ થાય છે.
(શ્રોતા – સવિકલ્પ દશામાં પરનું જાણવું થતાં જ વિકલ્પ ઉભો થાય છે.) જાણવું બંધ થયું તો શુદ્ધોપયોગમાં આવી ગયો. એ જ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ છે.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનોને કરતો નથી.” તો પછી આપ શું કરો છો? મુનિરાજ કહે છે હું શું કરું છું? “સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તો જાણું છું અને માત્ર જાણું છું કોને? કે પોતાના આત્માને કરતો નથી એની સામે જાણું છું એમ જ આવે ને!? હવે જાણું છું તો કોને? કે ચૈતન્યના વિલાસ સ્વરૂપ પોતાના આત્માને જાણું છું બસ.
આ રીતે કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન પણ કરતો નથી એ વિષે સમજી લેવું.
“આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કહ્યું છે. એટલે કરવાપણાની બુદ્ધિનો ત્યાગ કરવાના વિકલ્પને છોડી દેવો એમ. વિભાવ પર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું છે. “વિભાવપર્યાયો નો ત્યાગ” એટલે કે હું એનો કરનાર નથી તેનું નામ ત્યાગ.
(શ્રોતા:- ભાઈ, આ તો પ્રતિક્રમણ છે ને!? તો આ ભૂતકાળના દોષોથી પાછો ફરવામાં આવે છે.) આના પછીની ૮૨ મી ગાથામાં છે. પેજ નં. ૧૫૬ “અતીત (ભૂતકાળના) દોષના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ સમજી ગયા. ભૂતકાળના દોષના પરિહાર અર્થે-નાશ અર્થે પ્રાયશ્ચિત કરવામાં આવે છે. મેં ભૂતકાળમાં શુભાશુભ ભાવ કર્યા નથી અને મેં કરાવ્યા નથી, અને બીજો કરે છે એનું અનુમોદન પણ હું કરતો ન હતો. આમ ભૂતકાળનાં જે દોષ હતા એનો વર્તમાનમાં હું પરિહાર કરું છું એટલે દોષોને ટાળી દઉં છું તેનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળ તો જતો રહ્યો છે પણ મેં કર્યું તું કે મેં કરાવ્યું તું એમ નહોતું. ભૂતકાળનું ‘હું પણું’ એમાંથી ખેંચી લીધું.
ભૂતકાળમાં મેં દોષ કર્યો હતો? કેઃ “ના” . ભૂતકાળમાં મેં દોષ કર્યો જ ન હતો. હું તો આત્મા છું એમ ! હું તો શુદ્ધાત્મા છું. સામાન્યના પડખે જઈને દોષનો પરિહાર કરું છું. ભૂતકાળમાં હું કરનાર નહતો મને કહેતા નહીં મે દોષ કર્યો હતો. આહાહા ! એનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળમાં કર્તા બુદ્ધિ હતી હવે એ કર્તા બુદ્ધિને ખેંચી લે છે. કે હું કરનાર ન હતો બીજો કરતો” તો. બીજો કરતો” તો હું તો જાણનાર હતો. મને અત્યારે ભાન થયું કે હું જાણનાર છું તો ભૂતકાળમાં પણ જાણનાર અને ભવિષ્યકાળમાં પણ જાણનાર. વર્તમાનમાં જાણનાર તો ત્રણેય કાળ જાણનાર બસ. તો ત્રણેય કાળના દોષ છૂટી જાય છે.
ભૂતકાળ જે ગયો તેનો અત્યારે ત્યાગ કેમ કરવો? એ પર્યાય તો વ્યય થઈ ગઈ. કે. ભૂતકાળમાં હું કરનાર ન હતો પણ ભૂતકાળમાં હું જાણનાર હતો. એ ભૂતકાળનો દોષ ટળી ગયો એમ. ભૂતકાળમાં હું કરનાર અને વર્તમાનમાં જાણનાર તો દોષ આવી જાય એટલે માલ છે એમાં.
વર્તમાનમાં હું જાણનાર છું તો ત્રણેય કાળ હું જાણનાર છું. ભૂતકાળમાં પણ હું જાણનાર હતો અને વર્તમાનમાં હું જાણનાર થયો એમ નથી. એટલે ભૂતકાળનો દોષ આ રીતે ટાળે છે. જો (ભૂતકાળનો) કરનાર માને તો પ્રતિક્રમણ ક્યાંથી થાય?! એ તો અપ્રતિક્રમણ છે. એ અપ્રતિક્રમણનું તો પ્રતિક્રમણ કરે છે.
હવે ભૂતકાળમાં નજર લંબાવીએ છીએ તો ભૂતકાળમાં દોષ કોણ કરતો હતો? કે: “હું નહીં.” હું તો જાણનાર છે. વર્તમાનમાં જાણનાર જોયો તો ભૂતકાળમાં જાણનાર હતો એ સિદ્ધ થઈ ગયું અને ભવિષ્યકાળે પણ જાણનાર જ રહીશ. કરનાર થવાનો નથી. ભૂતનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના, અને ભવિષ્યના પ્રત્યાખ્યાન સમય એક છે. એક શુદ્ધોપયોગના ત્રણ ભેદ છે.
પ્રતિક્રમણ કહે છે તો ભૂતના દોષથી નિવર્યો માટે, અને પ્રત્યાખ્યાન કરે છે કે ભવિષ્યમાં દોષ નહીં કરું, એ જ પર્યાયનું નામ પ્રત્યાખ્યાન છે. સમય એક છે. ભૂતની અપેક્ષા એ પ્રતિક્રમણ, ભાવિની અપેક્ષાએ પ્રત્યાખ્યાન અને વર્તમાનની અપેક્ષાએ આલોચના. એક શુદ્ધોપયોગનાં ત્રણ વિવિક્ષાથી ત્રણ ભેદ છે.
ભૂતકાળમાંથી પોતાને ખેંચી લે છે. હું તો ભૂતકાળમાંય જ્ઞાયક-જાણનાર હતો. વર્તમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
પ્રવચન નં-૬ અનુભવથી જાણ્યું કે ભૂતકાળમાં ય જાણનાર હતો. ભૂતકાળમાં જાણનાર હતો ત્યારે તો અત્યારે જાણનાર છું. જો ભૂતકાળમાં કરનાર હોત અત્યારે કરનાર જ રહેત. પણ એવું તો છે નહીં. કરનાર થયો ન હતો, કરનાર માન્યો 'તો. માન્યો 'તો ત્યારે પણ હું તો જાણનાર જ હતો. હું કરનાર ન હતો, કરનાર બીજો હતો, હું તો જાણનાર એનાથી જુદો હતો. અનુભૂતિથી પ્રમાણ કર્યું કે ભૂતકાળમાં હું જાણનાર હતો.
ભૂતકાળમાં હું જાણનાર હતો કરનાર ન હતો. મારી ભૂલ હતી. એ ભૂલના દોષનું હું પરિહાર કરું છું. હું એ દોષનો નાશ કરું છું. એ દોષ થયો તો એમ આવ્યું ને!? દોષના પરિહાર અર્થે પ્રાયશ્ચિત કરું છું. અરેરે! ભૂતકાળમાં મારી ભૂલ હતી હોં! તેનું પ્રાયશ્ચિત કરું છું. પ્રભુ! મારી ભૂલ હતી હોં! હું તો ભૂતકાળમાંય જાણનાર હતો એનું નામ પ્રાયશ્ચિત છે. જાણનારને કરનાર માન્યો એ ભૂલનું હું પ્રાયશ્ચિત કરું છું. મેં માન્યું 'તું પણ એ મારી માન્યતા ખોટી હતી. પ્રભુ માફ કરો, પોતાનાં પ્રભુને પોતે કહે છે. હું જાણનાર છું કરનાર નથી માસિદ્ધાંત છે.
આ પાંચ ગાથાનું રહસ્ય શોર્ટમાં આવ્યું. “હું જાણનાર છું કરનાર નથી.' કાલે રાત્રિનાં બે વાગ્યે આવી એ વાત. પુદ્ગલ કરનાર છે તેનો અનુમોદક હું નથી ભૂતકાળમાંય પુદ્ગલ કરતો હતો અને વર્તમાનમાંય પુદ્ગલ કરે છે. જ્યાં સુધી મોક્ષ નહીં થાય અને વિકલ્પ ઉઠશે, તો એનો કરનાર પુદ્ગલ છે હું નહીં.
જાણનાર પુદ્ગલ કરનાર. મોક્ષનો કરનાર કોણ? કહે–પુદ્ગલ. કેમકે મોક્ષ કર્મના અભાવપૂર્વક થાય છે માટે એને કર્મકૃત કહ્યું. જાણનારને જાણતાં પુદ્ગલ કરે છે એમ જાણીશ પણ તેને હું અનુમોદન નહીં આપું. એનો ભાર મારા ઉપર ક્યાં છે !? આહાહા ! જાણનાર છે એ નિર્ભર વસ્તુ છે.
આહાહા! હું તો જાણનાર છું. “કરનાર' છું ને એ ભાર છે. સંધ્યા! કરનાર છું ને એ ભાર છે. હું જાણનાર છું તો નિર્ભર થઈ ગયો. આહાહા! મુક્ત થઈ ગયો. મોક્ષ થઈ ગયો.
આહાહા! હું જાણનાર છું કરનાર નથી મહામંત્ર છે. હું તો મુક્ત જ છું એમાં મોક્ષ થઈ જાય છે. નિર્ભર થઈ ગયો. બોજો ઉતરી ગયો. કરવાનો બોજો મારા ઉપર ક્યાં છે? એ બોજો હું રાખતો નથી. એ મારું કામ નથી. એનો બોજો પુદ્ગલ ઉપર છે. એ એને કરશે. કરે તો કરો ! અહીંયા મારે તેની ઉપેક્ષા છે. મોક્ષની પણ કામના નથી.
આપણે શુદ્ધભાવ અધિકારમાં ૪૪ ગાથામાં “નિષ્કામ” શબ્દ છે ને!? મને મોક્ષની પણ કામના નથી. નિગ્રંથ છે, નિષ્કામ છે “શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વ દોષ વિમુક્ત છે. શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્ત્વથી પણ વાંછા નહીં હોવાથી “નિષ્કામ' છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
ચૈતન્ય વિલાસ
આહાહા! મોક્ષની તો વાંછા નથી પણ નિજ પરમતત્ત્વની પણ વાંછા નથી. આહાહા! મને પ્રાપ્ત થાઓ એની વાંછા શું?! “હું જ છું.” તે પોતે જ છો, બીજી વસ્તુ હોય તો એની વાંછા હોય ! પણ જ્ઞાયકની વાંછા હોય?! હું તો જ્ઞાયક જ છું. પારકી વસ્તુની વાંછા હોય પોતાની વસ્તુની વાંછા ન હોય. વાંછા પર છે. નિજ પરમ તત્ત્વની પણ વાંછા-ઈચ્છા, અભિલાષા નહીં હોવાથી નિષ્કામ છે. એ કેવી વસ્તુ છે જુઓ !
“હું જાણનાર છું કરનાર નથી. આટલું બસ છે. આપણી સામે આ પાંચ રત્નની સાક્ષી છે. “કરનાર નથી હું જાણનાર છું.” આપણે પેલું લીધું કેઃ “હું જાણનાર છું કરનાર નથી.” આપણે અહીંથી (સ્વતરફથી) લીધું. અહીંયાં આ ગાળામાં એક લીધું કે હું કરનાર નથી અને હું જાણનાર છું. એક જ વાત છે. નિષેધ પૂર્વક વિધિમાં આવે છે.
જેને કરવાની બુદ્ધિ છે તેને કરનાર નથી એમ જ કહેવું પડે કારણકે નિષેધ પૂર્વક વિધિમાં આવી જાય છે. નિષેધમાં લાયકાત અને વિધિમાં અનુભવ થાય છે એ બરાબર છે. “હું જાણનાર છું કરનાર નથી બધા શાસ્ત્રોનો સાર છે.” આ ગાથા ઊંચામાં ઊંચી છે.
જાણનાર છું કરનાર નથી. હું જાણનાર છું તો એમાં ચૈતન્યના વિલાસ સ્વરૂપને ભાવું છું એ આવી ગયું. હું જાણનાર છું એમાં જાણનારને જાણવારૂપે પરિણમી ગયો. પરિણમી ગયો એમ કહેવું છે. ભેદને જાણતો નથી જાણનારને જાણવારૂપે પરિણમે છે.
હું જાણનાર છું” તેમાં જાણનારમાં હું પણું આવ્યું ને! એટલે પરિણમન થઈ ગયું. “ચેતનારો તે જ હું”, “દેખનારો તે જ હું”, “જાણનારો તે જ હું', આ આધાર એનો. આહાહા! હું જાણનાર છું તો હું પણું તો જાણનારમાં આવ્યું ને?! તો અંદરમાં પરિણમન થઈ ગયું ને!? પોતે પોતાને જાણવારૂપે પરિણમે ત્યારે હું પણું આવ્યું. હું જાણનાર છું” તો હું પણું તો જ્ઞાયકમાં આવ્યું ને!? જ્ઞાયક કહો કે જાણનાર કહો એક જ વાત છે.
સાધક અનુભવ કરીને નિષેધ કરે છે. જો એમને એમ નિષેધ કરે તો વિકલ્પ ઉઠે અને તો વિકલ્પના કરનાર બને. નિષેધાત્મક વિકલ્પનો પણ કરનાર નથી અને વિધિના વિકલ્પનો પણ કરનાર નથી, હું તો જાણનાર છું.
આ તો કોઈ શાસ્ત્ર છે. શાસ્ત્ર એમ કહે છે મારો સ્વાધ્યાય કરતાં એક ધ્યાન રાખજે તારે મોક્ષમાં જવું નહીં હોય તો પણ મોક્ષમાં પહોંચાડી દઈશ એવું મારું નિમિત્તપણું છે. તેથી સમજીને સ્વાધ્યાય કરજે. તારે જાણનારમાં નહીં જાઉં હોય તો પણ ધક્કો મારીને જાણનારમાં પહોંચાડી દઈશ. તારી કર્તા બુદ્ધિ છોડાવી દઈશ. આ શાસ્ત્રનો એવો અતિશય છે.
આ શાસ્ત્રો જાણનારાને બતાવનારા છે. હું જાણનાર, તું પણ જાણનાર, બધા જીવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
પ્રવચન નં-૬
પણ જાણનાર. એટલા માટે શાસ્ત્રો લખ્યા છે. શાસ્ત્રમાં શું છે? “હું પણ જાણનાર, તું પણ જાણનાર અને સર્વ જીવ જાણનાર. નિગોદનો જીવ જાણનાર અને સિદ્ધનો જીવ પણ જાણનાર. કરવું સ્વભાવમાં છે નહીં. કેમકે આત્મા અકર્તા છે. અકર્તા કહો કે જ્ઞાતા કહો. કર્તા નથી એટલે જ્ઞાતા આવ્યો ને?! અકર્તા કહો કે જ્ઞાતા કહો કે જાણનાર કહો બધી એક જ વાત છે.
“ધૂન રે દુનિયા અપની ધૂનજાકી ધૂનમેં પાપ ન પુણ્ય.” ધૂન રે દુનિયા અપની ધૂન-કેઃ જાણનાર જણાય છે એમ ! (શ્રોતા-શાસ્ત્ર તો બાદ મેં ખોલા, શબ્દોને ચમત્કાર બતલાયા. જાણનાર છું કરનાર નથી.)
- સવારે ઉઠયો ત્યારથી આ ચાલતું 'તું. “હું જાણનાર છું.' આહાહા ! આ પાંચ ગાથાઓમાં આચાર્ય ભગવાનને એટલું જ કહેવું છે “હું જાણનાર છું, કરનાર નથી.' અહીંયાં લીધું કે આ (પર્યાયો) તેનો કરનાર નથી જાણનાર છે બન્ને એક જ વાત છે. એક વિધિ પૂર્વક નિષેધ છે અને એક નિષેધ પૂર્વક વિધિ આવી જાય છે. હું મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનોને કરતો નથી તેમાં આવી ગયું ને બધું.
“આ રીતે પાંચ રત્નોના શોભિત વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સન્યાસનું વિધાન કહ્યું છે.” કર્તબુદ્ધિનો નાશ કરાવ્યો છે. “હવે પાંચ ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે.” આ શ્લોક આના અનુસંધાનમાં છે તેથી આ શ્લોક લઈ લઈએ.
આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” જુઓ ! સમસ્ત વિષયોના જાણવાની ચિંતાને છોડી છે. અહીં (ભેદને) જાણવાનું છોડાવ્યું. ગાથામાં કરવાનું છોડાવ્યું ” તું, આ શ્લોકમાં જાણવાનું છોડાવ્યું છે.
સકળ વિષયોના ગ્રહણની એટલે જાણવાની ચિંતા છોડી છે અને નિજ દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે”, ચિત્તને એટલે જ્ઞાનને એમાં એકાગ્ર કર્યું છે. હું જાણનાર છું એ રૂપે પરિણમી ગયો એનું નામ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એકાગ્રતા થઈ. “ધ્યેય પૂર્વક શેય થઈ ગયું.” આ જ્ઞયની વાત કરી. “તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.”
આ પાંચ ગાથાઓ ઉપર કળશ ચઢાવ્યો કળશ. (ગાથામાં) કરવાનું છોડાવ્યું. અહીં (ભેદને) જાણવાનું છોડાવ્યું. કળશમાં પોતે ઉમેર્યું. પેલામાં મૂળમાં નો તું કુંદકુંદ ભગવાનમાં. પોતે સ્પેશ્યલ કળશ મૂક્યો. એટલા માટે મને વિચાર આવ્યો એ આ કળશમાં લખી નાખ્યું. ભેદને જાણવાનું બંધ કરાવ્યું. પરિણામને જાણવાનું બંધ કરે ને ત્યારે જ એને અપરિણામી જણાય અને ત્યારે જ એને પરિણામી જણાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
રાજકોટ વિડિયો કેસેટ નં. ૬૧ પ્રવચન નં-૭
તા. ૧૩-૮-૮૮
આ શ્રી નિયમસાર શાસ્ત્ર એનો ૫રમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે. માધવસેન આચાર્ય એમના ગુરુ હોવા જોઈએ, એટલે એમને નમસ્કાર કરે છે-વંદન કરે છે.
આ અધિકારની શરૂઆતમાં માંગલિક કરે છે.
શ્લોકાર્થ:- સંયમ અને જ્ઞાનની મૂર્તિ, ’-ચારિત્ર અને જ્ઞાનની મૂર્તિ. “ કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાનએવા હે વિરાજમાન (શોભાયમાન ) માધવસેનસૂરિ! માધવસેનસૂરિ પોતે મુનિ છે અને એમના ગુરુ આચાર્ય છે. સૂરિ એટલે આચાર્ય. ‘તમને નમસ્કાર હો!
"
"
૮૩
.
‘હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી ’ એટલે વ્યવહાર ચારિત્ર દુઃખરૂપ છે, અને એનું ફળપણ દુઃખરૂપ છે. ‘ એનાથી પ્રતિપક્ષ જુદુ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક ૫૨મ ચારિત્ર', ઓમાં, વ્યવહારિક ચારિત્ર લખ્યું હતું. આમાં શુદ્ઘનિશ્ચયનયાત્મક ચારિત્ર એટલે વીતરાગી ચારિત્ર. “તેનું પ્રતિપાદન કરનારો ૫૨માર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે.” ત્યાં શરૂઆતમાં પંચરત્નોનું સ્વરૂપ કહેવામાં આવે છે.
પ્રતિક્રમણ એટલે લાગેલા દોષથી પાછું ફરવું એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં જે શુભ ઉપયોગ થતો હતો એ દોષ હતો, એનાથી પાછા ફરવું અને સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગમાં જાય છે પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ભવિષ્યના દોષનો ત્યાગ એ પ્રત્યાખ્યાન અને વર્તમાનના દોષનો ત્યાગ એ આલોચના છે.
કહે છે કે જે શુદ્ધઉપયોગની ભૂમિકા આવવા પહેલા શુભઉપયોગની ભૂમિકા હોય છે. એ વ્યવહાર ચારિત્ર છે તે ગુણ નથી પણ દોષ છે. કેમકે એ દોષ શુદ્ધપરિણતિની સાથે હોય છે. શુદ્ધઉપયોગની સાથે એ દોષ ઉત્પન્ન થતો નથી એટલે કે વ્યવહાર ચારિત્રનો જે દોષ લાગતો હતો એનાથી હું પાછો ફરું છું, અને મા૨ા શુદ્ધોપયોગમાં મા૨ા શુદ્ધાત્માને હું જોડી દઉં છું અથવા શુદ્ધઉપયોગ દ્વારા શુદ્ધાત્માનું અગવાન કરું છું જેથી મને વ્યવહાર ચારિત્રમાં લાગેલો દોષ જે એક સમય પૂર્વનો હતો આજે તેનું પ્રતિક્રમણ કરું છું. ઓલા પૂર્વભવનું પ્રતિક્રમણ એમ નહીં.
આહા! પૂર્વ પર્યાયમાં જે દોષ હોય એનાથી પાછું ફરવું અને ઉત્તર પર્યાયમાં એ દોષ આવે નહીં એનું નામ પ્રતિક્રમણ છે. સમુચ્ચયરૂપ એમ કહેવાય કે અત્યાર સુધી ભવોભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
પ્રવચન નં-૭ આત્માને યાદ ન કર્યો એ અપ્રતિક્રમણ દોષ હતો. હવે એ ભૂતકાળમાં લાગેલો દોષ એને હું ટાળું છું, અત્યારે આત્માને યાદ કરું છું એટલે હું નિર્વિકલ્પ ધ્યાનમાં જાઉં છું.
ભૂતકાળમાં અનંતકાળથી જે દોષ હતા અને તેને ટાળે તો એને પણ પ્રતિક્રમણ કહેવાય. પણ....અહીંયાં તો છઠ્ઠા ગુણસ્થાન અને સાતમાં ગુણસ્થાનની સંધિ કરે છે. છઠ્ઠીગુણસ્થાનમાં વ્યવહાર ચારિત્ર છે અને એનું ફળ બળબળતા અંગારા સમાન શુભભાવ છે. ને? એ દુઃખનું કારણ છે. હવે એ દુઃખના કારણથી પાછો ફરીને હું તો મારા શુદ્ધાત્મામાં જાઉં છું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા મને જે પૂર્વ પર્યાયમાં લાગેલા દોષ એનાથી પાછો ફરી અને મારા આત્મામાં પ્રવેશ કરું છું.
સકળ વ્યવહાર ચારિત્રથી” એટલે વ્યવહાર ચારિત્રના પરિણામ પૂર્વે હતા; છે; એનાથી હું પાછો ફરું છું. અને એના ફળની પ્રાપ્તિથી જે દુઃખ એનાથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક” એટલે કે જે શુદ્ધાત્માને આશ્રયે જે પરિણતિ થાય એ “પરમ ચારિત્ર છે.” સ્વરૂપમાં લીન થાઉં છું એનું પ્રતિપાદન કરનારો; અપરમ ચારિત્ર એનું પ્રતિપાદન ન કરનારો એટલ કે શુદ્ધોપયોગનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ છે.
વ્યવહાર પ્રતિક્રમણ છÈ હતું. સાતમે પરમાર્થ પ્રતિક્રમણ આવે છે. પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની શરૂઆતમાં પાંચરત્નોનું સ્વરૂપ કહેવામાં આવે છે. આખા નિયમસારમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો-તે દ્રવ્યનો અધિકાર, અને શુદ્ધોપયોગ અધિકાર એટલે કેવળજ્ઞાનની પર્યાયનો અધિકાર ઊંચો; પણ એને કોઈ ગાથાઓ રત્ન ન લાગી. આ પાંચ ગાથા એને રત્ન જેવી લાગી. એને પાંચ ગાથા રત્ન જેવું લાગવાનું પણ પોતે કારણ કહે છે. “હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. એક રત્ન નહીં પાંચે પાંચ ગાથા રત્ન સમાન છે. રત્નની ઉપમા આપે છે. જગતના પદાર્થો એમાં ઊંચામાં ઊંચો પદાર્થ રત્ન છે.
ટીકાઃ- “અહીં શુદ્ધાત્માને ” આહાહા ! શુદ્ધાત્માને એટલે ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્માને “સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આત્મા કોઈ પણ પરિણામનો કર્તા નથી. “સકળ કતૃત્વનો અભાવ છે.' આત્મા કર્તા નથી એટલે કે આત્મા અકર્તા છે.
અન્વયાર્થ:- મૂળ ગાથા કુંદકુંદ ભગવાનની. “હું નારક પર્યાય નથી, હું તિર્યંચ પર્યાય નથી, હું મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય નથી.” હું એ પર્યાયરૂપ નથી. અને તેમનો એટલે ચારગતિની પર્યાયોનો કર્તા નથી. એનું કરવું મારા સ્વભાવમાં નથી.
હું બીજા પાસે કરાવતો પણ નથી અને બીજો કરે છે એનું હું અનુમોદન કરતો નથી. મનથી કરતો નથી, વચનથી કરતો નથી અને કાયાથી કરતો નથી. મનથી કરાવતો નથી, વચનથી કરાવતો નથી અને કાયાથી કરાવતો નથી. મનથી અનુમોદન કરતો નથી, વચનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૮૫ અનુમોદન કરતો નથી, કાયાથી અનુમોદન કરતો નથી. કોઈ કરે તો ઠીક; એમ કરાવતો નથી અને તેને અનુમોદન કરતો નથી. એમ ચાર પ્રકારના એ વિભાવ વ્યંજન પર્યાયની વાત કરી. એમાં જે ચારગતિના પરિણામ છે અર્થ પર્યાયો એ પણ એમાં ગર્ભિત આવી ગઈ. નારક પર્યાય, તિર્યંચ પર્યાય વગેરે પર્યાયની વાત નિયમસારમાં આગળ આવી ગયું છે. એ રીતે વ્યંજન પર્યાયમાં લે છે...
ર૬ નંબરનો શ્લોક છે એમાં એ છે. ઘણી જગ્યાએ આવે છે એટલે વ્યંજન પર્યાયમાં લે છે. અર્થ પર્યાયમાં અગુરુલઘુગુણ આદિની સ્વાભાવિક પર્યાયો ! એ પર્યાયોનો હું કર્તા નથી, કરાવનાર નથી, અને બીજા કરે છે એ મને ખબર છે એનું મને જ્ઞાન વર્તે છે કોણ કરે છે? કેઃ પુદ્ગલ કર્મ કરે છે; પણ...પુદ્ગલ કર્મ કરે એનું અનુમોદન હું આપતો નથી.
આહા ! દેવ પર્યાયની રચના કર્મ કરે છે અને હું અનુમોદન આપતો નથી. હું તો સીધો કર્તા છું જ નહીં, હું તો કર્તા થઈ શકતો જ નથી, અને બીજાની પાસે કરાવતો પણ નથી. બીજો કરે છે એ મને ખબર છે. આ કાર્ય આત્મા સિવાય બીજો કરનાર છે. આત્મા કરનાર નથી જાણનાર છે. કરવું તો મારા સ્વભાવમાં છે જ નહીં.
આ નારક પર્યાય, મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, એની રચના કોણ કરે છે? કહે-કર્મ કરે છે. તો એ કર્મ સર્વાર્થસિદ્ધિના દેવની પર્યાય કરે એને હું અનુમોદન આપતો નથી. સર્વાર્થસિદ્ધિના દેવનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે ત્યાંથી નીકળીને સીધો એ મોક્ષમાં જ જાય છે. એ દેવનો છેલ્લો ભવ છે. અને મનુષ્યમાં આવે એ પણ છેલ્લો ભવ છે. સર્વાર્થ સિદ્ધિમાંથી આવીને કોઈ સામાન્ય કેવળી થઈને જાય છે, કોઈ તીર્થંકર થઈને જાય છે.
અહીં કહે છે કે એ પર્યાયને પુદ્ગલ કરે છે. તે પુદ્ગલની રચના છે. “ સ્યદિ પુનસ્થ નિર્માણમ” એકલા પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. આહાહા ! એ કરે છે એ મને ખબર છે પણ મારો ટેકો એને નથી. એ કરે તો ઠીક એવું અનુમોદન અને મારું નથી.
મુનિની સ્થિતિ બહુ ઊંચા પ્રકારની હોય છે. એને મન, વચન, કાયાનો દોષ નથી લાગતો. નવ કોટીએ એને ત્યાગ હોય છે. એ કોઈને મંદિર બંધાવવાનું અનુમોદન ન આપે. ભાવલિંગી સંત કહે અમે ભગવાનનું મંદિર કરીએ તો નહીં પણ મંદિર કોઈની પાસે કરાવીએ પણ નહીં. પણ બીજો મંદિર કરે તો અમે જાણીએ કે આ પાંચ લાખ રૂપિયા આપ્યા મંદિર કરવા માટે. હું તો જાણનાર છું તેથી અનુમોદન ન આપું. અનુમોદન આપે તો કર્તા થઈ જાય, એ પુદગલ કરે છે. ગૃહસ્થ અવસ્થામાં જ્ઞાનીને દોષ તો છે પણ કર્તા બુદ્ધિ ન આવે. ધાર્મિક કાર્યમાં અનુમોદન આપવાની પણ સ્થિતિ એવી છે તો પણ દોષ તો છે જ..
મુનિની ભૂમિકામાં એવું કોઈ ' દિ હોય નહીં એ મારું કહેવું છે, એટલે કે એ ભાવો છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
પ્રવચન નં-૭ જાય છે. ઉપરની ભૂમિકા છે ને?! આ તો આપણે હજી સ્કૂળ વાતો કરીએ છીએ આના કરતાં ઘણું સૂક્ષ્મ આવવાનું છે.
અમને ક્ષયોપશમ સમ્યકદર્શન છે એમ મુનિરાજ કહે છે. કારણકે પંચમકાળ છે એટલે પણ, દર્શનમોહનો ક્ષય થઈ જાય ને તો ક્ષાયિક સમ્યકદર્શન થાય એની અમે અનુમોદના આપતા નથી. કેવળજ્ઞાનાવરણી કર્મનો ક્ષય કરે ને પુદ્ગલ ? તો કેવળજ્ઞાનનો ભડકો થઈ જાય, એવું અમે અનુમોદન આપતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે. કરવું, કરાવવું અને અનુમોદવું ત્રણેયનું ફળ સરખું બતાવ્યું છે. કર્તબુદ્ધિ ન હોય તો પણ વ્યવહાર કર્તાનો વિકલ્પ આવે છે એ દોષ છે. વ્યવહારે એને કર્તાનો દોષ પણ ન આવે ને એ શુદ્ધોપયોગમાં જતા રહે છે.
મનમાં નથી આવતું એને ભાવમનમાં. કર્મ કરે છે એ ખબર છે પણ કર્મ કરે તો ઠીક એવી અનુમોદના નથી. હવે એનાથી સૂક્ષ્મ આવે છે. બે ગાથા લીધી વ્યંજન પર્યાયની. હું નારકી પર્યાયને, દેવપર્યાયને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી.
“હું માર્ગણાસ્થાનો નથી”, ચૌદ પ્રકારના જે માર્ગણાસ્થાનો છે યોગ-વેદ-કષાય આદિ, તેમાં સમ્યક માર્ગણા એમાં સમ્યકનાં છ ભેદ. ક્ષાયિક સમ્યકદર્શનના વગેરે માર્ગણાસ્થાનો નથી, હું ગુણસ્થાનો કે જીવસ્થાનો નથી. છઠું-સાતમું ગુણસ્થાન મને નથી. હું છઠ્ઠા સાતમાં ગુણસ્થાનમાં વર્તતો નથી; કેમકે મને ગુણસ્થાન જ નથી. પ્રમત્ત-અપ્રમત્ત આદિ ચૌદ પ્રકારના ભેદો હું નથી. એ ભેદો છે? કે: “હા.' તો એ ભેદને કોણ કરે છે? કે: “કર્મ' જો કર્મ ભેદને કરે એ તો સારી વાત થઈ !? કે: “ના.' સારું ખરાબ એમાં કાંઈ છે જ નહીં. સારું-ખરાબ અમને કાંઈ દેખાતું જ નથી. કોઈ કરે તો સારું અને ન કરે તો ખરાબ એવા ભાગલા અમારા જ્ઞાનમાંથી છૂટી ગયા છે.
રાગ-દ્વેષ-મોહ અમને નથી, અમે તો હાલતા-ચાલતા સિદ્ધ છીએ. આ મુનિની અવસ્થા છે. માર્ગણાસ્થાન લીધા, ગુણસ્થાન લીધા અને જીવસ્થાન લીધા, પણ એ મારામાં નથી, મને નથી. જે શુદ્ધભાવ અધિકારમાં આવી ગયું છે એ જ વાત અહીં કરે છે, કેમકે આ શુદ્ધાત્માનો અધિકાર છે અને શુદ્ધાત્માને આશ્રયે શુદ્ધોપયોગ થાય છે એનું નામ પરમાર્થ પ્રતિક્રમણ છે.
આમાં બે જ વાત લીધી છે, ત્રિકાળી દ્રવ્ય અને એનું અવલંબન બસ. કર્તા બુદ્ધિ થાય તો મિથ્યાત્વ થાય. કર્તાનો-અસ્થિરતાનો વિકલ્પ આવે વ્યવહાર તો દોષ આવે છે. બહુ ઊંચી ભૂમિકા છે.
તીર્થકર ભગવાન દીક્ષા લઈને મૌન થઈ જાય છે. કોઈ પૂછે તો જવાબ ન દે. જવાબ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ તો ન આપે પણ ખુશીય ન થાય. ભગવાન મહાવીરને છાસઠ દિવસે વાણી ખરી કેમકે ગણધર ન હતા. મુનિઓ તો હોય કેમકે ચોથો કાળ હતો ને!? તીર્થકર થઈ ગયા, વાણી ના ખરી પણ મુનિઓ તો હોય ને!? ચોથાવાળા, પાંચમાવાળા, છઠ્ઠી સાતમાં ગુણસ્થાનવાળા હોય ને!? ચોથો કાળ હતો ને? એમને એમ ન થાય કે હવે કોઈ દેવ આવીને સમોસરણની રચના કરે તો સારું. થવાયોગ્ય થાય છે; સમયવર્તી છે બસ. અમારો વિકલ્પ નિરર્થક છે. એ વિકલ્પ દુઃખદાયક છે. એ તો વિકલ્પનું કર્તવ્ય છે ને!
છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં એવો વિકલ્પ જ ઉઠતો નથી. પંચમગુણસ્થાને ચોથા ગુણસ્થાને વિકલ્પ ઉઠતો હોય કેમકે ભૂમિકા છે એની; તો પણ સાધક એને ભલો માનતા નથી એ તો દોષ જાણે છે. પછી ક્યાં વાત રહી ! કોઈ પણ વિકલ્પ હોય, તેને ભલો માને?! આહા!
તેમનો' એટલે ગુણસ્થાનનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમતા નથી, આહાહા ! ત્રણવાત એમાં લીધી છે. માર્ગણાસ્થાન ગુણસ્થાન, જીવસ્થાન એ ત્રણેય પર્યાયના ભેદ છે.
હવે શરીરની વાત કરે છે. “હું બાળ નથી, વૃદ્ધ નથી તેમજ તરુણ નથી; તેમનું (હું) કારણ નથી; તેમનો (હું) કર્તા નથી. કારયિતા નથી, અને કર્તાનો અનુમોદક નથી.” આ બધી પુદગલની રચના છે. હું કરતો તો નથી પણ, પુદ્ગલ પાસે કરાવતો પણ નથી, અને પુદ્ગલ કરે તો ઠીક એવું અનુમોદન એમને આપતો નથી.
આત્મા કર્તા તો છે જ નહીં, આત્મા જાણનાર છે. અહીંયાં તો સૂક્ષ્મ બોલ એ છે કેઃ પુદ્ગલ કર્મ કરે છે એનું એ કાર્ય છે અને હું ટેકો આપતો નથી. સૂક્ષ્મ બોલ અનુમોદન ઉપર છે. હું કર્તા નથી પુદ્ગલ કરે છે એ ખબર છે...પણ, હું કરાવતો નથી કેમકે પુદ્ગલ કરે છે તો મારે કાંઈ કહેવાની જરૂર નથી. એ કાર્ય કર્યા જ કરે છે. પુદ્ગલ એ કાર્ય કરે છે તેને અનુમોદન આપતાં મને કર્તાપણાનો દોષ લાગે છે.
મને તો બહુ પહેલેથી લાગે છે કેઃ સમ્યકદર્શન ન થવાનું કારણ-જીવ જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેળે કર્તા માને છે. કોઈએ એના ઉપર બળાત્કાર કર્યો નથી. પોતે જ્ઞાતા જ છે એને ભૂલીને સમયે-સમયે કર્તા થાય છે. પહેલા સમયે કર્તા, બીજા સમયે કર્તા, ત્રીજા સમયે કર્તા એ કર્તાની લાળ એમ ને એમ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિપરિતતા અગ્ઝિન ધારા એ છે.
છે સો ટકા જ્ઞાતા, કથંચિત્ જ્ઞાતા-કથંચિત્ કર્તા એમ નથી. સર્વથા જ્ઞાતા-સર્વથા અકર્તા. છતાં અનાદિ કાળથી જ્ઞાતાને ચૂકીને કર્તાપણાની બુદ્ધિ થઈ ગઈ છે. “હું જાણનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૭
છું એ ભૂલી ગયો હું કરનાર છું એમ માની બેઠો છે. કરનાર માને છતાં કરનાર થતો તો નથી. ઓ ભાઈ, કરનાર થાય તો તો સારી વાત છે.
પોતાને પરના કાર્યનો કરનાર માને, પોતામાં ઉત્પન્ન થતાં પરિણામનો કરનાર માને ભલે પણ કર્તા થાય નહીં, કેમકે અકર્તાપણું છૂટતું નથી. અકર્તાપણું છૂટી શકે જ નહીં. છૂટે તો આત્માનો નાશ થઈ જાય. એ રૂપ થાય તો કરે ને!? એ રૂપ તે થતો તો નથી. “તદ્દરૂપો ન ભવતિ.” “નિજ ભાવને છોડે નહીં અને પરભાવરૂપ થાય નહીં, માટે કર્તા થતો નથી. કર્તાબુદ્ધિ કરીએ તો એનો દોષ થઈ ગયો. એ તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું એણે.
પહેલો જ પાઠ મજબૂત છે. પહેલા પાઠમાં નિર્ણયમાં આવી ગયો. કે હું જ્ઞાતા છું અને કર્તા નથી તે પહેલા જ પાઠ છે. પછી બીજા પાઠમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે જ્ઞાતા છું તો કોનો? એ પ્રશ્ન મોટોઃ એનો જવાબ જો અંદરમાં આવી જાય કે જ્ઞાયકનો જ્ઞાતા છું.
જ્ઞાતામાં આવ્યા પછી પણ પર્યાયનો નિશ્ચય પ્રગટ થતો નથી કેમકે હું જ્ઞાતા છું ને કર્તા નથી. પરિણામ થાય છે એનો કર્તા નથી, પરિણામનો જ્ઞાતા છું તે આડકતરો કર્તા જ બની ગયો. સીધું કર્તાપણું છોડ્યું પણ તને પરિણામને જાણવાની રુચિ થઈ એ જ કર્તાપણું છે. એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન એનો કર્તા થઈ ગયો. પરિણામનું કર્તાપણું છોડયું પણ પરિણામને જાણે એવા ઇન્દ્રિયજ્ઞાનનો કર્તા બન્યો. તો તું કર્તા જ રહ્યો.
હું રાગનો જ્ઞાતા છું કર્તા નથી; રાગનો જ્ઞાતા તો ઇન્દ્રિયજ્ઞાન થયું, એટલે એ ને એ રહ્યું, કર્તા જ રહ્યો, જ્ઞાતામાં ક્યાં આવ્યો? આ પરમાર્થ પ્રતિક્રમણ છે ને એ બહું ઊંચું છે. છે. મુનિને માટે પરમાર્થ પ્રતિક્રમણ.
યોગનું પ્રતિક્રમણ જ્યારે થાય ત્યારે સિદ્ધ અવસ્થા થઈ જાય છે. એ તો સહજ છે. તેઓ કોઈ પ્રતિક્રમણ કરે છે એવું ત્યાં નથી એ તો કેવળી થયા છે. પણ હજુ સિદ્ધ નથી થયા તેથી યોગનું પ્રતિક્રમણ હજુ બાકી છે. કંપનથી પાછા ફરતા નથી. કંપનની યોગ્યતા હજી અકંપ થતી નથી. અકંપ થાય ત્યારે સિદ્ધ થાય. કંપન હોય ત્યાં સુધી સિદ્ધની પર્યાયને ઘાતે છે. હજુ યોગ અયોગ થતો નથી. અયોગ જિન થાવો જોઈએ ને !? માટે પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, પછી અવ્રત, પછી કષાય અને પછી યોગ અને પ્રમાદ લ્યો તો પાંચ થાય.
આ અમે જ્યારે સ્થાનકવાસીમાં હતા ને ત્યારે પ્રતિક્રમણમાં આ બોલ આવતો. પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ પછી અવ્રત પછી કષાય અને પછી યોગનું. એમ આવતું 'તું એ બરાબર યાદ છે.
સમયસારમાં આવે છે કે જેમ જેમ આગ્નવોથી નિર્વતે છે તેમ તેમ સ્વરૂપમાં વિજ્ઞાનઘન થતો જાય છે. એકની એક વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૮૯ હું જ્ઞાતા છું કે કર્તા એ આ ભવમાં નિર્ણય કરવા જેવો છે. બીજા ભવ ઉપર છોડવા જેવું નથી. આગમથી, યુક્તિથી, તર્કથી તમારે આમાં જેટલા હથિયાર અજમાવવા હોય એટલા અજમાવો. પણ.. આત્મા કર્તા છે કે અકર્તા એ નક્કી કરવા જશો તો છેલ્લે અકર્તા છું એમ જ આવશે.
જેનો હવે મોક્ષ જવાનો નજીક કાળ પાકી ગયો હશે એને હું અકર્તા છું એ આવી જશે. હું જ્ઞાતા છું પછી પ્રશ્ન મારો કે કોનો? આ આપણે હિંમતનગરમાં સેટિકાની ગાથા વખતે ચાલ્યું તું. પણ હજી કર્તાપણું છોડીને જ્ઞાતામાં આવતો નથી તો જ્ઞાયકનો જ્ઞાતા છું કે પરજ્ઞયનો જ્ઞાતા છું? એનું ભેદજ્ઞાન તો પછી થાય. પરજ્ઞયનો જ્ઞાતા છું કે સ્વયનો જ્ઞાતા છું એ તો પછી ! એ તો બીજો પાઠ છે. હજી તો પહેલા કલાસમાં જ ઉભો છે, હજી બીજા કલાસમાં એ આવતો નથી.
આ જગતમાં જેને આત્મા કહીએ છીએ એ બધા જ્ઞાતા છે કોઈ કર્તા નથી. આત્મા એટલે જ્ઞાતા બસ. આત્માનો પર્યાયવાચી જ્ઞાતા છે. જ્ઞાતા કહો કે આત્મા કહો બેય એક જ વાત છે. આત્મા જ્ઞાયક છે. જ્ઞાયક કહો કે જાણનાર કહો કે જ્ઞાતા કહો એક જ વાત છે. ગાથા બહુ ઊંચી છે.
એક સમય પહેલા વ્યવહાર ચારિત્ર છે, એનું પ્રતિક્રમણ કરે છે. વ્યવહાર ચારિત્રના લાગેલા દોષ એનાથી હું પાછો ફરું છું અને નિશ્ચયચારિત્રમાં આવી જાઊં છું. અમને પૂર્વ પર્યાયમાં પાંચમહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠયો એ દોષ લાગ્યો એનાથી પાછો ફરું છું. એ કષાયનું પ્રતિક્રમણ છે. મિથ્યાત્વ, અવ્રતનું તો થઈ ગયું છે. હવે જે સંજ્વલનનો તીવ્ર કષાય જે ઉભો થાય છે પૂર્વ પર્યાયમાં તે વ્યવહાર ચારિત્રથી પાછો ફરે છે. એ અપ્રતિક્રમણ મારું હતું એનાથી હું પાછો ફરું છું. દોષ લાગે એનું પ્રતિક્રમણ કરું છું.
ભાવલિંગી સંતના વ્યવહાર ચારિત્રની વાત છે આ. એનાથી પાછો ફરું છું. વ્યવહાર ચારિત્ર અને એના ફળ, એનાથી “પ્રતિપક્ષ' એવો શબ્દ આવ્યો! આહાહા ! કહે છે કે હું તેનો કર્તા નથી. આ પરમાર્થ પ્રતિક્રમણ. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ છે એ શુદ્ધઉપયોગ છે. શુભઉપયોગનો તો કર્તા નથી પણ, શુદ્ધઉપયોગ જે પ્રગટ થાય છે એનોય હું કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. એ તો ઠીક પણ એનો હું જાણનાર નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.
વ્યવહાર પ્રતિક્રમણને તો હું કરતો નથી ને જાણતો પણ નથી. નિશ્ચય શુદ્ધોપયોગના પ્રતિક્રમણને પણ હું કરતો નથી તેમજ નિશ્ચય ચારિત્રને કરતો નથી અને તેને હું જાણવાનું બંધ કરી દઉં છું. “હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” ત્યાં શુદ્ધોપયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૭ દશા આવી જાય છે. આ ગાથા શ્રેણીની સન્મુખની છે. શ્રેણી નથી પણ શ્રેણીની સન્મુખ છે. જેમ સમ્યફ ન થયું હોય પણ સમ્યની સન્મુખ હોય, તેમ શ્રેણી નથી આવી પણ એની સન્મુખતાના વિચારો આવે છે.
પરમાર્થ પ્રતિક્રમણને કરતો નથી કેમકે એ સાતમું ગુણસ્થાન જે છે અપ્રમત્તનું તે હમણાં આવશે પણ હું કરું છું એમ મને નહીં ભાસે. અને એ વખતે કર્મનો તથા પ્રકારનો ક્ષયોપશમ થાય તો ઠીક અને મને અપ્રમત્ત ગુણસ્થાન આવે તો ઠીક એવું અનુમોદન આપતો નથી. એ તો ઠીક પણ હું એ પરિણામને જાણતો પણ નથી. “હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ધ્યાવું છું” બસ, ત્યાં તો શુદ્ધપયોગ દશા સહજ થઈ જાય છે. ઓલા વિકલ્પમાં શુદ્ધોપયોગ નથી થતો. કરું છું એ વિકલ્પમાંથી નથી અને જાણું છું એ વિકલ્પમાં પણ શુદ્ધોપયોગ આવતો નથી. પણ ચૈતન્યના વિલાસ સ્વરૂપ જ્યાં આત્માને ભાવું છું ત્યાં શુદ્ધોપયોગ સહેજે થઈ જાય છે. કર્યા વિના થાય છે અને જાણ્યા વિના થાય છે. એકને જાણવાથી થઈ જાય છે.
(શ્રોતા-બહુ સરસ એકદમ સ્પષ્ટ.)
સામાન્યને જાણતાં વિશેષ પ્રગટ થઈ જાય છે. (શ્રોતા-કર્યા વિના થાય છે અને જાણ્યા વિના થાય છે.) અત્યાર સુધી આ પરમાર્થ પ્રતિક્રમણ મેં ઘણી વખત વાંચ્યું છે પણ, આજે જુદા પ્રકારનું આવે છે. આ શાસ્ત્ર જ એવું છે કે તમે જેમ જેમ ઘૂટો એમ એમ અંદરમાંથી ભાવ આવે.
( પ્રશ્ન) એને કર્યા વિના થાય છે કે એને કરવાથી થાય છે?
(ઉત્તર) એને કર્યા વિના થાય છે અને એને જાણ્યા વિના થાય છે. એને જાણે તો પરમાર્થ પ્રતિક્રમણ થાય નહીં, તો વ્યવહાર પ્રતિક્રમણ રહી જાય છે. શુદ્ધોપયોગ તે મારા કરવાનો તો વિષય નથી પણ શુદ્ધોપયોગ થાય તે જાણવાનો એ મારો વિષય નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
સામાન્ય ને જાણતાં એ (શુદ્ધોપયોગી થઈ જાય છે બસ. એ થઈ જાય છે એવું જ્ઞાન થાય છે પણ હું કરનાર છું અને એનો જાણનાર છું એવું જ્ઞાન થતું નથી. એકને જાણતાં મને આમ થઈ જાય છે એમ મને જાણવામાં આવે છે. આ કલમ ચલાવું છું અને હું આ પરમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ લખું છું; હે! ભવ્યાત્માઓ! એમ ન જુઓ! !
(શ્રોતા:- અત્યારે અમૃત ઝરે છે.)
(શ્રોતા-કર્યા વિના થાય છે અને જાણ્યા વિના થાય છે.) પરિણામને જાણતાં પરમાર્થ પ્રતિક્રમણ ન થાય, વ્યવહાર ચારિત્ર થાય. સમ્યકદર્શન રહે, છઠું ગુણસ્થાન રહે, પણ સાતમું ન આવે. ભેદને જાણતાં પરમાર્થ પ્રતિક્રમણ ન થાય, વ્યવહાર પ્રતિક્રમણ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૧ પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધોપયોગ ના આવે. ભેદ કાંઈ જાણવાની વસ્તુ છે? કરવાની વસ્તુ તો નથી, પણ જાણવાની એ વસ્તુ નથી. એક અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એની સામે અમારો ઉપયોગ જ્યાં ગયો ત્યાં પરમાર્થ પ્રતિક્રમણ થઈ ગયું બસ.
કહે શેને ભાવતાં અમારું પરમાર્થ પ્રતિક્રમણ થાય છે? કેઃ સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા થાય છે. “આને કરું છું એ છોડી દીધું અને આને જાણું છું એ પણ છોડી દીધું. એને ઓળંગી ગયા, કેમકે એને જાણે તો છઠું આવે છે. જાણેલો પ્રયોજનવાન એ તો સવિકલ્પ દશાની વાત છે, આ તો નિર્વિકલ્પ ધ્યાનની વાત છે. (અહીં જાણેલો પ્રયોજનવાન) તેનું તો પ્રતિક્રમણ કરવું છે. કેમકે ભેદને જાણતાં અભેદ રહી જાય છે અભેદ જાણવામાં નથી આવતું.
બે વાત કરી છે કે: ભેદને જાણતાં પરમાર્થ પ્રતિક્રમણ ન થાય પણ વ્યવહાર ચારિત્ર ઉભું થાય. ભેદને કરવું એ તો મારા સ્વભાવમાં નથી....પણ, ભેદને જાણતાં વ્યવહાર ઉભો થશે નિશ્ચય ઉભો નહીં થાય. શ્રેણીની સન્મુખની આ વાત છે. શ્રેણીમાં જાય ને ત્યારે આ રીતે સ્થિતિ થાય. તે પાછો ફરે નહીં. આમાં તો છઠ્ઠામાંથી સાતમા માં આવે છે; પછી પાછો ફરતો નથી, ઉપર ગયો એ ગયો ખલાસ. તેથી ભેદ એ કાંઈ જાણવાની વસ્તુ નથી. ભેદને જાણતાં આનંદ વધતો નથી. અભેદને જાણતાં સામાન્યને જાણતાં વૃદ્ધિ આવી જાય છે.
આ ત્રણ ગાથા થઈ. “હું રાગ નથી, દ્વેષ નથી, તેમજ મોહ નથી; તેમનું હું કારણ નથી.” ઉપરની ગાથામાં કર્તા નથી એમ આવે છે. અને આ ગાથામાં કારણ નથી એમ આવે છે. ત્રીજી ગાથામાં હું બાળ નથી અને તેનું કારણ નથી આ બે ગાથામાં “હું તેમનું કારણ નથી', અને ત્રણ ગાથામાં હું કર્તા નથી તે કહ્યું.
કર્તા નથી એટલે ઉપાદાન કર્તા નથી. અને કારણ નથી એટલે નિમિત્ત કારણ નથી એમ બન્નેમાં ફેર છે. રાગનું હું કારણ નથી એમ. રાગ છઠ્ઠામાં આવ્યો પણ મારા કારણે રાગ થાય છે એમ નથી. રાગ આવે છે ત્યારે મારો આત્મા એના કારણરૂપે છે ને રાગ આવે છે એમ નથી. રાગનો હું કર્તા થાઉં અને રાગ મારું કર્મ થાય એમ નથી. કારણની સામે, કાર્ય અને કર્તાની સામે કર્મ બે શબ્દ જુદા છે.
રાગ કર્તાનું કર્મ નથી અને કારણનું કાર્ય નથી હું કારણ હોઊં તો આ મારું કાર્ય થઈ જાય પણ હું કારણ નથી માટે એ મારું કાર્ય થતું નથી. એ કાર્ય છે ખરું! પણ હું એનું કારણ નથી. એનું કારણ પુદ્ગલ દ્રવ્ય છે.
એકસ્ય હી પુલસ્ય નિર્માણમ્” એક પુદ્ગલ દ્રવ્યનું જ આ બધુ પરિણામ છેરચના છે. મારી રચના છે એમ હે! અજ્ઞાની જીવો ન માનો! ! તમારો આત્મા તમારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
પ્રવચન નં-૭. મિથ્યાત્વનું કારણ નથી. અને તમારો આત્મા વ્યવહાર ચારિત્રનું પણ કારણ નથી, અને નિશ્ચય ચારિત્રનું પણ કારણ નથી. અમે શુદ્ધોપયોગના કર્તા નથી અને શુદ્ધોપયોગનું કારણ પણ અમે નથી.
અકર્તાને અકારણ બે શબ્દો છે શાસ્ત્રમાં કારણ નથી અને કર્તા નથી બેય શબ્દો પ્રતિપક્ષ છે. અકર્તા છે અને કારણ નથી. ત્રણ ગાથામાં કર્તા નથી અને બે ગાથામાં કારણ નથી. જો એ કારણ હોય તો આ એનું કાર્ય થઈ ગયું. અને કર્તા હોય તો કર્મ થઈ ગયું. “ આત્માને સકળ કર્તુત્વનો અભાવ છે એવું દર્શાવે છે.”
આહાહા! સમયસાર-નિયમસાર શાસ્ત્ર અધ્યાત્મની પરાકાષ્ઠા. “હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી તેમજ તેનું કારણ નથી.” મોહ એટલે ચારિત્ર મોહ લેવો હોં! અહીં દર્શનમોહ તો છે જ નહીં. મોહ પ્રત્યે નિર્મમ આવે છે ને એ. આહાહા ! “તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.” કો'ક કરે છે એ તો મને ખબર છે પણ એ કરે તો ઠીક એવું અનુમોદન હું આપતો નથી.
“હું કોઈ નથી, માન નથી, તેમજ હું માયા નથી, લોભ નથી”, પહેલામાં રાગ-દ્વેષમોહ લીધા અને બીજામાં ક્રોધ-માન-માયા-લોભ લીધા. એ મારામાં નથી. તેમનો હું કર્તા નથી. કારયિતા નથી, આમાં કર્તાનો બોલ લીધો. રાગ-દ્વેષમાં કારણ નથી એમ લીધું. ક્રોધમાન-માયા-લોભ એના ભેદ કરો તો રાગ-દ્વેષ તેમાં આવી જાય છે. પહેલામાં હું રાગનું કારણ નથી અને બીજામાં હું ક્રોધનો કર્તા નથી એમ. આ પાંચ મૂળ ગાથા પૂરી થઈ.
ટીકાઃ- “અહીં” એટલે કે આ ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે “શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” ખરેખર તો શું છે કે હું કર્તા નથી એમાં એનો જ્ઞાતાએ નથી એ આવી જાય છે. કેવી રીતે આવી જાય છે? કોઈ પણ પરિણામ શુભ, અશુભ કે શુદ્ધ તે બધા પરિણામ લઈ લીધા. એનો હું કર્તા નથી. જેનો હું કર્તા ન હોઉં એ મારા જ્ઞાનનું શેય પણ ન હોય. જે પરિણામનો હું કર્તા થાઊં એ પરિણામ મારું ય થાય.
એમ જાણવામાં આવે છે કે હું કર્તા અને આ કર્મ. હું કારણ અને આ કાર્ય. હું કર્તા નથી, કર્તા બીજો છે. તો હું એનો જ્ઞાતા પણ નથી. કર્તા નથી એના ગર્ભમાં જ્ઞાતા નથી એ આવી જાય છે. પણ એક કર્તબુદ્ધિનો દોષ અને પર શેયને જાણું છું એ દોષ-ભ્રાંતિ છે. એ બન્ને દોષ બતાવવા માટે કહ્યું.
આ ગાથામાં એકમાં બન્ને સમાવી દીધું એમ મને અત્યારે વિચાર આવે છે. એનો બીજો ભેદ ન કર્યો કે “હું કર્તા તો નથી પણ હું એનો જ્ઞાતા નથી. એમ ન કહ્યું! કર્તા નથી એમાં જ્ઞાતા નથી એને સમાવી દીધું. અથવા એમાં સમાય જાય છે. એમ અત્યારે વિચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૩ આવ્યો. કેમકે બેનો નિષેધ કરવાને બદલે એકનો નિષેધ કરતાં બેનો નિષેધ થઈ જાય છે. ત્યારે જ પરમાર્થ પ્રતિક્રમણ થાય. એકમાં બીજું આવી ગયું. હું એનો કર્તા નથી તો હું એનો જ્ઞાતા ક્યાં છું?! આહા! એટલે કર્તા નથી અને જ્ઞાતા નથી એમ બેનો નિષેધ કરવાને બદલે, કર્તા નથી તેમાં જ્ઞાતા નથી એનો નિષેધ આવી ગયો.” અને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. ( શ્રોતા-કારણકે એનો જ્ઞાતા રહીશ તો એનો કર્તાનો દોષ લાગવાનો અવકાશ રહે છે. માટે એ વાત મૂકી દીધી.)
વાત ઘણી ગંભીર છે. મારું કર્મ થાય તો મારા જ્ઞાનનું શેય થાય. બેન! સમજાણું !? ખ્યાલ આવ્યો ? કર્મ થાય તો મારું શેય થાય. પણ કર્મ જ ન થાય તો એ શેય થતું નથી. સહજ ચૈતન્યનો વિલાસ તે જ શેય થાય છે. આ વિચાર અગાઉ બે-ત્રણ વખત આવી ગયેલો ખરો! પણ આજે વધારે સ્પષ્ટ થયું.
આહાહા ! એ મારું કર્મ નથી એટલે જ્ઞય નથી. કર્મ થાય તો શેય થાય ને? કર્મ જ ના થાય; એ તો બીજાનું કર્મ છે. જે બીજાનું કર્મ હોય તે મારું શેય ક્યાંથી થાય? બીજાનું કર્મ મારું શેય ન થાય. મારું કર્મ બને તો મારું શેય થાય ને?! મારું કર્મ જ બનતું નથી તો મારું શેય ક્યાંથી બને? હું તો અકર્તા છું-હું તો જ્ઞાતા છું. હું તો જ્ઞાયક છું” આહાહા!
આ વિષય ઘૂંટવા જેવો છે. ગુરુદેવ ફરમાવતા કે કુંદકુંદની વાણી કાન ઉપર આવે એ ભાગ્યશાળી છે. સાંભળ્યું હશે અને વિચાર કરવાનો અવકાશ રહેશે.
શુદ્ધોપયોગને કરતો નથી અને શુદ્ધોપયોગને જાણતો નથી આહાહા! તો શુદ્ધાત્માને જાણું છું જાણી રહ્યો છું. કેમકે અપ્રમત્ત દશા એનોય કર્તા નથી એ આવી ગયું ને!? અપ્રમત્ત દશા એટલે શુદ્ધોપયોગ આવ્યું કે નહીં? ચૌદ ગુણસ્થાન એનો કર્તા નથી તો શુદ્ધોપયોગ એમાં આવી ગયો કે નહીં?! પરમાર્થ પ્રતિક્રમણનો કર્તા નથી.
(શ્રોતા-કર્મ નહીં હૈ ઈસલિયે શેય ભી નહીં હોતા હૈ. જો કર્મ હોતા હૈ વો શેય બન જાતા હૈ.) જો ય બને તો અવશ્ય કર્મ બને છે. જો કર્મ બનતું નથી તો શેય ક્યાંથી થાય!? આહાહા ! એક શુદ્ધાત્મા શૈય બને છે. પંકજ ! અમને પહેલેથી જ આત્મા અકર્તા છે તે આવે છે. એ વાત બરાબર છે.
ગુરુદેવ કહે! “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” એ કાંઈ સાધારણ શબ્દ નથી; વજની છે. વજની એટલે એના ઉપર વિચાર કરવા જેવો છે. થાય છે અને હું શું કરું? બીજો કરે છે અને શું કરું? અને હું કરું અને મારું કર્મ બને તો એ અવશ્ય મારું જ્ઞય થઈ જાય અને જ્ઞાયક આત્મા જ્ઞય રહી જાય. માટે “હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” મારા જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા છે બસ બીજું કાંઈ છે જ નહીં. જાણવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
પ્રવચન નં-૮ વિષય, ઠરવાનો વિષય, શ્રદ્ધાનો વિષય, બધોય એક શુદ્ધાત્મા જ છે. બસ બીજો કોઈ મારો વિષય નથી. આ જગતમાં બીજું કાંઈ મને દેખાતું જ નથી.
એક દોષ બતાવ્યો; એ દોષ જો ખ્યાલમાં આવી જાય તો બીજો દોષ ઉત્પન્ન જ થાય નહીં. આ વાત પહેલ-વહેલી સોનગઢ કરી હતી. કેઃ આ ગાથામાં તો એમ કહે છે-હું કરતો તો નથી પણ એને હું જાણતો નથી એ નિષેધ જ ન કર્યો, એટલે બીજું પગથિયું જ ન લીધું.
પરિણામ થાય છે, એને ભલે પુદ્ગલ કરે છે પણ હું એને જાણતો પણ નથી એમ લીધું. અને સીધું “ચેતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” આ ભાવ બે ત્રણ વખત આવી ગયેલો. એ કર્મ નથી માટે જ્ઞય નથી એમ આવી ગયું ને?! આજે વધારે સ્પષ્ટીકરણ આવ્યું. આજે કાંઈક જુદા પ્રકારનું છે. શરૂઆતથી જ જુદા પ્રકારનું આવ્યું એમ મને લાગ્યું.
એ કર્મ બને તો જાણું ને કે આ મારું કર્મ. કેમકે જાણ્યા વિના કર્મ ક્યાંથી બને ?! સમજાય છે બહેન! એ શેય થાય તો એમ થાય ને કે આ મારું કર્મ, પણ સૅય જ થતું નથી કર્મ થતું નથી માટે જ્ઞય થતું નથી. એક જ્ઞાયક ભગવાન શંય થઈ જાય છે. જે કર્મ પુદ્ગલનું છે એ કર્મ મારું કર્મ નથી તેથી મારું ય થતું નથી. મારું જ્ઞય તો મારો શુદ્ધાત્મા જ છે.
રાજકોટ વિડિયો કેસેટ નં-૬ર સવારનું પ્રવચન નં-૮
તા. ૧૪-૮-૮૮ આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલું જે વીતરાગી ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ એટલે શુદ્ધોપયોગ અધિકાર કહેવામાં આવે છે. એક પરમાર્થ પ્રતિક્રમણ અને એક વ્યવહાર પ્રતિક્રમણ. છઠ્ઠા ગુણસ્થાને પરિણતિરૂપ પ્રતિક્રમણ છે, એ તો નિશ્ચય છે, પણ સાથે જે પાંચ મહાવ્રત-અઠ્ઠાવીસ મૂળગુણના વિકલ્પો ઉઠે છે એ બધા વ્યવહાર પ્રતિક્રમણ છે. એનાથી પ્રતિપક્ષ એટલે જુદુ એવું નિશ્ચયનયાત્મક વીતરાગી પ્રતિક્રમણ એનો અધિકાર કહેવામાં આવે છે.
પ્રતિક્રમણ અધિકાર તો મોટો છે, પણ એની શરૂઆત કરતા જ પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ પાંચ ગાથા રત્નરૂપ છે. જેમ સાચા રત્ન હોય એને સાચવીને રાખે. પૂરેપૂરી સંભાળથી તીજોરીમાં રાખે એમ આ પાંચ ગાથા રત્નરૂપ છે. એનું સ્વરૂપ કહેવામાં આવે છે. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે.
ટીકાઃ “અહીં” એટલે આ પાંચ ગાથામાં ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવ ફરમાવે છે કેઃ “અહીં શુદ્ધ આત્માને.”બધા આત્મા શુદ્ધ છે. એમ કહે છે જ્યાં “આત્મા’ શબ્દ આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૫ ત્યાં આગળ શુદ્ધ વિશેષણ લગાડી દેવું. પ્રત્યેક આત્મા ભગવાન છે પરમાત્મા છે. એવા “શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.”
આત્મા ત્રણેય કાળ અકર્તા છે માટે શુદ્ધ છે. અકર્તા છે માટે શુદ્ધ છે એટલે કે કોઈનો કર્તા નથી છ દ્રવ્યનો કર્તા નથી. તે દ્રવ્યકર્મનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા નથી, અને ઉત્પન્ન થતા ભેદો એ બધાને ઉત્પન્ન કરનાર પુદ્ગલ છે. પુદ્ગલ કરે છે તો કરો! હું તો એનો કર્તા નથી.
પ્રતિક્રમણનો એવો અર્થ છે કે પૂર્વે લાગેલા દોષોથી પાછા ફરવું એટલે પૂર્વે લાગેલા જે દોષો છે એ દુષ્કૃત્ય મિથ્યા હો! એવો અર્થ પણ છે. જે કાંઈ એકતાબુદ્ધિનો દોષ હોય, કે અસ્થિરતાનો દોષ થઈ ગયો હોય તે મિથ્યા હો !
મિથ્યાદષ્ટિએ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું હોય છે; અવિરત સમ્યકષ્ટિએ અવ્રતના ભાવનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. અને મુનિરાજ કષાયનું પ્રતિક્રમણ કરતા હોય છે. પૂર્વે લાગેલા દોષ એકતાબુદ્ધિનો તે મિથ્યા હો! કેમકે પૂર્વે હું મારા આત્માને કર્તા માનતો હતો એ મારી ભૂલ હતી. પૂર્વે હું તો જ્ઞાતા જ હતો. એક સમયમાત્ર પણ હું કર્તા થયો ન હતો. કર્તા થઈ શકું એ મારા સ્વભાવમાં નથી. કેમકે અકર્તા ત્રણેયકાળ અકર્તા રહે છે. એક સમયમાત્ર પણ રાગનો કર્તાએ ભૂતકાળમાં થયો ન હતો.
મેં આજે અકર્તાનું સ્વરૂપ જેવું જોયું તો ભૂતકાળમાં પણ હું અકર્તા હતો એવું આજે મને ભાન થયું. આજે મેં અકર્તા જોયો તો ભૂતકાળમાં પણ હું અકર્તા જ હતો એમ મને મારા વર્તમાન જ્ઞાનથી ભૂતકાળનો મારો આત્મા પણ જણાય ગયો. વર્તમાનમાં હું અકર્તા છું એવી દષ્ટિ થતાં અનુભવ થયો. કર્તા બુદ્ધિથી મિથ્યાત્વ હતું. હવે આજે પાંચ રત્નોનું અધ્યયન કરતાં હું સાક્ષાત અકર્તા છું, એક સમયમાત્ર પણ પરિણામના ભેદનો કે ભાવકર્મનો કે દ્રવ્યકર્મનો કે નોકર્મનો ભૂતકાળમાં હું કર્તા થયો ન હતો. માનતો હતો એ મારું દુષ્કૃત્ય હતું, તે મિથ્યા થાઓ.
ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના એટલે!? ભૂતકાળમાં લાગેલા દોષ એને છોડે, સ્વભાવમાં જાય, વર્તમાનમાં દોષ થાય એને છોડીને અંદરમાં જાય તો આલોચના; અને ભાવિકાળે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધીના કાળ દરમ્યાન હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈ પણ પરિણામ ઉત્પન્ન થશે એનો કર્તા હું બનીશ જ નહીં. હું જ્ઞાતા રહીશ એને ભાવિના પચખાણ કહેવાય. આ બધાનો સમય એક છે.
અકર્તા ઉપર લક્ષ ગયું-કે: “હું જ્ઞાયક છું', “જ્ઞાતા છું', ત્યાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેવો આત્મા છે એવો અનુભવ થાય છે. કર્તા બુદ્ધિથી અનુભૂતિ રોકાતી 'તી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં-૮ સમ્યક્રદર્શન-શાન નહોતું થાતું.
હવે જયારે હું અકર્તા છું એવું ભાન થયું તો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માના દર્શન થયા....તો ભૂતકાળમાં મેં જે કાંઈ માની રાખ્યું 'તું એ દુષ્કૃત્ય મિથ્યા હો ! તે પ્રતિક્રમણ.
અજ્ઞાની જીવોનો સોનગઢ ઉપર એક આપેલ છે. તેની અણસમજણ છે ને!? આક્ષેપ કરે કે સોનગઢમાં સામાયિક નહીં, પ્રતિક્રમણ નહીં, પ્રત્યાખ્યાન નહીં, આલોચના નહીં, કાંઈ નહીં! ભાઈ ! ખરેખર જ્ઞાની થાય ત્યારે જ સામાયિક, પ્રતિક્રમણ, આલોચનાને પ્રત્યાખ્યાન હોય છે. અજ્ઞાનીને સામાયિકેય ન હોય, પ્રતિક્રમણ ન હોય, પ્રત્યાખ્યાન ન હોય પણ કષાયની મંદતા હોય. કષાયની મંદતા જુદી ચીજ છે અને પ્રતિક્રમણ આલોચના-પ્રત્યાખ્યાન જુદી ચીજ છે. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સંવર-નિર્જરારૂપ છે, શુદ્ધતારૂપ છે. કષાયની મંદતા તે અશુદ્ધતા છે અને તેનાથી કર્મ બંધ થાય છે. પ્રતિક્રમણથી કર્મનો બંધ ન થાય, કર્મની નિર્જરા થાય.
પહેલાં હંમેશા મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય, પછી અવ્રતનું, પછી કષાયનું અને પછી યોગનું પ્રતિક્રમણ છેલ્લું, તીર્થકર જેવા તીર્થકર પણ દેશનાલબ્ધિ થાય અને ગિરનાર કે સમેદશિખર ઉપર જઈને, સમોસરણ વિખાઈ જાય અને છેલ્લે યોગનો વિરોધ કરે છે. યોગ નામનો આસ્રવ તેને પણ રહી જાય છે. યોગનો નિરોધ કરું એવો એમને વિકલ્પ નથી-વિચાર નથી; કેમકે મન તો મરી જ ગયું છે. પણ એ શુદ્ધોપયોગની-કેવળજ્ઞાનની એવી દશા પ્રગટ થાય છે, કે જેમાં છેલ્લું યોગનું કંપન થાય છે. પ્રદેશનું કંપન થાય છે એમાં કર્મ આવે છે. ચાર પ્રકારના કષાયોનો તો ક્ષય થઈ ગયો છે. એટલે એને અકષાય યોગ કહેવાય. યોગનો નિરોધ થાય છે. ત્યારે કંપન બંધ થઈ જાય છે, ત્યારે સિદ્ધદશાને પામે છે.
ચાર પ્રકારના આગ્નવોનો નિરોધ કરવો એનું નામ પ્રતિક્રમણ. મિથ્યાષ્ટિને મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય. અવિરતીને અવ્રતનું પ્રતિક્રમણ હોય અને મુનિરાજને સંજ્વલનના તીવ્ર અને મંદ બે પ્રકારના કષાય હોય. છઠે તીવ્ર સાતમે મંદ હોય છે. છઠે શુભઉપયોગને શુદ્ધપરિણતિ અને સાતમે એકલો શુદ્ધ ઉપયોગ હોય શુદ્ધ પરિણતિ ન હોય.
અહીંયા તો પરમાર્થ પ્રતિક્રમણમાં તો મુખ્યપણે મુનિરાજની ભૂમિકાની વાત કરે છે. પણ...મુનિ થવા પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. એટલે પહેલા આપણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કેમ થાય અજ્ઞાની જીવને એની મુખ્યતાથી અત્યારે વાત કરીએ છીએ.
ટીકા- “અહીં શુદ્ધ આત્માને.” આત્મા એટલે શુદ્ધ જ હોય. આત્મા શુદ્ધ પણ હોય અને અશુદ્ધ પણ હોય તેવા આત્માના બે પ્રકાર સર્વજ્ઞ ભગવાને જોયા નથી. અશુદ્ધતા આસ્રવની હોય એમ ભગવાને જોયું છે, અને શુદ્ધતા જીવની હોય એમ ભગવાને જોયું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ પણ.....આત્મા શુદ્ધપણ હોય અને અશુદ્ધ પણ હોય, કથંચિત્ શુદ્ધ કથંચિત્ અશુદ્ધ એમ છે નહીં. સર્વથા શુદ્ધ છે સર્વથા. આ મિથ્યાત્વના પ્રતિક્રમણની વાત ચાલે છે.
આહાહા ! એણે આત્મા જોયો નથી આવા શુદ્ધાત્માના દર્શન એક પળમાત્ર પણ કર્યા નથી, તેણે અનેક પ્રકારના ક્રિયાકાંડ કર્યા. દ્રવ્યલિંગી મુનિ પણ થયો; આ જેટલા બેઠા છે એ બધા દ્રવ્યલિંગી મુનિ થયા છે. આહાહા ! અગિયાર અંગનું ભણતર ભણ્યો, બાર પ્રકારના તપ તપ્યો પણ....એણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ ન કર્યું. મિથ્યાત્વનું અપ્રતિક્રમણ હોય અને કષાયનું પ્રતિક્રમણ થઈ જાય એમ કોઈ કાળે બને નહીં. એવો ક્રમ છે.
પહેલાં મિથ્યાત્વ જાય, પછી અવ્રત જાય, પછી કષાય જાય, પછી યોગ જાય એમ અનાદિનો એનો ક્રમ છે. આસ્રવના નિરોધ પૂર્વક જ સંવર થાય. અને આસવના નિરોધ પૂર્વક જ વિશેષ ચારિત્ર-સ્થિરતા થાય.
અહીંયાં કહે છે કે શુદ્ધાત્મા ત્રણે કાળ શુદ્ધ એટલા માટે છે કે અકર્તા છે એટલા માટે શુદ્ધ છે. કર્તા માને છે એ આત્માને શુદ્ધ માનતો જ નથી. જે આત્મા, આત્માને કર્તા માને છે; એટલે ઉપાદાનપણે કર્તા કે નિમિત્તપણે કર્તા માને છે એ આત્માને અશુદ્ધ માને છે. અને એની દષ્ટિમાં અશુદ્ધતા આવે છે. એટલે તેને અશુદ્ધની પ્રાપ્તિ થયા કરે છે. અશુદ્ધતા એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ ચાલુ જ રહે છે.
આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે એમ અહીંયાં કહે છે. આત્મા શુદ્ધ શા માટે છે? કે: કર્તા નથી માટે શુદ્ધ છે. આ ટીકાની પહેલી લીટીમાં જ લખ્યું છે.
પહેલી લીટી ફરીથી, “અહીં શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ છે. કર્તા નથી માટે આત્મા શુદ્ધ છે. કે આ પરિણામ થાય છે ને? એને કોણ કરે છે? કે તારે સાંભળવું છે? કેઃ “હા”, મારે સાંભળવું છે. એક તો પર્યાય સત્ છે માટે પર્યાય પર્યાયને કરે છે.
હવે તને બીજો એક પ્રશ્ન થશે કે પર્યાય દ્રવ્ય વિના ન હોય તો એ પર્યાયનો કર્તા કોઈ દ્રવ્ય બતાવો?! તો આ ગાથામાં બતાવે છે કે પુગલ કર્મ એ વિભાવભાવનો કર્તા છે. માટે હું કર્તાય નથી, કારયિતા” ય નથી, અને બીજો કરે છે એને ટેકો આપતો નથી. એટલે અનુમોદક નથી.
આહાહા! આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે. એ સમયસાર ૭૩ ગાથામાં કહ્યું છે કે સમસ્ત પ્રક્રિયાથી પાર ઉતરેલી (નિર્મળ અનુભૂતિ) પકારકની ક્રિયાથી પાર ઉતરેલી નિર્મળ અનુભૂતિ માત્ર હોવાથી શુદ્ધ છે. પરિણામનો કર્તા નથી માટે શુદ્ધ છે. અહીંયા પરિણામનો કર્તા નથી માટે શુદ્ધ છે. પરનો તો કર્તા નથી-નથી ને નથી જ. નિશ્ચયથી નથી ને વ્યવહારથી નથી. પણ ક્યાંય કદાચ પરિણામનો કર્તા વ્યવહારથી લખ્યું હોય તો એનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૯૮
પ્રવચન નં-૮
નિષેધ કરજે, નિશ્ચયનય વડે કે નિશ્ચયથી હું કર્તા નથી. ભલે! આપ વ્યવહા૨થી મને કર્તા બતાવો છો-આગમથી પણ હું તો એનો નિષેધ કરીશ. આપે જ મને શીખવાડયું છે કે વ્યવહા૨ સઘળોય અસત્યાર્થ-અભૂતાર્થ છે. આ ટંકોત્કીર્ણ ગાથા જૈનદર્શનનો પ્રાણ છે.
અગિયાર ગાથાના આધાર વડે મેં જાણ્યું કે આત્મા, આત્માના પરિણામનો કર્તા નથી. અકર્તા છે માટે શુદ્ધ છે. આત્મા પરિણામને કરે તો શુદ્ધ રહેતો નથી. આ તો જેને ધર્મ કરવો હોય એની વાત છે. કર્મ કરવું હોય એને કાંઈ આત્મા હાથમાં નહીં આવે.
તે કહે-કાંઈક કરવું તો જોઈએ ને? કેઃ ‘હા ’, આત્મા અકર્તા છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં લે એનું નામ સમ્યક્ પ્રકારે કરવું છે. એ ક્રિયા સ્વભાવભૂત છે. જેવો પોતાનો આત્મા છે એવા સ્વરૂપનો અંતર સન્મુખ થઈ અને એના ઉપર દષ્ટિ દેતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને એ અતીન્દ્રિય જ્ઞાનમાં આત્મા અકર્તા છે એવું ભાન થાય છે. ત્યારે કહે છે કે મિથ્યાત્વ જાય છે. તો પૂર્વે કરેલું દુષ્કૃત્ય મારૂં મિથ્યા હો તો મિથ્યા થઈ ગયું.
હવે કેવી રીતે મિથ્યા થાય છે એનું એકે'ક પ્રકારથી વર્ણન કરે છે. આ સમુચ્ચય મેં વાત કરી, હવે એક એક બોલથી વાતમાં ઉતારવું છે જુઓ! “ બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું ના૨ક પર્યાય નથી.” શું કહે છે? મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે કે: હું પૂર્વે નારકી થયો ન હતો. અનંતકાળથી ચારગતિમાં રખડતાં અનંતવા૨ નારકીપણે, મનુષ્યપણે, અનંતવાર સ્વર્ગપણે, અનંતવા૨ે તિર્યંચપણે થયો છે!? કેઃ ‘ના' એક સમયમાત્ર પણ પૂર્વે નારકી થયો ન હતો. હું નારકી થયો એમ મેં માન્યું હતું; આજે મને સ્વરૂપનું ભાન થયું કે: હું પૂર્વે નારકી થયો નહતો. નારકી થયો હતો એમ માન્યું હતું એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
"
જ્યાં અકર્તા એવા આત્માના દર્શન કર્યાં ત્યાં પૂર્વનું જે શલ્ય હતું એ વર્તમાનમાં આલોચના થઈને નીકળી ગયું, અને વર્તમાનમાં હું મનુષ્ય નથી એમ જ્યાં ભાન થયું. ત્યાં પૂર્વે મનુષ્ય ન હતો, પૂર્વે નારકીમાં ગયો નથી. પૂર્વે સ્વર્ગમાં આત્મા ગયો નથી. આત્મા તો પારિણામિક ભાવમાં રહેલો છે. આત્મા પર્યાયમાં ક્યાં જાય છે?! પર્યાયમાં જાય તો પર્યાયને કરે ને !? ‘ તદ્દરૂપો ન ભવિત '. ભગવાન આત્મા અનાદિ અનંત નિષ્ક્રિય છે.
આ વાત એવી ઊંચી છે કે: એક રૂપિયાની લોટરી ભરે અને કરોડ રૂપિયા આવે, અને થોડો પ્રયત્ન કરે ને કામ થઈ જાય. એની શ્રદ્ધા પલટાવી જોઈએ. એની જે મિથ્યા માન્યતા છે “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ”, આહાહા! આ બધું કામ મારાથી થાય છે!? ભાઈ માનતો ’ તો ભલે, પણ આજે જ્યાં પરમાર્થ પ્રતિક્રમણની વાત સાંભળી, અરે! હું તો અકર્તા છું. અકર્તા છું કેઃ અકર્તા થયો ?! કહે-અકર્તા છું આજે હું અકર્તા છું અને ત્રણેકાળ અકર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૯ રહ્યો હતો મેં મને કર્તા માન્યો એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ !
આત્મા જાણનાર છે, કરનાર નથી ભાઈ ! આત્મા જ્ઞાતા છે કર્તા નથી. કર્તબુદ્ધિ રાખીને મરી ગયો ધર્મ ન થયો. ધર્મ થાય તો સુખી થાય. ધર્મનો કરનાર નથી ત્યારે ધર્મ થાય છે. ધર્મનો કરનાર નથી ત્યારે ધર્મ થયા વિના રહેશે નહીં. અને જે ધર્મનો કર્તા થાય એ અધર્મનો કર્તા થઈ ગયો, તો આત્મા શુદ્ધ રહેતો નથી. અશુદ્ધ આત્મા જ દષ્ટિમાં આવી ગયો.
થવા યોગ્ય થાય છે અને જાણે છે. આત્મા કરનાર નથી આત્માને કરનાર ન દેખો; આત્માને જાણનાર દેખો. જાણનારને જાણનારપણે દેખો! પણ દેખો જાણનારને. હવે જાણનારને કરનાર પણ ન દેખો. કળશટીકામાં કહ્યું, અરે ! આવી ભેદજ્ઞાનની વાત અમે કહીએ અને ક્યો જીવ એવો હોય કે જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય!? ક્યો જીવ એવો હોય કે એને શુદ્ધાત્માની દષ્ટિ ન થાય ?! આવું ચોખ્ખું હથેળીમાં બતાવીએ છીએ કે આ જીવ છે અને આ અજીવ છે.
જીવ અકર્તા છે તેથી અકર્તાને કર્મ ન હોય, કર્તા હોય એનું કર્મ હોય, પણ અકર્તાને કર્મ ન હોય. જો અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી.
આમ તો અમારે રવિવારે-બુધવારે કળશટીકા ચાલે છે. પણ...એમ વિચાર આવ્યો કે એક ઊંચી વાતનો સ્વાધ્યાય અમે કરીએ છીએ, તો એમ થયું કે એક વાત આજે કહી દેવી. આત્મા અકર્તા છે એ ઊંડા સંસ્કાર રહેશે ને તો કામ થઈ જશે, એની કર્તા બુદ્ધિ છૂટી જશે. કર્તા બુદ્ધિ અભિમાન છે. મરી ગયો અભિમાન કરીને.
આત્મા શુદ્ધ કેમ છે એ ખબર છે? કે અકર્તા રહી ગયો છે માટે શુદ્ધ છે. ટીકાની પહેલી લીટીમાં માલ ભર્યો છે. શુદ્ધ આત્માને “શુદ્ધ' એવું વિશેષણ કેમ મુકયું? કે કર્તા નથી માટે. આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. સકળ કર્તુત્વનો અભાવ કર્યો એમ નથી લખ્યું. આત્મામાં કર્તાપણાનો અભાવ જ છે, માટે અકર્તા છે, અને અકર્તા હોવાથી શુદ્ધ છે એમ. પહેલા કર્તા બનતો હતો અને એ કર્તાપણું છૂટયું માટે અકર્તા થયો એમ નથી.
ત્રણેકાળ આત્મા અકર્તા છે. કેમકે પૂર્વે નારકની પર્યાયનો કર્તા પુદગલ હતો, એને પુદ્ગલ કરતું 'તું; કરનાર નહતો. કરતો નથી કરાવનાર નથી અને કર્તાને અનુમોદન કરતો નથી. હું તો જાણનાર છું.
આત્મધર્મ અંક છે તેમાં ગુરુદેવે બહુ ઊંચી વાત કરી છે. તેમાં ૧૫૪મો બોલ છે તેમાં ચોથાબોલમાં એમ કહ્યું કેઃ જેમ સિદ્ધ ભગવાન જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર છો. સિદ્ધની જેમ? કે “હા.' સિદ્ધની જેમ જાણનાર દેખનાર છો. સિદ્ધથી જુદો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
પ્રવચન નં-૮ પડ્યો ને હું કર્તા છું એમ માન્યું તો સંસાર ઉભો થશે. અને હું જાણનાર દેખનાર છું સિદ્ધની જેમ તો વર્તમાનમાં અનુભવ થશે અને અલ્પકાળમાં સિદ્ધ થઈ જઈશ.
પહેલા સિદ્ધ સામે જોયું પછી અહીંયા જોયું. પહેલા સિદ્ધની સામે જોવું, કે: સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે; તેમ હું પણ જાણનાર દેખનાર છું તો અહીં આવ્યો અને “હું પણ,” આવ્યું ને? “પણ” કેમ જડયું? કેઃ તમે જાણનાર-દેખનાર અને હું પણ જાણનાર દેખનાર. હું તમારાથી જરાય જુદો નથી. તમારામાં શું ક્રિયા થાય છે? કેઃ જાણવા-દેખવાની મારામાં શું થાય છે? કેઃ જાણવા-દેખવાની. મારામાં મિથ્યાત્વની ક્રિયા થાય છે ને? કેઃ “ના.' એ પુદગલ કરે છે તું એને નથી કરતો. હું!? આ રાગ-દ્વેષ ને કોણ કરે છે? પુદગલ કરે છે. આમાં નિયમસારમાં ચોખ્ખો પાઠ છે. કાંઈ ઘરની વાત નથી.
હું નારક પર્યાય નથી, કેમકે પૂર્વે આરંભ અને પરિગ્રહ મેં કર્યા જ નથી. કેમકે મારામાં પૂર્વે કરવાપણાનો જ અભાવ હતો. નરકમાં જીવ જાય છે અને નારકની પર્યાય જે મળે છે એ ખૂબ, હિંસા-જુદું-ચોરી-વ્યભિચાર-પરસ્ત્રીગમન-ઈત્યાદિ એ જે પરિણામ છે, એ આરંભ અને પરિગ્રહના પરિણામથી જીવ નરકમાં જાય છે. પણ એ આરંભ-પરિગ્રહને તે કરતો નથી. એટલે જીવને નરકની પર્યાય પૂર્વે એને થઈ જ નથી. શ્રેણિક મહારાજા નારકની પર્યાયથી રહિત ભગવાન આત્મામાં બેઠા છે. અત્યારે એ નરકની પર્યાયમાં નથી. અને શ્રેણિક મહારાજાનાં જીવે આરંભ અને પરિગ્રહ પૂર્વે કર્યો નથી. કેમકે કાર્યનું કારણ તો આરંભ અને પરિગ્રહ છે તેનાથી મારો આત્મારહિત છે. હું આરંભ પરિગ્રહ કરું તો નરકમાં જાઉં ને!?
આહાહા ! આવો જીવ એણે જોયો નથી. આવા શુદ્ધાત્માના દર્શન એક સમયે માત્ર એણે કર્યા જ નથી. એક સમય જે દર્શન થઈ જાય તો વર્તમાનમાં આલોચના, ભૂતકાળનું પ્રતિક્રમણ અને ભવિષ્યકાળનું પ્રત્યાખ્યાન-પચખાણ થાય. હું પચખાણ લઉં છું ભવિષ્યમાં હું પ્રતિજ્ઞા કરું છું કે રાગને કરીશ એવો અભિપ્રાય મને હવે આવવાનો નથી. મોક્ષમાં જતાં પહેલા દેવ પર્યાય અને મનુષ્ય પર્યાય આવશે, પણ તે-તે પર્યાયને હું કરું અને દેવ-મનુષ્ય પર્યાય મે કરી એવો ભાવ આવશે નહીં. કેમકે દેવ પર્યાયને યોગ્ય શુભભાવ અને મનુષ્ય પર્યાયને યોગ્ય મિશ્રભાવ, એ ભાવ મારામાં છે જ નહીં ને!? તો પછી તેને હું કરું ક્યાંથી? હું કરું તો દેવ-મનુષ્ય થાઉં ને?! બહુ ઊંચા પ્રકારની ગાથા છે.
રત્નની ગાથા કોને કહે? પાંચ રત્ન. આ શંખલાની ગાથા નથી. શંખલાની કાંઈ કિંમત નહીં.
અરે! તું તારા સ્વરૂપને જોઈ લેને એકવાર! અમે કહીએ છીએ કે આ તારું સ્વરૂપ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૧ સર્વજ્ઞ ભગવાને કહ્યું અને અમે અનુભવ્યું અને અનુભવીને કહીએ છીએ કેઃ “આત્મા અકર્તા છે.” કેમ શા માટે અકર્તા છે? કે કાર્યનો કર્તા નથી, પરિણામનો કર્તા નથી, ચૌદમાર્ગણાસ્થાન, રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ તેને વર્તમાનમાં તો કરતો નથી....અને ભૂતકાળમાં કર્યા નથી અને ભવિષ્યકાળે કરવાની વાત તો રહેતી જ નથી. કેમકે બે-ચાર ભવમાં તો સિદ્ધ થવાનો છે.
આહાહા! કરવાનો કાંટો કાઢી નાખ, “હું જ્ઞાતા છું કર્તા નથી બસ.” “હું જાણનાર છું કરનાર નથી.' કેવળ જાણનાર છે. કથંચિત કર્તા અને કથંચિત્ જ્ઞાતા એવું અનેકાન્ત કરો ને?! કહે એવું અનેકાન્ત નથી. “જ્ઞાતા છું ને કર્તા નથી' એનું નામ અસ્તિ-નાસ્તિ અનેકાન્ત છે. આ અપૂર્વ વાત છે. કઠણ તો છે પણ છે અમૃત જેવી. બેસે તો ન્યાલ થઈ જાય. સંતોની વાત અપનાવવા જેવી છે. અજ્ઞાનીઓની વાત અપનાવવા જેવી નથી. અજ્ઞાનીની વાત સાચી લાગશે તો પોતાનું અજ્ઞાન પુષ્ટ થશે અને જ્ઞાનીઓની વાત સાચી લાગશે તો અલ્પકાળમાં મુક્તિ થશે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે; અભાવ થવાને લીધે નહીં. ત્રણેકાળ આરંભ અને પરિગ્રહ એવા જે પરિણામ, પરિણામમાં જે દોષ આવે છે, એ પરિણામ આત્માએ કર્યો નથી. તો એ પરિણામ ભૂતકાળમાં કોણે કર્યા? કેઃ એને પુદ્ગલ કરતો હતો હું કરતો ન હતો તેનું આજે મને ભાન થયું. મને ભૂતકાળમાં એમ લાગતું હતું કે હું કરતો હતો, આજે મને ભાન થયું કે હું કરતો ન હતો, હું તો કર્તાપણું માનતો હતો. માટે એ મારું મિથ્યાત્વ હતું.
આજે અકર્તાના દર્શન થયા તો એ જ્ઞાન એટલું લંબાઈ ગયું કે ભૂતકાળમાં ય અકર્તા, વર્તમાનમાં અકર્તા અને ભાવિકાળે પણ હું અકર્તા રહેવાનો છું. એક સમય તો સૌ સમય. આજે મને અકર્તા છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું તો જ્ઞાન લંબાઈ જાય છે કે ઓહોહો ! ત્રણેકાળ અકર્તા હતો. તો નારક પર્યાય કોણે કરી? મને કહેશો મા કે નારકીના ભાવ મેં કર્યા હતા, મને બોલાવશોમાં (પ્રશ્ન) તો આપે નથી કર્યા? કેઃ “ના” , નથી કર્યા. તું મને જો ને? તો તને ભાસશે કે હું કર્તા ન હતો. (પ્રશ્ન) હું તમને જોઈને કહું છું, શાસ્ત્રમાં આવે છે કે ભૂતકાળમાં નારકની પર્યાય કરી હતી. (ઉત્તર) આ જે તું જુએ છે એ તો અજીવ છે. અજીવને જોતાં મારું સ્વરૂપ તને ખ્યાલમાં નહીં આવે. તું મને જો ને? આત્માને જ ને? પણ....તમને કેમ જોવા!? કેઃ તું તારા આત્માને જોઈને મારા સામે જો, તો તારું કામ થઈ જશે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે. હું નારક પર્યાય નથી. સંસારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦૨
પ્રવચન નં-૮
જીવને બહુ આરંભ અને પરિગ્રહ વ્યવહા૨થી હોય છે.” આહાહા! દ્રવ્યમાં આરંભ પરિગ્રહ નથી. પર્યાયમાં હિંસાના પરિણામ આવે ત્યારે આત્મામાં હિંસાના પરિણામ થતા નથી. હિંસાના પરિણામ પર્યાયમાં થાય અને દ્રવ્યમાં ન થાય. જેમાં હિંસાના પરિણામ ન હોય તે આત્મા. હિંસાના પરિણામ અહિંસાના પરિણામ થાય એ અનાત્મા છે, એ અજીવ છે. એ બધા અજીવના ખેલ છે. ‘એકસ્ય હી પુદ્દગલસ્ય નિર્માણમ્'. એ બધા પરિણામ એકમાત્ર પુદ્દગલના જ છે, આત્માના એ પરિણામ નથી.
સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. પર્યાયમાં જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી પર્યાયમાં હોય છે. પર્યાયમાં આરંભ પરિગ્રહ હોય ત્યારે દ્રવ્યમાં આરંભ પરિગ્રહના ભાવકર્મ એમાં આવી ગયા એમ છે નહીં. આત્મા તો ત્રણેકાળ શુદ્ધ છે. પર્યાયમાં અશુદ્ધતા છે ત્યારે દ્રવ્ય શુદ્ધ છે. વ્યવહારથી હોય છે એટલે કે પર્યાયમાં હોય છે. વ્યવહારથી હોય છે એટલે નિશ્ચયથી હોતા નથી.
શું કહ્યું ? વ્યવહારથી હોય છે એટલે કે વ્યવહારનયના વિષયમાં હોય છે. પણ.....નિશ્ચયનયના વિષયમાં આરંભ પરિગ્રહ હોતો નથી. આ તો ચારેબાજુથી સર્વાંગી શાસ્ત્ર છે. વ્યવહારથી હોય છે વ્યવહારથી એટલે ? વ્યવહારનયનો વિષય જે ભેદ-પર્યાય એમાં આરંભ પરિગ્રહ છે. જેમ શુદ્ઘનયનો વિષય શુદ્ધ આત્મા-જ્ઞાનાનંદ પરમાત્મા છે એમાં એ ભાવ નથી. વ્યવહારથી હોય છે અને નિશ્ચયથી હોતા નથી.
**
“ અને તેથી તેને ના૨ક આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે, પરંતુ મને ”, ‘મને ’ એટલે આત્માને ! ‘મને ’ એટલે ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન ન લેવા. ‘મને ’ (સ્વમાં ) અહીંયાં લેવું. જ્યારે આરંભ પરિગ્રહ પરિણામમાં છે ત્યારે? ‘મને શુદ્ધનિશ્ચયનયના બળે', પેલું વ્યવહારનયથી આરંભ પરિગ્રહ પર્યાયમાં હતા તેવું જ્ઞાન કરાવ્યું. પર્યાયનું જ્ઞાન કરવું છે પર્યાયના નિષેધ માટે. પરિણામમાં ભલે હો! પણ શુદ્ધાત્મામાં એ થતા નથી.
આસવથી જુદો આત્મા છે. આસવને આત્મા બેય જુદી ચીજ છે. “પરંતુ મને શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” હું તો એક શુદ્ધાત્મા છું. શુદ્ઘજીવાસ્તિકાય એટલે અસંખ્યાત પ્રદેશી જીવદ્રવ્ય. બહુ પ્રદેશીને અસ્તિકાય કહેવાય. કાળાણું છે એક પ્રદેશી અને પુદ્ગલ પરમાણું છે એ પણ એકપ્રદેશી, અને બધાના ભગવાન આત્મા એ બહુ પ્રદેશી હોવાથી..... શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.
આરંભ અને પરિગ્રહના પરિણામ વ્યવહારનયે પર્યાયમાં છે. અને નિશ્ચયનયથી જોવામાં આવે તો! પરિણામ છે ત્યારે પરિણામને ગૌણ કરીને હું મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું એટલે કે શુદ્ઘનિશ્ચયનયના બળે એ આરંભ પરિગ્રહ મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૩ નરકનું કારણ આરંભ પરિગ્રહ છે. નારકની પર્યાયનું કાર્ય થયું તો એનું કારણ તો કો'ક હોવું જોઈએ. તો તેનું કારણ કોણ છે? કે આરંભ પરિગ્રહના પરિણામ. કે એ પરિણામ કારણ છે? કે આત્મા કારણે થયો નારકીમાં? કે: આત્મા ત્રણકાળમાં એનું કારણ થતો નથી. તેમાં કર્તાપણું નથી અને કારણ પણું પણ નથી. કર્તા નથી એટલે ઉપાદાનપણે કર્તા નથી. અને નિમિત્તપણે પણ આત્મા કરતો નથી.
માટે મને શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી”, એટલે હું શુદ્ધ રહી ગયો છું. ત્રણેકાળ આત્મા શુદ્ધ છે. નિગોદનો આત્મા અત્યારે શુદ્ધ છે. આ કૂતરા-બિલાડા-ઢોર છે ને! એના આત્માઓ અત્યારે વર્તમાનમાં શુદ્ધ છે. જયપુરમાં એક દિલ્હીવાળા માજીએ પ્રશ્ન કર્યો, કે અમારે ત્યાં પંડિતો કહે છે કે જ્યાં સુધી સંસારી જીવ હોય ત્યાં સુધી આત્મા અશુદ્ધ થઈ ગયો! ખોટી વાત છે એ. એક સમયમાત્ર આત્મા અશુદ્ધ થતો નથી.
અશુદ્ધતા આસવની છે પણ જીવની નથી. જીવની શુદ્ધતા અને આસ્રવની અશુદ્ધતા તો ક્યો જીવ સાચો !? શુદ્ધ આત્મા જ સાચો. અશુદ્ધ તો આસ્રવ છે. એ આસ્રવ તો જીવ છે નહીં, એ તો પર્યાય છે. એક સમયની મલિન. એનાથી જુદો આત્મા છે એને દષ્ટિમાં લે ને ભાઈ !
આહા! વ્યવહારે છે નિશ્ચયે નથી એમ કહ્યું ને ?! વ્યવહારે એટલે એની પર્યાયમાં આરંભ પરિગ્રહ થાય, અને નારકની પર્યાય સંસારી જીવને સંયોગમાં આવે-જ્યારે પર્યાય આરંભ અને પરિગ્રહને કરે છે, અથવા પુદ્ગલ કરે છે ત્યારે આત્મા એને કરતો નથી. પણ થાય એને કરે નહીં ? કે: “હા”, એ જ ખૂબી છે. થાય છે માટે કરતો નથી. થવા યોગ્ય થાય છે માટે કરતો નથી. એ પર્યાયમાં સત્ અહેતુક એના અકાળે આરંભપરિગ્રહના પરિણામ આવે છે. કષાયના પરિણામ આવે છે પણ ભગવાન આત્મા એનાથી જુદો રહી ગયો.
પાણી ઉષ્ણ થાય પર્યાયમાં ત્યારે પણ પાણી શીતળ રહી જાય છે. (પ્રશ્નો પર્યાયમાં ઉષ્ણતા છે ત્યારે? કે ત્યારે જ શીતળ છે. (પ્રશ્ન) કેટલા ટકા? (ઉત્તર) સો ટકા. (પ્રશ્ન) પચાસ ટકા ઉનું અને પચાસ ટકા ઠંડુ (ઉત્તર) કે નહીં? સો ટકા એનો સ્વભાવ શીતળ અને સો ટકા એની પર્યાય ઉષ્ણ છે. બન્નેમાં સો એ સો ટકા છે. તેમાં ટકાવારીની વહેંચણી નથી. એનાથી આગળ કહે છે કે એ પાણીની પર્યાય જ નથી. એ તો અગ્નિની અવસ્થા છે. કેમકે સામાન્યની સાથે વિશેષ મળતું આવતું નથી.
સામાન્ય પડખું શીતળ હોય અને વિશેષ એની પર્યાય ઉષ્ણ હોય એમ છે નહીં. લક્ષણ ભેદે ભેદ છે (પ્રશ્ન) તો પછી ઉષ્ણતા કોની છે ? (ઉત્તર) અગ્નિની છે. (પ્રશ્ન) ક્યારે ? (ઉત્તર) કે પાણી ઉષ્ણ છે એમ વ્યવહારીજનો કહે છે ત્યારે! જ્ઞાનીઓ તો કહેતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૪
પ્રવચન નં-૮ અને અજ્ઞાનીની નજર પર્યાય ઉપર છે, પર્યાયદષ્ટિથી પાણી ઉનું કહે છે, દ્રવ્યદૃષ્ટિથી જ્ઞાનીઓ કહે છે કે પાણી શીતળશીતળ અને શીતળ. ઉષ્ણતા અગ્નિની છે પાણીની નથી.
આ કોને પડી છે-નિશ્ચય શું ને વ્યવહાર શું ને ઉપાદાન શું ને નિમિત્ત શું? છે તો સાવ સાધારણ થોડું છે કાંઈ ઝાઝું નથી. આચાર્ય ભગવાન કહે છે વધારેમાં વધારે છ મહિના તું આત્માનો રુચિપૂર્વક અભ્યાસ કરે તો તને આત્માની પ્રાપ્તિ થશે, અનુભવ થશે.
આ પંચમકાળમાં આત્માનો સાક્ષાત્કાર થાય છે ભગવાનના દર્શન થાય છે. ભગવાન તો દર્શન દઈ રહ્યો છે પણ આ લેતો નથી. લે એટલી વાર છે. આહાહા! બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે; આહા ! હુજી અનુમાનમાંય ન આવે તો અનુભવ તો ક્યાંથી આવે ? જણાઈ રહ્યો છે ભાઈ ! તમે આત્મા જણાઈ રહ્યો છે. શું કહ્યું? આ પહેલા બોલની વાત થઈ.
વ્યવહારે આરંભ પરિગ્રહ પર્યાયમાં થાય, પણ એ વખતે આચાર્ય ભગવાન કહે છે કે “નિશ્ચયનયના બળે મને” એ ભાવોનો મારામાં ત્રિકાળ અભાવ છે. હું તો ત્રણેય કાળ શુદ્ધ રહેલો છે. ત્રણેયકાળ આરંભ પરિગ્રહના પરિણામ વખતે એ પરિણામનો હું અકર્તા છું. તો એ પરિણામને કાં પર્યાય પર્યાયને કરે છે, અને કાં એ પર્યાયને પુદ્ગલ કરે છે. અહીંયાં પુદ્ગલ કરે છે હું કરતો નથી, પુગલ પાસે કરાવતો નથી, અને પુદગલ કરે છે અને હું અનુમોદન આપતો નથી ટેકો આપતો નથી. એવી અપૂર્વ વાત કરે છે. ' પૂર્વે નારક પર્યાય કરી નથી; કરાવી નથી, અને અનુમોદન કરતો નથી. અને એના કારણરૂપે આરંભ પરિગ્રહું હતો એનો પણ હું ભૂતકાળમાં કરનાર ન હતો મેં માન્યું 'તું! પણ હું કર્તા-કારણ ન હતો એમ આજે ખબર પડી. એ વખતે પુદ્ગલ કરતો 'તો ને માનતો 'તો કે મેં કર્યું. પણ આજે ખબર પડી કે ત્રણેકાળ પરિણામ પુદ્ગલ કરે છે. કેમ? કે અકર્તાને કર્મ ના હોય, કર્તાને કર્મ હોય. અકર્તાને કર્મ કહો તો અકર્તા રહેતો નથી. અને આત્મા ત્રણેકાળ અકર્તા રહી ગયો છે સુમનભાઈ ! સુક્ષ્મવાત છે જરા !
આ ૪૫-૪૫ વર્ષ ગુરુદેવનો ઉપદેશ એ હતો કે દષ્ટિનો વિષય દૃષ્ટિમાં લે! શ્રદ્ધામાં લે ! પાંદડા તોડ્યા પણ મૂળિયું સાજુ રાખ્યું. નારકીનો એક બોલ થયો હવે બીજો બોલ.
“તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે-હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું.” “સદા” શબ્દ વાપર્યો છે. કેઃ તમે તિર્યંચ પર્યાય પૂર્વે કરી 'તી ને? અત્યારે તમે તિર્યંચ નથી, અત્યારે તમે મનુષ્ય પર્યાય કરી છે તેમ અજ્ઞાની કહે હોં !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૫ અત્યારે તમે મનુષ્ય પર્યાય કરી છે, અને મનુષ્ય પર્યાયમાં છો. વળી ભૂતકાળમાં તમે તિર્યંચ પર્યાય કરી હતી. આહાહા! કે કોઈ કાળે “સદા કાળે તિર્યંચ પર્યાય કરી નથી. નિગોદ એ તિર્યંચનો એક ભેદ છે. એ તિર્યંચના ભેદમાં એકેન્દ્રિય પણ આવી જાય છે. (અજ્ઞાની પ્રાણીને કહે છે) કે મફતનો તું શું કામ મને આળ દે છે. નિગોદની પર્યાય તિર્યંચની હુતી ને !? એને મેં કરી નથી. કેમ ? એ અશુભ ભાવનો મારામાં અભાવ છે, માટે સદાય કર્તુત્વનો અભાવ છે. “સદા” શબ્દ વિશેષણ મૂકયું છે.
આહા ! એ ઝાઝી વખત તિર્યંચમાં રહ્યો છે માટે “સદા” શબ્દ વાપર્યો છે. તે કાયમ માટે નરકમાં નથી રહ્યો. ભૂતકાળમાં નિગોદનો કાળ અનંતો ગયો. નિગોદમાંથી માંડ કોઈ વખત ૬૦૮ જીવ બહાર નીકળે એમાં નંબર લાગી ગયો. બાકી તો નિગોદમાં કેટલાય જીવ એવા છે કે હજુ ત્રસમાં આવ્યા નથી. અને છતાં નિગોદની પર્યાય વ્યવહારે હોય છે. છતાં નિશ્ચયે એનો કરનાર નથી. તો એનો કરનાર કોણ છે? એનું કારણ કોણ છે? એ બતાવે છે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મ”, અશુભભાવ તો છે જ પણ સાથે માયા કપટનો ખેલ ખેલે છે એટલે આડુ શરીર છે. કપટી હોય ને કપટી એ આડોડીયો હોય એટલે આવું શરીર એને મળે છે. વર્તમાનમાં ભલે મનુષ્ય હોય પણ જો આડોડાઈ કરે કપટ કરી બીજાને છેતરે તો આયુષ્ય બંધાવાનો કાળ હોય એ વખતે તો તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત”, માયા-કપટ મિશ્રિત અશુભ પાપ ભાવ, પાપના પરિણામ એ કર્મનો અભાવ હોવાને લીધે; પર્યાયમાં સદ્દભાવ દ્રવ્યમાં તેનો અભાવ. આ કોઈ અચંબો પમાડે અને અજ્ઞાનીને ઘડીકમાં બેસે નહીં એવી વાત છે.
પર્યાયમાં પાણી સો ટકા ઊનું અને પાણી સો ટકા શીતળ. પર્યાય ઊની ત્યારે પાણી શીતળ છે. અગ્નિ ઉષ્ણ અને પાણી ઠંડું છે. વ્યવહારે પાણી ઊનું, નિશ્ચયે અગ્નિ ઉષ્ણ છે. વ્યવહારે પાણીની પર્યાય છે ને? માટે એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારથી પાણી ઉષ્ણ થયું છે, પણ નિશ્ચયન થી પાણી ઉષ્ણ થયું નથી. તો ઉષ્ણ કોણ થયું છે? કેઃ અગ્નિ. અને ઠંડું કોણ રહ્યું છે? કે: પાણી ઠંડું રહે છે અને અગ્નિ ઉષ્ણ થાય છે.
આહા ! એ પાણીની પર્યાય નિમિત્તના સંગમાં ગઈ છે ને? તો પાણીની નૈમિત્તિક પર્યાય ઉષ્ણ થઈ તો વ્યવહારે પાણી ઊનું થયું એમ કહેવામાં આવે છે. જાવ! પાણી ગરમ થઈ ગયું છે નાહી લો! એમ કહેવાય ને? વ્યવહારીજનની ભાષા વ્યવહારની હોય છે સમજી ગયા! પણ ખરેખર પાણી પોતાના નિજ સ્વભાવને છોડતું નથી. ઉષ્ણ થાય છે એ ચીજ બીજી છે. આહાહા ! એ પાણી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
પ્રવચન નં-૮ જેમ ઉષ્ણતામાં પાણી વ્યાપક નથી, ફેલાતું નથી, પ્રસરતું નથી, એમ માયા-કપટ મિશ્ર પરિણામ થયાને તિર્યંચની પર્યાયમાં, ભૂતકાળમાં મારો ચેતન આત્મા એમાં વ્યાપતો નથી. મને આળ દઈશમાં “હું તો ત્રણેકાળ અકર્તા છું.” ભૂતકાળમાં માયા-કપટના ખેલ તમે કર્યા છે? કહે>મેં નથી કર્યા. (પ્રશ્ન) તમે જુઠું બોલો છો? “ના”, હું સાચું બોલું છું. હું ક્યાં ઉભો રહીને કહું છું એ તને ખબર નથી. તું પર્યાયની સામે જોઈને કહે છે કે તમે જૂકી. અમે દ્રવ્યની સામે જોઈને કહીએ છીએ કે અમે સાચા છીએ. જોવા જવાની દૃષ્ટિમાં મોટો ફેર છે. “પકડ પકડમેં ફેર હૈ.”
મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી.” પણ વર્તમાનમાં તો તમે મનુષ્ય છો ને? મનુષ્ય નથી, તું કોની વાત કરે છે?! આત્માની વાત કરે છે કે અનાત્માની ? અનાત્મા મનુષ્ય છે એ વાત સાચી છે, પણ આત્મા મનુષ્ય નથી. કેમકે જે આ મનુષ્યની પર્યાય પ્રગટ થઈ છે એને યોગ્ય દ્રવ્યકર્મ અને ભાવકર્મનો મારામાં ત્રણેકાળ અભાવ છે.
એ મનુષ્ય પર્યાયને યોગ્ય શુભભાવ મેં કર્યો નથી. કેમકે હું ત્રણેકાળ અકર્તા છું. પરિણામનો કર્તા હું થાતો નથી. એને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી. અત્યારે છે ત્યારે નથી એમ દેખાય છે. અને નથી. એમ દેખાય જાય ત્યારે આત્મા દેખાય જાય. મનુષ્ય પર્યાયમાં આત્મા છે તો એ એમાં દેખાતો નથી. મનુષ્યને આત્મા માને ત્યાં સુધી આત્મદર્શન થતા નથી.
મનુષ્ય પર્યાયને જીવ માને ત્યાં સુધી જીવ એને જાણવામાં આવતો નથી. એ તો શરીરને આત્મા માનવા માંડયો. આહાહા! શરીર તો આત્મા નથી. સોભાગભાઈ–શ્રીમદ્ રાજચંદ્રજીના પટ્ટ શિષ્ય હતા. થોડા સમયથી બિમાર હતા પથારીમાં હતા. થોડા દિવસ પહેલાં તેમને આત્માનો અનુભવ થયો પછી શ્રીમદ્જી ઉપર કાગળ લખે છે-“હે કૃપાળુદેવ આપની કૃપાથી આજે મને આત્મા અને દેહ બેફાટ જુદા ભાસ્યા. બે ફાટ હોં?! બે ફાટ એટલે બે જુદા. આ દેહને આત્મા માને છે ત્યાં સુધી ધર્મ નહીં થાય. મનુષ્ય તે જીવ એ વ્યવહારનું કથન છે. નિશ્ચયનું કથન મનુષ્ય પર્યાયથી ભિન્ન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા અકારકને અવેદક છે.
સમ્યક્દર્શન વિના ધર્મની શરૂઆત ત્રણકાળમાં નથી. ગમે તેવા દાન કરે, શિયળ કરે, તપ કરે, જપ કરે જાત્રા કરે, દાન આપે, શાંતિભાઈ ! દેવલાલીમાં મંદિર બાંધવા માટે પાંચ લાખ રૂપિયા આપે, એમાં કાંઈ ધર્મ નથી. શુભભાવ છે પણ એ શુભભાવનો કરનાર આત્મા છે એમ માને તો મિથ્યાત્વનો દોષ લાગશે. કેમકે શુભભાવનો કરનાર પુદ્ગલ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૭ શુભભાવને પુદ્ગલ કરે છે? “હા, ભાઈ ! પુદ્ગલના સંગે થાય છે ને? માટે પુદ્ગલને કર્તા કહ્યો છે. આત્માને અકર્તા બતાવવા માટે એને પુદ્ગલ કરે છે એવું એમાં પ્રયોજન છે. એમાં સ્વચ્છેદ ન થાય. કેમકે જેના સંગે થાય ને એનો કર્તા ગણીને એને નિમિત્ત-નૈમિત્તિકને કન્વર્ટ કરીને કર્તા કર્મમાં ખતવી નાખ્યું. ત્યારે અહીં જ્ઞાન પ્રગટ થાય છે.
“દેવ” નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુંગધ સ્વભાવવાળા પુદ્ગલદ્રવ્યના સંબંધનો,” એ દેવનું શરીર હોય ને સ્વર્ગમાં એને સુગંધ બહુ હોય. શરીર સુગંધી હોય, પુણ્યની પ્રકૃતિ છે. “દેવ-પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવવાળા પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે ” કે ભૂતકાળમાં અનંતવાર સ્વર્ગનો દેવ નથી થયો!? કે: “ના', હું દેવ થયો જ નથી. અને જે સુગંધી શરીર છે એ તો પુદ્ગલની રચના છે, મારી રચના નથી. આહાહા ! નિશ્ચયથી મારે “દેવ” પર્યાય નથી. આવી અલૌકિક વાત છે. આમાં ભેદજ્ઞાનની કળા છે.
ચાર પ્રકારની દેવ-મનુષ્ય આદિની પર્યાય એનાથી આત્મા જુદો છે. એની પર્યાયથી જુદો અને એના કારણથી પણ જુદો છે. ચારેય પર્યાયના કારણો આપ્યાને?! તીવ્ર અને મંદ કષાય અને એના કારણ એનાથી આત્મા જુદો છે.
ચારગતિનું કારણ એ વિભાવ પર્યાય-ભાવકર્મ છે. જીવ એમાં કારણ નથી કેઃ જીવ તો પરિણમે છે ને? કે એ તો પરિણમતો જ નથી એ અપરિણામી છે. પરિણમે તે જીવ ન હોય. અપરિણામી જ્ઞાતા તે જીવ હોય. કર્તા તે જીવ ન હોય. અકર્તા તે જીવ હોય. અહીં તો એકલી નિશ્ચયની વાત છે. નિશ્ચય એટલે સાચી.
આ તો ૪૫ વર્ષથી બોધ મળ્યો એટલે આટલું સાંભળને કહેવાય. બાકી તો સાંભળનારાય ન હોય. અને કહેનાર કો'ક નીકળે તો એને ગાંડો કહીને કાઢી મૂકે. આ મનુષ્ય પર્યાય ચોખ્ખી દેખાય છે? કયા જ્ઞાનથી જુએ છે તું? કેમ અમારી પાસે જ્ઞાન છે એનાથી જોઈએ છીએ. ગુરુ કહે–આ મનુષ્ય પર્યાય છે એ જ્ઞાનથી ન દેખાય. એમાં ઇન્દ્રિયજ્ઞાનનું કામ નથી. ઈન્દ્રિયજ્ઞાનથી જુદુ ન દેખાય. અતીન્દ્રિયજ્ઞાનથી જુદુ દેખાય. સત્ય અતીન્દ્રિયજ્ઞાનથી દેખાય અને અસત્ય ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય. હોય એનાથી જુદુ ઇન્દ્રિયજ્ઞાન દેખે, અને અતિન્દ્રિયજ્ઞાન જેવું હોય એવું દેખે.
પેલો કહે અમને દેખાય એવું કહીએ છીએ. બધાય મનુષ્ય છે. તને દેખાય છે એવું કહે છે ને? તારી દેખવાની દષ્ટિ ખોટી છે. પર્યાય દષ્ટિથી તું જોશને? સંયોગી દષ્ટિથી તું જોશ ! સ્વભાવ દૃષ્ટિથી તું જ! સ્વભાવ દષ્ટિ તે સમ્યક્રદૃષ્ટિ છે. પર્યાયદષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે એવું વાક્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
પ્રવચન નં-૯ સમયસાર નિયમસાર બે અધ્યાત્મની પરાકાષ્ટા છે. જેમ આત્માની જ્ઞાન-દર્શન બે આંખ છે તેમ તેવા આ બે શાસ્ત્ર છે. પ્રવચનસાર જ્ઞાનપ્રધાન-શેયપ્રધાન છે, આ દષ્ટિ પ્રધાન, દષ્ટિ સાચી થાય એણે પ્રવચનસાર વાંચી લીધું. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૨ સાંજનું પ્રવચન નં-૯
તા. ૧૪-૮-૮૮ શ્રી નિયમસારની ૮૩ નંબરની ગાથામાં એમ લીધું કે: વચન રચનાને છોડીને એટલે મૌન થઈને; દ્રવ્યને ભાવે છે એટલે મૌન થઈ જાય છે. રાગાદિ ભાવોનું નિવારણ કરે છે. તમામ પ્રકારના વિકલ્પો છૂટી જાય છે. જે આત્માને ધ્યાવે છે એટલે ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ધ્યાવે છે, ભાવે છે. તેને પ્રતિક્રમણ હોય છે એમ ૮૩ ગાથામાં નીકળ્યું. ૭૭ થી ૮૨ સુધીમાં આ નહતું.
ટીકાકારે આ ક્યાંથી કાઢયું? કે કુંદકુંદ ભગવાન પાસે એણે એ ભાગ લીધો, કે. કુંદકુંદ ભગવાન આ ભાવ ૮૩ ગાથામાં કહેવાના છે તેને હું અત્યારથી શરૂ કરી દઉં. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ તો શુદ્ધ આત્માને ધ્યાવ્યા વિના તો થતું નથી, અને પરમાર્થ પ્રતિક્રમણ કેમ થાય છે એ તો કહેવું છે; તો તેઓ ૮૩ ગાથામાં કહેશે એ (ભાવ) હું પહેલેથી જ પાંચ ગાથામાં કહી દઉં છું. મૂળ પાંચ ગાથામાં એ વાત કાંઈ નથી.
“રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને;
જે જીવ ધ્યાને આત્માને, તે જીવ પ્રતિક્રમણ છે.” (૮૩) અહીંયા પ્રતિક્રમણ આ રીતે થાય છે આત્માને ધ્યાવવાથી ભાવવાથી એ ૮૩ ગાથામાં કહીશ. ૭૭ થી ૮૧ માં ક્યાંય મૂળમાં ન આવ્યું. ૮૨ ગાથામાં થોડી છાયા આવે છે કે: “એ માધ્યસ્થ થાય છે.”
“આ ભેદના અભ્યાસથી, માધ્યસ્થ થઈ ચારિત્ર બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્ર દઢતા કારણે.” (૮૨) જુઓ! અહીંયા ભેદ અભ્યાસ ફરીથી ચારિત્ર માટે કરે છે. એટલે કે સમ્યકદર્શન માટે ભેદજ્ઞાનની અપેક્ષા નથી, તે તો થઈ ચૂકયું છે. કર્તાબુદ્ધિ તૂટી ગઈ છે પણ અસ્થિરતા હજુ ખસી નથી. અસ્થિરતાથી ભિન્ન છું એવું ભાન થઈ ગયું છે પણ અસ્થિરતા હજુ પર્યાયમાં થયા જ કરે છે એટલે ચારિત્ર થતું નથી. છઠ્ઠી ગુણસ્થાનને મુનિરાજ ચારિત્ર કહેતા નથી, શુદ્ધોપયોગને જ ચારિત્ર કહે છે. શુદ્ધઉપયોગ એ જ ચારિત્ર છે.
હવે કહે છે હું ભેદ અભ્યાસ કરું છું. ભેદ અભ્યાસ કરતા શું થયું? મધ્યસ્થ થઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧/૯ મધ્યસ્થ થઈને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવે છે, ત્યાં શુદ્ધોપયોગ દશા પ્રગટ થઈ એને ભગવાન ચારિત્ર કહે છે.
એમની ચારિત્રની વ્યાખ્યા પણ કોઈ અલૌકિક છે. એ તો ચારિત્રરંત જ કહી શકે અને લખી શકે. હવે આપણે ૭૭ થી ૮૧ ની ટીકા શરૂ કરીએ છીએ.
પદ્મપ્રભમલધારિદેવ ભાવિ તીર્થકર છે. એવી ટીકા કરે કે અમારા મુખમાંથી મકરંદ ઝરે છે પરમાગમ ઝરે છે. પોતે પોતાની વાત કરે છે. ચિનું મોઢું ઉઘાડું રાખી તમે ઝીલી લેજો ! તમારું કામ એટલું જ છે. મને તો વધારે મહેનત પડશે પણ તમને તો અલ્પ પ્રયાસ પ્રાપ્ત થશે.
જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે, સમુદ્રની અંદરમાં એવા માછલા હોય છે એ મોઢે બહાર રાખે. સ્વાતિ નક્ષત્રનું પાણી જ્યાં ટીપાં રૂપે પડે એ મોતીરૂપે પરિણમી જાય છે. પડયું છે પાણી અને થઈ ગયું મોતી એમ આ પડયું છે મીઠું પાણી પાછું હોં! જેમાં મોતી પાકે.
તેઓશ્રી લખે છે મેં મારી ભાવના અર્થે આ શાસ્ત્ર લખ્યું છે. હું મારી ભાવના અર્થે લખું છું એ કોઈ વાંચશે અથવા કોઈ સાંભળશે અને રૂચીનું મોઢું ઉઘાડું રાખશે તો એને પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થશે. પછી પરંપરામાં અવ્રતનું પ્રતિક્રમણ તો એને આવશે જ, અને પછી અમારા માફક એ પણ મુનિ થઈ જશે ને કષાયનું પ્રતિક્રમણ કરી લેશે. કોઈ ઉપશમ શ્રેણીમાં આવી જશે, કોઈ સીધા ક્ષેપક શ્રેણીમાં આવી જશે, એનું કામ થઈ જશે.
પ્રથમ શેય-જ્ઞાયક સંકરદોષ ટાળ્યો તો સમ્યક થયું, હવે ભાવ્ય ભાવક સંકરદોષ; સંકરનો અર્થ સર્વથા એકતા છે એમ નથી. સંકરનો અર્થ સંયોગ સબંધ એવો પણ થાય છે.
જ્યાં જે અર્થ હોય એ પ્રમાણે અર્થ ઘટાવવો. જયસેન આચાર્ય ભગવાને એવો અર્થ કર્યો છે કે: સંકરદોષ એટલે એકતા થઈ ગઈ છે એમ નહીં. ચારિત્રવત તો છે એટલે ભાવ્ય-ભાવકની એકતા થતી નથી. જે ઉપશમશ્રેણી ચઢે છે એ તો ચારિત્રવંત છે, પણ એને હજી ભાવકમાં જોડાતા ભાવ્યરૂપે પરિણમ્યો છે પોતાનો આત્મા; પાંચ મહાવ્રતરૂપે પરિણમ્યો છે એ દોષ છે. એને બળપૂર્વક પોતે હટાવી દે છે. એટલે પૂર્વ પર્યાયમાં વ્યવહાર ચારિત્ર ઉત્પન્ન થઈ ગયું, પણ બીજા સમયે એ નિર્વિકલ્પધ્યાનમાં આવી જશે, એમ કહેવા માગે છે. એટલે ભાવ્યભાવક સંકરદોષ ટળીને નિશ્ચય સ્તુતિ બીજી થઈ ગઈ. આ બીજી સ્તુતિ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આશ્રયે થાય છે, એ નિશ્ચય સ્તુતિ છે.
ભાવ્ય-ભાવક સંકરદોષને ટાળવા માટે સ્તુતિ કરે છે. પર્યાયમાં પાંચમહાવ્રતનો સંયોગ ઉભો થાય છે ભાવક તો ચારિત્રમોહનું કર્મ છે, એના અનુસાર તેની પરિણતિ પ્રગટ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
પ્રવચન નં-૯ ગઈ છે. કેમકે નિર્વિકલ્પ ધ્યાનમાં તો નથી સવિકલ્પમાં છે. એટલે એટલો વિકલ્પ એમાં જોડાય એટલો ભાવ્ય-ભાવક છે. ભાવ્ય એ તો જીવના પરિણામ છે જે પાંચ મહાવ્રતના અને ભાવક તો કર્મનો ઉદય છે-એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
આહા ! આટલે દૂરથી પાછો વાળે છે અને બળપૂર્વક સ્વભાવમાં ઘૂસી જાય છે, તો એને બીજી નિશ્ચય સ્તુતિ થઈ તો એ ઉપશાંત જિતમોહ છે. પછી ત્રીજી સ્તુતિ ક્ષીણમોહની છે, એ તો યથાખ્યાત ચારિત્રની છે. આમાંય યથાખ્યાત ચારિત્ર આવે છે પણ તે ઉપશમ મોહ છે. કેમકે બે પ્રકારના જીવો છે. કોઈ કોઈ ઉપશમ શ્રેણી ચઢે છે પણ પાછો વળીને ક્ષેપકમાં જતો રહે છે. અને કોઈ સીધો ક્ષેપકમાં જતો રહે છે. બધાય ને ઉપશમ ન આવે. આ તો સમષ્ટિગત શાસ્ત્ર છે, વ્યક્તિગત નથી.
એ જે ભાવ્ય-ભાવક છે ને એ હજી સંયોગ સંબંધ થયો છે. એકતાબુદ્ધિ તો છૂટી ગઈ છે. એ શબ્દ એમણે સારો લીધો છે. નહીંતર તો સંકરદોષ એટલે જાણે એકતા હશે! પણ એને એકતા થતી નથી એને તો ભિન્નતા છે. પણ હજી પર્યાયમાં યથાખ્યાત ચારિત્ર નથી આવતું એટલે પાંચમહાવ્રતના પરિણામ છે એ દોષ છે.
આહ ! આ તો અંદરની કોઈ વાત છે. આજે સવારે ચર્ચા થઈ હતી કે આમાં એમ કહે છે કેઃ “આ જે વિભાવભાવ એનો કર્તા પુદ્ગલકર્મ છે”, પુદગલ એનો કર્તા છે એમ લખ્યું નથી. પણ પુદ્ગલ કર્મ જેનો કર્તા છે એવા વિભાવભાવ એનો હું અનુમોદક નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલ કર્મરૂપ કર્તાનો, “પુગલ કર્મરૂપ કર્તાનો એટલે કે વિભાવ પર્યાયોનો કર્તા જે પુગલ કર્મો એમનો અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે.)” વિભાવ એટલે વિશેષ ભાવ બધા–એમાં શુદ્ધપર્યાય પણ વિભાવમાં આવી જાય છે. એનો કર્તા પુદ્ગલ કર્મ છે પણ હું નથી અને હું એનો અનુમોદક પણ નથી. એ બોલ બહુ ઊંચો છે.
અકર્તા છે એ ત્રણ કાળમાં કર્તા થતો નથી. એક સમયમાત્ર પણ અકર્તાપણું છૂટી જાય અને કર્તા બની જાય તો આત્માનો નાશ થઈ જાય છે. તો આત્માનું અસ્તિત્વ રહેતું નથી, દષ્ટિનો વિષય રહેતો નથી. જીવ અજીવને કરે !? ત્રણકાળમાં ન કરે. અજીવ અધિકારમાં અજીવ કર્તા છે એમ કેમ કહો છો ? કે: એ બધા અજીવના પરિણામ છે. પુદ્ગલમય પરિણામ છે. જીવ-અજીવને ત્રણકાળમાં કરતો નથી. એક સમયમાત્ર કરતો નથી.
જીવ કરે છે એમ વ્યવહારનય સતતપણે કહે છે, નિશ્ચયનય તે જ સમયે નિષેધ કરે છે. હું કર્તા નથી બે નય સાથે જ છે ને!? સાધકને બે નય સાથે છે. પણ સાધક થયો ક્યારે?!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૧ કે: અકર્તાને પરિણામ જ ન હોય, અકર્તાને કર્મ ન હોય, તેથી અકર્તાનું કર્મ નથી. માટે કર્મ શેય પણ ન થાય, એ બે વાત ઊંચી છે. સવારે પ્રેમચંદજીને યાદ કર્યા હતા પ્રેમચંદજીને એક વખત કહ્યું જીવને પરિણામ ન હોય.
આ જે પરિણામ દેખાય છે એ બધા અજીવના પરિણામ છે. જીવને પરિણામ જ ન હોય. આત્મા પરિણામથી રહિત છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત જ્ઞાયક ભાવ છે. કુંદકુંદ ભગવાનને એવી બધી કણા આવી ગઈ કે લાયક જીવનું કામ થઈ જાય. એનું તો કામ થશે જ પણ કોઈ દૂરભવી હશે વેદાંત જેવું લાગશે તો/સાંખ્યમત જેવું લાગશે તો કદાચ ઊંધો પડશે. થોડાક જીવો એની પ્રજ્ઞાના દોષથી ઊંધા પડો તો પડો ! પણ જે લાયક હશે એનું તો કામ થઈ જશે. એવી તીખી વાત કરી છે.
જેવો અજીવ અધિકાર ઊંચો છે સમયસારનો, એવો જ આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ઊંચો છે. અજીવ અધિકારમાં પુદ્ગલમય પરિણામ કહ્યાં, અહીંયાં પુદ્ગલ કર્મ એને કરે છે વિભાવને-બધા વિશેષભાવને. સામાન્યને તો કોઈ કરતું જ નથી કેમકે સામાન્યમાં ક્રિયા જ નથી, એટલે એને કોઈ કરે છે એ પ્રશ્ન જ રહેતો નથી.
જે ક્રિયા થાય છે એનો કર્તા આત્મા નથી. બહુ ઊંચી વાત છે એને થયું કે લાયક જીવનું તો કામ થશે. કો'ક દૂરભવી ઊંધા પડશે તો એ એનો પ્રજ્ઞાના દોષથી. અમારા વચન મિથ્યાત્વમાં નિમિત્ત ન થાય. અમારા વચન સમ્યકદર્શનમાં નિમિત્ત થાય, અને સમ્યક્દષ્ટિને ચારિત્રમાં નિમિત્ત થાય. એ ત્વરાએ શ્રેણી ચઢશે.
આહા જેને અકર્તાપણું બેસી ગયું છે એને સમ્મદર્શન થઈ જ ગયું છે. શ્રદ્ધામાં તો અકર્તા આવી ગયો છે, છતાં કર્તા નથી એમ કેમ વિચાર આવ્યો !? જેની શ્રદ્ધામાં અકર્તા બેસી ગયો છે અને સમ્યકદર્શન તો થઈ ગયું છે, છતાં હું કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી કેમ લખે છે!?
એ પ્રકાર કેમ હોય છે કે વ્યવહારનો પક્ષ છૂટી ગયો છે પણ વ્યવહારનો વિકલ્પ આવી જાય છે એટલે એ વિકલ્પ તોડવા માટે ચારિત્ર આવે તે માટેની આ વાત છે.
શાસ્ત્ર લખવાનો કોઈને કહેવાનો એવો વિકલ્પ ઉઠે છે. સાડાત્રણ હાથ જમીનને જોઈને ચાલવાનો વિકલ્પ ઉઠે છે. એટલો વ્યવહાર ઉભો થાય છે. એનું પ્રતિક્રમણ કરવાનું છે. મિથ્યાત્વનું તો પ્રતિક્રમણ થઈ ગયું છે. હવે સંજ્વલન કષાય એનો વિકલ્પ ઉઠે છે એનું પ્રતિક્રમણ કરવાનું છે.
કર્તા નથી એમ કેમ યાદ કરવું પડે છે? કર્તા નથી એવું પરિણમન તો છે, વ્યવહારના અઠ્ઠાવીસ મૂળ ગુણનો એવો વિકલ્પ આવે છે. આ ચારિત્રનો અધિકાર છે ને? ચારિત્રમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર
પ્રવચન નં-૯ લાગેલા દોષોનું પ્રતિક્રમણ ચાલે છે. એટલે દોષ હોય તો જ પ્રતિક્રમણ થાય. નિર્દોષ હોય એ પ્રતિક્રમણ કરે !? યથાખ્યાત ચારિત્રવાળો કરે! (શ્રોતા-સંયોગમાં દોષ ઉભો થાય છે.) સ્વભાવમાં તો દોષ નથી, અને સ્વભાવને આશ્રિત જે પરિણામ થયા છે એમાંય નથી. પણ સ્વભાવ આશ્રિત પૂર્ણતા હજુ થઈ નથી એટલો ભાવ્યનો સ્વીકાર કરે છે સમ્યદષ્ટિ ચારિત્રવંત કહે છે એટલો અમારો દોષ છે પર્યાયમાં, અને નિમિત્તપણે ભાવક છે.
એ દોષોનું પ્રતિક્રમણ નહીં કરીએ ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નહીં આવે. દોષનો સ્વીકાર કરે છે એમાં એને દૃષ્ટિનો દોષ નથી લાગતો. એ દોષનો સ્વામી નથી છતાં દોષ છે. દોષ હોય એ દોષવાન પ્રતિક્રમણ કરે પણ જે નિર્દોષ થઈ ગયા હોય અને પ્રતિક્રમણ ન હોય.
અરિહંત પણ યોગનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સિદ્ધ થાય છે. વિકલ્પ નથી પણ એ રૂપે એ પરિણમે છે. યોગનું કંપન છે એનું પ્રતિક્રમણ ચાલે જ છે. એ પુરું થાય એટલે સિદ્ધ થાય છે. એ દોષ છે. હજુ યોગ છે ને કંપન (તેનું પ્રતિક્રમણ કરવા ) સમોસરણ છોડી અને નીચે આવીને બેસે છે. પછી ત્યાંથી સિદ્ધ થાય છે. તેમનો મોક્ષ સમોસરણમાંથી થતો નથી. તેરમે ગુણસ્થાને યોગનો નિરોધ કરવા પહાડ ઉપર બેસે છે. યોગનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સિદ્ધ થાય છે. આ કોઈ અલૌકિક વાતો છે.
યોગ પણ આસ્રવ છે. એ (ઈર્યાપથ) આસ્રવની હૈયાતીમાં સિદ્ધ અવસ્થા ન થાય. ભલે તે છે અકષાયયોગ સકષાય યોગ નથી, પણ છે યોગનામનો આસ્રવ. ચાર પ્રકારના આસ્રવ છે. કર્મનું આવાગમન અરિહંત દશા વખતે થાય છે ત્યાં પણ કર્મ રોકાતા નથી. કષાય નથી એટલે ખરી જાય છે. યોગનો નિરોધ એટલે યોગને હવે રોકી દે છે. અને સ્થિર થઈ જાય છે.
આહા ! એટલે સાધક કર્તબુદ્ધિ ગયા પછી પણ હું કર્તા નથી એમ ફરી ફરીને યાદ કરે છે. ભેદઅભ્યાસ કરે છે. (શ્રોતા-કરવાનો વિકલ્પ આવે છે એટલે કર્તાનો નિષેધ કરે છે?) હ. એ જે કરવાનો વિકલ્પ ઉઠે છે ને! એ વિકલ્પથી એકતા નથી. અસ્થિરતાનો વિકલ્પ આવે છે એનાથી પાછો ફરું છું. પાંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે ચારિત્ર ગુણનો દોષ છે. એ દોષનો પરિહાર કરવા માટે, આહા! એ પરિણામને પુદ્ગલ કરે છે અને હું અનુમોદન આપતો નથી કેમ કે હું તો અકર્તા છું.
એટલે ખરેખર દૃષ્ટિ પણ અકર્તાના લક્ષે થાય છે અને ચારિત્ર પણ અકર્તાના લક્ષે જ થાય છે. એક અકર્તાને પકડી લ્યો મોક્ષ થઈ જશે. કેમ કે અકર્તાને પરિણામ ન હોય, અને પરિણામ હોય એ પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલમય પરિણામ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૩ અકર્તાને પરિણામ ન હોય. અકર્તાનું કર્મ ન હોય. કર્તાનું કર્મ હોય તો એ જ્ઞાનમાં શેય થાય, પણ અકર્તાને કોઈ કર્મ નથી માટે શેય પણ નથી. એટલે પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે છે.
(શ્રોતા-આમાં ચોખ્ખું નીકળે છે કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે.) એમ જ છે. પાંચમામાંથી સીધો સાતમે આવે છે એ શુદ્ધોપયોગથી આવે છે. પરિણતીથી સાતમે ન આવે. અમે તો પહેલેથી જ આ વાતમાં મજબૂત હતા. તેમણે કહ્યું કે ગુરુદેવને પૂછવું છે? એ તો મોટી ઉંમરના હતા. ભલે પૂછો એનો વાંધો નથી.
હવે આ બાબતમાં ઘણાં વર્ષો પહેલાની વાત છે. ત્યારે મારે એવો અભ્યાસ પણ નહીં, પણ વીરજીબાપાની સાથે કોઈ કોઈ વખત તત્ત્વચર્ચા માટે કલાક-અડધો કલાક બેસીએ. ત્યારે આ વાત નીકળી. ગુણસ્થાન ચઢે છે એ શુદ્ધપરિણતીમાં પણ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એ મને બેસતું નથી. શુદ્ધોપયોગથી ચોથેથી પાંચમે અને પાંચમાંથી સાતમામાં એ શુદ્ધોપયોગની ભૂમિકામાં ગુણસ્થાન ચડી શકે છે. વીરજીબાપા કહે, “ના, લાલુભાઈ એવું કાંઈ જરૂરી નથી. શુદ્ધ પરિણતીમાં પણ ચોથેથી પાંચમામાં જવાય છે. મેં કહ્યું, મને મગજમાં બેસતું નથી, મને તો શુદ્ધોપયોગથી ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ બેસે છે.
તો આ પ્રશ્ન આપણે ગુરુદેવ પાસે કરીશું. તો એક વખત સાંજે ગુરુદેવ જમીને પાટ ઉપર બહાર બેઠાં'તા; અને આ સ્વાધ્યાય મંદિર આપણું જે છે ત્યાં સ્વાધ્યાય ચાલતો હતો. પાંચ-દસ માણસો આવે અને ધર્મની વાતો કરે, બીજી વાતો નહીં. એમાં ત્યારે વીરજીબાપા આવી ગયા. એ વખતે કાંઈ વાત ન થઈ. અને ગુરુદેવતો પાટ ઉપરથી ઉઠી અંદર જતા રહ્યા. બારણું ખુલ્યું હતું તેથી બહાર શું વાત થાય છે તે તેમણે સાંભળી.
ગુરુદેવ અંદર ગયા એટલે અમે બેય જણા વાત કરીએ કે આપણે સાથે થઈ ગયા છીએ તો પેલો પ્રશ્ન ગુરુદેવને કરવાનો હતો તે કરીએ! કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાન ચઢે છે; શુદ્ધપરિણતિમાં નહીં એવો મારો ખ્યાલ છે, છતાં આપણે ગુરુદેવ પાસે ખુલાસો કરી લઈએ. તે કહે ભલે! પોતે અમારી વાત તો સાંભળી લીધી હતી, હવે જોગાનુજોગ શું બન્યું કે સ્તુતિ પૂરી થઈ. તેમનાથી તો રહેવાય નહીં, એટલે બીજો કોઈ પ્રશ્ન પૂછે કે ન પૂછે એ પહેલા પોતે જ વાત ઉપાડી. લાલુભાઈ ! તમારે વીરજીબાપાની સાથે ચર્ચા ચાલી હતી ને ! શું પ્રશ્ન છે? વીરજીબાપા હજુ આવ્યા ન હતા, બે મીનીટ મોડા આવ્યા, તો એમ તો ન કહેવાય કે વીરજીબાપા નથી એટલે હું પછી પ્રશ્ન કરીશ.
ગુરુદેવે તો બધું વિચારી લીધું હોય કારણ કે એમને તો વાત મળી ગઈ હતી. અમારો પ્રશ્ન તો એમની પાસે આવી ગયો હતો. પછી મેં પ્રશ્ન કહ્યો, ગુરુદેવ કહે- આ વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
પ્રવચન નં-૯ વિચારવા જેવી છે. ક્યાંય આગમમાં એનો ઉલ્લેખ નથી આવતો
ગુરુદેવ એટલે ધર્મનો સ્થાપક પુરુષ! એને કોઈ પૂછે કે તમે જે જવાબ આપ્યો તે કયા શાસ્ત્રના આધારે? અને સીધો જવાબ આપે તે સામા માણસને શ્રદ્ધામાં ન પણ બેસે પણ આગમની શ્રદ્ધાથી બેસે, એ એમની પદ્ધતિ હતી. આગમમાં આ વાત સ્પષ્ટ આવતી નથી ત્યાં રામજીભાઈ બોલ્યા કે શુદ્ધોપયોગમાં જ ગુણસ્થાન વધે. પરિણતિમાં તો એ ઉપર જાય જ નહીં. શુદ્ધોપયોગમાં જ આગળ વધે છે એમ બેસે છે એમ રામજીભાઈએ કહ્યું. ગુરુદેવે સાંભળ્યું વાત તો ઠીક છે પણ આગમમાં ક્યાંય ઉલ્લેખ નથી, અમારા જોવામાં આવ્યું નથી ત્યાં બરોબર વીરજીબાપા આવ્યા ! ગુરુદેવ કહે–વીરજીબાપા આ તમારો પ્રશ્ન ચાલે છે. તમો કહો છો કે શુદ્ધપરિણતિમાં ઉપર જાય, અને આ લાલભાઈ કહે છે-શુદ્ધોપયોગમાં ઉપર જાય, એ પ્રશ્ન ચાલે છે. વીરજીભાઈ કહે કે: હા સાહેબ! મને તો શુદ્ધપરિણતિમાં ઉપર જાય એમ બેસે છે. પછી રામજીભાઈએ વિસ્તારથી ચર્ચા કરી અને ગુરુદેવ એમ કહે છે કે આગમનો કોઈ આધાર નથી એટલે વાત ત્યાંથી ઊભી રહી ગઈ.
હું નિશંક હતો કોઈને પૂછવાની જરૂર નથી અંદરથી કેટલીક વાતો એવી સહજ આવી જાય છે. શુદ્ધોપયોગ થવા માટે જ આ અધિકાર લખ્યો છે. આ વાત યથાર્થ છે કે શુદ્ધોપયોગમાં જ જાય છે. હવે જ્યારે શ્રેણી માંડે છે ત્યારે સાતમાંમાંથી-આઠમામાં-નવમામાંદસમામાં એમ જ છે બીજું શું છે?
આહાહા! અજીવને જીવ માન્યો છે એ જ ભૂલ છે તારી. એમાં બધું જ આવી ગયું. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસ કળશ ટીકાકારે એવી વાત કરી, બહુ વખત પહેલા મેં વાંચી હતી. અતિથી જીવનું સ્વરૂપ કહેવાય ગયું હવે નિષેધરૂપે જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. અરે! આ અજીવ અધિકાર શરૂ કર્યો તેમાં અજીવ અધિકાર કહેવો છે? “ના” અજીવ અધિકાર કહેવો નથી પણ આ અજીવ છે પણ જીવ નથી એમ કહેવું છે ત્યારે જીવ હાથમાં આવશે.
આ વાત મેં તારા પિતાજીને કરી. તેઓ બિલકુલ સાવ નવા તેમને કીધું કે: વ્યવહારનો નિષેધ કર્યા વિના નિશ્ચય હાથમાં નહીં આવે. એ કહે ભાઈ બરોબર છે તમારી વાત. (શ્રોતા-વ્યવહારના નિષેધમાં નિશ્ચયનું બળ આવે છે.) બીજું વ્યવહારના પક્ષમાં બધા જોરદાર ડૂબેલા, તેમાંથી નીકળવું પણ મુશ્કેલ. મને એની અંતર્ગર્ભિત લાયકાત દેખાણી. એમને લાઈન હાથમાં આવી જશે. વ્યવહારનો નિષેધ મેઈન ચીજ છે.
હવે, વ્યવહારનો નિષેધ જ્ઞાનીઓ શા માટે કરાવે છે? એનું એક કારણ છે. કે: વ્યવહારનો પક્ષ છે માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. ટ્રેનમાં એક વખત આની બહુ ચર્ચા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૫
થઈ હતી. જ્ઞાયકભાવ કહેવા માટે એને પ્રમત્ત-અપ્રમત્ત નથી માટે જ્ઞાયક છે એ આધાર આપે છે. પ્રમત્ત-અપ્રમત્ત હું નથી ત્યારે જ્ઞાયક હાથમાં આવી જાય છે. આ સમયસારની શૈલી છે. (શ્રોતા-ઐસા હી સ્વરૂપ હૈ.) સ્વરૂપ જ એવું છે.
આહા ! વ્યવહારનો પક્ષ છે માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. વ્યવહારના નિષેધનું કારણ છે કે એ અજીવને જીવ માને છે. ત્યારે એને કહે છે એ (ભેદો ) અજીવ છે ને જીવ નથી આગમનું વચન છે.
અનુભવ ગર્ભિત યુક્તિથી ભેદજ્ઞાનીઓને એનાથી ભિન્ન આત્મા ઉપલભ્યમાન થાય છે. મને અજીવ અધિકાર બહુ ગમે. હું જ્યારે અહીંયા વાંચતો 'તો ત્યારે અજીવ અધિકારની એવી પ્રશંસા કરું, મેં કહ્યું-જીવ અધિકાર કરતાંય અજીવ અધિકાર વાંચવા જેવો છે, ઊંચામાં ઊંચો છે. બીજાને એમ થાય કે જીવ કરતાં અજીવ અધિકાર ઊંચો ! ‘હા’ ઊંચો છે. અજીવને અજીવ માનીશને ત્યારે જીવ હાથમાં આવશે. અજીવને જીવ માન્યો છે એ મિથ્યાત્વ છે.
66
''
અજીવને જીવ માને તો એ મિથ્યાત્વ છે અમે સ્થાનકવાસી પ્રતિક્રમણમાં સાંભળતા હતા. “ અજીવને જીવ માને તો મિથ્યાત્વ, જીવને અજીવ માને તો મિથ્યાત્વ ” એમ આવતું હતું. કેમ કે એણે અજીવને જ જીવ માન્યો છે, કે અજીવના રૂપને અજીવ જાણે તો જીવને ભ્રાંતિ મટી જાય. કેઃ આ જીવ છે એવી ભ્રાંતી છૂટી જાય, અને જીવ હાથમાં આવી જાય. આત્મા હાથમાં આવી ગયો. દષ્ટિનો વિષય હાથમાં આવ્યા વિના કોઈને દષ્ટિ નિર્મળ ન થાય. જ્ઞાન સમ્યક્ થાય નહીં. દષ્ટિપૂર્વક જ જ્ઞાન સમ્યક્ થાય છે. સમ્યક્ એકાંત પૂર્વક જ અનેકાન્ત થાય, સર્વથા પૂર્વક કથંચિત્ આવે. સર્વથા વિના કથંચિતનો જન્મ ન થાય. સર્વથા ભિન્ન
પછી કથંચિત્ ભિન્ન અભિન્નનું જ્ઞાન આવે છે.
(શ્રોતાઃ- જેને વ્યવહારનો પક્ષ છૂટી ગયો છે એ પણ એનો નિષેધ કરીને અંદર આવે છે, તો જેને પક્ષ છે એને કેટલો નિષેધ કરવો પડે?) હા બહુ નિષેધ કરવો પડે. એ માટે અનંત પુરુષાર્થ કરવો પડે. કોઈનું સાંભળવું નહીં બસઃ ખરેખર તો એવા જીવનો પરિચય પણ બહુ સારો નહીં. વ્યવહારના પક્ષવાળાનો પરિચય કરવા જેવો નથી. નિશ્ચયનો પક્ષ આવવો એ નવો છે.
વ્યવહા૨નો પક્ષ છે એ સમ્યક્દર્શનને રોકનાર છે અને વ્યવહાર ચારિત્રને રોકનાર છે. બેય નિષેધ કરવા યોગ્ય છે! પરાશ્રિત અધ્યવસાન નિષેધ કરવા યોગ્ય છે. હે! પ્રભુઃ આપે પરાશ્રિત વ્યવહાર પણ અમને છોડાવ્યો છે એના ઉપરથી અમે જાણી લીધું કે સઘળોય પરાશ્રિત વ્યવહાર આપે છોડાવ્યો છે. આહાહા! ત્યારે પરમાર્થ પ્રતિક્રમણ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
પ્રવચન નં-૯ કોઈ જીવ સ્વભાવના પક્ષમાં આવે ને મને બહુ ગમે. ભલે સ્વભાવની પ્રાપ્તિ | ઉપલબ્ધિ વહેલી થાય કે મોડી થાય એ ક્ષમ્ય છે. પણ જે પક્ષમાં આવશે એ પક્ષાતિક્રાંત થઈ જશે. એને શક્યતા છે. વ્યવહારના પક્ષવાળાને શક્યતા ઓછી છે.
આહાહા ! સમર્થ મુનિ કહે છે-હું કર્તા નથી, પણ પ્રભુ તમે કર્તા નથી એ તો તમને શ્રદ્ધા થઈ ગઈ છે. કર્તા નથી એ તો શ્રદ્ધામાં આવી ગયું છે. પણ એક કર્તાનય હજુ ઊભી થાય છે. કરવાનો વિકલ્પમાં કર્તા બુદ્ધિ નથી પણ એ વિકલ્પ ઉઠે છે. કર્તાનય છે સાથે અકર્તાનય પણ છે, એટલે કર્તબુદ્ધિ થતી નથી તેમ કર્તાનય હજુ છૂટતી નથી, એટલે પરમાર્થ પ્રતિક્રમણ કરું તો કર્તાનય છૂટી જાય. એ વ્યવહાર પણ હવે ઉડી જાય છે. મુનિરાજ કહે છેવ્યવહારનો પક્ષ તો છૂટયો પણ હજુ વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર છોડવા માટે હું પરમાર્થ પ્રતિક્રમણ કરી શુક્લધ્યાનની શ્રેણી માંડીને પરમાત્મા થઈ જઈશ.
આહાહા ! અકર્તાને કર્મ ન હોય. તેથી કર્મ શેય પણ ન હોય. આ બે વાત કાલે બહુ સરસ આવી હતી. આત્માને અકર્તા કહેવો અને પાછું કર્મ કહેવું! કર્તાને કર્મ કહો કારણકે એ તો હોય છે. કર્તાને કર્મ હોય તેની કોણ ના પાડે છે; પણ અકર્તાને કર્મ હોય? ત્રણે કાળ ન હોય. અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી અકર્તાનો નાશ થઈ જાય છે. ભગવાન આત્માનો નાશ થઈ જાય છે. જીવતત્ત્વ સામાન્ય રહેતું નથી.
જીવને પરિણામ ન હોય. પ્રેમચંદજી બોલે અને કાગળમાં પણ લખે મને કે આપે કહ્યું તું કે જીવને પરિણામ ન હોય એમને એ વાત ગમી ગઈ. એકદમ હિતની વાત છે.
જો પરિણામ જીવને હોય તો એની સાથે કર્તકર્મ સંબંધ અથવા જ્ઞાતા-શૈય સંબંધમાં અટકી જવાય. પણ પરિણામ જ જીવને નથી પછી કરે કોણ ? અને પરિણામ નથી તો પછી જાણે કોણ? જીવને પરીણામ હોય તો જાણેને? પણ જીવને પરિણામ ન હોય તો જાણે ક્યાંથી? એટલો જીવ જ જણાય. જે હોય તે જણાય અને જે ન હોય તે ન જણાય.
કુંદકુંદની વાણી ટંકોત્કીર્ણ, એને કરુણા આવી ગઈ કે નિકટભવીનું તો કામ થઈ જશે. દૂરભવી જ પડશે તો એની યોગ્યતાથી પડશે પણ મારા વચનથી નહીં. અમારું વચન તો વીતરાગતામાં નિમિત્ત થાય.
બહુ ચાલે છે અકર્તાને કોઈ કર્મ ન હોય અને અકર્તાને કોઈ કર્મ દેખાય તો કર્તા જ ઉભો રહ્યો. અકર્તાનો નાશ થઈ ગયો. પોતે કર્તા દેખાણોને? કર્તા દેખાણો તો મોત થઈ ગયું. અકર્તા ગયો દષ્ટિમાંથી દષ્ટિ સાવ ખોટી થઈ ગઈ. આત્મા હાથમાંથી ગયો. દષ્ટિ વિપરિત થઈ ગઈ. અરે ! કુંદકુંદ જેવા સમર્થ ચારિત્રવત પણ આને ઘૂંટે છે. જેને અકર્તા હૃદયમાં બેસી ગયો છે એ પણ ઘૂંટે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭
ચૈતન્ય વિલાસ
હું અકર્તા છું એ તો એમને ક્ષાયિક થઈ ગયું છે એને; છતાં પ્રભુ! તમે ફરીથી એને કેમ યાદ કરો છો? કેઃ ચારિત્ર માટે. (શ્રોતા-સ્વરૂપ જ આવું છે માટે એ જ ઘૂંટાય ને?) એ જ ઘુંટાયને બીજું શું ઘુંટાય ! જેના લક્ષે સમ્યક્દર્શન થયું એના લક્ષે જ ચારિત્ર પૂર્ણ થશે.
આહા! અકર્તા એમની દષ્ટિમાં આવી ગયો છે, તો પણ કરવાનો નિષેધ એ શું કામ કરે છે? કે ફરી ફરીને દ્રવ્યને યાદ કરે ત્યારે નિર્વિકલ્પ થવાય છે. આ દ્રવ્યનું ઘોલન છે. દ્રવ્ય ઉપર દૃષ્ટિતો પડી છે પણ ઉપયોગ છૂટી ગયો છે. એકલી દષ્ટિથી થોડો મોક્ષ થાય છે, શુદ્ધોપયોગથી મોક્ષ થાય છે. જ્યાં દષ્ટિ પડી છે ત્યાં ઉપયોગને જોડે છે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે.
ચારિત્ર ખલ્લુ ધમ્મો”. ચારિત્ર એજ ધર્મ છે. સમ્યકદર્શન તો મૂળ છે અને ચારિત્ર શુદ્ધોપયોગ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. અને દર્શન પરંપરાએ મોક્ષનું કારણ છે. છઠ્ઠીમાંથી સાતમામાં આવે છે ત્યારે “હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” ત્યાં સાતમું આવી ગયું. તે તો કર્યા વિના અને જાણ્યા વિના જ આવે છે.
કરવામાં રોકાણો કે જાણવામાં રોકાણો તો જીવતત્ત્વ ગયું હાથમાંથી કરવાવાળો અને (પરને) જાણવાવાળો જીવ નથી. અકર્તાને કોઈ કર્મ જ નથીને! અકર્તાને કર્મ દેખાય તો અકર્તા રહેતો નથી.
કર્તાને કર્મ હો તો હો ! એનો અમે ક્યાં નિષેધ કરીએ છીએ. હું તો અકર્તા છું બસ. કર્તાને કર્મ હોય તો એનો નિષેધ કરવાનો અમારો અધિકાર જ નથી. કર્તાને કર્મ હો તો! ભલે હો ! પણ અકર્તાને કર્મ ન હોય. અમારી જે વાત છે ને તે વિશિષ્ટ જુદા પ્રકારની છે. જેમ જીવને કોઈ પરિણામ ન હોય તેમ અકર્તાને કોઈ કર્મ ન હોય. માટે તે જ્ઞાનમાં શેય થતું નથી. જ્ઞાનમાં અકર્તા ય થાય છે. પ્રમત્ત અપ્રમત્તથી રહિત જ્ઞાયક ય થાય છે.
અજીવથી ભિન્ન જીવ છે એ જણાય છે. અજીવથી ભિન્ન જીવ એકલો છે તે જણાય છે, બીજું કાંઈ જણાતું જ નથી. જીવ અજીવને કરે? જીવ અજીવને ન કરે અને જીવ અજીવને જાણે નહીં. આહાહા! હવે અરિહંતને યોગનો વિરોધ કરવા માટે થઈને સમોસરણ છોડીને, નીચે આવીને બેસે છે ધ્યાનમાં, ત્યાં વિકલ્પ ભલે નથી તો પછી છઠ્ઠી ગુણસ્થાનવાળાને તો આ પ્રતિક્રમણ હોય જ ને! એમાં શું? તેઓ તો કષાયનું પ્રતિક્રમણ કરે છે હજી યોગનું પ્રતિક્રમણ બાકી છે. કષાયનું પ્રતિક્રમણ થાય પછી યોગનું પ્રતિક્રમણ આવે છે. | મુનિરાજને મિથ્યાત્વ અવ્રતનું પ્રતિક્રમણ અગાઉ થઈ ગયું છે. અત્યારે કપાયનું પ્રતિક્રમણ કરે છે. કષાય એટલે પાંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠે છે એ કષાય છે. સંજ્વલનના બે ભેદ છે તીવ્ર અને મંદ, છઠ્ઠ તીવ્ર કહ્યો છે સાતમે અબુદ્ધિપૂર્વકનો મંદ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
પ્રવચન નં-૯ પછી ક્ષય થતો જાય છે સંજ્વલનના ક્રોધ-માન-માયા-લોભ છે તેમાંથી દશમે સંજ્વલનનો લોભ જતો રહે છે.
તીર્થંકર પરમાત્મા પણ યોગનો વિરોધ કરવા જાય છે બોલો! પણ પ્રભુ! તમે તો પરમાત્મા થઈ ગયા છો ને? ભાવે પરમાત્મા થયા છીએ, દ્રવ્ય પરમાત્મા થયા નથી. દ્રવ્ય પરમાત્મા થવાનું હજુ બાકી છે. હજુ દેહનો સંયોગ, ચાર અઘાતિકર્મનો સંયોગ, તેનાં નિમિત્તે કંપનનો સંયોગ છે. કંપનનો સંયોગ એ સંકરદોષ છે. સંકરદોષનો અર્થ સંયોગ સંબંધ, એકતાબુદ્ધિ નથી.
સામાન્યની સાથે વિશેષનો વિભાવરૂપ સંબંધ છે. હજુ છે એ વિભાવ. યોગને આસ્રવમાં લીધો છે. યોગનું નામ સંવર-નિર્જરામાં નથી આવતું. તેના નિમિત્તે કર્મનું આવાગમન થાય છે. કષાયથી બંધ થાય એવો પાઠ છે. આ અકષાય યોગ છે. દસમાં. ગુણસ્થાને સકષાય યોગ છે. બારમ તેરમ અકષાય યોગ છે.
તીર્થકરને યોગનો વિરોધ કરવા પ્રતિક્રમણ કરવું પડે છે, બોલો! આ તો કોઈ શાસ્ત્રો છે. જૈનદર્શન પરિપૂર્ણ દર્શન છે ખલાસ વસ્તુ દર્શનને પ્રત્યક્ષ જોઈને દિવ્ય ધ્વનિમાં આવ્યું ને? તેને ગૌતમ ગણધરે ઝીલ્યું અને તેમની પરંપરામાં આ આવ્યું.
ટીકા- “અહીં શુદ્ધાત્માને” જો ! શુદ્ધાત્મા લીધો પણ એકલો આત્મા ન લીધો. ત્રિકાળી દ્રવ્ય, સામાન્ય નિષ્ક્રિય, અપરિણામી શુદ્ધાત્માને “સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વનો અભાવ દર્શાવે છે. અકર્તા એ ખરેખર કર્તા થતો નથી. અકર્તામાં કર્તાપણાનો સર્વથા અભાવ છે. અકર્તા અકર્તાપણે છે તે કર્તા થતો નથી. અહીં સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી.” કેમકે નારકની પર્યાય જે સંયોગરૂપે આવે છે જીવને એમાં આરંભ અને પરિગ્રહ મુખ્યપણે હોય છે. આરંભમાં અને પરિગ્રહમાં એને પાપનો આરંભ હોય છે બહુ. વળી ઘણાં પ્રકારના પાપ કરતા હોય, જેવા કે દારૂ-માંસ-તીવ્ર ત્રસની હિંસા એવો આરંભ અને પરિગ્રહ એટલે કે મૂછ પરિગ્રહ, બધા પર પદાર્થમાં-પરભાવમાં પોતાપણાની કલ્પના કરીને બેઠો છે.
બહુ આરંભ અને પરિગ્રહ એનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. અભાવ થવાને લીધે એમ નહીં. આત્મા કોઈ દિ નારક પર્યાયરૂપ થતો નથી. કેમ થતો નથી ? કે આરંભ પરિગ્રહનો એના સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એટલે નારકની પર્યાય અજીવને આવે પણ જીવને ન આવે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧૯ જીવ નારકી ન થાય, કેમ કે જે ત્રિકાળ સ્વભાવ છે અકારક અવેદક-જ્ઞાયકભાવ એમાં આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાથી જો સદ્દભાવ હોય તો! અભાવ થાય. પર્યાયાર્થિકનયે સભાવ છે તો પર્યાયાર્થિકનયે અભાવ થાય છે. પણ દ્રવ્યાર્થિકનયે જોવામાં આવે તો-એમાં આરંભ અને પરિગ્રહનો એ પર્યાયનો ત્રિકાળ અભાવ છે. એટલે આત્મા કોઈ કાળે નારકી થઈ શકે જ નહીં.
એ નારક પર્યાયને હું કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન આપતો નથી. આહાહા ! આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાથી થવાથી એમ નહીં, શરૂઆતથી જ અભાવ હોવાથી. એનો અભાવ થાય તો સ્વર્ગમાં જાય. પણ આતો કહે છે કે નારક કે સ્વર્ગમાં જતો જ નથી જીવ. જીવ, જીવમાં રહે કે નારકી પર્યાયમાં જાય ?
નારક પર્યાયના કારણભૂત આરંભ અને પરિગ્રહ એનો સ્વભાવમાં અભાવ છે, એટલે નારકી થતો નથી. નારક પર્યાયનું નિમિત્ત કારણ આરંભ અને પરિગ્રહ જીવના મિથ્યાત્વ સહિતના વિભાવભાવ એ આરંભ અને પરિગ્રહ છે. એ ભાવકર્મનો સ્વભાવમાં અભાવ છે. તેથી ભાવકર્મના કારણે એ નારક પર્યાય આવતી 'તી એ નારક પર્યાય મને નથી.
પછી મનુષ્ય પર્યાય આવશે. મનુષ્ય પર્યાયમાં હું ઉભો છું, પણ મનુષ્ય પર્યાયનું કારણ મારામાં નથી, તેથી હું અત્યારે મનુષ્ય નથી. કુંદકુંદાચાર્ય ભગવાન એમ કહે છે અને મનુષ્ય ન કહો. હું તો અકર્તા આત્મા છું. અહીં હું નારક પર્યાય નથી એનું કારણ આપે છે. જે આરંભ અને પરિગ્રહ એ પરિણામનો ધર્મ છે કે જે નારક પર્યાયનું નિમિત્ત કારણ થાય છે તે ભાવકર્મનો મારામાં અભાવ છે. એટલે ભૂતકાળમાં હું નારકી થયો નથી. આહા ! હું નારક પર્યાયનું પ્રતિક્રમણ કરું છું. આ યથાર્થ પ્રતિક્રમણ છે.
બહુ ઊંચી ગાથા છે. શું ઊંડાણથી ભાવો ભર્યા છે. નારક પર્યાયનું કારણ જે આરંભ અને પરિગ્રહ એ પરિણામના ધર્મો છે, એ વિભાવ છે. વિકાર છે, કષાય છે, એનો મારામાં અભાવ હોવાથી હું નારક પર્યાય નથી. પૂર્વે જે અનંતી નરકની પર્યાય વીતી ગઈને! એ વીતેલી પર્યાય એ હું નથી એનું પ્રતિક્રમણ કરું છું. આ તો પ્રતિક્રમણનો પાઠ છે ને? ભૂતકાળમાં મને નારક પર્યાય થઈ નહોતી એવા સ્વભાવને હું વર્તમાનમાં ભાવું છું તો ભૂતકાળમાં નારકની પર્યાય નથી એનું પ્રતિક્રમણ થઈ જાય છે. તે હતી-નહોતી થઈ ગઈ. હતી ખરી પણ મને નહોતી એનું નામ પ્રતિક્રમણ છે.
આતો પ્રતિક્રમણ છે ને? ભૂતકાળમાં હું નારકી થયો નથી, વર્તમાનમાં હું નારકી છું નહીં એવું શ્રેણિક મહારાજા કહે છે. અને હું ભવિષ્યમાં નારકી થવાનો નથી એમ શ્રેણિક મહારાજા કહે છે. હું નારકી થાઉં એવું કારણ જ મારામાં નથી ને! કારણનો જ અભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
પ્રવચન નં-૯ છે. એવા ભાવકર્મ મારામાં છે જ નહીં ને! કે જેનાથી નારકી થઈ શકું. હું નારકી થઈ શકતો જ નથી ને!? હું તો અકર્તા છું ને? અને જે નારકી થાય છે એ તો અજીવતત્ત્વ છે. તે જીવ ક્યાં છે? એનો તો મારામાં અભાવ છે એનું તો હું પ્રતિક્રમણ કરું છું.
શ્રેણિક મહારાજા અત્યારે પ્રતિક્રમણ કરે છે. અત્યારે નારકીની સ્થિતિમાં છે ને? એ પ્રતિક્રમણ કરે છે કે ભૂતકાળમાં હું નારકી ન હતો. વર્તમાનમાં નારકી નથી. ને ભવિષ્યમાં નારકી થઈશ નહીં. કેમ કે આરંભ પરિગ્રહનો મારા ત્રિકાળ સ્વભાવમાં અભાવ છે. કાર્યના કારણનો મારામાં અભાવ હોવાથી કાર્ય મારામાં થયું નથી, થવાનું નથી થતું નથી.
આ તો કોઈ ગાથા છે. બહુ સરસ ગાથા છે. સીધું જોડાયું છે કુંદકુંદભગવાનની સાથે. મને તો મુનિઓના ગંભીર વચનો એનું અધ્યયન કરવું મને બહુ ગમે છે. જેટલું ઊંડાણથી આપે એટલું મને ગમે. આજે ભલે થોડું કાઢી શકુ- કાલ વધારે કાઢી શકીશ પણ એમાં જ મન રહ્યા કરે છે.
એક તો આ ગાથા મને પ્રિય અને એમાં માંગણી કરવાવાળા એવા હોય. સમજી ગયા. મેં કહ્યું, એક નિયમ છે, તમે જેમ વેપાર કરો છો, ગ્રાહક જ્યારે આવે; અને સાચો ગ્રાહક આવે તો માલ છૂટથી બતાવો! એમ કોઈ માંગવાવાળો હોયને તો દેવાવાળો દઈ દે! મને કોઇ 'દિ પ્રમોદ નથી આવ્યો એવો પ્રમોદ આવ્યો છે સહેજે. એનું કારણ કોઈ ઘરાક આવે ને એ મારા હિત માટે છે.
હું નારકી વર્તમાનમાં છું નહીં. ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્ય કોઈ કાળે થઈશ નહીં. કેમ? કે એ નારકી છે એ કાર્ય છે અને કાર્યનું કારણ આરંભ અને પરિગ્રહ છે. એ આરંભ અને પરિગ્રહનો મારામાં અભાવ હોવાથી...ત્રણેકાળ અભાવ છે. પણ ભૂતકાળમાં પ્રભુ આપ નારકી થયા હતા ને? “નહીં'. તું કોની સામે જુએ છે! કોની સામે જોઈને તું વાત કરે છે? મારા ભગવાન આત્માને જોઈને વાત કરે છે તું? તું તારી સામે જોતો નથી એટલે તને આ થાય છે, પણ તું મારી સામે ક્યારે જોઇશ કે તારી સામે જોઈશ ત્યારે જ હું દેખાઇશ! તું તારી સામે જોઈશ નહીં ત્યાં સુધી હું ભગવાન છું એમ તને દેખાશે નહીં. અને તું તારા ભગવાનના દર્શન કરીશ, ત્યારે જ તને ખાત્રી થશે કે હું કોઈ દિ' નારકી થયો જ નથી. તો પછી તને મારો વિકલ્પ નહીં રહે.
આ ગાથા કણાથી પ્રેમથી આપે છે (શ્રોતા-આપ પણ બહુ કરુણાથી આપો છો.) હું તો મારો સ્વાધ્યાય કરું છું. તમે સાંભળો છો તો તમારો સ્વાધ્યાય થાય છે. આ જીવનમાં ગુરુદેવે જે સ્વાધ્યાયની પદ્ધતિ દાખલ કરી છે એ બહુ હીતનું કારણ છે. પરાધીનતા છૂટી જાય અને સ્વાધીનતા આવી જાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૧ આહા ! તું કોની સામે જોઈને વાત કરે છે? હું નારકી ? એકદમ ખોટી વાત છે. આહાહા! ભાઈ ! શાંતિ રાખ! તું મારી સામે જોઈને પછી મને કહે? કેઃ તમારી સામે તો જોઉં છું. “ના” તું મારી સામે જોતો નથી. તું અજીવ સામે જુએ છે. તું જીવની સામે જોઈશ ત્યારે ખબર પડશે તને આ (શરીર) અજીવ તરફ જોવાથી તને મારું રૂપ ખ્યાલમાં નહીં આવે. તું અજીવને જોઈ રહ્યો છો; અને અજીવને જોતાં જીવ તિરોભૂત થઈ જાય છે. આહાહા! અજીવને જોવાનું છોડી દે! અને જીવને જો ! તને જોઈને પછી મારી સામુ જો તો મારી વાત તને સાચી લાગશે.
કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે ભૂતકાળમાં હું નારકી થયો નથી, કેમ કે આરંભ અને પરિગ્રહના ભાવનો-ભાવકર્મનો મારા સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એ જે નારકીપણું થયું હતું એ અજીવનું હતું મારું નહીં. એ નારકી કોઈ બીજો થયો હતો.
કરનાર જુદો અને જાણનાર જુદો છે. કરનાર પુદ્ગલ છે અને જાણનાર જીવ છે. હું જાણનાર છું” એ સ્વભાવનો પક્ષ છે. અને જાણનાર જણાય છે એ ભેદનો પક્ષ છે. એને ઓળંગી જવાનું છે. એ સ્વભાવનો પક્ષ છે. “જાણનાર જણાય છે એ ભેદનો પક્ષ છે. એ ભેદનો પક્ષ છૂટે એટલે સાક્ષાત અનુભવ થાય છે. જાણનારો જણાય છે એટલો જ ભેદ પડતો હતો એ છૂટી જાય છે અને પ્રત્યક્ષ થઈ જાય છે, જાણનારો જણાય જાય છે પ્રત્યક્ષ. જાણનારો જણાય છે એ અનુમાન છે જાણનારો પ્રત્યક્ષ થાય છે એ અનુભવ છે. ભેદમાં ઉભો છે એટલે અનુમાનમાં આવે છે. એ ભેદ છૂટે તો પ્રત્યક્ષ થઈ જાય છે. જેવો છે એવો પરિમણી જાય છે.
અકર્તાને જોતાં વેંત જ અનુભવ થાય છે. હું અકર્તા છું ત્યાં સાક્ષાત અકર્તા થઈ ગયો પરિણામમાં. કર્તુત્વ છૂટી ગયું. અકર્તાને જોતાં પરિણામ પણ અકર્તા થઈ ગયા. કર્તુત્વબુદ્ધિ છૂટી ગઇ. જેવું દ્રવ્ય એવી પર્યાય થઈ ગઈ. દ્રવ્યય અકર્તા અને પર્યાય પણ અકર્તા થઈ.
હું અકર્તા છું એવો જોરદાર પક્ષ આવ્યો પછી જાણનારો જણાય છે એવો ભેદનો પક્ષ છૂટયો તો સાક્ષાત્ અકર્તા થઈ ગયો. હું જાણનાર છું એ દ્રવ્યનો પક્ષ છે અને જાણનાર જણાય છે એ શેયનો પક્ષ છે. આ બે પક્ષ છે. હું જાણનાર છું કેઃ જ્ઞાયક છું એક જ વાત છે. જાણનાર છું એ દ્રવ્યનો પક્ષ છે. જાણનાર જણાય છે એ શેયનો પક્ષ છે. હજુ શેય થયું નથી. ભેદ છૂટી જાય તો ધ્યેયપૂર્વક શેય થઈ જાય.
હું જાણનાર છું એવો વિકલ્પ ઉઠયો, નિર્ણય કર્યો એણે; નિર્ણય સાચો છે પણ તે હજુ દ્રવ્યનો પક્ષ છે. જાણનાર જણાય છે એ યનો પક્ષ છે. ભેદ છૂટી જાય તો ધ્યેયને જ્ઞય એક સમયમાં થઈ જાય. બસ ભવનો અંત આવી જાય છે. પછી ફરી ફરીને શું કરે છે? એ જ પ્રક્રિયા કરે છે. જાણનાર જણાય છે...જાણનાર જણાય છે. જાણનાર જણાય છે. બીજું કાંઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૨૨
જણાતું નથી તો સમ્યક્દષ્ટિ ચારિત્રવંત થઈ જાય છે.
પંકજ ! જાણનારો જણાય છે એ પંદર વર્ષ પહેલા કહ્યું તું! (હા, ભાઈ! જાણનાર જણાય છે એમ કહ્યું 'તું. )
પ્રવચન નં-૯
અકર્તા કહો કે જાણનાર કહો એક જ વાત છે. જ્ઞાયક કહો કે અકર્તા કહો એક જ વાત છે. અકર્તાથી કેમ કહ્યું કે: કર્તાબુદ્ધિ છે ને એને એ છોડાવવા માટે અકર્તા આપ્યો. કહેવો છે તો જ્ઞાયક જ. અકર્તા છે એવો જાણનાર છે. અકર્તા છે એવો જ્ઞાયક છે. જ્ઞાયક તો છે પણ અકર્તા એવો જ્ઞાયક છે. કર્તા નથી એવો જ્ઞાયક છે. જ્ઞાયકને પરિણામ ન હોય. પરિણામથી રહિત કહ્યો ને? પ્રમત્ત અપ્રમત્તથી રહિત. જીવને પરિણામ ન હોય. અકર્તાને કર્મ ન હોય માટે કર્મ જ્ઞેય પણ થાય નહીં. પર્યાયાર્થિક ચક્ષુબંધ થઈ જાય છે અને દ્રવ્યાર્થિકચક્ષુ ઉઘડી જાય છે. એ મારું કર્મ નથી તો હું એનો જ્ઞાતા કેવી રીતે હોઉં? એ કર્મ હોય તો મને શૈય થાય ને? કર્મ જ નથી મારું કોઈ. હું અકર્તા છું તેથી અકર્તાને કર્મ ન હોય. અકર્તાને કર્મ હોય તો અકર્તા રહેતો નથી.
(શ્રોતા:- બન્ને બાજુથી ભાઈ ! નિશ્ચય બતાવ્યો.) અકર્તા છે માટે કર્મ નથી અને કર્મ નથી તો હું એનો જ્ઞાતા નથી. જ્ઞાતા નથી તો એ મારું કર્મ જ નથી. માટે પાછો હું અકર્તામાં આવી ગયો. કર્મ નથી માટે અકર્તા છું. અકર્તા સાબિત કર્યો. (શ્રોતા—અહીંથી જાય તો પણ પાછો આવે ) મૂળમાં પાછો આવી જાય.
આજે નારકીનો બોલ ચાલ્યો. એક નારકીના બોલમાં કેટલું ભર્યું છે હૈ! (શ્રોતા:- તું કોની સામે જોઈને વાત કરે છે.) કે પ્રભુ! તમે આજે નારકી નથી પણ મેં આગમ વાંચ્યા છે. મને એ ખબર છે કે જીવ ચારેય ગતિમાં રખડયો છે અને નારકની પર્યાય પણ અનંતવાર આવી છે. પ્રભુ! આપ અત્યારે નારકી છો એમ હું કહેતો નથી. અત્યારે તો તમે મનુષ્ય છો.
(ઉત્તર) એ તારી ભૂલ છે. તું નારકીની વાત કરે છે ને? મૂર્ખા હું નારકી થયો જ નથી, કોની સામે જોઈને તું વાત કરે છે? કેઃ તમારી સામે! આતો (શરીર) તો અજીવ છે, તું અજીવની સામે જોવે છે? અજીવની સામે જોઈશ તો આત્મા નહીં જણાય. મારી સામે જો ? કે તમારી સામે કેમ જોઉં? કેઃ તું તારી સામે જો! પછી મારી સામે જો તો અમારો ભગવાન વ્યવહારે તને દેખાશે. નિશ્ચય ભગવાન તારો દેખાશે ત્યારે આ વ્યવહાર ભગવાન છે એમ દેખાશે અને મને નારકની પર્યાય નથી થઈ એમ તું તારા મોઢેથી કહીશ કે પ્રભુ! આપનું કથન સાચું છે એનો આજે મને ખ્યાલ આવ્યો.
મેં અકર્તાને જોયોને એટલે તમે અકર્તા છો એમ દેખાય છે. હું કર્તાને જોતો તોને એટલે હું અકર્તા દેખાણો નહીં મને ત્યાં સુધી લાગતું'તું કે ભવિષ્યમાં ચારગતિમાં જીવ ૨ખડશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૩ ને? કેઃ જીવ ન રખડે એ અજીવતત્ત્વ રખડનાર છે. રખડનાર બીજો છે હું તો અકર્તા છું.
નારકની પર્યાયનો મારામાં અભાવ છે. (જિજ્ઞાસા) પ્રભુ તમે અત્યારે નારકી નથી પણ તમે ભૂતકાળમાં નારકી થયા નથી ? ( સમાધાન) કે તું કોની સામે જોશ! તું મારી સામે જો એકવાર કહું–કેમ જોવું? કેઃ તારી સામે જોયા પછી. (શ્રોતા – અપનેકો સંયોગ સે દેખતા હૈ તો ગુરુકો ભી સંયોગ સે દેખતા હૈ.) તને જ્ઞાયક નહીં દેખાય કારણ કે તું સંયોગને અજીવને જુએ છે. તને સ્વભાવ તિરોભૂત થઈ ગયો છે.
અજીવને જાણતો હોય ત્યારે જીવને ન જાણી શકે અને જ્યારે જીવને જાણતો હોય ત્યારે અજીવ નહીં દેખાય એટલે પરિણામ નહીં દેખાય. કેમકે પરિણામ અજીવ છે. આ ગાથા જ કોઈ અલૌકિક છે. હે પ્રભુ! તારામાં ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે. “ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે” તે શબ્દ સારો છે. દ્રવ્યશ્રુત છે. અલૌકિક ચીજ છે. થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે.
જેટલી શક્તિ હોય તેટલું કાઢી શકે..બાકી આ તો સમુદ્ર છે.
નારક પર્યાય મને નથી. તેને કરતો નથી, કરાવતો નથી, અને કોઈ કરે તેને અનુમોદતો નથી, ભૂત-ભવિષ્યને વર્તમાન ત્રણેકાળ લઈ લેવા એમાં! અહીંયાં ભૂતકાળની વાત છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૩ સવારનું પ્રવચન નં-૧૦
તા. ૧૫-૮-૮૮ આ શ્રી પરમાગમ શાસ્ત્ર એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. ગાથા ૭૭ થી ૮૧ તેની ટીકા. “અહીં શુદ્ધાત્માને સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વભાવ એટલે કર્તાપણાનો અભાવ છે. આત્મા અકર્તા છે, કર્તા નથી, અને અકર્તા છે માટે શુદ્ધ છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી.” સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. એટલે કે નિશ્ચયથી હોતા નથી. મિથ્યાષ્ટિ જીવને બહુ આરંભ અને પરિગ્રહના ભાવ વ્યવહારથી હોય છે. એટલે તેની પર્યાયમાં હોય છે એના દ્રવ્યમાં હોતા નથી.
વ્યવહારથી હોય છે એટલે વ્યવહારનયના વિષયભૂત જે એના પરિણામ છે એ આરંભ અને પરિગ્રહું પરિણામમાં સંસારી જીવને થાય છે તેનું નિમિત્ત પામીને “નારક આયુના હેતુભૂત”-કારણભૂત-નિમિત્ત કારણભૂત “સમસ્ત રાગ દ્વેષ મોટું હોય છે.” વ્યવહારનયે સંસારી જીવને હોય છે એના નિમિત્તે નરકની પર્યાય પણ થાય છે. પરંતુ “મને ' મને એટલે મારા આત્માને અહીં પદ્મપ્રભમલધારિદેવ ન લેવું.
“મને, એટલે શુદ્ધાત્માને “નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” નારકની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
પ્રવચન નં-૧૦ પર્યાય નથી અને નારક પર્યાયના કારણભૂત આરંભ પરિગ્રહ, મોહ-રાગ-દ્વેષ “મને ” નથી. એટલે મારા આત્માને નથી. કઈ નયે નથી? કેઃ શુદ્ધનિશ્ચયનયે નથી. કઈ નયે છે? કેઃ વ્યવહારનયે છે. અને શુદ્ધનિશ્ચયનયે નથી શુદ્ધ જીવાસ્તિકાયને તેઓ નથી એટલે શુદ્ધ આત્માને તેઓ નથી
એક શુદ્ધનિશ્ચયનય શબ્દ વાપર્યો. એનું બળ એટલે સ્વભાવને જોનારી એક નય છેસ્વભાવને જોનારો એક જ્ઞાનનો અંશ છે અને એનો વિષય શુદ્ધ આત્મા જ છે. તે શુદ્ધજીવાસ્તિકાય છે. શુદ્ધ આત્મામાં તે વસ્તુ નથી. નરકેય નથી અને એનું કારણ આરંભ પરિગ્રહ એમાં નથી. તેમજ રાગ-દ્વેષ-મોહ પણ એમાં નથી પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી.
સંસારી જીવની પર્યાયમાં છે અને સંસારી જીવના શુદ્ધ આત્મામાં નથી. ભલે સંસારી જીવને વ્યવહારનયે એ દોષ હોય પર્યાયમાં પણ એનો જે આત્મા છે એમાં એ રાગ-દ્વેષ મોહ નથી તેથી આત્મા તેનો કર્તા નથી.
એક પ્રશ્ન સીધો થાય છે કે તો એને કોણ કરે છે? વ્યવહારનયે રાગ-દ્વેષ-મોટું છે એમ કહ્યું. વ્યવહારનયે એટલે એની અવસ્થામાં થાય છે. તો એ અવસ્થા તો છે આરંભપરિગ્રહની તો કહે છે કે શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી. તેઓ જો નથી તો આત્મા એનો કર્તાય નથી તો એનો કર્તા કોણ છે? કેઃ પુદ્ગલ છે. સીધો સાદો જવાબ આપ્યો છે.
જુઓ! “હું નારક પર્યાયને કરતો નથી, કરાવતો નથી અને કરે છે એને અનુમોદન આપતો નથી. ત્રણે બોલ આ પારાની સાથે સાથે છઠ્ઠી પારામાંથી લઈ લેવું. ઉપરમાં જે મથાળું બાંધ્યું છે એ વ્યક્તિગત નથી પણ સમષ્ટિગત મથાળું બાંધ્યું છે.
શુદ્ધાત્મા કોને કહીએ છીએ! કે જે કોઈ પણ પરિણામને કરે નહીં. પરિણામનો અકર્તા છે માટે આત્મા શુદ્ધ છે. અપ્રમત્ત પ્રમત્ત નથી આત્મામાં માટે આત્મા શુદ્ધ છે અને જે એમાં ન હોય એનું કર્તાપણું ન હોય. જે જેમાં હોય એનો એ કર્તા હોય. જે જેમાં નથી એનો કર્તા ન હોય. કઈ નયે? કે શુદ્ધનિશ્ચયનયે.
શુદ્ધનિશ્ચયનયે એટલે કે સ્વભાવને ગ્રહણ કરનારી જે નય એ સ્વભાવની સમીપે જઈને જુએ તો એમાં મોહ-રાગ-દ્વેષ નથી અને એને કરતો નથી. કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં આરંભ પરિગ્રહ નથી. માટે કરતો નથી એમ, કરતો નથી કરાવતો નથી અને અનુમોદક પણ નથી.
આહાહા! અહીં મને જે શબ્દ વાપર્યો છે એ પોતાથી વાત કરી છે પણ છે સમષ્ટિગત. ઉપર છે. “શુદ્ધઆત્માને”-શ્રમણોને એમ નથી લખ્યું. શ્રમણોને નહીં. મુનિઓને નહીં એમ નથી લખ્યું. “શુદ્ધ આત્માને અમે શુદ્ધ આત્મા આને કહીએ છીએ બધાની પાસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૫ આવો શુદ્ધાત્મા બિરાજમાન છે. એની સમીપે જઈને જુએ તો આત્મા અકર્તા દેખાય છે. જ્યારે અકર્તા દેખાય છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. કાર્ય રહી જાય છે અને કર્તબુદ્ધિ છૂટી જાય.
હવે જો કાર્ય રહી જાય છે અને હું એનો કર્તા નથી તો કોણ કર્તા છે? એનો કર્તા બતાવ્યોને કે પુદ્ગલ કરે છે. પુદ્ગલના સંગે થાય છે. પુદ્ગલના સંયોગ સંબંધથી થાય છે. એ નિમિત્તના સંગે થાય છે. રાગ દ્વેષ છૂટતા નથી.
કર્તા બુદ્ધિ કેમ છૂટી? કેઃ “હું અકર્તા છું.” અકર્તાને લક્ષમાં લીધો કે હું અકર્તા છું તો પરિણામને કરું છું એવું ન જ આવે. જે અકર્તા ને જોતો નથી અને કર્તબુદ્ધિ રહી જાય છે. કર્તબુદ્ધિ જેણે છોડવી હોય, સમ્યકદર્શન પ્રગટ કરવું હોય તો અકર્તાનું શરણ લેવું. અકર્તા એવો જ્ઞાતા, અકર્તા એવો જ્ઞાયક, અકર્તા એવો જ્ઞાનમય આત્મા એમ !
હું અકર્તા છું એમ જ્યાં દષ્ટિમાં આવ્યું ત્યાં કર્તબુદ્ધિ છૂટી જાય છે. કર્તબુદ્ધિ ગાયબ થઈ ગઈ. પરિણામ રહી ગયા, પરિણામની ક્રિયા રહી ગઈ, પણ કર્તુત્વબુદ્ધિ છૂટી ગઈ. ત્યારે પરિણામને કોણ કરે છે? પરિણામતો થાય છે? કેઃ હા, તેને કર્મ કરે છે હું કરતો નથી હવે જે આ વ્યવહારનો બોલ એકમાં લીધો એમ ત્રણેયમાં વ્યવહારનો બોલ લઇ લેવાનો.
વ્યવહારનયથી સંસારી જીવને આરંભ પરિગ્રહ હોય છે. અને એ હોય છે ત્યારે સંસારી જીવને રાગ-દ્વેષ-મોડું થાય છે અને એના નિમિત્તે સંસારી જીવને નરકની પર્યાય આવી જાય છે. આવી સ્થિતિ હોવા છતાં આત્મા અકર્તા રહી ગયો છે,
નય લગાડીને વ્યવહારનયે છે એટલે પર્યાયમાં છે પણ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી. એટલે શુદ્ધઆત્માનો જે પરમ પરિણામિક સ્વભાવભાવ છે, જે જ્ઞાનાનંદ પરમાત્મા છે એ તો ત્રણેકાળ નિષ્ક્રિય શુદ્ધ છે. કરે બરે નહીં. કાંઈ; આહા! પરિણામ પરિણામ ન કરે કાં પુદ્ગલ એને કરે બસ. “હું તો અકર્તા છું.” અકારક ને અવેદક છું. બંધ મોક્ષનોય આત્મા કર્તા નથી.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે.” હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વથી વિહિન છું.” એ ઉપરની પહેલી લીટી છે ને? આરંભ પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી એમ આમાં વાંચવું કે તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું. પણ વ્યવહારનયે જોવામાં આવે તો એની દશામાં માયા-મિશ્રિત અશુભભાવો થાય છે. એના નિમિત્તે તિર્યંચ પર્યાય પણ આવે છે, પણ એ માયા-મિશ્રિત અશુભ ભાવનો ભાવકર્મનો આત્મા કર્તા નથી કેમ કે ભાવકર્મથી આત્મા ત્રિકાળ ભિન્ન છે શુદ્ધ છે અને નિશ્ચયનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
પ્રવચન નં-૧૦ બળે તિર્યંચ પર્યાય મને નથી એ છેલ્લું વાક્ય લઈ લેવું. બધામાં વ્યવહારેય લેવો અને નિશ્ચય પણ લેવો, બેય લેવા.
તિર્યંચ પર્યાયને યોગ્ય સંસારી જીવને આવા ભાવો હોય છે પણ, એ જીવને પણ...એનો જે જીવ સ્વભાવ એની સમીપે જઈને જુઓ તો શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને આ માયામિશ્રિત પરિણામ થતા નથી. આત્માથી બહાર પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નથી આ સામાન્ય અને વિશેષ બે પડખાં જો સમજાય તો આ સમજાય. પણ સામાન્યને વિશેષ મિશ્રિત થઈ જાય તો નહીં સમજાય.
અશુદ્ધ પરિણામ છે? તો કહે “હા”, કઈ નયે? વ્યવહારનયે. નથી એ પરિણામ? તો કહે-નથી.' કઈ નયે? કે નિશ્ચયનયે. સ્વભાવને ગ્રહણ કરનારી એક નય છે. અને ભેદને ગ્રહણ કરનારી એક નય છે.
વ્યવહારનય પર્યાયાશ્રિત છે પરાશ્રિત નહીં. પરાશ્રિત નહીં પણ પર્યાયાશ્રિત છે એમ કેમ તમે કહ્યું? કેમ કે પર્યાયના ધર્મમાં આવા આવા ભાવો ઉત્પન્ન થાય છે. પરાશ્રિતમાં જાણે પરનો આશ્રય કરે ત્યારે થાય છે. અથવા પર કરાવે છે એ બધું કાઢી અને સઅહેતુક પર્યાય સિદ્ધ કરે છે. પર્યાયાશ્રિત કહીને એ ધર્મ પર્યાયને આશ્રિત છે. પરને આશ્રિત ઉત્પન્ન નથી થયો. સમ્યકજ્ઞાનની પર્યાય આત્માને આશ્રયે થતી નથી. એમ કહેવાય કે આત્માનું લક્ષ છે એટલે આત્માના આશ્રયે થઈ, પણ એમ નથી.
જે વિભાવ થાય છે એ પર્યાયાશ્રિત છે. પરાશ્રિત શબ્દ સાચો છે કેમ કે એ દોષ પરના સંગે થાય છે. કર્મના નિમિત્તમાં જોડાય છે તો રાગને પરાશ્રિત કહ્યો. કેમ કે સ્વઆશ્રિત રાગ ન થાય. એ તો એના નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિતમાં અશુદ્ધ ઉપાદાનનું જ્ઞાન કરાવ્યું. સમયસારની પ૬ ગાથામાં પર્યાયાશ્રિત કહ્યું છે, પરાશ્રિત નહીં. પર્યાયાશ્ચિત ક્ષણિક ઉપાદાન છે. અને પરાશ્રિત નૈમિત્તિક થાય છે. બે શબ્દમાં ફેર છે.
આહા! પર્યાયાશ્રિતમાં ક્ષણિક ઉપાદાનની સિદ્ધિ થાય છે. અને પરાશ્રિતમાં નૈમિત્તિકભાવની સિદ્ધિ થાય છે. નિમિત્તના લક્ષથી થવાવાળો નૈમિત્તિક ભાવ. (શ્રોતા-એકદમ સ્પષ્ટ...એકદમ સ્પષ્ટ..) બે વાત આવે ત્યારે સમજી લેવું કે આ નિમિત્તના સંગવાળી પર્યાય થઈ માટે પરાશ્રિત એટલે સ્વઆશ્રયે રાગ ન થાય. પરના લક્ષે રાગ થાય. કર્મના ઉદયમાં જોડાય છે પરિણતિ તો રાગ થાય. તો પરાશ્રિત રાગ થાય, સ્વઆશ્રિત રાગ ન થાય બસ એટલું જ છે નિમિત્તની સાપેક્ષથી વાત કરીએ તો નૈમિત્તિક સિદ્ધ કર્યું. અને પર્યાયાશ્રિત કહે ત્યારે ક્ષણિક ઉપાદાન સિદ્ધ કર્યું. એ નિમિત્તથી નિરપેક્ષ છે. ક્ષણિક ઉપાદાન કીધું એટલે ખલાસ થઈ ગયું. ઉપાદાન એટલે તત્ સમયની યોગ્યતા થવા યોગ્ય બસ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૭
**
,,
“હું સદા તિર્યંચ પર્યાયના કર્તૃત્વથી વિહીન છું.” જુઓ! ‘મને ' એમ આવ્યું ને? પાછું ‘હું' એમ ‘હું' આવ્યા કરે છે. “હું” એટલે આત્મા. “મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે. ” ભગવાન આત્મામાં ત્રણેય કાળ અભાવ છે. મારે મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચયનયે નથી. વ્યવહારનયે મનુષ્ય પર્યાય છે અને એ મનુષ્ય પર્યાયને જ્યારે વ્યવહારનયે વિચારવામાં આવે ત્યારે મનુષ્ય પર્યાય છે અને તેને યોગ્ય દ્રવ્યકર્મ અને ભાવકર્મ છે એ નિમિત્ત અને પેલું નૈમિત્તિક. પણ, મારા સ્વભાવની સમીપે જઈને હું ભગવાન આત્માના દર્શન કરું છું....આહાહા! અકર્તાને હું નિહાળું છું ને ત્યારે શુદ્ધનિશ્ચયનયના બળે મને મનુષ્ય પર્યાયતો નથી પણ મનુષ્ય પર્યાયનું જે કારણ દ્રવ્યકર્મ અને ભાવકર્મ એનો મારામાં અભાવ હોવાને લીધે. અભાવ હોવાને લીધે, થવાને લીધે એમ નહીં. હોવાને લીધે ત્રણેય કાળ.
મનુષ્ય પર્યાયનું કારણ કોઈ કાળે આત્મા નથી. ભગવાન મહાવીર મનુષ્ય થયા એનું કારણ એનો આત્મા નથી. કારણનો અભાવ છે એટલે કાર્યનો અભાવ છે. આત્માને મનુષ્ય પર્યાય નથી એનું કારણ આપ્યું કે દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ હોવાથી મુખ્ય આ છે. નારકી પર્યાય નથી એનું કારણ આપ્યું કેઃ આરંભ પરિગ્રહનો અભાવ હોવાથી. કેમ કે આરંભ પરિગ્રહ છે એ નિમિત્ત કારણ છે અને પેલી નૈમિત્તિક પર્યાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધનો સ્વભાવમાં અભાવ છે. માટે ચારગતિ આત્મામાં નથી.
વ્યવહારનય સતતપણે કહે છે કે ચારગતિમાં જીવ રખડે છે. નિશ્ચયનય કહે છે કે ચારગતિમાં જીવ આવ્યો નથી. ચારગતિના કારણને એણે સેવ્યું નથી. કોઇ દિ દુ:ખી થયો જ નથી વ્યવહારનયે દુ:ખી હોય છતાં નિશ્ચયનયે તો સુખી છે. આ ભેદજ્ઞાન દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું છે.
અનાદિથી અજ્ઞાનીને પર્યાય સાપેક્ષ દ્રવ્યની ગંધ-પ્રમાણનો પક્ષ એવો થઈ ગયો છે કે એમાં સ્વામીત્વબુદ્ધિ અને કર્તુત્વબુદ્ધિ રહી જાય છે. રહિતનું શ્રદ્ધાન થાય તો કર્તાબુદ્ધિ છુટી જાય છે અહીં એ વ્યવહારનું તો પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિપક્ષ આવ્યું'તું ને? વ્યવહા૨ ચારિત્રનો નિશ્ચયના આશ્રયે ત્યાગ કરવો છે. એનું તો પ્રતિક્રમણ કરવાનું છે. એનાથી તો પાછા ફરવાનું છે. એટલે મનુષ્ય છું એમ જાણ્યું વ્યવહા૨થી એનું તો પ્રતિક્રમણ કરવું છે કે હું મનુષ્ય નથી. એનું નામ પ્રતિક્રમણ છે.
કાલે રાત્રે બે-ત્રણ કલાક આ વિષય ઉપર ઘોલન ચાલેલું. વિચાર એમ આવ્યો કે સમાજમાં ઘો૨ અંધારુ છે. કો'ક વીરલા તત્ત્વના ઊંડાણની રુચિવાળા હોય છે. એનું કારણ એ છે કે અનાદિનો વ્યવહારનો પક્ષ છે ને ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં-૧૦ આત્મા મનુષ્ય થાય છે. નારકી થાય છે, આત્મા રાગને કરે છે, દુઃખને ભોગવે છે એ વ્યવહારનો પક્ષ છે. પર્યાય સહિતનું દ્રવ્ય એણે અનંતકાળથી એણે લક્ષમાં લીધું છે. આત્મા પર્યાયમાત્રથી રહિત છે આમાં શું કહે છે? કેવળજ્ઞાનથી રહિત આત્મા. ગુણસ્થાનમાં કેવળજ્ઞાન લઇ લીધું છે. આહાહા! મોક્ષનું કારણ એવો મોક્ષમાર્ગ આત્મામાં નથી. તે કારણે મોક્ષમાર્ગને કરતો નથી.
આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે. શુદ્ધાત્માને સફળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. એમાં મોક્ષમાર્ગ લઈ લીધો. મોક્ષમાર્ગનો આત્મા કર્તા નથી. માર્ગણાસ્થાન, યથાખ્યાતચારિત્ર આત્મામાં નથી પર્યાયમાં હો તો હો પણ મારામાં નથી એ વાત ચાલે છે પર્યાયની અતિ, એની મારામાં નાસ્તિ, એવી મારી અસ્તિ બસ.
જ્યારે પર્યાયથી રહિત ત્રિકાળી સામાન્ય એક ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ છે. આ અકર્તા લક્ષમાં આવ્યા વિના કર્તબુદ્ધિ જવાની નથી. અકર્તા ઘૂંટાતા એ અકર્તા ઘૂંટાવા માંડયો એટલે જ્ઞાતા થઈ ગયો. અકર્તા ઘૂંટાવા લાગ્યો એટલે કર્તુત્વ છૂટી ગયું તો જ્ઞાતા થઈ ગયો.
મનુષ્ય પર્યાય ભલે હો પણ એનું જે કારણ દ્રવ્યકર્મને ભાવકર્મ એનો તમારામાં ત્રણેકાળ અભાવ છે. એટલે અત્યારે તમે મનુષ્ય નથી. અત્યારે તમે આત્મા છો, મનુષ્ય નથી અને બે-ચાર ભવ મનુષ્યના આવશેને તો એ મનુષ્ય પર્યાય તમને નહીં હોય. આત્માને મનુષ્ય પર્યાય ન હોય. આત્મા મનુષ્ય પર્યાયથી રહિત છે, મોક્ષથી રહિત છે તો મનુષ્ય પર્યાયથી રહિત હોયને! બંધ મોક્ષથી રહિત આત્મા. આહાહા ! “જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે.” આહાહા ! દ્રવ્યદષ્ટિ થવી બહુ કઠિન કામ છે. એ સિવાય ભવનો અંત આવવાનો નથી. કોઈ માનો કે કોઈ ન માનો!
મને મનમાં એવું લાગ્યા કરે કે તીર્થકરનું દ્રવ્ય એને અકર્તા ઘૂંટાતું હોય છે, એનું પ્રતિપાદન આવે. ગુરુદેવે કહ્યું આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે એ આવ્યું કે નહીં! પદ્મપ્રભમલધારિદેવ પણ શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. કોઈ કાળે કરે કે નહીં? કે નહીં, એક સમય પણ ન કરે. કર્તા કરે પણ અકર્તા ન કરે. કર્તાને કર્મ હોય પણ અકર્તાને કર્મ ન હોય. અકર્તાને કર્મ હોય તો એ કર્તા બની જાય પણ તે કર્તા તો બનતો નથી. તે તો ત્રણેકાળ અકર્તા છે. અકારક ને અવેદક છે.
શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ સંવર-નિર્જરાને કરતો નથી. કેમ કે દષ્ટિમાં અકર્તા દ્રવ્ય તરવરે છે એટલે હું કરતો નથી. હું જો સંવર નિર્જરાને કરું તો સંવર નિર્જરા રહેતા નથી તો આસ્રવ બંધ થઇ જાય છે. માટે કરતો નથી બસ જાણું છું એટલું રાખ્યું. અહીંયા તો એ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૯ કાઢી નાખ્યું. શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે-મુનિરાજ કહે છે સંવર-નિર્જરાને હું કરતો નથી. હું કરું છે એમ મને ન દેખો! એવો ઉપચાર પણ મને આપો !
પૂ. ગુરુદેવે ૪૫ વર્ષમાં કેટલીવાર આત્માનો અનુભવ કર્યો હશે! હજારોવાર. તો હજારોવારના અનુભવનો નિચોડ તેમણે કહ્યો કે આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. અને બીજી એ વાત કરી કે આત્મા શુદ્ધ પર્યાયનો ઉપચારમાત્રથી પણ કર્તા નથી એ જે વચન આવ્યું ઉત્કૃષ્ટ. ટોડરમલ સ્મારકના પંચકલ્યાણક વખતે એ તેટલા વર્ષ પહેલાંની વાત છે.
પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન ચાલે, એમાં ગુરુદેવ બોલ્યા કેઃ શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી. ઉપચારથી કર્તા છે એમ તો આવ્યા કરે. ઉપચારથી કર્તા તો આવે સમજી ગયા. પણ ઉપચારથી પણ કર્તા નથી એટલે કર્તા નથી એટલે અકર્તા છે. ઉપચારથી કર્તા નથી. એનું નામ અકર્તા છે. એટલે આજે વધારે આવ્યું 'તું. બીજું એમ આવ્યું તું કેઃ વ્યવહાર ઉપચારથી કર્તા છે એનો નિષેધ કરવા માટે આ પરમાર્થ પ્રતિક્રમણમાં કર્તા નથી એ વાત આવી છે. ઉપચારથી કર્તાપણું હતું એ એમને ખટકયું, કેમ કે અકર્તા દષ્ટિમાં રહેતો 'તો ને? એટલે ખટકયું. એ તો ખટકે જ ને!
એટલે જે પૂ. ગુરુદેવે જયપુરમાં કહ્યું કે શુદ્ધ પર્યાયનો આત્મા ઉપચારથી કર્તા નથી એ આમાં (પરમાર્થ પ્રતિક્રમણમાં ) કહેવું છે. એ કાલ સાંજે મને આવી ગયું. આજે સવારના પહોરમાં તાળો મળી ગયો. ઓહોહો ! શુદ્ધપર્યાયનો કર્તા છે એવો જે ઉપચાર આવતો હતો એ ખટક્યો. એ ઉપચારથી કર્તા છે એનો નિષેધ કરવા માટે કર્તા નથી એમ કહ્યું.
મુનિરાજને એકતાબુદ્ધિતો કયારની તૂટી ગઇ છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ તો એમને થઈ ગયું છે, તો પણ ઉપચારથી કર્તા છે એવું લોકો કહે છે તમે ઉપચારથી કર્તા છો. આહા ! પ્રભુ રહેવા દ્યો અમે કર્તા નથી. અમને ઉપચારથી કર્તા ન દેખો એટલે વ્યવહારથી કર્તા નથી એમ ! નિશ્ચયથી તો કર્તા ન જ હોય, પર્યાયનો કર્તા પર્યાય હોય નિશ્ચયથી પણ પરિણમે છે માટે કર્તા, આહાહા ! હું કર્તા નથી. તમે મને કર્તા ન દેખો. હું અકર્તા છું મને અકર્તા રાખો.
કુંદકુંદના દર્શન કરવા હોય તો હું અકર્તા છું એમ તમે જાણજો! તો તમને તમારા દર્શન થાશે. પણ કુંદકુંદ ભગવાન અત્યારે ઉપચારથી કર્તા છે તો કુંદકુંદ નહીં દેખાય, તો આ ( નિજ) કુંદકુંદપણ નહીં દેખાય. કુંદકુંદનો અર્થ સોનું એવો થાય છે. એટલે આ પણ સોનું જ છે ને? શુદ્ધ સુવર્ણ છે બધા આત્મા. ઉપચારથી પણ કર્તા નથી.
જ્યાં સુધી આ વ્યવહારનો પક્ષ છે કે ઉપચારથી કર્તા..ઉપચારથી કર્તા... ઉપચારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩)
પ્રવચન નં-૧૦ કર્તા છે; તે નિશ્ચયથી કર્તા ન હોય તો કાંઈ નહીં પણ વ્યવારે તો કર્તા ખરોને? ઉપચારથી કર્તા ખરોને? સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનો હોં! બહારની વાત નહીં. શુદ્ધ પર્યાયનો ઉપચારથી કર્તા ખરો ને? એ ઉપચારથી પણ કર્તા નથી.
આપણે એ વાત થઈ હતી કે આ કર્તા નથી એમ કેમ એને લેવું પડ્યું? કેમ કે પરમાર્થ પ્રતિક્રમણ તો મુનિરાજને હોય છે એમને કેમ લેવું પડયું! જેમ સામાયિક છટ્ટ ગુણસ્થાને હોય એમ પરમાર્થ પ્રતિક્રમણ છે એ તો ચારિત્રનો ભેદ છે ને? આ ચારિત્રના ભેદમાં એમ કેમ વિચાર આવ્યો કેઃ આનો કર્તા નથી. એમ કેમ તેમણે યાદ કર્યું?
મને એક નિયમ-(પ્રકૃતિ) છે એવી વાત ડીપોઝીટ રહી જાય છે અને એનું સંશોધન હું ન જાણતો હોઉં એ રીતે અંદરમાં થયા કરતું હોય છે. અને એકાએક તેનું સમાધાન આવી જાય છે. કેમ કે સંશોધન કરવાનો જ્ઞાનનો સ્વભાવ જ છે. કાલે સંતોષ થઈ ગયો. આહાહા ! કુંદકુંદ-ભગવાન આવીને કહી ગયા..તું! મુંઝાશને !! તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. ઉપચારથી કર્તા હતો એનો નિષેધ કરવા માટે મેં કર્તા નથી એમ લખ્યું છે બસ. તને સમાધાન થઈ જશે. મેં ઉપચારથી કર્તા કહ્યો છે માટે એ ઉપચારનો નિષેધ કરવા માટે હું ફરીથી કર્તા નથી એ યાદ કરું છું.
સવારે આ વિચાર આવ્યો તો કેઃ શુદ્ધ પર્યાયનો પણ આત્મા કર્તા નથી એ માટે થઈને આ ઉપચારનો નિષેધ કરવા માટે ફરીથી હું કર્તા નથી. કારયિતા નથી એ ફરીથી ચારિત્ર માટે છે. પેલું કર્તા નથી એ દષ્ટિ માટે હતું અને આ ચારિત્ર માટે છે. અહીં કર્તા નથી તે ચારિત્ર માટે છે કેમ કે ઉપચાર આવતો 'તોને ? એટલે ખટકયું એમને!
મુનિરાજ કહે છે-મારા ભગવાનને ચારિત્રનો કર્તા કહો છો? હું તો અકર્તા છું પ્રભુ! જરા ઉપયોગ સ્વભાવ ઉપરથી હટી ગયો, દષ્ટિ તો વર્તે છે પણ જરા ઉપયોગ છુટયો તેમાં અમને કર્તા કહેવા લાગ્યા ! નહીં...નહીં...નહીં. અમે તો અકર્તા છીએ. આમ ફરી પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં એટલે અભેદ અનુપચારમાં જાય છે. “અભેદ” ને “અનુપચાર' એ શબ્દ પણ આના અનુસંધાનમાં હતો. એ રીતે અડખાં-પડખાં આવી જાય છે. (શ્રોતા-અને કડી પણ મળી જાય છે. એ કર્તા નથી એમ કેમ કીધું છે?) ઉપચારનો કર્તા આવતો હતો ને એનો નિષેધ કરવા માટે કર્તા નથી કહ્યું.
કેમકે પેલી કર્તબુદ્ધિ જતી રહી છે, તો કર્તાનો ઉપચાર આવતો તો એ પણ ખટકતું 'તું આત્મા મોક્ષમાર્ગનો કર્તા છે એ ઉપચારથી એ ખટકતું 'તું મોક્ષના કારણભૂત મોક્ષમાર્ગ હોં! હે! શ્રમણ ભગવાન આપ એના ઉપચારથી કર્તા છો અમે ઉપચારથી કર્તા કહીએ છીએ! નિશ્ચયથી તો અમે કહેતા નથી કેમ કે નિશ્ચયથી તો અકર્તા છે પણ વ્યવહારથી તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૧ કર્તા છોને? રહેવા દે...રહેવા દે! એ વ્યવહારે અમને ખટકે છે. કેમકે એમાં સવિકલ્પ દશા લંબાઈ જાય છે. અને એ ખટકતાં ફરીથી નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે.
ઉપયોગમાં અકર્તા આવવું જોઈએ ત્યારે શુદ્ધોપયોગ થાય છે. જ્ઞાનમાં ઉપચારથી કર્તા આવે છે એ મચક છે. તેથી ઉપયોગમાં અકર્તા આવવો જોઈએ. અકર્તા છે એ અકર્તા આવવો જોઈએને? સવિકલ્પદશામાં કર્તાનો ઉપચાર આવ્યો, તો ઉપચાર ને સવિકલ્પદશા બેય ખટકી. ફરીથી અંદર જતા રહે છે.
કાલે એમ વિચાર આવ્યો કે: શ્રેણી આવશે ત્યારે વાર નહીં લાગે. આવવાનો ટાઇમ ગમે ત્યારે હોય એ આપણને ખબર નથી. (શ્રોતા-શ્રેણી માંડવામાં ટાઈમ નહીં લાગે.) આ બહુ ઊંડી વાત છે. આ કોની સાથે ચર્ચા કરવી?
આહા! ઉપચારનો નિષેધ કરવા માટે એને અકર્તાનું હથિયાર ફરી લેવું પડ્યું. કર્તા નથી કહેવું પડયું, લખવું પડયું કર્તા નથી. આપ અકર્તા તો થઈ ગયા છો, ફરીથી કર્તા નથી એમ કેમ લખવું પડયું આપને? કહે–અમારા ઉપર કર્તાપણાનો આળ આવતો હતો અને વ્યવહારથી કર્તા એ ખટકતું હતું. અકર્તા દ્રષ્ટિમાં નિરંતર ઊર્ધ્વપણે વર્તતો હતો એટલે એમને ખટકે જ ને? જેને ખટકતું નથી અને દૃષ્ટિ નથી અને દૃષ્ટિવંતને ઉપચાર ખટકે છે. અને એ ખટકે છે ત્યાં તો ઉપયોગમાં અકર્તા આવી જાય છે. અકર્તાનાં લક્ષે પાછો અભેદ અનુપચાર થઈ જાય છે.
મુનિરાજને તો અકર્તા તરવરે છે. (શ્રોતા-અકર્તા રહે છે અને થોડે જરા ઉપયોગ બહાર ગયો તેમાં કર્તા કહેવા લાગ્યા? આહા ! અમે તો અકર્તા છીએ.) કર્તાનો આરોપ કહો કે ઉપચાર કહો તે ખટક્યો કેમકે અકર્તા છે ને માટે આરોપ ખટકે છે. (કર્તાનો આરોપ આપ્યોને? વાસ્તવમાં તો અકર્તા છે ને?) આરોપ તો ખટકેને? એવો તો હું છું નહીં, હું ત્રિકાળ અકર્તા છું. એ વ્યવહારનય કહેવા માંડી અને ઉપચારથી કર્તા છે. તે વ્યવહારનયનું વાક્ય સાંભળી, અરે! વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે એવું હું કહેનાર, અને પાછી તું ઉભી થાય છે મને કહેવા માટે! ચાલ ભાગી જાઃ ભાગી જા.
જે આસન્નભવ્ય જીવ! નિકટભવી જીવ હશે એને અકર્તા બેસી જશે. કર્તબુદ્ધિ છૂટી જશે અને વ્યવહાર કર્તાનો આરોપ આવશે એ ટકવાનો નથી હવે, એ ટકશે નહીં. નિષેધ કરી દીધોને?
પંકજ ! એ જ્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું કે ખરેખર શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી ત્યારે એટલો પ્રમોદ આવ્યો...એટલો પ્રમોદ આવ્યો કે પ્રમોદમાં ને પ્રમોદમાં પા એક કલાક પછી જ્યાં ગુરુદેવનો ઉતારો હતો ત્યાં પ્રમોદ જાહેર કરવા જાઉં છું; મનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં-૧૦ ખૂબ પ્રમોદ લઈને ગયેલો પણ ત્યાં પાંચ-દસ જણા બેઠા હતા તો મનમાં થયું અત્યારે મજા નહીં આવે. ગુરુદેવ એકલા હોત, અથવા એક બે જણા હોત તો કહેત.
આહાહા ! ગુરુદેવે કહેલી આ બે વાતને પકડી લ્ય તો મોક્ષ અવશ્ય થશે. (૧) આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. (૨) આત્મા શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી. આ એમણે કહ્યું એ કોણે સાંભળ્યું હશે ? મારા સિવાય કાંઈ સાંભળનાર નહીં હોય એમ મને લાગ્યું. એવું વાક્ય કોણ પકડે! ઓહોહો ! એક ગુરુદેવ બસ છે. ગુરુદેવ તો ગુફ્ટવ છે.
લંડનથી એક બહેન આવ્યા હતા, ત્યાં શ્રવણબેલગોલામાં મળ્યા. તેમણે કહ્યું કે: કાનજીસ્વામી તો કોઈ ગુરુદેવ થયા છે તેમની વાત સમજમાં આવે, નહીં આવે, વધારે આવે, ઓછી આવે, તે વાત નથી. પણ તેઓ જે કાંઈ કહે છે તે પરમ સત્ય વાત કહે છે, આત્માના પરમ હિતની વાત કહે છે એવો જેને પૂરો વિશ્વાસ છે તે બધા જીવો મોક્ષગામી છે. જેને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા છે એટલે જ્ઞાની ઉપર શ્રદ્ધા આવી ગઈ ને! એટલે તે જ્ઞાની થઈ જાય. જ્ઞાનીઓએ આવા રત્ન કાઢીને આપ્યા.
જુઓ! સાધક થયો પછી ઉપચાર આવતો હતો એ ઉપચાર ખટક્યો એ વાત કરી. ઉપચાર ખટકે એ સાધકની વાત છે પેલું સાધક થવા માટે અકર્તા છું તો કર્તબુદ્ધિ છૂટી ગઈ. સાધક થયો તો સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે તો પરિણમેને હું! તો પરિણમે છે તો ઉપચારથી એનો કર્તા કહેવાય. શાસ્ત્રમાંય આવે સમજી ગયા.
એ ઉપચાર જેને ફરી ખટકે છે અને શ્રેણી મંડાઈ જાય, એનો મોક્ષ નજીક એમ એક સાધક થવા માટે બીજુ સાધકનું સાધ્ય મોક્ષ છે એ સાધ્યની સિદ્ધિ માટે એક સાધક થવા માટે અને એક સાધ્યની સિદ્ધિ માટે,
આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે તે સાધક થવા માટે છે અને ઉપચારથી નિર્મળ પર્યાયનો કર્તા નથી તે સાધ્યની સિદ્ધિ માટે છે. સાધકને ચેતાવે છે કે ઉપચારથી પણ આત્મા શુદ્ધ પર્યાયનો કર્તા નથી. આહાહા ! (શ્રોતા આ તો કોઈ વાત આવી છે સર્વાગે આમ બેસી ગઇ.)
મને ઉભડકપણે તો હતું સમજી ગયા. આપણે સ્વાધ્યાયમાં ચર્ચા કરીએ, વિચાર આવે તે કહી પણ દઈએ. પણ મને અંદરથી સંતોષ નહોતો. પણ કાલે તો બસ એકાએક આહાહા ! સંતોષ થઈ ગયો. એવી વાત સહજ આવી ગઈ. શુદ્ધ પર્યાયનો કર્તા ઉપચારથી છે એ ખટકે છે. અહીંથી જીવો મુનિરાજ થઈને ચોક્કસ સમશ્રેણીએ સિદ્ધપણે બિરાજમાન છે એમ લાગ્યું. એ બોલાવે છે. આવું છું...આવું છું પ્રભુ! આપ બોલાવોને અમે ન આવીએ એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૩ કેમ બને?
ચક્રવર્તીનું આમંત્રણ આવ્યું હોય તો અડધો કલાક વહેલો જાય. એમ આ તો દેવના દેવ સિદ્ધ ભગવાન તે આપણા ઉપર બિરાજમાન છે. અનંતા સિદ્ધ ભગવાન આપણા મસ્તક ઉપર સમશ્રેણીએ અહીં બિરાજમાન છે. એક એક જગ્યાએથી ગયા છે.
એક-એક ન્યાયથી લે છે. કાલે ખુલાસો આવી ગયો. ખટકે છે, આ ખટકે છે. ઉપચાર ખટકે છે. શુદ્ધ પર્યાય આત્માથી અભેદ છે એવો અભેદ ઉપચાર છે પણ એવો અભેદ અનુપચાર ન થયો, એટલે ઉપચાર આવ્યોને? શુદ્ધ પરિણતિને આત્મા કરે છે એ ઉપચાર છે. શુદ્ધપરિણતિમાં એ આવે છે. શુદ્ધોપયોગમાં જતો રહે પછી ઉપચાર ક્યાં રહ્યો? અભેદ અનુપચાર કહો કે આત્મા કહો એક જ વાત છે.
ખરા જિજ્ઞાસુ હોયને એને જ આ બસ છે. શેયને જોવે એ તો જાણવાનો વિષય છે. એને હિસાબે તો એ વ્યવહાર જ છે. જ્ઞય છે એ વ્યવહારનયનો વિષય છે. જ્ઞયમાં ધ્યેય છૂપાયેલું છે.
જ્યારે-જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે દષ્ટિના વિષય ઉપર દૃષ્ટિ પડે ત્યારે ધ્યેયપૂર્વક જ શય થાય છે. ફરી ફરીને થયા કરે છે. એ આનંદની વૃદ્ધિ લેતું જ શેય થાય છે. એમાં આનંદ વધતો જાય છે. ફરી ફરીને શેય થાય છે એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય જ છે.
અકર્તા છું એમ દષ્ટિ થતાં હું અકર્તામાં આવ્યો. કર્તા તો હતો જ નહીં. શુદ્ધ પર્યાયનો કર્તા કહ્યો વગેરે જે કથનો છે એ પણ વ્યાજબી છે એના સ્થાને પણ પરમાર્થ પ્રતિક્રમણમાં જવા માટે શું? ઉપચારથી પણ કર્તા નથી અહીંયાં તો પરમાર્થ પ્રતિક્રમણની વાત ચાલે છે ને?
- જ્ઞાયક જણાય ત્યારે શુદ્ધોપયોગ થાય. અકર્તામાં કર્તબુદ્ધિ છૂટે છે પણ અનુભવ થતો નથી. જ્ઞાયક જ્યારે આવે, જાણનાર જણાય છે એમ કહેવું છે. જ્ઞાયક કેવો ? અકર્તા જે લીધો. છે એવો જ જ્ઞાયક છે. અકર્તા તે ડીપોઝીટ માં રહી ગયું. હવે ત્યારે જણાય છે શું ? અકર્તા જણાય છે ? ‘ના’ , જ્ઞાયક જણાય છે.
( શ્રોતા અકર્તા છે તે જ્ઞાયક જ છે.) જ્ઞાયક છે પણ અકર્તા છે તે એક સ્વભાવ છેએક ધર્મ છે. જ્ઞાયકમાં પુરેપુરું આવી જાય છે.
અકર્તા એટલા માટે આપ્યો કે કર્તબુદ્ધિ તને છે એ છોડી દે ! તું જ્ઞાતા જ છો જ્ઞાતામાં ન સમજે એટલે કે તું કર્તા નથી અકર્તા છો એમ સમજાવે. હવે એ જ્યારે પક્ષ આવે છે કેઃ “હું જ્ઞાયક છું” જાણનાર છું એટલે કર્તા નથી એટલે જ્ઞાતા જ છું, જ્ઞાયક જ છું એમ આવ્યું. દષ્ટિના વિષયમાં અનંતગુણનો પિંડ આવવો જોઈએ. જ્ઞાયકમાં આખો ગુણી આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં-૧૧
ગયો, એક ગુણ નથી આવતો. જેમાં અકર્તામાં ગુણભેદ છે-સ્વભાવ ભેદ છે. જ્ઞાયક મુખ્ય ચીજ છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૩ પ્રવચન નં-૧૧ (તત્વચર્ચા)
તા. ૧૫-૮-૮૮ સમયસાર ૩ર૦ ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું કે આત્મા નિષ્ક્રિય છે. શિષ્ય પ્રશ્ન કર્યો નિષ્ક્રિય ઇતિ કો અર્થ: નિષ્ક્રિયનો શું અર્થ છે? તો કહ્યું કે જે બંધના કારણભૂત જે રાગાદિ ક્રિયા એનો કર્તા નથી. કેમકે “તરૂપો ન ભવતિ.” પુણ્ય-પાપ-આસવ-બંધ એ ચાર પ્રકારના જે રાગાદિ ભાવો છે એનો આત્મા કર્તા નથી, કેમકે તે રૂપે થતો નથી. માટે તેનો કર્તા નથી અકર્તા છે.
આગળ કહ્યું કે મોક્ષનું કારણ એવો જે મોક્ષમાર્ગ સંવર-નિર્જરા એનોય આત્મા કર્તા નથી. કેમકે “તપો ન ભવતિ.” પારિણામિકભાવસ્વભાવી સામાન્ય આત્મા વિશેષમાં જતો જ નથી. તેથી વિશેષ નામ પર્યાયને કરી શકતો જ નથી. એમ અહીંયાં કહે છે કે આત્મા અકારક છે-અકર્તા છે-કર્તા નથી.
હવે ચૌદભેદવાળા માર્ગણાસ્થાનોમાં સમ્યકમાર્ગણામાં ઉપશમ સમ્યકદર્શન, ક્ષયોપશમ સમ્યકદર્શન, ક્ષાયિક સમ્યકદર્શન, એ ત્રણ પ્રકારના સમ્યક્દર્શન છે. બીજા ત્રણ પ્રકારના અવળા મિથ્યાત્વ-સાસાદન અને મિશ્ર એ કુલ છ ભેદ છે સમ્યકત્વના; એ છએ પ્રકારની પર્યાયને આત્મા કરતો નથી. ભલે પરાશ્રિત પર્યાયમાં હો ! પણ નિશ્ચયનયના બળે જોવામાં આવે તો એ એનો સ્વભાવ જ નથી. માટે એનો કર્તા નથી. આત્મા અકર્તા છે.
“હું ચૌદભેટવાળા માર્ગણાસ્થાનોના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદન પણ કરતો નથી.” હું કરતો નથી તો હું શું કરું છું? આત્મા પરિણામને તો કરતો નથી, પરિણામને તો બીજો કરે છે, તો બીજો જે કરે છે એ તો મારું કર્મ નથી એટલે મારું
ય નથી. એટલે એને તો જાણવાનો પ્રશ્ન છે જ નહીં. પણ...જે કરતો નથી એવો અકર્તા શુદ્ધાત્મા તેને હું ભાવું છું. “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
આહા! પરિણામને કરતો નથી, કેમકે અકર્તાનું કર્મ ન હોય, અને અકર્તાનું કર્મ ના હોય તો અકર્તાનું શેય પણ ન હોય. કર્મ હોય તો ય હોય. માટે પર્યાય કર્મ પણ નથી મારું અને પર્યાય મારું શેય પણ નથી. એ પર્યાય કર્મ કેમ નથી અને જ્ઞય કેમ નથી ? કેમકે એ પર્યાય પરદ્રવ્ય છે માટે મારું કર્મ ન હોય. પરદ્રવ્યને કરતોય નથી અને પારદ્રવ્યને જાણતોય નથી. તો પ્રભુ તમે કરો છો શું? કેઃ જે નથી કરતો એવા આત્માને જાણું છું ત્યાં મને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫
ચૈતન્ય વિલાસ શુદ્ધોપયોગ થઈ જાય છે. મને પરમાર્થ પ્રતિક્રમણ થઇ જાય છે.
આ ચૌદમાર્ગણાસ્થાનના ભેદોને હું કરતો નથી કેમ કે કરનારો બીજો છે. કેમ કે મારામાં તો કરવાનો જ અભાવ છે. એટલે હું તો અકર્તા છે. તો અકર્તાનું કોઈ કર્મ ન હોય અને અકર્તાનું કોઈ કર્મ ન હોય તો કોઈ ય ન હોય; એવો અકર્તા પરમાત્મા હું છું. એ જેવો છે એવો હું જાણું છું—એને ભાવું છું. શુદ્ધાત્માને ધ્યાવું છું.
તેને શુદ્ધાત્મા કહો-જ્ઞાનાનંદ પરમાત્મા કહો-ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મા કહોચિદાનંદ આત્મા કહો જેટલા નામ તમારે આપવા હોય એટલા આપો. પણ મારી દષ્ટિમાં એ આવ્યો 'તો પહેલા ત્યારે મને યાદ આવી ગયું કે મારી દષ્ટિમાં આવ્યો તો ત્યારે શુદ્ધઉપયોગ થયો હતો. ચતુર્થ ગુણસ્થાન તો આવી ગયું હતું મને શુદ્ધ ઉપયોગમાં. પછી આ સમ્યક્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામનો આત્મા કર્તા છે તે ઉપચારથી કર્તા છે એમ વાત બહાર આવી. વાત બહાર આવી અને એ આત્મા સાંભળી ગયો કે શું વાત કરો છો તમે!? કે જે સાધક આત્મા હોયને એ ઉપચારથી પોતાના પરિણામને કરેઃ એમ વાત સાંભળી શું અને ખટક આવી આટલા દિવસ સુધી શુદ્ધોપયોગ ફરીથી ન થયો એનું કારણ આજે મળી ગયું. એટલે પહેલો જે શુદ્ધ ઉપયોગ થયો હતો એને યાદ કર્યો. ઓહોહો ! “હું તો અકારકને અવેદક છું.” પરિણામનું કરવું ઉપચારથી પણ મારામાં નથી, માટે હું તો એવા આત્માને જાણું છું. જેમ પહેલા જાણ્યો એ રીતે જ્યાં જાણવા ગયો ત્યાં શુદ્ધઉપયોગ થઈ ગયો. એમ પ્રેકટીસ કરતાં કરતાં છઠું-સાતમું આવી ગયું. છઠ્ઠીમાંથી પાછું સાતમામાં જ આવવું છે. તેમને પાછું યાદ આવ્યું કે ઓહો ! શુદ્ધોપયોગની આ એક જ વિધિ છે! બીજી વિધિ નથી? “નહીં' , બીજી વિધિ નથી.
આહા! અકર્તાનું કોઇ કર્મ ન હોય અને અકર્તાનું કોઈ ય ન હોય. હું તો મારા શુદ્ધાત્માને ભાવું છું.-ધ્યાવું છું-નમું છું-વંદુ છું ફરીથી જ્યાં દષ્ટિનો વિષય દૃષ્ટિમાં તો રહેલો હતો પણ જ્ઞાનમાંથી ખસી ગયો હતો એ પાછો જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનમાં એટલે શુદ્ધોપયોગમાં પરિણતિમાં તો હતો પણ પરિણતિમાં હતો ને ઉપયોગ ખસી ગયો હતો તો આનંદની ઓટ આવી, પહેલાં ભરતી આવી 'તી હવે ઓટ આવી. ફરીથી પાછો એ પોતાના શુદ્ધાત્માને ભાવે છે, ત્યારે છઠ્ઠામાંથી સાતમામાં આવે છે.
જ્યાં શુદ્ધોપયોગ થયો ત્યાં અંદર તરબોળ થઈ ગયો. અસંખ્યાત પ્રદેશ છલકાય ગયો. છલકાઈને બહાર આવી ગયો. જાણે પ્રદેશની બહાર આનંદ નીકળતો હોય !! એમ આવે છે કે: કોઇ કોઇને રૌદ્રધ્યાન થાય ત્યારે બહુ ક્રોધ ચડી જાય- કષાયનો સમુદ્રઘાત-લાલઘુમ થઈ જાય. આમ રતાશના ટશિયા ફૂટી જાય ક્રોધના, આ તો દષ્ટાંત છે, એવું થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧૧
એમ અહીં કહે છે–હું આત્માના શુદ્ધોપયોગમાં, આત્માના અનુભવમાં જ્યાં ગયો ત્યાં આનંદ એટલો આવ્યો કેઃ આનંદ જાણે છલકાય જતો હોય, ઢોળાય જતો હોય, બહાર નીકળી જતો હોય પ્રદેશની બહાર. તેમ લાગે છે.
જેમ તપેલીમાં દૂધ હોય અને ઉભરો આવે તો બહાર નીકળી જાય ને ?! હૈં! ઉભરાય ત્યારે બહાર નીકળે બાકી ન નીકળે, તેમ આ આનંદનો ઉભરો આવ્યો પાછો. તરબોળ પ્રચુર સ્વસંવેદન થયું. મુનિરાજ તો નિત્ય આનંદના ભોજન કરનારા છે.
આહાહા! કહે છે-ચૌદ ગુણસ્થાનના ભેદોને કરતો નથી, કેમકે બીજો કરે છે એટલે હું કરતો નથી. અને જે બીજો કરે છે એ તો બીજું થઈ ગયું. બીજો કરે છે એ કાર્ય પણ બીજું થઈ ગયું. એ કાર્ય બીજાનું થઈ ગયું એટલે એ પરદ્રવ્ય થઈ ગયું. તો એ પદ્રવ્યને જાણું તો ઉભરો આવતો નથી.
આહા ! થોડીકવાર વિચારતો કર્યો કે લાવ જાણું! પણ આનંદનો ઉભરો આવ્યો નહીં, પણ દબાઇ ગયો. એટલે બંધ કર્યું જાણવાનું. બિલકુલ બંધ સર્વથા ? ‘હા’, સર્વથા. પર્યાયને જાણવાનું જ્યાં સર્વથા બંધ કર્યું ત્યાં શુદ્ધોપયોગમાં આવી ગયા. પછી તો વારંવાર...વારંવાર, નફાનો માલ કોઈ છોડે?! છઠ્ઠામાંથી સાતમામાં, સાતમામાંથી છઠ્ઠામાં, પાછા સાતમામાં આવી જાય છે. આત્માને જ ભાવું છું.- ધ્યાવું છું-નમું છું-વંદુ છું.
પેજ નં. ૧૫૪ ઉપ૨ પહેલી લીટી છે-“ આત્માને જ ભાવું છું.” આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી - ભેદોથી ભરેલા વિભાવ પર્યાયો ”, એટલે વિશેષ પર્યાયો માર્ગણાસ્થાનના ચૌદ પ્રકાર છે યોગ, વેદ, કષાય આદિ ઘણાં ભેદ છે. સમ્યમાર્ગણાના છ ભેદ છે. ચારિત્રના છ ભેદ છે, એ બધા ભેદો છે. મતિ-શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ જ્ઞાનના ભેદો છે, તેમજ દર્શનના ભેદો છે વગે૨ે પરિણામો એટલે વિભાવભાવ એને નિશ્ચયથી હું કરતો નથી, કારિયતા નથી, કરાવતો નથી, અનુમોદક નથી.
એ પુદ્દગલ કર્મનો કર્તા કોણ છે? કેઃ પુદ્દગલકર્મ છે પુદ્દગલ નહીંઃ (રૂમાલ દેખાડીને ) આને પુદ્ગલ કહેવાય પણ આ પુદ્દગલ તેને ન કરે. પુદ્દગલકર્મ બનેલું હોય, એનો અભાવ થાય અને થાય માટે તેને પુદ્દગલકૃત કર્મકૃત કહ્યું. બંધ-મોક્ષ છે એ કર્મકૃત છે, જીવકૃત નથી, તેમજ તે કર્તાનો અનુમોદક નથી એમ વર્ણવવામાં આવે છે.
હું ચૌદ ગુણસ્થાનના ભેદોને કરતો નથી, કરાવતો નથી, કર્તાનો અનુમોદક નથી તો હૈ પ્રભુ! તમે શું કરો છો?! ઉપચારથી તો કર્તા છો ને? કેઃ ‘નહીં.’ કરવાની વાત હવે લાવીશ માં.
'
‘સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ ”, તેમાં ‘સહજ ’ લખ્યું કેમકે પર્યાયો તો પુદ્દગલકૃત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૭ છે, અને આત્માના ગુણો છે એ તો સહજ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય અનંતગુણો સહજ છે. એ સહજ છે અને (ચૌદગુણસ્થાન) તો કૃત્રિમ છે-કરાયેલા છે-નવા છે, તેથી હું એને ભાવતો તો નથી પણ એની સામે જોતો પણ નથી.
આહા ! હવે પરિણામની સામે જોતો નથી. દ્રવ્યને જાણતાં જાણતાં પરિણામને જાણવા રોકાઉં તો નિર્વિકલ્પ ધ્યાન આવતું નથી. મને એ (પરિણામો) પ્રમાણ- જ્ઞાનથી જોતાં જણાય જાય છે. પ્રમાણજ્ઞાન ચાલું રહેતાં શુદ્ધોપયોગ રહેતો નથી, શુદ્ધ પરિણતિ રહે છે. આમ પ્રમાણજ્ઞાનમાં રોકાતા શુદ્ધોપયોગનો ઘાત થઈ જાય છે. માટે ફરીથી હું પરિણામને જાણવાનું બંધ કરી અને મારા સામાન્યને જોઇ લઉં છું ત્યાં શુદ્ધોપયોગ થઈ જાય છે. ઝાઝો ટાઇમ પ્રમાણમાં રોકાઈ જાય તો પક્ષ આવવાનો અવકાશ છે. પક્ષ આવી જાય એમ કહેતો નથી પણ પક્ષ આવવાનો અવકાશ છે. (અજ્ઞાનીને) તેને એમ છે કે દ્રવ્ય-પર્યાયને જાણતાં જાણતા મારો મોક્ષ થશે. જ્ઞાની કહે છે-નહીં થાય. અભેદને જાણતાં મોક્ષ થશે.
અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ નિજ સામાન્ય પરમાત્મ દ્રવ્ય એને હું ભાવું છું- આત્માને જ ભાવું છું. બીજાને ભાવતો નથી. એ પરિણામ અકર્તાનું કર્મ ય નથી અને એ પરિણામ ધ્યાનનું ધ્યેય પણ નથી, એ પરિણામ જ્ઞાનનું જ્ઞય પણ નથી. સામાન્ય ચિન્માત્ર પરમાત્માને, મારા ભગવાન આત્માને ધ્યાવું છું. મને ખબર પડી ગઈ છે કે પરમાત્માને ભાવતાં પરમાત્મા થવાય છે. પરમાત્માને ભાવતાં પરમાત્મા થઈ જશે. અને હું કરીશ નહીં, કેમકે કરવાથી થતું નથી.
(શ્રોતા-કિયે બીના, જો બીના) કર્યા વિના અને તેને જાણ્યા વિના પરમાત્મા થઈ જાય છે. કેમકે એ પુદ્ગલનું કાર્ય છે મારું કાર્ય નથી...પછી મારે એને જોવાનું શું કામ છે? તે યાદ કરવાની ચીજ જ નથી. હું તો ચિત્માત્ર મૂર્તિ છું. બસ.
“ચૌદભેદવાળા માર્ગણાસ્થાનો તથા ચૌદભેદવાળા જીવસ્થાનો”, સાત દુ ચૌદ આવે છે ને!? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તે સાત, તેનાં ડબલ કરો તો ચૌદ થઈ જાય છે. એ પરિણામોને હું કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો નથી. હું તો શુદ્ધાત્માને ભાવું છું.
જુઓ! અહીંયાં આમાં ક્રમ ફેરવી નાખ્યો. “હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી. આમાં ક્રમ આમ છે. માર્ગણાસ્થાન પછી જીવસ્થાન છે. અને આગળ માર્ગણાસ્થાન પછી ગુણસ્થાન મિથ્યાત્વ આદિ લીધું છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ.
“હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી, કરાવતો નથી અને કર્તાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
પ્રવચન નં-૧૧ અનુમોદતો નથી.” આમાં મિથ્યાત્વ ભેગું કેમ લીધું? કે આ પ્રતિક્રમણ છે ને!? પૂર્વે લાગેલા દોષ તે મિથ્યા હો ! તે મારું દુષ્કૃત્ય મિથ્યા હો ! પૂર્વે મિથ્યાત્વના પરિણામ થયા હતા અને હું માનતો હતો કે હું કર્તા છું પણ, આજે અકર્તાનું ભાન થયું તો પૂર્વે મેં મિથ્યાત્વના પરિણામ કર્યા ન હતા. એ પુદ્ગલે કર્યા છે એમ આજે મેં જાણ્યું. તે ભૂતકાળનું દુષ્કૃત્ય મારું મિથ્યા હો ! ખલાસ પ્રતિક્રમણ કરી લીધું.
ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પચખાણ સમય એક છે. ભૂતકાળની અપેક્ષાએ શુદ્ધોપયોગને પ્રતિક્રમણ કહેવાય, ભવિષ્યની અપેક્ષાએ એ જ શુદ્ધોપયોગ તેને પ્રત્યાખ્યાન કહેવાય અને એ જ શુદ્ધોપયોગને વર્તમાનની અપેક્ષાએ આલોચના કહેવાય. પર્યાય એક નામ ત્રણ. વિવિક્ષા ભેદે ત્રણ નામ છે. પ્રતિક્રમણનો શુદ્ધોપયોગ જુદો ને આલોચનાનો શુદ્ધોપયોગ જુદો તેમ છે નહીં. એક સમયમાં ત્રણે થાય છે. ભૂતનું પ્રતિક્રમણ, ભાવિના પચખાણ, અને વર્તમાનની આલોચના એમ સમય એક છે.
પૂર્વે અજ્ઞાનદશામાં જે મિથ્યાત્વ થયું હતું તેનો કર્તા હું હતો એમ માનતો હતો. આજે શ્રીગુરુના પ્રતાપથી મને ભાન થયું કે મિથ્યાત્વઆદિ ચૌદગુણસ્થાનનો આત્મા કર્તા નથી. ભૂતકાળમાં કર્તા ન હતો, વર્તમાનમાં કર્તા છે નહીં અને મોક્ષ નહીં થાય ત્યાં સુધી ચૌદ ગુણસ્થાન રહેશે તો પણ મારો આત્મા તેને નહીં કરે.
આહા! ભાવિના પચખાણ પણ મોક્ષ ન થાય ત્યાં સુધીના હોય. અનાદિ અનંત ન હોય. કેમકે અનાદિ-અનંત એ ભાવ રહેવાના નથી. થોડો ટાઇમ મોક્ષ ન થાય ત્યાં સુધી આ યોગ નામનો આસ્રવ રહેશે પણ એનો હું કર્તા નહીં થાઉં એવા પચખાણ આજે કરી લીધા છે, એટલે ભવિષ્યમાં કર્તા થવાનો પ્રશ્ન રહેતો જ નથી.
ભવિષ્યનો આજે મેં ત્યાગ કરી દીધો. કદાચ બે-ચાર-પાંચ ભવ હોય સમજી ગયા, તો પણ આજે હું પ્રતિજ્ઞા કરું છું કે એને હું કરીશ નહીં. કેમકે અત્યારે કરતો નથી તો ભવિષ્યમાં નહીં કરું. અત્યારેય પુદ્ગલ કરે છે અને ભવિષ્યમાંય પુદગલ કરશે. જે આજે કરે છે તે કાલે કરશે, અને આજે કરે છે એ ભૂતકાળમાં કરતો હતો અને એ જ આવતીકાલે કરશે, હું તો અકર્તા રહેવાનો છું. ગાથા ઊંચી ઘણી,
(આત્મા શુદ્ધ છે તેના કારણો.) અકર્તા રહી ગયો છે માટે શુદ્ધ છે. પ્રમત્ત અપ્રમત્તથી રહિત છે માટે શુદ્ધ છે. ગુણસ્થાનથી રહિત છે માટે શુદ્ધ છે. પર્યાયમાત્રથી રહિત છે માટે શુદ્ધ છે. ઉત્પાદવ્યયથી રહિત છે માટે શુદ્ધ છે. અગુરુલઘુગુણની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે, મોક્ષની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી સહિત થાય તો દ્રવ્ય શુદ્ધ રહેતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૯ નથી, તો અશુદ્ધ થઈ જાય છે, મેચક-મલિન થઈ જાય.
આહાહા ! હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન કરતો નથી. ત્યારે પ્રભુ તમે શું કરો છો? કેઃ “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું તો શુદ્ધઆત્માને ભાવું છુંધ્યાવું છું-નમું છું. આહાહા !
(શ્રોતા – ગુણસ્થાનમાં તો અપ્રમત્ત ગુણસ્થાન પણ આવ્યું ને ?) આવ્યું ને! અપ્રમત્ત ગુણસ્થાનનો કર્તા નથી કેમકે એક પરિણામના બે કર્તા ન હોય. એક પરિણામને પુદ્ગલ પણ કરે અને આત્મા પણ કરે તેમ નથી હોતું અને બે દ્રવ્ય મળીને એક પરિણામને કરે તેમ પણ નથી થતું તેનો ન્યાય આપે છે.
એક પરિણામને એક જ દ્રવ્ય કરે. બે દ્રવ્ય મળીને એક પરિણામની ઉત્પત્તિ કોઈ કાળે ન કરી શકે. માટે હું અકર્તા છું તો બીજો જ પરિણામનો કર્તા હોય. પુદ્ગલેય કરે અને હું કરું તો હું અકર્તા રહેતો નથી. એટલે હું શુદ્ધ રહેતો નથી. માટે એને પુદ્ગલ કરે તો કરો !! પુદ્ગલ જ કરે છે. “ એકસ્ય હી પુગલસ્ય નિર્માણમ્”
આહા ! વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યત બધા ભાવો, તેમાં માર્ગણાસ્થાન-ગુણસ્થાન આવી ગયા. અપ્રમત્તદશા પણ આવી દઈ. ઓહો! અપ્રમત્તનો કરનાર આત્મા નથી. સાહેબ પણ ઉપચારથી તો કહો ! એ વાત કરીશમાં, કેમકે એ મને ખટકે છે. અકર્તાને ઉપચારથી કર્તા કહ્યો પણ તેમાં શબ્દ તો “કર્તા” આવ્યો ને?! મને એ ખટકે છે. કારણકે ઉપચારથી કર્તા છે એનો હું સ્વીકાર કરવા જાઉં તો મને શુદ્ધોપયોગ થતો નથી. મારે પરિણતિનું કામ નથી. આહાહા ! મોક્ષ થાય છે તે શુદ્ધોપયોગથી થાય છે. પરિણતિથી મોક્ષ મોડો થાય છે. પણ અહીં તો “શીઘ્ર લહે નિર્વાણ” મસ્તી ચડી ગઈ છે.
એક પરિણામના બે કર્તા ન હોય. પુદ્ગલેય કરે અને હું એ કરું!? “ના” , તે મારું કામ નથી. ઠીક કરે નહીં તો કાંઈ વાંધો નહીં પણ તમે જાણો તો શું વાંધો? વાંધો એ કે એને જાણતાં શુદ્ધોપયોગ થતો નથી. માટે એ મારા જ્ઞાનનું જ્ઞય નથી અને ધ્યાનનું ધ્યેય નથી. કેમકે એને જાણતાં શુદ્ધોપયોગ થતો નથી. પરિણામને જાણતાં શુદ્ધોપયોગ ન થાય. ભેદને જાણતાં શુદ્ધોપયોગ ન થાય. ભેદના લક્ષે તો છઠ્ઠ ગુણસ્થાન આવી જાય. ભેદને જાણવા જાઈએ તો છઠું ગુણસ્થાન આવી જાય અને કરવા જાઈએ તો પહેલું આવી જાય.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયના કાયાના વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થા આદિ પૂલ-કૂશ વિવિધ ભેદો” આ પ્રકારે ઘણાં ભેદો પડે છે. “પણ શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” પાછળ પાના ઉપર આમ છે કે: “ શરીર સંબંધી બાળાદિ અવસ્થાના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
પ્રવચન નં-૧૧ નથી”, એ અવસ્થાને કોણ કરે છે? કેઃ પુદગલ કરે છે આહાહા! હું કરતો નથી અને પુદગલ પાસે હું કરાવતો પણ નથી. અને પુદ્ગલ કરે છે તેને હું અનુમોદન આપતો નથી. સીધો તો કર્તા નથી પણ આડકતરો પણ કર્તા નથી.
હું તેને આંગળી ચીંધતો નથી કે મારું આટલું કામ કરી આપજે. હું કરું નહીં પણ આટલું કામ કરી આવજો ભાઈ ! તો કહે છે, નહીં નહીં. કરવું-કરાવવું અને અનુમોદવું મારામાં નથી. ફલાણાભાઈ આટલું કામ કરી આવ્યા તો સારું કર્યું! “ના”, હું તેનો અનુમોદક નહીં. મને રહેવા દેજે. નહીંતર ઈનડાયરેકટ-આડકતરો કર્તા થઈ જાય છે.
મુનિરાજને નવ કોટીએ પચખાણ હોય છે. કરવું-કરાવવું અને અનુમોદવું તે મનથી, વચનથી, અને કાયાથી. તે મન-વચન-કાયાથી કરતો નથી, મન-વચન-કાયાથી કરાવતો નથી, અને મન-વચન-કાયાથી અનુમોદન કરતો નથી. નવ કોટીએ પચખાણ હોય છે.
મુનિરાજ જંગલમાં બેઠા હોય અને કોઈ આવીને કહે કેઃ સાહેબ! પચીસ લાખનું સંગેમરમરનું ભગવાનનું મંદિર બંધાવવું છે આપ આદેશ આપો. હું આપના આશીર્વાદ લેવા આવ્યો છું. તો મુનિરાજ ધ્યાનમાં જતા રહ્યા. મુનિરાજ ફરી સવિકલ્પદશામાં આવ્યા તો પેલો ફરીથી કહે છે તો મુનિરાજ કહે છે-મને કાન નથી હું સાંભળું ક્યાંથી ? હું? આપને કાન નથી? કહે “ના”. દ્રવ્યઇન્દ્રિયનો મારામાં અભાવ છે અને ભાવઇન્દ્રિયનો પણ મારામાં અભાવ છે એટલે સાંભળતો નથી. મુનિ આશીર્વાદ ન આપે. અનુમોદન ન આપે.
આહા! આ કર્તાબુદ્ધિનું ઝેર નીકળશે ત્યારે સમ્યકદર્શન થશે. બાકી આમ કરું ને તેમ કરું તેમ અજ્ઞાનીને આત્મા કર્તા દેખાય છે. જ્ઞાનીને આત્મા અકર્તાપણે દેખાય છે, અને કર્તાપણે દેખાતો નથી. એનું કોઈ કર્મ નથી. એટલે કર્મ તરફ એનો ઉપયોગ જતો નથી. એને જાણે તો આ અમારું કર્મ છે તેમ થાય ને?! અકર્તાને કર્મ હોય? કર્તાને કર્મ હોય, અકર્તાને કર્મ ન હોય. બીજો કરે છે અને કરતો નથી. અને બીજા કરે છે અને હું જાણતો નથી, મારે એને જાણવાનું કામ શું છે?
ખરેખર જાણવાનો વિષય એક જ છે. પરમ પારિણામિક લક્ષણ શુદ્ધાત્મા. ટંકોત્કીર્ણ નિત્ય નિરાવરણ એ જ જાણવાનો વિષય છે. છ દ્રવ્ય જાણવાનો વિષય નથી. પરિણામ પદ્રવ્ય છે. માટે જાણવાનો વિષય નથી કેમકે એને જાણવા જાય છે ત્યાં છઠું આવી જાય છે. એને જાણવાનું બંધ થાય તો સાતમું આવી જાય. એમને પ્રતિક્રમણ કરવું છે ને?! કહે છે કે: છદ્દે પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવ્યો તે દોષ લાગ્યો. એ દોષથી પાછો ફરું છું. છેકે જે ઇન્દ્રિયજ્ઞાન ઉભું થયું તે દોષ છે એનાથી પાછો ફરું છું. બહુ ઊંચા પ્રકારની વાતો છે. વ્યવહારના પક્ષવાળો આ ઝીલી નહીં શકે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૧ સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન” , ત્રિકાળી દ્રવ્ય અતિરૂપે છે. પોતાની સત્તામાં રહેલું છે. “અવબોધ” એટલે જ્ઞાનઘનમાં રહેલું છે.
પરમચૈતન્ય” એટલે અનંતવીર્યમાં રહેલું છે. અને અનંત “સુખ' એવા પોતાના ગુણમાં રહેલું છે. એ ગુણીમાં આવા ગુણો ભરેલા છે. અને ગુણમાં ગુણી અભેદ પણ રહેલો છે એક એકાકાર.
“સત્તા-અવબોધ-પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન ” અહીં અનુભૂતિ એટલે પર્યાય નહીં. આ પર્યાયની વાત નથી. એ દ્રવ્ય સ્વભાવ જ એવો છે કે એમાં લીન છે, એટલે ગુણોમાં ગુણી રહેલો લીન છે, “એવા વિશિષ્ટ આત્મ તત્ત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિકનયના બળે” એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે- પર્યાયાર્થિકનયનો વિષય નથી. “એના બળે મારે સકળ મોહ-રાગ દ્વેષ નથી.”
હું મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું તો; એમાં તો સત્તા, અવબોધ, ચૈતન્ય અને સુખ ભરેલું છે. એમાં મને ક્યાંય મોહરાગ-દ્વેષ દેખાણા નહીં. મેં તપાસ ઘણી કરી પણ એમાં મને ક્યાંય મોહ-રાગ-દ્વેષ દેખાણા નહીં. કેમકે આત્મામાં મોરાગ-દ્વેષ છે નહીં.
હવે ૧૫૪ પેજ ઉપરથી જોઈએ. “હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી.” મોહ-રાગને દ્વેષ તેમ ત્રણ પ્રકાર લીધા ને!? આગળના પાના ઉપર તેનો ખુલાસો કરે છે. “હું રાગાદિ ભેદરૂપ રાગ-દ્વેષ-મોહ તેમ ત્રણ ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદતો નથી. કેમકે એ વ્યવહાર રત્નત્રયના પરિણામનો કરનારો પુદ્ગલ છે. અરે ! નિશ્ચય રત્નત્રયના પરિણામને પુદગલ કરે છે તો પછી વ્યવહાર રત્નત્રયના પરિણામને આત્મા કરે એ વાત ક્યાં રહી !?
આહા! ભાવકર્મના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને અનુમોદન કરતો નથી ત્યારે તમે શું કરો છો? સહુજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એક શુદ્ધાત્માને ભાવતા-ભાવતાં.. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન” એ આ. આત્મભાવના એટલે વિકલ્પ નહીં, શબ્દ નહીં, અંતર્મુખી એકાગ્રતા અર્થાત્ શુદ્ધોપયોગ દશા. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
સહજ નિશ્ચયથી સદા નિરાવરણ સ્વરૂપ” જે ઉપર ત્રિકાળી દ્રવ્યના વિશેષણ ચાર લીધા હતા એ જ ત્રિકાળી દ્રવ્યના વિશેષણ કહે છે. “સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણ સ્વરૂપ” આત્માને ભાવ આવરણ નથી ને દ્રવ્ય આવરણ પણ નથી. દ્રવ્યકર્મનું આવરણ નથી અને ભાવકર્મનું આવરણ પણ નથી. “સદા નિરાવરણ છે તે આત્મા છે અને નિરાવરણ થાય છે તે પર્યાય છે. જે નિરાવરણ થાય છે અને કર્મ કરે છે અને જે સદા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
પ્રવચન નં-૧૧ નિરાવરણ છે તેને હું જાણું છું-ભાવું છું. “સદા” આત્મા ત્રણેકાળ નિરાવરણ છે.
સદા નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય” એ આ સદા એટલે ત્રણેકાળ નિરાવરણ એને આવરણ લાગતું નથી. “નિત્યઉદ્યોતરૂપ’ આવે છે ને? તે આ બીજો બોલ
શુદ્ધજ્ઞાનરૂપ” એટલે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે એ ત્રિકાળ શુદ્ધ છે. “સહજ ચિત્તશક્તિમયી” એટલે અનંતવીર્યમય. “સહજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ-દર્શન ઉપયોગ દર્શન નામનો ત્રિકાળી ગુણ, આમ ચાર બોલ લીધા.
(૧) સદા નિરાવરણ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજચિન્શક્તિમયી) (૪). સહજદર્શનના સ્કુરણથી પરિપૂર્ણમૂર્તિ જેની અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા મને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ-સહજ યથાખ્યાત ચારિત્રવાળા.” અમને આ સામાયિક ચારિત્ર, છેદોષસ્થાન, પરિહાર વિશુદ્ધિ અમને નથી. અમને તો અત્યારે યથાખ્યાત ચારિત્ર વર્તે છે.
બારમું ગુણસ્થાન? “ના” , ગુણસ્થાનને નહીં. ગુણસ્થાનને તો પુદ્ગલ કરે છે. ગુણસ્થાન મારામાં નથી એ વાત આવી ગઈ. વળી ગુણસ્થાનની પાછી ક્યાં માંડી? ગુણસ્થાન આત્મામાં ન હોય. એનાથી તો આત્મા રહિત છે.
ક્યા ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર હોય છે? કહે આત્મામાં ગુણસ્થાન જ નથી ને? આત્મામાં યથાખ્યાત ચારિત્ર ત્રિકાળ છે. ત્રણેકાળ યથાખ્યાત ચારિત્ર છે આત્મામાં. ચારિત્ર નામનો ગુણ છે તેનું નામ યથાખ્યાત ચારિત્ર છે. જેમ જ્ઞાન ગુણ ત્રિકાળ છે એમ ચારિત્ર નામનો ગુણ પરિપૂર્ણ ત્રિકાળ યથાખ્યાત ચારિત્ર છે. જીવને બારમું ગુણસ્થાન આવતું નથી. અવિચળ સ્થિતિરૂપ” લખી નાખ્યું ને ?!
બારમું ગુણસ્થાન! તું કોની વાત કરે છે? તે પર્યાયનો ધર્મ છે પણ જીવનો ધર્મ નથી. તો તમને યથાખ્યાત ચારિત્ર થયું? થયું નહીં, છે...છે ને લે ! થયાની ક્યાં માંડ છે તું! આ પદ્મપ્રભમલધારિદેવ છે એના મુખમાંથી અમૃત ઝરે છે.
જુઓ ફરીને “સ્વરૂપમાં અવિચળ” જે સ્વભાવ છે આત્માનો એમાં ચારિત્ર નામનો ગુણ છે, તે અવિચળ છે ચલાયમાન નથી- ધ્રુવ છે. “અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને”, “મને યથાખ્યાત ચારિત્ર છે. થયું નહીં, “છે'. થાય બીજાને છે મને. થાય એ તો પુગલના પરિણામ છે તને એકવાર કહ્યું ને? “જીવને પરિણામ ન હોય' , જીવ પરિણામથી રહિત છે એને દષ્ટિમાં લે તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ થશે-શુદ્ધ ઉપયોગ થશેસમ્યફદર્શન થશે. (શ્રોતાઃ- કેવી વાત છે! યથાખ્યાત ચારિત્ર થાય બીજાને છે મને.) થાય બીજાને છે મને.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૩
“ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત. ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” આહાહા! એનો કરનાર પુદ્ગલ છે. ક્રોધ કરે પોતે અને નાખે તે પુદ્દગલના ખાતામાં એમ નથી ભાઈ! તું હજી એમ લ્યે છે કેઃ ક્રોધ કરે પોતે, તો તે જીવની જ ખબર નથી. ક્રોધ કરે તે જીવ નથી અજીવ છે. એ અજીવનો ભેદ છે. ક્રોધ-માન-માયા-લોભ એ છે ને! તે જીવનો ભેદ નથી એ અજીવનો ભેદ છે. અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર ન હોય.
આ પર્યાયદષ્ટિ અનાદિકાળથી છે અને શાસ્ત્ર પર્યાયના એટલે વ્યવહારનયના ઘણાં, ઠેક-ઠેકાણે વ્યવહારની વાતો આવે. શુદ્ઘનયનો ઉપદેશ તો વિરલ ક્યાંક-ક્યાંક કોઈ જગ્યાએ હોય. તેના શાસ્ત્ર પણ ઓછા અને કહેનારા પણ ઓછા અને સાંભળનારા પણ ઓછા. ત્રણેકાળ આ સ્થિતિ છે. જ્યાં વ્યવહારની વાત આવે તો કહેનારાય ઢગલાબંધ અને સાંભળનારા પણ ઢગલાબંધ.
આહા ! યથાખ્યાત ચારિત્ર થાય બીજે, છે મને, એ કોણ સાંભળે કેમકે બારમું ગુણસ્થાનએ પુદ્ગલની રચના છે. આવ્યું'તું ને !? ચૌદેય ગુણસ્થાન પુદ્દગલની રચના છે તેમ જાણ! બારમું ગુણસ્થાન એનો રચનારો હું નથી. તું મને કરનાર ન જો! તું અકર્તા જો! તું મને અકર્તા જોઈશ તો તને પણ અકર્તા દેખાશે, પણ...મને જો કર્તા જોઈશ તો તને કર્તા દેખાશે. તું મને અકર્તા જોઈશને તો તારો અકર્તા પણ તારી પાસે આવી જશે. તમે અકર્તા, હું એ અકર્તા.
આહા! મને યથાખ્યાત ચારિત્ર અત્યારે છે. નિગોદના જીવને યથાખ્યાત ચારિત્ર અત્યારે છે. બધા જીવને નિશ્ચયનયના બળે યથાખ્યાત ચારિત્ર વર્તે છે. થતું નથી વર્તે છે. આ તો ઠીક આપણે બધા અભ્યાસી હોઈએ એટલે આવી વાત થાય, બાકી સાવ અજાણ્યા હોય એને એમ થાય કે ઘરમાં બેસીને યથાખ્યાત ચારિત્રની વાત કરે છે. શું અત્યારે યથાખ્યાત ચારિત્ર હોય ? ( ગૃહસ્થી ) કહે છે યથાખ્યાત ચારિત્ર મને છે. (શ્રોતા-જે ઘ૨માં બેઠો હોય એ
જ આમ કહે જે આત્માના ઘરમાં બેઠો હોય એ જ કહે કે યથાખ્યાત ચારિત્ર મને છે. (શ્રોતા-છે મને થાય છે બીજાને.) આત્માના ઘરમાં બેઠો હોય એને જ આ ખબર પડે. એ જ જાણી શકે, બીજો કોણ જાણી શકે?! આહાહા! ગજબની વાત છે.
બારમું ગુણસ્થાન પુદ્દગલના પરિણામ છે. ચૌદેય ગુણસ્થાન પુદ્દગલનાં છે. પછી પૂછે કે આ શાસ્ત્ર કોણે લખ્યું ? એમ પૂછવામાં એનો આશય એવો હોય કેઃ જે આ શાસ્ત્ર લખે છે એ તો છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિ લખે છે ને!? અરે! એ લખતા જ નથી. એને છઠ્ઠું ગુણસ્થાન જ નથી. આત્માને છઠ્ઠું ગુણસ્થાન ન હોય. હૈં? શું વાત કરો છો ? આમ અદ્ધર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં-૧૧ ઊડો છો ! નહીં, નહીં, જેવું છે તેવું કહીએ છીએ.
આ પરમાર્થ પ્રતિક્રમણની ૮૧ ગાથા પછીનો કળશ છે તે ધ્યેય શેયની સંધિવાળો છે. જે જીવને ધ્યેય ધ્યાનમાં આવે છે એ જ ધ્યાતા થાય છે. જેને ધ્યેય ધ્યાનમાં નથી આવતું એ ધ્યાતા ન થાય. ( શ્રોતા-સાચી વાત છે. ધ્યેયને ધ્યાનમાં લેવાથી ધ્યાતા થઈ જાય છે. ) માટે પહેલા ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું. ધ્યેય કેવું છે?! સાથે સાથે ધ્યાનની પ્રક્રિયા પણ બતાવે છે. “ હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું”, સમજી ગયા.
પછી આ કળશમાં કહેશે કે જેને ભાવું છું એ દ્રવ્ય તો જણાય છે, અને જે ભાવે છે એ પર્યાય પણ મને જણાય છે. દ્રવ્ય-ગુણને પર્યાય ત્રણેય કહી દેશે. (શ્રોતા-એમ જ છે ને!?) એમ જ હોય ને પણ, અકર્તા કાંઈ અકર્તાને જાણે? પરિણામ અકર્તાને જાણે છે.
કળશ સંધિવાળો છે. એમ ઓલામાં જ્ઞાતા, જ્ઞાન, જોય લીધું. એમ અહીં ધ્યાતા ધ્યાનને ધ્યય લીધું. એ તો સહજ સ્થિતિ છે. અને આ શેય થયું એ તો ફળ છે.
ધ્યેય ધ્યાનમાં આવ્યું ને એટલે ધ્યાતા થઈ જાય છે. શેય થઈ જાય છે. કારણ શું!? કે જો એ ભેદ રહી જાય ને તો એ પુદ્ગલના પરિણામમાં જાય છે. અભેદ થાય છે માટે આત્મા થઈ ગયો. ભેદ છે એ પુદ્ગલના પરિણામ છે, અભેદ છે એ તો આત્મા છે. એ ય થઈ જાય આખો આત્મા, ધ્યાતા પુરુષ થયો.
ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કેઃ “જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમયી શુદ્ધ અવિનર પરમ પારિણામિકભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. અહીં શબ્દો જુદા છે પણ વાતતો એકની એક છે.
જીવને કર્તબુદ્ધિ થોડીક પણ જો ગળી હોય તો આ સમજાય. કર્તબુદ્ધિનું ઝેર બહુ હોયને એને આ સમજાય નહીં. કર્તબુદ્ધિનું તીવ્ર મિથ્યાત્વ હોય એકત્વનું એને એમ લાગે કે આવું હોય કે ન હોય!! આ એના જ્ઞાનમાં ન આવે એવું છે. આ બહુ ઊંચા પ્રકારની વાતો છે.
કર્તા નથી એમાં તો હળવાશ થાય છે હોં ! હું કર્તા ન હોઉં હોં! લાઈન આવી ગઈ હાથમાં ખલાસ. લાઈન હાથમાં આવે એટલે બસ. લાઈને ચડે પછી કાંઈ વાંધો નહીં. “ આત્મા અકર્તા છે તે જૈન દર્શનની પરાકાષ્ટા છે” આ ગુરુનું વચન છે. નૈરોબી જતાં પહેલાં બે દિવસ બોલ્યા. પહેલે દિવસે બોલ્યા કે આત્મા અકર્તા છે એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. બીજે દિવસે પરાકાષ્ટા કીધી. ત્યારે હું ત્યાં હતો, કાનોકાન સાંભળ્યું છે.
આ વાત ૩૨૦ ગાથામાં સર્વવિશુદ્ધજ્ઞાનના પહેલા કળશમાં છે. બંધ-મોક્ષની રચનાથી આત્મા દૂર છે. એની રચના નથી એ તો બીજાની છે. બીજો કરે છે અને જાણતોય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૫ આપણે જાણવાની જરૂર શું છે પણ? બીજાનું કાર્ય લાગે તો જોવાનું મન ન થાય. અને એ કાર્ય પોતાનું લાગે તો જાણવાનું મન થયા વિના રહે નહીં. પોતાનું નથી તે વાત જોરથી કહે છે. બીજાનું છે ને પોતાનું નથી તો પછી જાણવાનો પ્રશ્ન જ ક્યાં છે? બીજાનું છે તો તેને જાણવાની શું જરૂર છે! તે પ્રશ્ન ગાથામાં લીધો જ નહીં. તે વાત એજન્ડા ઉપર લીધી જ નહીં.
કરતો નથી તે થોડીકવાર, પછી આત્માને જાણું છું. ભેદને જાણું છું એ વસ્તુ પહેલેથી જ કાઢી નાખી. તે સ્ટેજ આવતું નથી. કેમકે કરતો નથી તો જાણતો એ નથી. જેને કરતો નથી તેને જાણતો નથી. અકર્તા છે ને! નથી જાણતો, નથી કરતો બસ તેવો છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૪ પ્રવચન નં-૧૨
તા. ૧૬-૮-૮૮ આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. શુદ્ધઉપયોગને ભગવાન ચારિત્ર કહે છે. બધા બોલ આવી ગયા હવે છેલ્લો બોલ છે.
ભાવકર્માત્મક ચાર કષાયોને એટલે ક્રોધ-માન-માયા-લોભને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હવે જે કોઈ એમ માને કે આત્મા ક્રોધમાન-માયા-લોભને કરે છે એવું માને એ મિથ્યાષ્ટિ છે. કેમ કે એનો કરનાર આત્મા નથી એનો કરનાર બીજો છે. બીજો બીજાને કરે છે.
પુદગલ ક્રોધ-માન-માયા-લોભના તીવ્ર પાપના પરિણામ, અને ક્રોધ-માન-માયાલોભની મંદતાને પુણ્યના પરિણામ કહેવાય. એ પુણ્ય-પાપના પરિણામને પુદગલ કરે છે, હવે દષ્ટિ અનાદિથી પર્યાય ઉપર હોવાથી માને છે કે હું કરું છું. પુદ્ગલની ક્રિયા જણાય ખરી જ્ઞાનની સ્વચ્છતામાં. અજ્ઞાનીને પણ જણાય અને જ્ઞાનીને પણ જણાય. અજ્ઞાનીને જ્ઞાનીમાં ફેર એ છે કે પુદ્ગલની ક્રિયા સ્વચ્છતામાં જણાતાં તેને અજ્ઞાની જીવની ક્રિયા માને છે. એટલે જીવ અકર્તા હોવા છતાં કર્તા માને છે એટલે સમયે-સમયે મિથ્યાષ્ટિ બની જાય છે.
- મિથ્યાદષ્ટિ બનવાનું કારણ શું? કે પરદ્રવ્યની ક્રિયાને તે સ્વદ્રવ્યની ક્રિયા માને છે. ભગવાન આત્મા તો ક્રિયાનો કરનાર નથી. એ તો જાણનાર, જાણનાર... જાણનાર છે. અહીં આચાર્ય ભગવાન એમ કહે છે કેઃ ક્રોધ-માન-માયા-લોભને હું કરતો નથી તેને હું પુદ્ગલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
પ્રવચન નં-૧ર પાસે કરાવતો નથી અને પુદ્ગલ નામનું કર્મ છે એ સ્વતંત્રપણે કર્તા થઈ અને ક્રોધ -માનમાયા-લોભને કરે છે અને હું અનુમોદન આપતો નથી. ક્રોધ-માન-માયા-લોભનો કરનારો પુદ્ગલ કર્મ છે એ એને કરે છે અને હું જાણવા પણ રોકાતો નથી. પણ મને ખ્યાલ આવી ગયો કે એ એને કરે છે. પછી મારું લક્ષ પુદ્ગલ ઉપર નથી પુદ્ગલની ક્રિયા ઉપર લક્ષ નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને – શુદ્ધાત્માને ભાવું છું. શુદ્ધાત્માને ભાવતાં શુદ્ધોપયોગ નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. એનું નામ સર્વજ્ઞ પરમાત્મા પરમાર્થ પ્રતિક્રમણ
પરમાર્થ પ્રતિક્રમણ નવ તત્ત્વમાં સંવર-નિર્જરારૂપે છે, પણ આસ્રવ-બંધ રૂપે નથી. વ્યવહાર પ્રતિક્રમણ આસ્રવને બંધરૂપે છે. નિશ્ચય પ્રતિક્રમણ છે એ સંવરને નિર્જરારૂપે છે. એ શુદ્ધ પરિણતિ છે તે આત્માની શુદ્ધ પર્યાય છે, છતાં એ સંવર-નિર્જરાના પરિણામને પુદ્ગલ કરે છે એટલે એને હું કરતો નથી, અને સંવર-નિર્જરા જે પુદ્ગલનાં પરિણામ તેને હું જાણતો પણ નથી, હું તો એક શુદ્ધાત્માને ભાવું છું.
શુદ્ધાત્માને ભાવતાં જ પરમાર્થ પ્રતિક્રમણ થાય છે પણ એ પરિણામ ઉપર મારું લક્ષ નથી. મારું લક્ષ તો ત્રિકાળી સામાન્ય ઉપર છે, એટલે શુદ્ધોપયોગ દશા પ્રગટ થઈ જાય છે. સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો. આપણે પરદ્રવ્યનું શું કામ છે? પરદ્રવ્ય છે એની સામે જોવાનું મારે શું કામ છે, વિશેષને નહીં અવલોકતો. વિશેષનું અવલોકન કરવા જાઊં તો વ્યવહાર પ્રતિક્રમણ થાય છે અને એ દોષરૂપ છે નિશ્ચય પ્રતિક્રમણ થતું નથી. કારણ કે ભેદ છે ને એટલો, એ ભેદ ઉપર નજર જાય છે એ મારો ધર્મ નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો આહાહા !
એને સર્વથા જાણવાનું બંધ કરવું? કે: “હા,” સર્વથા. સર્વથા જૈનદર્શનમાં હોય? કે કથંચિત્ હોય? જૈનદર્શનની શરૂઆત જ સર્વથાથી થાય છે. કથંચિત્ એ તો જ્ઞાનનું ફળ છે. ભેદને જાણવાનું સર્વથા બંધ કરી દેવું, અને હું કરતોતો નથી, એ પ્રશ્ન તો ઉડી ગયો. પણ એને હું જાણતો નથી. આહાહા ! હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. પાછો આ વિલાસ છે ને એ સહજ છે! અનાદિ અનંત છે. સહજજ્ઞાન-સહજદર્શન જે છે ને? એ સાહજિક છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સહજ નથી તે કર્મકૃત છે. એને ક્યાંય સહજ કહ્યાં હોય એ જુદો વિષય છે. અત્યારે અહીંયાં પુદ્ગલ સાથે મેળવીએ તો એના જેવો આત્મા નથી, આ સહજ ચૈતન્યનો વિલાસ છે.
અહીંયા તો (ચૈતન્યના વિલાસ) એને હું ભાવું છું બસ. વિલાસ સ્વરૂપ પછી કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૭ આત્માને જ એમાં એકલા સામાન્યને જ ભાવું છું અને વિશેષને ભાવતો નથી. ભાવે છે વિશેષ સામાન્યને. વિશેષ સામાન્યને ભાવે છે પણ વિશેષ વિશેષને ભાવતો નથી એમ કહે છે. આત્માને જ ભાવું છું. એ શુદ્ધાત્મા જે ઉપર કહ્યો ને પહેલી લીટીમાં એ જ. શુદ્ધાત્મા જે કહેવો છે એને સકળ કર્તુત્વનો અભાવ છે. અહીંયાં કહે છે-સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ એવો જે આત્મા એને જ ભાવું છું. અકર્તા છે એવા આત્માને ભાવું છું એમ ન લખતાં સહજ ચૈતન્યનો જે વિલાસ છે જેમાં એને ભાવું છું. એ જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. અકારકઅવેદક તેમજ અનંતગુણો, આખો વિલાસ એમાં આવી જાય છે. ચૈતન્યમાં આખો વિલાસ આવી જાય છે.
હું અકર્તા છું એમ જાણીને પછી શું કરે છે? શુદ્ધાત્માને ભાવું છું. અપ્રમત્ત-પ્રમત્ત નથી માટે અપ્રમત્ત-પ્રમત્તનો કર્તા નથી એવો અર્તા છે એમ જાણું, એમ જાણીને પછી જ્ઞાયક ને ધ્યાવે છે. ભાવે છે. અકર્તા છે એ વાત સાચી છે પણ ભાવું છું ચૈતન્યને. જ્ઞાયકને ચિદાનંદ આત્માને ભાવું છું ધ્યાવું છું, ત્યારે મને હે! પરમાત્મા! નિર્વિકલ્પ આનંદની ભરતી આવે છે. એટલે છેલ્લા બોલમાં આ બધું લઈ લીધું.
અહીં ટીકામાં કર્તા વિષે વર્ણન કર્યું.” ટીકાકાર એમ કહે છે કે કર્તા વિષે વર્ણન કર્યું તો કર્તા, કારયિતા, અનુમંતા એમ ત્રણેય લઈ લેવા. “તેમ કારયિતા, અનુમંતા-અનુમોદક વિષે પણ સમજી લેવું.” એમ એક-એક બોલમાં એ પ્રમાણે તમારે ઉતારવું. કરતો નથી કરાવતો નથી અને અનુમોદક પણ હું નથી એમ બધામાં લઈ લેવું. , કેમ કે ઉપરમાં હું કરતો નથી એમ લીધું છે. એક જ શબ્દ એટલે કૌંસ કરવો પડ્યો. કેમ કે મૂળમાં ત્રણ શબ્દો છે. કરતો નથી, કરાવતો નથી અને અનુમોદતો નથી.
“આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું ( ત્યાગનું) વિધાન કહ્યું છે.”કહે છે? આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયો, એમાં જે પેલું પુદ્ગલકર્મ કરે છે એમાં એ શબ્દ લીધો
છે. (જુઓ પાનુ ૧૫૩.) “હવે આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ પર્યાયો નો છે ને!!” નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલ કર્મરૂપ કર્તાનો હું અનુમોદક નથી.”
વિભાવ એટલે વિશેષભાવો –સમસ્ત પ્રકારના વિશેષ ભાવો. સામાન્ય એક અને વિશેષ અનેક. સામાન્ય એક વિશેષણ હોય અને વિશેષ-વિભાવમાં અનંત હોય, એટલે
સકળ” શબ્દમાં બધા પ્રકારના વિભાવો. અનંતગુણોનો પિંડ એકરૂપ “એકો અહં' છે. અને એની જે પર્યાયો થાય છે અને સકળ વિભાવ પર્યાયોના સંન્યાસ નામ ત્યાગનું વિધાન કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૪૮
પ્રવચન નં-૧૨ એટલે દષ્ટિ અપેક્ષાએ તો હું અકર્તા થયો હતો, અને ચોથા ગુણસ્થાને કર્તાબુદ્ધિનો ત્યાગ થઈ ગયો હતો.
હવે જે આ શુદ્ધ પર્યાય છે એનો ઉપચારથી કર્તા છે એવું કર્તાપણું જે આવતું હતું જ્ઞાન અપેક્ષાએ, દષ્ટિ અપેક્ષાએ તો કર્તાપણું આવતું જ નથી પણ, જ્ઞાન અપેક્ષાએ કર્તાપણું આવતું હતું કે નિશ્ચય રત્નત્રયના પરિણામને આત્મા કરે છે, વ્યવહાર રત્ન- ત્રયના પરિણામને આત્મા કરતો નથી, મોક્ષમાર્ગને કરે છે એવું જે જ્ઞાનપ્રધાન કથનમાં કર્તાપણું આવતું 'તું એ કહે છે કેઃ જ્ઞાનપ્રધાન કથનમાં પણ કર્તાપણું આવ્યું ને! એ કર્તાપણાને છોડીને એ વ્યવહારમાં આવ્યો હતો તો આટલો ઉપચાર આવ્યો હતો, એ કર્તાપણાના ઉપચારને છોડે છે તો શુદ્ઘ ઉપયોગ થઈ જાય છે.
જો એટલું કર્તાપણું રહે છે તો છઠ્ઠું ગુણસ્થાન આવે છે. તેમાં કર્તાપણાનો ઉપચા૨ આવે છે. પણ..કર્તાનો ઉપચાર આવ્યોને એ એને ખટકયું કેમ કે કર્તા નથી. છે અકર્તા અને વ્યવહારનયે કર્તા કહ્યો. વ્યવહારનય કર્તા કહે છે. એ વ્યવહારનય જૂઠ્ઠી વાત કરે છે. હું કર્તા નથી મારા ઉપર આરોપ કેમ આપે છે? કેમ કે હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા કર્તા ન હોય. નિષ્ક્રિય હોય એ ક્રિયા ન કરે. અકર્તાનું કોઈ કર્મ ન હોય, છતા અકર્તા આ કર્મને કરે છે
એવો જે વ્યવહારનયનો આક્ષેપ આવ્યો આરોપ આવ્યો એ જ્ઞાન પ્રધાન કથન છે. દૃષ્ટિ અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને અકર્તા થઈ ગયો છે એમાં તો કોઈ સવાલ જ નથી. પણ જ્ઞાન અપેક્ષાએ સાધક આત્મા અતીન્દ્રિયજ્ઞાનને કરે છે અને આનંદને ભોગવે છે, એ વ્યવહારનયનું કથન છે. આહાહા ! વ્યવહારનય કહે છે એ મને મંજૂર નથી. હું એ વ્યવહારનો પણ સ્વીકાર કરતો નથી. તે સદ્ભૂત વ્યવહાર ભલે હો! પણ તે વ્યવહા૨ છે ને? કેમ કે અકર્તાને કર્તા કહેવો એ વ્યવહાર થઈ ગયો. અને અકર્તાને કર્તા માનવો એ મિથ્યાત્વ થઈ ગયું.
અકર્તાને કર્તા માનવો એ મિથ્યાત્વ થઈ ગયું. અકર્તાને કર્તા કહેવો એ વ્યવહાર, એ જ્ઞાનીને લાગુ પડે છે. જ્ઞાની હવે તેનો નિષેધ કરે છે. કર્તાપણાનો વ્યવહાર ખટકે છે તેથી તેનો નિષેધ કરે છે. ઉપચારથી પણ કર્તા કહેવો એ ખટકે છે. કેમ કે ઉપચારથી પણ આત્મા કર્તા નથી. શુદ્ધ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી એમ જયપુરમાં આપણા ઉપકારી ગુરુદેવે કહ્યું.
આહાહા! આ કર્તાપણાનું ઝેર નીકળવું બહુ મુશ્કેલ છે. કોઈને કોઈ અપેક્ષાએ.. નિશ્ચયથી કર્તા ન હોય તો કાંઈ નહીં વ્યવહારે તો કર્તા ખરો કે નહીં? પરિણમે છે માટે કર્તા ખરો કે નહીં ? કેઃ આત્મા પરિણમતો જ નથી તે તો અપરિણામી છે. અહીં સુધી ન પહોંચે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૯ ત્યાં સુધી હાથમાં દષ્ટિનો વિષય આવે નહીં. પંડિત થાય પણ જ્ઞાની ન થાય.
શાસ્ત્રના આધારરૂપ વ્યવહાર એનું અવલંબન લે તો પણ એ દોષ છે. કેમ કે છે તો અકર્તા તેના ઉપર કર્તાનો ઉપચાર કર્યો છે ને? તો એમ સમજી લેવું કે ઉપચાર એટલે ખોટું અકર્તાને કર્તા કહ્યો એટલે ખોટું કહ્યું ને? એ એમને ખટકયું, તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા કર્તાપણાના વ્યવહારનો ભેદ હતો એનો નિષેધ થઈ ગયો. એટલે શુદ્ધોપયોગ દશા થઈ ગઈ.
હવે એના ગર્ભમાં એમણે એટલું બધું લખ્યું નથી પણ આવી ગયું કે હું કર્તા નથી અને હું જ્ઞાતા ય નથી. પણ વ્યવહાર જ્ઞાતા છે એટલે વ્યવહાર કર્તાપણું ખટકયું એમ! પર્યાયનું જાણવું એ વ્યવહાર છે. ભેદને જાણવું એ વ્યવહાર છે ને? એ ખટકે છે ત્યારે ફરીથી પર્યાયાર્થિક ચક્ષુ બંધ થઈ જાય છે.
ભેદને જાણતાં છઠ્ઠ ગુણસ્થાન આવી જાય છે. સપ્તમ આવતું નથી. એટલે એ એમને ખટકે છે. વ્યવહાર પ્રતિક્રમણ આવ્યું પણ પરમાર્થ પ્રતિક્રમણ ન આવ્યું ભેદને જાણતાં છઠું આવ્યું ને ત્યારે એને નિશ્ચય શુદ્ધ પર્યાયના કર્તાપણાનો ઉપચાર આવ્યો. પણ ભેદને જાણતો જ નથી તો પછી વ્યવહાર કર્તાપણાનો ઉપચાર ક્યાંથી આવ્યો? કેમકે એ તો એને જાણવાનું બંધ કરીને ત્રિકાળીને જાણવા ગયો.
આહા! ભેદને જાણે છે તો કર્તાપણાનો ઉપચાર આવ્યો, પણ જાણતો જ નથી તો કર્તાપણાનો ઉપચાર ક્યાંથી આવે? એમ ભેદની ઉપેક્ષા કરીને દ્રવ્ય સ્વભાવમાં ચાલ્યા જાય છે તો અભેદ અનુપચાર થઈ ગયો ખલાસ. પહેલા ત્રણ પ્રકાર પાડયા છે. પછી એ ત્રણ પ્રકારને બીજી રીતે સમજાવ્યા છે. પ્રકાર તો ત્રણજ છે.
ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર આ ત્રણ શબ્દો નીચે છે. એ જ ત્રણને બીજા શબ્દોથી સમજાવ્યું છે. ભેદ ઉપચારમાં વ્યવહાર રત્નત્રય લીધું. પાંચ મહાવ્રતના પરિણામ એ વ્યવહારમાં લીધા. અભેદ ઉપચારમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ લીધા પણ તે ભેદરૂપ. સમયસાર ૧૬ મી ગાથામાં આવે છે ને –સાધુ પુરુષ નિશ્ચયથી તો એકને સેવે છે પણ ત્રણને સેવે છે પ્રગટ કરવાની અપેક્ષાએ તો એ જે રત્નત્રયના પરિણામ છે તે અભેદ ઉપચાર છે. ભેદ ઉપચાર તો વ્યવહાર રત્નત્રયના પરિણામમાં ગયા અને એ બંધનું કારણ છે. અને અભેદ ઉપચાર છે તે તો શુદ્ધ પરિણતિ છે. સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે ભેદ પણ અભેદનો ઉપચાર કર્યો સમજી ગયા અને ત્રીજું અભેદ અનુપચારમાં શુદ્ધોપયોગશુદ્ધોપયોગ તે સ્પષ્ટ શબ્દ આવ્યો. આપણે જે લીધું તું ને શુદ્ધોપયોગ તે અભેદ અનુપચાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧૨
એ પહેલા ત્રણ બોલ લીધાને! તેમાં ગુરુદેવે જઘન્ય રત્નત્રયના પરિણામમાં શુદ્ધ પરિણતિ લીધી છે. કેમ કે છઠ્ઠા ગુણસ્થાને પરિણતિ હોય ને એમ! અને પરદ્રવ્યનું શ્રદ્ધાન એ તો વ્યવહાર–સાકાર લીધું અને એને નિરાકાર કરે છે એમ ત્રણ પ્રકાર પાડીને એ વાત કરી હતી. એટલે છેલ્લે પણ અહીંયાં નિરાકાર જ રજુ કરે છે. અભેદ અનુપચાર એટલે નિરાકાર. નિરાકાર તત્ત્વમાં લીન થઈને નિરાકાર ચારિત્ર પ્રગટ કરે છે એમ!
પછી તેમાં આગળ ખુલાસો કરે છે કેઃ નવતત્ત્વ-નવપદાર્થ પરદ્રવ્ય છે તેનું શ્રદ્ધાન એટલે કે આમાં સંવ-નિર્જરાને મોક્ષ આવ્યા હોં! એ ૫૨દ્રવ્યમાં આવ્યું. એમાં લખ્યું છે ને? નવપદાર્થ ૫૨દ્રવ્ય છે તેનું શ્રદ્ધાન એટલે સંવ૨-નિર્જરા પરદ્રવ્યમાં આવી ગયા ને?
સ્પેશ્યલ શબ્દ મૂકયા ત્રણ, ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર. અભેદ અનુપચારમાં એકાગ્રતા અર્થાત્ લીન થઈ ગયો બસ. નિશ્ચલ થયો શુદ્ધોપયોગની ભૂમિમાં. અભેદ અનુપચારમાં શુદ્ધઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા એનું અવલંબન લેતા શુદ્ધોપયોગ થઈ જાય છે.
બીજા જે ત્રણ પ્રકાર ભેદ ઉપચાર, અભેદ ઉપચાર, અભેદ અનુપચાર જે ત્રણ પ્રકાર નીચે કહ્યાં તે જ ઉપ૨ આવેને? બીજી રીતે કહે તો પણ પહેલાને જે સુસંગત હોય એવી જ રીતે બીજો પ્રકાર આવે ને?! તો જ આ એનો બીજો અર્થ છે તેમ આવે ને ?! શબ્દો ફરે પણ ભાવ ન ફરે. બીજું યોગનો વિષય પણ સારો લીધો છે. ચોથા ગુણસ્થાને અંશે યોગનો નિરોધ થઈ જાય છે. મેં જે વાત કરી'તી એ વિષય પણ લીધો છે. સમયસાર આસ્રવ અધિકારમાં એ ગાથા છે.
મિથ્યાત્વનો અભાવ થાય તો મિથ્યાત્વના અવિનાભાવરૂપ જેટલું કંપન હતું એનો અભાવ થઈ જાય. મિથ્યાત્વનો અભાવ થાય તો એટલો અવ્રતનો એટલો કષાયનો એટલો કંપનનો, એટલો યોગનો, એ સંબંધી અભાવ થાય. મિથ્યાત્વની ભૂમિકાની સાથે રહેતો ભાવ તે એક સાથે જાય. ( શ્રોતાઃ સમયસારની ૧૦૯ થી ૧૧૨ ગાથામાં આપે આ વિષય લીધો તો )
એ વિષય પણ લીધો કેઃ મન, વચન કાયાનું કંપન છે એના ઉ૫૨થી એમ લીધું કે: યોગ નામની શક્તિ છે તો એ કંપનથી રહિત આત્મા નિષ્કપ છે અને પર્યાયમાં પણ અનુભવ થતાં “સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” શ્રીમદ્જીએ કહ્યું છે તેમજ રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમાં આવે છે કે “ જ્ઞાનાદિ એકદેશ શુદ્ધ થાય છે.” તે બે આધાર લીધા.
“સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” તેમાં યોગમાં પણ અંશે અકંપદશા થઈ જાય છે. કંપન છે એ વિભાવ છે. એ વિભાવનો સર્વથા અભાવ તો ચૌદમા ગુણસ્થાને થાય છે, અકંપદશા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૧
અયોગી જિન કેવળીને થાય છે. તેની શરૂઆત ચોથેથી થાય છે, પછી આગળ... આગળ આસ્રવનો નિરોધ થાય છે. મિથ્યાત્વનો નિરોધ થયો તો તથા પ્રકારનો યોગનો નિરોધ થાય તે બરોબર લોજીકથી બેસે છે. કેમ કે એની શરૂઆત સંવર-નિર્જરામાં થવી જોઈએ ને?! ત્યારે મોક્ષ થાય છે. સંવર-નિર્જરા વિના મોક્ષ ક્યાંથી થાય? એટલે કે મોક્ષ એકાએક નથી થતો.
આહા ! જેટલો આસ્રવ રોકાણો એટલો સંવર થયો, અને એટલી અશુદ્ધિની હાનિ થાય છે, તો એટલી નિર્જરા થાય છે. જેટલી અકંપ દશા છે એટલી શુદ્ધિની વૃદ્ધિ એટલી નિર્જરા અતિથી. આહાહા! અલૌકિક વાત છે, તત્ત્વ અભ્યાસ સિવાય શુદ્ધાત્મા હાથમાં ન આવે. તત્ત્વ અભ્યાસ એ વ્યવહાર છે, નિશ્ચય નથી. શુભભાવ કરવો એ વ્યવહાર નથી એ તો અજ્ઞાન છે.
(શ્રોતા-સંવર-નિર્જરામાં અયોગની સંધિ થાય છે.) કેમ કે અયોગ જિન કેવળી તો ચૌદમે થાય છે. એની પહેલા સંવર-નિર્જરા હોય ને? શરૂઆત ચોથેથી થઈ ગઈ તે એકદમ ન્યાયથી સિદ્ધ થાય છે. નીચલી અવસ્થામાં એટલું બધું ચોખ્ખું થઈ જાય પછી એને ઉપર જવામાં સહેલું થઈ જાય. ઉપર જવામાં એટલે શ્રેણી માંડે ત્યારે આવા વિચારો પહેલેથી જ આવી જાય. પરિપકવ સ્થિતિ થઈ ગઈ હોય, ચોખ્ખું થઈ ગયું હોય તો આગળ સહેલું થઈ જાય.
આ ગાથા શ્રેણીની સન્મુખની છે. શુદ્ધોપયોગ એટલે પરમાર્થ પ્રતિક્રમણની ગાથા છે. આ પરમાર્થ પ્રતિક્રમણ મુનિરાજને જ હોય છે. નીચે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થતાં સમ્યક્દષ્ટિ થઈ જાય છે. એ આપણે લીધું હતું કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ અવ્રત, કષાય અને યોગનું પ્રતિક્રમણ.
તીર્થકરો પણ યોગનો નિરોધ કરવા માટે સમેદશિખરના પહાડ ઉપર જઈને બેસી જાય છે. પાંચસો ધનુષ ઊંચે સમોસરણમાં હોય છે. તે પણ સમોસરણમાંથી નીચે આવી જાય છે. વાણી બંધ થઈ જાય છે. યોગનો નિરોધ થતાં સિદ્ધ પરમાત્મા થયા. અરિહંત હતા ને હવે સિદ્ધ પરમાત્મા થઈ ગયા. નમો અરિહંતાણંમાંથી નમોસિદ્ધાણંમાં જતા રહ્યા.
અરિહંત પણ સશરીર-સંસારી છે ને હુજી. એ શરીર છે ત્યાં સુધી દેખાય આપણને, પછી તો પરમાણુ કપુરની ગોટીની જેમ વિખરાય જાય અને એકલો ચૈતન્ય બિંબ રહી જાય જેને ભાવતો હતો એજ રહી જાય છે. સિદ્ધ અવસ્થા રહી જાય બસ અને બધું નીકળી જાય.
નોકર્મથી હું ભિન્ન છું એમ શ્રદ્ધામાં આવતા સંયોગમાંથી નોકર્મ છૂટી જાયને? સંયોગ ક્યાં સુધી રહે! અભેદનું શ્રદ્ધાન-શાન થઈ ગયું પછી ક્યાં સુધી સંયોગ રહે? સંયોગ છૂટી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
પ્રવચન નં-૧૨ જાય. જેને સંયોગની ભાવના હોય એને શરીર મળે. જેને સંયોગની ભાવના ન હોય અને સંયોગ ન મળે. અહાહા! આ માર્ગ ગુરુદેવ ચોખ્ખો કરી ગયા.
આ રીતે પાંચ રત્નો દ્વારા શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કથન છે” આ આપણે જ્ઞાનમાં ઊતાર્યું છે, દષ્ટિમાં નહીં આત્મા જ્ઞાન અપેક્ષાએ ઉપચારથી કર્તા છે એનો પણ વિરોધ કર્યો તો ઉપચાર છૂટી ગયો. ઉપચારનો પણ ત્યાગ થઈ ગયો. પછી ઉપચાર ક્યાં રહ્યો?! આ એને કરે તે ક્યાં રહ્યું! એ ચારિત્રને કરે છે તેવું ક્યાં રહ્યું? પર્યાયદષ્ટિનો તો ત્યાગ થયો પણ પર્યાય જાણવામાં આવતી 'તી એનું પણ જાણવાનું બંધ થયું. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એટલે શુદ્ધોપયોગ થઈ ગયો. આમાં શુદ્ધોપયોગ થવાની કળા છે.
આહાહા! અકર્તાને કર્મ ન હોય તેથી કર્મને જાણતો નથી. હોય તો જાણેને? “કરના ભી ગયા અને જાનના ભી ગયા ઔર જાણનાર રહ ગયા.” (શ્રોતા-અપૂર્વ વાત છે.) પર્યાય કો કરના ભી ગયા, ઔર પર્યાય કો જાનના ભી ગયા ઔર જાણનાર રહ ગયા. જેમ પાણીનું બરફ થઈ જાય તેમ ઢીમ થઈ ગયો ઢીમ.
હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે. શ્લોકાર્થ:- આ પ્રમાણે “પંચ રત્નો દ્વારા જે આ” એટલે મુનિરાજે “સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે” સકળ વિષયોનું ગ્રહણ જે શબ્દ છે ને? એમાં કરવુંય છોડયું અને જાણવું ય છોડયું. બે ભાવ તેમાંથી આવે છે. “સમસ્ત વિષયો એના ગ્રહણની', ગ્રહણનો અર્થ થાય છે જાણવું કરનાર તો છું જ નહીં પણ છઠ્ઠી ગુણસ્થાને જાણેલો પ્રયોજન વાન હતો એ પણ છૂટી જાય છે. “અને નિજ દ્રવ્ય ગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરે છે.” જેને દષ્ટિના વિષયમાં માસ્ટરી છે એવા સમર્થ મુનિરાજ એમ કહે છે કે: દ્રવ્યગુણ પર્યાયના સ્વરૂપમાં એટલે કે પોતે એ શેયરૂપ થઈ જાય છે.
જે ધ્યેયરૂપ આત્મા હતો એ ધ્યેયનું ધ્યાન કરતા-તેની ભાવના કરતા-ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને ભાવતાં એ જ્ઞય થઈ જાય છે. પોતે જ જ્ઞય થાય છે. પોતે જ શેય, પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાતા એ અભેદ એમ. જ્ઞાતા-જ્ઞાન-શયના નામથી ભેદ છે પણ વસ્તુભેદે ભેદ નથી. એ આ ફળ આવ્યું.
“નિજ દ્રવ્ય-ગુણ પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે” ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એ અભેદપણે જણાય છે. અભેદને અભેદ થઈને જાણે છે. અભેદમાં એકાગ્ર થઈને એવા સ્વરૂપને જાણવા મંડયો કે જે દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ છે વસ્તુ. અભેદપણે જાણે છે એમાં તર્ક કે વિકલ્પ-ભેદ નથી કાંઈ. સમજાવવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાય શબ્દ વાપર્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૩ એ વાપરવો જ જોઈએ.
તે ભવ્ય જીવ-લાયક જીવ-સાધક આત્મા “નિજ ભાવથી ભિન્ન એવા સકળવિભાવને છોડી” આહા! નિજ ભાવથી ભિન્ન એવા સકળ–બધા પ્રકારના વિશેષ ભાવોને છોડી એટલે કે એનું લક્ષ છોડીને એ જાણતા નથી. અભેદમાં ભેદ જણાતો નથી બહુ અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
આ રીતે મોક્ષની પ્રક્રિયા બતાવી છે. જે શુદ્ધાત્માને ભાવે છે તે અલ્પકાળમાં મુક્ત થાય છે, ત્યારે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય અભેદપણે જણાય પણ છે. એ જ નિર્વિકલ્પ સ્થિતિની વાત છે સવિકલ્પ સ્થિતિની વાત નથી. આ બધી પ્રક્રિયા શુદ્ધોપયોગમાં ભજી જાય છે. ભેદને જાણતો નથી. “અભેદને જાણતાં અભેદ થઈને અભેદ શેય થઈ જાય છે.” દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય લીધા ને! અભેદ છે એને જાણતાં અભેદ થઈને અભેદને જાણે છે. તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા.
આત્મા રોગને કરે છે એ તો મિથ્યાત્વ છે. અહીંયાં તો વીતરાગભાવને આત્મા કરે છે એવો સાધક ઉપર ઉપચાર આવ્યો. આત્મા ઉપર આક્ષેપ મૂક્યો. વ્યવહારે એ વાતો એણે સાંભળી કે આ મને કર્તા કહે છે? એમ, મને કર્તા કહે છે? કર્તાપણાનો ઉપચાર ખટક્યો તેને ઓળંગીને અંદરમાં ડૂબકી મારી.
- સાધક રાગનો તો કર્તા છે જ નહીં. સાધક નિશ્ચય-મોક્ષમાર્ગને કરે છે, તો હું તો કર્તા નથી તેનો ઉપચાર મારા ઉપર આવ્યો. ઉપચારનો અર્થ કે: કરે કો'ક અને આવે મારા ઉપર એનું નામ ઉપચાર. ચોરી કરે કો'ક અને શાહુકાર ઉપર આરોપ આવ્યો કે આ ભાઈએ મારી ઘડિયાળ લઈ લીધી. શાહુકાર માણસ કહે ભાઈ મેં તો લીધી નથી. એમ કરે છે બીજો અને ઉપચાર આવ્યો મારા ઉપર. બીજો કરે છે એનું નામ એણે આપી દીધું નામ આપ્યું છે કેઃ પુદ્ગલ કરે છે.
એ વાત જે આવી છે ને કે ઉપચાર ખટકે છે એટલે હું અકર્તા છું એ યાદ આવી ગયું. કર્તાનો ઉપચાર ખટક્યો ત્યારે અકર્તાનો એણે આશ્રય લીધો. નહીંતર અકર્તા તો પોતે થઈ ગયા છે. અભેદ અનુપચાર થઈ ગયો પછી કર્તાનો ઉપચાર જતો રહ્યો. પછી ક્યાં કર્તાનો ઉપચાર રહ્યો. શુદ્ધોપયોગ થઈ ગયો અને એ આત્મા થઈ ગયો. પછી આત્મા શુદ્ધ ઉપયોગને કરે છે એ ઉપચાર ક્યાં રહ્યો? એ તો અનુપચાર થઈ ગયો.
(શ્રોતા-જ્યાં સુધી ભેદ દેખાતો તો ત્યાં સુધી ઉપચાર આવતો હતો.) અભેદ થઈ ગયો તો ઉપચારનો પ્રશ્ન જ નથી. ભેદ જ નથી દેખાતો તો કર્તાપણાનો ઉપચાર ક્યાં રહ્યો. અભેદ છે તે અનુપચાર જ હોય છે. દષ્ટિનો વિષય પણ અભેદ અને અનુપચાર. કેમ કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં-૧૨ અભેદ અનુપચારમાં શુદ્ધઉપયોગ આવ્યોને? દ્રવ્ય ગુણ પર્યાય આવી ગયાને? દ્રવ્ય તો હતું જ પણ શુદ્ધ ઉપયોગની પર્યાય આવી ગઈ. અભેદપણે જ્ઞાન થયું. ચિત્તને એકાગ્ર કર્યું. “એકો અહમ્', એક જ છે. દ્રવ્ય પણ એક-સામાન્ય એક અને સામાન્યને વિશેષ થઈને પણ એક, બન્નેમાં એક અલૌકિક વાત છે.
શ્રોતા-બહુ અલૌકિક વાત છે. ધ્યેય પણ અભેદ અને શેય થયું તે પણ અભેદ.) ભેદ દેખાતો નથી. નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે ને? નિરાકાર થાઉં છું બોલો! નિરાકાર તત્ત્વમાં એકાગ્ર થયો તો નિરાકાર ચારિત્ર પ્રગટ થયું એમ શબ્દ છે. આ નિયમસાર ૧૦૩ ગાથામાં છે.
ગાથા પૂરી કરતા છેલ્લે છે “એમ ત્રિવિધ સામાયિકને (ચારિત્રને) ઉત્તરોત્તર સ્વીકૃત (અંગીકૃત કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર હોય છે.') બસ એટલું. હવે એનો વધારે ખુલાસો કરે છે. કે જે નિશ્ચય ચારિત્ર નિરાકાર તત્વમાં,” ત્રિકાળી તત્ત્વ જ નિરાકાર છે. નિરાકાર એટલે એ પોતે જ નિર્વિકલ્પ છે. એમાં ભેદ નથી કાંઈ સમજી ગયા.
એવું જે નિરાકાર તત્ત્વમાં,” એ દ્રવ્ય લીધું અને લીન એ પર્યાય.” એમાં લીન હોવાથી એ નિરાકાર ચારિત્ર છે. દ્રવ્યેય નિરાકાર અને ચારિત્ર પણ નિરાકાર બેય નિર્વિકલ્પ છે. ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ અને પર્યાય પણ નિર્વિકલ્પ બેય નિરાકાર હવે સાકાર ન રહ્યું. સાકાર તે તો સવિકલ્પ છે. સાકારને નિરાકાર કરવાનો છે. સાકારને નિરાકાર કરે છે ત્યારે ખરેખર મોક્ષમાર્ગ છે. પેલો અપવાદરૂપ મોક્ષમાર્ગ અને આ સરૂપ મોક્ષમાર્ગ છે.
આત્મા શુદ્ધોપયોગમયી છે. શુદ્ધોપયોગ અને આત્મા જુદા નથી રહેતા-તમયી થઈ જાય છે. જે ૨૭૧ માં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞયની અભેદતા કહ્યું એ જ. ધ્યેય પૂર્વક આખું શેય થાય છે. (શ્રોતા-તેજ વાત આવે છે.) આવે છે ને? આ તો મુનિરાજનો શ્લોક એમાં પ્રશ્ન ક્યાં છે? લીન ન થાય તો કર્તાનો આરોપ આવે છે પછી લીન કરે છે.
જ્ઞય અભેદ થાય તો અનુપચાર થઈ જાય એમ એને કહેવું છે. જ્ઞય ન થાય તો ઉપચાર આવે. ઉપચારનું પ્રતિક્રમણ કરીને અનુપચારમાં આવે છે. આ વાત બરોબર છે. ઉપચાર ખટકે છે એટલે ઉપચારને ઓળંગીને અનુપચારમાં આવી જાય છે. ખટકે તો ઓળંગેને? દોષ ખટકે તો દોષને ટાળે પણ દોષને ગુણ માને તો ક્યાંથી ટાળે. કોઈ એવી પળે શાસ્ત્ર રચાઈ ગયા છે. કુંદકુંદ ભગવાન મહાવિદેહમાં ગયા ને આપણા માટે લખી ગયા. કુંદકુંદભગવાનનું ત્રીજું નામ છે તે યથાર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
રાજકોટઃ- તપકલ્યાણકપ્રસંગે વિડિયો કેસેટ નં-૭૬ પ્રવચન નં-૧૩ આજનો દિવસ તપકલ્યાણકનો છે. પોતાની યોગ્યતા હોય તો આત્મજ્ઞાની ગુરુની દેશનાલબ્ધિ અથવા જિનવાણી મળે. ત્યારે એને ગૃહસ્થ અવસ્થામાં આત્માનો અનુભવ થાય છે. એ ગૃહસ્થ અવસ્થામાં અનુભવ થતા વેંત જ એ સાધક આત્માને ચારિત્રની ભાવના પ્રગટ થાય છે. કેમકે ચારિત્ર વિના મોક્ષ નથી.
૧૫૫
66
સમ્યક્દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી ચારિત્ર એટલે ? સ્વરૂપે ચરણમ્ ઈતિ ચારિત્રમ્. ” ઉપયોગને જ્ઞાયકમાં જોડી તેમાં એકાગ્ર-લીન થવું તેને પરમાત્મા ચારિત્ર દશા કહે છે. એ વીતરાગી અપૂર્વ દશા છે. તે કોઈ સાધારણ વસ્તુ નથી. એ ચારિત્ર સમ્યક્દષ્ટિને જ આવે છે એના કાળ ક્રમમાં. પછી કહેવાય કે એના પુરૂષાર્થથી ચારિત્ર પ્રગટ થયું.
પ્રત્યેક જીવને વર્તમાનમાં એક જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. તે સામાન્ય ઉપયોગમાં જ્ઞાયભાવ જણાય છે. જાણવામાં આવી રહ્યો છે એવું જે જ્ઞાની ગુરુનું વચન જ્યારે કાન ઉપર આવે છે તો એ ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય છે. અને તે ઉપયોગનું નામ શુદ્ધોપયોગ પડે છે. એ શુદ્ધોપયોગમાં શુદ્ધાત્માનાં દર્શન થઈ જાય છે. તેનું નામ સમ્યક્દર્શન-જ્ઞાનરૂપ વીતરાગી પરિણામ છે.
આપણા નેમીનાથ ભગવાનની આજ દીક્ષા છે. તેઓશ્રી સ્વર્ગમાંથી પધાર્યા હતા. તેઓ ત્રણ જ્ઞાન મતિ શ્રુત-અવધિ લઈને આવ્યા હતા. આજ (નેમિ મુનિરાજને ) મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તેઓ સ્વયં ગુરુ છે. તીર્થંકરનાં કોઈ ગુરુ હોતા નથી. પોતે જ ત્રણલોકનો નાથ ગુરુ તત્ત્વ છે. તે ગૃહસ્થ અવસ્થામાં કેવી પ્રથમ ચારિત્રની ભાવના ભાવે છે તે અપૂર્વ અવસરમાં સાંભળીએ.
મુનિરાજની દશા કોઈ અલૌકિક હોય છે. ભાવલિંગી સંત દીક્ષા લેતાંની સાથે જ શુદ્ધોપયોગ દશા-નિર્વિકલ્પધ્યાન આવતાં સપ્તમ્ ગુણસ્થાન આવે છે. ચતુર્થ ગુણસ્થાને આનંદનું ભોજન તો હતું; પણ....થોડું હતું. મુનિ અવસ્થામાં આનંદ વધી ગયો ત્રણ કષાયનો અભાવ થતાં વીતરાગ દશા વધી ગઈ. વીતરાગદશાનાં ફળમાં અતીન્દ્રિય આનંદની દશા કોઈ જુદી જ હોય છે. ‘નિત્ય આનંદ ભોજી’ સંતો આનંદનું ભોજન કરે છે. રાગાનુભૂતિ નથી તેમને તો આનંદાનુભૂતિ છે. રાગને જાણે છે પણ રાગનો અનુભવ નથી. સાધકને નથી ? કે ‘નથી ’, સાંભળ જરા શાંતિથી આહા! રાગ સાથે એકત્વબુદ્ધિ થતી નથી એટલે જાણે છે પણ દુઃખના ભોક્તા નથી. દુ:ખને જાણે પણ દુઃખને ભોગવે નહીં. આનંદના ભોક્તા છે તે પણ અપેક્ષિત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
પ્રવચન નં-૧૩ આવા નિત્યાનંદ પરમાત્માની સન્મુખ થઈને શુદ્ધોપયોગ દશામાં નિરંતર છકે સાતમે ગુણસ્થાને પ્રમત્ત-અપ્રમત્તદશામાં ઝુલનારા મહામુનિ હાલતાં-ચાલતાં-ફરતા સિદ્ધ સમાનદશા છે તેમની. એવા આપણા ઉપકારી કુંદકુંદઆચાર્ય ભગવાન જ્યારે ઇદે-સાતમે ગુણસ્થાને ઝુલતાં હતાં ત્યારે તેમણે નિયમસાર શાસ્ત્ર બનાવ્યું. પોતાની ભાવના માટે બનાવ્યું. સમયસારનો અપ્રતિબુદ્ધ માટે હતું. પણ નિયમસાર શાસ્ત્ર તો પોતાની ભાવનાને માટે બનાવ્યું.
ભાવનાનો અર્થ શું છે? શબ્દનું નામ ભાવના નથી, વિકલ્પનું નામ ભાવના નથી, ઈન્દ્રિજ્ઞાનનું નામ ભાવના નથી, ભાવના એટલે (નિજ) ભાવની ભાવના. ભાવના એટલે પરમપરિણામીક સ્વભાવ ભાવની એકાગ્રતા–ધ્યાનમાં લીન થઈને જે ભાવ થાય તે ભાવના કે જેમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભાવનાનો અર્થ શું થાય છે? કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
(શ્રોતા-આટલું સહેલું છે?) “હા!' આટલું સહેલું છે. જે દષ્ટિ બર્ણિમુખ છે તે દૃષ્ટિ અંતરમુખ આવીને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અહીં બેઠાં બેઠાં અનુભવ થાય છે. નથી થતો તેમ નથી. મંદિરમાં જવાની જરૂરત નથી. અચ્છા તો મંદિરે ન જાવું!! જાવું ન જાવું તેની વાત નથી. તું આત્મામાં બેસી જા ! છો તો તું આત્મામાં “જ' બહાર નીકળ્યો જ
નથી.
આ પરમાર્થ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. થોડી વાત સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો અર્થ ન સમજાય તેવો નથી સૂક્ષ્મનો અર્થ શું છે? ઉપયોગ બરાબર લગાવે તો સૂક્ષ્મ તત્ત્વ ખ્યાલમાં આવી જાય.
પરમાગમ શાસ્ત્ર કુંદકુંદ આચાર્ય ભગવાનનું છે તેનાં ટીકાકાર ભાવિ તીર્થંકર પોતે ર૧૨ નંબરના શ્લોકમાં લખી ગયા છે. પાંચરત્નની ગાથા છે. આખા નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર દષ્ટિનો વિષય બહુ જ ઊંચો આવી ગયો પરંતુ તેમાં ક્યાંય પાંચ રત્ન ન લખ્યું. પાંચ રત્ન લખવાનો ભાવ આ પાંચ ગાથામાં આવ્યો છે.
૭૭ થી ૮૧ આ પાંચ ગાથાનું શીર્ષક-મથાળું બાંધે છે. મથાળામાં માલ છે. સંક્ષેપ રુચિવાળો તો એક લીટીમાં સમજી જાય. વિસ્તાર રુચિવાળા માટે સારી ટીકા છે. એક લાઈનમાં ટીકાકાર આચાર્ય મહારાજ શું લખે છે? કુંદકુંદ ભગવાનનું હૃદય તેમણે પારખી લીધું. કેમકે ભાવલિંગી મુનિરાજની જોડી સમકક્ષી છે.
જુઓ ભાઈ ! આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જાણવું દેખવું આત્માનો સ્વભાવ છે. જાણવાથી શરૂઆત થાય છે. કરવાથી શરૂઆત થતી નથી. આ આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે. જાણવું-દેખવું મારું કામ છે. હવે આચાર્ય ભગવાન લખે છે....!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૭ અહીં શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” સકળ કર્તત્વનો અભાવ એટલે કે પરદ્રવ્યનાં કર્તા તો છે નહીં પણ પોતાની અંદર જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે સ્વાશ્રિત હોય કે પરાશ્રિત પરિણામ તેનો આત્મા કર્તા નથી. તો આ ચારિત્રના અધિકારમાં કર્તા નથી તેમ કેમ યાદ કર્યું?! કર્તબુદ્ધિ તો ચતુર્થ ગુણસ્થાનમાં ચાલી ગઈ હતી, તો ફરીથી આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી કારણ નથી તે વાત શું છે?! તેમાં શું રહસ્ય છે? તેમાં ભારી રહસ્ય છે.
કર્તા બુદ્ધિ જવાથી સમ્યક્રદર્શન થાય છે અને કર્તાનો ઉપચાર ચાલ્યો જવાથી શુક્લધ્યાનની શ્રેણી આવી જાય છે. એ વાત છે. ફરીથી ! હું કર્તા છું ને રાગાદિ પરિણામ મારું કાર્ય છે અને પર પદાર્થનાં પરિણામ થાય તેમાં હું નિમિત્ત છું તેવી બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે.
મિથ્યાદષ્ટિનું લક્ષણ શું છે? તે તેની વાણીથી ઓળખાય જાય છે, વધારે પરીક્ષા કરવાની જરૂર નથી. તેનું વજન ક્યાં આવે છે? આટલું તો કરવું જોઈએ ને? કાંઈક તો કરવું જોઈએ ! તેની શરૂઆત કરવાથી થાય છે. જે ઘુંટાય છે તે વાણીમાં આવી જાય છે. જાણવું...જાણવું...જાણવું.....તેની શરૂઆત જાણવાથી નથી થતી.
જેની શરૂઆત જાણવાથી થાય છે, ભલે તેણે જાણનારને પ્રત્યક્ષ ન કર્યો હોય, તો પણ જ્ઞાતાના પક્ષમાં આવ્યા બાદ તે પ્રત્યક્ષ જ્ઞાતા થઈ જાય છે. કર્તાના પક્ષવાળો ચારગતિમાં રખડે છે.
પહેલો પાઠ કર્તા નહીં હું પરિણામ માત્રથી મારો આત્મા ભિન્ન છે અને પરિણામથી આત્મા ભિન્ન છે એમ પરસ્પર ભિન્નતા ખ્યાલમાં આવવાથી પરિણામની કતંબુદ્ધિ છૂટી જાય છે. પરિણામ રહી જાય છે ને પરિણામની કતંબુદ્ધિ છૂટી જાય છે તે ખ્યાલ રાખવું.
આહા ! પુણ્યથી ધર્મ થતો નથી તેનો અર્થ એવો નથી કે પુણ્ય છોડી દેવું. પુણ્યથી ધર્મ માનવો છોડી દે! રહસ્ય છે. ભોપાલમાં ૪૦,000 (ચાલીસ હજાર) માણસ હતા, પૂ. ગુરુદેવનાં શરીરને તાવ આવી ગયો, આત્માને તાવ આવતો નથી. તો કહ્યું કે ભાઈ ! પુણ્ય છોડીને પાપનો ઉપદેશ દેવાની વાતતો જૈન દર્શનમાં છે નહીં. અન્યમતિમાં નથી તો જૈનદર્શનમાં ક્યાંથી હોય?! તો શું વાત છે? કે પુણ્યથી ધર્મ થાય છે તેવી માન્યતા છોડી દે. તાળીનાં ગળગળાટ થયા.
જ્ઞાનીની વાત સમજવામાં ભૂલ થાય છે. પુણ્યથી ધર્મ નથી થતો તેમ તું સમજી લે ! પુણ્ય છોડવાની વાત ક્યાં છે? પુણ્ય કરતો નથી તો છોડે કોણ? ને કરે કોણ? અને જાણવું પણ સવિકલ્પ દશામાં છે, બાકી જાણવું પણ બંધ થઈ જાય છે.
તો કર્તા બુદ્ધિ છૂટી જાય છે. કર્તબુદ્ધિ છૂટવાથી પાંચમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પ્રવચન નં-૧૩ જાય છે પણ સાતિશય સાતમામાં ન આવે! કર્તબુદ્ધિ તો છૂટી પરંતુ કર્તાનો ઉપચાર આવ્યો શું કહ્યું? કે : નિશ્ચય રત્નત્રયનાં પરિણામનો આત્મા ઉપચારમાત્રથી કર્તા છે. કર્તા બુદ્ધિ નથી. કર્તા બુદ્ધિમાં ફેર ને કર્તાનાં ઉપચારમાં ફેર છે.
સમર્થ આચાર્ય ભગવાને આવું શા માટે કહ્યું? “કર્તા નથી” તે વિચાર કરવા જેવી વાત છે. કર્તાબુદ્ધિ તો ચાલી ગઈ હતી ફરી કહ્યું કે કર્તા નથી. કર્તા નથી એટલે કે મારા પરિણામ જે નિશ્ચય રત્નત્રયરૂપ પરિણમે છે તો પરિણમે સો કર્તા અને પરિણમે સો કર્મ', એવું વીતરાગી પરિણામ પ્રત્યે કર્તાપણાનો ઉપચાર આવતો હતો તે ઉપચાર ખટકતો હતો.
ઉપચારરૂપ વ્યવહાર તેને ઉપચાર કહો કે વ્યવહાર કહો. સાધક નિશ્ચયરત્નત્રયનાં પરિણામનો કર્તા ઉપચારમાત્રથી છે. આ કુંદકુંદાચાર્ય ભગવાનને ખટકયું, શ્રેણી નથી આવતી. કર્તા બુદ્ધિ થાય તો સમ્યક્રદર્શન નથી થતું અને કર્તાનો ઉપચાર આવે તો શ્રેણી નથી આવતી એટલે કેવળજ્ઞાન થતું નથી.
હું રાગાદિ અને દેહાદિનો કર્તા છું તે તો મિથ્યાદષ્ટિ છે. તેમાં કાંઈ માલ નથી તેતો સમ્યકની સન્મુખે નથી. તેની તો વાત ગઈ. રાગ હોવા છતાં પણ રાગનો કર્તા નથી હું તો જ્ઞાનમય આત્મા છું.
આત્મધર્મમાં આવેલો ૧૫૪ નંબરનો બોલ છે.
જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર તેનો સ્વભાવ છે તેમ તારો પણ જાણનારદેખનાર સ્વભાવ છે. સેન્ટ પર સેન્ટ. કથંચિત્ કર્તાને કથંચિત્ જાણવું રહેવા દે ! કથંચિની આડમાં સમ્યકદર્શન થતું નથી. કથંચિતનું જ્ઞાન અનુભવરૂપ સ્યાદ્વાદ જ્ઞાનમાં ઉત્પન્ન થશે. થોડી વાર માટે તો અહીં (સ્વપ્રકાશકમાં) આવી જા !
જેવી રીતે સિદ્ધ પરમાત્મા જાણનાર દેખનાર છે તેવી રીતે તું પણ, આપણને કહ્યું ! કોને કહ્યું?! આપણે બધાય હાજર હતા. આપણે હાજર હતા કે નહીં? આપણે બધાય હાજર હતા આપણને ફરમાવ્યું, કરુણા હતી અને હું સંક્ષિપ્તથી વાત કરું છું તે ઘણું કરીને સમજી જજો.
સિદ્ધ પરમાત્મા આપણી ઉપર સમશ્રેણીએ બિરાજમાન છે. સિદ્ધની જેમ તું પણ જાણનાર-દેખનાર જ છો. ક્યારે? “ત્રણેકાળ” તારો સ્વભાવ જાણવું-દેખવું છે. તારો સ્વભાવ રાગને કરવું નથી. રાગનો હું કર્તા છું તો જ્ઞાન નથી રહેતું તો અજ્ઞાન થઈ જાય છે. તો પણ રાગનો કર્તા બનતો તો નથી એટલે વિશેષ અપેક્ષાથી કર્તા છે બાકી અકર્તા તો રહે જ છે. અકર્તા સ્વભાવ છૂટતો નથી.
સામાન્ય પડખું-અકર્તાનું પડખું-જ્ઞાયકનું પડખું-જ્ઞાતાનું પડખું ત્રણકાળમાં છૂટતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫૯
એવા સામાન્ય પડખાં ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. સમ્યક્દર્શન થઈ જાય છે, પણ ચારિત્ર અંગીકાર કરવા છતાં શ્રેણી આવતી નથી.
નેમીનાથ ભગવાનને તો આજનાં દિવસ પછી છપ્પનમાં દિવસે કેવળજ્ઞાન થઈ ગયું. પંચાવન દિવસ શું કર્યું? ધ્યાન ધર્યું ગીરનારમાં જઈને આત્મધ્યાનમાં મગ્ન થઈ ગયા. નિમિત્તનું ધ્યાન તો આ જીવે અનંતવાર કર્યુ છે રાગનું ધ્યાન કર્યુ, ૫૨ પદાર્થનું ધ્યાન કર્યુ; ભેદનું ધ્યાન કર્યુ ને ભેદની ભાવના પણ ભાવી. ફરીથીઃ
ભેદનું ધ્યાન કર્યુ અને ભેદની ભાવના પણ રાખી, પણ...અભેદનું જ્ઞાન એક સમયમાત્ર કર્યું નહીં. ચિદાનંદ પ્રભુ! દેહ દેવળમાં દેહથી ભિન્ન બિરાજમાન હોવા છતાં પણ, દેહથી ભિન્ન આઠ કર્મથી ભિન્ન, રાગાદિ આસ્રવ તત્ત્વથી રાગને જાણવાવાળા ઇન્દ્રિયજ્ઞાનથી પણ ભિન્ન એ તો અતીન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા બિરાજમાન છે.
તો કુંદકુંદ પ્રભુને અંદર થોડી ખટક રહેતી હતી, નિર્વિકલ્પ ધ્યાન તો આવે છે પરંતુ ધર્મધ્યાન થાય છે, શુક્લ ધ્યાન આવતું નથી. છઠ્ઠાગુણસ્થાને પરિણતીરૂપ ધર્મધ્યાન છે. સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ ધર્મ ધ્યાન છે. સાતમા ગુણસ્થાને ‘સ્વસ્થાન ’ ધર્મ ધ્યાન હોય છે પણ ઉ૫૨ સાતિશયમાં નથી જાતો, તો ખ્યાલમાં આવી ગયું કે ઉપચારથી કર્તા છે તે વ્યવહાર છે હું ઉપચારથી પણ જ્ઞાનનો કર્તા નથી તો જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ આવી જાય નેમીમુનિરાજે છપ્પન દિવસ સુધી ધ્યાન કર્યુ. છપ્પનનો દિવસ આવ્યો તો શુક્લધ્યાનની શ્રેણી આવવાની છે અને કેવળજ્ઞાનનાં દર્શન થશે.
ભદ્રબાહુની ગુફામાં થયેલો સ્વાધ્યાય શ્રવણ બેલગોલા વિડિયો કેસેટ નં-૨૩ પ્રવચન નં-૧૪
તા. ૯-૨-૮૯
શ્રી નિયમસાર શાસ્ત્ર છે. તેનો ૫રમાર્થ પ્રતિક્રમણ નામનો પાંચમો અધિકાર ચાલે છે.
66
અહીં પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા અકર્તા છે ને કર્તા નથી. કર્તા નથી તેમાં ભાગલા નથી. ‘સકળ કર્તૃત્વ ” કોઈ પણ પ્રકારના કાર્યનો આત્મા કર્તા નથી, શુદ્ધાત્માતો અકર્તા છે. એવી અપૂર્વ પાંચ રત્નની ગાથા છે.
'
“બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નાક પર્યાય નથી.” ત્રણેકાળ મા૨ા શુદ્ધાત્મામાં આરંભ અને પરિગ્રહનો અભાવ ‘થવાને' લીધે નહીં પણ અભાવ ‘હોવાને ’ લીધે હું નાક પર્યાયરૂપ થયો નથી, થતો નથી, અને થઈશ નહીં. કેમકે મારા
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
66
૧૬૦
સ્વભાવમાં આરંભ અને પરિગ્રહનો બે ભાવનો સ્વભાવમાં અભાવ છે.
,,
“સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહા૨થી હોય છે.” શુદ્ધાત્માને શુદ્ઘનયથી જોવામાં આવે તો આરંભ પરિગ્રહનો અભાવ પહેલી લાઈનમાં બતાવ્યો હવે કહે છે ઈ... “ સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહા૨થી હોય છે, અને તેથી જ તેને ન૨ક આયુના હેતુભૂત સમસ્ત મોહરાગ દ્વેષ હોય છે પરંતુ મને-શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી. રાગદ્વેષ મોહ નથી તેથી નારક પર્યાયનો મારામાં અભાવ છે. “શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધ જીવાસ્તિકાયને ” એટલે કે શુદ્ઘનિશ્ચયનયનો વિષય જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા જે સામાન્ય નિત્ય નિરાવરણ પરમાત્મા છે તેવા શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.
*
પ્રવચન નં-૧૪
આગળ એ બધું આવશે કેઃ ના૨ક પર્યાયને કરતો નથી, આ નારક પર્યાયમાં નિમિત્ત થવું એ મારો સ્વભાવ નથી. નિમિત્ત થાય છે તે બીજી ચીજ નિમિત્ત થાય આરંભ અને પરિગ્રહ હું એમાં નિમિત્ત થાઉં એવો મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો એનાથી રહિત છે. “શુદ્ધનિશ્ચયનયનાં બળે મને શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” તેઓ એટલે–જે આરંભ પરિગ્રહ નિમિત્ત થાય છે નૈમિત્તિક અવસ્થા જે નારક પર્યાયની થાય છે, તે નિમિત્તનો અને નૈમિત્તિક બન્ને ભાવોનો મારા સ્વભાવમાં “શુદ્ધનિશ્ચયનયનાં બળે-શુદ્ધજીવાસ્તિકાયને-મને નથી.” તેનો ત્રણે કાળ અભાવ છે. દ્રવ્ય સ્વભાવમાં એ નથી.
નાક પર્યાયને હું નિમિત્ત થાઉં તેવો મારો સ્વભાવ નથી. મારા સ્વભાવમાં એનો અભાવ છે.
“તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે ” તિર્યંચ પર્યાય સંસારી જીવને પ્રગટ થાય છે. તેનું નિમિત્તકા૨ણ બતાવી તેનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત મારામાં નથી. નિમિત્ત નિમિત્તમાં છે ઉપાદાન ઉપાદાનમાં છે. ઉપાદાન ત્રણેકાળ શુદ્ધ છે અને નિમિત્ત-નૈમિત્તિક કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. હવે જૂના કર્મની અપેક્ષાએ તે નૈમિત્તિક છે, ( અને ) નવાકર્મ બંધાય તે અપેક્ષાએ નિમિત્ત છે. એનો મારા સ્વભાવમાં ત્રણેકાળ અભાવ છે.
તિર્યંચ પર્યાયનો ઉપાદાનપણે તો કર્તા નથી પણ નિમિત્ત પણે પણ હું કર્તા નથી. અને એને બીજો કરે છે તે મને ખબર પડે છે પણ હું એને અનુમોદન આપતો નથી. ડાયરેકટ કરતો નથી, ઈનડાયરેકટ પણ હું એને અનુમોદન આપતો નથી એટલે કર્તા નથી હું તો જ્ઞાતા છું.
“મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”; સીધી અભાવની વાત લીધી અભાવ છે એટલે તો કર્તા નથી. આખા પારામાં એકલી નિશ્ચયની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૧ વાત લીધી છે. પણ પહેલી બે લીટીમાં વ્યવહારથી આમ હોય છે તેમ વાત કરી તે ચારે લીટીમાં લાગુ પડે છે.
સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. એમ બધામાં સંસારી જીવને વ્યવહારથી રાગ દ્વેષ મોટું હોય છે, માયા પણ હોય છે, એ બધું વ્યવહારનયે હોય છે. પણ નિશ્ચયનયે તો...(તેઓ મને નથી.) કેમકે આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. મારા સ્વભાવમાં એનો અભાવ છે એથી કર્તા નથી.
“મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” “સલ્વે શુદ્ધા શુદ્ધનયા.” શુદ્ધનયથી જોવામાં આવે તો બધા આત્મા શુદ્ધ છે. હું પણ શુદ્ધ છું તેથી મારામાં મનુષ્ય પર્યાયનો અભાવ છે.
“દેવ” એવા નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી.” ઉપર કહ્યું કેઃ દ્રવ્યકર્મ ભાવકર્મનો અભાવ છે માટે મનુષ્ય પર્યાય મને નથી. તેની ઉપર કહ્યું કે રાગદ્વેષ મોહનો અભાવ છે એમ કહ્યું. અહીં દેવ એવા નામનો આધાર એવો દેવ પર્યાય તેમાં તેના શુભભાવના કારણની કોઈ વાત ન લીધી. આમાં નિમિત્તકારણની વાત ન લીધી. ઉપરમાં નિમિત્ત કારણની વાત લીધી. એટલી વાત સ્થળ કરી હવે એકદમ સૂક્ષ્મવાતમાં ઉતરે છે.
હવે આપણે સાથે સાથે આ અનુસંધાન પણ લેતા જઈએ. પહેલા પારાની સાથે અનુસંધાન લઈ લઈએ. “હું નારક પર્યાયને કરતો નથી સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” હું તિર્યંચ પર્યાયને કરતો નથી કરાવતો નથી અનુમોદન આપતો નથી તે બધું લઈ લેવું (“અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું તેમ કરાયિતા અને અનુમંતા-અનુમોદક વિષે પણ સમજી લેવું.”) કસમાં છે.
હું નારક પર્યાયને કરતો નથી એટલે કે નારક પર્યાયને યોગ્ય પરિણામનો હું કર્તા નથી એમ એનો કરાવનારેય નથી એનો કરનાર પુદ્ગલ કર્મ છે તે મને ખબર છે, પણ પુદ્ગલ કર્મ તેને કરે તેને હું અનુમોદન આપતો નથી. ત્યારે હું શું કરું છું? સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આ પરમાર્થ પ્રતિક્રમણ આવો વિકલ્પ ઉઠે છે ને આ વિકલ્પ છૂટે છે. વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. વિકલ્પ ઉઠયો છે તેનું જ્ઞાન કરાવ્યું, કે : આ પ્રકારના વ્યવહારનાં નિષેધનો વિકલ્પ આવ્યો અને હું તો સીધો શુદ્ધાત્માનાં અનુભવમાં ચાલ્યો જાઉં છું.
હું નારક પર્યાયને કરતો નથી કરાવતો નથી એનો અનુમોદક નથી અને એનું હું કારણ પણ નથી. સહજ એટલે સ્વાભાવિક-અકૃત્રિમ-અનાદિ અનંત ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૨
પ્રવચન નં-૧૪ આત્માને ભાવું છું. આ બધા આત્માનાં વિશેષણ છે. આત્મા સહજ છે, સ્વાભાવિક છે, અકૃત્રિમ છે, ચૈતન્યનો જ જેમાં વિલાસ છે એવા આત્માને જ ભાવું છું. ભાવું છું એટલે ? અનુભવું છું. એટલે અંદરમાં જઈને શુદ્ધોપયોગની ભૂમિકામાં આવી જાય છે.
હું તિર્યંચ પર્યાયને કરતો નથી ઉપર આવ્યું હતું ? “હું તિર્યંચ પર્યાયનાં કર્તૃત્વ વિહિન છું એમ આવ્યું હતું ને? હું તિર્યંચ પર્યાયને કરતો નથી, એટલે તિર્યંચ પર્યાયને યોગ્ય જે માયા મિશ્રિત અશુદ્ધ પરિણામ એ માયાચારીનાં પરિણામનો હું કરનાર નથી. તેને મેં ભૂતકાળમાં કર્યા નથી, વર્તમાનમાં કરતો નથી, અને ભાવિકાળે કરીશ નહીં. પણ અહીંયાં પ્રતિક્રમણની વાત છે એટલે ભૂતકાળમાં એ ભાવ મેં કર્યા નથી. ભૂતકાળનું પ્રતિક્રમણ કરે છે.
ભૂતકાળમાં એનો કરનાર બીજો તો હું ન હતો, એનું અત્યારે મને ભાન થયું. ભૂતકાળમાં નારક પર્યાય ગઈ તેને યોગ્ય જે આરંભ પરિગ્રહનો ભાવ હતો એનો ભૂતકાળમાં કર્તા નથી. એ ‘મિચ્છામિ દુક્કડમ્' એ મિથ્યા હો! એ ભૂતકાળનાં ભાવો મને મિથ્યા હો! એનો કરનારો હું છું તેમ અત્યારે મને ભાસતું નથી. ભૂતકાળમાં મેં કર્યું ન હતું તેનો કરનારો પુદ્દગલ હતો તેમ મને અત્યારે ભાન થયું છે. ભૂતકાળમાં હું કરતો હતો તો પ્રતિક્રમણ ન થાય. ભૂતકાળમાં એ ભાવ મેં કર્યાં જ ન હતા એ અજ્ઞાન ‘મિચ્છામિદુક્કડ્મ '. ભૂતકાળના ભાવો સર્વે મિથ્યા હો ! “હું તો ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
“હું મનુષ્ય પર્યાયને કરતો નથી” એટલે મનુષ્ય પર્યાયને યોગ્ય જે ભાવ (ભાવકર્મ) તેનો હું કરનાર નથી, કરાવનાર નથી અને કર્તાને અનુમોદતો નથી. આ ૫રમાર્થ પ્રતિક્રમણ છે તે મુનિને યોગ્ય પરમાર્થ પ્રતિક્રમણની વાત છે. મિથ્યાદષ્ટિને પણ આ પ્રકારે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ અને સમ્યક્દર્શન થાય છે. વિધિ એક જ છે. મિથ્યાત્વના પ્રતિક્રમણની, અવ્રતના પ્રતિક્રમણની, કષાયના પ્રતિક્રમણની વિધિ આ એક જ પ્રકારે છે. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” માત્ર જાણનારો જણાય છે. દેખનારો દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી.
“હું દેવ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” ચારની વાત થઈ.
હવે ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનના ભેદો છે તેને હું કરતો નથી, કરાવતો નથી, અને પુદ્દગલ કર્મ તેને કરે છે તેને હું અનુમોદન કરતો નથી, “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” આ વિકલ્પ આવે છે તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. ઉ૫૨ની ત્રણ લીટી આના અનુસંધાનમાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૩ પહેલાં કહ્યું કે આ કોઈ મારા સ્વભાવમાં નથી પછી કહે છે એટલે હું તેનો કર્તા નથી, કારણ નથી, કરાવતો નથી.
“ચૌદભેદવાળાં માર્ગણાસ્થાનો તથા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવ સ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” માટે હું એનો કર્તા-કારયિતા કે અનુમોદક નથી.
“મનુષ્ય અને તિર્યચપણાની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક સ્થૂલ-કૂશ વિવિધ ભેદો શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” અહીં સૂક્ષ્મ પરિણામ લેવા દેહની સ્થિતિ સ્થૂળ છે પણ તેને યોગ્ય પરિણામ તે ભેદો શુદ્ધ નિશ્ચયનયના બળથી મને નથી. મનુષ્ય અને તિર્યંચમાં એ બેમાં કાયાની વયકૃત હોય છે. દેવ અને નારકીને ન હોય તેથી ન લીધું. મનુષ્ય, તિર્યંચ તેમ બે કાયા લીધી.
મનુષ્ય અને તિર્યંચ પર્યાયની બે કાયા લીધી “વયકૃત વિકારથી” એટલે કે શરીરના “ફેરફારથી ઉત્પન્ન થતા મનુષ્ય અને તિર્યંચ એમાં બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ મનુષ્ય તિર્યંચને છે આ બધા સ્થળ કુશ વિવિધ ભેદો, શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મને નથી આ બધા પર્યાયમાં ભલે હો પણ દ્રવ્યમાં નથી. પર્યાયમાં હો તો હો ! પણ મારા સ્વભાવમાં એનો અભાવ છે. જેનો મારા સ્વભાવમાં અભાવ છે તેનું કરવું મારામાં ન હોય. જે મારા સ્વભાવમાં ન હોય તેનું કરવું મને સંભવી શકે નહીં. એ-કાર્ય કરવાની શક્તિ જ મારામાં નથી તે કારણે જ કરતો નથી. કરવાની શક્તિ છે ને તેને હું કરવાને રોકું છું તેમ નથી.
મારામાં શક્તિ તો છે કાર્ય કરવાની માર્ગણાસ્થાનને કરવાની અને (તેને) હું રોકી દઉં છું તેમ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે તેવો જ કોઈ સ્વભાવ અકર્તા છે. એવો અકર્તા જ્યારે લક્ષમાં આવે છે ત્યારે ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને ભાવું છું. અંદર ડૂબકી મારે ધે છે.
પરિણામને કરવાની મારામાં તાકાત છે પણ હું પરિણામને કરતો નથી તેમ નથી પરિણામનું કરવું એ મારા સ્વભાવમાં જ નથી એ કારણે-મારો સ્વભાવ નથી માટે કર્તા નથી. કરવાની શક્તિ છે ને કરવાનું કામ રોકી દઉં છું તેમ નથી. મિથ્યાત્વને કરવાની શક્તિ છે પણ હવે તેને હું કરવાનું બંધ કરું છું તેમ નથી. તેમ સમ્યકદર્શન કરવાની મારામાં શક્તિ છે; જ્યારે ધારું ત્યારે ઉત્પન્ન કરી શકું? કે, “ના”. એ મારા સ્વભાવમાં નથી.
આહા! પર્યાયનું કરવું પર્યાયમાં થાય છે તેમ જાણવામાં આવે છે પણ હું કરું છું તેમ મને જાણવામાં આવતું નથી કેમકે હું જાણનાર છું તેથી કરનાર નથી જાણનાર કરનાર ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
પ્રવચન નં-૧૪ હોય, અને કરનાર તે જાણનાર ન હોય. મહાસિદ્ધાંત હું તો જાણનાર છું. ચૈતન્ય સ્વરૂપ છું ને! તેથી જાણનાર છું ને
તેથી ચૌદમાર્ગણાસ્થાન તેના ભેદોને, ચૌદ ગુણસ્થાનનાં ભેદોને, ચૌદ જીવસમાસનાં ભેદોને, હું કરતો નથી તેનો કારયિતા નથી તેમજ અનુમોદક નથી. ત્યારે તેને કોણ કરે છે? કેઃ પુદ્ગલકર્મનું કર્તાપણું વિભાવ પર્યાયોનો કર્તા પુદ્ગલકર્મ તેમનો અનુમોદક નથી.
હવે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી ભેદથી ભરેલા વિભાવ પર્યાયોનો એટલે કે વિશેષ પર્યાયો બધી પર્યાયો લઈ લેવી. “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી” કેમ કે હું જ્ઞાતા છું. જ્ઞાતા છું માટે કર્તા નથી. મારામાં કરવાની શક્તિ છે ને હું રોકું છું તેમ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે તે કારણે કર્તા નથી. તે મૂળ ચીજ છે એવો હું અકર્તા છું.
સમ્યકદર્શન કરવાની શક્તિ તો છે પણ કરતો નથી એમ નથી, કરવાની શક્તિનો જ અભાવ છે. થાય છે તે બધાને હું જાણું છું, પણ મેં કર્યું તેમ જણાતું નથી અને દર્શનમોહ ઉપશમ થાય છે તો સમ્યક્દર્શન થાય છે તેમ નથી.
જેમ ચક્ષુ જાણનાર દેખનાર છે, જે ચક્ષુ અકારકને અવેદક છે, ચક્ષુ દશ્ય પદાર્થને કેવળ દેખે છે કરતું વેદતું નથી તેમ જ્ઞાનમય આ શુદ્ધાત્મા જે કોઈ પરિણામો પ્રગટ થાય છે, જે કોઈ ગુણસ્થાનનાં, માર્ગણાસ્થાનનાં, જીવસમાસનાં પરિણામ જે પ્રગટ થાય છે તેને કરવાની શક્તિનો મારામાં અનાદિ અનંત અભાવ છે. એક સમયમાત્ર પણ હું તેને કરું છું તેવો મારો સ્વભાવ નથી. પ્રગટ થાય તેને જાણું ! પણ પ્રગટ થાય તેને પ્રગટ કરું તેવી શક્તિ મારામાં નથી.
(મારામાં) જાણવાની પૂરી શક્તિ છે. “હું અકર્તા છું' તેને જાણવાની પૂરી શક્તિ છે. અને પર્યાય તેનાં કારણથી પ્રગટ થાય તેને પણ હું જાણું ! જાણવાની પૂરી શક્તિ છે. પણ કરવાની શક્તિનો મારામાં અભાવ છે. તેવી શક્તિ જ નથી પછી શક્તિને હું રોકું છું ને શક્તિને હું ફોરવું છું ને મારા પુરૂષાર્થથી પરિણામને કરું છું. આહાહા ! કહે છે કે કરવું તે પુરૂષાર્થ નથી પણ આત્મા અકર્તા છે તેમ જાણવું તે પુરૂષાર્થ છે.
આહાહા! આત્મા જ્ઞાતા છે તેમ જાણું તેમાં અનંતો પુરૂષાર્થ છે. કરવું તે તો અજ્ઞાનમાં જાય છે. કરવું વ્યવહારમાં આવતું નથી, પણ પરિણામને જાણવું તે વ્યવહારમાં આવે છે. અને ત્રિકાળ અકર્તાને (જાણવું) તે નિશ્ચય છે. અભેદને જાણવું તે નિશ્ચયમાં જાય છે. ઉત્પન્ન થતાં ભેદોને જાણવું તે વ્યવહારમાં જાય છે. કરવું તે મારા સ્વભાવમાં નથી. કરવું તો અજ્ઞાની કે જ્ઞાની કોઈના સ્વભાવમાં નથી. પણ જેને સ્વભાવનું ભાન નથી તેને એમ લાગે છે કે હું કરનાર છું તે અભિમાની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૫
મને મારા ગુરુના પ્રતાપથી આ વિઘા મળી છે કેઃ આત્મા ત્રણેકાળ અકા૨ક ને અવૈદક છે. તેથી હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્મા હોવાથી હું જ્ઞાનદર્શનમય છું અને જ્ઞાનદર્શનમય હોવાથી હું જાણનાર છું પણ કરનાર નથી.
આ પરિણામો જે પ્રગટ થાય છે, માર્ગણાસ્થાનનાં પરિણામ, પહેલા ગુણસ્થાનથી ચૌદ ગુણસ્થાન સુધીના પરિણામો પ્રગટ થાય છે પણ તે પરિણામને હું પ્રગટ કરતો નથી. છે એને જાણું છું અને પ્રગટ થાય છે તેને પણ જાણું. જાણવાની મારામાં પૂરી શક્તિ છે, અને કરવાની શક્તિનો ત્રિકાળ અભાવ, અભાવનો અભાવ એવો મારો સ્વભાવ.
કરવાની શક્તિનો જ અભાવ છે એ કરવાની શક્તિને હું ગોપવું છું અને અનુકૂળ નિમિત્ત આવે તો કરવાની શક્તિ મારામાં પ્રગટ થાય છે એમ છે નહીં. આહા ! ચોથોકાળ હોય તો કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ મારામાં આવી જાય છે અને પંચમકાળ છે તેથી હું કેવળજ્ઞાનને પ્રગટ કરી શકતો નથી તેમ નથી. શક્તિ તો છે મારામાં પ્રગટ કરવાની! કેઃ નહીં, કોઈકાળે પણ આત્મા પરિણામનો કરનાર બની શકતો નથી. પ્રગટ થાય તેનો જાણનાર છે. કર્તા નથી. કાયિતા નથી, અનુમોદક નથી.
(જિજ્ઞાસાઃ કરવાનું કાંઈ જ નહીં?) સમાધાન કરવાનો એક ટકોએ નહીં. કરવાની શક્તિનો ૧૦૦% અભાવ છે. અને જાણવાની શક્તિનો ૧૦૦% સદ્દભાવ છે. પૂરેપૂરો જાણવાની શક્તિનો સદ્દભાવ છે. જે જાણવાની શક્તિ છે તેજ વ્યક્ત થઈ જાય છે. કરવાની તો શક્તિ જ નથી, એનો એવો સ્વભાવ જ નથી કે તે પરિણામને કરે; સકળ કર્તૃત્વનો અભાવ છે ને?
કોઈપણ પરિણામને કરે કેવળજ્ઞાનને કરે એનો અભાવ છે. કરવાની શક્તિનો જ અભાવ છે એટલે કરતો નથી. કરવાની શક્તિ છે ને કરતો નથી, અથવા પંચમકાળ છે માટે કેવળજ્ઞાનને કરતો નથી તેમ નથી. ચોથોકાળ હો કે પાંચમોકાળ હો! કેવળજ્ઞાનને ક૨વાની શક્તિનો ત્રિકાળ અભાવ છે. આહા ! હું તો જાણનાર છું.
(જિજ્ઞાસાઃ- કેવો જાણનાર ? ) સમાધાનઃ શક્તિને જાણું ને વ્યક્તિ થાય તેનો જાણનાર, પૂર્ણ વ્યક્ત થાય તેને પણ જાણું. જાણવું...જાણવું...જાણવું...ને જાણવું. આદિ, મધ્ય, અંતમાં ‘કરવું’ ક્યાંય સ્વભાવમાં દેખાતું નથી આહા ! આવો મારો સ્વભાવ છે.
કરવાની શક્તિનો સો ટકા અભાવ છે. જાણવાની શક્તિનો સો ટકા સદ્ભાવ છે. એટલે કે મારા સામર્થ્યને જાણું, શક્તિને જાણું ને શક્તિનું અવલંબન લેતાં વ્યક્ત દશા થાય તેને જાણું. જાણવું....જાણવું...ને જાણવું, આહા! મોક્ષ થાય ત્યાં સુધી ક્યાંય કરવાનું વચ્ચે આવતું નથી. આહા ! જાણું....જાણું ને જાણું. મારા ભગવાન આત્માને જાણું અને આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૬
પ્રવચન નં-૧૪ જાણતાં જે પરિણામ પ્રગટ થાય સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો મોક્ષમાર્ગ તેને પણ જાણું. મોક્ષમાર્ગનું ફળ મોક્ષ થાય તેને પણ જાણું. ‘કરવું’ એ મારા સ્વભાવમાં નથી. કરવાનો સર્વથા અભાવ અને જાણવાનો સર્વથા સદ્ભાવ છે. ‘કરવું’ તે કથંચિત્ નથી અને ‘ જાણવું ’ કથંચિત્ નથી. સર્વથા જાણવું અને સર્વથા કરવું નહીં, એવો મારો સ્વભાવ છે.
""
શુદ્ધ નિશ્ચયનયના બળે હું તો ચિદાનંદ આત્મા છું તેને ભાવું છું. કરવું મારા સ્વભાવમાં નથી. હવે આ ઉપરોક્ત “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી. આહા ! ઈ પરિણમે છે માટે વ્યવહારથી ઉપચારથી મને કર્તા કહે છે. આત્માને કર્તા કહે છે તે વ્યવહારનયને અસત્યાર્થને અભૂતાર્થ જાણજે. હું તો નિશ્ચયથી અકર્તા છું તેમ રાખજે. આમ જાણજેને આમ રાખજે. વ્યવહારનયનું કથન ઉપરિત છે તેમ જાણજે. નિશ્ચયનયનું કથન સત્યાર્થ છે તેમ રાખજે, તો તારું કામ થઈ જશે.
“વિભાવ પર્યાયોનો નિશ્ચયથી કર્તા નથી.” જ્ઞાતા છે તે કર્તા થઈ શકે નહીં. જ્ઞાતા બીજો છે ને કર્તા બીજો છે. જે કર્તા છે તે જ્ઞાતા નથી ને જે જ્ઞાતા છે તે કર્તા નથી એવો મારો સ્વભાવ છે.
કરવાની શક્તિનો અભાવ છે તેમ જાણજે. જાણવાની શક્તિનો સદ્દભાવ છે તેમ જાણજે. અને તેને પ્રયોગમાં લેજે. તેનો પ્રયોગ કરજે કે મારામાં જાણવાની પૂરી શક્તિ છે. કે: ‘હું તો જાણનાર છું.' આહા ! જાણવાની શક્તિથી ભરેલા આત્માને જાણી લે! કરવાનું અહંકાર છોડી દે જે !
વિભાવ પર્યાયોનો હું નિશ્ચયથી કર્તા નથી, કરાવનાર નથી. બીજો કોઈ કરે છે પણ બીજાની પાસે હું કરાવું તેવો મારો સ્વભાવ નથી. તેને કોણ કરે છે? તેને પુદ્ગલ કર્મ કરે છે. કેમકે એ નૈમિત્તિક પર્યાયોનો નિમિત્તકર્તા પુદ્દગલ છે. નૈમિત્તિક બધી અવસ્થાઓ છે તેનો કર્તા પુદ્દગલ છે. એ પુદ્દગલકર્મ કરે છે તેને હું અનુમોદન આપતો નથી. દર્શનમોહનો અભાવ થાય તો ઠીક! અને ચારિત્રમોહનો અભાવ થાય તો ઠીક ચારિત્રમોહનાં અભાવે યથાખ્યાત્ ચારિત્ર થાય તો ઠીક, અને કેવળજ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો કેવળજ્ઞાન થાય તો ઠીક! આહા ! ઠીક અઠીક મારા સ્વભાવમાં નથી.
હું તો જાણનાર છું; હું કરનારને ટેકો આપતો નથી. કરનાર બીજો છે ને જાણનાર બીજો છે. જાણનાર તે હું અને કરનાર તે હું નહીં. ક૨ના૨ પુદ્દગલકર્મ છે. કર્તા ઈ....છે...એ કર્તાનો અનુમોદન કરનાર પણ હું નહીં. એને બીજો કરે છે તેમ જાણું છું. સીધો કર્તા નહીં, બીજા પાસે કરાવું નહીં ને કર્તાને અનુમોદન આપું નહીં. મન, વચનને કાયા-નવકોટીએ મને પ્રતિક્રમણ વર્તે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭
ચૈતન્ય વિલાસ
આચાર્ય ભગવાન દિગમ્બર સંત શું ફરમાવે છે!? તેઓ અતીન્દ્રિય આનંદના ભોજન કરતા હતા. ક્ષણમાં વિકલ્પ ક્ષણમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ધર્મધ્યાનની દશા આવે છે. આનંદનો અનુભવ કરતાં-કરતાં તાડપત્ર ઉપર મદ્રાસથી એસી માઈલ દૂર પોનૂર હીલ છે ત્યાં તેમણે આ શાસ્ત્રની રચના કરી.
- ત્યાર બાદ હજાર બારસો વર્ષ પછી એક મુનિ થયા તેમણે તેમની ટીકા વિસ્તારથી સંસ્કૃતમાં (મૂળ) પ્રાકૃતમાં લખી તે નિયમસાર શાસ્ત્રનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે.
પ્રતિક્રમણનો અર્થ ભૂતકાળનાં પુણ્ય-પાપનાં પરિણામનું લક્ષ છોડી વર્તમાનમાં પોતાના આત્મામાં લીન થઈ શુદ્ધોપયોગ દશા થવી. જેમ સમુદ્રમાં ભરતી આવે ને ઓટ આવે ? તેમ અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આનંદની ઓટ આવે છે અને સપ્તમ્ ગુણસ્થાનમાં આનંદની ભરતી આવે છે. તેમ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં આચાર્ય ભગવાન પોતાનાં ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવે છે. - હું તો ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું તેથી હું વ્યવહાર પ્રતિક્રમણને કરતો નથી અને નિશ્ચય પ્રતિક્રમણને પણ કરતો નથી. હું કરતો નથી, હું તો જાણનાર છું. હું કરનાર નથી પણ હું તો ઓનલી જાણનાર છું. મારા શુદ્ધાત્માને જાણું છું અને શુદ્ધાત્માનાં આશ્રયે થતો નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગ તે બન્ને મોક્ષમાર્ગ ને કેવળ જાણું છું. મોક્ષમાર્ગને કરતો નથી આહાહા! હું તો ભગવાન આત્માને ભાવું છું.
કરવું” મારા સ્વભાવમાં નથી. કરવાની શક્તિનો જ અભાવ છે એટલે કરતો નથી અને જાણવાની શક્તિનો પૂરો સભાવ છે એટલે જાણનાર છું. “હું જાણનાર છું હું કરનાર નથી.” જેમ ચક્ષુમાત્ર દેખે છે, દેશ્ય પદાર્થને કરતું-વેદતું નથી. તેમ આ જ્ઞાનચક્ષુ, આત્મામાં જ્ઞાન છે તે કેવળમાત્ર આત્માને જાણનારપણે જાણે છે, અને જાણનારને જાણતાં-જાણતાં જે પરિણામો મોક્ષમાર્ગનાં પ્રગટ થાય તેને પણ જાણે છે પણ કરતું નથી.
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામ પ્રગટ થાય એનો જાણનાર છું પણ કરનાર નથી. તો શુભાશુભ ભાવને પુણ્ય ભાવને, પાપભાવને આત્મા કરે એતો દષ્ટિ વિપરીત છે. એ તો અજ્ઞાન છે. તે જાણનારને ભૂલી જાય છે. હું કરનાર છું એમ પોતે અનાદિ કાળથી માને છે તેથી ચારગતિમાં રખડે છે ને દુઃખી થાય છે.
આત્મામાં કરવાની શક્તિનો અભાવ છે આવી વાત પણ સાંભળવા મળે નહીં. આ તો વાત છે કાંઈ !! કરવાની શક્તિ તો છે પણ પુરૂષાર્થ કરતો નથી એટલે કરી શકતો નથી તેમ નથી ભાઈ !! સમજાય છે કાંઈ !?
જો પુરૂષાર્થ કરે તો તો સમ્યક્દર્શન પ્રગટ કરી શકે !! “કરવું . પુરૂષાર્થ જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
પ્રવચન નં-૧૫ કરવાની શક્તિનો અભાવ છે તેનો જાણનાર છું. જાણનાર છે તેનું નામ પુરૂષાર્થ છે. આહા! લાઈન ફેર છે. હું તો જાણનાર છું.
“પ્રભુ મેં જ્ઞાયકપ કેવલ જાનહારા રે.” એ ભક્તિની ટેપ ફરીફરી ગીરનાર ઉપર ત્રણ વખત સાંભળી મને ધૂન ચડી ગઈ. પછી મેં કહ્યું આ આકાશવાણી થાય છે હોં !? બધા સાંભળજો! કેવળ-ઓનલી-ફક્ત જાણવાની શક્તિનો પૂરો સદ્ભાવ કરવાની શક્તિનો પૂરો અભાવ.
દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, ધર્મોને જાણે, લોકાલોકને જાણે. જાણે-જાણે ને જાણે! આદિ મધ્ય, અંતમાં જાણવું છે. શક્તિમાં એ જાણવું ને વ્યક્તિમાં પણ જાણવું એકલું જાણવું...જાણવું...જાણવું છે. કેમકે જાણનારો પિંડ છે જાણવાનો સદ્ભાવ છે કરવાની શક્તિનો અભાવ છે.
મારામાં કરવાની શક્તિનો અભાવ છે તેમ જાણવું તેનું નામ પુરૂષાર્થ છે. કેમકે અકર્તા છું કરનાર નથી. કરવાનો નિષેધ કરીને જાણવાના સ્વભાવમાં ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. તેમાં ડૂબકી મારે છે–તેમાં વયો જાય છે અને તેમાં જ કરે છે. સકલ કર્તુત્વનો અભાવ દર્શાવીને સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મામાં ડૂબી ગયો.
- જ્યારે અકર્તા આત્મા લક્ષમાં આવે છે ત્યારે જ ઉપયોગ અભિમુખ થાય છે. જીવને જ્યાં સુધી કર્તબુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અભિમુખ થાય જ નહીં. કેમકે આત્મામાં કરવાનો સર્વથા અભાવ છે. તેને બદલે કરવાની કલ્પનાએ ચડી ગયો છે. આહાહા ! અકર્તાને કર્તા માને તો ધર્મ ક્યાંથી થાય !! ત્રણકાળમાં ધર્મ ન થાય. જામનગર ઓડિયો કેસેટ સવારે ૮ થી ૯ પ્રવચન નં-૧૫
તા. ૧૧-૯-૮૯
નિયમસાર-અધિકાર-“પરમાર્થ પ્રતિક્રમણ”—પાંચમો અધિકાર છે (પ્રતિક્રમણ એટલે શું?) ભૂતકાળમાં લાગેલા દોષ, એનાથી પાછો ફરી શુદ્ધાત્માનો અનુભવ કરવો તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
અનાદિ કાળથી, જીવની બે ભૂલ ચાલી આવે છે. એક તો આ ભગવાન આત્મા જ્ઞાતા અર્થાત્ અકર્તા હોવા છતાં, પોતે પોતાની મેળે, બીજાના ઉપદેશ વિના-અન્યનાં ઉપદેશ વિના...એ પોતે પરભાવનો હું કર્તા છું એમ માને છે, પર દ્રવ્યનો હું કર્તા છું એમ માને છે. અને પરભાવ ને પરદ્રવ્યનો હું કારણ છું એમ માને છે.
ભગવાન આત્મા, પરભાવ કે પરદ્રવ્યનો કર્તા પણ નથી.. અને તેનું કારણ પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૯ નથી. છતાં અનાદિ કાળથી, આવા પોતાના જ્ઞાતાસ્વભાવને ભૂલીને, સ્વયમેવ-બીજાના ઉપદેશ વિના, પોતાને કર્તા માની બેઠો છે. જ્યાં સુધી પોતાને કર્તા માને છે ત્યાં સુધી તેને સમ્યકદર્શન (પ્રગટ) થતું નથી. (અનેક) જીવોનાં પ્રશ્નો ગુરુદેવ પાસે (ઘણા-ઘણાં આવતાં કે) આટલો-આટલો અને અભ્યાસ કરીએ છીએ, આટલાં શાસ્ત્રો વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ અમને કેમ સમ્યક્દર્શન થતું નથી.
તો...એનાં માટે બે ભૂલ (અનાદિની) છે. એક હું પરભાવ અને પરદ્રવ્યનો કર્તા છું અને એનો હું કારણ છું એમ માને (છે ત્યાં સુધી) એને સમ્યક્દર્શન થવાનું નથી. (આવો અભિપ્રાય રાખીને) સમ્યક્રદર્શનની રાહ જોશોમાં! સમ્યકદર્શન પ્રગટ નહીં થાય, કેમકે મૂળમાં ભૂલ કરી એમણે, (શું ભૂલ કરી?)
આત્મા જાણનાર....જાણનાર...જાણનાર...હોવા છતાં, એને કરનાર માની બેઠો છે એ કર્તા માને છે છતાં પણ (આત્મા) કર્તા (કરનાર) થઈ શકે એમ નથી. (આત્મા) અકર્તા સ્વભાવને છોડ અને કર્તા થાય એમ કોઈ કાળે બનનાર નથી. નિજભાવને આત્મા છોડે નહીં, પરભાવને આત્મા કદી ગ્રહે નહીં.
પ્રભુ! તું તો જ્ઞાતા છો ને! આ ક્યાં ભૂલી ગયો! એક રજકણ પણ (આત્માથી) હલાવી શકાતું નથી ને ટૂંકા તરણાનાં બે કટકા કરવાની તાકાત આત્મામાં નથી. આત્મા તો જ્ઞાતા છે. જ્ઞાતા છે એ પણ જ્ઞાયકનો જ્ઞાતા છે.
જ્યાં આ કર્તા (પણા ) ની ભૂલમાંથી (થોડો) પાછો વળ્યો, તો કર્તા નથી તો જ્ઞાતા છું (પરને જાણવામાં) અટક્યો ! બે ભૂલ-એક કર્તા-બુદ્ધિ પરની-પર એટલે બધુય પરિણામ, પદ્રવ્ય (પરિણામમાત્ર પરદ્રવ્ય) પરદ્રવ્યનો હું કર્તા છું એ એક ભૂલ ને કાં હું પરદ્રવ્યનો જ્ઞાતા છું આ બે ભૂલ છે.
એમાં આંહી કર્તાપણાની ભૂલ સિદ્ધ કરીને આત્મા અકર્તા છે (એમ ગાથામાં કહે છે.)
ભૂતકાળમાં પણ મેં મારા પરિણામને કર્યા નથી, એમ અત્યારે નક્કી કર! એનું નામ પ્રતિક્રમણ છે. ભૂતકાળમાં પણ આ જે પરિણામો ગયો-વીતી ગયાં ને! તેનો ભૂતકાળમાં હું એનો કરનાર નહોતો વર્તમાનમાં કરનાર નથી, અને ભાવિકાળે પણ કરીશ નહીં, ભૂતકાળમાંય જ્ઞાતા હતો, વર્તમાનમાં જ્ઞાતા છું, ભાવિકાળે પણ જ્ઞાતા રહીશ-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના એક સમયમાં થાય છે, એક સમયના (વીતરાગ) પરિણામના ત્રણ નામ છે. ભૂત (કાળ) ની અપેક્ષાએ પ્રતિક્રમણ, વર્તમાનની અપેક્ષાએ આલોચના (અને ) ભાવિ (કાળ) ની અપેક્ષાએ પ્રત્યાખ્યાન (છે), ત્યાગ (કહેવાય છે.)
કે સોનગઢના સંત, કાંઈ પ્રતિક્રમણ, આલોચના કે પ્રત્યાખ્યાન ત્યાગની વાત કરે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૭૦
નહીં? અરે ! એણે ત્યાગની વાત કરી છે પણ તેં સાંભળી નથી.
કહે છે કે હું કર્તા નથી. ચૌદગુણસ્થાન, ચૌદમાર્ગણાસ્થાનના પરિણામ જે પ્રગટ થાય છે ને વર્તમાન...એનો હું કરનાર નથી, એનો હું કરાવનાર નથી ને કર્તાને હું અનુમોદન કરતો નથી. ( પરિણામોનો ) હું કર્તા નથી, કાયિતા નથી કરાવનાર નથી ને એનો હું અનુમંતા નથી, હું તો કેવળ જ્ઞાતા છું!
હવે, એક પ્રશ્ન ગંભીર, આંહીયાં ઉત્પન્ન થાય એવો છે, કે આ તો આચાર્ય ભગવાન છે એમને તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે ચોથાગુણસ્થાને કર્તબુદ્ધિ છૂટે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલનારા છે ધર્માત્મા છે એમને હું કર્તા નથી, કાયિતા નથી, કરાવનાર નથી અનુમંતા નથી, એમ ફરીથી કેમ યાદ કરવું પડયું? મિથ્યાદષ્ટિ વિચારે તો તો બરાબર છેએને તો કર્તાબુદ્ધિ છે, એ કર્તાબુદ્ધિ છોડવા માટે હું અકર્તા છું ને કર્તા નથી, એમ વિચારે તો એનાં સ્થાને એ બરાબર છે, પણ જેની કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, જ્ઞાતા ધર્માત્મા થઈ ગયા છે. કુંદકુંદભગવાન, બે હજાર વર્ષ પહેલાં થયા. છતાં હું કર્તા નથી, કાયિતા નથી, અનુમોદક નથી, કારણ નથી-આવા ચાર પ્રકાર પાડીને શા માટે આ પ્રતિક્રમણની વાત કરે છે. મોટું રહસ્ય એ વાતમાં છે.
પ્રવચન નં-૧૫
કર્તબુદ્ધિ જાય છે ચોથા ગુણસ્થાને, પછી ચોથે-પાંચમે-છઠ્ઠ નિર્મળપર્યાય પ્રગટ થાય, પાંચમે, છઠ્ઠ વધતી દશા-નિર્મળ પરિણામ પ્રગટ થાય, પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થાયશુદ્ધઉપયોગ પ્રગટ થાય, ત્યારે નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એનો ઉપચારથી કર્તા આત્માને કહેવામાં આવે છે. જ્યાં સુધી ઉપચારથી કર્તા છે ર્તબુદ્ધિ ગઈ, મિથ્યાત્વ ગયું હવે તો ચારિત્રની ઉત્કૃષ્ટદશા પ્રગટ કરવા માટેનું આ કથન છે. એ ઉપચારથી આત્મા જ્ઞાનનો કર્તા, સમ્યગ્દર્શનનો કર્તા, વીતરાગી પરિણામનો કર્તા આત્મા ઉપચારથી છે, એવો ઉપચાર આવે ખરો, પણ કહે છે કે....એ ઉપચાર પણ હવે અમને ખટકે છે.
કર્તાબુદ્ધિ ગઈ, હવે કર્તાપણાનો ઉપચાર જે આવે છે, ઉપચાર એટલે વ્યવહા૨-કે આત્મા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામનો કર્તા છે મિથ્યાદર્શનાદિ-રાગનો કર્તા તો છે નહીં (પરંતુ ) નિર્મળપર્યાયનો કર્તા આત્મા છે.
દ
'आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।
રાગનો કર્તા છે (એમ જે માને છે તે) મોહી-મૂઢ પ્રાણી છે. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તે જ્ઞાનનો કર્તા એને ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાનનોય એ કર્તા નથી. ધર્મી...ધર્મનોય કર્તા નથી. આહા...હા ! ઊંચા પ્રકારની વાત આવે છે ઊંચા દિવસો છે
י
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧
ચૈતન્ય વિલાસ ને ઊંચા દિવસોમાં ઊંચા પ્રકારની વાત છે.
એક વખતની વાત છે. જયપુરમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ મંદિરની ટોડરમલ સ્મારક ભવનમાં અને આપણા ગોદિકાજીએ સોળ લાખ રૂપિયા ખર્ચા એ વખતે! સોળલાખ રૂપિયા એક વ્યક્તિએ ખચ્યું. ત્યારે હું પણ ત્યાં ગયો 'તો અને ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન ચાલતું'તું. તે વ્યાખ્યાનની મસ્તીમાંને મસ્તીમાં જાણે અંદરથી આહા! નિર્વિકલ્પધ્યાનમાંથી જાણે બહાર આવીને વાત કરતા હોય, એવો એક ઊંચો ન્યાય સાંભળ્યો પ્રત્યક્ષ મેં કે આત્મા, જ્ઞાનદર્શનચારિત્રનાં નિર્વિકારી વીતરાગી પરિણામનો કર્તા નથી, એ તો પરિણામ સ્વયં થાય છે. પરિણામને આત્મા કરે છે. એ ઉપચારનું કથન છે. કર્તા તો છે જ નહીં, પણ પરિણમે માટે કર્તા એવો જે ઉપચાર નો આરોપ આવે છે પણ ખરેખર તો ઉપચારથી પણ (આત્મા) કર્તા નથી. નિશ્ચયથી તો કર્તા નથી પણ વ્યવહારથી પણ કર્તા નથી. આહા..! હા ! એ વાત સાંભળી... “આ કોણ પુરુષ છે” એટલું બહુમાન આવ્યું અંદરથી...કે ઉપચારથી સાધક, સમ્યગ્દર્શનનો કર્તા નથી! હજી આ પહેલો પાઠ છે અકર્તાનો! બીજો પાઠ જ્ઞાતાનો છે. કે પરિણામનો જ્ઞાતાય હું નથી !
કાલ રાત્રે જ્ઞાતાની વાત આવી 'તી ને! આહા! પણ હજી પહેલા પાઠમાં જ ભૂલ હોય-આત્મા જ્ઞાતા અને (એને) કર્તા માને, અકારણને કારણે માને, પછી કહે કે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થતું નથી, ક્યાંથી થાય ? આત્મા નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો કર્તા નથી, નથી ને નથી જ! પણ વ્યવહારનયે પણ એનો કર્તા નથી. આહાહા! ઉપચારથી પણ એનો પરિણામનો કર્તા નથી. કેમ કે આ અકર્તાને કર્તાનો ઉપચાર આપવો એ દોષ છે.
માટે આંહીયાં ટીકાકાર (પદ્મપ્રભમલધારિદેવે) પાંચ રત્નનું વિશેષણ મૂકયું (આ પાંચ ગાથા માટે) કે આત્મા ગુણસ્થાન, માર્ગણાસ્થાન, કેવળજ્ઞાનના પરિણામનો કર્તા નથી. કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા તો નથી, પણ એનું કારણ પણ નથી. હું એનું કારણ નથી. હું એનો કર્તા નથી. પરિણામ એનાં પકારકથી-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણથી સ્વયમેવ ઉછલતી પરિણામ નિર્મળ (ઊછળે છે) હું કરનાર નહીં. પર્યાયનો કર્તા તો નથી, પણ મારી હાજરી છે માટે કેવળજ્ઞાન થયું એવું કારણ પણું મારામાં આવતું નથી. કેમકે પ્રથમથી જ હું તો હતો તો કેવળજ્ઞાન કેમ ન થયું? માટે હું એનું કારણ નથી.
હું કર્તા નથી આ ફેકટરીનો! પણ હું તો એમાં નિમિત્ત છું. ગયો દુનિયામાંથી (અર્થાત્ કર્તા થઈ ગયો !) તારે એમાં નિમિત્ત બનવું છે? કે એને પોતાના જ્ઞાનમાં શેયપણે વ્યવહાર નિમિત્ત બનાવવું છે એય પણ નિશ્ચયે જ્ઞાયકને જાણ્યા પછી. આહા..હા !
અનંત અનંત કાળથી આથડ્યો, વિનાં ભાન ભગવાન, સેવ્યાં નહીં ગુરુ સંતને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૭૨
પ્રવચન નં-૧૫ મૂક્યું નહીં અભિમાન ” હું જાણું છું. સામાન્ય જીવોને તો દોષ થાય, પણ શાસ્ત્રપાઠીનો મોક્ષ થવો મુશ્કેલ છે! (કારણ કે) અહમ્ હોય એને, હું જાણું છું (જ્ઞાની કહે છે) તું કાંઈ જાણતો નથી. અરે! ગૌતમ ગણધર કહે છે કે, હું કાંઈ જાણતો નથી...ક્યાં કેવળજ્ઞાન સમુદ્ર અને આ અમારુ અલ્પ ઉઘાડ જ્ઞાન! અમે કાંઈ જાણતા નથી પ્રભુ! આહાહા! જો...જ્ઞાનના ઉઘાડનું અભિમાન ચડી જાય તો ભવ હારી જાય! એ જ્ઞાન નથી એ તો જ્ઞેય છે. એ (૫૨) શેય વધ્યું છે જ્ઞાન તો પ્રગટ જ થયું નથી વધે ક્યાંથી ? પ્રગટ થાય તો વધે ને જ્ઞાન! પણ હજી પ્રગટ જ થયું નથી તો વધ્યું ક્યાંથી કહીશ તું? આ તો શેયનો ઢગલો થયો! જ્ઞેય વધ્યું એટલે, જેમ પૈસાનો ઢગલો થાય ને! આ એમ છે પ્રભુ!
આ આત્મા જ્ઞાતા છે-અકર્તા છે-અકારણ છે હો! કોઈનું કારણ હું નથી, કર્તા નથી કેમકે હું ત્રિકાળ ઉપાદાન નિષ્ક્રિય છું માટે હું પરિણામનો કર્તા નથી, પરિણામનો કર્તા પરિણામ છે, હું તો અકર્તા છું.
જે જે પરિણામ થાય તેનું કારણ હું નથી, એનું નિમિત્ત કારણ કર્મનો અભાવ છે પણ હું કારણ નથી. શું કહ્યું? આહા ! પરિણામનો કર્તા તો પરિણામ છે કેવળજ્ઞાનની પર્યાયનો પણ, એનું કારણેય હું નથી. જો તારે નિમિત્ત કારણ જોઈતું હોય તો તે જ્ઞાનાવરણ કર્મનો અભાવ થઈને એ થયું છે પણ મને તમે કારણ કહેશો નહિ! કેમકે હું તો પ્રથમથી જ હતો-હુ તો અનાદિથી જ હતો, જો હું (પરિણામનો ) કર્તા હોઉં તો અનાદિથી જ કેવળજ્ઞાન થવું જોઈએ અને હું (જો) કારણ હોઉં તો તે થવું જોઈએ માટે હું (પરિણામનો ) કર્તાય નથી અને કારણ પણ નથી. મને તમે આળ દેશો મા! (અકર્તાનો કર્તા માનશો નહિ) પ્રભુ! અંદરથી બોલે છે.
પ્રભુ-વિભુ અંતર આત્મા બિરાજમાન એ અંદરથી બોલે છે-જ્ઞાનાનંદ પરમાત્માનો અંતર્ અવાજ આવે છે, એને ભાષા તો નથી પણ એ બોલે છે. મને આળ આપશો મા-હું કરનાર નથી! મને કરનાર તરીકે ઓળખો નહિ નહિંતર નુકસાન તમોને થશે. ક૨ના૨ તરીકે પ્રતિપાદન કરો નહિ તમે આહાહા! પ્રતિપાદન કરવું હોય (જો ) મારા વિષે એટલે બધાયના આત્મા વિષે હોં! મારા વિષે એટલે આ (એકલા ) મારા વિષે નહીં, મારા વિષે એટલે (સૌસર્વ) આત્મા વિષે તમારે પ્રતિપાદન કરવું હોય, તો એટલું કરો કે હું તો જાણનાર છું! આહા ! હું કરનાર નથી, અને કારણ પણ નથી. ચાર બોલ છે આમાં કર્તા, કાયિતા, અનુમંતા ને કારણ-ચાર બોલ છે. કારણ એટલે કે નિમિત્તકારણ નથી. આહા! અને આત્મા કર્તા નથી એટલે ઉપાદાનપણે પણ કર્તા નથી. એ તો સ્વયં પોતાની શક્તિથી પર્યાય પોતાના ષટ્કા૨કથી પ્રગટ થાય છે. એનાં સ્વઅવસરે....આહા ! હું પરિણામની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૩ સામે જોતો નથી અને પરિણામ પ્રગટ થઈ જાય છે, તો પછી હું (એને) કરું ક્યાંથી? પરિણામની સામે જોઉં તો, પરિણામને કરું! અને પરિણામનું કારણ ક્યારે છું? કાર્ય સામે હું જોઉં તો મને કારણ પણે દેખાય, એ કાર્ય મને દેખાતું નથી મને તો પરમાત્મા ( જ્ઞાયકભાવ) દેખાય છે. હું તો કર્તાય નથી ને કારણ પણ નથી.
આહા..હા! આ કર્તાપણાનું શલ્ય જીવને અનાદિનું છે. “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિમંડાણ એની પેરે, કોઈ યોગી, યોગીશ્વરા જાણે.'—યોગી એટલે ધર્માત્મા અને સર્વે પદાર્થો જડને ચેતન સ્વયં ટકીને બદલે છે! આહાહા ! ઇંગ્લીશમાં આવે છે, પરમેનેન્ટ વીથ એ ચેઇન્જ પરમેનેન્ટ એટલે પદાર્થ ટકીને પર્યાયથી પલટે છે, પલટે છે એની મેળે કોઈ પલટાવતું નથી ! આહાહા આ પંખો ઇલેકટ્રીકથી હાલતો નથી, આ ભાષાનું કારણ આત્મા નથી, સ્વયં ભાષા (વર્ગણા) પ્રગટે છે, આહાહા ! અરે! પ્રત્યેક જડ ચેતનના પરિણામમાં ઉત્પાદું વ્યય સ્વયં અહેતુક થાય છે. સત્ છે ને! પરિણામ બધા નિરપેક્ષ છે, કોઈને કોઈની અપેક્ષા નથી, તો કર્તા બુદ્ધિ છોડી દે: તો તને સમ્યગ્દર્શન થશે. પણ અનાદિની કર્તા બુદ્ધિ છે, ને કર્તબુદ્ધિ છોડી ઘે તો છેવટે કારણ છું(માને કે ) હું એને કરતો નથી હું તો નિમિત્ત છું માત્ર ! સગપણ તો એનાં કારણે થયું છે પણ મેં જરા વાત ચલાવી (આપણે તો માત્ર નિમિત્ત છીએ) મર્યો (કર્તા બની ગયો ) દુનિયામાંથી ગયો!
અરે, હું એને જાણું છું તોય મરે છે, તો કરવામાં તો મોતનો બાપ થઈ ગયો!
આચાર્ય ભગવાનને ખૂબ મસ્તી ચડી ગઈ, આ પાંચ ગાથામાં, શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. તે કહે છે કે ગુણસ્થાન, માર્ગણાસ્થાન (આદિ) નો કર્તા નથી. શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે, એનો હું કરનાર નથી. પણ સાહેબ ! કર્તબુદ્ધિ છોડો એ બરાબર છે પણ આ પરિણમ્યું છે દ્રવ્ય, એને ઉપચારથી કર્તા કહેવાય કે નહીં? કે ઉપચારથી કર્તાનો વિકલ્પ ઊઠે છે એટલે મારું છઠ્ઠ ગુણસ્થાન થઈ જાય છે (સાતમામાંથી)! સાતમામાંથી ઉપર જવા માટે, એટલે ઉપચારના કર્તાપણાનો નિષેધ કરીને હું તો સ્વરૂપમાં લીન થઈ જાવ છું! આહાહા! આનું નામ પરમાર્થ પ્રતિક્રમણ, શુદ્ધ ઉપયોગની દશા કહેવામાં આવે છે આ ચારિત્રની દશા છે. પ્રતિક્રમણ છે તે ચારિત્રની દશા છે.
આ ચારિત્રના દિવસો છે બધા દશ લક્ષણી પર્વ છે ને એ દશેય ધર્મો મુનિરાજના મુખ્યપણે છે. (શ્રોતા:-) એને કરવા પડતા નથી? કેઃ “ના', કરે કોણ? જાણે તો કરે ને! હું તો (પરિણામને) જાણતોય નથી તો કરું ક્યાંથી! હું તો જાણનારને જાણું છું ! ! ( આ મૂળ વાત છે હોં મૂળ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં-૧૫ (પૂજ્ય ) ગુરુદેવનો માર્ગ ચાલુ રહેશે એમ લાગે છે, પાંચમા આરાને છેડા સુધી (ચાલુ રહેશે) સોગાનીજીએ કહ્યું છે ને! આ બધો ગુરુદેવનો પ્રતાપ છે, એનું કહેલું કહેવામાં આવે છે. આહા...હા ! એમનું કહેવું છે ને એ આપણે ઘૂંટીએ છીએ ( અહીંયાં તો) ઘૂંટણ કરવામાં આવે છે. આ અધિકાર ઘણો ઊંચો છે, ઘણો ઊંચો અધિકાર! શ્રવણબેલગોલા ગયા હતા અમે, ત્યાં પહાડ ઉપર ભદ્રબાહુસ્વામીની ગુફા છે (તેઓશ્રી) ત્યાં તપ કરતા હતા. તેઓશ્રી બે અંગધારી હતા. ત્યાં, ત્યાંના ભટ્ટારક આવતા સ્વાધ્યાય માટે, સ્વાધ્યાયનો રસીક જીવ તેઓ આમ તો ત્યાંના રાજા કહેવાય તો પહેલા દિવસે તો તેમના માણસો આવીને...પાટ પાથરીને, ગોઠવીને ગયા, એટલે પહેલે દિવસે ત્યાં બેસી ગયા અને આ “પરમાર્થ પ્રતિક્રમણ ” (ગાથાઓનું વ્યાખ્યાન) સાંભળ્યું ને બીજે દિવસે એના માણસને કહે તું આ બધું લઈ જા, આંહીથી, નીચે બેસી ગયા પછી વાત એણે સાંભળી પૂરી આ પ્રતિક્રમણની અને હલી ગયો જીવ! અહા ! મેં તો ઘણા ત્યાગીઓ, મુનિઓ પાસે વાત સાંભળી.. પણ આ વાત કોઈ જુદા પ્રકારની છે. (આવી સત્ય વાત) સોનગઢના સંત પાસે જ છે. એવી અલૌકિક વાત છે ‘આ’!
પ્રભુ! જ્ઞાતા છો ને! ચક્ષુ શું કરે? દશ્યપદાર્થને દેખે. એ પણ દૂર રહીને દેખે. એની (દશ્યની) સમીપે જઈને ન દેખે, આમ દેખે બસ! બસ દેખે, માત્ર! (દશ્યપદાર્થને) કરે નહીં, વેદે પણ નહીં, એમ આ જ્ઞાનચક્ષુ ભગવાન આત્માનો જ્ઞાન-ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ લક્ષણ (હરસમયે) પ્રગટ થાય છે એ ઉપયોગ, માત્ર પોતાને (જ્ઞાયકને) જાણતાં જાણતાં,
યોની સન્મુખ થયા વિના, શયો જણાય એને જાણે એમ કહેવામાં આવે છે. એ જ્ઞાન, ( શયોને) કરે ને વેદે એમ છે નહીં, જ્ઞાની તો અકારક ને અવેદક છે. એ કર્તાપણું જ્ઞાનમાં નથી. “જાણવું” એ જ્ઞાનનો ધર્મ છે, “કરવું” એ જ્ઞાનનો ધર્મ નથી.
જ્ઞાનની પર્યાય જ્ઞાન પર્યાયને ન કરે એ જ્ઞાનની પર્યાય રાગને કરે એ વાત ક્યાંથી લાવ્યો તું? જ્ઞાનની પર્યાય સ્વયં પ્રગટ થાય છે એમ જણાય છે, મેં જ્ઞાન પ્રગટ કર્યું, એમ જોવામાં આવતું નથી, કેમકે એમ છે નહીં.
એમ છે નહીં (ભાઈ !) પર્યાયના પકારક-ક્ષણિક ઉપાદાનથી, સ્વઅવસરે થાય છે, ભાવનામની શક્તિ છે તે કારણે કોઈને કોઈ પરિણામ પ્રગટ થાય થાય ને થાય.
(કર્તાપણાનું) અભિમાન નીકળી જાય, હું તો જાણનાર છું–દેખનાર છું કરનાર નથી.
ટીકાઃ- “અહીં શુદ્ધઆત્માને”...આહા! આ બધાય આત્મા શુદ્ધ છે હોં! કોઈ આત્મા અશુદ્ધ નથી. ભૂતકાળે અશુદ્ધ થયો નહોતો, વર્તમાનમાં અશુદ્ધ છે નહીં, ભવિષ્યકાળે પણ અશુદ્ધ થશે નહીં. એ તો ત્રણે કાળ શુદ્ધ રહેલો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૫ આહાહા ! પરિણામમાં શુદ્ધતા અને અશુદ્ધતા બે પ્રકારે પડે છે પણ જીવના બે પ્રકાર નથી એ તો પ્રથમથી જ શુદ્ધ છે. આ વાત કળશ-૭૧માં આવી ગઈ છે.
અહીં એટલે આ ગાથાઓમાં ટીકાકાર એમ કહે છે કે “અહીં શુદ્ધ આત્માને સકળ”બધા પ્રકારના “કર્તુત્વનો અભાવ છે એમ દર્શાવે છે.” (એટલે કે, કોઈ પણ પરિણામનો આત્મા કર્તા નથી. હવે પરિણામનો કર્તા નથી તો જડકર્મને કરે, આ હાથને હલાવે? ક્યાં વાત રહી બાપુ! શાંતિથી સાંભળવા જેવી વાત છે.
હલતા હાથને કોઈ હલાવી શકે નહીં, ચાલતા પગને કોઈ ચલાવી શકે નહીં, (સ્વર્ય) નીકળતી વાણીને કોઈ કરી શકે નહીં, એ તો દૂર રહો, પણ આંહી તો અંદરના પરિણામની વાત, સૂક્ષ્મ કહેવા માગે છે.
(શું કહે છે:-) “શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા જ્ઞાતા છે બધાયના આત્મા જ્ઞાતા છે. જ્ઞાનમય આત્મા છે. અકર્તાને અભોક્તા-અકારક ને અવેદક આત્માનું મૂળસ્વરૂપ છે. માટે સકળ કર્તુત્વનો અભાવ-નિશ્ચય કર્તા નહીં ને વ્યવહારેય કર્તા નહીં (કોનો?) નિર્મળપર્યાયનો! સમ્યગ્દર્શનનો નિશ્ચય કર્તા નહીં.
તો...નિશ્ચય કર્તા કોણ અને વ્યવહાર કર્તા કોણ? એમ બે પ્રશ્ન આવે, (તેનો ઉત્તર આ છે કે, નિશ્ચયે સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા પર્યાય છે. વ્યવહાર કર્તા કોણ? કે દર્શનમોહનો અભાવ થયો એ વ્યવહાર કર્યા છે. નિમિત્તકારણ જોઈએ ને તારે ?! તો દર્શનમોહનો અભાવ છે નિમિત્ત. કર્તા જોઈએ તો પર્યાયનો કર્તા પર્યાય છે. કારણ જોતું હોય તો દર્શનમોહનો અભાવ એમાં નિમિત્તકારણ છે, પણ હું તો એમાં કર્તા કે કારણ થતો નથી.
આહા....! છતાં, આત્માના લક્ષે થાય છે (સમ્યકદર્શનપર્યાય) તો તેને ઉપચાર કર્તા પણ કહેવાય, વાત આવે ખરી ક્યાંક-ક્યાંક (શાસ્ત્રમાં) છે પણ આંહીયાં તો એનાં કરતા કોઈ આગળની વાત (કધી છે) આહાહા ! આત્માને લક્ષે થાય ને પરિણામ (નિર્મળ) તો એને ઉપચારથી કર્તા કહેવામાં આવે-વાત બધી ખ્યાલમાં છે!
પણ એ ઉપચારથી કર્તાપણું પણ, ઉપચારથી કર્તામાં અટકીશ, તો સંભવ છે કે કર્તાબુદ્ધિ થઈ જશે.
મૂળમાં ઘા મારી દે“તો જાણનાર છું!” નિશ્ચય કરનાર નહીં ને વ્યવહારેય કરનાર નથી.
(અનાદિથી જીવની) બે ભૂલ છે. (પરિણામની) કર્તાબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિ! પરિણામનો હું કર્તા ને કાં પરિણામનો હું જ્ઞાતા, (આ) બે પ્રકારની ભૂલ રહી ગઈ છે (તેથી) ચાર ગતિમાં રખડે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
પ્રવચન નં-૧૫ તેમાં અહીંયાં કહે છે કે સકળ કર્તૃત્વનો અભાવ છે. આત્મા કરનાર છે એમ હવે તમે ન માનો! આત્મા, કેવળ જાણનાર છે-કેવળ જ્ઞાતા છે. આહા..! પ્રભુ, હું કેવળ જ્ઞાતા છું-“ પ્રભુ મેં જ્ઞાયકરૂપ કેવલ જાણનહારા!” પ્રભુ, મારું રૂપ જ્ઞાયક છે અને કેવળ જાણનહારા ! કેવળ શબ્દ કાઢી નાખો ને તો કથંચિત્ જાણનાર અને કથંચિત્ કર્તા? તો સ્યાદવાદ થાય ! સ્વાવાદનો આત્મામાં અભાવ છે લે ! કથંચિપણું હુમણાં કાઢી નાખ, જ્ઞાન પ્રગટ થશે એ જ્ઞાનમાં જણાશે, સ્યાદ્વાદ પ્રગટ થશે, એ જાણશે એના ઉપર છોડી દે ને! આહાહા !
આહાહા! “કેવળ જાણનાર” “કેવળ ' શબ્દમાં વજન છે. (શું કહે છે?) કેવળ વજની છે, કેવળ-ઓન્લી-માત્ર-ફક્ત! આહા..હા! (શું કીધું?) કેવળ જાણનહાર! કેવળ જાણનહાર? કે કથંચિત્ જાણનાર ને કથંચિત્ કરનાર ? (તો) સ્યાદ્વાદ સિદ્ધ થાય! (અરે ભાઈ, કેવળ એક જાણનારને તું કર્તાપણે સ્થાપશે, તો તને દ્રવ્યદષ્ટિ નહીં થાય, ને અનુભવ નહીં થાય તો અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદ પણ નહીં આવે.
સ્યાદ્વાદ તો નવીન ઊભો થાય છે અનુભવ પછી. આંહીયાં કહે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આત્મા કેવળ જ્ઞાતા છે, કર્તા નથી, કેવળ ! એ (ગાથા૩૨૦) ને ગાથા ૧૧૪નું પુસ્તક બહાર પડયું છે “અધ્યાત્મ પ્રવચન રત્નત્રય” એમાંય (પૂ.) ગુરુદેવે એકસો એકવીસ પાના ઉપર એવી વાત લીધી છે. “આત્મા કેવળ જ્ઞાતા છે” કથંચિત્ કર્તા છે એમ છે નહીં-બધું ગુરુદેવ કહી ગયા છે, પણ ધ્યાન ખેંચાવું જોઈએ ને !
(જીવોને) કર્તબુદ્ધિ છૂટતી નથી, પછી તો જ્ઞાતાબુદ્ધિ ય છોડવી કે કારખાનું જણાતું નથી. આહા..હા ! પણ કારખાનાનો માલિક થઈને બેઠો હોય કે મારું કારખાનું !
અરે! પરિણામ તારા નથી, દ્રવ્ય તારું છે, લે ને! પરિણામ સાથે સ્વ-સ્વામી સંબંધપણાનો પણ અભાવ છે. જ્ઞાયક હું ને હું એનો સ્વામી ! સ્વ-સ્વામીસંબંધ સામાન્ય સાથે લે ને! વિશેષ-નાશવંત સાથે શા માટે સ્વસ્વામી સંબંધ જોડે છે!
“બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી.” “ સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે, પરંતુ. પરંતુ આવ્યું! ( એ બધું ) વ્યવહારે હોય છે. જ્ઞાન કરાવ્યું વ્યવહારનયનું પણ એ વ્યવહારનું જ્ઞાન નિષેધ માટે છે.
કે તમે વ્યવહારનયને જાણો છો-માનો છો? કે હા, માનીએ છીએ. વ્યવહાર સ્થાપીએ છીએ, શું કામ કે નિષેધ કરવા માટે. વ્યવહાર શા માટે સ્થાપે છે જ્ઞાનીઓ? નિષેધ કરવા માટે સ્થાપે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૭ (જુઓ હવે શું કહે છે ) “પરંતુ મને 'આહાહા ! પોતાથી વાત કરે છે (મુનિરાજ પોતે) ઈ બધાએ મને (સમજીને જ) વાંચવું. આમાં લખેલું હોય ને પોતે શું વાંચવું? મને', મને એટલે અહીયાં (પોતા તરફ ) આવવું. જે વાંચે એને લાગુ પડે ને! શાસ્ત્ર બંધ કરી રાખ્યું હોય કે ન વાંચે એને લાગુ પડે નહીં, વાચે જ નહીં બંધ રાખે પુસ્તક, તો “મને ક્યાંથી લાગુ પડે ?
આહાહા! આ તો સંસારનો અભાવ થાય, એવી વાત છે. આહા! નિકટભવી જીવને તો અમૃત લાગે ! આહા...હા! અલ્પકાળમાં જેનો મોક્ષ થવાનો હોય..એને અંદરમાંથી હુકાર આવે. ભલે! સમ્યકદર્શન થવા ને થોડીકવાર લાગે, એનું કાંઈ નહી, પણ અંદરમાંથી હકાર આવે કે:
હું તો જાણનાર છું, કરનાર નથી. આટલા સંસ્કાર જો ઊંડા પેસી ગયા, તો કર્તા બુદ્ધિ છૂટીને અનુભવ થશે.
(કહે છે.) “પરંતુ મને શુદ્ધ નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી” (એટલે કે) નારકની પર્યાય મને નથી. ભૂતકાળમાં હતી પણ મને નહોતી. ભૂતકાળમાંઅનંતકાળ ગયો એમાં નારકની પર્યાય આવી 'તી એનું પ્રતિક્રમણ કરે છે કે એ “મને નહોતી. હું નારકી થયો નહોતો. આહા..હા! પણ વ્યવહારનયે જે કહેવામાં આવે છે....પરંતુ નિશ્ચયનયના બળે, હું ભૂતકાળમાં જઈને નારકની પર્યાયમાં જોઉં છું તો એ નારક પર્યાયથી રહિત એ વખતેય હું હતો, એ વર્તમાનમાં જ્ઞાન મને થયું છે. ભૂતકાળમાં પણ વર્તમાનમાં જ્ઞાન થયું કે હું ભૂતકાળમાં ય નારકી થયો નહોતો.
સમજાણું શોભના? અત્યારે તો નારકી નથી. પણ ભૂતકાળમાં બધા જીવો, નરકમાં જઈ આવ્યા છે હો બધાય, ચારે ગતિમાં રખડ્યા છે બધાય જીવો કહે છે કે ભૂતકાળમાં વ્યવહારનયે, જે કહેવાતું હતું-મારા ઉપર આરોપ આવતો હતો, કે આ નરકનું દુ:ખ એણે ભોગવ્યું. પરંતુ, હું નિશ્ચયનયના બળે આજે દાંડી પીટીને કહું છું કે હું ભૂતકાળમાં નારકી નહોતો, હું તો ભૂતકાળમાંય જ્ઞાયકપરમાત્મા હતો. ભૂતકાળમાંય “મને” નારકપર્યાય લાગુ પડતી નથી. આહા..હા! (જુઓ આ) ભૂતકાળનું પ્રતિક્રમણ, ભાવિના પચખાણ, વર્તમાનની આલોચના.
પણ..વર્તમાનમાં નિર્ણય કરીને અનુભવ કરે છે, તેને જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન હોય છે. એ ધ્યાન રાખવાનું! આહાહા! વર્તમાનમાં જે જ્ઞાની થઈ જાય છે એને જ ભૂતના પ્રતિક્રમણ અને ભાવિના પ્રત્યાખ્યાન હોય. વર્તમાન અજ્ઞાની રહે, એને તો ભૂતકાળનું પ્રતિક્રમણ નથી અને ભાવિના પ્રત્યાખ્યાન પણ નથી. એ તો ભૂતકાળમાં હું નારકી હતો ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
પ્રવચન નં-૧૫ ભૂતકાળમાં હું દેવપર્યાય હતો, રહેવા દે! આત્મા ઉપર નજર કર !
(જ્ઞાનીઓ) આત્મા ઉપર વર્તમાનમાં નજર કરીને, ભૂતકાળને જુએ છે. આત્મા ઉપર નજર વર્તમાનમાં કરે છે અને નજર કરીને જોયું, તો ભૂતકાળમાં હું નારકી નહોતો. વ્યવહારનય એ ભલે કહે પણ હું એનો (શુદ્ધનિશ્ચયના બળે) નિષેધ કરું છું.
(કહે છે કે:) “પરંતુ મને-શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” શુદ્ધજીવાસ્તિકાય કેમ કહ્યું? આત્મા છે તે બહુuદેશી છે, અસ્તિકાય છે. બહુપ્રદેશી અસંખ્યાતપ્રદેશી આત્મા છે, તેથી તેને જીવાસ્તિકાયતત્ત્વ કહેવામાં આવે છે.
શુદ્ધનિશ્ચયનયથી હું જોઉં છું તો ભૂતકાળમાં (મને) નરકની પર્યાય હતી જ નહીં ને! આહા! હું તો એ વખતે ય પરમાત્મા ને અત્યારે ય પરમાત્મા ને ભાવિમાં પણ પરમાત્મા ત્રણે ય કાળ પરમાત્માપણે જ રહેલો છું. નારકપર્યાય મને લાગુ પડતી નથી. આહાહા ! કોઈ અપૂર્વ વાત છે.
તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત” તિર્યંચમાં જે જાય અને અમુક પ્રકારના માયાકપટના ભાવ આવે.
(પૂજ્ય) ગુરુદેવશ્રી ફરમાવતા કે આ શેઠિયાવ બધા આખો દિ' માયાકપટના ભાવો કરે છે તે બધાં તિર્યંચમાં જવાના છે, એમને ક્યાં ફાળો કરવો હતો. (ભાઈ !) માયા-કપટ કરવા જેવો નથી. બોલે કાંઈ, કરે કાંઈ આહાહા! (ચોવીસેય કલાક) કુળ-કપટના ખેલ! કુળ-કપટના ખેલ કરવાથી તો એ જીવ મનુષ્યપર્યાય હારી જાય, તિર્યંચમાં જાય.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા (તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.) ” જોઈ લેજો હું “સદા” તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. આહાહા! કોઈ કાળે–સદાએકસમય પણ તિર્યંચપર્યાયને યોગ્ય માયા-કપટ મેં કર્યા નથી. ભૂતકાળમાં “હું” તિર્યંચ નહોતો, તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-કપટના (ભાવનો) કરનાર હું નહોતો, હું તો જાણનાર જ હતો, એ વખતે પણ જાણનાર જ હતો.
આહા ! જાણનારપણે રહ્યો હતો વર્તમાનમાં જાણનાર છું, ભવિષ્યમાં પણ.... જાણનારપણે રહેવાનો છું. વિભાવ કરનાર હું નહીં.
આહા! (હું) “સદા તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.” “સદા ' શબ્દ વાપર્યો (છે). તિર્યંચને યોગ્ય, માયા-કપટ એનાં પરિણામ, મેં ભૂતકાળમાં કર્યા નહોતા, ત્યારે કોણે કર્યા હતા? એ પરિણામનો કર્તા પરિણામ હતાં, એ પરિણામ તે વખતે મારા આત્માએ કર્યા નહોતા, એ અજ્ઞાનદશાથી મેં માન્યું 'તું, એ માન્યતા છૂટી ગઈ, તો ભૂતકાળમાં પણ હું કર્તા નહોતો, એમ અત્યારે ભાન થઈ ગયું!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૯
શું કહ્યું, સમજાય છે? વર્તમાનમાં જ્ઞાતા થાય છે, (તેથી) ભૂતકાળમાં લંબાય છે તેનું જ્ઞાન...ભૂતકાળમાંય મેં એ પરિણામને કર્યાં નહોતા, એ પરિણામનો કર્તા પરિણામ હતા, એ ભૂતની ભૂલનું પ્રતિક્રમણ કરીને આત્મા નિર્મળાનંદનો અનુભવ કરે છે. પ્રતિક્રમણ એટલે શુદ્ધઉપયોગ (પ્રગટે છે)
આ પ્રતિક્રમણ સાંજે અહીંયાં બોલાય છે એ શુભભાવ છે, (અને) આ પ્રતિક્રમણ જુદું (શુદ્ધોપયોગરૂપ ) ઓલું આંહી બોલાય છે ને સાંજે સાતથી આઠ, ( પ્રતિક્રમણના પાઠનો ) સ્વાધ્યાય (એ શુભભાવરૂપ) એવાં પ્રતિક્રમણ તો અનંત વાર કર્યાં! આ (શુદ્ધઉપયોગરૂપ ) પ્રતિક્રમણ એક સમયમાત્ર પણ જીવે કર્યું નથી, આ જ કરવા જેવું છે-( પરંતુ ) કર્તાબુદ્ધિ (અને જ્ઞાતાબુદ્ધિ પરિણામની ) છૂટે ત્યારે આ પ્રતિક્રમણ થાય. કર્તાબુદ્ધિ રાખે તો અપ્રતિક્રમણ
થાય.
(કહે છે કેઃ) “મનુષ્યનામ કર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”-હોવાને લીધે એમ લખે છે, થવાને લીધે નહીં. ત્રણેય કાળ દ્રવ્યકર્મનો આત્મામાં અભાવ છે. દ્રવ્યકર્મને બાંધ્યું જ નથી જીવે ! દ્રવ્યકર્મનો બાંધનાર જ નથી જીવ. કર્મ બાંધ્યું નથી એટલે કર્મ ઉદયમાં આવતું નથી. અને કર્મ ઉદયમાં આવે એમાં જોડાતો પણ નથી. આ શું છે? આહાહા!
બાંધે ઈ બીજો ને જોડાઈ ઈ બીજો અને જાણે ઈ જુદો !! આ હું તો જાણનાર છું ને ! કર્મને બાંધે ઈ મારો સ્વભાવ નથી. કર્મ, કર્મથી બંધાય છે એમાં હું નિમિત્ત પણ નથી. આહા...હા ! હું તો જાણનાર છું ને! બંધમાં જ્ઞાન નિમિત્ત ન હોય, બંધમાં રાગ નિમિત્ત થાય. હું તો (જ્ઞાનસ્વરૂપ ) જુદો છું રાગથી.
રાગ, નિમિત્ત પડે તો ભલે પડે બંધમાં, હું તો રાગથી જુદો ને દ્રવ્યકર્મથી જુદો છું! (હું) દ્રવ્યકર્મથી ભિન્ન ને ભાવકર્મથી પણ ભિન્ન! અનાદિ-અનંત “ દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી.” અત્યારે મનુષ્ય છું અત્યારે મનુષ્ય છું પણ મનુષ્ય નથી. હું તો ૫રમાત્મા છું. હું તો જ્ઞાનાનંદ આત્મા છું. કોને તમે કહો છો કે તું મનુષ્ય છો ?
આહા...હા ! અરે મનુષ્ય તો નથી, પણ હું મુનિ, વર્તમાનમાં નથી અરે, દ્રવ્યલિંગી તો નથી પણ ભાલિંગેય મારું નથી. આહાહા! હું તો પરમાત્મા છું. આહાહા ! ‘૫રમાત્મપ્રકાશ ’ માં વાત આવે છે મુનિ કહે છે ‘ભાવલિંગ પણ મારું નથી ' (કેમકે ) પર્યાય છે ને! આહા ! હું તો દ્રવ્યસામાન્ય છું.
વાત છે ઝીણી, લોઢા કાપે છીણી! આ એવી વાત છે. હું મુનિ નથી હું તો આત્મા છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
પ્રવચન નં-૧૫ એ બધા અવસ્થાના નામ છે-પર્યાયના નામ છે. મારું નામ એ નથી. મારું નામ મુનિ નથી. મારું નામ તમારે સાંભળવું છે?
કે, જ્ઞાયક છું. આ મારું નામ છે.
(શ્રી સમયસાર) છઠ્ઠી ગાથામાં છઠ્ઠીના લેખ આવે ને! ફૈબા નામ પાડે ને બાળકનું! એમ સમયસારમાં છઠ્ઠી ગાથા આવી ને, ત્યારે નામસ્થાપના કરી બસ જ્ઞાયક! પ્રથમની પાંચ ગાથા સુધી ‘જ્ઞાયક’ એવો શબ્દ આવ્યો નહીં!
(અહીં કહે છે કે, “દેવ એવા નામનો આધાર જે દેવ૫ર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે મારે દેવપર્યાય નથી. એ દેવને સુગંધી (શરીરના) રજકણો હોય ને! તેને દુર્ગધ ન હોય. સુરસ સુગંધવાળાં પુદ્ગલના સંબંધનો અભાવ હોવાને લીધે મારે દેવપર્યાય નથી. ભૂતકાળમાં દેવપર્યાય મારે નહોતી! અને હવે પણ દેવપર્યાય આવશે, એ દેવપર્યાયમાં મારું અસ્તિત્વ નથી, હું તો આત્મામાં છુંભૂતકાળમાંય આત્મા હતો, વર્તમાનમાંય આત્મામાં છું, ભાવિકાળેય આત્મામાં જ રહીશ. સાદિ અનંતકાળ આત્મામાં રહીશ, હું પર્યાયમાં આવવાનો નથી, અરે સિદ્ધપર્યાયમાંય આવવાનો નથી હું તો આત્મામાં જ રહીશ. સિદ્ધપર્યાયમાં આત્મા બિરાજમાન કરે છે એ તો વ્યવહારનું કથન છે. આહા...હા...હા! અજબ-ગજબના ખેલ! હજમ થવું મુશ્કેલ, હજમ થાય તો કામ થઈ જાય-પર્યાય દષ્ટિ છુટીને દ્રવ્યદષ્ટિ થઈ જાય! ઉપચારના કથન તો ઘણાં આવે.
આહા! ઉપયોગમાં ઉપયોગ છે એમ આવે. સમજી ગયા? કે ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ પર્યાય પ્રગટ થાય એમાં આત્મા છે એમ આવે.
એક વખતનો બનાવ, એવો બન્યો. સોગાનજી રાજકોટ આવ્યા હતા ત્યારે નવરંગભાઈને ઘરે, ત્યાં જમવાનું હતું, હું સાથે ગયો હતો. (જમીને) રૂમમાં સૂતા હતા અને બે ય અને વાત થઈ, મેં વાત જરા છેડી સોગાનીજી, આ ઉપયોગમાં ઉપયોગ છે, પર્યાયમાં દ્રવ્ય છે એમ કેમ કહ્યું? (સોગાનીજી બોલ્યા) હા.વો તો બાત ઠીક હૈ જૈસે કહા? કેમ આમ કહ્યું કે? આચાર્ય ભગવાનનું કથન છે ને! ઉપયોગમાં ઉપયોગ છે પર્યાયમાં-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક છે. તો પછી ચર્ચા થતાં એમ કહ્યું, કે ક્રોધાદિમાં આત્મા નથી, ને ઉપયોગમાં-સંવરમાં આત્મા છે. એ લિમિટેડ વાત એમાં કરવામાં આવી છે. તો કહે હોં, ઠીક હૈ. કારણ કે એ તો દષ્ટિના વિષયવાળાને! (શ્રોતા:-) ખટકે! (ઉત્તર) ખટકે જ ને! કેમકે ઉપયોગ તો પર્યાય છે, એક સમયની પર્યાય છે. ભલે ધર્મ છે, ધર્મમાં ધર્મી રહે છે. કહે છે કે એ લિમિટેડ કથન છે, એ કથનો બધાં વ્યવહારનાં, આવે! સદ્ભુતવ્યવહારના કથન આવે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૧
(બધાં ) અસદ્ભૂત વ્યવહાર ન આવે અને નિશ્ચયનાં ન આવે તો એના વડે એનો વ્યવહારનો નિષેધ કરજે. આહા ! નિર્દયપણે વ્યવહારનો નિષેધ કરજે.
જામનગર ઓડિયો કેસેટ-પ્રવચન નં. ૧૬
તા. ૧૨-૯-૮૯
કે આત્માનો સ્વભાવ કેવળ-માત્ર જાણનાર-દેખનાર છે જ્ઞાતા છે પણ કર્તા નથી, એ કર્તબુદ્ધિ જેને છૂટે, તેને સમ્યક્દર્શન પ્રગટ થાય.
:
આત્મા અકર્તા હોવા છતાં, સ્વભાવથી જ્ઞાતા હોવા છતાં, પોતે પોતાની મેળે પરભાવ અને પરદ્રવ્યનો હું કર્તા (કરનારો) છું એ બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાંસુધી તેને સમ્યગ્દર્શન થવાનું નથી. કેમકે આત્માનો સ્વભાવ ‘ કરવું’ એ નથી, પણ ‘જાણવું’ સ્વભાવ છે. પરિણામ સ્વયં થાય છે, સ્વયં થતા પરિણામને કોણ કરે! અને પરિણામ તેના કાળે ન થવાના હોય, તેને કોણ કરે? માત્ર...થતા પરિણામને કે જે પરદ્રવ્યસ્વરૂપ છે, તેને માત્ર જાણે, જાણે ને જાણે, એ પણ આત્માને જાણ્યા પછી (આત્માને જાણતાં જાણતાં) જાણે ! આત્માને જાણવાનું છોડીને જે (પરિણામને) જાણવા રોકાય, તો પણ એને કર્તબુદ્ધિ લાગુ પડે છે. એ જ્ઞાતા ન
થાય.
આહા ! કર્તાબુદ્ધિ અને કર્તાનો ઉપચાર બેયમાં ફેર છે. જેને પરિણામમાં કર્તૃત્વબુદ્ધિ છે એ તો મિથ્યાદષ્ટિ છે. (પરંતુ ) કર્તબુદ્ધિ છૂટી, અને સમ્યક્દર્શનજ્ઞાન ચારિત્રનાં પરિણામ, નિર્વિકારી વીતરાગી પરિણામ થાય, સાધક છે ત્યાં સુધી એ પરિણામનો આત્મા ઉપચારથી કર્તા છે એવો વ્યવહાર આવે; નિશ્ચયથી તો પરિણામનો કર્તા પરિણામ છે પણ પોતે તે ભાવે પરિણમે છે, એમ ગણીને એ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનાં નિર્મળ વીતરાગી પરિણામનો કર્તા આત્માને ઉપચારથી કહેવામાં આવે છે. એ ઉપચાર પણ સાધક રહે છે ત્યાં સુધી ઉપચાર છે, પણ જ્યારે એ જ અંતરાત્મા પરમાત્મા થવાની તૈયારીમાં આવે છે, ત્યારે કર્તાપણાના ઉપચારને પણ છોડે છે-ઓળંગે છે શુદ્ધ આત્મામાં લીન થતાં તે સાધક અવસ્થાનો વ્યય થઈ, પરિપૂર્ણ સાઘ્ય અવસ્થા મોક્ષની પ્રગટ થાય છે.
કર્તાબુદ્ધિથી મિથ્યાત્વ છે. કર્તાના ઉપચારથી સાધક રહે છે, પણ સાધ્યની પ્રાપ્તિ થતી નથી...શુ કહ્યું ? આહા...! દશલક્ષણીપર્વ, મોટા દિવસે સારીને ઊંચી જ વાત હોય ને! આહા...હા ! પ્રયોજનભૂત વાત છે.
પરિણામને અહીંયાં પરદ્રવ્ય કહ્યું તો પરિણામ પદ્રવ્યપણે પ્રગટ થાય છે એનો આત્મા કર્તા ન હોઇ શકે. ૫૨દ્રવ્યનો કર્તા પ૨દ્રવ્ય છે પણ સ્વદ્રવ્ય નથી છતાં પણ હું પરિણામને કરું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
પ્રવચન નં-૧૬ છું એમ જેની બુદ્ધિ (અભિપ્રાય) છે, એ પરદ્રવ્યનો કર્તા થઈ ગયો! એટલે મિથ્યાદષ્ટિ બની જાય છે.
પણ...જ્યારે ભેદજ્ઞાન કરે, પરદ્રવ્ય અને સ્વદ્રવ્યનું પરિણામને પરદ્રવ્ય જાણવા અને ભગવાન આત્માને સ્વદ્રવ્ય જાણવો-એમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કરી (પરિણામની ) કર્તા બુદ્ધિ છોડી અને એની જ્ઞાતા બુદ્ધિ પણ છોડી અને અંદરમાં જ્ઞાયકની સન્મુખ થાય છે આત્મા, ત્યારે તો તેને આત્માનો અનુભવ થાય છે.
આહાહા! પહેલાં તો કબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ બેય છૂટે ત્યારે સાધક થાય. કર્તબુદ્ધિ છૂટે ને જ્ઞાતાબુદ્ધિ રહી જાય પરદ્રવ્યમાં, (તોપણ ) સમ્યફદર્શન ન થાય.
આ આત્મા કેવળ જ્ઞાતા છે, કથંચિત્ કર્તા ને કથંચિત્ જ્ઞાતા, એવું જ્ઞાયકભાવમાં નથી. જે જાણે છે તે કરતો નથી ને જે કરે છે તે જાણતો નથી.
करै करम सौई करतारा, जो जानै सौ जाननहारा।
जो करता नहि जानै सोई, जानै सो करता नहीं होई।। કર્તા છે તે જ્ઞાતા નથી ને જ્ઞાતા છે તે કર્તા નથી–બે વિભાગ છે. આહાહા ! એ ગાથા ચાલે છે ને આપણે, અકારકની ગાથા ચાલે છે. “પરમાર્થ પ્રતિક્રમણ” (અધિકારમાં) આચાર્ય ભગવાન (દર્શાવે છે ) મારો આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી ને કારણ પણ નથી, કોનો? કે પરિણામ જે થાય તેનો.
પરિણામ જે પ્રગટ થાય છે એનો હું કર્તા, કારયિતા, અનુમોદક નથી કે હું એનું કારણ નથી, અકારક ને અકારણ પરમાત્મા હું છું! આહા! એ કર્તબુદ્ધિ છોડ ને જ્ઞાતાબુદ્ધિય છૂટે, ત્યારે તો એને સમ્યક્દર્શન થાય. પછી સવિકલ્પ દશામાં આવ્યા તો નિર્મળ પરિણામ તો પ્રગટ થયા કરે છે, તો એને કર્તાપણાનો ઉપચાર આવે છે. અને પરિણામને જાણે છે એવો પણ ઉપચાર સવિકલ્પદશામાં આવે છે. એનું નામ સાધક છે.
આહાહા! કર્તબુદ્ધિ તો બાધક છે. (પરિણામની) કબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિ જાય તો સાધક થાય અને નિર્મળપરિણામે પરિણમે, તો એનો કર્તા છેઆત્મા એવો ઉપચાર આવે ! અને પરિણામને જાણે છે-તે તે કાળે જાણેલો ( જણાયેલો ) પ્રયોજનવાન, એ ઉપચાર આવે ! ઉપચાર એ બે ઉપચાર આવે ત્યાં સુધી મોક્ષ (સાધ્યદશા) નહીં થાય!
શું કહ્યું! આ તો પૂરી વાત અત્યારે સમજી લેવા જેવી છે. મોક્ષ જેનો થવાનો છે એને શ્રેણી આવે કે ન આવે? આહા...હા! મોક્ષનું શું સ્વરૂપ છે એ મોક્ષ થવા પહેલાં (ધ્યેય, સાધ્ય ને મોક્ષમાર્ગ) એનાં વિચારો પ્રથમથી જ આવે. આહાહા! શું કહ્યું? અનાદિકાળથી આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પોત-પોતાની મેળે પરદ્રવ્યનો હું કર્તા છું-પરિણામનો હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૩ કર્તા છું એમ માને છે એ અજ્ઞાન છે પ્રભુ! આહા...હા! એ...કેવળ જ્ઞાતા છે! !
આહા! આ આત્મા જે રખડે છે ચારગતિમાં, એનાં બે કારણ છે...બે કારણ છે એમાં એક કર્તાબુદ્ધિ અને એક જ્ઞાતાબુદ્ધિ! પરિણામનો હું કર્તા છું ને પરિણામનો જ્ઞાતા છું-એ બેય બુદ્ધિ મિથ્યા છે. એ કર્તાબુદ્ધિ છૂટે છે ને એને-પરિણામને શેય બનાવવાનું ય છોડ છે, અને જ્ઞાયકસ્વભાવ શેય થાય છે ત્યારે અંતર્મુખ થઈને એને (નિજનો) અનુભવ થાય છે. અને અનુભવ થાય એને સાધકદશા કહેવાય અને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા પ્રગટ થાય એને સાધ્ય કહેવાય. ધ્યેય તો પરમાત્મા અંદર બેઠો છે (ધ્રુવ છે) એ ધ્યેય છે સાધક થયો એ અંત્તરાત્મા સાધક છે, સાધ્ય તો (પરિપૂર્ણ) મોક્ષની અવસ્થા છે. ઈ સાધક અને સાધ્યની વચ્ચેનો ગાળો, કોઈને તો બે ઘડીમાં મોક્ષ થાય, કોઈને ટાઈમ પણ લાગે!
તો...સાધક અવસ્થામાં નિર્મળપર્યાયનો આત્મા કર્તા છે એવો ઉપચાર પણ આવે. નિર્મળપર્યાય અને થોડો રાગ આવે એને જાણે, એવો પણ ઉપચાર આવે. (એક) કરવાનો ઉપચાર, બીજો જાણવાનો ઉપચાર આવે. ઉપચાર એટલે ખોટું, એને સાચું ન માનવું. (સાધકને ) ઉપચારથી કર્તા કહેવાય ને ઉપચારથી જ્ઞાતા કહેવાય. પછી એ સાધકને શ્રેણી આવે છે, શ્રેણી આવીને પરમાત્મદશા કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે તે એ બેય પ્રકારના ઉપચારને ઓળંગી જાય છે.
(સાધકને શ્રદ્ધા તો એવી છે કે:) નિર્મળપર્યાયનો ઉપચારથી એટલે કે વ્યવહારથી પણ કર્તા હું નહીં, આહાહા ! આથી. પરિણામ ઉપરથી ઉપયોગ છૂટીને અંદરમાં આવે છે અકર્તા એવા જ્ઞાયક તરફ! પરિણામનો હું જ્ઞાતા છું એવો ઉપચાર આવતો” તો ત્યાંથી લક્ષ છૂટી, જ્ઞાયક જ જ્ઞાનમાં અભેદભાવે ય થઈ જાય છે. ત્યારે શ્રેણી આવે ને અંતર્મુહૂર્તમાં તો અરિહંત દશા પ્રગટ થાય છે એવી અપૂર્વ વાત છે. આ ઉપચારના નિષેધની ગાથા (ઓ) છે. કર્તાપણાનો ઉપચાર આવતો 'તો કુંદકુંદભગવાનને એય ખટક્યો. કર્તા બુદ્ધિ તો ગઈ ચોથાગુણસ્થાને, છાગુણસ્થાને કર્તાનો ઉપચાર આવતો 'તો તેથી પરમાર્થ પ્રતિક્રમણ શુદ્ધઉપયોગ પ્રગટ થતો નહોતો, એ શુદ્ધોપયોગ પ્રગટ કરવા માટે લખ્યું એમણે, હું પરિણામનો ઉપચારથીય કર્તા નથી.
એમ અપૂર્વ વાત છે, સમજવા જેવી છે. ( સમજવાનો ) પ્રયત્ન કરવાથી સમજાય, ન સમજાય એવું છે નહીં.
જુઓ આમાં (ટકામાં) માર્ગણાસ્થાનો (કહ્યા) છે ને! એનાં ભેદો બધા અગાઉ આવી ગયા છે. શુદ્ધભાવ અધિકારમાં ઘણે ભાગે છે, ગાથા-૪૨માં છે “ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેટવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચન નં-૧૬ પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.”
એ ચૌદગુણસ્થાનોના ભેદો..અભેદમાં ભેદ નથી. આહા......! અભેદની દૃષ્ટિ દેતાં, આ પરિણામના ભેદો પરિણામમાં હોવા છતાં, પરિણામ ઉપરથી લક્ષ છૂટી ગયું છે, અપરિણામી ઉપર લક્ષ આવ્યું છે, એટલે...અભેદમાં ભેદ દેખાતો નથી; એને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા કહેવામાં આવે છે.
આહા ! સમ્યકદર્શન ધ્યાનમાં પ્રગટ થાય છે ભાઈ ! આ એકડાની વાત છે હજી તો!
એ માર્ગણાસ્થાનો ચૌદ છે તેના નામ ગતિ, ઇદ્રિય, કાય, યોગ આદિ છે અને એક એકના પાછાં ભેદ, ચાર ગતિ, ઇન્દ્રિયો પાંચ, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંજ્ઞિત્વ અને આહાર એમ ભેદસ્વરૂપ ચૌદ માર્ગણાસ્થાનો છે. આ બધાં પર્યાયના ભેદો છે. એ પર્યાય આત્મામાં નથી. પરિણામની (પરિણામમાં) અતિ, પણ મારામાં નાસ્તિ છે, એવી મારી અસ્તિ છે. પરિણામ, પરિણામ તરીકે છે, પરિણામ મારામાં નથી એમ કહે છે. એટલે પરિણામનો તો હુકાર પણ મારામાં એનો નકાર એવો હું (અપરિણામી ) પરમાત્મા છું!
ક્યારની વાત હશે? અત્યારની વાત છે આ, અત્યારે બધા પરમાત્મા છે. કહે છે, શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો એ (પરિણામો) મને નથી. કેમકે હું એનો કર્તા, કારયિતા ને અનુમોદક નથી-સીધો કર્તા તો નથી, ને કરાવતોય નથી, પણ આ કરે છે-પુદ્ગલકર્મ એને કરે છે હું એને અનુમોદન આપતો નથી.આહા..હા! અને એનું હું કારણ પણ નથી. નિમિત્ત કારણેય નથી ને ઉપાદાન કારણ પણ હું એનો નથી.
હું તો જ્ઞાતા છું ને! જ્ઞાયક છું ને!—એ આવશે આગળ આહાહા ! કર્તબુદ્ધિ છૂટે, બુદ્ધિપૂર્વક (સમજણપૂર્વક) તો એને હજી સમ્યક્રસમ્મુખ કહેવાય, કર્તબુદ્ધિ હોય તો સમ્યકની સન્મુખ પણ (એ જીવ ) નથી. અને પરની જ્ઞાતાબુદ્ધિ છે, એ પણ સમ્યની સન્મુખ નથી. પરનો હું જ્ઞાતા નથી, જ્ઞાયકનો જ્ઞાતા છું! જ્ઞાયક જ જણાય છે સમયે-સમયે, પરને હું જાણું છું એ તો...તારી ભ્રાંતિ છે!
(તું માને છે કે, આ મને ટયૂબલાઇટ જણાય છે ને આ પંખો જણાય છે, પણ ભાઈ, તને જણાય છે તારો આત્મા! અજ્ઞાનીને પણ? કે હા, અજ્ઞાનીને પણ જ્ઞાન (સમયે-સમયે) પ્રગટ થાય છે–ઉપયોગ, એ “ઉપયોગમાં ઉપયોગ” હોવાથી આત્મા જ જણાય છે, પણ તને એ વાતનો વિશ્વાસ નથી આવતો ! તું ઈન્દ્રિયજ્ઞાનથી જેને જાણે છે ને તેનો વિશ્વાસ છે, (આ) ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન (આત્મા છે.) હું પરને જાણતો નથી, તો ઇન્દ્રિયજ્ઞાન જીતાય જશે, નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થશે. અને (નિજ ) આત્માનો અનુભવ થશે. આહા....હા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૫
પરિણામને હું કરતો નથી ને કોઈની પાસે કરાવતો નથી ને બીજો કરે છે ઈ હું જાણું છું, પણ હું એને અનુમોદન આપતો નથી.
દર્શનમોનો અભાવ થાય તો સમ્યક્દર્શન થાય, એવી ભાવના (હું) ભાવતો નથી. એ દર્શનમોહનો અભાવ થાય તો થાય, ઈ ઈનડાયરેક્ટ એને અનુમોદન આપ્યું તો કર્તા બની ગયો ! આહા...હા ! ઝીણી વાત છે. સીધું-ડાયરેકટ તો હું કરતો નથી ( પરિણામને ) હું કારખાને તો જતો નથી, પણ ટેલીફોન કરીને બીજાની પાસે કરાવું છું (હું કરતો નથી ) પણ ઈ કર્તા જ થઈ ગયો!
66
સત્તા ( અર્થાત્ ) અસ્તિત્વ-હોવાપણું, અવબોધ ( બરાબર ) જ્ઞાન, ૫૨મચૈતન્યવીર્ય અને સુખની અનુભૂતિમાં લીન ”–આ પ્રકારનાં (સહજ ) ગુણો એમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા-આત્મા (નિજ) ગુણોમાં રહેલો છે, પર્યાયમાં રહેલો નથી. આ આત્મતત્ત્વને ગ્રહનારા એટલે શુદ્ધ આત્માને અંતર્મુખ થઈને જાણનારા (એવા મને ) “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ” (દ્રવ્યાર્થિકનય એટલે કે) દ્રવ્ય, અર્થ ને નય-જે જ્ઞાનનો અંશ પોતાના ત્રિકાળી દ્રવ્યને જાણે, તેને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. દ્રવ્ય, અર્થ ને નય (એટલે કે) જે નય-જ્ઞાનના અંશનું દ્રવ્યને જાણવાનું પ્રયોજન છે, એ જ્ઞાનના વેપારને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે.
''
,
แ
( કહે છેઃ ) “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” આહા...હા ! મોહ-રાગ-દ્વેષ મારા નથી, મને નથી. મારામાં નથી આહાહા! આગળ (ટીકામાં જુઓ!) સહજ નિશ્ચયનયથી, (૧) સદા નિરાવરણસ્વરૂપ !” ઓહોહો! ત્રણે કાળ આત્માને, ભાવકર્મનું આવરણ નથી, આત્માને કદી દ્રવ્યકર્મનું આવરણ જ્ઞાનાવરણ...આવ્યું નથી, નોકર્મનું આવરણ નથી. (હું તો ) સદાનિરાવરણ સ્વરૂપ (છું.) “(૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજચિત્શક્તિમય (૪) સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ, સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ”–આહા ! સ્વરૂપથી ચલિત ન થાય આત્મા, સ્વરૂપમાં જ અવિચળ-રહેલો છે. આહા...હા ! (૫) “સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત્ ચારિત્રવાળા ”યથાખ્યાતચારિત્ર એટલે પર્યાય નહીં, યથાખ્યાતચારિત્ર નામનો આત્મામાં એક ગુણ છે, એ ગુણ છે. પર્યાયનું નામ પણ એવું છે. (પરંતુ આંહી તો ગુણની વાત છે.) “એવા મને સમસ્ત સંસા૨કલેશના હેતુ ” - સંસારમાં જે દુ:ખ થાય એનો હેતુ એટલે કારણ જે ક્રોધમાન-માયા-લોભ મને નથી.
66
આહા...હા ! (કેમ કે) હું અંતરષ્ટિ વડે, મારા સ્વભાવની સમીપે જઈને, જોઉં
દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં-૧૬ તો...આ સંસારમાં જે કલેશ ભોગવે છે સંસારના જીવો, એનું કારણ ક્રોધ-માન-માયા લોભ છે, એ ક્રોધ-માન-માયા-લોભ મારા સ્વભાવમાં નથી, એવો હું છું !
આહા! વિભાવ વિભાવમાં છે, પરિણામ, પરિણામમાં ભલે હો! પણ..મારામાં એ પરિણામની નાસ્તિ છે. સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે. ક્રોધ-માન-માયા-લોભ એ પરદ્રવ્યસ્વરૂપે છે, પરદ્રવ્ય સ્વદ્રવ્યમાં નથી આવતું! આહાહા! સમર્થ આચાર્યું પરિણામને પરદ્રવ્ય કહ્યું! અદભૂત વાત છે. બેસવી કઠણ કેટલાક ને! (કહે છેઃ) ક્રોધ-માન-માયાલોભનો મારામાં અભાવ છે. ક્રોધ છે, ત્યારે આત્મામાં ક્રોધ નથી. ક્રોધનો અભાવ થઈને ક્ષમા થાય, ત્યારે તો ક્રોધ ન હોય આત્મામાં, પણ ક્રોધ, પરિણામમાં હોય, ત્યારે (આત્મ) દ્રવ્યમાં ક્રોધ ન થાય!
દ્રવ્યને પર્યાયની અત્યંત ભિન્નતા છે. દ્રવ્યને પર્યાય અડતી નથી! આહા..હા ! આત્મદ્રવ્યને શરીર તો અડતું નથી, પણ ક્રોધાદિના પરિણામ થાય એ પણ (આત્મ) સ્વભાવને અડતાં નથી. બે વચ્ચે અત્યંત અભાવની મેપર્વત જેવી દિવાલ છે.
મેરુ પર્વતના એક આ ભાગમાં ને એક બીજા ભાગમાં (બે છોકરાંઓ છે) એક કહે ઓલાએ મને પથ્થર માર્યો, પરંતુ મેરુપર્વતને ઓળંગીને પથ્થર આવે જ નહીં. એમ આ ભગવાન આત્માને ક્રોધ (આદિ વિકાર) અડતો નથી.
ક્ષમાસાગર, શીતલસ્વભાવી વીતરાગી પ્રતિમા ! એને ક્રોધ અડે નહીં. ક્રોધનો એમાં પ્રવેશ ન થાય. ક્રોધનો એમાં પ્રવેશ (જ) ન થાય, તો ક્રોધને કરે કેમ? (કદી ન કરે !) અને
જ્યાં (આત્મ) દ્રવ્યને જાણે છે, ત્યાં દ્રવ્ય જ ( જ્ઞાયક જ) જણાય છે ને ક્રોધ જણાતો નથી. (કેમકે) ક્રોધ એમાં (જ્ઞાયકમાં) છે નહીં, ક્રોધ (એમાં) હોય તો જણાયને!? અરે ! (અનુભવકાળે) ગુણભેદ જણાતા નથી, તો ક્રોધ તો (ક્યાંથી જણાય !) ભેદજ્ઞાનની પ્રક્રિયા કોઈ અલૌકિક છે. જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે ભેદવિજ્ઞાનથી થયા.
એક વાર એવો બનાવ બન્યો. બનેલો બનાવ છે. કહે લાલુભાઈ ? તમે નિશ્ચયની વાત તો બહુ સરસ કરો છો, એમાં તો કાંઈ મારે કહેવાપણું નથી, નિશ્ચયની સાથે કાંઈક વ્યવહારની વાત કરતા જાવ, તો બહુ સારું લાગે ! (મેં કહ્યું? ) ભલે કાલથી વ્યવહારની વાત કરીશ. એને તો એમ હતું કાંઈક શુભભાવ કરવાનું કહે! શુભભાવને તો યાદ કરતા નથી, (પ્રશસ્ત) રાગને તો યાદ કરતા નથી. કાંઈપણ હતું એને શલ્ય, (શુભભાવ ધર્મ છે ) એવું અનાદિનું શલ્ય છે જીવોને. શુભભાવની વાત કરે, હવે આવ્યું અમારું શું આવ્યું તમારું? મોત આવ્યું આહાહા...!
ભાઈ ! શુભભાવને કરવાનો અભિપ્રાય તો ઝેર છે, પણ ઝેર નીકળી ગયા પછી (જે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૭
શુભભાવ આવે એ પણ વિષકુંભ છે. આહાહા !
બીજે દિવસે કહ્યું કે આત્માનો અનુભવ ન થાય એની પહેલાં વ્યવહાર હોય છે (સાંભળ્યું ને) ખુશ ખુશ થઈ ગયા બધા, હમણાં આવશે શુભભાવની ક્રિયાનું કાંઈક, આમ કરો....આમ કરો વ્રત કરો.તપ કરો ! ( સમજી ગયા? ) વાટ જોયા કરજો મનમાં કહ્યું: હું આ ઈન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છું, ઇન્દ્રિયજ્ઞાન મારું નહીં, આ શાસ્ત્રનું જ્ઞાન થાય ને ઇન્દ્રિયજ્ઞાન, એ મારું નહીં એનાથી જુદો અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા હું છું. એમ વારંવાર વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે. આહા...હા ! અને અભેદનો અનુભવ થાય. એ નિશ્ચય છે.
એક એવો પ્રશ્ન આવ્યો (પૂ.) ગુરુદેવશ્રીની હાજરીમાં, છોટુભાઈ વિરાણી છે કરોડપતિ માણસ, મુંબઈના, આમ તો રાજકોટના છે. સભામાં રાત્રે પ્રશ્ન કર્યો કે સાહેબ, આપ ધર્મની વાત ને અનુભવની વાત એવી સુંદર કરો છો કે (આત્માનો) આત્માના અનુભવથી જ ધર્મની શરૂઆત, અનુભવથી વૃદ્ધિ અને અનુભવથી પૂર્ણતા, પહેલેથી છેલ્લે સુધી આત્માનો અનુભવ, અનુભવ! વાત તો આપની સાચી છે, પણ આત્માનો અનુભવ ન થાય, તેની પહેલાં પુણ્ય તો કરવું કે નહીં? કે પાપ કરવાનું તો પુછતો નથી. કેમકે પાપ કરવાથી તો નરક-નિગોદમાં જવાય એટલે એની વાત તો અમે કરશું નહીં (અને) અનુભવ તો થતો નથી અમને, તો હવે વચલો રસ્તો રહ્યો કે પુણ્ય કરવું કે ન કરવું?
હવે ગુદેવે એવો જવાબ આપ્યો, (પુણ્ય) કરવું એમેય ન કહ્યું, ન કરવું એમેય ન કહ્યું. ( શ્રોતા:-) એમ કેમ કહ્યું? (ઉત્તર) કારણ કે એમાં કર્તાબુદ્ધિ થાય. આહા..હા ! કરનાર ક્યાં છે ઈ (આત્મા) ? (ગુરુદેવે કહ્યું:) કે જ્યારે જ્યારે પુણ્યનાં પરિણામ આવે આર્ય જીવને, તો (આર્ય જીવે) વિચારવું કે એનાથી મારો આત્મા જુદો છે. પુણ્ય કરવું નહીં પુણ્યનાં પરિણામ આવે, આવે! “આવે ને કરવા” એમાં મોટો ફેર. પુણ્યનાં પરિણામ આર્ય જીવન, જૈનકુળમાં જન્મ્યો છે, દયા-દાન-કરુણા-કોમળતા, પૂજાનાં ભાવ, યાત્રાનાં ભાવ, કષાયની મંદતાના ભાવ આવે !
જ્યારે જ્યારે પુણ્ય ભાવ આવે, ત્યારે એનાથી હું જુદો જાણનાર છું એમ વારંવાર વિચાર કરવો. આ કરવાનું કહ્યું, ભેદજ્ઞાન કરવાનું કહ્યું. પણ પુણ્ય કરવું કે ન કરવું ! ન કરવું એમ પણ ન કહ્યું, કરવું એમ પણ ન કહ્યું ત્યારે શું કરવાનું કહ્યું? કે પુણ્યથી ભિન્ન આત્માને જાણવો. પુણ્યના પરિણામ આસ્રવતત્ત્વ છે, એનાથી જ્ઞાનાનંદ પરમાત્મા જુદો છે, વારંવાર એણે એમ જાણવાનો પ્રયોગ કરવો.
એ....જ્ઞાનીના મુખમાંથી કરવાની વાત તો આવે જ નહીં, જાણવાની વાતેય એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચન નં-૧૬ કર્તબુદ્ધિ છોડાવવા માટે એને ખેંચીને કહેવું પડે છે પણ પરને જાણવાનુંય એને કહેવું નથી. અરે! પરિણામને જાણવાનુંય એમને કહેવું નથી, પણ કહેવું પડે છે.
કર્તાબુદ્ધિ છોડાવવા માટે તું પરિણામનો કર્તા નથી પણ જ્ઞાતા છો એમ કહે,
“હવે, આ ઉપરોક્ત, વિવિધ વિકલ્પોથી” વિકલ્પો એટલે ભેદો, અનેક પ્રકારનાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ બધા ભેદોથી “ભરેલા વિભાવ૫ર્યાયોનો”- વિભાવ એટલે વિશેષ ભાવ, વિભાવ એટલે એકલો વિકાર ન લેવો (-ન સમજવો ) બધી પર્યાય લઈ લેવી-નિર્મળપર્યાય અને મલિન પર્યાય, બધા પર્યાયોને વિભાવભાવ કહેવાય, વિભાવ એટલે વિશેષભાવ, એક સામાન્યભાવ આત્મા ને પરિણામ જે પ્રગટ થાય પર્યાય એને વિશેષભાવ કહેવામાં આવે છે. સામાન્ય ને વિશેષ ! સામાન્યને વિશેષ શરૂઆતમાં હું અહીંયા આવ્યો જામનગરમાં સાત-આઠ વર્ષ પહેલાં, તો સામાન્ય-વિશેષની વાત શરૂ કરી હતી.
કહે છે પ્રભુ તું એકવાર જો, ઈ વિભાવપર્યાયો બધી થાય છે, એનો નિશ્ચયથી હું કર્તા નથી. ખરેખર! પરિણામ પરિણામથી થાય છે, પરિણામને આત્મા કરે, એવી અપેક્ષા પરિણામને નથી, આત્મા પરિણામને કરે એવો આત્માનો સ્વભાવ નથી કેમકે નિષ્ક્રિય છેઅકર્તા છે. અને પરિણામ સ્વયંકૃત છે એ કોઈની કરવાની અપેક્ષ વિના સ્વર્ય થયા કરે છે, નૈસર્ગિક થયા કરે છે. પરિણામ સ્વયં (પોતાના પકારકથી) પ્રગટ થાય છે. એના સ્વકાળે પ્રગટ થાય છે, એની જન્મક્ષણ છે. પર્યાય સ્વયં પ્રગટ થાય છે, પર્યાયનો કર્તા આત્માય નથી ને પર્યાયનું કારણ પણ નથી. પરિણામ, પરિણામકૃત છે, જીવકૃત નથી.
આહાહા ! એ કહે છે કે વિભાવપર્યાયોનો-આચાર્ય ભગવાન કહે છે કે હું નિશ્ચયથી કર્તા નથી. આ સમ્યકદર્શનશાનચારિત્રના પરિણામ અને પ્રગટ થાય છે –મારા કરવાથી થાય છે, એમ છે નહીં.
આહાહા! હવે આમાં તો એક ફેરે સીધો પ્રયોગ કરતા નથી, પછી...એને હું જાણતો નથી, એમ ન કહેતાં હું આનો કર્તા નથી, (તો) તમે શું કરો છો? ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું! એને જાણું છું એ કાઢી નાખ્યું.
આહાહા! શું કહ્યું? જ્યારે કર્તા નથી, ત્યારે “જાણે છે, એમ શબ્દ આવવો જોઈએ, પણ આહાહા ! કર્તાના ઉપચારને ઓળંગે છે, અને જાણવાના ઉપચારને પણ ઓળંગીને, હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. ત્યારે શુદ્ધ ઉપયોગ-પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થાય છે. આહા...હા ! આ પ્રતિક્રમણ છે.
પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, પછી અવ્રતનું પછી પ્રમાદ-કપાયને યોગનું ( પ્રતિક્રમણ )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૯ થાય છે, એમ અનુક્રમ છે, મિથ્યાત્વ રાખવું છે ને અવ્રતનું પ્રતિક્રમણ કરવું છે, ત્રણકાળમાં ન બને. લાગેલા દોષને આજે હું છોડું છું પણ મિથ્યાત્વ પડ્યું છે એનું શું? એ તો કષાયની મંદતા છે. શુભભાવ છે, પુણ્ય બંધાય, મિથ્યાત્વ સહિત.
અરે, પહેલું કામ તો આત્માને જ જાણવાનું છે. પરિણામથી ભિન્ન ભગવાન આત્મા, અનંતગુણથી અભિન્ન એવા શુદ્ધ ચિદાનંદ આત્માને લક્ષમાં લઈ, એને જાણ! જાણીને એનું જ શ્રદ્ધાન કર ને એમાં જ લીન થવાનો પ્રથમમાં પ્રથમ પ્રયોગ કર.
(આત્મા) એનો કર્તા નથી, આ બધા જે વિભાવપર્યાયો કહ્યા ને, ગુણસ્થાનમાર્ગણાસ્થાન, એ બધા વિભાવપરિણામ એનો હું કર્તા નથી. કર્તા નથી એક શબ્દ પછી બીજો કારયિતા નથી, એટલે કરાવનાર નથી. આહાહા! નોકર પાસે હું કરાવું એમ નહીં, હું સીધો કરતો નથી ને કોઈની પાસે કરાવતો પણ નથી. હવે આગળ (ત્રીજો સૂક્ષ્મ બોલ) આમાં છે કે પુદ્ગલકર્મરૂપ કર્તાનો-વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-અનુમોદક નથી, એમ વર્ણવવામાં આવે છે. શું કહ્યું? સીધો તો પરિણામને કરતો નથી, કોઈની પાસે કરાવતો નથી, પણ પુદ્ગલકર્મોના અભાવથી, જે નિર્મળપર્યાય થાય છે, એનો કર્તા પુદ્ગલકર્મો છે, ઉપાદાના કર્તા તો પરિણામનો પરિણામ છે (પરંતુ નિમિત્તકર્તા પુદ્ગલકર્મો કહેવાય છે.)
આહા..હા! અવસર આવ્યો છે, (સાક્ષાત) આ ગુરુ મળ્યા, આહાહા! આવા (ભાવલિંગી સંત) કુંદકુંદ ભગવાનની વાણી મળી, ભેદજ્ઞાનના મંત્ર બતાવે છે કે તું જ્ઞાતા છો હવે કર્તબુદ્ધિ છોડી દે! આહાહા! પરિણામનો કર્તા આત્મા નથી, પરિણામનો કર્તા પરિણામ છે. પરદ્રવ્યનો તો કર્તા આત્મા છે જ નહીં. પણ પરિણામ પણ પરદ્રવ્યસ્વરૂપ હોવાથી આત્માને એની સાથે કર્તાકર્મસંબંધનો....અભાવ છે. આહાહાહા !
(શ્રોતા:-) આખા જગતમાં ક્યાંય નથી આ વાત! (ઉત્તર) ક્યાંય નથી! હોય ક્યાંથી? સર્વજ્ઞભગવાન સિવાય, અન્યમતમાં આ વાત નથી, અને કુંદકુંદની વાણી, સોનગઢમાંથી બહાર આવી બાકી...બહારમાં (બીજે ક્યાંય ) આ વાત નથી જેની પાસે દિગંબર શાસ્ત્રો છે એ-પણ કાંઈ જાણતા નથી. (એ વિષે કહે છે) કૈલાસચંદજી પંડિત, એમનો તો સ્વર્ગવાસ થયો એકરાર કર્યો જયપુરમાં કે સમયસાર અમે ઉઘાડીને વાંચ્યું નહોતું પણ ગુરુદેવનો જ્યારે ઉદય થયો, અને સમયસારની એમણે વ્યાખ્યા બહાર પાડી, તેથી (મુમુક્ષુ અમારી પાસે) આવવા લાગ્યા, કે પંડિતજી? આ ગાથા, સમયસારની છે, તેનો શો અર્થ થાય? અમે સમયસાર જાયું નહોતું (વાંચ્યું નહોતું ) નો અર્થ તેનો શું થાય એ બધા પૂછવા આવે એટલે ફરજિયાત (અમારે) સમયસાર વાંચવું પડ્યું, ને વાંચ્યું ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
પ્રવચન નં-૧૬ આંખ ઊઘડી ગઈ.
આહાહા! ભેદજ્ઞાનથી ભરેલું સમયસાર છે, નિરંતર અધ્યયન કરવા યોગ્ય છે, એણે એકરાર કર્યો, સમજી ગયા! અને એણે છાપીને મોકલ્યું હતું કે (પૂ.) ગુરુદેવશ્રીના ઉદય પછી જ આ સમયસાર બહાર આવ્યું છે, ત્યાં સુધી આ સમયસારને કોઈ જાણતું નહોતું. ભેદજ્ઞાનની બંસી બજાવી સોનગઢમાંથી એક પુરુષે એકલા હાથે હોં!
(પૂ. ગુરુદેવશ્રી તો) અદભૂત! એકલે હાથે ભેદજ્ઞાનનો મંત્ર આપ્યો! માતા-પિતા પાસેથી નમસ્કાર મંત્ર તો મળ્યો હતો, “નમો અરિહંતાણં' (નો મંત્ર તો) આપણને બધાને ગળથૂથીમાં મળેલું! ભેદજ્ઞાનનો મંત્ર તો જ્ઞાની પાકે ત્યારે જ આવે છે (અનુભવી પાસેથી) બાકી ભેદજ્ઞાનનો મંત્ર, એ ચૂકવા યોગ્ય નથી. દ્રવ્યસામાન્યમાં પર્યાયની નાસ્તિ છે. પુન્યપાપથી આત્મા ભિન્ન છે. પુન્ય પાપના પરિણામનો (હું તો ) કરનારેય નથી અને એનું જાણવાનું બંધ કરીને હવે હું ભગવાનને જાણવા જાઉં છું, મને કોઈ રોકશો નહીં! ત્યાં તો જણાય જાય! ને (આત્મ) અનુભવ થાય ને પછી નિર્મળપર્યાયના કર્તાનો ઉપચાર આવે, એ ખટકે! ખટકે ને ત્યાં એને ઓળંગે ને ત્યાં શ્રેણી આવીને અરિહંતદશા પ્રગટ થાય!
ઈ બધું અત્યારે ખ્યાલમાં આવે. ઊંડો ઊંડો વિચાર કરે, તો ખ્યાલમાં આવી જાય, બધું શાસ્ત્રમાં છે. શુક્લધ્યાન કોને કહેવાય. ધર્મધ્યાન આદિ શું? એ બધું (શાસ્ત્રમાં) છે.
આહાહા! વિભાવપર્યાયનો નિશ્ચયથી હું કર્તા નથી. આહા..! આ મૂળ વાત આવી આમાં, આ ત્રણ લીટી (લખેલી) છે ને આમાં, એમાં મૂળ રહસ્ય છે. હવે આમાં રહસ્ય બતાવે છે.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” (એટલે કે ) પરિણામોનો હું સીધો કર્તા નથી. કારયિતા નથી (અર્થાત્ ) બીજાની પાસે હું કરાવતો પણ નથી. એને બીજો કરે છે, હું એને અનુમોદન આપતો નથી.
જ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો મને કેવળજ્ઞાન થાય એમ હું માનતો નથી. એને હું ટેકો આપતો નથી, કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાવ કે ન થાવ! જ્ઞાનાવરણકર્મનો ક્ષય થાવ કે ન થાવ, હું એની સામે જ જોતો નથી. હું તો ત્રિકાળી દ્રવ્યની સામે જ જોઉં છું (એમાં જ લીન થાવ છું.)
પુદ્ગલકર્મો કરે છે. મારા ખ્યાલમાં છે-દર્શનમોહનો અભાવ થતાં, સમ્યકદર્શન થાય છે. મારા ખ્યાલમાં છે, પરંતુ) દર્શનમોહનો અભાવ થઈ જાય અને મને સમ્યકદર્શન થાય..એમ હું કર્તાનું અનુમોદન આપતો નથી. કર્તા તો ઈ છે. ઉપાદાનકર્તા પર્યાય છે, નિમિત્તકર્તા દર્શનમોહનો અભાવ છે અને એનાથી જુદો હું તો જાણનાર છું. આહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૧
જાણનારમાં આવી જા ને! ત્યાં થયું હશે ઈ થયા કરશે, લક્ષ છોડી દે ને એનું! લક્ષ આત્મા ઉપર રાખ! બધું સવળું ને સરળ પ્રગટ થઈ જશે!
જામનગર-ઓડિયો કેસેટ પ્રવચન નં-૧૭
તા. ૧૩-૯-૮૯ હવે, એ ચારિત્રના પ્રકાર પહેલાં, એક નિયમ છે-એવો ક્રમ છે-અનાદિનો આ ક્રમ છે કે ચારિત્ર પહેલાં જીવને સમ્યગ્દર્શન થાય, થાય ને થાય જ. મિથ્યાત્વ હોય ને ચારિત્ર આવી જાય (એવું) ત્રણકાળમાં બનતું નથી. ક્રમભંગ ન થાય અનુક્રમ હોય. અનુક્રમે કોને કહેવાય? કે પહેલાં સમ્યગ્દર્શનશાન ને પછી ચારિત્ર, અનાદિનો એવો અનુક્રમ રહેલો છે. આપણે ચારિત્રનાં આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે “દશલક્ષણી” પર્વ હોં! ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન કોને કહેવાય, ઈ કેમ (પ્રાપ્ત ) થાય એની વિધિ (નિયમસાર) “પરમાર્થ પ્રતિક્રમણ ' (ગાથા૭૭ થી ૮૧) માં છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ પહેલાં હોય, પછી અવ્રત, કષાય, પ્રમાદ ને યોગનું (હોય)
આહાહા! ટીકાકાર પોતે કહે છે આ “પાંચ રત્નનું અવતરણ કરવામાં આવે છે. આ પાંચ ગાથા, પાંચ રત્નરૂપ છે. ઓલા રત્નની તો વેલ્યુ (કિંમત) થઈ શકે, રજકણનું બનેલું-પથ્થરના બનેલા (રત્નો) ની તો વેલ્યુએશન (કિંમત આંકી શકાય) પણ આની વેલ્યુ ન થાય એવી (અમૂલ્ય) રત્નની ગાથાઓ છે. રત્ન હાથમાં આવે પછી ગરીબી રહે નહીં એટલે કે અજ્ઞાન રહે નહીં એમ! આહા..હા! એવી અપૂર્વ વાત છે જુઓ! પાનું એકસો ત્રેપન છે. જુઓ ત્રીજો પેરેગ્રાફ !
“હવે, આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી (ભેદોથી)”- ઉપરોક્ત એટલે આગળ જે કહેવાય ગયું–માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસમાસ ચાર પ્રકારની મનુષ્યઆદિ પર્યાયો, એ બધી વાત કહ્યા પછી કહે છે કે જે પરિણામ પ્રગટ થાય છે-આત્માની વર્તમાન વર્તતી પર્યાયમાં પરિણામ જે પ્રગટ થાય છે, એનો હું કર્તા નથી. પણ એ પરિણામને આત્મા કરતો નથી તો એ પરિણામને કોણ કરે છે? (જેમકે) હાથ હું નથી હલાવતો-હાથ, આત્મા નથી હલાવતો, તો આને-(હાથને ) હુલાવે છે કોણ? એમ પ્રશ્ન થાય, સમજવા માટે હો, સમજવા માટે, ખોટું તમે બોલો છો એમ (ભાવ) ન હોય. એ પ્રશ્ન થાય, એનો ઉત્તર સીધો છે કે પુદ્ગલદ્રવ્ય એનાં પરિણામને કરે છે પણ આત્મા એનો કરનાર નથી.
એમ અંદરમાં પરિણામ જે પ્રગટ થાય છે, પરિણામ અનેક પ્રકારનાં હોય તેમજ આત્મામાં અનંતગુણ છે અને પ્રત્યેક ગુણની એકસમયમાં એક પર્યાય હોય હોય ને હોય જ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
પ્રવચન નં-૧૭ એક સાથે એક ગુણની બે પર્યાય ન હોય એક પર્યાય હોય. એ પરિણામ પ્રગટ થાય છે એમ મને જણાય છે, પણ (એએ) હું પ્રગટ કરું છું એમ મને જાણવામાં આવતું નથી.
કેમ કે એક સના બે કર્તા ન હોય. પર્યાય સત્ અહેતુક નિરપેક્ષ થાય છે. જે સત્ હોય એનો કોઈ (બીજો) કરનાર ન હોય. સત્ હોય એ સ્વયંસિદ્ધ હોય. પરસિદ્ધ” ન હોય, પરથી ન થાય. પરિણામ, પરિણામથી થાય છે. પરિણામનો કરનાર આત્મા નથી આહાહા ! હજી પરિણામનો કરનાર આત્મા નથી ઈ આંહીયાં કહેવું છે, ત્યાં એને અભિમાન ચડી ગયું છે કે બહારનાં કામ હું કરું છું!
હું હુશિયાર બહુ છું ને એટલે સરખું બરાબર બધું ચાલે છે-આ દુકાન (વેપાર-ધંધા સરખા) ચાલે છે. દાકતર હોય તો હું બધુ હુશિયાર દર્દીને સાજો કરી દઉં છું વકીલ હોય તો બરાબર લડીને (કોર્ટમાં) આને જીતાડી દઉં છું. વક્તા થઈ ગયો તો બીજાને હું બરાબર પ્રતિપાદન કરીને (તર્ક-દલીલપૂર્વક) સમજાવી દઉં (કર્તાપણાનું અભિમાન તે) મિથ્યાત્વ છે, આત્મામાં પરપદાર્થના કર્તાપણાની તો ગંધ જ નથી. આહાહા ! (ભાઈ તું!) પરપદાર્થનો તો કર્તા, નિશ્ચયથી પણ નથી ને વ્યવહારથી પણ નથી. એ તો પૃથ્થક પદાર્થો છે. અહીંયાં તો એનાં કરતાં અંદરની વાત કહેવા માગે છે. આચાર્ય ભગવાન કહે છે કે અમારી દશામાં જે નિશ્ચયરત્નત્રયનાં પરિણામ સમયવર્તી પ્રગટ થાય છે, એ અમારી સાધ્યઅવસ્થા નથી, સાધક અવસ્થા છે માટે બાધક તત્ત્વ-પાંચ મહાવ્રતના (પરિણામ ) પણ પ્રગટ થાય છે નિર્મળપર્યાય ને થોડી મલિન પર્યાય, બે પ્રકારની પર્યાય પ્રગટ થાય છે, એનો હું કરનાર નથી. આહા ! એવી કર્તબુદ્ધિ તો ગઈ છે પણ હવે એ સાધકને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામ પ્રગટ થાય છે, એનો હું ઉપચારથી કર્તા છું, એ ઉપચારકર્તાપણાનો (આરોપ ) પણ ખટકે છે કે: આત્મા પરિણમે છે માટે નિર્મળપર્યાયનો કર્તા ઉપચારથી આત્મા છે, એમ પણ નથી.
આહા...હા....હા! નિશ્ચયે તો કરે નહીં, પણ વ્યવહારેય કર્તા નથી. થાય છે, એમાં કોણ કરે? સ્વર્ય થાય છે-“સ્વયં ઉલંતિ'! નિર્મળપર્યાય, સ્વયં પ્રગટ થાય છે. મલિન પર્યાયપાંચ મહાવ્રતનાં પરિણામ-વ્યવહાર રત્નત્રયનાં પરિણામ એ પણ સ્વયં પ્રગટ થાય છે. નૈસર્ગિક છે ઈ આહા...હા! શાસ્ત્રમાં સંસ્કૃતમાં આવો પાઠ છે નૈસર્ગિક! અધ્યવસાન કેમ પ્રગટ થાય છે? મિથ્યાત્વ કેમ પ્રગટ થાય છે? કે રાગ આત્મા કરે તો થાય ને! ન કરે તો ન થાય ! (એ પ્રમાણેની) કર્તાબુદ્ધિ તારી દુઃખદાયક છે ભાઈ !
રાગ સ્વયં થાય છે, રાગનો કરનાર જ્ઞાની કે અજ્ઞાનીનો આત્મા નથી પણ.... અજ્ઞાની માને છે કે રાગને હું કરું છું, તેથી મિથ્યાત્વનો દોષ લાગી જાય છે. આહાહા! કે રાગનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૩ કર્તા અજ્ઞાનીય નથી એમ કહેશો તો (લોકો) સ્વચ્છંદી થઈ જશે, આત્મામાં કોઈ એવો ગુણ નથી કે એ રાગની રચના કરે! ચારિત્રગુણ, એ રાગને કરતો નથી. અરે રાગને ન કરે તો ન કરો પણ સ્થિરતા પ્રગટ થાય છે ચારિત્રની પર્યાયમાં (જે) વીતરાગભાવ, એનો કરનાર ચારિત્રગુણ નથી ને ગુણનો ધરનાર ગુણીપણ નથી, પણ સ્વયં થાય છે. આહાહા! ત્યારે જ્ઞાતાભાવ પ્રગટ થાય છે.
કર્તબુદ્ધિ છૂટયા વિના, કોઈ પણ જીવને, સમ્યગ્દર્શન પૂર્વે થયું નહોતું, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યકાળે પણ જ્યાં સુધી, પોતાનો આત્મા જ્ઞાતા હોવા છતાં, પોતાની મેળે (પોતાને) રાગનો અને પરનો કર્તા માને છે, ત્યાં સુધી સમ્યગ્દર્શનરૂપી ધર્મ પ્રગટ થશે નહીં.
એવો ઊંચો અધિકાર “પરમાર્થ પ્રતિક્રમણ” નો છે, અકર્તાનો-આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” આ શબ્દો ગુરુદેવે કહેલા છે. નૈરોબી જતાં પહેલાં, વ્યાખ્યાનમાં કહ્યું કે આ આત્મા છે ને! એ પરિણામનો કર્તા નથી, અકર્તા છે. પરાકાષ્ટા એટલે આના પછી કાંઈ કહેવાનું જ નથી. (આત્માને) અકર્તા કહો કે જ્ઞાતા કહો (એક જ છે પરંતુ ) ઓલી કર્તાબુદ્ધિનું શલ્ય છે, એની સામે અકર્તા કહ્યો, આહાહા ! અને જ્ઞાતાબુદ્ધિનું શલ્પ હુઠાવવા માટે, એ જ્ઞાયકનો જ્ઞાતા છે એમ કહ્યું પરનો જ્ઞાતા નહીં.
જેમ પરિણામનો કર્તા નથી તેમ પરિણામનો જ્ઞાતા પણ ખરેખર નથી! આહા!હા! એ (શ્રીસમયસાર) બારમી ગાથામાં વ્યવહાર જાણેલો (જણાયેલો) પ્રયોજનવાન' આવ્યું સવિકલ્પ દશામાં આહા...હા! એ પણ ખટકે છે મુનિરાજને! ભેદ જણાય છે ને!? એ ભેદ જણાય છે તો...અભેદ આત્મા ઉપયોગાત્મક જણાવાનું બંધ થઈ જાય છે. તેને જાણવાનું બંધ કરીને અભેદને જાણવા જાય છે ત્યાં “પરમાર્થ પ્રતિક્રમણ' શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે.
એ સાંભળ ભગવાન! તું જ્ઞાતા છો, કર્તા નથી. હઠ છોડી દે, વખત આવ્યો છે. આહા! મત જા ગિરનાર, મત જા ગિરનાર હઠ છોડો બાબૂલ! એ આવે છે ને! બહુ સરસ છે ઈ !
હું કર્તા, હું કર્તા છું, કર્યા વિના થાય ? (સાંભળને હવે ) કર્યા વિના જ બધું થાય છે. અત્યાર સુધીમાં જે થયું ને, એ તારા કર્તાપણાની અપેક્ષા વિના જ થયા કરે છે. તે ઉંઘમાં હો, ત્યારે આ મોટ ને રેલગાડીને (જગતના વ્યવહાર બધા) બંધ થઈ જતા હશે? ઉંઘમાં હોય ત્યારે તો બધુંય ચાલે છે. કર્તાનો વિકલ્પ નથી તો ય ન્યાં બધું ય ચાલે છે લે! (આમ વિચારીને જરી) તું પાછો ફરને! હું કરનાર નથી, હું તો જાણનાર છું!
આહાહા ! એ તો કર્તા બુદ્ધિનો નિષેધ કરવા માટે, એનો જાણનાર છે એમ કહેવું પડે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
પ્રવચન નં-૧૭ છે, એમ કહેવું પડે..એ પણ સાધકને ખટકે છે. એ તો જાણનારને જાણ્યા કરે છે. આહા..હા ! તેવો વસ્તુનો સ્વભાવ છે. માટે છોડી દે હવે, કર્તાપણાની હઠ છોડી દે! હું કર્તા છું એવી માન્યતા છોડી દે!
સમર્થ આચાર્ય કહે છે કે હું (પરિણામનો ય) કર્તા નથી. આ ભડનો દિકરો કહે કે હું કરું છું! મુનિરાજ કહે છે કે હું કરનાર નથી, તું એ કરનાર નથી તું માની બેઠો છે, તારી મિથ્યાશ્રદ્ધા છોડી દે! મિથ્યાશ્રદ્ધા છૂટી જાય છે ને કાર્ય તો બધું થયા જ કરશે.
કર્મના પરિણામ કર્મમાં થાય, આત્માના પરિણામ આત્મામાં થાય, આત્માના પરિણામ કર્મથી ન થાય ભાઈ ! બે ય દ્રવ્ય ભિન્ન છે માટે કર્તાકર્મસંબંધનો અભાવ એ બેયમાં છે. તસ્વરૂપમાં જ કર્તાકર્મ હોય, અતસ્વરૂપમાં કર્તાકર્મનો સંબંધ હોય જ નહીં. પણ (આવું સમજવાની) ક્યાં ફુરસદ છે. હમણાં તો આ કમાઈ લઈએ, મોટાં-ઘરડાં થશું ત્યારે ધર્મધ્યાન કરશું.
અહીંયાં તો આ અંદરના પરિણામની વાત છે ભાઈ ! (શ્રોતા:-) તો પણ તોપનો ધડાકો હતો કે આત્મામાં કરવાની વાત જ નથી! (ઉત્તર) હા, હા. કથંચિત્ પર્યાયથી રહિત ને કથંચિત્ સહિત, પણ આત્મા પર્યાયથી રહિત જ છે. આહા ! અનુભવજ્ઞાનમાં કથંચિત્ સહિત-રહિત આવશે, પહેલેથી જ કથંચિત્ રહિત-સહિત નહીં, આહાહા! રામ બોલો ભાઈ રામ રહેવા દે, સ્યાદ્વાદને (પ્રથમ) યાદ નહીં કર, (એમ લેને) !) હું તો સર્વથા શુદ્ધ છુંકથંચિત શુદ્ધ ને કથંચિત અશુદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી. આહા...હા ! (જીવોને ) સ્યાદ્વાદના નામેય પણ પ્રમાણનો પક્ષ થઈ જાય, પ્રમાણનો પક્ષ એટલે વ્યવહારનો પક્ષ જ છે શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. આહા...હા !
ઈ સ્યાદ્વાદની વાત જરા આકરી પડે એવી છે, અમને ખબર છે બધી. પણ અમારી પાસે આધાર છે–પ્રમાણ છે, (શ્રોતા ત્રણે કાળ?) (ઉત્તર) ત્રણે કાળ આ વાત સત્ય છે. જુઓને આ આપણા ભાઈ “હા” કહે છે, જુવાન! બોલો! આહા...હા ! સમજીને હા પાડે છે, અમારા કહેવાથી હા પાડે છે એમ નથી. આહા...! ( એમને એમ કોઈ ) હા પાડે જ નહીં, પણ વિચારકોટીમાં રાખે, પણ પોતાને બેસે, એટલે સમાય નહીં, આ વાત પરમસત્ય છે (એમ અંદરથી હકાર આવે !)
અરે! સત્ય વાત બહાર આવે, એને ઝીલનારાં હોય, હોય ને હોય જ. અને આ આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે, એ વાત, આઠસો વર્ષ પહેલાં દેવસેનઆચાર્ય થઈ ગયા છે એમણે “નયચક્ર' નામનું એક શાસ્ત્ર લખ્યું છે, એમાં ૩ર-૩૩ પાના ઉપર આ વાત છે “ સ્યાદવાનો અભાવ હોવા છતાં, નિશ્ચયાભાસપણું આવતું નથી.” આત્માને આત્માનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫
ચૈતન્ય વિલાસ અનુભવ થઈ જાય છે!
આહાહા ! અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદ હોય, અજ્ઞાનમાં ય ન હોય અને દ્રવ્યમાંય ન હોય, દ્રવ્યમાંય સ્યાદ્વાદ નથી, જે શ્રદ્ધાનો વિષય છે. આહાહા ! એને અજ્ઞાનીને પણ સ્યાદ્વાદ ન હોય! એ તો (આત્મ) અનુભવ થતાં એને (અનુભવીને) બે પડખાનું જ્ઞાન યથાર્થ હોય છે પર્યાયથી આત્મા કથંચિત્ સહિત અને કથંચિત્ રહિત !
પણ...કથંચિત્ સહિત-રહિતથી ન ઊપડ, રહિત જ છું-ત્યાંથી ઉપાડ કરે ને સમ્યગ્દર્શન થતાં, સમ્યગ્દર્શનશાનચારિત્ર પર્યાયથી સહિત છું એવું જ્ઞાન ધ્યાનમાં પ્રગટે છે. સહિત-રહિતનું જ્ઞાન એ અનુભવમાં થાય છે, અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદનો જન્મ થાય છે.
આહાહા! આ વાત કુદરતી (આવી ગઈ ) ભાઈ એ કહ્યું કે પહેલી આંહીયાં નીકળી, શાસ્ત્રમાં તો હતી. આહાહા! શાસ્ત્રમાં તો હતી જ. (શ્રોતા:-) કુદરતી જ બહાર આવી ગઈ ! (ઉત્તર:-) હા, બહાર આવી. શાસ્ત્રમાં તો હતી જ ને થોડો અફસોસ એ રહી ગયો કે આ પાનું ગુરુદેવ (શ્રીને) આપ્યું હોત, તો એનું (એ ઉપરનું) વ્યાખ્યાન પણ થઈ જાત આહાહા ! આ તો મુનિરાજનું (કથન) છે હો ! કોઈના ઘરની વાત છે નહીં.
સ્યાદ્વાદના નામે પ્રમાણના પક્ષમાં ( લોકો ) અટવાતા “તા (માનતા 'તા કે ) કથંચિત સહિત ને કથંચિત રહિત ! કથંચિત્ રહિત-સહિત (માની-માનીને) એમાં ગોથું ખાઈ ગયો (જીવ!) સર્વથા રહિત સુધી ન પહોંચ્યો, સર્વથા રહિતમાં અનુભવ થાય, અને અનુભવ થતાં, કથંચિત્ સહિત, રહિત બેયનું જ્ઞાન એકસમયમાં થાય. આહા..હા ! સમય એક! રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન, સમય એક. આહાહા! અંતરમાં ગયો પર્યાયથી ભિન્ન, પર્યાયનું લક્ષ છૂટી ગયું અને હું તો ત્રિકાળ સામાન્ય છું, વિશેષને જાણવાનું (સર્વથા ) બંધ કરી દીધું, (ત્યારે) વિશેષનું કર્તુત્વ તો છૂટયું-વિશેષ નામ પર્યાયને જાણનારી ચક્ષુ સર્વથા બંધ કરી.
ત્યાં તો આત્માને જાણનારું જ્ઞાન અંદરથી ઊઘડી ગયું. અનુભવ થયો અનુભવ થતાં ત્યાં નિર્મળપર્યાયથી મારો આત્મા કથંચિસહિત છે એવું જ્ઞાન પણ અનુભવ થતાં થાય છે. આહા...હા ! એને સ્યાદ્વાદ કહેવાય (છે.).
આહા..હા! ભાઈ ! કો'ક વિરલા પામે છે ધરમને એનું કારણ આ છે, (જીવો). ક્યાંકને ક્યાંક અટકી જાય છે. આહાહા! શાસ્ત્રપાઠી અનેકાન્ત અને સ્વાવાદમાં અટકી ગયા. અનેકાન્તમાંથી (સમ્યક) એકાંત કાઢતા ન આવડ્યું! એક “કાર્તિકેયઅનુપ્રેક્ષા' નામનું શાસ્ત્ર છે, આહા! કાર્તિકસ્વામી થઈ ગયા છે બહુ જૂના, ભાવલિંગી સંત! તેઓશ્રીએ એમ ફરમાવ્યું કે જે પ્રમાણજ્ઞાનમાંથી આવીને, “પ્રમાણજ્ઞાનમાંથી જે નિશ્ચયનય કાઢે છે તે જિનવચનમાં કુશળ છે” કુશળ છે! બાકી શું? એ આપણે કહેવાની જરૂર નથી, બાકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
પ્રવચન નં-૧૭ બુદ્ધ ! એમ એમાં એનો અર્થ અધ્યાર આવી ગયો.
પ્રમાણજ્ઞાનના વિષયમાંથી, નિશ્વનય કાઢે તે જિનવચનમાં કુશળ છે. મોસંબી ઘરમાં આવી, એ પ્રમાણજ્ઞાનનો વિષય છે. (આ દષ્ટાંત આપું છું કે) બધાને સમજાય એટલે, મોસંબી (ઘરમાં આવી) એ પ્રમાણજ્ઞાનનો વિષય છે મોસંબીમાં રસ પણ છે, છાલાં છે છોતરાં (-રેસા) પણ છે, પણ ખવાય નહીં આહાહા! તો પ્રમાણનો વિષયભૂત જે મોસંબી (છાલાં-છોતરા સહિત છે) એમાંથી જે નિશ્ચયન, (–પ્રયોજનભૂત) કાઢે, એમાં જે રસ છે એને ખેંચી કાઢે અને છાલ-છોતરાને ફેંકી દે એ કુશળ છે! પણ (આખે-આખી) મોસંબીને બટકા ભરે તો? આ ક્યાંનો આવ્યો છે, આ ઢોર જેવો લાગે છે! છાલાં-છોતરાં સહિત ખાય તો ઢોર કહેવાય. મોસંબીને ઢોર તો બટકાં ભરે એમ ખાય તો ઢોર જ કહેવાય ને!
આહાહા! આહા! એમ જ્ઞાનની હારે રાગને મેળવીને ( જે ) અનુભવ કરે છે હાથીનો દાખલો આપ્યો છે હોં! શ્રી સમયસાર શાસ્ત્રમાં ઘાસ અને ચૂરમું ભેળવીને (એકસાથે) ખાયને એમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને ભેળસેળ કરીને ખાય છે (-અનુભવે છે.) રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લ્ય તેને જ્ઞાની કહેવામાં આવે છે.
“વિવિધ વિકલ્પોથી-ભેદોથી કરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું તેનો કર્તા નથી.” કેમકે જે સત્ હોય-સ્વયંસિદ્ધ હોય-નિરપેક્ષ હોય, પર્યાય સત્ છે-પર્યાય સત્અહેતુક છે. દ્રવ્ય સત્! ગુણ સત્! પર્યાય સત્! હવે કેટલા” કે તો (આ) દ્રવ્ય –ગુણપર્યાયના નામેય ન સાંભળ્યા હોય!
આહા..! (આત્મા) જ્ઞાતા છે એ કર્તા કેમ બને?! જ્ઞાતાને કર્તા માનવો એ અજ્ઞાન છે. ચક્ષુ છે એ માત્ર દશ્યપદાર્થને, દૂરથી દેખે! (ચક્ષુ ) કરે ને ભોગવે, એવો અનુભવ કોઈને આજસુધીમાં છે નહીં આંખ શું કરે? દેખે. થાય એને જાણે-દેખે બાકી કરે નહીં.
એમ આત્મામાં જ્ઞાન નામનો વિશિષ્ટ પ્રકારનો, અસાધારણ એક ગુણ છે એનાં પરિણમનમાં-ઉપયોગ-જાણવાની ક્રિયા ચાલે છે, એ જાણવાની ક્રિયા માત્ર જાણનહારને અભેદ થઈને જાણે, એ જાણનહારને જાણતા-જાણતા પર એમાં જણાય જાય, એને પણ જાણે એમ ઉપચારથી કહેવાય છે. અણ ઉપચારે તો જ્ઞાન જ્ઞાયકને જાણે છે.
આહાહા ! (કહે છે કે, “(વિભાવ૫ર્યાયોનો) નિશ્ચયથી હું કર્તા નથી કારયિતા નથી”-આ પરિણામ પ્રગટ થાય છે ને તેનો હું સીધો-ડાયરેકટ કર્તા નથી, અને ઇનડાયરેકટ પણ કર્તા નથી બીજાની પાસે એ પરિણામને હું કરાવું એ પણ મારો ધરમ નથી.
હવે, એક સૂક્ષ્મ વાત કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૭ અને “પુગલકર્મરૂપ કર્તાનો (-વિભાવપર્યાયોના કર્તા જે પુગલકર્મો તેમનો)” નિર્મળપર્યાય પ્રગટ જે થાય (તેમાં) કર્મના અભાવની અપેક્ષા જે આવે, એવો વ્યવહાર છે. કર્મના અભાવથી થાય એવી વિવેક્ષા છે. એટલે કે કર્મ ખસી જાય -કર્મનો અભાવ થાય અને મારી નિર્મળપર્યાય પ્રગટ થાવ, એનો હું અનુમોદક નથી. આહાહા ! એ કાર્ય પુદ્ગલદ્રવ્યનું છે. મારું એ કાર્ય નથી, આહાહા! સૂક્ષ્મ વાત છે. કે નિર્મળ પર્યાય પ્રગટ થાય, ત્યારે પ્રતિબદ્ધ કારણનો અભાવ હોય એમાં. એને જે ચારિત્રમોહ નામની કર્મની પ્રકૃતિ હોય ને ઉદય એનો આવતો હોય, એનો અનુદય થાય ને નિર્જરા થાય (કર્મપ્રકૃતિની) ને આંહીયાં શુદ્ધિની વૃદ્ધિ થાય, એ ચારિત્રમોહ નામનું પુદ્ગલકર્મ, એ વીતરાગભાવને સાપેક્ષતાથી કરે તો કરો પણ હું એનું અનુમોદન કરનાર નથી.
કરવું, કરાવવું ને અનુમોદવું-ત્રણેય સરખો દોષ છે. કરવું-કરાવવું ને અનુમોદવું મનથી-વચનથી ને કાયાથી! મનથી નહીં, વચનથી નહીં, કાયાથી નહીં, હું તો જાણનાર છું! એ કર્મ કરે છે એનું હું અનુમોદન કરનાર નથી. સૂક્ષ્મ વાત છે. વિભાવ પર્યાયોનો કર્તા આત્મા નથી, પર્યાયનો કર્તા પર્યાય છે-વિભાવ એટલે વિશેષભાવ એનો ઉપાદાન કર્તા પર્યાય છે, નિમિત્ત કર્તા કર્મનો અભાવ છે, નિર્મળપર્યાયમાં ને મલિનમાં અનુક્રમે કર્મનો અભાવ અને સદ્ભાવ છે. નિર્મળપર્યાયમાં કર્મનો અનુદય અને મલિનમાં કર્મનો ઉદય નિમિત છે.
આહા....હા ! આ નિશાળે જ હજી આવ્યા ન હોય તો ક્યાંથી (આની) ખબર પડે !? આ નિશાળ છે–વીતરાગી પરમાત્માની સ્કૂલ ચાલે છે, પ્રભુ! સાંભળકે નિર્મળ પર્યાય જે પ્રગટ થાય છે, એનો હું કર્તા નથી, કારયિતા નથી અને નિર્મળ પર્યાય પ્રગટ થાય (એ) કર્મના અભાવની સાપેક્ષતાથી પ્રગટ થાય છે, એનો નિમિત્ત કર્તા કર્મ છે. ઉપાદાનકર્તા પર્યાયનો કર્તા પર્યાય છે, અને ત્રિકાળી ઉપાદાન તો જાણનાર છે, કરનાર નથી. આવી સ્થિતિ જે ભજે છે-દષ્ટિ દ્રવ્ય ઉપર અકર્તા ઉપર છે, અકર્તા ઉપર દષ્ટિ રહેતાં, એને જાણતાં-જાણતાં આ પરિણામ આણે કર્યા, નિમિત્તે કર્યો (અર્થાત્ ) નિમિત્તના અભાવ કે સદ્દભાવથી થયા, થયાં તો ઠીક થયાં, એવા ઠીકપણાનું એને અનુમોદન હું આપતો નથી. અભૂતથી અદ્દભુતચમત્કારિક વાત છે. કર્તાબુદ્ધિ છૂટયા વિના, જીવને ધર્મ થવાનો નથી. આહાહા !
- જ્ઞાતા જ છે, બધાં આત્મા જ્ઞાતા છે. પણ અજ્ઞાની પોતે કર્તા માની બેઠો છે, કર્તા થતોતો નથી!
આત્મા કર્તા હોય તો કાળા વાળના ધોળાવાળ (કદિ) ન થાય, આંખમાં ઝાંખપ આવે નહીં-મોતિયો અંદર આવે નહીં, કર્તા હોય તો, મોતિયો આવે? (આવવા ઘે?) ઘડપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
પ્રવચન નં-૧૭ આવે? લાકડી ન લેવી પડે ! કર્તા નથી પ્રભુ! તું તો જ્ઞાતા છો ને!
કોના જેવો જ્ઞાતા? સિદ્ધભગવાન જ્ઞાતા છે (તેની જેમ જ) તું પણ જાણનાર છો, સિદ્ધભગવાનથી જરાય જુદો પડ્યો અને હું કર્તા છું એમ માન્યું, તો ચારગતિમાં રખડી મરીશ! આહા...હા ! જેમ...સિદ્ધ (ભગવાન) જ્ઞાતા-દષ્ટા એમ હું પણ જ્ઞાતા-દેટા!
પણ...કાંઈ ટકાવારી કરો ને! સોએ સો ટકા (જ્ઞાતા-દષ્ટા સ્વભાવે છે.) જેમ એ જ્ઞાતા (દા) એમ સર્વ જીવ જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતાનો સ્વીકાર કરે તો પ્રત્યક્ષ જ્ઞાતા (દરા) થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટી જાય છે. મિથ્યા શલ્ય છૂટી જાય છે.
એમ? કાંઈક કરે છે. આત્મા એમ તમે માનો છો ? કે: “હા.” આત્મા શું કરે? ઈ સાંભળ! કરતો નથી, રાગને કરતો નથી (પરિણામને કરતો નથી તો) કરે છે શું? “કે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહાહા! “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન” (મુનિરાજ !) છઠ્ઠી ગુણસ્થાને શાસ્ત્ર લખે છે, ત્યારે એ પોતે કહે છે કે આ કલમ ચાલે છે એનો કર્તા હું નથી, આ વિકલ્પ ઊઠયો લખવાનો એનોય હું કર્તા નહીં. આત્માને જાણનારું જે જ્ઞાન પ્રગટ થાય છે એનોય કર્તા નહીં આહાહા ! અને એનો જાણનારોય નહીં.
ત્યારે કરો છો શું? પર્યાયને કરતો પણ નથી ને પર્યાયને જાણતો પણ નથી. અભેદ સામાન્ય-ટંકોત્કીર્ણ-પરમાત્મા અંદર જ્ઞાયકભાવ બિરાજમાન છે એવા આત્માને જ હું ભાવું છું આહા ! સહજ ચૈતન્યનો જેમાં વિલાસ છે જેમાં રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી જેમાં પર્યાયનો પ્રવેશ નથી, એવો અભેદ-સામાન્ય-ટંકોત્કીર્ણ- એક ચિદાનંદ આત્મા, ચૈતન્યનો જ જેમાં વિલાસ છે એવા ચૈતન્યના વિલાસસ્વરૂપ..આત્માને જ ભાવું છું આહાહા! દ્રવ્યસ્વભાવને જ ભાવું છું! હું નિર્મળપર્યાયનીય ભાવના કરતો નથી. પર્યાયની ભાવના તો કરતો નથી પણ પર્યાયને જાણવાનું બંધ કરીને હું મારા આત્મામાં (અંતરમાં જાણવા જાઉં છું! આહાહા ત્યાં તો પરમાત્મામાં પરમાર્થ પ્રતિક્રમણ-શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે. અલૌકિક વાત છે!
કે “થાય એને જાણું” એમાં આનંદ આવે ! કે “છે એને જાણું” એમાં આનંદ આવે?
( શ્રોતા:-) છે એને જાણું તો આનંદ આવે. (ઉત્તર) હા, થાય અને જાણે એમાં આનંદ આવે? કે “છે ' એને જાણે એમાં આનંદ આવે? તારો અનુભવ શું કહે છે?
થાય એને કરું એમાંય આનંદ આવ્યો, થાય એને જાણું, એમાં પણ આનંદ તો આવ્યો નહીં, તો કુંદકુંદની વાણી અપનાવી લે કે “છે' એને જાણ ! “થાય એને જાણવાનું બંધ કરી દે! શું કહ્યું? પરિણામ પ્રગટ થાય છે ને અનંતગુણોની અનંતપર્યાય આહા ! એ જ્ઞાનનું શેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૯ તો છે ને? કે ના, એ જ્ઞાનનું શેય નથી, શેય કોને કહેવાય કે જેને જાણે ને આનંદ આવે એને સ્પશેય કહેવાય! પર્યાય પરદ્રવ્ય છે. પરદ્રવ્યને જાણતાં જ્ઞાન (ને આનંદ) ન થાય! આહા...હા...હા! “છે' એને જાણને! પણ “છે” એને જાણવું કે જાણ્યા કરવું? જાણવું પ્રથમ અને પછી છે” એને જ જાણ્યા કરવું!
પહેલાં જાણે તો સમ્યગ્દર્શન અને પછી જાણ્યા કરે તો ચારિત્ર, એમાં ને એમાં લીન થતાં અરિહંતદશા પ્રગટ થાય. આહા.હા ! “થાય' એને જાણવાનું બંધ કરી દે! સ્વયં થાય (પરિણામ) એનો તો કર્તા નથી, પણ જે થાય છે, આચાર્ય ભગવાન કહે છે કે હું એનો જાણનાર નહીં, ભેદનોય જાણનાર નહીં.
હું તો અભેદ સામાન્ય પરમાત્મા છું! એને ધ્યાવું છું-ભાવું છું-એમાં જ લીન થાઉં છું! આહાહા ! આ ધ્યાનની વિધિ બતાવી. થાય એને જાણવાનું બંધ કરી દે! અને “છે” એને જાણ! તો તને આનંદ આવશે. આહાહા! એક વાર પ્રયોગ તો કર! જો તને આનંદ ન આવે, તો માલ આ જાંગડ તો રાખતું (એક વખત) પ્રયોગ તો કર! “જે છે” એને જાણ અને જો (તને) જાણવામાં આવે આત્મા, અને આનંદ ન આવે, તો તું અમને પાછું આપી જજે અમારું આ વાક્ય! પણ....(અમને વિશ્વાસ છે કે તે) પાછો આપવા આવે જ નહીં. પગમાં પડી જાય, એના ગુરુનાં આહા! “છે' એને જાણ્યો, અનંતકાળ થયા, “છે” એને નહોતું જાણું, થાય એને જ જાણ્યું!
આહા..હા! “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”—આ ધાર્મિક ક્રિયા ! ધર્મની ક્રિયા બતાવી છે સોનગઢે કાંઈ ? કે આખો દિ' સ્વાધ્યાય જ કર્યા કરવો? અરે ! આત્માને જાણવો એ ક્રિયા છે. “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ:' જ્ઞાન એટલે આત્માને (-છે એને) જાણવું ને ક્રિયા એટલે આત્મામાં ઠરવું! એનું નામ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ છે. આ (જ્ઞાન) ક્રિયા કરવી, બહારની વ્રત અને તપની તો એ વૈભાવિક ક્રિયા છે. (એમાં ધર્મની ક્રિયા માનવાથી) ભાઈ ! મિથ્યાત્વ દઢ થાય છે તને ખબર પડતી નથી. (કુતર્ક કરી પૂછે ) ત્યારે છોડી દઉં છું? અરે ! છોડવાની કે કરવાની વાત જ નથી.
એને જાણવાનું બંધ કરીને આત્માને (છે એને) જાણ ને! એ ક્રિયા નથી? આત્માને જાણવું એ ક્રિયા નથી? આને (વ્રત-તપને કરવા ને જાણવા) એ ક્રિયા? ને આત્માને જાણવું એ ક્રિયા જ નથી જાણે ! આહા...હા ! જગત ઊંધે રસ્તે ચડી ગયું છે.
જાણે આને જાણું તો મારું જ્ઞાન પ્રગટ થયું-એ એને જાણતાં તને જ્ઞાનેય નહીં થાય ને સુખે ય નહીં થાય. આહાહા! આને (છે એને) જાણ ને એકવાર ! અને એક વાર જાણીને આનંદ આવ્યો, ઈ વેપારીનો દિકરો પછી છોડે !? વારંવાર એમાં ઉપયોગને લગાવે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
પ્રવચન નં-૧૭ આત્માને એક સમય પણ આત્માએ જાણ્યો નથી. “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત '–બધી ક્રિયાકાંડ (શુભાશુભભાવ) ઘણું બધું કર્યું નવમી રૈવેયક સુધી અનંતવાર ગયો પણ એક કેવળ આત્માને જાણો નહીં. આત્માને જાણ્યા વિના ભવનો અંત કોઈને આવતો નથી, આવ્યો નથી અને આવવાનો પણ નથી. થાકીને પણ, હારીને પણ આહાહા! જેમ આખો દિવસ રખડે બજારમાં, પણ ઘરે જાય ત્યારે થાક ઊતરે હાશ! ભલે ઝૂંપડી હોય પણ હાશ! ઘરમાં આવ્યા (વિશ્રાંતિ લીધી!)
એમ આ ( તારે) થાક ઊતારવો હોય, તો આત્માને અંતર્મુખ થઈને જાણે કે: “મને તો...જાણનારો જણાય છે, જે જાણે છે એને નથી જાણતો જે જણાય છે એને જાણું છું! આહાહાપર્યાયના ભેદને જાણતો નથી, હું તો અભેદને (જ્ઞાયકને) જાણું છું એજ સ્વય છે ને હું જ જ્ઞાતા છું-એવો અનુભવ કરતાં એને ભવનો અંત આવી જાય છે. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૦ પ્રવચન નં-૧૮
તા. ૨૯-૪-૯૦ આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનાં પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની પાંચ ગાથા છે. બહુ ઊંચી ગાથા છે. શ્રી તારાચંદભાઈએ આ ગાથાના સ્વાધ્યાયની માંગણી કરી. આખા નિયમસારનો સાર છે આ ગાથામાં. ધર્મદશા કેમ પ્રગટ થાય એનો ઉપાય એમાં બતાવ્યો છે. અનંતકાળથી અજ્ઞાનદશા પ્રગટ થઈ રહી છે, એ અજ્ઞાન ટળીને આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય આત્મજ્ઞાન કહો કે ધર્મ કહો એવી અપૂર્વ આ ગાથા છે.
શ્રીપદ્મપ્રભમુનિરાજે આ ગાથાને રત્નની ઉપમા આપી. “પાંચરત્ન' આખા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કોઈ ગાથા ઉપર “રત્ન” સમાન છે એમ ન લખ્યું! આ પાંચ ગાથા ઉપર રત્ન લખ્યું છે. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે, પાંચ ગાથાનું નહીં.
આ કુંદકુંદાચાર્યદેવની પાંચ ગાથા છે તેને ટીકાકાર “રત્ન' કહે છે. જેના હાથમાં ચિંતામણીરત્ન આવે એને કોઈ રોગ-શોક-નિર્ધનતા ભય કાંઈ લાગુ પડે નહીં. તેમાં પણ એક રત્નની નહીં, આ તો પાંચ રત્નની આહા! પાંચ રત્નની એવી જે ગાથા એનું જેને ભાવભાસન થાય તેને પંચપરમેષ્ઠી પરમાત્મદશા આવી જાય.
પહેલાં સાધુ થાય, તેમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને પછી અરિહંત અને સિદ્ધ થાય. આચાર્ય-ઉપાધ્યાયને સાધુ એ સાધક આત્માઓ છે. એ અંતરાત્મા છે. એ પરમાત્મા થયા નથી પણ જ્યારે પરમાત્મા થાય ત્યારે તેરમું ગુણસ્થાન અરિહંત દશા કેવળજ્ઞાન આવે. એ શરીર દશા છે. શરીર સહિત કેવળજ્ઞાન થાય, તેમાં શરીર નડે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૧
એવા છ મહિના અને આઠ સમયમાં છસોને આઠ જીવ અને એક વર્ષે બારસોને સોળ જીવ પરમાત્મા થાય છે. સિદ્ધદશાને પ્રાપ્ત થાય છે. આપણા ગુરુદેવ અહીંથી સ્વર્ગમાં ગયાપધાર્યા. તેઓ બીજા કે ત્રીજા સ્વર્ગમાં છે તે બહુખ્યાલ નથી. ત્યાં બે -ત્રણ સાગરનું આયુષ્ય છે. પછી પાછા મનુષ્ય થશે પછી સ્વર્ગમાં જશે અને પછી ત્યાંથી તીર્થંકર થશે ત્યાં સુધીમાં અસંખ્ય અબજો વર્ષ જતા રહેશે.
કાગળ લઈને ગુણાકાર કરો, કેઃ એક વર્ષ બારસો જાય તો દશ વર્ષે કેટલા સિદ્ધ થાય ? તો સો વર્ષે કેટલા? હજાર વર્ષે કેટલા ? એક લાખ વર્ષે કેટલા ? એક કરોડ વર્ષે કેટલા
સિદ્ધ પ૨માત્મા થાય !? (પૂ. ગુરુદેવ ) એ સિદ્ધ પરમાત્મા થશે એના પહેલાં ઢગલાબંધ આત્માઓ સિદ્ધ થશે. આ પાંચ રત્ન એટલે પંચ પરમેષ્ઠી પદમાં એ જીવ આવી જાય છે. પહેલાં સમ્યગ્દર્શન થાય અને પછી એ જીવ પંચ પરમેષ્ઠીમાં આવી જાય. એવા ઊંચા પ્રકારની આ પાંચ ગાથાઓ છે.
જીવની શું ભૂલ છે એ આમાં (ગાથામાં) બતાવે છે. જેને મૂળમાં ભૂલ કહેવાય. એકમણમાં આઠ પાંચ શેરીની ભૂલ. મોટી ભૂલ શું છે? કેઃ પ્રત્યેક આત્માઓ સ્વભાવથી જ જ્ઞાતા છે. સ્વભાવથી જ જ્ઞાતા હોવા છતાં પણ કોઈના ઉપદેશ વિના, કર્મના ઉદય વિના, પોતે પોતાની મેળે હું જ્ઞાતા છું એમ સમયે સમયે ભૂલે છે.
હું કેવળ જ્ઞાતા
જાણનાર....જાણનાર...જાણનાર....જાણનાર....જાણનાર....છું
એવા પોતાના નિજ અસલી સ્વભાવને ભૂલે છે. જ્ઞાતાભાવને છોડે છે અને એ એમ માને છે કે હું આ થતા પરિણામ થવા યોગ્ય પરિણામ થાય અંદરમાં એને કરું, કર્મને કરું શરીરને કહ્યું, અને દુકાનને ચલાવું, ઘરાકને સમજાવું એ બધી કર્તાબુદ્ધિ-સંસાર છે. જ્ઞાતા હોવા છતાં પણ પોતાને ભૂલીને પોતે સ્વયં કોઈના ઉપદેશ વિના એ કર્તા બને છે. કર્તા માને છે છતાં કર્તા થતો તો નથી. કર્તા માને છે એ શ્રદ્ધાની ભૂલ છે. એ શ્રદ્ધાનો દોષ કેમ જાય એની આ ગાથા છે.
,,
“ ભૂલા હૈ સ્વયં આત્મા કો, જો ભૂલાને કે કાબિલ નહીં હૈ, ” આહા ! “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા.” પોતે પોતાને ભૂલી ગયો. હું કોણ છું એ ગૂમ થઈ ગયું. હું કોણ છું એ વાત એના લક્ષમાં આવતી નથી હજી પણ. એ તો લક્ષમાં એમ લ્યે છે કે આ દેહ મારો અને દેહ તે હું. રાગ મારો અને રાગ તે હું, કર્મ અને નોકર્મમાં હું પણાની માન્યતા કરી કરીને દુઃખી થાય છે કર્તાબુદ્ધિથી.
આત્મા સ્વયં જ્ઞાતા છે. સ્વભાવથી જ જ્ઞાતા છે. કોઈ નયથી જ્ઞાતા છે એમ નથી. સ્વભાવથી આત્મા જ્ઞાતા છે. જેમ ચક્ષુ દશ્ય પદાર્થને દૂરથી દેખે પણ ચક્ષુ કોઈના કાર્ય કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
પ્રવચન નં-૧૮ નહીં. એમ આ ભગવાન જ્ઞાનચક્ષુ આત્મા/જ્ઞાતા સ્વભાવી આત્મા-જાણનાર જાણનાર...જાણનાર...જાણનાર...જાણનાર....જાણનાર. અનાદિ અનંત જાણનાર...
જાણવાનો ત્રિકાળ સ્વભાવ તો છે, પણ ક્ષણિક સ્વભાવમાં પણ જાણવું પ્રગટ થાય છે, પણ એ જાણવું ન માનતાં હું કરનાર છું એમ માને છે. જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાતા છે જાણનાર અને વિશેષ અપેક્ષાએ પણ એનામાં આત્માને પ્રસિદ્ધ કરે એવું જ્ઞાન પ્રગટ થાય છે. વિશેષ અપેક્ષાએ છે તો જ્ઞાતા, પણ હું જ્ઞાનસ્વભાવી આત્મા છું એવી જે સહજ જ્ઞાનમય ભવનમાત્ર જે જ્ઞાનની ક્રિયા ઉદાસીન અવસ્થા તેનો સમયે-સમયે ત્યાગ કરે છે. હું જ્ઞાતા છું” એ સમયે-સમયે ભૂલે છે.
આહાહા! અને તે એમ માને છે કે હું રાગાદિનો કર્તા છું, પણ કર્તા થતો તો નથી, કર્તાનો પ્રતિભાસ થયો એને. કર્તા છું એમ માને છે ત્યારે રાગનો કર્તા જો થઈ જાય આત્મા તો તો આત્માનું અકર્તાપણું અથવા આત્માના જ્ઞાતાપણાનો નાશ થાય. પણ આત્મા તો પોતાના જ્ઞાતા સ્વભાવને છોડતો નથી. આહાહા ! અને એમ માને છે કે કરનાર છું એ તો એની દૃષ્ટિ વિપરીત છે.
અકર્તાની અપૂર્વ ગાથા છે. ટીકા કરનાર એમ ફરમાવે છે કે આ પાંચ ગાથામાં આચાર્યને શું કહેવું છે તે એક લીટીમાં પહેલા કદી દે છે. “અહીં શુદ્ધ આત્માને સકળ” એટલે બધા પ્રકારના કર્તુત્વનો ” એટલે કર્તાભાવનો ‘અભાવ દર્શાવે છે.'
આત્મા કેવળ જ્ઞાનમય હોવાને કારણે કેવળ જ્ઞાતા છે અને જ્ઞાતા હોવાથી શુદ્ધ છે. કેવળ જ્ઞાયક જ્ઞાતા હોવાના કારણે એ શુદ્ધ છે. કર્તા માને તે શુદ્ધાત્માને માનતો નથી.
સકળ” બધા પ્રકારના પરિણામનો કર્તા આત્મા નથી. કોઈ પણ પરિણામ થાય, કેવળજ્ઞાન પરિણામ થાય, પણ કેવળજ્ઞાનના પરિણામનો આત્મા કર્તા નથી.
સીમંધર ભગવાનને અત્યારે સમયે-સમયે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, પણ કેવળજ્ઞાનના પરિણામ “થવા યોગ્ય થાય છે' એમ પરમાત્મા જાણે છે હું કરું છું એમ માનતા નથી. આહાહા! કેવળજ્ઞાન સ્વરૂપે આત્મા છે. જ્ઞાતા છે તે જ્ઞાતા છે, કર્તા નથી, અને જે રાગાદિનો કર્તા માને છે એ કોઈ કાળે જ્ઞાતા થઈ શકતો નથી. “જાણે છે એ કરે નહીં, કરે તે જાણે
નહીં.”
અહીં શુદ્ધ આત્માને સકળ પ્રકારના પરિણામના કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” પહેલાં કર્તા થાય છે અને પછી કર્તાપણું છોડ છે એમ નથી. મૂળથી જ આત્મા અકર્તા અથવા જ્ઞાતા છે. મૂળને જે પકડે છે એ વિશેષ અપેક્ષાએ પણ અકર્તા થાય છે. એની કર્તબુદ્ધિ છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩
ચૈતન્ય વિલાસ
એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું કોને કહેવાય કે જેમાં અનંતગુણો રહેલા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ. સામાન્ય પડખું એ તો ત્રણેકાળે અકર્તા અથવા જ્ઞાયક-જ્ઞાતા જ છે. એક એનું બીજું પડખું પર્યાયનું વિશેષ પડખું છે. પર્યાયમાં પણ બધાને જાણવાની ક્રિયા જ્ઞપ્તિક્રિયા પ્રગટ થાય છે એમાં પણ જ્ઞાન છે, એ પણ જ્ઞાતાપણે છે. દ્રવ્ય તો ત્રિકાળજ્ઞાતા છે અને ક્ષણિક પર્યાય જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પ્રગટ તો એ જ્ઞાતાપણે જ થાય છે. પણ હું જ્ઞાનરૂપ છું એમ જ્ઞાનનો ત્યાગ કરે છે, અને હું રાગનો કર્તા છું એમ એનું ગ્રહણ કરે છે.
જ્ઞાની-(ધર્માત્મા) જ્ઞાન સ્વભાવને ગ્રહે છે અને વિભાવને છોડે છે. કેઃ “હું તો જ્ઞાતા છું', હું રાગાદિનો કર્તા નથી એવું તેને સમ્યકજ્ઞાન થાય છે. હવે એનો વિસ્તાર આવશે.
કેવળ જ્ઞાતા જ છે. દિવસમાં ખાલી દશ વખત બોલે. દુકાનમાં ઘરાક આવ્યો હોય, ઘરાક જતો રહે પછી “હું જ્ઞાતા છું કર્તા નથી.” દિવસમાં દસ વખત બોલે- મંત્ર છે આ. હું તો કેવળ જ્ઞાતા જ છું. કર્તા નથી. એવા આત્માના મૂળ સ્વભાવને ધ્યાનમાં લઈને એને ધ્યેય બનાવતાં એમાં એકાગ્ર થતાં સાક્ષાત એ જ્ઞાતા થઈ જાય છે. અનંતકાળથી કર્તાબુદ્ધિ હતી એ છૂટી જાય છે.
પહેલાં જ્ઞાતા છું ને કર્તા નથી. લેશન પાકું થઈ ગયું હોય તો કર્તા નથી એ ભૂલી જાવ! જો હજુ કર્તાની ભ્રમણા હોય તો કર્તા નથી, કર્તા નથી એમ નિષેધ કરવો. કર્તા નથી એ પાકું થઈ ગયું હોય કે હું બિલકુલ કર્તા નથી, મારા ધાર્યા પ્રમાણે કાંઈ થતું નથી. માટે ખરેખર હું તો અકર્તા-જ્ઞાતા જ છું. હું જ્ઞાતા છું એવા સ્વભાવનું સ્મરણ કરતાં એક ટાઈમ એવો આવે છે કે “હું જ્ઞાતા છું' એવો વિકલ્પ છૂટીને સાક્ષાત અંદરમાં અનુભવ થાય છે. સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. પણ કર્તા બુદ્ધિ રાખીને કોઈ જીવ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા ન થઈ શકે.
સામાન્ય અપેક્ષાએ તો બધા જ આત્મા જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે. પણ પર્યાય અપેક્ષાએ ત્રિકાળ સ્વભાવને ભૂલીને પર્યાયમાં રાગને જાણીને હું રાગી છું તો એણે જ્ઞાતા સ્વભાવનો ત્યાગ કર્યો. પર્યાયના જ્ઞાતાસ્વભાવનો ત્યાગ કર્યો એણે. અને કર્તુત્વને ગ્રહણ કર્યું કે હું કર્તા છું અને સંસાર ઉભો થઈ ગયો. પરનો તો કર્તા છે જ નહીં, પણ પરિણામનોય કર્તા નથી. પણ પરિણામને કરું છું એમ માને છે. આહાહા ! પરિણામ થવા યોગ્ય થાય છે એનો કરનાર આત્મા નથી.
આહાહા ! ક્રોધ-માન-માયા-લોભના પરિણામ થવા યોગ્ય થાય છે. પુણ્ય-પાપના પરિણામ થવા યોગ્ય થાય છે, અને જાણનાર જણાય છે. આહા! આ સમયસારનું વાક્ય અમૃત જેવું છે. કર્તાબુદ્ધિનું ઝેર ઉતરી જાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
પ્રવચન નં-૧૮ આહાહા ! આ વિશ્વમાં બધુ થવા યોગ્ય થાય છે. મારા કરવાથી થાય છે એમ છે નહીં. કોઈ ઇશ્વરવાદી ઇશ્વરને કર્તા માને અને દિગમ્બર જૈન થયા તો આત્માને કર્તા માને! કહે છે કે બેયનો કર્તાબુદ્ધિનો મત એક હોવાથી બેય ગૃહિત મિથ્યાદષ્ટિ છે.
કેમકે કેટલાક લૌકિકજન ઇશ્વરને કર્તા માને છે. અને શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યલિંગી મુનિ અથવા શ્રાવક પોતાને કર્તા માને છે તો બેયનો મત એક છે, કાંઈ ફેર નથી.
જ્ઞાતાને કર્તા માનવો એ પાપ છે. “દયા મેં કરી” . દયા તે પુણ્ય તત્ત્વ છે પણ દયા મેં કરી એ પાપતત્ત્વ છે. શું કહ્યું!? પાંચ મહાવ્રતના પરિણામ, અહિંસાના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, અપરિગ્રહના પરિણામ એ શુભભાવ છે. એ શુભભાવનો કરનાર હું છું એમ જેને દેખાય છે અને સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી.
અહિંસાના પરિણામ પોતે પાપના પરિણામ નથી તે પુણ્યતત્ત્વ છે. પણ એ પુણ્યતત્ત્વને હું કરું છું તે જ પાપ તત્ત્વ છે. મિથ્યાત્વની સાથે પુણ્ય બંધાય છે. જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી પાપના પરિણામ આવતા હોવા છતાં નિર્જરા થાય છે, બંધાતો નથી. ચક્રવર્તી આદિને પાપના પરિણામ આવે છે છતાં એ બંધાતો નથી. કેમકે એ જ્ઞાતાભાવે પરિણમે છે. “થવા યોગ્ય થાય છે પરિણામ અને જાણનાર જણાય છે.” બધું થવા યોગ્ય થાય છે એટલે કે હું એનો કરનાર નથી એકવાત. અને થવા યોગ્ય થાય છે એનો હું જાણનાર છું એમ પણ નથી.
“થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે.” થવા યોગ્ય પરિણામ થાય છે એ કાળે તને શું જણાય છે? પરિણામ જણાય છે કે આત્મા જણાય છે? કે: આત્મા જ જણાય છે, પરિણામ થવા યોગ્ય થયા જ કરે છે. તારા કરવાથી થતા નથી અને તું એને ટાળવા ધાર તો તું એને ટાળી શકવાનો નથી. તારી મર્યાદા થવા યોગ્ય થાય બસ એનું કર્તુત્વ છોડી દે ! થવા યોગ્ય થાય છે એમ જાણનાર ચક્ષને પણ બંધ કરી દે! એનાથી ભિન્ન જાણનારને જાણ તો તને ધર્મની શરૂઆત થશે.
મૂળ રકમની આ ગાથા છે. કર્તબુદ્ધિનું ઝેર ઉતરી જાય એવી વાત છે. “હું કરું-હું કરું એ જ અજ્ઞાનતા સંકટનો ભાર જેમ શ્વાન તાણે.” આંહીં કેવળ જ્ઞાતા છે હોં! કથંચિત્ જ્ઞાતાને કથંચિત કર્તા સ્વભાવમાં નથી. જાણવું...જાણવું...જાણવું. જાણવું...! પોતાને જાણતાં....જાણતાં પર જણાય જાય છે. ખરેખર તો પર જણાતું એ નથી, આહાહા! કારણ કે એનું શેય પણ અંદર જ છે. અદ્ભુત વાત છે. આ બધી વાતો શાસ્ત્રમાં છે.
આત્મા જ્ઞાતા છે માટે કર્તા નથી. બસ એટલું યાદ રહે તો બસ છે. હું જ્ઞાતા છું ને!? હું જાણનાર છું ને માટે કોઈનો કરનાર નથી. સ્વભાવનો સહજપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૫ વિચાર કરે તો પાપના પરિણામનો ઉદ્દભવ નહીં થાય. અને નિર્વિકલ્પ ધ્યાન પહેલાં શુભભાવ આવ્યા વગર રહેશે નહીં. થવા યોગ્ય થાય છે એ મારું કર્તવ્ય અને હું એનો કર્તા એવો કર્તાકર્મનો સંબંધ નથી. કેમકે આત્મા અકર્તા છે. જ્ઞાનની સાથે ખરેખર કર્તા-કર્મ સંબંધ નથી; તો રાગની સાથે કર્તા-કર્મ સંબંધ તો ક્યાંથી હોય? જ્ઞાનની સાથે કર્તા-કર્મ સંબંધ કહેવો એ પણ ઉપચારનું કથન છે. એ ઉપચારને ઓળંગે ત્યારે શુદ્ધોપયોગ થાય છે. એવી સૂક્ષ્મ અને અપૂર્વ વાત આ ગાથામાં છે.
બહુ આરંભ' શબ્દ છે, બહુ આરંભ એટલે જેમાં પાપ થાય તેવા હિંસાના પરિણામ, અર્થાત્ ત્રસ અને સ્થાવરની જેમાં હિંસા થાય એવા વ્યાપારના પરિણામ. એ પરિણામ થાય, અને એને હું કરું એને આરંભ કહેવામાં આવે છે.
તેમજ “પરિગ્રહ'; અંદરમાં ચૌદ અને બહારના દશ પ્રકારના એમ ચોવીસ પ્રકારના પરિગ્રહ ભગવાને કહ્યા. દશ પ્રકારના નોકર્મમાં જાય છે અને અંદરમાં મિથ્યાત્વ આદિ એક; તેમજ ક્રોધ-માન-માયા-લોભ એ ચાર અને નવ નોકષાય એ વિભાવ પરિણામ એ બહુ આરંભ તથા પરિગ્રહનો મારામાં અભાવ હોવાને લીધે સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. પણ સ્વભાવને જે જ્ઞાતાપણે સ્વીકારતો નથી અને હું કર્તા છું એમ સ્વીકારે છે અને વિશેષ અપેક્ષાએ એ નરકનું કારણ થાય છે, એ લેશે હવે !
સ્વભાવમાં તો આરંભ અને પરિગ્રહનો ત્રિકાળ અભાવ છે. કેમકે આરંભ અને પરિગ્રહનો પણ સામાન્ય અપેક્ષાએ અકર્તા ત્રિકાળ છે, અને વિશેષ અપેક્ષાએ/ સ્વભાવ દષ્ટિએ અકર્તા છે. હવે વિશેષ અપેક્ષાએ વિભાવદષ્ટિએ એક સમય પૂરતું કર્તાપણું આવે છે ત્યારે એને નરકનું આયુષ્ય બંધાય જાય છે.
નરકનું આયુષ્ય શેમાં બંધાય? કે જેમાં ત્રસ અને સ્થાવરની હિંસા બહુ થાય પાપાચાર અને એવા પાપથી પૈસો કમાવો એને નરકનો બંધ થાય છે. એને મનુષ્ય ભવ ના મળે. અહીંયાં તો-એનો મારામાં અભાવ છે એટલે કે હું એનો કર્તા નથી.
આવા અકર્તા સ્વભાવ અને જ્ઞાતા સ્વભાવને ભૂલીને સંસારી જીવને એટલે અજ્ઞાની જીવને બહુ આરંભ પરિગ્રહું વ્યવહારથી હોય છે. વ્યવહારથી એટલે પર્યાય- ભાવમાં છે ત્યારે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં નથી. પર્યાય વ્યવહારનયનો વિષય છે. સ્વભાવને ભૂલીને સંસારીજીવો! પૈસા કમાવા માટે કાળા કેર કરે તેમાં ત્રસ અને સ્થાવરની હિંસા પાર વગરની થઈ જાય છે.
એ અહીં કહે છે-“અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે.” આહાહા ! શું કહે છે! આરંભ-પરિગ્રહ સ્વભાવમાં નથી. ત્રિકાળ સ્વભાવ જ્ઞાતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૦૬
પ્રવચન નં-૧૮
અને ક્ષણિક સ્વભાવ પણ જ્ઞાતા, પણ જે જ્ઞાતાને ભૂલે છે સમયે સમયે જ્ઞાનને છોડે છે/જ્ઞાનનો ત્યાગ કરે છે/સમયે સમયે જ્ઞાન ભવનમાત્ર સહજ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે. સમયસાર કર્તાકર્મ અધિકારની ૬૯-૭૦ ગાથામાં છે.
આચાર્ય ભગવાન ફરમાવે છે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને”, ત્રિકાળ સ્વભાવનો તો ત્યાગ થતો નથી, ત્યાગ થઈ શકતો નથી. પણ વર્તમાનમાં જે જાણવું-દેખવું પ્રગટ થાય છે એ ક્રિયા આત્માની છે; એને ભૂલીને આ ક્રોધાદિ ક્રિયા મારી છે તેમ એ ક્રોધમાં એકત્વ કરે છે. એટલે જ્ઞાનને છોડે છે. જ્ઞાતા-દષ્ટા આદિ ક્રિયાને તે વિશેષ અપેક્ષાએ છોડે છે, જાણવાની ક્રિયાને છોડે છે.
જ્ઞાનભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને; ' સ્વભાવનો ત્યાગ અને પરભાવનું ગ્રહણ એ મિથ્યાદષ્ટિનું લક્ષણ છે. અને સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એ સમ્યક્દષ્ટિનું લક્ષણ છે.
ત્યાગ અને વૈરાગ્ય બે શક્તિ સમ્યક્દષ્ટિને હોય છે. તે લક્ષણ છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. વૈરાગ્ય એટલે ૫૨ભાવ પ્રત્યે મમતાનો અભાવ. ચક્રવર્તી પદમાં બેઠો છે, છ ખંડનું રાજ્ય છે પણ તે ત્યાગી છે/વૈરાગી છે. તે ત્યાગી અને વૈરાગી છે? ‘હા.’ તેણે શું ત્યાગ કર્યો? મુનિરાજ તો જંગલમાં જાય છે તેને લાગુ પડે તે તો બરોબર વાત છે! પણ...આણે શું ત્યાગ કર્યો?! તેણે મમતાનો ત્યાગ કર્યો.
આ છ ખંડ મારા નથી, હું તો અખંડ આત્માનો સ્વામી છું, છ ખંડનો માલિક હું નથી. ‘પુદ્દગલ દ્રવ્ય જેનો સ્વામી છે' હું એનો સ્વામી નથી એ મમતાનો ત્યાગ કરે છે. ત્યાગ છે ત્યાં જ વૈરાગ્ય છે. ત્યાગનું નામ જ વૈરાગ્ય છે. રાગ પ્રત્યેના રાગનો અભાવ તેનું નામ વૈરાગ્ય. રાગ પ્રત્યે પણ ઉદાસીનતા.
જ્ઞાનીને દુકાન પ્રત્યે પણ અંદરમાંથી ઉદાસીનતા આવી જાય છે. મારાપણાનો ભાવ સ્વામીપણું હઠાવી દે છે. પાછો હઠી જાય છે. દુકાન મારી, મકાન મારા, દીકરા-દીકરી મારા! આ વૈભવમાં કાંઈ મારું નથી. મારું તો એક જ્ઞાન છે. જે મારી સાથે આવે છે.
જ્ઞાનભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા-દષ્ટાની અવસ્થા તેનો સમયે- સમયે ત્યાગ કરીને; આહાહા! ધર્મનો ત્યાગ અને અધર્મનું ગ્રહણ. ધર્મ એટલે વિશેષ અપેક્ષાએ જે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે હું જાણનાર છું એ ભૂલી જાય છે આત્માને અને હું ક૨ના૨ છું એમ માને છે.
‘જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને; અજ્ઞાનભવન વ્યાપારરૂપ; ' અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો તે કર્તા પ્રતિભાસે છે. હું આ ક્રોધ-માન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૭ માયા-લોભને હું કરું છું અને હું જાણનાર છું એ ભૂલી ગયો, અને કરનાર છું એમ આવી ગયું તો વિશેષ અપેક્ષાએ તે કર્તા બને છે. કેમકે કર્તા પ્રતિભાસે છે ને?! વિશેષ અપેક્ષાએ કર્તા થયો જ્ઞાતા ભાવને ચૂકી ગયો.
આહાહા! શું કહે છે? સ્વભાવથી તો આરંભ અને પરિગ્રહનો મારા સ્વભાવમાં અભાવ છે. પણ સંસારી જીવો જ્યાં સુધી આવા સ્વભાવનું અનુસરણ કરતા નથી ત્યાં સુધી સંસારી જીવો આરંભ પરિગ્રહમાં પડયા છે.
જેમાં ત્રસ અને સ્થાવરની ખૂબ હિંસા થાય, અસંખ્ય જીવ સમયે-સમયે હણાય! એક વખત એક ઓઈલ મીલ જોઈ. તેમાં મગફળી પીલાતી હતી. મગફળીના ફોતરાં હોય એના કમ્પાઉન્ડમાં ઢગલા થઈ જાય. એ ઢગલામાં અસંખ્ય જીવ આમ નજરે ઉડતા દેખાય. એમાં એ
જ્યારે એ ઢગલા ઉપર પાણીનાં થોડાં ટીપાં પડે તો એમાં જીવો ખદબદતા હોય. હવે લાકડાં મોંઘા પડે એટલે એ ફોતરાને બોઈલરમાં નાખે. આહાહા ! એ બોઈલર ચાલે અને અગ્નિ પ્રગટ થાય.
આહાહા ! તારું પેટ ભરવા માટે, ચાર રોટલી ખાવા માટે, બહુ થાય તો દસ રોટલી; દસથી વધારે તો આજે કોઈનો ખોરાક હોય નહીં. ભાઈ ! ઓછામાં ઓછી હિંસા થાય એવી પ્રવૃત્તિ જોઈએ. હિંસા તો થાય ગૃહસ્થીને-કેમકે કોઈપણ વેપારમાં થોડી ઝાઝી હિંસા તો થાય જ, પણ બહુ વેપારનો આરંભ-જેમાં ત્રસ ને સ્થાવરનું નિકંદન થઈ જાય તે વેપાર ગૃહસ્થીને પણ ન હોય..હાલ ! તારા દીકરાને ભઠ્ઠીમાં નાખીએ!? તો નહીં....નહીં..નહીં..
ભૂતકાળના તારા એ પુત્રને પિતા છે જેને તું ભઠ્ઠીમાં નાખે છે તે તું. એને કોઇપણ જાતનો વિવેક રહેતો નથી આંધળો થઈ જાય છે જડની પ્રાપ્તિ માટે.
બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે હો! આહા! નિશ્ચયથી નથી માટે વ્યવહારથી પણ નથી તેમ નથી. નિશ્ચયથી નથી એ તો બરોબર છે, ત્રિકાળ સ્વભાવમાં તો સંકલ્પને વિકલ્પનો અભાવ છે. પણ પર્યાયમાં નથી એમ નથી. પર્યાયમાં છે ત્યારે દ્રવ્યમાં નથી. એ દ્રવ્યસ્વભાવમાં નથી એવા સ્વભાવને પકડે તો એ કર્તબુદ્ધિનો અભાવ થઈ જાય અને ભૂમિકાને યોગ્ય હિંસાના પરિણામ આવે ખરા !
નરકમાં જાય છે તો એના પરિણામના નિમિત્તથી જાય છે. પોતાના પરિણામના નિમિત્તથી. કોઈ એને મોકલતું નથી. સમસ્ત મોહ-રાગ-દ્વેષ વ્યવહારનયે હોય છે. એટલે એ પ્રકારે સ્વભાવને ભૂલીને કોઈ કોઈ જીવને હોય છે, બધાને નહીં. આહા!
પરંતુ મને શુદ્ધ નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” મને નથી. આહાહા ! કહે છે કે મને તો સામાન્ય અપેક્ષાએ આરંભ પરિગ્રહનો અભાવ અને વિશેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં-૧૮ અપેક્ષાએ પણ આરંભ પરિગ્રહનો મારામાં અભાવ છે. એને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ પ્રગટ થઈ છે. મમતાનો અભાવ થઈ ગયો છે પરિણામની મમતા નથી.
સામાન્ય અપેક્ષાએ તો આરંભ પરિગ્રહ નથી સ્વભાવમાં પણ વિશેષ અપેક્ષાએ સ્વભાવનું અવલંબન લેતાં એ આરંભ પરિગ્રહના વિભાવ ભાવનો અમને અભાવ થઈ ગયો છે. એમ મુનિરાજ પોતે પોતાથી વાત કરે છે.
આ પ્રતિક્રમણના પ્રકારો છે. પેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ પછી અવત-કપાયને-યોગ એમ ચાર પ્રકારના પ્રતિક્રમણના સ્ટેજ છે. પૂર્વે કરેલા ભાવો એનું પ્રાયશ્ચિત કરીને એનો ત્યાગ કરવો. સ્વભાવનું ગ્રહણ થયા પછી એમાં ક્રમ પડે છે. પહેલાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય, પછી અવ્રતનું-પાપનું પ્રતિક્રમણ થાય, પછી કષાયનું- પુણ્યનું પ્રતિક્રમણ અર્થાત્ પુણ્યને છોડે છે. અહીંયાં મુનિરાજ પોતાથી જ વાત કરે છે કષાયના પ્રતિક્રમણની. તેરમે ગુણસ્થાને યોગનું પ્રતિક્રમણ કરીને અયોગી જિન થઈ જાય છે. આ સહજ સ્થિતિ છે. (તેમને) આસ્રવનો અભાવ થઈ જાય છે.
પરંતુ મને શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી. અરે! તારા સ્વભાવને લે ને! પકડને! તો બધા વિભાવભાવોનું કર્તુત્વ છૂટી જશે. વિભાવભાવ થોડો ટાઈમ રહે પણ એની જાત બદલી જશે. પહેલા જેવો વિભાવ ન હોય. મિથ્યાત્વની ભૂમિકામાં જેવો કપાયભાવ આવે એવો કપાય અવિરત સમ્યક્રદૃષ્ટિને ન હોય. કપાય હોય પણ એની જાત બદલાય જાય. શાસ્ત્ર ભાષાએ અનંતાનુબંધી કષાય ગયો અને અપ્રત્યાખ્યાનાદિનો કષાય ઉદ્દભવે છે, પણ એનો જાણનાર છે. કરનાર નથી આહાહા !
સામાન્ય અપેક્ષાએ તો નથી મારામાં પણ વિશેષ અપેક્ષાએ જોઉં તો પણ હું તો જ્ઞાતા છું ને?! એટલે જ્ઞાનમાં એ શેયપણે પણ જણાતું નથી. જ્ઞાનની પર્યાય જણાય છે કાં જ્ઞાયક જણાય છે બસ. એટલી તો ઉપેક્ષા એના કષાયના ભાવ પ્રત્યે તો ઉદાસીનતા હોય છે. એમાં મમતા થતી નથી. સ્વામીપણું છૂટી ગયું છે બસ. રાગના પરિણામ રહી ગયા પણ તેનું માલિકીપણું છોડી દીધું.
એક ભાઈએ એક લાખ રૂપિયામાં મકાન વેંચી નાખ્યું. પછી બીજું મકાન લઈને બે ત્રણ માઈલ દૂર રહેવા ગયો. એમાં પેલા મકાનમાં આગ લાગી. મકાન તો વેંચી નાખ્યું 'તું! પૈસા લઈ લીધા હતા, નામ પણ ટ્રાન્સફર થઈ ગયું. પણ બધાને ખબર ન હોય ને? એમાં એ મકાન બળવા લાગ્યું આગ લાગી. એટલે કોઈએ એને ટેલીફોન કર્યો, ભાઈ ! તમારું મકાન બળે છે. કેમ તમે ઠંડા કલેજે કાં સાંભળો છો !? મકાન બળે છે સળગે છે તમારું. મારું મકાન નથી સળગતું! કમ તમારું મકાન નથી? એ મકાનનાં લાખ રૂપિયા મારી પાસે આવી ગયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OG
ચૈતન્ય વિલાસ છે હવે એ મકાન મારું નથી. મમતા નથી માટે મકાન માટે દુઃખ થતું નથી. પણ જો વેંચ્યું ન હોત તો ટેલીફોન પડતો મૂકીને દોડે આગ ઠારવા. મકાન બળે છે પણ મમતા છૂટી ગઈ છે.
અરે ! આ દેહમાં રહેવાનો ટાઈમ પૂરો થશે, આયુષ્ય પુરું થશે. જ્યોતિષે કીધું અને ડોકટરે પણ આવીને કીધું! એ ચોવીસ કલાકનો હવે મહેમાન છે. આહાહા ! આ દેહ ઉપર જે મમતા છૂટી ગઈ છે એનું કાંઈ રૂંવાડું પણ ફરકતું નથી. આ (દેહ) પણ એક મકાન છે ને?! બીજું શું છે? આ મકાનમાં પોતે ભાડે રહે છે. આ ઘરનું મકાન છે?! (શ્રોતા:- નહીં ભાડાનું મકાન છે.) ઘરનું મકાન તો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એ પોતાનું શરીર ને પોતાનું મકાનને રહેવાનું રહેઠાણ આત્મા છે.
હવે આગળ! જ્ઞાતાને કર્તા માનવો એ પણ પાપ છે. કર્તા માને એમાં બધો પાપારંભ શરૂ થાય છે. “આરંભને પરિગ્રહ' (એટલે ) નરકના આયુષ્યનો બંધ. ચારગતિના બંધના પરિણામ કર્તા બુદ્ધિમાં ઉપજે છે. જ્ઞાતા થયો પછી એ ચારગતિને યોગ્ય એ પરિણામ ઉપજતા નથી. અને (થોડાં ) હોય તો છૂટી જાય છે. વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે.
સામાન્ય અપેક્ષાએ તો બધા જીવ જ્ઞાતા છે. કોઈ કોઈ જીવ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે તે ધર્મી થાય છે. એ જ્ઞાતા થઈ ગયો. એકલા દ્રવ્યદૃષ્ટિથી (કાર્યસિદ્ધ) જ્ઞાતાપણું થતું નથી, સાથે એના પરિણામમાં પણ જ્ઞાતાપણું પ્રગટ થાય છે. સાક્ષાત અકર્તા થાય છે.
નરકનું આયુષ્ય કોને બંધાય? કે: ખૂબ આરંભ પરિગ્રહ કરે એને ત્રસ અને સ્થાવરની ખૂબ હિંસા કરે એને સામાન્ય શ્રાવકને એ પ્રકારનો પાપારંભ પણ હોતો નથી. કોઈ કતલખાના ચલાવે, માંસ ખાય, દારૂ પીવે, જેમાં બહુ ત્રણ સ્થાવરની હિંસા થતી હોય. તેવા કાર્યો શ્રાવકને ન હોય.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે. માયા એટલે માયા-કપટની સાથે અશુભ ભાવ હોય શુભભાવ નહીં. જે વારંવાર માયા કપટ કરતો હોયને એને અશુભ ભાવ સાથે હોય, અને આયુષ્ય બંધાવાનો જ્યારે કાળ હોય તો એને તિર્યંચનું જ આયુષ્ય બંધાય. ઢોર થાય, તે કૂતરા બિલાડાને બકરામાં જન્મી જાય, માટે આરંભ પરિગ્રહનો પણ ત્યાગ કરજે સ્વભાવના આશ્રયે. તને માયા-કપટનાં પરિણામ હશે તો મનુષ્યભવ નહીં મળે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું.” એમ લેવું. નીચે સંસારી જીવને પણ માયામિશ્રિત અશુભ કર્મ હોય તો તેને તિર્યંચ આયુનો બંધ થાય છે એમ લઈ લેવું. ઉપરની બીજી લીટી છે તે બધામાં લાગુ પાડી દેવી. એક લીટીમાં લખ્યું હોય તે સર્વે ઠેકાણે જાણી લેવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
પ્રવચન નં-૧૮ આહાહા ! સ્વભાવમાં તો મો-માયા-કપટનો અભાવ છે. પણ વિશેષ પર્યાયમાં જો મોહ-માયા-કપટ થતાં હોય તો, અને એ વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચનું બંધાય. આહાહા ! તિર્યંચનું પેટ બહુ મોટું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી-અસંજ્ઞી બધાં તિર્યંચ છે. મનવાળા પ્રાણી પણ તિર્યંચ હોય.
ભગવાન મહાવીરનો જીવ પૂર્વે સિંહ હતો. પૂર્વે માયા કપટ કર્યા હતા એના આત્માએ; આત્માએ એટલે એનો આત્મા નથી કરતો પર્યાય કરે છે પણ ઉપચારથી આત્મા કરે છે એમ કહેવામાં આવે છે. એમાં કર્તાબુદ્ધિ થઈ જાય છે. ઉપચારના કથનને એણે અનુપચાર માન્યા. કરે કો'ક અને કહેવાય કે આત્માએ કર્યા.
પાપના પરિણામ આત્મા નથી કરતો કરે છે પાપના પરિણામ પર્યાય અને ઉપચાર આવ્યો કે પાપના પરિણામ આત્મા કરે છે. આહાહા ! એટલે કર્તબુદ્ધિ દઢ થઈ, કેઃ હું..આત્મા આરંભ પરિગ્રહને કરે છે એટલે આત્મા નરકમાં જાય છે. | માયા કરે છે કોણ? કે: આત્મા કરે છે. આત્મા અને અનાત્મા બેય જુદા છે. આત્મા તો આત્મા જ્ઞાયક છે. આ પ્રભુ ભગવાન આત્મા કષાયને કરે !? તારી બુદ્ધિ મિથ્યા થઈ ગઈ છે. કષાયનો કરનાર ભગવાન નથી. પણ, જે ભગવાનને ભૂલે છે એની પર્યાયમાં કષાય થાય છે જરૂર. આહા! આ ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં થતા નથી. પણ પરાશ્રિત પરિણામમાં થાય છે, એ આસ્રવનું લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. ક્રોધ આત્મામાં થતો નથી. પણ આત્માના સ્વભાવને ભૂલીને જે પરાશ્રિત પર્યાય થાય એમાં ક્રોધ-માન-માયાને લોભના પરિણામ થાય છે. થાય છે પરિણામમાં ને ખતવે છે આત્મામાં એટલે કે તેને (દ્રવ્યપર્યાયની) બેયની એત્વબુદ્ધિ છે. આ વિભાગને કો'ક જીવ જ સમજે છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે.
ટૂંકું વાક્ય એવું આવે કે આત્મા ક્રોધને કરે છે, આત્મા પાપને પુણ્ય કરે છે. કહેવાય એમ. આત્મા અકર્તા રહીને પર્યાયમાં-વિશેષમાં કર્તાબુદ્ધિ થાય છે. અને પર્યાયમાં અકર્તા સ્વભાવ પ્રગટ થાય છે. ફેરફાર થાય છે એ પરિણામમાં થાય છે દ્રવ્યમાં ફેરફાર થતો નથી.
“તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-મિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયને કરતો નથી” વિશેષ અપેક્ષાએ સંસારમાં માયા કરે છે એને તિર્યંચ કર્મનો બંધ થાય છે એમ લઈ લેવું. સામાન્ય અપેક્ષાએ તો માયા-કપટના ભાવ સ્વભાવમાં તો નથી પણ પર્યાય થાય તો એને તિર્યંચ કર્મનો બંધ થાય એમ સમજી લેવું.
મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” પણ સંસારી જીવોને જ્યારે એવા શુભભાવો થાય છે ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૧
એને મનુષ્યગતિનો કર્મબંધ થાય છે વિશેષ અપેક્ષાએ, પણ સ્વભાવમાં તો નથી, એમ લઈ લેવું બન્ને પ્રકારે. નિશ્ચયથી નથી અને વ્યવહારમાં જો કરે તો થાય; અને વ્યવહારમાં પણ જો એ કર્તૃત્વ છોડે તો વ્યવહારમાં પણ જ્ઞાતા. નિશ્ચયે જ્ઞાતા અને વ્યવહારે પણ જ્ઞાતા. નિશ્ચયે અકર્તા અને વિશેષે કર્તા એમ નથી. સામાન્ય અપેક્ષાએ અકર્તા અને વિશેષ અપેક્ષાએ પણ અકર્તા. સામાન્ય અપેક્ષાએ જ્ઞાતા અને વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાતા આહા !
કહે છે કે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે ઈ....આ સામાન્ય અપેક્ષાએ જ્ઞાતા અને વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે. જો કર્તૃત્વ છોડે તો અકર્તા સ્વભાવ એનો પ્રગટ થયો સાધક થઈ ગયો. તો દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. કારણતત્ત્વ શુદ્ધ અને કાર્ય તત્ત્વ પણ શુદ્ધ છે તે સાધક થઈ જાય છે.
‘દેવ ’ એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુ૨સ-સુગંધ સ્વભાવવાળાં પુદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. “દેવમાં સુરસ-સુગંધી એનું શરીર છે ને એ સુગંધમય હોય-દુર્ગંધમય ન હોય, એને નહાવું ન પડે; એને પસીનો ન થાય. “સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે ” -આહાહા! મને એ પુદ્દગલ દ્રવ્યનો સંબંધ થયો જ નથી. દ્રવ્ય સ્વભાવને જોઉં છું તો હું કોઈ કાળે દેવ પર્યાયમાં ગયો જ નથી. દેવની પર્યાયથી તો હું રહિત છું. એક ત્રિકાળ સ્વભાવ અને એક ક્ષણિક પર્યાય સ્વભાવ, એ બેનો બરાબર ખ્યાલ આવે તો એમાં ભેદજ્ઞાન થઈ જાય.
66
અભાવ હોવાને લીધે નિશ્ચયથી માટે દેવ પર્યાય નથી.” હું ભૂતકાળમાં એ દેવ થયો ન હતો, અને ભવિષ્યમાં પણ દેવ થવાનો નથી. દેવગતિમાં હું નહીં જાઉં. આહાહા ! હું તો જ્ઞાન પરિણતીમાં જ રહીશ. આત્મા જ્ઞાનક્રિયામાં રહેલો છે પ્રતિષ્ઠિત છે. વિભાવમાં રહેલો નથી. આત્મા આત્મજ્ઞાનમાં રહેલો છે હોં! તો શરીરમાં તો આત્મા ક્યાંથી રહે બધી સૂક્ષ્મ વાતો છે.
હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૦ પ્રવચન નં-૧૯
તા. ૩૦-૪-૯૦
આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો ૫૨માર્થ પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. ૫રમાર્થ પ્રતિક્રમણ એટલે કર્તાબુદ્ધિ છોડી અને પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને ભાવવો– અનુભવ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. પૂર્વે લાગેલા દોષ એનાથી પાછા ફરવું અને શુદ્ધાત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. સ્વભાવનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
પ્રવચન નં-૧૯ ગ્રહણ અને પરભાવનો ત્યાગ.
અકર્તા એવા જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ અને કર્તબુદ્ધિનો ત્યાગ. અહીંયાં આત્માને આત્મા અકર્તા છે તેમ બતાવે છે. અનંતકાળથી આત્મા સ્વભાવથી જ જ્ઞાતા-અકર્તા હોવા છતાં પણ પોતે પોતાની મેળે, પોતાને કોઈના ઉપદેશ વિના હું શરીરનો કર્તા છું, દેશનો કર્તા છું, દુકાનનો કર્તા છું, સાયકલ ચલાવું છું, મોટર ચલાવું છું, પ્લેન ચલાવું છું વગેરે. અનંતઅનંતકાળથી આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને પોતાને કર્તા માને છે. એ અકર્તાની વ્યાખ્યા કરતાં-કરતાં આચાર્ય ભગવાન અંદરમાં લઈ જાય છે.
પર પદાર્થનો કર્તા તો આત્મા ત્રણકાળમાં નથી; કેમકે પદાર્થો સ્વયં પરિણમે છે અને સ્વયં પોતાના કાર્યો કરે છે. એને બીજો કોઈ કરે એવી ત્રણકાળમાં કોઈ અપેક્ષા હોતી નથી. માટે આત્મા પરદ્રવ્યોનો તો કર્તા છે જ નહીં.
હવે અંદરમાં-આત્માની પર્યાય કહો કે પરિણામ કહો તેના બે વિભાગ છે. એક પરાશ્રિત જે રાગ થાય અને એક સ્વાશ્રિતે વીતરાગભાવ થાય. એવા બે પ્રકારના પરિણામ આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ પ્રકારના પરિણામનો પણ આત્મા કર્તા નથી.
જેમ એક દ્રવ્યના બેકર્તા ન હોય તેમ એકભાવના બે કર્તા ન હોય. એક ભાવ એટલે શું કે જે પરિણામ સ્વયં પ્રગટ થઈ રહ્યા છે, થવા યોગ્ય થયા જ કરે છે પરિણામ. હાલતાચાલતા, ઊંઘમાં હો ત્યારે પણ પ્રત્યેકગુણની પ્રત્યેક પર્યાય સ્વયં પ્રગટ થાય છે અને નાશ થાય છે.
જે થવા યોગ્ય પરિણામ છે એ એનાથી થાય છે. પરિણામથી પરિણામ થાય છે. પરિણામનો કર્તા પરિણામ છે. એક ભાવના બે કર્તા ન હોય. ભાવ એટલે પર્યાય/અસ્તિત્વહિયાતી. તે એક સમયનું સત્ છે. પર્યાય નથી એમ નથી. પર્યાય, પરથી પણ નથી અને સ્વ પણ એનો કર્તા નથી. પરિણામ સ્વયં પ્રગટ થાય છે. “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે” એમ લેને તું! આ હું કરું છું પરિણામને, આ ક્રોધ-માન-માયા-લોભના પરિણામને મેં કર્યા. અરે ! પરિણામનો કરનાર પરિણામ છે. તે માથે ઓઢી લે છે કે હું કરું છું. ક્રોધ-માન-માયા-લોભના પરિણામ એ ચારિત્રનો દોષ છે. એ પરાશ્રિત પર્યાય છે આસ્રવ તત્ત્વ છે, અને એને હું કરું છું એમ માને છે તો મિથ્યાત્વનો દોષ લાગે છે.
એક ભાવના બે કર્તા ન હોય. પરિણામનો કર્તા પરિણામ પણ હોય અને આત્મા પણ એ પરિણામને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી, અશક્ય છે. છતાં એ આત્મા જે ભાવે પરિણમે છે એ ભાવનો કર્તા છે. પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ. એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયનય એનો નિષેધ કરે છે, કેઃ પરિણામનો કર્તા હું નથી. હું તો ચૈતન્યના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૩ વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
પરિણામને હું કરું એવું મારું કાર્ય જ નથી. આહા! પરિણામને પરિણામ પણ કરે અને હું પણ કરું-એમ નથી. એ મારા કર્તાપણાની અપેક્ષા વિના સ્વર્ય થાય છે. પરિણામની સામે જોવાનું બંધ કરી દે! પરિણામની સામે જોઈશ તો પરિણામમાં તો મિથ્યાત્વ રહેશે. કર્મનાં કાર્યરૂપ મિથ્યાત્વ રહેશે. અને બીજું પરિણામની સામે જોતા જાણે હું કર્તા છું એવી મિથ્થાબુદ્ધિ થાય છે. માટે પરિણામની કર્તાબુદ્ધિ છોડી પરિણામને ય બનાવવાનું છોડી પરિણામની જ્ઞાતા બુદ્ધિ છોડી, પરિણામને કર્મ બનાવવાનું છોડી, પરિણામને ય બનાવવાનું છોડી; શું કહ્યું? આહા ! જે આ આત્મા જ્ઞાયક ચિદાનંદ ભગવાન જે દષ્ટિનો વિષય એને એક સમય પણ દૃષ્ટિમાં લીધો નથી.
એ વાત અહીંયાં કહે છે-“સકલ કર્તત્વનો અભાવ છે.” એવો પાઠ છે. કોઈ પણ પ્રકારના પરિણામ; પછી તે પોતામાં થતા પરિણામ કે જગતમાં થતાં પરિણામ, એ પરિણામનો આત્મા કર્તા નથી. આત્મા જ્ઞાતા છે માટે કર્તા નથી. પણ જે પરિણામ થાય છે એ પરિણામ મારું કર્મ અને એનો હું કર્તા, એમ નથી. એ પરિણામ મારું શેય અને હું એનો જ્ઞાતા, એમ પણ નથી. સૂક્ષ્મ વાત છે. ધરમની વાત તો ઊંચા પ્રકારની જ હોય ને!?
થવા યોગ્ય પરિણામ થાય છે, આત્મા કરે છે માટે પરિણામ થાય છે એમ નથી. ક્રોધ થાય છે એ આત્માએ કર્યો એમ નથી. ક્રોધ થાય ત્યારે જ્ઞાતાને ભૂલે તો આ ક્રોધ મેં કર્યો તો તેવું અજ્ઞાન ઉભું કરે છે. ક્રોધનું કરવું એ આત્માના સ્વભાવમાં નથી. ક્રોધ આત્માનું કર્મ તો નથી પણ ક્રોધ આત્માનું જ્ઞેય પણ નથી. આત્માનું ઉપાદેયભૂત mય તો જ્ઞાયક છે અને જાણવા માટે શેય તો જ્ઞાનની પર્યાય છે.
કરવું નથી; જાણવું લે ને!? જાણવાના બે પ્રકાર પાડ્યા. જાણવું છે ને? કેઃ “હા” . એક મારો જ્ઞાયકભાવ છે ને એ ઉપાદેયપણે મને જણાય છે. ઉપાદેય એટલે? સ્વભાવનું ગ્રહણ અને આ પરિણામનો કર્તા નથી એવા પરભાવનો ત્યાગ છે. મમત્વ છોડી દે! પરિણામ સ્વયં થયા કરે છે.
આહા ! તું પરિણામનો કરનાર નથી. જ્યાં સુધી પરિણામની અંદર કર્તુત્વબુદ્ધિ રહેશે ત્યાં સુધી પર્યાયદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. તને સમ્યક્દર્શન નહીં થાય. સમ્યક્દર્શન વિના ધર્મની શરૂઆત થઈ શકે નહીં. માટે આત્માને “સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે” તેવો મૂળમાં પાઠ છે.
અહીં શુદ્ધાત્માને આત્મા ત્રણેય કાળે શુદ્ધ જ હોય, એક શુદ્ધઆત્મા અને એક અશુદ્ધ આત્મા એમ બે પ્રકાર હશે આત્મામાં!? આત્મા કહો એટલે શુદ્ધ જ હોય. આત્મા કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં-૧૯ કાળે અશુદ્ધ હોય જ નહીં. એ તો આસ્રવની અશુદ્ધતાનો રાગદ્વેષની અશુદ્ધતાનો આરોપ આપીને અશુદ્ધ આત્મા કહેવામાં આવે છે. તે વ્યવહારનયનું જૂઠું કથન છે.
ત્રણકાળમાં આત્મા શુદ્ધભાવને છોડે નહીં અને અશુદ્ધભાવને ગ્રહે નહીં. આહાહા! “હા” , શુદ્ધભાવને ગ્રહે અને અશુદ્ધભાવને છોડે એવું તો છે. સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એવું તો છે. માટે આત્મા સ્વયં થતાં પરિણામનો કર્તા નથી. સ્વયં પરિણામ થાય એનો કર્તા આત્મા થાય અને એના પરિણામ; આત્માનું કર્મ થાય એમ નથી. કર્મ રહિતનો સ્વભાવ આત્માનો, કર્તા રહિતનો સ્વભાવ આત્માનો છે. શું કહ્યું? કર્મ રહિત એટલે પરિણામ રહિત એ જ આત્માનો સ્વભાવ છે. અને કર્તાપણાથી રહિત આત્મા અકર્તા-જ્ઞાતા છે. માટે આત્મા કર્તા અને પરિણામ કર્મ એ બધાં વ્યવહારનયનાં કથનો છે. અભૂતાર્થ અસત્યાર્થ કથન છે એને છોડી દેજે !
આત્મા કર્તા અને આ પરિણામ થાય એ આત્માનું જ્ઞય તેમ નથી. આત્માનું ય તો ઉપાદેયભૂત જ્ઞાયક તત્ત્વ છે. અને અનુભવ થતાં જ્ઞાન પર્યાય પ્રગટ થાય એ ભેદને શેય કહેવામાં આવે છે. એક અભેદજ્ઞય તે ઉપાદેયપણે અને જાણવા માટે ભેદપણે જ્ઞાનની પર્યાય શિયપણે એવું અંદરમાં સ્વરૂપ રહેલું છે.
તો અહીંયાં કહે છે–પ્રભુ! અંદરમાં જે પરિણામ થાય એની સાથે કર્તા-કર્મ સંબંધ છે, વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. એ બધી વાત શાસ્ત્રમાં આવશે. શાસ્ત્રમાં વ્યવહારનયનાં કથન ઠામ-ઠામ ઠેક-ઠેકાણે આવશે, પણ એને ઓળંગી જજે. આ વ્યવહારનયનું કથન છે તેમ ચેતજે ! વ્યવહારનય અસત્યાર્થ કથન કરે છે.
આહાહા ! કરે પરિણામ પરિણામને અને કહે કે આત્મા કરે છે, આ કાપડના તાકા ફેરફાર થાય એની ક્રિયાથી પુગલની ક્રિયાથી થાય છે અને કાપડીઓ કહે કે આ કાપડ મેં ફેરવ્યું ને મેં મુક્યું, મેં ઘડી સરખી કરી એમ માને તેણે બે દ્રવ્યની એકતા કરી. પણ કાપડ સન્મુખનો જે રાગ; તેનો પણ આત્મા કર્તા નથી. રાગ આત્માનું કર્મ નથી, તેમ રાગ આત્માનું જ્ઞય પણ નથી.
આત્માને કોઈ કર્મ જ ન હોય. આહાહા! એ તો નિષ્ક્રિય ઉપાદેય પરમાત્મા છે. કર્તા નથી માટે કર્તાનું કર્મ પણ નથી. જે અકર્તા હોય એને કર્મ ન હોય. જે કર્તા હોય એને કર્મ હોય. કર્તા કોણ? પરિણામ. પરિણામ કર્યા છે અને પરિણામ એનું કર્મ છે. આત્મા તો નિષ્ક્રિય જ્ઞાતા છે. જાણનાર......જાણનાર.......જાણનાર છે. અંદરની વાતો છે.
ઓહો! આ ગાથા ઘણી ઊંચી છે. તારાચંદભાઈએ માંગણી કરી 'તી, હિંમતનગરમાં ઊંચી માંગણી આવે છે. ભાવ તો એવો આવ્યો કે આ પાંચ ગાથા રત્નની છે એમ સાંભળ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૫ છે તો રત્નની ગાથામાં શું ભર્યું છે?! જેનું ભાવ ભાસન થતાં કર્તબુદ્ધિ નીકળી જાય. કર્તાબુદ્ધિ તો છૂટશે પણ જ્ઞાતાબુદ્ધિ પણ છૂટશે. અને જ્ઞાયક પરમાત્મા સામાન્ય અપેક્ષાએ જે જ્ઞાતા છે એ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થઈ જશે. આહાહા ! વિશેષ અપેક્ષાએ જે કર્તા બુદ્ધિ હતી એ છૂટીને સાક્ષાત જ્ઞાતા થશે. કારણતત્ત્વ પણ શુદ્ધ અને કાર્યતત્ત્વ પણ શુદ્ધ એવો અનુભવ થશે.
એ વાત અહીંયા આચાર્ય ભગવાન આપણને પરમાર્થ પ્રતિક્રમણમાં કહે છે. પ્રતિક્રમણનાં પ્રકારોમાં પહેલાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ, મિથ્યાદષ્ટિ હોય એને! અને પછી અવ્રતનું પ્રતિક્રમણ, અને પછી કષાય અને યોગનું પ્રતિક્રમણ એમ ચાર સ્ટેજે પ્રતિક્રમણના ભેદો છે. એમાં પહેલામાં પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય. અહીંયાં તો મુનિરાજ પોતાની અપેક્ષાએ વાત કરે છે. અહીં કષાયનું પ્રતિક્રમણ કરીને શુદ્ધોપયોગની ભૂમિકામાં જાય છે.
આપણે નીચે લેવું કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયા વિના કષાયનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. મિથ્યાત્વ નામનો સૌથી મોટો પ્રકાર તે કષાયનો બાપ કહો કે કષાયનું મૂળિયું કહો. ક્રોધની ઉત્પત્તિનું મૂળિયું છે.
ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? કે હું ક્રોધી છું ત્યાં સુધી ક્રોધ ઉત્પન્ન થાય છે. હું જ્ઞાતા છું તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. હું તો જ્ઞાતા છું, હું તો જાણનાર છું, હું ક્રોધાદિનો કરનાર નથી. હવે ક્રોધનો કરનાર નથી તો દુકાનનો કરનાર તો ક્યાંથી હોય ?! અરે ! દુકાન દુકાનમાં, કર્મ કર્મમાં, પરિણામ પરિણામમાં અને આત્મા તો અકર્તા જ્ઞાતા છે, ભેદજ્ઞાન કરી લે !
શ્રીમદ્જી ફરમાવે છે કે એક સડેલા તણખલાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. સડેલું તણખલું હોં ! આમ અડે તો તૂટી જાય, લીલું તરણું ચીકણું હોય તે ન તૂટે, પણ આ તો સૂકાયેલું એક સડેલું તરણું હોય ! આમ જ્યાં અડે તો ભૂકો થઈ જાય. એના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. આહાહા ! એ ટૂકડાં થાય એને ભગવાન આત્મા જાણવા પણ રોકાય નહીં. એ તો અંદરમાં જાણનારને જાણવા જતો રહે છે. એવી વસ્તુ સ્થિતિ આ ગુરુદેવ પ્રતાપે બહાર આવી છે.
આત્મા જ્ઞાતા છે ને કર્તા નથી. પછી કર્તાનો વિસ્તાર કરે. પરનો કર્તા નહીં, દેહનો કર્તા નહીં, કર્મનો કર્તા નહીં, રાગનો કર્તા નહીં, સમ્યકદર્શનનો કર્તા નહીં, મોક્ષનો પણ કર્તા નહીં. જાણનાર છે કરનાર નથી. “જે જાણે તે કરે નહીં અને કરે તે જાણે નહીં.'
રે રમ સોર્ફ વરતારા, ગો ના સૌ નાનનદારી,
जो करता नहीं जानै सोई , जाने सो करता नहि होई" નો નાને સો નાખનાર - જાણનારને જાણે સો જાણનારા. જાણનાર છે તો શું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
પ્રવચન નં-૧૯ પરને જાણતો હશે!? એવી ધ્વનિ ઊઠે! પણ એમ છે નહીં. (શ્રોતા- એમાં બીજો જણાય!?) “ના” , બીજો ન જણાય. (એ) જાણે પણ નહીં અને (એ) જણાય પણ નહીં. આ ગુરુદેવનું વાક્ય છે. જ્ઞાયકભાવ પુસ્તક એક નીકળ્યું છે, પૂ. ગુરુદેવના ઓગણીસમી વખતના વ્યાખ્યાન છે, ૬ઠ્ઠી ગાથા ઉપરના. એ પુસ્તકની તો લગ્નમાં લ્હાણી કરવા જેવી છે. આહા ! સગાવહાલા આવે તો આ આપો. ઓલી વસ્તુઓ તો બધી રાગમાં નિમિત્ત છે અને આ તો વીતરાગભાવનું નિમિત્ત છે.
જિનવાણીમાં આવ્યું છે “હું પણ જ્ઞાતા અને તે પણ જ્ઞાતા.” જ્ઞાતા છું તો જ્ઞાતા જ છું. એક વાર જ્ઞાતા અને બીજીવાર પણ જ્ઞાતા એટલે? દ્રવ્ય પણ જ્ઞાતા અને પર્યાય પણ જ્ઞાતા. જ્ઞાતાને જાણે તે જ્ઞાતા થાય, કર્મને જાણે તે જ્ઞાતા ન થાય. શેયને જાણે તે જ્ઞાતા ન થાય. શું કહ્યું?! કર્તાને જાણે એ પણ જ્ઞાતા ન થાય; કાર્યને જાણે એ પણ જ્ઞાતા ન થાય, અને પર શેયને જાણે એ તો જ્ઞાતા થાય જ નહીં.
જ્ઞાતા તો જ્ઞાતાને જાણે-જ્ઞાતા તો ત્રણેય કાળ જ્ઞાયકને જાણનારો છે એને જાણ ને! આહાહા ! જાણે સો જાનહારા. કોને જાણે? દેહને? દુકાનને? સ્ટેનલેસ સ્ટીલના વાસણને? નહીં.” જાણવું તો સ્વભાવ છે ને? કોને જાણવું સ્વભાવ છે? જેને જાણતાં આનંદ આવે એને જાણવું સ્વભાવ છે. જેને જાણતાં સુખ પણ પ્રગટ ન થાય અને જ્ઞાન પણ પ્રગટ ન થાય તેને જાણવું સ્વભાવ નથી. કળશટીકામાં પહેલા કળશમાં માંગલિકમાં આ છે. કેઃ છદ્રવ્યને જાણતાં જીવને સુખ પણ ન થાય અને જ્ઞાન પણ ન થાય. કેમકે એનામાં જ્ઞાન નથી અને એનામાં સુખ પણ નથી. એને જાણતાં જ્ઞાન નથી માટે પાછો ફર! એને જાણવાનું છોડી દે! અંદર શ્રદ્ધામાંથી બળ લાવ કે હું પરને જાણતો જ નથી. પછી કહે છે કે આત્મામાં જ્ઞાન પણ છે અને સુખ પણ છે. એને જાણતાં જાણનારને જ્ઞાન પણ થાય છે અને સુખ પણ થાય છે.
અરે! આ સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. અને સંતોના અનુભવમાં આવેલી આ વાત છે. છોડી દે કર્તબુદ્ધિ અને છોડી દે જ્ઞાતાબુદ્ધિ. પર પદાર્થનો જ્ઞાતા પણ નથી અને પરપદાર્થ મારું શેય પણ નથી. પર પદાર્થને ય કરવા જઈશ તો એ કર્મ થશે પણ એ ય નહીં થાય. રાગને જાણવા રોકાઈશ ને તો રાગનો જ્ઞાતા નહીં થાય પણ રાગનો કર્તા થવાની ભ્રાંતિ થશે. જાણનારને જાણને ! આહાહા! અભેદને એકવાર જાણને! આહાહા ! એ કળશ ઘણો ઊંચો છે.
ગુરુદેવ ફરમાવતા હતા કે નાની ઉંમર બાળપણમાં ગઈ, યુવાન થાય ત્યાં લગ્નને વેપાર, વૃદ્ધાવસ્થા થાય ત્યાં આંખ જાય ને કાં કાન જાય ત્યારે સાંભળવું-વાંચવું કાંઈ થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૭
નહીં. આહાહા! અત્યારથી સાઈડ બિઝનેશની શરૂઆત કરી દેવી જોઈએ. સાઈડ બિઝનેશ એટલે સમજાણું? અડધો કલાક-કલાક ટાઈમ મળે ત્યારે વાંચવું-વિચારવું-ગુરુદેવની કેસેટ સાંભળવી, ચિંતન કરવું વગેરે અડધોકલાક-કલાક તો હોવું જ જોઈએ. મેઈન બિઝનેશ કરવાની ભાવના રાખવી. છૂટવાની ભાવના રાખવી.
શ્રીમદ્દજી નાની વયમાં કહેતા 'તા અમે અહીં ક્યાં આવી પડયા! આ વેપાર આદિ અમને કાંઈ ગોઠતું નથી. ‘થવા યોગ્ય થાય છે', શ્રીમદ્દજી એના કર્તા નથી. (પ્રશ્ન) ગોઠતું નથી તો કેમ કરે છે? ભાઈ! તું આત્માને કર્તા ન દેખ! એ પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાની એના કર્તા નથી અને માલિક પણ નથી. જ્ઞાની કાર્ય-કર્મ કરે છે કે નથી કરતો એ કોણ જાણે છે!! આહાહા !
એક શ્લોક છે-જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો એ કોણ જાણે ?! એ જ્ઞાની જાણે, અજ્ઞાની જાણી શકે નહીં. (શ્રોતા-કોણ કરે છે એનું રહસ્ય શું?) રહસ્ય એ કે કરતો જ નથી ખરેખર. પ્રતીતિમાં અકર્તા છે પણ પરિણમન થોડું છે એટલે બીજા શાસ્ત્ર વાંચવાના, સ્વાધ્યાયના વિકલ્પો આવે છે પણ એ કર્તાનું કર્મ નથી, અને જ્ઞાનનું જ્ઞેય નથી. એ તો જુદે જુદુ વિભાવનું કાર્ય થયા કરે છે. ઉદયભાવ આત્માથી ભિન્ન જણાય છે.
અનુભવીને રાગાદિભાવ આત્માથી ભિન્ન અને ઉપયોગથી પણ ભિન્ન જણાય છે. ભિન્ન જ છે. અજ્ઞાની માટે પણ ભિન્ન જ છે, પણ તે માનતો નથી. ‘જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન', આ એક વાક્ય કાન ઉપર પડયું સોગાનીજીને.. રાત્રે બેસી ગયા ધ્યાનમાં, સવારે સમ્યક્દર્શન લઈને ઊઠયા આહાહા !
અનુભવ પછી તો એમને એવી મસ્તિ ચડી ગઈ; કે માટુંગામાં ગુરુદેવનું વ્યાખ્યાન હતું હોલમાં ત્યાં સોગાનીજી પણ બેઠા હતા. ૨૦૨૦ની સાલની વાત છે. ત્યાંથી ઉઠયા બધા સાથે તો સોગાનીજી સાથે પાંચેક મુમુક્ષુ ભાઈઓ ચાલતા 'તા. સાથે નવરંગભાઈ મોદી પણ હતા. પછી વીરચંદ પાનાચંદના બ્લોકમાં બધા ગયા. ત્યાં ચર્ચા ચાલતી હતી, એમાં કોઈએ પૂછ્યું કે: ધ્યાન કેવી રીતે કરવું ?
(પ્રશ્ન) આત્માનું ધ્યાન કેમ કરવું? તેનો ઉત્તર આપ્યો કેઃ મૈં કિસકા ધ્યાન કરું, પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, મેં તો ધ્યેય હૂં, મૈં ધ્યાન કરનેવાલા નહીં હૂં. ધ્યાન કરનેવાલી ચીજ જુદી હૈ, અને ધ્યેય જુદા હૈ. મૈં તો ધ્યેય હૂં, પર્યાય મેરા ધ્યાન કરે તો કરો. આહાહા ! એવો સચોટ જવાબ આપ્યો. પૂ. ગુરુદેવને એમના સ્વર્ગવાસ પછી આ વાકય મળ્યું; ગુરુદેવ કહે આહા ! આ તો એકાવતારી પુરુષ. એકાવતારી પુરુષ સિવાય આવી વાણી નીકળે
નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
પ્રવચન નં-૧૯ આહા ! ધ્યાનની ઉપેક્ષા ! અમને કયારે ધર્મ ધ્યાન આવશે અને અમને કયારે શુક્લધ્યાન આવશે અને અમે કયારે શ્રેણી માંડશું !? આહાહા ! પરિણામની વાંછા કરવા જેવી નથી. અરે ! એને જાણવા પ્રત્યે પણ ઉદાસીન છે. પરિણામને જાણવાની પણ ઉપેક્ષા વર્તે છે, કરવાની વાત તો કયાંય રહી ગઈ. એ તો વારંવાર વારંવાર અંદર ડૂબકી મારે છે. એ તો જાણનારને (અભેદપણે ) જાણે છે. આવી વસ્તુ સ્થિતિ છે.
જ્ઞાતાને કર્તા માન્યો એ અનંત સંસારનું કારણ છે. એ કર્તા તો થઈ શકતો નથી પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
ચૌદભેદવાળા માર્ગણાસ્થાનો-યોગ-વેદ-કષાય એવા ચૌદ પ્રકાર પ્રવેશિકામાં છે. ટાઈમ મળે તો ત્યાંથી જાણી લેવું! એ બધા પર્યાયના ભેદો છે, તે પરભાવ છે, એ પરદ્રવ્યના પ્રકારો છે. સ્વદ્રવ્યમાં પરિણામનો ભેદ નથી. સ્વદ્રવ્ય તો અનંત ગુણાત્મક અભેદ સામાન્ય ઉપાદેય તત્ત્વ છે. એ ચૌદગુણસ્થાનો તથા ચૌદે ભેદવાળા જીવસ્થાનો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ચૌદજીવસ્થાનો છે.
મિથ્યાદષ્ટિથી માંડીને અયોગી જિન કેવળી સુધી ચૌદ ગુણસ્થાનો છે. એ પરિણામના ભેદો છે. મોહ અને યોગથી ગુણસ્થાનો થાય છે. આત્માથી ગુણસ્થાનની ઉત્પત્તિ થતી નથી. ચૌદ ગુણસ્થાનોની ઉત્પત્તિ મોહ અને યોગથી થાય છે, તે સદ્દભાવ કે અભાવપણે હોય છે.
“શુદ્ધનિશ્ચયનયથી "-સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો અંતર્મુખ થઈએ તો! “પરમભાવ સ્વભાવવાળાને પરમ-પૂજનીક એવા આત્માનો ભાવ અને એવો આત્માનો સ્વભાવ; (પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી. બધાય હોય ત્યાં “મને” એમ લેવું. બધાને શબ્દ હોય ત્યાં “મને અહીં (સ્વમાં) લેવું હો ! “મને આ નથી.' કુંદકુંદ ભગવાનને આ નથી તેમ નહીં. એને તો નથી પણ તને છે એવું નથી કરી નાખને!? “છે” એનું નથી કરી નાખને!? છે ને છે માં રહેવા દે ને?! અહીંયાં (સ્વમાં ) શા માટે લે છે?
અહીંયા નથી (સ્વમાં) તો ત્યાં (પરિણામમાં) એ નથી. રાગને રાગમાં રહેવા દે ને !? અહીંયાં (સ્વભાવમાં) રાગ નથી તો અહીંયા (પરિણામમાં) છે કે નથી, તે જોઈ લે ને!? અહીંયાં રાગ નથી તો પર્યાયમાં પણ વીતરાગભાવ પ્રગટ થશે.
જ્યાં નથી અને જો ને!? જ્યાં છે એને કાં જો !! ક્રોધ ને કાં જો! ક્રોધ જેમાં નથી તેને જો, અને પછી પર્યાયને જો તેમાં ક્રોધ છે કે વીતરાગી ક્ષમા છે. પછી તેને પર્યાયમાં પણ ક્રોધ નહીં દેખાય, પર્યાયમાં પણ વીતરાગી અંશ દેખાશે. આ ભેદજ્ઞાનનો મંત્ર છે.
શુદ્ધનિશ્ચયનયથી એટલે કે જે શુદ્ધને જોનારું જે જ્ઞાન, ત્રિકાળી શુદ્ધાત્માને અંતર્મુખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૧૯
ચૈતન્ય વિલાસ
થઈને, અંદર વાળીને; જે જ્ઞાન બહાર ભટકે છે એ જ્ઞાન અંદર વળીને એટલે કે એને અંદર વાળીને ઉપદેશ બોધમાં એમ પણ કહેવાય કેઃ તારું જ્ઞાન ૫૨સન્મુખ થાય છે ને એને અંદરમાં વાળ! વાળે કોણ ? સ્વયં વળે છે. વળી જાય છે, તેને વાળ્યું એમ કહેવામાં આવે છે.
જ્યાં હું જ્ઞાયક છું એમ ભાવનામાં પડયો ત્યાં એ પરિણામ પરસન્મુખ હતા એ પરિણામનો વ્યય થાય છે, એ પરિણામ અંદરમાં જતા નથી. શું કહ્યું ? જે પરિણામ પરસન્મુખ હતા એને અંદરમાં વાળો, કહેવામાં એમ આવે! પણ....જે પ૨સન્મુખ છે તે ઇન્દ્રિયજ્ઞાન છે એ અંદર વળતું નથી. તમારા પરિણામને અંદરમાં વાળો એટલે કે નવો શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. તેમાં ઇન્દ્રિયજ્ઞાનનો વ્યય અને અતીન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થઈને શુદ્ધ નિશ્ચયનયે પોતાના આત્માને જ્યાં જોવે છે ત્યાં ‘૫૨મભાવ સ્વભાવવાળા મને' એ ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદો મારામાં નથી.
આહાહા! પરિણામ પરિણામમાં ભલે હો! “પરિણામકો પરિણામમેં રહને દો મેં તો અપરિણામી હું.” આહાહા! પરિણામનું કરવું એ નથી અને પરિણામનું છોડવું ય નથી. પરિણામ મારામાં નથી એટલું કરી લેને! આહા! હું તો જ્ઞાનાનંદ આત્મા છું; હું તો પરિણામ માત્રથી રહિત છું. સ્વભાવનું ગ્રહણ કરને તો પરભાવની-પરિણામની મમતા છૂટી જશે. અને સ્વભાવનું ગ્રહણ અને ૫૨ભાવનો ત્યાગ એ વિધિ વડે સમ્યક્દર્શન અને ચારિત્ર પુરું થાય છે.
પરિણામમાં મમતા છોડ! પરિણામમાં મમતા છોડી જેણે, એણે દુકાન અને વહીવટ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણ ઉપરથી મમતા છૂટી જાય છે અને પુત્ર-પુત્રી-માતા-પિતાભાઈ-ભગિની-ભાર્યા વગેરે ઉ૫૨થી મમતા છૂટી જાય છે. ભાઈ! હું તો જાણનાર છું ને!?
સવારથી સાંજ સુધી, બે-પાંચ વખત વિચાર તો કર! આમાં મારું કોઈ દેખાતું નથી. આમાં મારું શું છે? વિચાર કરો ! તેની ઊંડી મીમાંસા તો કરો કે મારું શું છે? આત્માર્થી જીવને અંદરથી જવાબ આવશે કે મારો તો જ્ઞાનમય આત્મા છે. બાકી આ જગતમાં મારું કાંઈ નથી. અહીંનું અહીં રહેશે, અને આત્માનું જ્ઞાન સાથે આવશે હોં! જ્ઞાન આત્માનું હોય, શાસ્ત્રનું જ્ઞાન જ ન હોય. તેને કથન માત્ર કીધું ને!? શાસ્ત્રનું જ્ઞાન ન હોય. જ્ઞાન, હંમેશા આત્માનું જ હોય. શાસ્ત્રનું જ્ઞાન હોય તો તો જ્ઞાન જડ થઈ જાય. શું કહ્યું ?
શાસ્ત્રનું જ્ઞાન થયું! તો કહે છે....શાસ્ત્રનું જ્ઞાન ન થાય. આત્માનું જ જ્ઞાન થાય. આહા ! શાસ્ત્રને નિમિત્ત દેખી ને શાસ્ત્રનું જ્ઞાન થયું એમ ઉપચારથી કહેવામાં આવે છે. પણ...વ્યવહારનયનું કથન અસત્યાર્થ જાણી એનું શ્રદ્ધાન છોડજે. એવી ગાથાઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસારમાં છે.
“ રે ! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે
કા૨ણે છે શાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે; ” ( (૩૯૦)
પ્રવચન નં-૧૯
આ ગાથા ઉપરનાં ગુરુદેવના વ્યાખ્યાન છપાઈ ગયા છે હોં! એમાં ગુરુદેવે કહ્યું, શાસ્ત્રને લક્ષે થવાવાળુ જ્ઞાન જડ અને અચેતન છે. જડ અને અચેતન! આહાહા! આત્માના લક્ષે થયેલું જ્ઞાન તે જ્ઞાનચેતના છે. ચેતન દ્રવ્ય છે એનું અવલંબન લેતાં ચેતના પ્રગટ થઈ જાય છે. જ્ઞાનચેતના પ્રગટ થાય છે.
એ બધાં પરિણામો મને નથી હોં! મારામાં નથી. મારામાંથી ઉથાપ્યા પરિણામને એને સ્વભાવના ગ્રહણ પૂર્વક એ મારામાં નથી ત્યાં એનો ત્યાગ થઈ ગયો. આ મારામાં નથી. પરિણામને પાર્સલ કરીને અલોકાકાશમાં મોકલવા નથી. પરિણામ પરિણામમાં છે, તેનું લક્ષ છૂટી જાય છે, અને આત્મલક્ષ થાય છે ત્યારે સ્વભાવનું ગ્રહણ થાય છે. સ્વભાવ જ્ઞાયક એનું ગ્રહણ એટલે એનું જાણવું, એની પ્રતીતિ એમાં ઠરવું એ ત્રણેય ભેદ ગ્રહણમાં આવી જાય છે.
નિશ્ચય મોક્ષમાર્ગ અને પરભાવનો ત્યાગ. એ વ્યવહાર રત્નત્રયનાં પરિણામ મારામાં નથી. આહાહા! એનો સ્વામી હું નથી. વ્યવહાર રત્નત્રયનાં પરિણામ હો તો પણ સ્વામીપણું છૂટે; દુકાન હોય પણ સ્વામીપણું છૂટી જાય છે. શરીર પણ હોય, પણ તેનું સ્વામીપણું છૂટે છે. એને સમ્યક્દર્શન કહેવામાં આવે છે.
**
હવે આગળ! “ મનુષ્યને તિર્યંચ પર્યાયની કાયાના. મનુષ્ય અને તિર્યંચ હોય એમાં વયકૃત થોડો ફેરફાર થાય છે. યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય છે. વૈક્રિયિક શરીર-દેવ અને નારકીના જે શરીર હોયને એમાં વૃદ્ધ અને બાળ એવું કાંઈ ન હોય, માટે મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના-કાયાના હોં! વયકૃત ફેરફાર જેવા કે યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય છે. આ ફેરફાર અવસ્થાવાળા મનુષ્ય અને તિર્યંચ માંદા પડે, ઘરડાં થાય એમ આમાં હોય છે.
99
66
‘વયકૃત વિકારથી (ફે૨ફા૨થી ) ઉત્પન્ન થતા
બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ
અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો.” બાળ એટલે એકદમ બાળ અવસ્થા, યુવાન એટલે યુવાન, સ્થવિર એટલે પ્રૌઢ અને વૃદ્ધ એટલે વૃદ્ધાવસ્થા. હજુ વૃદ્ધાવસ્થા ન આવી હોય એને પ્રૌઢ અવસ્થા કહેવાય. અને વૃદ્ધાવસ્થા આ ચામડી લટકતી હોય, આંખે મોતિયો આવતો હોય, કાન જતા રહે અને ચાલી ન શકાય-લાકડી લેવી પડે એને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે.
“ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો,” આ બધા ભેદો પરિણામના છે, એ મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૧
હું તો બાળે 'ય નથી, યુવાને 'ય નથી, સ્થવિર નથી, અને હું વૃદ્ધ પણ નથી. એ શરીરનાં ધર્મ મારા નથી અને એ કર્મ પણ મારા નથી. માટે તે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જ્ઞાનમાં તો જ્ઞાયકને શેય તરીકે સ્થાપી દે ને!? જ્ઞાયક તો છે, સ્વીકાર કરીશ તો કામ થઈ જશે. સમયે-સમયે બાળ–ગોપાળ બધાને જણાય તો છે જ, કઠણ પડે છે.
આ વાત વર્ષોથી ગુરુદેવ કહે છે. જ્યાં જાય ત્યાં ૧૭-૧૮ ગાથા લ્યે. બાળ–ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે. ગુરુદેવ ગયા પછી એમાંય વાંધા પડયા. અરે! ભગવાન જ્યાં (ગુરુની) શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય ત્યાં તો.... આહા! વ્યવહાર શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય એને તો શું કહેવું! એ તો ગુરુના શિષ્ય પણ નથી. ગુરુની ભૂલ કાઢે એ શિષ્ય ન કહેવાય.
“ સ્થૂળકૃત વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે મને નથી.” પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. દ્રવ્યને ગ્રહણ કરનાર એક નય છે, નય એટલે જ્ઞાનનો અંશ. એ જે સામાન્ય સ્વભાવને ગ્રહણ કરે એટલે જાણે ! ગ્રહણ એટલે પકડવું એમ અહીં નથી. ગ્રહણ એટલે સ્વભાવને જાણે. એકલા શુદ્ધાત્માની સન્મુખ થઈને જાણે.
આહાહા! શુદ્ધાત્માને જાણીને બહાર નીકળીને લખ્યું કે મારામાં નથી. જાણીને લખે છે કે આ પરિણામ મારામાં નથી. અંદરમાં ખૂબ જોયું, તપાસ ખૂબ કરી; ચારે બાજુ તપાસ કરી અને દ્રવ્યમાં-ક્ષેત્રમાં કાળમાં-ભાવમાં જોયું; અંદરનું દ્રવ્ય, અંદરનું ક્ષેત્ર, અંદરનો કાળ, અને અંદરનો ભાવ. સ્વચતુષ્ટય અંદર છે. એક ચતુષ્ટ બહાર છે.
અંદરમાં જઈને બહુ તપાસ કરી..બહુ તપાસ કરી ! કેમકે અજ્ઞાની જીવ એમ કહે છે કે આ ગુણસ્થાન આત્મામાં છે, જીવ સમાસ આત્મામાં છે, માર્ગણાસ્થાન આત્મામાં છે, બંધમોક્ષ આત્મામાં છે-તેમ બહુ ઠેકડા મારતા'તા, પછી મુનિરાજે) બહુ વિચાર કર્યો; લાવ અંદર ઊંડાણમાં જઈને જોઊં! બધા અજ્ઞાની કહે છે તે સાચું છે કે ખોટું? અનુભવથી પ્રમાણ કરું. જ્ઞાની અંદરમાં ઘૂસ્યા; ચારેબાજુ અસંખ્ય પ્રદેશમાં નજર કરી ક્યાંય એમાં રાગ દેખાતો નથી.
સાધક કહે છે-તપાસ કરતાં-કરતાં મને ક્યાંય ગુણસ્થાન દેખાતું નથી. છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલે છે અને અંદરમાં ગયા તે કહે-લાવ શાસ્ત્રમાં ગોમટસારમાં છે કે ગુણસ્થાનછઠ્ઠું અને સાતમું મુનિરાજને હોય છે. તપાસતો કરું અંદ૨માં! છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન છે કે નહીં? અને અંદરમાં જઈને જોયું-આહાહા! પરિણામ માત્રનો મારામાં અભાવ છે. અર્થાત્ છઠ્ઠું–સાતમું ગુણસ્થાન મારામાં નથી, માટે નિષેધ કર્યો છે.
શ્રી સમયસાર છઠ્ઠી ગાથામાં હું શાયક છું. પ્રમત્ત અપ્રમત્ત મારામાં નથી. અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચન નં-૨૦ તપાસીને લખ્યું છે. અંદર તપાસીને જોઈને લખ્યું છે, અદ્ધરથી નથી લખ્યું. તું પણ તપાસને!? તું તપાસ તો તારામાં રાગ બુદ્ધિ છૂટી જશે. અંદરમાં જઈને જોતો ખરો! એક જ્ઞાયકના દર્શન તો કર ! દર્શન કરીને પછી કહે કે રાગ આત્મામાં થાય છે કે અનાત્મામાં? અનાત્મામાં રાગ થાય છે, મારામાં તો જ્ઞાન થાય છે. કોનું જ્ઞાન થાય છે? કે જ્ઞાયકનું જ્ઞાન થાય છે. આ રાગ છે એનું? કે નહીં. આહાહા ! રાગ કર્મ પણ નથી અને રાગ ય પણ નથી.
જ્ઞાયક જ ય છે અને આત્મા એનું જ્ઞાન કરનારો માટે જ્ઞાતા-જ્ઞાનને શેય અભેદ છે. ત્યારે એને નિર્વિકલ્પ અનુભવમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે. સમ્યકદર્શન પ્રગટ થાય છે. અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં-૨૦
તા. ૧-૫-૯૦. આ શ્રી નિયમસાર પરમાગમ શાસ્ત્ર છે. તેનો પરમાર્થપ્રતિક્રમણ અધિકાર છે. વ્યવહાર પ્રતિક્રમણમાં શુભભાવનો વિકલ્પ ઊઠે છે, એ બંધનું કારણ છે. પરમાર્થ પ્રતિક્રમણ એટલે અંતર્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ જ્યારે અનુભવ કરે ત્યારે એને શુદ્ધોપયોગ થાય. એ શુદ્ધોપયોગ દશા સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધપરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે. એવી અપૂર્વ ગાથા છે.
પ્રત્યેક આત્માઓ જ્ઞાનમય હોવાને કારણે જ્ઞાયક છે. અને જ્ઞાયક હોવાના કારણે કેવળ જ્ઞાતા છે. કથંચિત્ કર્તા અને કથંચિત જ્ઞાતા એવું દષ્ટિના વિષયમાં નથી. દષ્ટિના વિષયમાં તો સર્વથા આત્મા જ્ઞાતા જ છે, અને કર્તા નથી. જ્ઞાતા જ છે એવું જ્ઞાતાનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે.
આ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા કોઈપણ ક્રિયાનો કરનારો છે એમ ન જો !
આત્મા જ્ઞાયક છે એવા જ્ઞાયકને અકર્તાપણે જો! હવે કર્તાપણે ન જો ! એવી આ પાંચ ગાથા છે. આ આત્મામાં વર્તમાનમાં મોહ-રાગ-દ્વેષનો અભાવ છે. પર્યાયમાં સદ્દભાવ-દ્રવ્યમાં અભાવ આવું અસ્તિ-નાસ્તિ અનેકાંતનું સ્વરૂપ છે. કથંચિત્ આત્મા શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એવું સ્વરૂપ નથી. આત્મા “સતા” એટલે જે અતિરૂપે છે, “અવબોધ” એટલે જ્ઞાન, “પરમચૈતન્ય” એટલે દર્શન અથવા વીર્ય અને “સુખની અનુભૂતિમાં લીન” અનુભૂતિ એટલે પર્યાય નહીં. એવા ત્રિકાળ સ્વભાવમાં લીન એટલે એવો આત્મા છે. ગુણી ગુણમાં રહેલો છે. ગુણ-ગુણીમાં રહેલા છે અભેદ છે. આવા ગુણોમાં આત્મા રહેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩
ચૈતન્ય વિલાસ છે. આત્મા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, સુખમાં રહેલો છે પણ તે રાગમાં એક સમયની પર્યાયમાં રહેલો નથી. એક સમયની નિર્મળ પર્યાયમાં પણ એ આવી જાય તો પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થઈ જાય પણ એમ ત્રણકાળમાં બનતું નથી.
સોનું સોની પાસે તો નથી પરંતુ સોનું એની મલિન પર્યાયમાં પણ નથી. સોટસના શુદ્ધ નિર્મળઘાટ-પરિણામમાં પણ સોનું નથી. સોનું તો એના અનંતગુણોમાં રહેલું છે. સોનું ગુણમય છે.
એમ આ ભગવાન આત્મા કોઈ પરિણામમાં નથી. પરિણામ આત્માથી ભિન્ન છે તેથી પરિણામનો આત્મા કર્તા, કારયિતા, અનુમોદક અને એનું કારણ નથી. કર્તા તો નથી પણ એ પરિણામનો ખરેખર જ્ઞાતા પણ નથી. એ તો જ્ઞાયકનો જ જ્ઞાતા છે, એ પણ એટલા ભેદથી કહેવું પડે છે, બાકી જ્ઞાયક તો જ્ઞાયક છે.
કબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ બે દોષ છે. એ અનંતદુ:ખનું કારણ છે. એ કર્તાબુદ્ધિ છૂટે તો કર્તાનો ઉપચાર આવે; જ્ઞાતાબુદ્ધિ છૂટે તો જ્ઞાતાનો ઉપચાર આવે. સૂક્ષ્મ વાત છે. આ પાંચ ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે.
ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે છઠ્ઠાગુણસ્થાને મુનિરાજ લખે છે તો તેમને ચોથા ગુણસ્થાને તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે; તો ફરીથી કેમ લખે છે કે: આ પરિણામનો હું કર્તા નથી, કારયિતા નથી, કરાવનાર નથી, અને બીજો કોઈ કરે છે એ મારા ખ્યાલમાં છે, પણ બીજો કરે તો ઠીક પરિણામને એવું અનુમોદન પણ હું આપતો નથી.
કહે છે કર્તબુદ્ધિ તો ચોથે ગઈ અને આ બધાં નિર્મળ પરિણામો, શુદ્ધઉપયોગ વર્તે છે તેનો કર્તા હું નથી. હવે કર્તબુદ્ધિ જાય ત્યારે તો સમ્યકદર્શન થાય છે. કર્તબુદ્ધિ તો ગઈ છે છતાં કર્તા નથી...કર્તા નથી....કર્તા નથી....એમ શા માટે કહેવામાં આવે છે!? તો એમાં એક રહસ્ય છે.
કર્તા બુદ્ધિ તો ચોથે ગુણસ્થાને જાય છે જ્યારે નિર્મળ પર્યાયરૂપે પરિણમે છે આત્મા; ત્યારે નિર્મળ પરિણામનો આત્મા ઉપચારથી કર્તા છે. જેને કબુદ્ધિ ગઈ તેને કર્તાનો ઉપચાર આવે છે. હવે એ કર્તાનો ઉપચાર આવતો હતો એમાં સવિકલ્પ દશા આવી જતી હતી, છછું આવતું હતું.
આત્મા કર્તા અને શાસ્ત્રનું જ્ઞાન કર્મ એ તો દૂર રહો ! પણ છ સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ, જે નિરંતર આનંદનું ભોજન કરનારા છે તે સંતો ફરમાવે છે કે શુદ્ધઉપયોગની પર્યાય પ્રગટ થાય છે અમને. શુદ્ધ પરિણતિ પણ છે અને અંદરમાં સાતમામાં જાઉં તો શુદ્ધોપયોગ થાય છે. હવે એ પરિણામે હું પરિણમું છું માટે એ પરિણામનો હું કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
પ્રવચન નં-૨૦ છું એવો મારા પર ઉપચાર જ્યાં સુધી આવે છે ત્યાં સુધી ધારાવાહી અભેદનો અનુભવ આવી શકતો નથી. જ્યાં સુધી ધારાવાહી અભેદનો અનુભવ ન આવે ત્યાં સુધી શ્રેણી આવતી નથી. શ્રેણી ન આવે તો અરિહંત દશા પ્રગટ થતી નથી. મુનિરાજ કહે છે-અમને ખબર છે કે અત્યારે અરિહંત દશા પ્રગટ થવાની નથી. શુક્લધ્યાનનો ધારાવાહી અનુભવ રહેતો નથી. ધર્મધ્યાન તો છે પણ, શ્રેણીની સન્મુખ ધર્માત્મા આવી ગયા છે. આ કાળે શ્રેણી નથી. શ્રેણી તો શુક્લધ્યાનમાં આઠમા ગુણસ્થાન થી હોય, અત્યારે તો ધર્મધ્યાન છે. આત્માની કર્તબુદ્ધિ તો ગઈ. બંધ મોક્ષનો કર્તા નથી. મોક્ષમાર્ગનો ય કર્તા નથી.
સાધકને કર્તબુદ્ધિ ગઈ, હવે કર્તા બુદ્ધિ જ્યારે જાય છે ત્યારે આત્મા સમ્યક પ્રકારે કર્તા થાય છે. કર્તાબુદ્ધિ જાય તો આત્મા સમ્યક પ્રકારે કર્તા થાય છે. એટલે શું? ! કે: આત્માની સન્મુખ થતાં સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રના નિર્વિકારી નિર્મળ પરિણામ પ્રગટ થયા. હવે આત્મા મોક્ષમાર્ગરૂપે પરિણમે છે તો પરિણમે તેને કર્તા કહેવાય, અને નિર્મળ પરિણામ એને કર્મ એટલે કાર્ય કહેવાય. એ આત્માનું કાર્ય થયું. એટલો કર્તાપણાનો ઉપચાર પણ મુનિરાજને ખટકે છે.
આહાહાકર્તાપણાનો ઉપચાર આવે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે. કર્તાપણાના ઉપચારને ઓળંગી જાય-નિષેધ કરે ત્યારે સપ્તમ ગુણસ્થાન આવે છે. ચોથે એ જ રીત, પાંચમે એમ ને છઠ્ઠામાંથી સાતમામાં જવા માટે પણ આમ જ છે. કર્તા બુદ્ધિ ચોથે જાય અને કર્તાનો ઉપચાર સાતમામાં આવે ત્યારે જાય છે. ચોથ, પાંચમ, છઠું સવિકલ્પદશામાં કર્તાનો ઉપચાર રહી જાય છે. માટે આત્મા ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી એ રહસ્ય અહીં ખોલે છે.
આ આત્મા સ્વઆશ્રિત પરિણામ થાય એનો ઉપચારથી કર્તા છે. આ નિર્મળ પર્યાયનો ઉપચાર પણ જ્યારે ખટકે છે ત્યારે એ ઉપચારને ઓળંગી ફરી અભેદના અનુભવમાં ચાલ્યા જાય છે. કર્તા-કર્મનો ભેદ નીકળી જાય છે. આત્મા કર્તા અને નિર્મળ પર્યાય મારું કર્મ એવું કર્તા-કર્મના ભેદમાં કર્તાનો ઉપચાર આવતો હતો તે અભેદમાં અનુપચાર થઈ જાય છે. આ સમજાય એવી સ્થિતિ છે.
અનુભવ પહેલા પણ જરા મધ્યસ્થ થઈને, આત્માશ્રિત થઈને પોતાના સ્વરૂપને વિચારે તો આવી સ્થિતિનો ખ્યાલ પણ આવી શકવા યોગ્ય છે. આવી શકે નહીં એમ નથી. જો કોઈને ખ્યાલ ન આવે તો શાસ્ત્ર કેમ લખ્યાં?!
કર્તબુદ્ધિ ચોથે ગઈ છતાં આચાર્ય ભગવાન કહે છે કે આ માર્ગણાસ્થાનનો હું કર્તા નથી. કેમ પ્રભુ! હું કર્તા નથી તે તમારે કેમ યાદ કરવું પડ્યું?! એનો જ્ઞાતા નથી એમ કહ્યું હોત તો તો અમે સમજી શકત, કે પર્યાય ભેદનો જ્ઞાતા થતાં અભેદનું જ્ઞાતાપણું દષ્ટિમાંથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૫ (ઉપયોગમાંથી) છૂટી જાય છે તો તો અમે સમજી શકત! પણ આપ તો અકર્તાની સાક્ષાત મૂર્તિ છો જ્ઞાયક, તમે તો સંત છો. તમે પરિણામના કર્તા ન હો! આપ તો પરિણામના જ્ઞાતા હો! અને એ જ્ઞાતાનો નિષેધ કર્યો હોત તો તો અમે સમજી શકત, પણ આ પરિણામનો હું કર્તા નથી એમ કહેવાનો આપનો આશય શું છે તે કૃપા કરીને સમજાવો!
એક વખત આ વિષય લીધો ત્યારે યુગલજીસાહેબ પણ હતા. આ વાત ઘણી સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે ન સમજાય એમ નહીં. સૂક્ષ્મ છે એટલે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, શ્રવણમાં પણ માનસિક એકાગ્રતા જઈએ. મન ક્યાંય ભમતું હોય આહા ! અત્યારે ઉઘરાણી છે એનું શું થશે !? આ કાપડના પાર્સલ આવ્યા છે કે નહીં? એનું શું થશે !? આવા સ્વાધ્યાય વખતે મન ચંચળ હોય તો આચાર્ય ભગવાનને કહેવાનો જે આશય મર્મ છે એ એના જ્ઞાનમાં ન આવે. કલાક-દોઢ કલાક તો એણે મન ઉપર તાળું મારવું જોઈએ.
કેમકે પહેલા વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું મનમાં ગ્રાહ્ય થાય છે, અને પછી જ્ઞાનમાં ગ્રાહ્ય થઈ જાય છે. પહેલા મન વડે આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સમ્યક્દર્શન પામે છે. એનું કારણ છે કે મન એ વિશેષ તર્કથી-તર્કણાથી વિચાર કરી શકે છે. હિતાહિતનો વિચાર કરી શકે છે. આ ભાવ હિતરૂપ છે આ ભાવ અહિતરૂપ છે; આ સ્વ છે તે મારું છે અને આ પર છે તે મારું નથી એવું ભેદજ્ઞાન સવિકલ્પ ભેદજ્ઞાન મનવાળું પ્રાણી કરી શકે છે અને મન છૂટે તો અભેદનો અનુભવ પણ થઈ શકે છે. “મન પાવે વિશ્રામ અનુભવ યાકો નામ.” .
અહીં આચાર્ય ભગવાન સમજાવે છે હે ભવ્ય પ્રાણીઓ તમે કેવળ જ્ઞાતા છો. તમારામાં ઉત્પન્ન થતા પરિણામ એના પણ તમે કર્તા નથી. આહાહા ! એ કર્તબુદ્ધિ જશે તો તમને સમ્યકદર્શન થશે થશે ને થશે જ. સમ્યકદર્શનરૂપે પરિણમે તો એને સમ્યક્દર્શનનો કર્તા થયો એવા ઉપચાર પણ આવશે. ઉપચારમાત્રથી નિર્મળ પર્યાયનો કર્તા છે. એ કળશટીકામાં લીધું છે.
કળશટીકાકાર અનુભવી થઈ ગયા. એમણે એમ કહ્યું કે આ પરભાવનો ને પરદ્રવ્યનો કર્તા તો ઉપચારથી પણ નથી. પણ જ્યારે આત્મ સન્મુખ થઈ સમ્યકદર્શન -જ્ઞાન-ચારિત્રના નિર્વિકારી શુદ્ધ પરિણામ પ્રગટ થાય ત્યારે તે આત્મા તે ભાવરૂપે પરિણમે છે. પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ એમ ઉપચારથી નિર્મળ પરિણામનો કર્તા કહેવામાં આવે છે. એ ઉપચારમાત્રથી; ઉપચારથી એમ ન લખતાં ઉપચારમાત્રથી કર્તા છે. અમે અમારા નિર્મળ પરિણામનાં ઉપચારમાત્રથી કર્તા છીએ.
ઘણાં વખત પહેલાની આ વાત છે. જયપુરમાં પ્રતિષ્ઠા હતી. ટોડરમલ સ્મારક થયું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
પ્રવચન નં-૨૦ ત્યારે ગોદિકાજીએ એકલે હાથે સોળલાખ ખર્ચા. આ લગભગ વીસ વર્ષ પહેલાની વાત છે. ત્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં ફરમાવ્યું ત્યારે હું પણ ત્યાં હતો. ત્યારે બહારમાં ગોળીબાર અને અહીંયાં મિથ્યાત્વ ઉપર ગોળીબાર ગુરુદેવની વાણીમાં આવતો. બે જગ્યાએ ગોળીબાર.
એ વખતે ગુરુદેવને વ્યાખ્યાનમાં એવી મસ્તી ચડી ગઈ ! આપણને વ્યાખ્યાનમાં દેખાય હોં! આજની મસ્તી કાંઈક જુદી છે; આ જ કાંઈક સૂક્ષ્મ ન્યાય હવે આવશે. તેમણે વ્યાખ્યાનમાં ફરમાવ્યું કે, “નિર્મળ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી.” કળશટીકામાં રાજમલજી સાહેબ કહે છે ઉપચારમાત્રથી કર્તા; અને આહા! ભાવિ તિર્થંકર ફરમાવે છે કેઃ નિર્મળપર્યાયનો હું ઉપચારથી પણ કર્તા નથી. વ્યવહારથી પણ કર્તા નથી એવું અકર્તાપણું-જ્ઞાયકપણું મારામાં છે.
એ વાત સાંભળી મને એવો પ્રમોદ આવી ગયો કે: દોડીને જ્યાં ઉતારો હતો ત્યાં ગયો પ્રમોદ જાહેર કરવા માટે, કે આજે આપે ગજબ કોહીનૂરનો હીરો આપી દીધો. કર્તા બુદ્ધિ છૂટી જાય, જ્ઞાતા બની જાય સાક્ષાત. પણ ઘણાં માણસો બેઠા હતા. બીજી વાતો ચાલતી હતી, થોડી વાર બેઠો અત્યારે કહેવાનો મોકો નથી તેથી પાછો ફરી ગયો.
રાજમલજી સાહેબ કહે છે-“નિર્મળ પર્યાયનો ઉપચાર માત્રથી કર્તા છે.” ગુરુદેવ ફરમાવે છે કે: “ઉપચારથી પણ કર્તા નથી.” એ જ વાત કુંદકુંદભગવાન ફરમાવે છે કે નિર્મળ પર્યાયનો ઉપચારથી કર્તા નથી ત્યારે અમને શુદ્ધોપયોગ દશા આવે છે. જ્યાં સુધી હું કર્તા અને નિર્મળ પર્યાય મારું કાર્ય છે એવો ભેદ પડે છે; ભેદ પડે તો કર્તાપણાનો ઉપચાર આવે અને અભેદમાં કર્તાપણાનો ઉપચાર છૂટી જાય છે. અભેદ શુદ્ધોપયોગ થાય ત્યારે હું કર્તા અને નિર્મળ પર્યાય મારું કાર્ય એવો ભેદનો જે ઉપચારરૂપ વિકલ્પ એ છૂટી ને નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે.
આહા! આ ગુરુ તો ગુર! જબરજસ્ત વ્યક્તિ થઈ છે. આહા ! એના તત્ત્વને જાણે અને અપનાવે તો કામ થઈ જાય. બાકી ડોકું “ના” માં ધુણાવે એમાં કામ ન થાય. ગુરુભક્તિમાં શુભભાવ થાય એવું તો અનંતવાર કર્યું.
આહાહા! એવી વ્યવહાર ભક્તિ અનંતવાર કરી કાંઈ નવી વાત નથી. મનુષ્ય કરતાં અસંખ્યભવ દેવના થયા. દેવના ભવ ક્યારે થાય? શુભભાવ ઉત્કૃષ્ટ હોય ત્યારે થાય પણ તેથી શું?! એ તો ગતિ છે. દેવગતિમાં એ દુઃખ છે ચારે ગતિ દુ:ખરૂપ છે. એક પંચમગતિ સુખરૂપ છે સિદ્ધગતિ.
આચાર્ય ભગવાન ફરમાવે છે-હું પરિણામનો કર્તા નથી. કર્તબુદ્ધિ ગઈ અને કર્તાનો ઉપચાર આવે છે એ ખટક્યો. ગુરુદેવની વાત અને કુંદકુંદભગવાનની વાત બેય મળી ગઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૭ જયપુરમાં ત્યાં સાંભળેલું હતું કે ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. આ અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” ગુરુદેવનો જ્યારે સ્વર્ગમાં જવાનો કાળ થયો ત્યારે છેલ્લો છેલ્લો સંદેશ આપતા ગયા.
જેમ ઈશ્વરના કર્તાવાદીનો મોક્ષ થતો નથી તેમ હે શ્રમણ !? આહાહા! આ લોકોત્તર અને પેલો લૌકિક એટલો આંતરો પાડ્યો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માને છે, બાહ્યમાં નગ્નતા છે, અઠ્ઠાવીસમૂળગુણ પાળે છે–તે પણ નિરતિચારપણે પાળે છે, આત્મા હાથમાં આવ્યો નથી અને આત્માને કર્તા માને છે તો કહે છે કે જેમ એનો મોક્ષ નથી તેમ તારો પણ મોક્ષ સર્વજ્ઞ ભગવાને જોયો નથી. આ બધું સમયસારમાં છે હોં! બીજી ફુરસદ મળે છે પણ સમયસાર ઉઘાડવાની વાંચવાની ફુરસદ મળતી નથી. અગિયાર ભાગ ક્રમસર વાંચવા જોઈએ. અહા ! અરે ! માથે મોતના નગારા વાગે છે વાર નહીં લાગે, “રજકણ તારા રખડશે જેમ રખડતી રેત પછી નરતન પામીશ ક્યારે ચેત ચેત નર ચેત.” એ તો બધું વિખાઈ જશે. અહીંના પરમાણુ અહીં રહેશે. જ્ઞાન સાથે લઈ જઈશ અને કાં અજ્ઞાન સાથે લઈ જઈશ.
અહીં કહે છે પ્રભુ! તું જ્ઞાતા છો કર્તા નથી હોં! આનું દસ વખત સ્મરણ તો કર. જેમ નમોકાર મંત્રનું સ્મરણ કરી રહ્યો છો તું એમ તું જ્ઞાતા છો કર્તા નથી તેમ સ્મરણ કર, પછી કર્તા નથી એને ભૂલી જા ! પછી જ્ઞાતા જ છું...જ્ઞાતા જ છું. પહેલામાં “કર્તા નથી જ્ઞાતા છું' એમાં જ્ઞાતા જ છું. તેમાં “જ” નહતો આવતો,
હું જ્ઞાતા છું અને કર્તા નથી' એમ વિધિ-નિષેધ આવે. એમાં જ્ઞાતા છું એમ આવતું 'તું, પછી કર્તા નથી દસ વખત બોલ્યો અગિયારમી વખત બોલવાનું નહીં. પછી અગિયારમી વખત શું શરૂ કરવું? “જ્ઞાતા જ છું” આહાહા! એમાં જેનો કાળ પાક્યો હોય અને જ્ઞાતા જ છું એમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. સાક્ષાત જ્ઞાતા થાય એવો આ મંત્ર છે અલૌકિક.
આચાર્ય ભગવાન એમ કહે છે કે આ બધા જે ગુણો છે ને! એના સ્વભાવમાં, એવા વિશિષ્ટ આત્મ તત્ત્વને-આ પ્રકારનું આત્માનું સ્વરૂપ, એમાં આત્મા પોતાના ગુણોમાં રહેલો છે. પર્યાયમાં રહેતો નથી, રાગમાં રહેતો નથી, આઠ કર્મમાં રહેતો નથી, શરીરમાં રહેતો નથી. તો એ ક્યાં રહે છે? ગુણી પોતાના ગુણોમાં રહેલો છે.
સોનું ક્યાં રહે છે? એ એની પર્યાયમાં રહેતું નથી. એના ચીકાશ-પીળાશ ગુણોમાં સોનું રહેલું છે, એવા આત્મતત્ત્વને ગ્રહનારા એટલે જાણનારા; ગ્રહવું એટલે પકડવું નહીં પણ જાણનાર ! શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે અંતરમુખ થઈને પર્યાયાર્થિકચક્ષુ સર્વથાબંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
પ્રવચન નં-૨૦ કરી; પરિણામને જાણવાનું સર્વથા બંધ કર્યું અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે આત્માને જો.
દ્રવ્યાર્થિકનય એટલે શું? જે નય એટલે જ્ઞાનનું પ્રયોજન સામાન્યને અવલોકવાનું હોય એ જ્ઞાનની અવસ્થાને; દ્રવ્ય અર્થ ને નય તેને દ્રવ્યાર્થિકનય કહે છે. દ્રવ્ય જેને જાણવાનું પ્રયોજન છે. અર્થ એટલે પ્રયોજન.
એ જ્ઞાનની પર્યાયમાં પરને જાણવાનું સર્વથા બંધ થઈ જાય છે, પરિણામને જાણવાનું બંધ થઈ જાય છે, ભેદનું તો લક્ષ રહેતું નથી અને અભેદમાં જ્યારે જીવ જાય છે ત્યારે એને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા કે જેનો વિષય ધ્રુવ એકલો સામાન્ય છે. વિશેષ એટલે પર્યાય; પર્યાય પર્યાયને જાણવાનું બંધ કરે છે. જે પર્યાય આત્માને જાણે છે એ પર્યાય પર્યાયને જાણવાનું બંધ કરે છે, અને પર્યાય દ્રવ્યમાં અર્હમ્ કરે છે. ત્યારે એને સાક્ષાત અનુભવ થાય છે.
આહાહા ! “એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે;” આ બળ આવ્યું અંદરમાં! “મારે સકળ રોગ-દ્વેષ-મોહ નથી.” મારા સ્વભાવની સમીપે જઈને અંદરમાં જોયું, મારા આત્માને બહુ ઢંઢોળ્યો મેં! કારણ કે અજ્ઞાની કહે છે રાગ-દ્વેષ-મોહ આત્મામાં થાય છે એવી વાત કાન પર આવી. અજ્ઞાની જેમ માને એમ બકવાસ કરે છે. ત્યારે આચાર્ય ભગવાનને થયું કે આ લોકો ને શું થયું છે !? લાવ જોવ તો ખરો ! ફરીને અંદરમાં ગયા !
આચાર્ય ભગવાને શુદ્ધ દ્રવ્યાર્થિકનય વડે પોતાના આત્મતત્ત્વને નિહાળ્યું અવલોકન કર્યું અંદરમાં જઈને; અને પછી બહાર આવીને લખ્યું કે અમારા શુદ્ધાત્મામાં આ મો–રાગવૈષનો અભાવ છે. અમારા સ્વભાવમાં રાગ નથી આહાહા ! મારે સકળ-રાગ-દ્વેષ-મોહ નથી એટલે શુદ્ધાત્મામાં નથી. નથી માટે એનો કર્તા નથી, નથી માટે એનો જ્ઞાતા પણ નથી. અને છે એનો જાણનાર છું એમાં જ્ઞાન પ્રગટ થાય છે, દર્શન ચારિત્ર પ્રગટ થઈ જાય છે અને અલ્પકાળમાં મોક્ષ થાય.
પહેલાં જાણે તો સમ્યક્દર્શન પછી વારંવાર જાણવાનો પ્રયત્ન કરીને અંદર જાય તો ચારિત્ર, અને અંદર ગયા પછી બે ઘડી નીકળે જ નહીં તો કેવળજ્ઞાન. આહાહા ! આ શું થયું? ગઈ કાલે તો ગુરુ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને શિષ્ય કહ્યું પ્રભુ! મને મારા ધ્યાનમાં લીન થવા માટે એકાન્તની રજા આપો. શિષ્યનું ફાટફાટ વીર્ય હતું, ગુરુ સમજી ગયા, જાવ ! મોક્ષભવ.”
એક દિવસની દીક્ષા લીધેલ મુનિરાજ જાય છેજંગલમાં જંગલમાં જઈને અંદરમાં ધ્યાનમાં મગ્ન થયા, બે ઘડી જામી ગયા અને કેવળજ્ઞાનનો ભડકો થયો. કોઈએ આવીને કહ્યું આપના શિષ્યને કેવળજ્ઞાન થયું છે; ગુરુ તેને વંદન કરે છે. ગુરુ છદ્મસ્થ છે ને!? અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૯ આ તો પરમાત્મા થઈ ગયા. પછી કોણ શિષ્યને કોણ ગુરુ એવી અદભૂત સ્થિતિ છે.
અહીં કુંદકુંદાચાર્ય ભગવાનની તીખી દષ્ટિ, તીખું જ્ઞાન અને સ્થિરતાનો પ્રકાર જ કોઈ જુદો છે અત્યારે તેઓ બ્રહ્મલોકમાં ગયા છે એકાવતારી છે, ત્યાં બધા બ્રહ્મચારી છે. તેઓ બીજા કલ્યાણકમાં ન જાય પણ દીક્ષા કલ્યાણકમાં જાય, ત્યાંથી નીકળી સાધના કરી પરમાત્મા થશે.
અહીં કહે છે કે મેં મારા સ્વભાવમાં અંદર જઈને જોયું તો કહે છે કે દયા-દાન-કરુણા કોમળતાના પરિણામ, પાંચમહાવ્રતના પરિણામ, આત્મામાં થયા છે એવો આત્મા મને દેખાણો નહીં. આ પરિણામ આત્મામાં થાય છે એમ મેં જોયું નહીં. એ તો પરિણામના ધર્મો છે. હું તો દ્રવ્યસ્વભાવ અનંત ગુણાત્મક અનંતગુણનો પિંડ ભગવાન આત્મા છું. “પરિણામને પરિણામમાં રહેવા દો મેં તો દ્રવ્ય સામાન્ય હું.
પરિણામમાં આ બધું હોય પણ જે પરિણામમાં થાય છે એ દ્રવ્ય સામાન્યમાં નથી. આસ્રવમાં જીવ તત્વ નથી. આહાહા! આમ્રવને જીવમાં સ્થાપવો એ મિથ્યાષ્ટિ છે. આસવને આસ્રવમાં રહેવા દે ને!? આસવથી આત્મ જુદો છે, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે. સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. એનાથી એકત્વ માને તો મિથ્યાદષ્ટિ અને વિભક્ત કરે તો જ્ઞાની થાય.
આ ગાથાઓ જ ઊંચી છે. કબુદ્ધિ ગઈ અને કર્તાનો ઉપચાર જાય ત્યારે શુદ્ધોપયોગ આવે. બીજો પ્રકાર એ છે કે હું પરનો જ્ઞાતા છું એવી જ્ઞાતા બુદ્ધિ જાય અને અનુભવ થાય પછી સવિકલ્પ દશામાં આવે તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહેવાય. સવિકલ્પદશામાં ભેદને જાણે એવો ઉપચાર આવે છે. પણ ભેદને જાણવાના ઉપચારને ઓળંગીને ફરીથી અભેદમાં ચાલ્યો જાય છે, પછી અભેદને જાણે છે. કર્તા બુદ્ધિ જાય કર્તાનો ઉપચાર આવે, પછી કર્તાનો ઉપચાર જાય ઠરે અંદર, જ્ઞાતાબુદ્ધિ જાય જ્ઞાતાનો ઉપચાર આવે અને જ્ઞાતાનો ઉપચાર જાય તો ફરી પાછો ઠરી જાય. આ તો ઠરવાની પ્રક્રિયા ચાલે છે.
સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણ સ્વરૂપ.” આહાહા ! એને કર્મનું આવરણ જરાય નથી. આઠ પ્રકારના કર્મના આવરણથી રહિત અને ભાવ આવરણથી પણ રહિત આ પરમાત્મા છે. મિથ્યાત્વ-અવ્રત-કષાયને યોગ એવા જે આસ્રવો એનું આવરણ ભગવાનને લાગુ પડતું નથી. જે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે ને !?
આપણે સૂર્યગ્રહણ લો! એ જે ગ્રહણ થાય છે. રાહુ આડો આવે તો એના પ્રકાશને બાધક છે. પણ એ તમે આગળ જાવ...આગળ જાવ તો એને ગ્રહણ લાગું પડતું નથી. કાળુ ધાબુ છે એ નીચેથી દેખાય છે પણ આગળ જઈને જોઈએ તો; આહા ! સૂર્યને ગ્રહણ થયું જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૩૦
નથી. સૂર્યને કોઈ ' દિ ગ્રહણ થાય જ નહીં. દૃષ્ટાંતથી ખ્યાલ આવ્યો! ? આમ જ્યાં રાહુ હતો એ રાહુને ટપીને જ્યાં આગળ ગયા અરે! આ તો ઝળહળ જ્યોત સૂર્ય છે. સૂર્યને ગ્રહણ ન હોય. સૂર્યના પરિણામને ગ્રહણ હોય, એ પણ થોડોક ટાઈમ હોય. પરિણામનું ગ્રહણ નીકળી જાય તો ૫૨માત્મા થઈ જાય. ખ્યાલ આવ્યો ?!
પ્રવચન નં-૨૦
આ પ૨માત્મા બિરાજે છે અંદર એને તો ભાવ આવરણ નથી પર્યાયને ભાવ આવરણ થયું હોય જ્યાં સુધી સમ્યક્દર્શન ન થયું હોય. ત્યાં સુધી જેમ પ્રકાશને થોડો ટાઈમ ગ્રહણ હોય પછી ગ્રહણ છૂટે તો પ્રકાશ તો પ્રકાશ છે. એમ જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી કરતો એનું લક્ષ નથી કરતો ત્યાં સુધી પરિણામ ઉપ૨ આવરણ છે. પણ દ્રવ્યને તો આવરણ લાગુ પડતું નથી. “હું તો નિત્ય નિરાવરણ છું” આમાં લખેલું છે. ‘સદા નિરાવરણ ’, એ આવરણ આવે ને જાય એ હું નહીં. આવરણ આવે એ પણ પરિણામને આવે, અને આવરણ જાય એ પણ પરિણામને જાય, ‘હું તો નિત્ય નિરાવરણ પરમાત્મા છું.’
આ બધા શાસ્ત્રો તો પરમાત્મા થવાના છે. ‘પરમાત્મા છો અને પરમાત્મા થાઓ.' તમે સદા નિરાવરણ છો હું તો છું પણ તમે બધા ભાવકર્મ દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત આત્મા છો તે માંગલિકમાં-પહેલા કળશમાં કહ્યું.
હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, એ આત્મા કેવો છે? કે: મિથ્યાત્વના પરિણામથી રહિત છે. આહાહા! મિથ્યાત્વના પરિણામથી રહિત કહેશો તો સંસારનો અભાવ થશે !? કહે–અમને ઈષ્ટ છે. આ શાસ્ત્રો એના માટે તો લખ્યાં છે. શાસ્ત્ર મિથ્યાત્વ રાખવા માટે લખ્યાં છે?!
કેટલાક કહે છે કે અત્યારે જો તમે આમ કરશો તો સંસારનો અભાવ થશે! એ તો
અમને ઈષ્ટ છે. સંસારનો લોપ થવા માટે તો આ શાસ્ત્રો લખ્યાં છે. તારે સંસારમાં રહેવું હોય; તો તું જાણ! તેમાં શ્રી ગુરુ શું કરે ?
"
સદા ' એટલે હમેંશા હોં! ત્રણેકાળ નિરાવરણ સ્વરૂપ છે. નિરાવરણ એટલે જેને આવરણ નથી. જેમ સૂર્યને ગ્રહણનું આવરણ નથી પણ સૂર્યના પ્રકાશને આવરણ છે; એ પણ થોડો ટાઈમ છે. પર્યાયમાં મિથ્યાત્વ છે એ પણ થોડો ટાઈમ છે. વિકાર લાંબો ટાઈમ ન રહે. મિથ્યાત્વ થોડા ટાઈમ માટે હોય, કાયમ માટે મિથ્યાત્વ રહેતું નથી. આહાહા! જ્યાં અંદરમાં આત્માની સ્ફૂરણા જાગી, અને અનુભવ થયો તો મિથ્યાત્વ ચાલ્યું જાય છે. દ્રવ્ય શુદ્ધ હતું અને શુદ્ધનું અવલંબન લેતાં પર્યાયમાં શુદ્ધતા થાય છે. કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બેય શુદ્ધ છે.
આ બધા મંત્રો છે. એક હતો રાજા અને એક હતી રાણી એવું આ નથી. એક એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૧ શબ્દમાં માલ છે. “સદા નિરાવરણ સ્વરૂપ.” કોઈ કાળે એને આવરણ લાગુ થયું નથી, કોઈ કાળે પણ આત્મા અશુદ્ધ થતો નથી. “સહજ ચિશક્તિમયી” શુદ્ધજ્ઞાનરૂપ” છે. દર્શનશક્તિ પણ કહેવાય અને વીર્ય શક્તિ પણ કહેવાય. આહા! અનંતવીર્યમય છે. સહજ ચિત્તશક્તિમય છે.
સહજ દર્શનના સ્કૂરણથી”, લો! દર્શન આવ્યું બીજું. સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણમૂર્તિ. આત્મામાં દર્શન નામનો ગુણ છે. એની પર્યાયમાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શનઅવધિદર્શન-અને કેવળદર્શન એમ ચાર પ્રકાર થાય છે, એ પર્યાયના ધર્મ છે. ગુણમાં તો ત્રણેકાળ દર્શનગુણ અનાદિ અનંત પરિપૂર્ણ છે. એ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ છે આત્મા.
સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ, (જેની મૂર્તિ અર્થાત્ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને સ્વરૂપમાં અવિચળ.” સ્વરૂપમાં અવિચળ એ ચારિત્રની વાત કરે છે. ચારિત્ર નામનો ગુણ છે એ અવિચળ છે તે ચળાચળ થતો નથી. પર્યાયમાં દઢતા આવે અને પર્યાયમાં સ્થિરતા થાય, ગુણ તો અવિચળ છે. પર્યાયમાં સ્થિરતા પણ આવે-વધેથાય પણ ગુણ તો ત્રણેકાળ અવિચળ છે.
“અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા”, અત્યારે બધાને યથાખ્યાત ચારિત્ર છે. શું કહ્યું? યથાખ્યાત ચારિત્ર એટલે બારમું ગુણસ્થાન નહીં; ગુણસ્થાન તો આત્મામાં છે જ નહીં; એ તો થોડી વાર ભૂલી જાઓ. તુ તો ગુણમય છો ને!? આત્મામાં યથાખ્યાત ચારિત્ર નામનો ગુણ છે એટલે એનું અવલંબન લેતાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. શક્તિની વ્યક્તિ થાય છે. યથાખ્યાત ચારિત્ર અત્યારે શક્તિરૂપે છે હોં! ! સાંભળી ન જાય એવી વાત છે, અને પ્રેમથી પ્રીતિથી સાંભળે તો કામ થઈ જાય, આ સ્વભાવનું સ્મરણ અને વિભાવનું વિસ્મરણ; આહાહા !
દુકાને જવા પહેલા કલાક-દોઢ કલાક આત્માનું સ્મરણ તો કર પછી દુકાને તો પાછું વિસ્મરણ થઈ જશે. તે પણ કેટલાકને હોં! ! બધાયને ન થાય, દુકાને જાય એટલે આત્માને ભૂલી જાય એવું ન હોય સમજી ગયા. કેટલાંક ભૂલી જાય સાવ અને કેટલાંકને આત્માની મુખ્યતા રમતી હોય; ઘરાક બેઠા હોય ત્યારે પણ આત્માનું સ્મરણ આવી જાય, અને ઘરાક જાય ત્યારે આત્માનું સ્મરણ વધી જાય.
સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા.” અહીં ગુણની વાત છે. ચારિત્ર નામનો એક ગુણ છે. એ સ્થિર એનો સ્વભાવ છે. અનાદિ અનંત શક્તિરૂપે “યથાખ્યાત ચારિત્રવાળા એવા મને', પોતે કહે છે હું યથાખ્યાત ચારિત્રવાળો છું. કે પ્રભુ! આપ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને પંચમકાળના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર
પ્રવચન નં-૨૦ સાધુ છો આપ તો! વાત તારી સાચી છે; પણ તું મને કહે છે કેઃ યથાખ્યાત ચારિત્ર અત્યારે ન હોય?! તમને નથી, તારી નજર ક્યાં ગઈ !? તારી નજર પર્યાય ઉપર ગઈ. આહાહા ! અમે તો ત્રિકાળી ગુણની વાત કરીએ છીએ.
આહાહા ! અજ્ઞાનીની નજર પર્યાય ઉપર જાય છે, પર્યાયદષ્ટિવાળો પર્યાયને જ જુએ છે, તેને દ્રવ્યદૃષ્ટિ થતી નથી. મુનિરાજ કહે છે-“અમે કહીએ છીએ કે આ અમે ઉભા યથાખ્યાત ચારિત્રવાળા', આહા ! આવો ગુણ આત્મામાં છે. ગુણનું સ્મરણ છે અને પર્યાયનું વિસ્મરણ છે. યથાખ્યાત ચારિત્ર થાવ કે ન થાવ અમને દરકાર નથી. અમે અત્યારે યથાખ્યાત ચારિત્રમય છીએ.
આ બધી વાત મસ્તીમાં લખી છે. પદ્મપ્રભમલધારિદેવ ટીકાકાર પણ ભાવિ તીર્થંકર છે. પોતે આ શાસ્ત્રમાં લખી ગયા છે. ભાવિ તીર્થંકરનું જ્ઞાન છમસ્થને થાય? અરે! તને કાંઈ ખબર નથી. પોતાનું ને પરનું જ્ઞાન થાય એમ શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે. કહે છે–પોતાનું ને પરનું જ્ઞાન ન થાય તો અમે એને અનુભવ કહેતા નથી તેમણે ત્યાં સુધી લખ્યું છે. જ્ઞાનની તાકાત અનહદ છે એની શક્તિનો વિશ્વાસ નથી આવતો એટલે આત્મા ઉપર વિશ્વાસ આવતો નથી.
એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી. આ સંજ્વલનના ક્રોધ-માન-માયા-લોભ વર્તે છે પણ એ મારા સ્વભાવમાં નથી. સ્વભાવમાં તો એનો અભાવ છે. પર્યાયમાં ભલે ક્રોધ-માન-માયા-લોભ હોય તીવ્ર કે મંદ. છઠ્ઠ તીવ્ર અને સાતમે જાય તો મંદ સંજ્વલન કષાયની છેલ્લી એક ચોકડી છે.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એ ત્રણ ચોકડી ગઈ એક ચોકડી જરા રહી ગઈ છે. આહા! શ્રેણી માંડતા એનો અભાવ થઈ જશે. મારા સ્વભાવની અંદર સમીપે જઈને જોયું મેં; કારણકે જગત કહે છે ક્રોધ આત્મામાં થાય છે, જ્ઞાની કહે છે ક્રોધ આત્મામાં ન થાય. ક્રોધ ક્ષણભર થાય તો તે પરાશ્રિત પર્યાયમાં થાય છે, પણ મારામાં થતો નથી. હું તો જ્ઞાનમય ગુણાત્મક જ્ઞાયક છું. હું તો ગુણનો ભંડાર છું. દોષનો ભંડાર નથી હું દોષમય નથી હું તો ગુણમય છું. ગુણ અને દોષ બેય પ્રતિપક્ષ છે.
સમસ્ત સંસારના કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” હું તો જ્ઞાનાનંદ પરમાત્મા છું અને તમારી દષ્ટિ ક્રોધ ઉપર છે. તેથી તમને ક્રોધમય જીવ દેખાય છે, અમને તો ગુણવાન જ્ઞાયક આત્મા દેખાય છે. હું તો પરમાત્મા છું. અમારી દ્રષ્ટિમાં પરમાત્મા આવી ગયો છે તે ખસતો નથી, અને ક્રોધ દષ્ટિમાં આવતો નથી. આહાહા! અને જ્ઞાનમાં શેય પણ સવિકલ્પ દશામાં થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જતાં જ્ઞાનનું ઝેય પણ ટળી જાય છે અને જ્ઞાયક આત્મા જ અભેદપણે શેય થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૩ હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં - ૨૧
તા. ૩-૫-૯૦. આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. પૂર્વે લાગેલા દોષોનો વર્તમાનમાં પશ્ચાતાપ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. હવે એ પૂર્વે લાગેલા દોષ હોય એની સન્મુખ થાય તો પ્રતિક્રમણ ન થાય. પૂર્વે લાગેલા દોષને વર્તમાનમાં યાદ કરીને ભૂલી જવું શૌચ કરવો એનું નામ પ્રતિક્રમણ છે તે પણ વ્યવહારે છે.
પૂર્વે જે દોષ લાગ્યા તેનો હું કરનારો હતો, તેવી મારી માન્યતા હતી, તેનું અત્યારે મારા સ્વભાવની સન્મુખ થઈને જોઉં છું તો એ દોષોથી રહિત હું પરમાત્મા છું એમ અંતરદષ્ટિ કરતાં વર્તમાન શુદ્ધોપયોગ થાય ત્યારે એ પૂર્વે લાગેલા દોષોની નિવૃત્તિ થઈ જાય છે. આવું પ્રતિક્રમણનું સ્વરૂપ છે.
હવે આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં એને અનંત કાળથી કર્તામાની બેઠો છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે હું જ્ઞાતા છું અને તું પણ જ્ઞાતા છો. હું એ જ્ઞાતા અને તું એ જ્ઞાતા. જેમ હું અકર્તા હોવાથી કરનાર નથી, જ્ઞાતા સ્વરૂપે છું એમ તું પણ તારા સ્વભાવથી જ્ઞાતા જ છો. તું તને કર્તાપણે ન જો! કેમકે કોઈપણ પરદ્રવ્યના કાર્યને કરે એવી શક્તિ આત્મામાં નથી. હા! જાણવાની પૂરી શક્તિ છે પણ કરવાની શક્તિ તારામાં બિલકુલ નથી. આંખની પાપણ હુલાવવાની શક્તિ પણ આત્મામાં નથી. એક સડેલાં તરણાનાં બે કટકા કરવાની શક્તિ તારામાં નથી. કેમકે તું જ્ઞાતા છો, તું કર્તા નથી.
આઠ કર્મ બંધાય છે એનો પણ તું કર્તા નથી. જ્યારે કર્મ બંધાય છે ત્યારે કર્મનો બાંધનારો ભગવાન આત્મા નથી. કેમકે ભગવાન આત્મા તો જ્ઞાનમય છે દર્શનમય છે એટલે કેવળ જ્ઞાતા જ છે.
કર્મો બંધાય છે એનો કર્તા કોણ છે? કે કર્મ બંધાય છે એનો કર્તા પુદ્ગલ દ્રવ્ય છે. એનું નિમિત્ત કારણ આસ્રવ તત્ત્વ છે. જીવતત્ત્વ કર્તા તો નથી પણ નિમિત્તકર્તા એ નથી. અજ્ઞાન દશામાં જ્યારે કર્મ બંધાય ત્યારે અજ્ઞાન અંગ કર્મ બંધમાં નિમિત્ત કારણ કહેવાય, પણ ભગવાન આત્મા કર્મ બંધાય છે ત્યારે કર્તા થતો નથી. એ તો અકર્તા રહેલો છે. અકર્તા સ્વભાવને, જ્ઞાતા સ્વભાવને ભૂલી ગયો છે.
કર્તા છે પુદ્ગલ, પુદ્ગલની ક્રિયાનો, અને આ માને છે કે હું કરું છું. રાગની ક્રિયા જે સ્વયં થાય છે થવા યોગ્ય થાય છે, એના જ્ઞાનમાં પ્રતિભાસ થતાં આ રાગની ક્રિયા મેં કરી એ પોતાનું અજ્ઞાન છે. તું તો જ્ઞાતા છો.
રાગની ક્રિયા થાય ત્યારે જ્ઞાતા, કર્મ બંધાય ત્યારે પણ જ્ઞાતા; અને કર્મ ઉદયમાં આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
પ્રવચન નં-૨૧ ત્યારે પણ જ્ઞાતા; કર્મ ખરે ત્યારેય જ્ઞાતા; સર્વ કાળે તું તો જ્ઞાતા જ છો. એવા સ્વભાવને દષ્ટિમાં લેને! તો તારી કર્તબુદ્ધિ છૂટી જશે. કર્તા બુદ્ધિ સંસારનું કારણ છે. કરી તો શકતો નથી મફતનો અભિમાન કરે છે એ વાત આચાર્ય ભગવાન પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં, પાંચ રત્નમાં કહેવા માગે છે.
ગાથાના મથાળામાં કહ્યું કે આ જે શુદ્ધાત્મા છે તે પરિણામ માત્રનો અકર્તા છે. પરિણામ પરિણામથી થાય છે. આત્માથી પરિણામ થતા નથી. હાથ પગનો ચલાવનાર તો આત્મા નહીં, શબ્દનો બોલનાર પણ આત્મા નહીં; વિકલ્પ થાય તેના કરનાર પણ આત્મા નહીં, વિકલ્પને ઇન્દ્રિયજ્ઞાન જાણે તેનો પણ કર્તા નહીં અને જે જ્ઞાન આત્માને જાણે એનો પણ કર્તા તું નથી. તું તો જ્ઞાતા છો. સર્વ અવસ્થામાં સર્વ કાળે; સર્વ અવસ્થામાં એટલે નિગોદથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધીની સર્વ અવસ્થાઓમાં આત્મા ત્રણેય કાળ જ્ઞાતા છે. પણ જ્ઞાતાને સ્વીકાર ન કરતાં, આ રાગાદિનો કર્તા છું કર્મને કરું, દેહને કરું મન-વાણીને કરું એમ સ્વભાવને ભૂલીને અનંતકાળથી કર્તબુદ્ધિ થઈ છે એ કર્તાબુદ્ધિ છોડાવનારી આ પાંચ ગાથા છે.
આપણે ૧૫૪ પેજ સુધી આવ્યા છીએ. “હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” પછી ગુણસ્થાન “હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” “હું” આહાહા! “હું” એટલે આત્મા. (તેને બદલે ) આ મનુષ્ય તે “હું', આ “હું” એમ નથી. કર્મ “હું” એમ નથી. રાગ “હું” એમ નથી. દુઃખ હું એમ નથી. તારું હું પણું તો જ્ઞાનમાં છે, તું તો જ્ઞાયક છો !
આહાહા ! આચાર્ય ભગવાન પોતે શુદ્ધઉપયોગ દશા પ્રગટ થવા માટે કર્તાપણાના ઉપચારને ઓળંગીને; તેમને કર્તબુદ્ધિ તો ગઈ 'તી; પણ...પોતે પોતાથી વાત કરીને બીજાને ઉપદેશ આપે છે. કે: અમે પણ અકર્તા અને તમે પણ અકર્તા અને સર્વ જીવો અકર્તા છે. જે અકર્તાનો સ્વીકાર કરે છે તેને સમ્યકદર્શન થાય છે. જ્ઞાતાનો સ્વીકાર કરે તેને સમ્યકદર્શન થાય છે. અને પોતે પોતાની મેળે બીજાના ઉપદેશ વિના “હું” કર્તા છું એમ માને તો મિથ્યાદર્શન થાય છે/સંસાર ઉભો થાય છે.
ચૌદ ગુણસ્થાન છે, ચૌદગુણસ્થાનનાં ભેદો છે, સર્વજ્ઞ ભગવાને ગુણસ્થાન જોયા છે. ચૌદ ગુણસ્થાન છે પણ એનો કરનાર “હું” નથી. થાય એનો કરનાર નથી, છે એનો કરનાર નથી, હું તો એનાથી જુદો જાણનાર....જાણનાર. એમાં પણ પોતે પોતાને જ જાણે એવું જ્ઞાતાનું સ્વરૂપ છે. પોતાને જ પોતે જાણે એવો જ્ઞાતા છે. પરને કરે એવો આત્માનો સ્વભાવ નથી, એવું જ્ઞાતાનું સ્વરૂપ જ નથી, અને પરને જાણે એ પણ જ્ઞાતાનું સ્વરૂપ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૫ આહાહા! કરવાની વાત તો દૂર રહો પણ પરનો જાણનાર એવો પક્ષ રહેશે ત્યાં સુધી ઉપયોગ બહાર ભમશે. મિથ્યાષ્ટિ અર્થાત્ પહેલું ગુણસ્થાન; જે જીવને મિથ્યાત્વના પરિણામ છે એ આત્મા પણ... એ અજ્ઞાની આત્મા પણ એમાં થતાં પરાશ્રિત આગ્નવોમિથ્યાત્વભાવ-વિભાવભાવ એનો કર્તા નથી, પણ... “” મિથ્યાત્વનો કર્તા છું એમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. શું કહ્યું?!
જ્યારે મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે ત્યારે જ તું તારા આત્માને મિથ્યાત્વનો અકર્તા જો ! જ્ઞાયક છું એમ જો ! જ્ઞાયક/જ્ઞાતા એટલે મિથ્યાત્વનો જ્ઞાતા એમ નહીં. જ્ઞાયકનો જ જ્ઞાતા છું એમ જ ! અકર્તા છું એમ જો! જોઈને પછી જોઈ લે કે મિથ્યાત્વની પર્યાય છે કે નથી !? જો લેજે! તો મિથ્યાત્વનો વ્યય અને સમ્યકદર્શનનો ઉત્પાદ થઈ જશે. આ મિથ્યાત્વના નાશનો ઉપાય.
“હું” મિથ્યાદષ્ટિ છું એમાં મિથ્યાદષ્ટિ રહી ગયો. “હું” જ્ઞાતા પરમાત્મા છું એમાં મિથ્યાત્વ જતું રહે છે. “હું” પણું જતું રહે છે. આ મિથ્યાત્વના પરિણામ મારા છે, હું એને કરું છું, હું એના ફળને ભોગવું છું આહાહા! એ તારી પર્યાય દષ્ટિ છે. એવું આત્માનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન આત્મા અકર્તા છે.
કર્તા બુદ્ધિનું ઝેર બહુ ખરાબ છે. આખો કર્તાકર્મ અધિકાર લખવો પડ્યો. આવો કર્તાકર્મ અધિકાર કોઈ દિગમ્બર શાસ્ત્રમાં સળંગ નથી. છૂટું છવાયું કર્તાકર્મનું સ્વરૂપ તો બધા દિગમ્બર શાસ્ત્રોમાં છે, પણ....સળંગ આખો કર્તાકર્મ અધિકાર સ્પેશ્યલ લીધો. જીવને-અજીવ અધિકાર લીધા પછી કર્તાકર્મ અધિકાર લખ્યો. કે: આ જીવ, અજીવનો કર્તા નથી તે બતાવવા માટે લખ્યો. અજીવનો હું કર્તા છું એ માન્યતા હતી. અજીવનો વિસ્તાર ઘણો છે. એકલા પુલકર્મ અને દેહ મન વાણી એ અજીવ નહીં. અજીવના લક્ષે થતાં ગુણસ્થાનના ભેદો, માર્ગણાસ્થાનનાં ભેદો એ બધા અજીવમાં જાય છે.
જીવ, અજીવનો કર્તા છે એ માન્યતા હતી એટલે આખો કર્તાકર્મ અધિકાર લખવો પડ્યો સ્પેશ્યલ. નહીંતર નવતત્ત્વોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર છે. તેમાં નવ પદાર્થનું યથાર્થ સ્વરૂપ છે. પણ એને ભૂતાર્થનયે જાણજે. આહાહા ! તેરમી ગાથામાં લાલબત્તી ધરી છે. અમે નવતત્ત્વનું સ્વરૂપ તો કહેશું પણ એકેક અધિકાર ઉપર તું લખજે સોનેરી અક્ષરથી; આમ્રવને બંધ જ્યાં શબ્દ હોય ત્યાં લખજે કેઃ આ આસ્રવને અને બંધને ભૂતાર્થનયે જાણીશ તો આસ્રવનો અને બંધનો અભાવ થશે ને મોક્ષ થઈ જશે.
ભૂતાર્થના એટલે સ્વયં થવા યોગ્ય થાય છે, આત્મા પરિણામનો કર્તા નથી. પરિણામ સ્વયં થાય છે, એ એના પકારકથી થાય છે એની ક્ષણિક ઉપાદાન શક્તિથી થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
પ્રવચન નં-૨૧ ત્રિકાળી શક્તિ પરિણામનો કર્તા નથી.
તો કહે છે-કે- આ તેરમે ગુણસ્થાને ભગવાન બિરાજમાન છે અને તેમની વાણીમાં એમ આવ્યું કે તેરમું ગુણસ્થાન પણ સંસાર છે. કેમકે ત્યાં અઘાતિકર્મનો ઉદય છે, અને થોડી પ્રતિજીવી ગુણની વિપરીતતા પણ છે. માટે અહીંથી કોઈએ કહ્યું કેઃ હે! પ્રભો! અમારી વિનંતી છે અને આપ એટલું કામ કરો કે મોક્ષની પર્યાય કરી ઘો! કેમકે આ તેરમું ગુણસ્થાન સંસાર છે. અમારાથી સહન થતું નથી. કારણ કે તેમાં ગુણસ્થાનની કેવળજ્ઞાનની પર્યાયને તમે કરો છો તો એને બદલે સિદ્ધની પર્યાય કરી ધો.
આ કોણે પ્રશ્ન કર્યો છે?! કર્તબુદ્ધિવાળાએ; અહીંયાં (પોતાનામાં) પણ કર્તાબુદ્ધિ અને ત્યાં પણ કર્તાબુદ્ધિ સ્થાપી એણે ઠેઠ આઘો જતો રહ્યો. સર્વજ્ઞને પણ કર્તા સ્થાપ્યા. પોતાની બુદ્ધિ પ્રમાણે આરોપ આપ્યો. કે પ્રભુ! આ તેરમાં ગુણસ્થાનની પર્યાયનો વ્યય કરીને “નમો સિદ્ધભ્ય”. નમો સિદ્ધાણમાં આપ ચાલ્યા જાવ. તો ત્યાંથી ઉત્તર આવ્યો કે તારો પ્રશ્ન મુર્ખાઈ ભરેલો છે. તું તારા આત્માને કર્તા દેખી રહ્યો છો માની રહ્યો છો ! અને અમને પણ તું કર્તા બનાવવા માગે છે!? અમે તો જ્ઞાતા છીએ. અરે! અમે પણ જ્ઞાતાને તમે પણ જ્ઞાતા છો.
જુઓ! તમને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે. કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અને તમને સારું કામ કરવાનું અમે કહીએ છીએ તો કરી ઘો! અમે તમને નીચેના ગુણસ્થાને જાવ એવું કહેતા નથી. (દિવ્ય ધ્વનિમાં ઉત્તર આવ્યો) તારો પ્રશ્ન મુર્ખાઈ ભરેલો છે. અનંતવીર્ય પ્રગટ થાય તો પણ એ પરિણામ થાય એને જાણે પણ કરે નહીં એનું નામ વીર્ય છે. આહાહા ! વીર્ય એનું નામ કે જે સ્વભાવની રચના કરે. હું તો જ્ઞાતા છું અને કર્તા નથી.
આત્મામાં વીર્ય નામની એક શક્તિ છે. વીર્ય નામનું આત્મામાં બળ છે જે સ્વભાવની રચના કરે. રાગને રચે એ આત્માનો સ્વભાવ નથી. માટે આત્મા અકર્તા જ્ઞાતા છે. હું પણ જ્ઞાતા અને તે પણ જ્ઞાતા. મિથ્યાત્વના પરિણામનો કર્તા આત્મા નથી એમ અહીંયા કહે છે. મિથ્યાત્વ છે ત્યારે અકર્તા છે!! હું!? કર્તા બની ગયો છે? કર્તા માની બેઠો છે. કર્તા બની શકતો નથી. (શ્રોતા-રહસ્યવાળી વાત કરી.) રહસ્યવાળી વાત છે.
એક વખત રાજકોટ શિબિરમાં પંડિત હુકમચંદજી ભારિલ્લ બાજુમાં બેઠા 'તા ત્યારે કહ્યું તું અજ્ઞાની જીવ રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે રાગને હું કરું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે એની દષ્ટિ રાગ ઉપર છે ને? કેઃ રાગને હું કરું છું તો અજ્ઞાની થાય છે. આ રાગને હું જાણું છું તો જ્ઞાની થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૭ આ રાગાદિ થાય તેની જાણનાર છું કરનાર નથી. રાગ તો ઉત્પન્ન થશે પણ..તેનો હું કરનાર નથી, હું તો જાણનાર છું બસ. આ મિથ્યાત્વ આદિ ભાવો થાય તેના કરનાર આત્મા નથી. જ્યાં સુધી આત્મા એમ માને છે કે આ પરિણામનો (રાગનો) હું કર્તા છું ત્યાં સુધી મિથ્યાદષ્ટિ રહેવાનો છે. આહાહા! અરે ! આ રાગનો જાણનાર છે એમ પણ કહેવું પડે છે. કર્તા નથી માટે એનો જ્ઞાતા છે. ખરેખર એનો જ્ઞાતા નથી એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. મિથ્યાત્વ દશા લીધી એનો આત્મા કર્તા નથી. “સકળ કર્તુત્વનો અભાવ” તો સકળ કતૃત્વમાં મિથ્યાત્વ આવી ગયું કે નહીં !? આહાહા! મિથ્યાત્વનો કર્તા નથી, કર્તા હોય તો મિથ્યાત્વ થાય એમ નથી. કર્તા માને તો મિથ્યાત્વનો દોષ આવે.
આહાહા! ભાવકર્મને હું કરું છું એમ માને તો મિથ્યાદષ્ટિ થાય! ભાવકર્મ મારાથી ભિન્ન છે. જાણનારને જાણું છું તો મિથ્યાત્વનો અભાવ થઈ જશે. પછી પંડિતજીએ કહ્યું!
હા” , આ વાત સાચી છે. અજ્ઞાની રાગને કરે છે એમ ન લેવું. રાગ થાય ત્યારે જ્ઞાનમાં જણાય એવી સ્વચ્છતા છે અજ્ઞાનીના જ્ઞાનમાં; પણ ત્યારે એ ભૂલે છે કે “જ્ઞાનમય આત્મા હું છું' , એને બદલે કરનાર છું એમ માને છે એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. રાગનો કર્તા છું એમ પ્રતિભાસે છે રાગનો કર્તા થતો નથી એવો પાઠ છે. કેમકે શાસ્ત્રના આધાર વિના ન સમજાય.
અજ્ઞાની રાગને કરે છે ને ભોગવે છે તેમજ અજ્ઞાની રાગનો કર્તા છે એમ નથી. રાગનો કર્તા થાય એમ માને એ અજ્ઞાની હોય. રાગ તો સાધકને પણ હોય! સાધકની દશામાં રાગ છે તો એનો કર્તા છે એ? “નહીં” , કર્તાનું કાર્ય થયું છે એ એના કરવાથી થયું છે? થવા યોગ્ય થાય છે એમ માને છે એને કર્તાપણું ન હોય. બીજો જાણે છે કે હું આનો કર્તા છું. આહાહા ! મોક્ષમાર્ગને બંધમાર્ગ બેય અંદર છે.
હું મિથ્યાદષ્ટિ આદિ”. આહાહા! મિથ્યાત્વનાં પરિણામ પહેલાં લીધા મિથ્યાત્વ ગયા પછી તો બધા કહે આત્મા કર્તા નથી અને અકર્તા છે. મિથ્યાત્વના સભાવમાં આત્મા અકર્તા રહેલો છે. એક છે માટે શુદ્ધ છે. કર્તા થાય તો અશુદ્ધ થઈ જાય. શું કહ્યું આ? આ મિથ્યાત્વના નાશનો ઉપાય બતાવે છે. તું મિથ્યાત્વની સામે શા માટે જોવે છે? પર્યાયમાં હો ભલે! પણ... “હું કોણ છું' એ જો ને!? હું મિથ્યાષ્ટિ છું કે પરમાત્મા છું એમ જોને !? આહા ! પરમાત્માને જોઈ લેને!? હું તો પરમાત્મા છું,-હું તો જ્ઞાનમય-દર્શનમય આત્મા છું, જ્ઞાયક છું-, ચિદાનંદ આત્મા હું છું. આ મિથ્યાત્વના પરિણામ મારા નથી ત્યાં તે પરિણામ ભાગી જશે, પણ તે મિથ્યાત્વના પરિણામ મારા, એમાં એ ચીટકી જાય છે તો પરિણામમાંથી આસ્રવનો અભાવ નહીં થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
પ્રવચન નં-૨૧ પરિણામમાં મારાપણું જ્યાં સુધી માને છે એટલે કે વિભાવ પરિણામથી આસ્રવથી ભેદજ્ઞાન કરતો નથી ત્યાં સુધી અજ્ઞાની થાય છે. જે સમયે મિથ્યાત્વ છે તે સમયે જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં મિથ્યાત્વના પરિણામ જ્ઞયપણે જણાય છે. અને જાણવાના કાળે ભૂલે છે કે હું મિથ્યાષ્ટિ છું. આ એમાં મરી ગયો.
આહા ! હું જ્ઞાનમય આત્મા છું તો જીવે છે.
“હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” મિથ્યાત્વના પરિણામને કરતો નથી તો સ્વચ્છંદી થઈ જશે. “ના”, એ સ્વતંત્ર થઈ જશે. ભાવકર્મનો કર્તા હું છું એનું નામ જ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વ કોનું નામ ?! પુણ્ય-પાપનો કરનાર છું એમ માને છે એનું નામ મિથ્યાદર્શન છે. ઈશ્વરના કર્તાવાદી અને તારા કર્તામાં કાંઈ ફેર નથી. પુણ્ય-પાપ થાય છે એ હકીકત પણ એનો અકર્તા આત્મા છે એમ તું શ્રદ્ધા જ્ઞાનમાં લે તો એકત્વબુદ્ધિ છૂટી જશે, અને જ્ઞાયકનો જ્ઞાતા થશે. પછી થોડો ટાઈમ પુણ્ય-પાપના પરિણામ થશે, પણ....એ મારાથી ભિન્ન છે એમ જણાશે. અભિન્ન છે એમ નહીં જણાય.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” ટંકોત્કીર્ણ વાકય છે આ, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત શ્રીકુંદકુંદઆચાર્ય ભગવાન ફરમાવે છે. હે! આત્મન ! તું જ્ઞાતા છો કર્તા નથી. હું જ્ઞાતા છું તો કોનો? કેઃ જ્ઞાયકનો. જેનું જ્ઞાન છે અને હું જાણું છું. જ્ઞાન શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે, તો જ્ઞાન આત્માને જાણે કે શાસ્ત્રને જાણે?! આહાહા !
હું મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને-પર્યાયના ભેદોને કરતો નથી. એમાં કેવળજ્ઞાન આવી ગયું. ચૌદગુણસ્થાનમાં કેવળજ્ઞાનનો કરનાર આત્મા નથી. ક્ષાયિક સમ્યફદર્શનનો કરનાર આત્મા નથી. આહાહા! શુદ્ધોપયોગનો કરનાર આત્મા નથી આ ચૌદ ગુણસ્થાનમાં બધું આવી ગયું. સાતમું, આઠમું, નવમું, દસમું ગુણસ્થાન શુક્લધ્યાનની શ્રેણીમાં શુદ્ધોપયોગ છે એનો કરનાર હું નથી. ખરેખર તો એનો જાણનાર પણ નથી. ભેદને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે, અને ભેદને કરવું એમ માનવું એ અજ્ઞાન છે.
આહા! ભેદને હું કરું તો અજ્ઞાન. અભેદને જાણ્યા પછી ભેદને જાણે તો વ્યવહાર. અભેદને ચુકીને ભેદને જાણે એ પણ અજ્ઞાન. ભેદને કરે તોય અજ્ઞાન, અભેદને ચુકીને ભેદને જાણે તોય અજ્ઞાન. અભેદને જાણે તે નિશ્ચય. અભેદને જાણ્યા પછી સવિકલ્પ દશામાં આવે ત્યારે પરિણામ જ્ઞાનમાં જણાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. તત્ત્વનો ઊંડો અભ્યાસ નહીં આહા ! એકાદ બે કલાક તો કાઢવા જોઈએ પોતાના હિતને માટે, બાકી તો આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૯
ધૂતારાની ટોળી છે. ધૂતારાની ટોળીથી ચેતજે હોં! તારું કોઈ સગાવ્હાલા, ભાઈ, ભગિની ભાર્યા તારું કોઈ નથી. તારો તો એક જ્ઞાનાનંદ પરમાત્મા છે, તેનું શરણ લે! તે કોઈ દિવસ ધક્કો નહીં મારે. તું એની ગોદમાં ચાલ્યો જા ! એના શરણમાં રહે તને અનુભવ થશે.
ગુણસ્થાન ભેદોને કરતો નથી તેમાં બધા પરિણામ આવી ગયા ચૌદેય ગુણસ્થાન. ત્યારે હવે શું કરવું? આત્માએ કરવું નહીં તો શું કરવું? તમે કરવાની ના પાડો છો તો હવે કરવું શું? (સમાધાન) કેઃ જે કરનાર નથી એવા આત્માને જાણવો. અને પછી વારંવાર જાણવું અને એમાં સ્થિર થવું તો કેવળજ્ઞાન થશે. પહેલાં જાણે તો સમ્યક્દર્શન, વારંવાર જાણે તો ચારિત્ર; અને પછી બે ઘડી જાણવામાંથી બહાર ન નીકળે તો કેવળજ્ઞાન થાય. સમ્યકષ્ટિને કેવળજ્ઞાન હાથવેતમાં છે. ગુરુદેવ કહેતા હતા કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે આવો...આવો....! આ ગુરુદેવના શબ્દો છે.
જેની દષ્ટિમાં દ્રવ્ય આવી ગયું અને બધુંય આવી ગયું ખલાસ. જેની દષ્ટિમાં દ્રવ્ય ન આવ્યું અને પર્યાયદષ્ટિ થઈ/પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ. ત્યારે તમે કરો છો શું? ચૌદ ગુણસ્થાનને કરતા નથી તો? બધુંય કરવું કાઢી નાખ્યું?! કેવળજ્ઞાન કરવાનું ય કાઢયું?! કેવળજ્ઞાનને રાખ્યું હોત તો વાંધો શું હતો?! કેવળજ્ઞાનનું કરવું કાઢયું કે કરવું માત્ર કાઢી નાખ્યું?!
તમે શું કરો છો? તમે કરો છો એ અમને કો, કહો તો અમે પણ એ કરીએ. અમે જે કરીએ છીએ એ તને કહું છું/ અમે કરનાર નથી. જે કરનાર નથી એવા શુદ્ધ આત્માને-સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. આહાહા ! એ અમે કરીએ છીએ, અને તમે પણ આ કરો. આહાહા! તમારી પાસે વસ્તુ છે પણ.....જ્યાં સુધી કર્તબુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે નહીં. (શ્રોતા-આ પ્રેકટીકલ વાત આવી.) આ પ્રેકટીકલ વાત છે.
તો કરવું શું? કે જે કરનાર નથી તેને જાણ જે જાણનાર છે તેને જાણ! કરનાર નથી એ નાસ્તિથી વાત. કરનાર નથી એવા આત્માને જાણ ! પછી જે જાણનાર છે એને જાણ આહાહા ! તું જાણનારો છો કરનાર નથી પણ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે.
હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એટલે અંદરમાં જઈને જાણનારને જાણું છું-દેખનારને દેખું છું. હું જાણનારાને જાણું છું, તું પણ દેખનારાને દેખ! જે કરનાર નથી એવા આત્માને હું જાણું છું; તું પણ કરનાર નથી એવા આત્માને જાણ ! હું અને તું બન્ને સરખા પછી અલ્પકાળમાં મારોય મોક્ષ અને તારોય મોક્ષ.
બાકી કર્તબુદ્ધિ-જ્ઞાતા બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સમ્યકદર્શન નહીં થાય. છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
પ્રવચન નં-૨૧ અકર્તા જ્ઞાતા અને માને કર્તા. પરનું કરી દઉં, સમાજનું કરી દઉં, આને સુખી કરી દઉં તારી કલ્પના છે. હું તો ચૈતન્ય વિલાસ સ્વરૂપ/જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું જ્ઞાયક છું. જાણનાર છું અને જાણનાર મને જણાય છે. જાણનાર જણાય છે એવો ભેદ પણ અંદરમાં નથી. સમજાવવા માટે-તું કરનાર નથી પણ જાણનાર છો અને જાણનારને જાણ ! પછી જાણનાર અને જાણે તેમ બે વસ્તુ નથી એક વસ્તુ છે.
હું એકેન્દ્રિય આદિ જીવસ્થાન ભેદોને કરતો નથી.” ઈશ્વરવાદી કહે છે કે હું બધાને જીવાડું છું, સુખી દુઃખી કરું અને આ કહે છે-આ બધા એકેન્દ્રિય જીવને, બે ઇન્દ્રિયજીવને હું બચાવું છું. એ તો તારી કર્તા બુદ્ધિ થઈ. તારામાં અને ઈશ્વરનાં કર્તાવાદમાં કોઈ ફેર નથી. પછી તે લૌકિકજનો હો કે લોકોત્તર હો! ઊંધી ભ્રમણા છે. દ્રવ્યલિંગી લોકોત્તર જૈનના સાધુ એને કહે છે અને શ્રાવકને કહે છે.
દયાનો ભાવ, કરુણાનોભાવ આર્યજીવને આવે; કરે નહીં પણ આવે. અજ્ઞાનદશામાં આવે અને જ્ઞાનદશામાં સાધકને આવે. આવે છે એને એક એમ માને છે કે હું કરું છું. બીજો એમ જાણે છે કે થવા યોગ્ય થાય છે તેનો જાણનાર છું કરનાર નથી. આ છકાય જીવની રક્ષાનો ભાવ, પંચમહાવ્રત, અહિંસા, બ્રહ્મચર્ય પાળ્યા, ભાઈ ! એ બધા પરિણામનો આત્મા કર્તા નથી. એ બધા પરિણામ સ્વયં થવા યોગ્ય એના કાળે ક્ષણિક ઉપાદાનથી થાય છે. તે એની જન્મક્ષણ છે. એ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. કર્તા બુદ્ધિવાળાને કઠણ લાગે છે. ભલભલાને કઠણ લાગે છે. ભાઈ ! તું આત્માને કરનાર જો મા! આત્મા કેવળ અકર્તા જ્ઞાતા છે અને જો ને? એમાં તને શાંતિ થશે. કરવામાં આકુળતા થશે. કરવાની બુદ્ધિથી અભિમાન થાય; અને કરવાની બુદ્ધિથી પોતાનું ધાર્યું ન થાય તો પણ આકુળતા. આમ આકુળતા... આકુળતાને આકુળતા છે.
(પ્રશ્ન) તમે છકાય જીવની રક્ષા કરો છો; તમે સાડાત્રણ હાથ જોઈને ચાલો છો! (ઉત્તર) એ સાડાત્રણ હાથ જમીનને જોઈને સાધક ચાલે છે કે નથી ચાલતો તેની તને ખબર પડતી નથી “દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્ત્વ સ્થિર અડોલ.”
કોણ જાણે છે કે જ્ઞાની જમીનને જાણે છે કે જાણનારને જાણે છે!? પગ ચાલે છે એમ જાણે છે કે જાણનારને જાણે છે!? એનું લક્ષ પગ ઉપર પણ નથી અને જમીન ઉપર પણ નથી. તને અજ્ઞાનમાં એમ લાગે છે. ચક્ષુઇન્દ્રિયની આંખ ત્યાં (પરયો ) ઉપર જાય છે, ત્યારે જ્ઞાન આત્માને જાણે છે. ચક્ષુઈન્દ્રિય પરને જાણે છે. ત્યારે જ્ઞાન આત્માથી છૂટતું નથી આત્માને જાણ્યા જ કરે છે. એવી દશા સાધકની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૧ સાધકની દશા સાધક જાણે, અજ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આ શું?! નિશ્ચય છોડી દીધો અને જ્ઞાનીનો વ્યવહાર પકડી લીધો. એક આવે છે કે: “મનુષ્ય ઉલટી કરે એને કૂતરા સુખે ચાટે.” સુખેથી હોં! એમ સાધકના વ્યવહારને અજ્ઞાની અપનાવી લે છે. સાધક શું કરે છે એને પૂછતો પણ નથી. જ્ઞાની જાત્રાએ જાય છે તો ધર્મ થતો હોય તો જાય ને ?! સમેદશિખર ગયા 'તા જાત્રાએ; તો એ જાત્રાએ જઈએ તો ધર્મ થાય !? કેમકે જ્ઞાની ધર્મની ક્રિયા કરે છે. તને કર્મની ક્રિયા કરતો દેખાય છે, તેને તો અંદરમાં ધર્મની ક્રિયા થતી દેખાય છે. એ ધર્મની ક્રિયા કરે છે, કર્મની ક્રિયા કરતો નથી. આહાહા ! ધર્મીને જાણે તે ધર્મ છે.
આહાહા ! પણ શું થાય?! બહારના બધા ઉપવાસનાં વિકલ્પ હોય; જાત્રાના વિકલ્પ હો! અનેક પ્રકારના શુભભાવ તો હોય! શુભભાવના પ્રકાર ઘણાં છે અસંખ્ય લોક પ્રમાણ. શુભભાવ આવે છે શુભભાવ કરવાથી થાય છે એમ નથી. એનો કાળ ફરે નહીં અને આવ્યા વિના રહે નહીં, અને એને હેય બુદ્ધિએ જાણ્યા વિના રહે નહીં. તેમાં હેય બુદ્ધિ છે ઉપાદેય બુદ્ધિ નથી આદર બુદ્ધિ નથી. જ્યારે અજ્ઞાની શુભભાવનો આદર કરે છે. એવી અપૂર્વ વાતો છે પૂ. ગુરુદેવશ્રી અગિયાર ભાગમાં ફરમાવી ગયા છે.
અગિયાર ભાગ લીધા છે? હા, સાહેબ! અગિયારેય ભાગ કબાટમાં બરોબર તાળું મારીને સાચવી રાખ્યા છે. કેટલા ભાગ વાંચ્યા? હજુ વાંચવું શરૂ કર્યું નથી. ભાઈ ! આયુષ્ય પુરૂ થશે પછી કોણ વાંચશે ?! કાલથી વાંચીશ! કાલભાઈ કાલ. વાણીયા એ બારોટને જમવાનું કહ્યું! તમને જમવાનું કહું છું, પણ આજે તો વાણિઓ ને કાલે બારોટ. બીજે દિવસે બારોટ ગયા કે આજે શું? આજે વાણિયાને કાલે બારોટ. પેલો બારોટ કહે અમારો વારો કયારે આવશે? કહે: તમારો વારો આવવાનો જ નથી. તું સમજ્યો નહીં અમારે તમને જમવાનું કહેવું જ નથી.
આજ વાણિયાને કાલે બારોટ એમ આજે વેપાર અને કાલે વાંચીશું? આહા! કાલ સ્વાધ્યાય કરીશું. એલા કાલ પડશે કે નહીં તેની તને ખબર છે? તું સૂતા પછી કાલ સવારે ઉઠવાનો છો કે નહીં? જો એમ જાણે કે કાલે હું ઉઠીશ તો તો સર્વજ્ઞ થઈ ગયો. એટલે તું સર્વજ્ઞ થઈ ગયો. જીવતો રહીશ તો ને ?! રહેવા દે ભ્રમણા. જો ભાઈ આજ આજ અત્યારે. સારા કામો “શુભસ્ય શીઘ્રમ”—સારા કામો જલ્દી કરો. તક જતી રહેશે. અત્યારે તો ૩૦-૪૦ વર્ષના હાર્ટફઈલમાં જતા રહે છે. આહા ! વખત ચાલ્યો જાય છે, સોનેરી અવસર છે આ. કમાવાની તક છે. કમાવાની એટલે જ્ઞાનની લક્ષ્મી હોં !
(શ્રોતાઃ વ્યવહાર સાથે પરમાર્થની લ્હાણી થાય છે.) ખરી વાત છે. આ ગુરુદેવનો આપેલો બોધ છે. આહા! એ બોધને વારંવાર ઘૂંટીને-ભેદજ્ઞાનની પ્રક્રિયામાં આવી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
પ્રવચન નં-૨૨ ભેદજ્ઞાનનો વિચાર કરવો તે વ્યવહાર છે અને શુભભાવ કરવો તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. શુભભાવથી મારો આત્મા જુદો છે એમ વારંવાર વિચારવું તેનું નામ ભેદજ્ઞાનનો વ્યવહાર છે.
સોનગઢનાં સંતે એકલી નિશ્ચયની વાત કરી છે, વ્યવહારની વાત કરી છે કે વ્યવહારની વાત કરી નથી ?! વ્યવહારની વાત પણ કરી છે, પણ તે સાંભળી નથી. વ્યવહારની વાત દરરોજ કહેતા હતા. પુણ્ય-પાપથી ભિન્ન આત્મા છે એનું લક્ષ કરો એ શું વ્યવહાર નથી તો નિશ્ચય છે? પુણ્ય-પાપ છે એનાથી જુદો આત્મા છે એમ વિચારો એટલે એનું લક્ષ કરો, લક્ષ ન થાય ત્યાં સુધી વ્યવહાર છે. લક્ષ થાય તો તો નિશ્ચય છે ત્યારે વ્યવહાર હોતો નથી. નિશ્ચય થાય ત્યારે વ્યવહાર હોતો નથી. ભેદજ્ઞાનનો (સવિકલ્પનો ) અભાવ થાય છે. શું કહ્યું? પુણ્ય-પાપથી ભિન્ન મારો આત્મા જ્ઞાયક છે એમ વારંવાર વિચારો તો શું એ વ્યવહાર નથી ? એમાં મિથ્યાત્વ ગળે છે. જે શુભભાવ કર્તબુદ્ધિથી કરે છે એને મિથ્યાત્વ દઢ થઈ જાય છે. એવા ભેદજ્ઞાનના વ્યવહારમાં નથી આવતો તો નિશ્ચય અભેદનું જ્ઞાન તો ક્યાંથી થાય?
એક વખત રાજકોટમાં કહ્યું! ત્યારે સોનગઢનાં બે ચાર જણા બેઠા 'તા. શુભભાવ કરવો એનું નામ અજ્ઞાન. અને અનુભવ પહેલાં શુભભાવથી આત્મા જુદો છે એમ મન દ્વારા જાણવું એનું નામ વ્યવહાર છે. એમાં મિથ્યાત્વ ગળે છે.
બનારસીદાસની પરમાર્થ વચનિકો છે તેમાં કહે છે “ભેદજ્ઞાન કરતાં ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય છે.” અને એ ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય પછી જો અનુભવ કરે તો સાક્ષાત સમ્યક્દર્શન થઈ જાય.
પરમાર્થ વચનિકામાં “ગર્ભિત શુદ્ધતા” એવો શબ્દ છે. પ્રગટ શુદ્ધતા નહીં. ગર્ભિત શુદ્ધતા એટલે જ્ઞાનમાં જ્ઞાયક તરવરે છે. પુણ્ય-પાપથી ભિન્ન મારો આત્મા છે એમ અંદરમાં પક્ષમાં આવી જાય છે. પછી પક્ષીતિક્રાંત કરી અનુભવ કરી લે છે. આવી અપૂર્વ વાતો આપણા ઉપકારી ગુરુદેવ કરી ગયા છે. સર્વે એ આ કામ કરવા જેવું છે.
શું કરવું? કે કર્તા નથી એવા આત્માને જાણવો. કર્તા નથી એવા આત્માને જાણવો. કર્તા નથી એવા આત્માને જાણવો? કેઃ “હા”, એવો જ આત્મા છે. જ્ઞાતા જ છે કર્તા નથી. હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં-૨૨
તા.૪-૫-૯૦ આ નિયમસારજી શાસ્ત્ર છે. એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. પૂર્વે આ આત્મા અનાદિકાળથી પોતાની મેળે પર પદાર્થનોકર્મ-નોકર્મનો, રાગાદિનો, પરિણામનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૩ છું એવી મિથ્થાબુદ્ધિ અને અપ્રતિક્રમણ કહેવામાં આવે છે.
અપ્રતિક્રમણ એટલે કર્તા બુદ્ધિ. કર્તબુદ્ધિ છૂટતાં આત્મા શાયકનો સાક્ષાત જ્ઞાતા થાય છે. આવું તેના જ્ઞાનમાં જણાય છે ત્યારે કર્તબુદ્ધિ છૂટી જાય છે. આત્માના અનુભવની આવી દશાને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એનું નામ જ સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે.
શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થતાં; “હું જ્ઞાતા છું” એવું ભાન થાય છે. અને હું જ્ઞાતા જ છું–વિશ્વનો સાક્ષી છું એમ ભાન થતાં પરની કર્તાબુદ્ધિ છૂટી જાય છે, અને શાંતિનું વેદન આવે છે.
આ ગાથા બહુ ઊંચી છે; પાંચ રત્નની એનો ટૂંકો સાર એટલો છે કે: આચાર્ય ભગવાન કહે છે કે: ભલે ગમે તે પરિણામ ઉત્પન્ન થયા, પણ એ (૧) તમામ પ્રકારના પરિણામ મારાથી ભિન્ન છે. (૨) એ કારણે એનો હું કર્તા નથી (૩) પરિણામ થવા યોગ્ય થાય છે માટે હું એનો કર્તા નથી. એમ ત્રણ પ્રકારે જાણતાં એની દષ્ટિ પર્યાય ઉપરથી છૂટી અને જ્ઞાયક ઉપર દષ્ટિ અંદરમાં આવે છે.
ઉપયોગ અંદરમાં લાગે છે અને જાણે છે કે અરે ! હું તો પૂર્વે જાણનાર હતો. વર્તમાનમાં પણ હું જાણનાર છું અને ભવિષ્યકાળમાં પણ મારું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે અનંતકાળ સિદ્ધદશામાં ત્યાં સુધી હું જાણવારૂપે પરિણમીશ પણ હું પરિણામના કર્તાપણે પરિણમવાનો નથી. એમ આજે સમ્યફદર્શન થતાં એની એને પ્રતીતિ આવી જાય છે. પછી કોઈ કાળે પરિણામનું કરવું એવું નહીં આવે. પરિણામ થવા યોગ્ય થાય એમ જાણતાં દષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. પરિણામ સ્થિતિ અનુસાર થાય છે. ચોથે ચોથાને અનુસાર, પાંચમે પાંચમાને અનુસાર થવા યોગ્ય થાય છે.
નવતત્ત્વના પરિણામને ભૂતાર્થનથી જાણતાં અને સ્વભાવની દૃષ્ટિ આવે છે. અભૂતાર્થનાથી જાણ્યાં કે આ પરિણામને હું કરું છું આમ કરું છું અને તેમ કરું છું. આહાહા ! એ નવતત્ત્વનું શ્રદ્ધાન અભૂતાર્થનયે થયું એનું નામ મિથ્યાત્વ છે. ભૂતાર્થનયે નવતત્ત્વનું શ્રદ્ધાન થાય તેને સમ્યફદર્શન કહેવામાં આવે છે.
આમ તો ચાલતી ભાષા એ છે કે નવપદાર્થનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન. સાત તત્ત્વ, નવપદાર્થ એનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન છે. આ એક ચાલતો પાઠ છે. હવે આમાં બે પ્રકાર છે. અભૂતાર્થનયે નવતત્ત્વને જાણે તો આત્માને મિથ્યાત્વનો દોષ લાગે છે. અભૂતાર્થનયે એટલે વ્યવહારનયે જાણે પરિણામને; પરિણામ પરિણામને કરે છે એમ ન જાણતાં-પરિણામને હું કરું છું. મારાથી પરિણામ થાય છે. પરિણામમાં ફેરફાર કરવાની શક્તિ મારામાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં-૨૨ અશુભ ભાવને પણ હું કરું અને અશુભને ત્યાગ કરીને શુભને હું કરુ. શુભને છોડી શુદ્ધ પરિણામને પણ હું કરું છું એમ અનાદિકાળથી પર્યાયદષ્ટિવાળાને પરિણામનું કર્તાપણું ભાસ્યું છે એ અજ્ઞાન છે.
આચાર્ય ભગવાન સમર્થ થયા એમણે નવતત્વને ભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શન કહ્યું. જણાય છે તો નવેય તત્ત્વ પણ જાણવાની દ્રષ્ટિમાં મોટો ફેર છે. એક જાણે છે કે થવા યોગ્ય થાય છે અને હું જાણનાર છું કરનાર નથી. બીજો એમ જાણે છે કે આ પરિણામનો હું કર્તા છું, એમ પરિણામની કતંબુદ્ધિવાળાને મિથ્યાત્વનો દોષ લાગે છે.
આહા ! પરિણામ પરિણામથી થાય છે. હું તો જ્ઞાતા છું. હું તો જાણનાર... જાણનાર....જાણનાર.છું. મારો સ્વભાવ જ જ્ઞાન છે. “જ્ઞ” મારો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. પણ....પરિણામને કે પરને કરવું એ આત્માનો સ્વભાવ નથી, એમ જ્યારે એની દષ્ટિ અંદરમાં આવે ત્યારે અનુભવ થાય ત્યારે વિશ્વનાં છ એ દ્રવ્યના પરિણામ થવા યોગ્ય થાય છે. મારાથી કાંઈપણ થતું નથી; હું તો કેવળ જાણનાર છું દેખનાર છું વિશ્વનો સાક્ષી છું. હું કરનાર નથી ત્યારે ભવનો અંત એને આવે છે. એ વાત આચાર્ય ભગવાન આ પાંચ ગાથામાં સમજાવે છે.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોનો કર્તા નથી.” મિથ્યાત્વથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાય થવા યોગ્ય થાય છે. આત્માથી પરિણામ થતા નથી. આહા! પરિણામ પણ આત્માથી થાય નહીં તો હાથપગ આત્મા હુલાવે! દુકાનના વેપાર કરે ! સંઘની વ્યવસ્થા કરે ! એ વાતમાં કાંઈ માલ નથી. એ એની મિથ્યા દષ્ટિ છે અંહકાર છે. એ અહંકાર છોડીને આત્માનું સ્વરૂપ જ્ઞાતા દષ્ટા છે એને અંદરમાં જઈને જાણવું. જાણવું એટલે અનુભવ આવે છે આત્માનો ત્યારે સાક્ષાત અને આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદ કેવો છે? કે સિદ્ધ ભગવાન અને અનંત કેવળી જેવો. આહાહા ! લાખો કેવળી બિરાજમાન છે અત્યારે મહાવિદેહક્ષેત્રમાં. વીસ તીર્થંકરો પણ વિદ્યમાન છે.
અહા! એવા તીર્થંકર પરમાત્મા ને શ્રી ભગવાન જાણનાર...જાણનાર... જાણનાર...જાણનાર છે. એમ આ આત્મા પણ જાણનાર...જાણનાર...જાણનાર... જાણનાર છે. જાણવાની અપેક્ષાએ સિદ્ધ અને તારો આત્મા બેય સમાન છે. અહા ! એ જાણે છે અને તું તને જાણીશ તો તને આનંદ આવશે. કેવો આનંદ !? સિદ્ધ ભગવાનની જાતનો આનંદ.
જેમ સાકર કરતાં પાંચસો પચાસણી સેકરીનમાં મીઠાસ છે. સેકરીનનો સ્વાદ સાકર જેવો. તેમ સિદ્ધ ભગવાન આનંદનો સ્વાદ સો ટકા લે છે અને તે જ સ્વાદ નીચે આવે છે જાત એક જ છે, બે જાત નથી. આનંદની જાત એક છે. માત્રા ઓછી વધુ છે. અહીંયાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૫ ગૃહસ્થ અવસ્થામાં અલ્પ આનંદ આવે છે, મુનિની અવસ્થામાં વધારે આનંદ આવે છે, અને સિદ્ધ અવસ્થા થતાં પૂર્ણ આનંદ આવે છે. આ સેમ્પલ છે સેમ્પલ.
જ્યારે સિદ્ધ જેવી જાતનો અનુભવ આવે, એ અનુભવમાં આનંદ આવે ત્યારે સમજવું કે ભવનો અંત હુવે પ્રતીતમાં આવી ગયો. અલ્પકાળમાં મોક્ષ થશે એમ પ્રતીતમાં-શ્રદ્ધામાં વિશ્વાસમાં આવે છે. એ કોઈને પૂછતો નથી. કે. મને અનુભવ થયો તો મોક્ષ હવે કયારે થશે !? એ પૂછવા ન જાય મોક્ષ એણે જોઈ લીધો. દ્રવ્યનો મોક્ષ જેણે જોયો એ પર્યાયનો મોક્ષ પણ જોઈ લે છે. કેમકે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે એમ પ્રતીતમાં આવી ગયું.
આહાહા! અનંતકાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. જ્ઞાતાને કર્તા માને છે. પોતાના પરિણામનો કર્તા નથી, અને તે કર્મને શાતાવેદનીય-અશાતાવેદનીયને કરે; આહા ! શરીર-મન-વાણીને કરે, સંઘની વ્યવસ્થા કરે એ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ કેવળ જાણનાર...જાણનાર.... જાણનાર છે. “છે” એને જાણે; આત્માના પરિણામ થવા યોગ્ય થાય છે એને પણ જ્ઞાન જાણે છે, એને જાણે છે બેને જાણે એને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રમાણજ્ઞાન સમ્યક છે મિથ્યા નથી.
આહાહા! મિથ્યાત્વથી માંડીને કેવળજ્ઞાન સુધીના પરિણામ મારાથી ભિન્ન છે માટે કરતો નથી. “થવા યોગ્ય થાય છે માટે હું કરતો નથી. હું અકર્તા છું માટે કરતો નથી, એમ
જ્યારે જાણે છે જ્ઞાનમાં વિચારમાં કર્તા-અકર્તાનો ભેદ જ્યારે પડે છે; આહા! અકર્તા છું ને કર્તા નથી એવું જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે અકર્તાનો પક્ષ છૂટી જાય; અનુભવ થાય ત્યારે અકર્તા-કર્તા બેયને જાણે છે.
આહા ! કથંચિત્ અકર્તા અને કથંચિત્ કર્તા એવો સ્યાદ્વાદ અનુભવ જ્ઞાનમાં ઉભો થાય છે. અકર્તા દ્રવ્યને જાણે અને પરિણામને ઉપચારથી કરે છે. આત્મા એમ પણ જાણે છે. અથવા પરિણામમાં કર્તાધર્મ છે જાણે છે, તેને હું કરું છું તેમ ન જાણે ! ત્યારે એ શું કરે ? આચાર્ય ભગવાન કહે છે કરે શું? કરવું શું? કે કર્તાબુદ્ધિ છોડીને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું ભાવું છું. તમે પણ તમારા આત્માને જાણો. અંદરમાં જઈને આત્માને જાણો અને એનો અનુભવ કરો. બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી, “આહા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય વગેરે એના ભેદોને હું કરતો નથી. એટલે કે હું એની રક્ષા કરનારો નથી, અને એને મારનારો પણ નથી, એને જીવાડનારો પણ હું નથી. આહાહા! હું દયાપાળું તો એ જીવે એ અભિમાન છોડી દે પ્રભુ ! એ એના આયુષ્ય કર્મથી જીવે છે. હું સુખી કરી દઉં એ મિથ્યા અભિમાન છે. એ એના કર્મથી સુખી-દુઃખી થાય છે તે નિમિત્તની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં-૨૨ અપેક્ષાએ. ઉપાદાનની અપેક્ષાએ અજ્ઞાનથી દુ:ખી અને જ્ઞાનથી એને સુખ પ્રગટ થાય છે. માટે “હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી સહજચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” જુઓ ! આ કલોઝીંગ છે. ગાથાઓ પૂરી થાય છે.
હું શરીર સંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધ એ પ્રકારના પરિણામની અવસ્થા છે. શરીર તો નિમિત્ત છે, પણ નૈમિત્તિક અવસ્થા જે તથા પ્રકારની થાય સબળાઈની નબળાઈની પરિણામની એને હું કરતો નથી, કરાવતો નથી, અને કરે તો એને અનુમોદના આપતો નથી.
ત્યારે હું શું કરું છું? આત્માનું કાર્ય શું? કેમ કરતો નથી તો કાંઈક કરે કે નહીં? આહાહા! કરતો નથી એવા આત્માને જાણે. કર્તા નથી જ્ઞાતા છે એવા આત્માને જાણેને?? “ સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું “એમ! એનું જ અવલંબન હું લઉં છુંઆજ હું છું. હું જાણનાર છું કરનાર નથી બેય વિકલ્પ છૂટીને સાક્ષાત અનુભવ થાય. કરનાર નથી એવો ' ય વિકલ્પ જાય અને હું અકર્તા છું એવો વિકલ્પ પણ જાય. વિકલ્પ જાય અને જ્ઞાન રહી જાય. વિકલ્પ વિનાનું જ્ઞાન/નયજ્ઞાન વિનાનું અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. નયજ્ઞાન છે એ ઈન્દ્રિયજ્ઞાન છે, એમાં આત્માનો અનુભવ ન થાય. જેમ રાગ દ્વારા આત્મા ન જણાય એમ શાસ્ત્ર જ્ઞાન દ્વારા પણ આત્મા ન જણાય. આત્મજ્ઞાન દ્વારા આત્મા જણાય. જાત તેના જેવી જ જોઈએ ને!? અતીન્દ્રિયજ્ઞાન સ્વજાતિ છે.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
રાગ-દ્વેષ-મોહ-માન-માયા અનેક પ્રકારના છે. જે સ્વયં થાય એને કેવી રીતે કરું!? જે સ્વયં થાય એને ન કરાય, અને જે ભિન્ન હોય એને ન કરાય, અને અકર્તા હોય એ કરે નહીં. અકર્તા કેમ કરે?! સ્વયં થાય એને કેમ કરે?! ભિન્ન હોય એને કેમ કરે?! આ ભિન્ન છે ને?! માટે આત્મા એનો કર્તા નથી. આ સ્વયં થાય છે માટે એનો કર્તા નથી. આત્મા અકર્તા છે માટે એનો કર્તા નથી. આત્મા જ્ઞાતા છે માટે એનો કર્તા નથી.
| હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી કરાવતો નથી, પુદ્ગલ કર્મ કરે એને અનુમોદન હું કરતો નથી. રાગ પુદ્ગલના સંબંધથી થાય છે, રાગ મારા સંબંધથી થતો નથી. રાગ જીવ આશ્રિત નથી. તે પુદ્ગલાશ્રિત છે. એમાં પુદ્ગલ નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે તો નિમિત્ત કર્તા પુદ્ગલ જ છે. ઉપાદાન કર્તા પર્યાય છે. હું એનાથી ત્રિકાળ જુદો જ્ઞાતા છું. આવું અંદરમાં ભેદજ્ઞાન જ કરે તો રાગથી આત્મા ભિન્ન છે એમ જણાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૭ એમ કયારે જણાય? કે: ઉપયોગ અંદરમાં જઈને અભેદને અનુભવ કરે ત્યારે રાગની એકતાબુદ્ધિ છૂટી જાય અને રાગથી ભિન્ન છે આત્મા એમ જ્ઞાનમાં જણાય જાય. એ પણ સવિકલ્પ દશા આવે ત્યારે !! નિર્વિકલ્પ ધ્યાનમાં તો ડૂબી ગયો છે પછી રાગ આવે. થાય પણ સાધક કહે છે હું એનો કરનાર નથી.
આત્મા તો જ્ઞાતા છે કર્તા બિલકુલ નથી. માટે રાગાદિ ભાવકર્મના ભેદોને કરતો નથી. દયા-દાન-કોમળતાના-કરુણાના-જાત્રાના-વ્રતના-તપના-પૂજાના-ભાવ આવે પણ આત્મા એને કરે નહીં. એક કહે છે કે જાણવું અને બીજો કહે છે કે કરવું. અનાદિકાળથી જ્ઞાની અજ્ઞાનીની માન્યતા છે.
પૂજાના ભાવ બેયને આવે! સાધક ન હોય એને અને સમ્યકર્દષ્ટિને. જાત્રાના-પૂજાના વગેરે ભાવો આવે ત્યારે અજ્ઞાની ( જ્ઞાનીની) નકલ કરે છે. વળી કર્તા બુદ્ધિ રાખે કે હું કરું છું પેલો સાધક કહે છે થવા યોગ્ય થાય છે. એના કાળક્રમમાં પાપના ભાવનો વ્યય થયો અને પૂજાનો ભાવ મને આવ્યો એને થવા યોગ્ય થાય છે એમ હું જાણું છું. હું કરું છું એમ સાધક એને જાણતો નથી. બે વચ્ચે મોટો મતભેદ છે. એક કહે છે હું કરું છું અને બીજો કહે છે થાય એને જાણું છું. આહાહા ! પેલો કહે છે હું કરું છું તો દષ્ટિ વિપરિત છે ભાઈ !
એક થાય એનો જ્ઞાતા થઈ જાય, અને બીજો કહે છે હું કરું છું. શ્રદ્ધામાં મોટો ફેરશ્રદ્ધામાં મોટો તફાવત છે. ચારિત્રનો દોષ જ્ઞાની અજ્ઞાની બેયને છે. એક કહે પૂજા મેં કરી, અને પૂજાથી લાભ થાય; પરંપરાએ ધર્મ થાય. વળી પાપ કરતાં તો પૂજા ઠીકને? દુકાને જાય તો પાપ લાગે એના કરતાં તો આ પૂજા સારી ને!? સારું ખરાબ એણે કયાં મૂકયું, પાપ અઠીક અને પુણ્ય ઠીક એવા જે ભેદ કરે છે તે ઘોર સંસારમાં રખડશે.
પુણ્ય અને પાપમાં બે ભેદ કરશે તો તેને પુણ્ય ઠીક અને પાપ અઠીક લાગશે. પૂજામાં બેઠો તો ઠીક છે કાંઈક ધર્મના પરિણામ આવ્યા. દુકાને તો પાપના પરિણામ આવતા હતા. સાધક કહે છે પુણ્યના પરિણામ આવે છે એના કાળક્રમમાં થવા યોગ્ય થાય છે. એને કરતો” તો નથી પણ એનાથી કિંચી માત્ર આત્માનો લાભ માને તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! અને થાય એને જાણે નહીં તો પણ મિથ્યાષ્ટિ છે. થવા યોગ્ય થાય છે તેમ જ્ઞાનમાં જણાય છે બસ. ખરેખર તો એનું જ્ઞાન જણાય છે પણ નિમિત્તપણે છે એટલે પુણ્યના પરિણામને જાણે છે એમ કહેવામાં આવે છે.
આહા ! ખરેખર તો પુણ્ય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જ્ઞય છે. ખરેખર તો એ પણ વ્યવહાર છે. આહાહા ! એ આત્માને જાણનારી જ્ઞાનની પર્યાયનો ભેદ આવ્યો માટે એ ભેદને જાણે છે એ વ્યવહાર. પુણ્યને જાણે છે એ તો ઉપચરિત અસદભૂત વ્યવહાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચન નં-૨૨ અહીંયા તો અભેદમાં ભેદ પડયો એને જાણે તો વ્યવહાર ભેદને જાણે તો વ્યવહાર. ભિન્નને જાણે તો અસભૂત વ્યવહાર છે આ બધી અંદરની વાત છે.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી.” આા! ભાવકર્માત્મક ચાર કષાયો એટલે ક્રોધ-માન-માયાને લોભ એનો કર્તા નથી કારયિતા નથી અને અનુમોદક પણ નથી. આ ક્રોધના પરિણામ થવા યોગ્ય થાય છે એમ જ્ઞાની જાણે છે. સવિકલ્પદશામાં ક્રોધનામાયાના-લોભના-માનના પરિણામ આવી જાય એને જાણે છે પણ મારાથી થયા અથવા એને હું કરું છું એમ એને જ્ઞાનમાં ભાસતું નથી. જ્યારે થાય છે ત્યારે એના ઉપર લક્ષ નથી દ્રવ્ય ઉપર લક્ષ રહેતાં એ થાય છે એમ જણાય છે. લક્ષ તો અભેદ ઉપર રહે છે અને એ સંબંધીનું જ્ઞાન થાય છે અને જાણે છે. એના સંબંધીનું જે જ્ઞાન થયું અને જાણે છે. એ પણ યાકાર જ્ઞાન છે ખરેખર તો જ્ઞાનાકાર જ્ઞાનને જાણે છે.
આહાહા! જ્ઞયને જાણતાં નથી, જ્ઞયાકાર જ્ઞાનને જાણતા નથી, જ્ઞાનાકારને જાણે છે આત્મા આ બધી અંદરની ઊંડી વાતો છે. આ ગુરુદેવ કહી ગયા છે હોં! અગિયારેય ભાગમાં કહ્યું છે પણ વાંચવાની ફુરસદ હોય તો ! વેપાર કરીએ તો પૈસા આવે, આમાં શું? અરે ! આમાં તને જ્ઞાન લક્ષ્મી પ્રાપ્ત થાય અને ભવનો અંત આવી જાય. પેલી ક્રિયા થાય પણ તે થવા યોગ્ય થાય છે. એની ના નથી. ગૃહસ્થીને એવા વિકલ્પો આવે પણ યબુદ્ધિએ આવે! ઉપાદેય બુદ્ધિ નથી એમાં, કરાવતો નથી ને અનુમોદતો નથી.
શ્રદ્ધા સમ્યક થાય છે. કબુદ્ધિ છૂટી જાય છે અને ક્રોધ રહી જાય છે. ક્રોધ રહી જાય અને કર્તબુદ્ધિ છૂટી જાય આહા ! પછી ક્રોધ પણ થોડો ટાઈમ રહેશે અને ક્રોધનો પણ અભાવ થઈ જશે. પછી જાણવા માટે પણ નહીં આવે! વ્યવહાર જ્ઞય પણ નહીં આવે. પછી તો કેવળજ્ઞાન આવશે. કેવળજ્ઞાનની પર્યાયનો ભેદ એ જાણવા માટે આવશે પણ રાગ તો આવશે જ નહીં. અનુભવ પછી તો કેવળજ્ઞાન થાય છે ને? અજબ-ગજબની વાત છે.
ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી, ત્યારે આપ શું કરો છો? અમારે શું કરવું? અમે જે કહીએ છીએ તે તમે કરો. તમે શું કરો છો તે બતાવો. તો અમે કરીએ !? તો કે હું કહું છું. “અમે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવીએ છીએ. અમે જાણીએ છીએ. અને પ્રતીતિ કરીએ છીએ અને એમાં ઠરીએ છીએ. અમે તમારાથી ખાનગી કાંઈ વાત રાખી નથી. અમે કમાઈએ છીએ ને તમે કમાવો.
અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું એમ કારયિતા અને અનુમોદના વિષે પણ સમજી લેવું. કર્તા નથી ત્યાં કારયિતા વગેરે જોડી દેવું. કારયિતા એટલે બીજાની પાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૯ કરાવતો નથી. અને કોઈ કરે તો એને અનુમોદન હું કરતો નથી. અરે ! કોઈ શુભભાવની ક્રિયા કરતો હોય તો અજ્ઞાનીઓ એના વખાણ કરે. કેમકે એને એ અનુમોદન આપે છે. પેલો એને આદર આપે છે અને આ અને આદર આપે છે, બેય સરખા છે. મૌન લઈ લેને તું! આ આત્માનું ધ્યાન કરવા જેવું છે બસ. આત્મા કરનાર નથી આત્મા જાણનાર છે. તને ભાવ આવે અને કહેવા જેવું લાગે તો કહેજે; નહીં તો મૌન રહેશે. કારણકે બધાને કહી શકાય નહીં.
અજ્ઞાની શુભભાવમાં ધર્મ માને છે. પૂજાને, નિયમને, વ્રત્તને તપ વગેરે શુભભાવ છે. તેનાથી પુણ્યબંધ થાય અને દેવગતિમાં દુઃખ ભોગવવા જાય. એનું ફળ તો દુઃખ છે ને? શુભ આસ્રવ છે ને? તે આકુળતાને ઉત્પન્ન કરે છે. અત્યારે શુભભાવને ભોગવી લીધું, અને તેનાં નિમિત્તપણે કર્મ બંધાય, અને ઉદયમાં આવે અને પાછો જોડાય. તેને ભેદજ્ઞાન તો નથી તો જોડાયા જ કરે છે. જોડાવું જોઈએ અહીંયાં અંદરમાં-જોવું જોઈએ અંદરમાં જોવે છે બહાર એનું નામ સંસાર છે.
આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કહ્યું છે.” આ સોનગઢનાં સંતે ત્યાગની વાત કરી 'તી. એક વખત અમારી પાસે મોટી ઉંમરના ભાઈ આવ્યા. અવારનવાર મળતા પછી એ કહે લાલચંદભાઈ ! ગુરુદેવની બધી વાત તો જાણે સોના જેવી છે પણ અન્યમતમાં ત્યાગનો જે પ્રકાર છે ઉપદેશ આપે છે તેવી ત્યાગની વાત સોનગઢમાં આવતી નથી. અરે ! સોનગઢનાં સંતે જે ત્યાગની વાત કરી છે તે અન્ય કોઈએ કરી નથી. અને પરનો કોઈ ત્યાગ કરતું નથી.
જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ-વૈરાગ્ય દષ્ટિ જ્ઞાનીને હોય છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન હું તો જાણનાર છું.” અને ત્યાગ એટલે જે પરિણામ આવે એમાં મમત્વનો ત્યાગ. એ પરિણામ મારા નહીં એનું નામ ત્યાગ એનું નામ વૈરાગ્ય છે.
વૈરાગ્ય એટલે કપડાં છોડી દીધા અને આ એક ક્ષુલ્લક ને મુનિ થઈ ગયો એ નહીં. કોઈએ મૂડી આપી દીધી એની માન્યતા પ્રમાણે, અથવા મોટી રકમ આપી દીધી પાંજરાપોળમાં (તે ત્યાગ નથી.)
- આ પદાર્થ મારા છે એ પદાર્થના લક્ષે થતો ભાવ મારો નહીં અને આત્માના લક્ષે થતો ભેદ એ પણ મારો નહીં. આહાહા! રાગ તો મારો નહીં પણ સમ્યકદર્શનનો ભેદ જણાય છે એમાં પણ મમતા નથી. આહાહા ! મારાપણું નથી. મારાપણું એક આત્મામાં છે. માટે પરિણામ પ્રત્યે મમત્વનો ત્યાગ એનું નામ ત્યાગ છે. એ જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ એક સમયમાં પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫)
પ્રવચન નં-૨૨
શાંતિનાથ ભગવાન ત્યાગી હતા. ત્યાગી? રાજપાટમાં બેઠા છે! એનો એક કોળિયો પણ છ— કરોડ પાયદળ પચાવી ન શકે એવો તો ઊંચો ખોરાક અને ત્યાગી? કે: હા. એ ત્યાગનો અર્થ એવો છે કે પરદ્રવ્ય અને પરભાવને પોતાના માનવાનું છોડી દે. એ એનું નામ ગૃહસ્થ અવસ્થામાં ત્યાગ છે. એનું નામ મિથ્યાત્વનો ભાગ છે. પહેલાં મિથ્યાત્વનો ત્યાગ થાય, પછી અવ્રત-કષાય અને યોગનો ત્યાગ ક્રમે-ક્રમે આગળ વધતાં થાય. આ ત્યાગની વાત જગતે સાંભળી નથી.
ઘણાં વર્ષો પહેલાં દિલ્હી વાંચવા ગયો તો ત્યાં જયના વોચ ૪ વાળા પ્રેમચંદજી છે; પ્રસિદ્ધ છે તેને ઘેર ઉતારો હતો લાલમંદિરમાં વાંચન હતું, તેનું આખું કુટુંબ આવે સાંભળવા. એમાં એના માતુશ્રી પણ આવતા. ત્યાં ગ્રહણ પૂર્વક ત્યાગની વાત કરી.
ગ્રહણ પૂર્વક ત્યાગ એટલે સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો મમતાનો ત્યાગ. પછી ઘરે ગયો, માતુશ્રી કહે પંડિતજી! આ સારી જિંદગી ગઈ મેં ને બહોત ચોકા લગાયા બહોત ત્યાગી કો આહારદાન દિયા, બહોત વ્યાખ્યાન ભી સૂના મગર આજ તક કભી કિસીને એસા નહીં કહી કે ગ્રહણપૂર્વક ત્યાગ હોતા હૈ. જ્ઞાનકા ગ્રહણ અજ્ઞાનકો ત્યાગ. સમ્યફ દર્શન કા ગ્રહણ મિથ્યાત્વકા ત્યાગ. નિર્મમત્વકા ગ્રહણ મમત્વકા ત્યાગ.
પર પદાર્થ પદાર્થમાં છે તેનો ત્યાગ કોણ કરે? એને ગ્રહ્યો છે જ કયાં તે છોડ? દુકાનને કયાં ગ્રહી છે કે છોડે? આહા! દુકાન મારી નથી મમતા છૂટી ગઈ, મારો તો જ્ઞાયકભાવ છે. એ દુકાનમાં બેઠો છે ને ત્યાગી છે. જ્ઞાનનું ગ્રહણ અને મમત્વનો ત્યાગ. આ ત્યાગ આવ્યો ને!? સંન્યાસની વાત આવીને!? સરવાળો કરે છે. આ ત્યાગની વાત કુંદકુંદાચાર્યે કરી છે.
સકળ વિભાવ પર્યાયોનો ત્યાગ કોઈ પણ પર્યાય પ્રગટ થાય એનો સ્વામી હું નથી. પરિણામનો સ્વામી પરિણામ છે. પરિણામનો સ્વામી હું નહીં; હું તો શુદ્ધાત્માનો સ્વામી છું. જ્ઞાયક મારો સ્વ અને હું એનો સ્વામી છે. નાશવાન પરિણામ જે પ્રગટ થાય પરાશ્રિત કે સ્વાશ્રિત ભેદો-ચૌદગુણસ્થાનનો સ્વામી હું નથી. જે સ્વ-સ્વામી સંબંધ પરિણામની સાથે જોડ છે એ અજ્ઞાની બને છે. દ્રવ્યની સાથે સ્વસ્વામી સંબંધ જોડ અને પરિણામની સાથે સ્વસ્વામી સંબંધ તોડે. એકની (દ્રવ્યની) સાથે જોડ અને (પર્યાયની) બીજાની સાથે તોડે.
સમાજમાં અત્યારે એવું નથી થાતું એકની સાથે છૂટાછેડા ને બીજાની સાથે લગ્ન આ તો દાખલો. એમ અનાદિકાળથી પર્યાયની સાથે સ્વસ્વામી સંબંધ છે. પર્યાય મારી, શરીર મારું, કુટુંબ મારું પૈસા મારા. મારા...મારા એ સંબંધ અંદરમાં જઈને તોડી નાખ! જ્ઞાયક તે સ્વ અને આ પરિણામ મારા નથી. અહીંયાં (સ્વમાં) રૂસ્વામી સંબંધ જોડ્યો છે. જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૧ તે સ્વ અને હું એનો સ્વામી એટલો ભેદ પણ નહીં. એ તો સમજાવવા માટે ભેદ છે. પરિણામની સાથે સંબંધ તોડી નાખ્યો ને પરિણામ રહી ગયા, શરીર રહી ગયું, કુટુંબ રહી ગયું. કુટુંબ રહી જાય પણ કુટુંબ મારું એ મારાપણાની મમતા છૂટી જાય છે. ગૃહસ્થ અવસ્થામાં સ્વામીત્વ બુદ્ધિ છૂટે છે. પછી ચારિત્ર અંગીકાર કરી સ્વભાવમાં પૂર્ણ ઠરે તો સંયોગનો અભાવ થાય છે.
ચારિત્રની વાત કોઈ અલૌકિક છે. સમ્યક્દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં. માટે સકળ વિભાવ પર્યાયોનો ત્યાગ'. વિભાવ પર્યાયો ક્યાં અલોકાકાશમાં મોકલી દેવી? અરે! એનું નામ ત્યાગ નથી. એના મમત્વનો ત્યાગ. એમાં મારાપણાની બુદ્ધિ હતી શુભાશુભભાવમાં; પુણ્ય મેં કર્યું, પુણ્યનાં પરિણામ મારાં છે આ દુકાન મારી છે તેનાં મમત્વનો ત્યાગ.
દુકાનમાં બેઠો હોય ને દુકાનનો ત્યાગ થઈ જાય છે. દુકાનના વેપાર વખતે પાપના પરિણામ આવે એનોય ત્યાગી. પછી પૂજાનો ભાવ આવે એનોય ત્યાગી. અનુભવ થાય પછી અનુભવનો ભેદ જણાય એનો પણ ત્યાગી. આહા! એ નાશવાન પરિણામ મારાં નહીં.
એક સમયના સંવર-નિર્જરાના પરિણામ પણ મારા નહીં. મારો તો જ્ઞાનસ્વભાવ, અનંત ગુણાત્મક ભગવાન આત્મા એ મારી ચીજ છે. આવે ને જાય એ મારી ચીજ નથી, એ તો મહેમાન છે. પરિણામ આવે ને જાય.
અહિંયાં આઠ-નવ તારીખે મહેમાન છે તે જતા રહેશે. મહેમાન કાયમ રહે? એમ પરિણામ મહેમાન છે. અને ભગવાન આત્મા તો ઘરધણી માલિક છે. એ કયાંય આવે નહીં અને એ કયાંય જાય પણ નહીં. એ તો છે..છે ને...છે એમ અંદર દૃષ્ટિ પડતાં આત્માનો અનુભવ થાય અને ભવનો અંત આવી જાય.
રાજકોટ વિડિયો કેસેટ નં-૭૬ પ્રવચન નં-૨૩ (તત્ત્વચર્ચા) દિવાનપરા
( આ અધિકારમાં) ઉપચારથી કર્તાપણાનો નિષેધ કરવા માટે વીતરાગી પરિણામનો જ્ઞાતા છે. તે પરિણામમાંથી જ્ઞાતાબુદ્ધિ તો પ્રથમ છૂટી ગઈ છે એટલે જ્ઞાતાનો વ્યવહાર સવિકલ્પમાં આવે છે. અને ફરીથી નિર્વિકલ્પ ધ્યાનમાં જવા માટે વીતરાગ પરિણતીનું જ્ઞાતાપણું પણ છૂટી જાય છે. જ્ઞાતાનો વ્યવહાર છૂટીને નિશ્ચય આવી જાય છે.
પરિણામનો કર્તાએ નથી અને પરિણામનો જ્ઞાતા નથી. કર્તબુદ્ધિ છૂટી તો કર્તાનો વ્યવહાર, જ્ઞાતાબુદ્ધિ છૂટી ગઈ તો જ્ઞાતાનો વ્યવહાર. બે લાઈન મેઈન છે. બાકી બધો તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર
પ્રવચન નં-૨૩ વિસ્તાર છે.
( સાધકને) પછી વ્યવહાર આવે તો શું કરવું? કારણ કે બારમી ગાથામાં રાગભાવ અને વીતરાગ ભાવનો જ્ઞાતા છે તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન તેનું શું કરવું? ! તેને છોડી દેવો. નિષેધ કરવો. આહા ! વ્યવહાર સઘળોય અભુતાર્થ છે. અપર્વ ચીજ છે. આ તો કુંદકુંદ ભગવાનની દેન છે. કોઈની તાકાત નથી.
કર્તાબુદ્ધિ છૂટી તો કર્તાનો વ્યવહાર, કર્તબુદ્ધિ રાખે તો વીતરાગ ભાવ થાય નહીં. અજ્ઞાની પાસે તો રાગ છે તો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ તેવી એકત્વબુદ્ધિ હતી. કર્તાબુદ્ધિ હતી તો કર્તાબુદ્ધિ છૂટી, વીતરાગભાવ પ્રગટ થયો તો તેના ઉપર કર્તાનો ઉપચાર આવ્યો. અને રાગનો જ્ઞાતા તેવી બુદ્ધિ છૂટી ગઈ તો વીતરાગભાવનો જ્ઞાતા તેવો વ્યવહાર આવ્યો. અજ્ઞાન ગયા પછી કર્તાનો અને જ્ઞાતાનો અને વ્યવહાર આવે છે. અજ્ઞાન ગયા પછી
જ' વ્યવહાર આવે છે, “જ' રાખવું. પછી તે બન્ને વ્યવહાર છોડીને અંદરમાં ફરી ઘૂસી જાય છે.
[ શ્રોતા-આપે પણ પંચરત્નની ગાથામાં બેનો નિષેધ કર્યો.] કર્તાપણાનાં ઉપચારનો નિષેધ કર્યો અને જ્ઞાતાપણાના ઉપચારનો નિષેધ કરી અંદર ચાલ્યો જાય છે. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ એટલે કે શુદ્ધોપયોગદશા છે. છઠ્ઠી સાતમામાંથી હવે સાતિશય સાતમામાં ચાલ્યા જાય છે.
- છઠ્ઠામાં શું આવતું હતું ખબર છે? કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર આવતો હતો તે એક સમયમાં સાથમાં હતો. પરિણમે છે માટે કર્તાનો ઉપચાર અને તેને સવિકલ્પદશામાં જાણેલો પ્રયોજનવાન તે જ્ઞાતાનો ઉપચાર આવે છે તે ખટક્યો. હું ઉપચારથી કર્તા નથી ને ઉપચારથી તેનો જ્ઞાતા નથી તો અનુપચારમાં આવી જાય છે.
ઉપચારથી કર્તા છે શું શું કામ? પછી ઉપચારે જ્ઞાતા એ શા માટે ? આ તત્ત્વની બહુ ગહેરાઈવાળી સૂક્ષ્મ વાત છે. (ઉપચારે) જ્ઞાતાનો નિષેધ કરવો એટલે શું? ! જ્ઞાતાબુદ્ધિ છૂટી માંડ-માંડ તો જ્ઞાતાનો વ્યવહાર આવ્યો. સવિકલ્પદશામાં કર્તાનો વ્યવહાર અને જ્ઞાતાનો વ્યવહાર આવે છે. વીતરાગ ભાવનો કર્તા અને વીતરાગ ભાવનો જ્ઞાતા બસ. પછી જ્ઞાયકનો વિશાતા.
જુઓ! ઉપચારથી કર્તા હતો ને !? તો હવે હું અકર્તા છું તો કર્તાનો વ્યવહાર ટળી જાય છે. અને ઉપચારથી પરિણામનો જ્ઞાતા છું તેનો નિષેધ કર્યો તો જ્ઞાયકનો જ્ઞાતા થઈ ગયો. પૂરા જ્ઞાયકનો જ્ઞાતા થઈ ગયો.
પહેલાં કર્તબુદ્ધિ છોડવા અકર્તાનો સહારો લીધો. કર્તાનો ઉપચાર આવતો હતો ને એટલે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૩ પરમાર્થ પ્રતિક્રમણમાં શું કહ્યું ખબર છે? “હું કરતો નથી ”-અકર્તાનો સહારો લીધો. અને વીતરાગ પરિણામનો જ્ઞાતા છું તેનો નિષેધ કરવા માટે, અરે ! શાયકનો જ્ઞાતા છું-ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. આ બે વાત એમાં છે. (બીજીવાત) સૂક્ષ્મપણે અવ્યક્ત છે. જ્ઞાતા યના ઉપચારનો વ્યવહાર એમાં આવી જાય છે.
આ ગાથા બહુ ઊંચી છે. “ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું” મને તો મારો ભગવાન જણાય છે આહા ! “જાણનાર જણાય છે” એ આવ્યું ને?! જાણનારો છું માટે ઉપચારથી કર્તા નથી. અને જાણનારો જણાય છે એટલે પરિણામનો જ્ઞાતા પણ નથી તો ફરીથી નિર્વિકલ્પ ધ્યાન અપ્રમત્તદશા આવે છે.
અકર્તામાં કર્તાનો ઉપચાર જાય છે. જાણનારો જણાય છે એમાં જ્ઞાતાનો ઉપચાર જાય છે. અહીં ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ ચાલે છે ક્યારેક કયારેક મન ભરાય જાય છે. આવું સ્વરૂપ છે.
કર્તાનાં ઉપચારને નિષેધીને પછી અકર્તામાં આવ્યો તો દ્રવ્યના નિશ્ચયમાં આવ્યો, અને ચૈિતન્યના વિલાસનો જાણનાર છે તો પછી જ્ઞાનની પર્યાયનાં નિશ્ચયમાં આવી ગયો. હું પરિણામને જાણતો નથી, વીતરાગીભાવને, નિશ્ચય મોક્ષમાર્ગનાં પરિણામનો પણ જાણનાર નહીં. ઉપચારથી કરનાર, ઉપચારથી જાણનાર નિશ્ચય રત્નત્રયનાં પરિણામનો હોં! અર્થાત્ મોક્ષમાર્ગ! ત્યાંથી ઉઠી જાય છે આત્મા, પરિણામનું લક્ષ છૂટી જાય છે અને અંદરમાં ઘૂસી જાય છે.
જેમ કર્તા બુદ્ધિ છોડવા અકર્તામાં આવવું પડે છે તેમ કર્તાનાં ઉપચારને નિષેધ માટે પણ અકર્તામાં જ આવવું પડે છે. કેમકે અકર્તાના જોરથી કર્તાનો ઉપચાર છૂટી જાય છે ને ?! અકર્તાના જોરમાં કર્તા બુદ્ધિ છૂટે છે અને અકર્તાના જોરમાં જ શ્રેણી આવે છે.
પ્રશ્ન- અકર્તા એવો જે જ્ઞાયક આત્મા છે; તેનું અકર્તા શા માટે વિશેષણ છે? સમાધાનઃ- એમાં એવું છે કે કર્તાબુદ્ધિ જો છૂટે તો અકર્તાનો ઉપચાર પણ છૂટે. માટે અકર્તા એવો જ્ઞાયક શબ્દ છે. આમાં રહસ્ય છે. ઉપચારનાં નિષેધ માટે પણ અકર્તા શાયક, અને તેની પર્યાયને જાણવાનું બંધ કરવા માટે પણ જ્ઞાયક. શું કહ્યું?!
ઉપચારથી નિર્મળ પર્યાયનો કર્તા આવતો હતો એટલે અકર્તા વિશેષણ લીધું. અને “જ્ઞાયક’ શબ્દ કેવો છે?! કેઃ પર્યાયનો જ્ઞાતા છૂટે છે ને જ્ઞાયકનો જ્ઞાતા બસ. અકર્તા એવો જ્ઞાયક. અકર્તાનાં લક્ષે કર્તાનો ઉપચાર જાય છે. જ્ઞાયક જણાય છે એમાં પરિણામની જ્ઞાતાબુદ્ધિનો ઉપચાર આવે છે તે નીકળી જાય છે.
આપણે જ્યાં પહોંચવું છે (શ્રેણીનો) ત્યાંનો નિર્ણય હમણાં કરી લેવો. જ્યાં પહોંચવું છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
પ્રવચન નં-૨૪ તેનો નિર્ણય આ પર્યાયમાં કરી લેવો. હજુ તો આપણે ઘણું આગળ જવાનું છે ને?!
સર્વાગી સમાધાન આવી ગયું. પાછો શાસ્ત્રનો આધાર! અકર્તા એવો જ્ઞાયક. ઈ..અકર્તાનું વિશેષણ શા માટે મૂકયું?! કર્તા બુદ્ધિ છૂટે ને કર્તાનો ઉપચાર છૂટે માટે અકર્તાનું વિશેષણ મૂકહ્યું. “જ્ઞાયક’ વિશેષણ એટલા માટે મૂકયું કે: પરિણામનો જ્ઞાતા છું એવી બુદ્ધિ છૂટે અને પરિણામનો જ્ઞાતા છું તેવો વ્યવહાર પણ છૂટે. આહાહા! એક શાયકમાં આટલી તાકાત છે.
અકર્તા કર્તાનો ઉપચાર છોડાવે છે.
જ્ઞાયક જ્ઞાતાનો ઉપચાર છોડાવે છે. આહા! ઉપચાર દોષ છે. ગુણનથી કેમકે સવિકલ્પ દશા છે. કાંઈને કાંઈ નવું આવે જ છે.
- રાજકોટ ઓડિયો કેસેટ પ્રવચન નં-૨૪
તા. ૧૬-૭-૮૧ કેવળજ્ઞાન તો કરું ને? કે ના. હું કેવળજ્ઞાનને કરનારો નથી. કેવળજ્ઞાન થશે અને માત્ર જાણવાનું કામ મારું રહેશે પર્યાયમાં માત્ર! દ્રવ્ય તો (મારું) એ પર્યાયથીય રહિત છે. “હું રાગાદિભાવ-જે કર્મોના ભેદોનો” (કર્તા નથી.) બહુ ઝીણી વાત છે. હજમ થાય તો કામ થઈ જાય-કર્તબુદ્ધિમાં સંસાર છે, અને અકર્તાની બુદ્ધિ થઈ તો મોક્ષ છે. દષ્ટિમોક્ષ થઈ જાય પ્રથમ ! દશા મોક્ષ પછી થાય.
(કહે છે કે, “હું રાગાદિ-ભેદરૂપ ભાવો-ભાવકર્મના ભેદોને કરતો નથી.” આહા...હા ! કરતો નથી હું કેમ કે (એ ભાવો ) મારાથી ભિન્ન છે. એ વાત આવી ગઈ છે. એ મૂળમાં-કરતો નથી કેમ કે મારામાં નથી–જ્યાં હું છું ત્યાં સમ્યદર્શનનું અસ્તિત્વ નથી પાંચ મહાવ્રતનું અસ્તિત્વ મારામાં નથી, મારામાં નથી તેથી હું તેનો કર્તા નથી. પુદગલકર્મ કરે છે તેથી હું તેનો કર્તા નથી.
કેમકે સદભાવ અને અભાવ (કર્મોનો) લઈને એવી અપેક્ષા લઈને એને કર્મકૃત ભાવ કહ્યા ચૌદેય ગુણસ્થાનને કર્મકૃત ભાવ કહેવામાં આવ્યા (સમયસાર) અજીવ અધિકારમાં તો એને પુદ્ગલમય પરિણામ કહેવામાં આવ્યા છે. આહાહા! પર્યાયદષ્ટિ છોડાવવા, દ્રવ્ય દષ્ટિ કરાવવા, આચાર્ય ભગવાને ઘણી કણા કરીને મીઠી વાત કરી છે.
કે રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને હું કરતો નથી, કરાવતો નથી. પાંચ મહાવ્રતના પરિણામ જે દેખાય છે એનો હું કર્તા નથી. એને કરાવનાર નથી. અને એને કો'ક કરે છે એને હું ટેકો આપતો નથી.
ત્યારે હું શું કરું છું? (કરું છું કહ્યું છે એટલે કર્તાબુદ્ધિ નહીં, સહજ દશા-એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૫ ઉપદેશના વાકયમાં બીજું શું આવે? ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ (–બે પ્રકારના બોધની કથનપદ્ધતિ છે )
કે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ-મારો ભગવાન આત્મા તો જેમાં જ્ઞાન ને આનંદનો વિલાસ થઈ રહ્યો છે-ભરચક્ક સુખસાગર ! (અનંતગુણોથી લબાલબ !) ભગવાન આત્મા છે, એવા મારા શુદ્ધ આત્માને હું નિરંતર ભાવું છું-આત્માને જ નિરંતર ભાવું છું, પર્યાયને ભાવતો નથી. આત્માને ભાવું છું ને પર્યાયને જાણું છું પણ પર્યાયનો કર્તા બનતો નથી.
કહ્યું? (હું તો) આત્માને ભાવું છું, પર્યાયને જાણું છું પણ પર્યાયનો કર્તા હું થતો નથી. આમ....આત્માને જ (નિરંતર) ભાવતો-ભાવતો એ પર્યાયનું જ્ઞાન થાય છે પરંતુ ) એને હું કરું છું એવું અજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શુદ્ધ આત્માને ભાવું છું ને પર્યાયને જાણું છું, એમ પર્યાયનો કર્તા નથી. દ્રવ્ય, ઉપર દષ્ટિ પડતાં જ્ઞાન સમ્યફ થાય છે, એ સમ્યકજ્ઞાનમાં કર્તા બુદ્ધિનો દોષ લાગતો નથી.
પછી સાધક અવસ્થા થાય ને કર્યા છે એ રાગને કરે-એ વિષય વ્યવહારનો છે તેને ગૌણ કરીને, અરે ! પહેલાં અકર્તાને તો સમજ! કર્તબુદ્ધિ છૂટ્યા વિના કર્તાનય પણ બની શકશે નહીં. પહેલેથી કર્તાનય ઉપર લક્ષ રાખ નહીં ભાઈ ? અકર્તા ઉપર લક્ષ રાખ તો, કર્તાન, સાધક થઈશ ત્યારે તને બધુ જ્ઞાન થઈ જશે. હવે અહીં કહે છે કે ભાવકર્માત્મક ચાર કષાયો-ક્રોધ-માન-માયા-લોભ ચાર કષાયો લીધા છે ને! એને કરતો નથી. સવિકલ્પ દશામાં પોતે ઉભા છે ને.....સંજ્વલન કષાયો છે ચાર (મુનિરાજને દશામાં વર્તી રહ્યા છે) ક્રોધમાન-માયાને લોભ, તોપણ (કહે છે કે હું એને કરતો નથી. ત્યારે હું શું કરું છું? કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.-શુદ્ધ આત્માને જ ભાવું છું ને સંજ્વલનના કષાયો થાય છે, એને પુદ્ગલકર્મો કરે છે એમ જાણું છું.
ત્યારે આમાં સ્વચ્છંદતા આવતી હશે કે નહીં? અરે, ભાઈ ! આમાં સ્વચ્છંદની વાત નથી, ગુરૂગમે જે નય-નિક્ષેપને પ્રમાણથી (આત્માનું સ્વરૂપ) સમજે એને સ્વચ્છંદની વાતની ગંધ નથી, સ્વચ્છેદનું નામ જ આગળ કરીશ તો....તને નિશ્ચયનયનો વિષય (ધ્યેય ).....ખ્યાલમાં લેવા માટે તારું વીર્ય નપુંસક થઈ જશે! નબળું થઈ જશે!
જેવો ત્રિકાળ આત્મસ્વભાવ છે તેવો જ વિચાર કરીને નિર્ણય કરવો ને... એનો અનુભવ કરવો, એમાં સ્વચ્છંદતાની વાત કયાં છે!? એમાં તો પરમાત્મા બનવાની વાત છે !!
(કહે છે કે:) એ ભાવકર્માત્મક ચાર કષાયો-ક્રોધ-માન-માયા-લોભ, એ ચાર કષાયો છે ને! એને પુદ્ગલકર્મો કરે છે ને?! હું કરતો નથી કેમકે મારાથી ભિન્ન છે, પુદ્ગલકર્મ એને કરે છે હું એને (-ચાર કષાયોને) કરતો નથી, ત્યારે હું શું કરું છું? કે ચૈતન્યના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
પ્રવચન નં-૨૪ વિલાસસ્વરૂપ મારા શાયકભાવને જ હું ભાવું છું જ્ઞાનાનંદ પરમાત્માને હું જ્ઞાયક પરમાત્માને ભાવું છું ને ચાર કષાયોને પુદ્ગલ કરે છે એમ જાણું છું પણ હું કરું છું એમ મને જાણવામાં ય આવતું નથી.
(શ્રોતાઃ) આ ભાવકર્માત્મક ને ચાર કષાયોમાં કંઈ ફેર નથી?
(ઉત્તર) ના, ખાસ કાંઈ ફેર લાગતો નથી. જુઓ! ઉપરમાં લખ્યું છે ને, ઉપર લખ્યું છે સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી” મોહ, રાગ, દ્રષ, ત્રણેય લીધા આમાં અને આમાં એકલા સંજ્વલનના કષાયો છે એમ લાગે છે, ઓમાં (મોહસહિત) બધું લઈ લીધું ને આમાં ક્રોધ-માન-માયા-લોભ લીધા એટલે ક્રોધ-માનમાયા-લોભમાં રાગ-દ્વેષ આવ્યા, મોહ ન આવ્યો એટલો ફેર, ઓમાં મોહ-રાગ-દ્વેષ છે અને આમાં ક્રોધ-માન-માયા-લોભ છે. તેનાં બે ભેદ કરો તો ક્રોધ અને માન ને માયાને લોભ, દ્વષ અને રાગ (એ ચાર કષાયો સમાય છે)
(કહે છે કેઃ) સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું, આહાહા ! આત્માને જ ભાવું છું-ભગવાન આત્મા-શાયકની ભાવનામાં જ પડયો છે.....આહા...હા ! હું આત્માને ભાવું છું, કષાયના પરિણામને પુદગલકર્મ કરે છે એમ હું જાણું છું પણ હું કરું છું એમ મને જાણવામાં આવતું નથી. (પર્યાય ) થાય છે; થાય છે એનો કરનાર પુદગલકર્મ છે હું એનો કર્તા નથી, કેમ કે એ પરિણામ મને અડતા નથી, મારી સત્તાની બહાર છે. (ઉપરઉપર તરે છે. ) એ બહિતત્ત્વ છે, એ વ્યક્ત છે એ અન્ય છે એથી હું એનો કર્તા નથી.
આહા....હા આ દ્રવ્યને પર્યાયના ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે! આ ગાથાઓમાં. (ગાથા ૭૭ થી ૮૧) ઘણાં દિવસથી ચાલે છે પાંચ-છ દિવસ તો થઈ ગયા છે આ ગાથાઓના (સ્પષ્ટીકરણમાં).
કહે છે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ (આત્માને જ ભાવું છું) કર્તા બુદ્ધિ સંસાર છે ભાઈ ! બહુ ધ્યાન રાખીને આ વાત ! આ ભવમાં, પૂ. ગુરુદેવે કહ્યું કે હમણાં હમણાં...કે આ ભવમાં એટલું નક્કી કરી લ્ય તો સારું છે કે હું જ્ઞાતા છું કે કર્તા છું બસ જો.... ઈ નિર્ણય કર્યા વિના આંહીથી ગયો તો.બાજી હાથમાંથી ચાલી જશે, કેમ? નિગોદનાં સંસ્કાર છે આ નિગોદથી લઈને આવ્યો છે સંસ્કાર, કર્તબુદ્ધિ-કર્તાપણું એ સંસ્કાર કોઈ આજકાલનાં નથી, ધારાપ્રવાહ રૂપે જુઓ તો એ નિગોદથી ચાલતા આવતા સંસ્કાર છે. છે તો સમયવર્તી સમયેસમયે કર્તબુદ્ધિ (અજ્ઞાનીજીવ) કરે છે. પણ ધારાવાહી લઈએ તો એ નિગોદથી સંસ્કાર લઈને ચાલ્યો આવે છે, આહા.... હા ! એ કર્તાબુદ્ધિના સંસ્કારને નિવર્તાવવા માટેની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૭ આ ગાથા છે. આત્માને નિવર્તાવવો-કર્તા બુદ્ધિથી આત્માને નિવર્તાવવો આહા...હા! કર્તા નથી આત્મા, જ્ઞાતા છે હો! આ ભવમાં નક્કી કરી લેવું કે હું જ્ઞાતા છું કે કર્તા છું?! આવતા ભવ ઉપર રાખવા જેવું નથી. કાલ ઉપર રાખવા જેવું નથી તો પછી આવતા ભવની વાત તો ક્યાં કરવી? બધાના આત્માની વાત છે હોં! બધાનો સ્વભાવ જ્ઞાતા છે, બધાના આત્મા અકર્તા છે, કર્તા નથી.
એ... કર્તાપણાનો ભાવ તો એ અજ્ઞાનપણામાંથી જન્મેલો ભાવ છે. અકર્તાને ચૂકે છે એને કર્તા ભાસે છે આ જીવ તત્ત્વની મોટામાં મોટી ભૂલ હોય તો એ આ છે કે પોતે (સ્વભાવે) અકર્તા હોવા છતાં, પોતાને કર્તા માને છે. જીવતત્ત્વની આ મોટી ભૂલ છે, આ સાધારણ ભૂલ નથી. કર્તા બુદ્ધિમાંથી સંસાર આખો આ ઊભો થયો છે. અને એ કર્તા બુદ્ધિ અજ્ઞાન છે. ને અકર્તા બુદ્ધિ એ સમ્યકજ્ઞાન છે. આ જ ખરું વસ્તુનું સ્વરૂપ છે.
આહાહા! અરે! તને, જીવ તત્ત્વની ભૂલ રાખીને તારે જાવું છે? આહા! તને સદ્ગુરુ મળ્યા, પીસતાલીસ-પીસતાલીસ વરસથી તને બોધ આપે છે-એટલાં વ્યાખ્યાનો ને એટલાં શાસ્ત્રો ઉપરનાં ને એની ટેઈપ બહાર પડી ગઈ -(સદ્ગુરુ સાક્ષી આપીને કહે છે) અમે તને કહીએ છીએ એમ નહીં, પણ સર્વજ્ઞભગવાને કહેલું કે અમે તમને કહીએ છીએ કે...
ભગવાન આત્મા જ્ઞાતા છે-જ્ઞાયક છે-અકર્તા છે (પર્યાયભાવોનો) કર્તા છે જ નહીં?! આ હા ! છતાં તમને હજી...કર્તા છું એવો અભિપ્રાય (મનમાં ઘૂંટાય છે). આહાહા! એમ કેમ તમને તમારા અભિપ્રાયમાં કર્તાપણું ભાસે છે, તારા અભિપ્રાયમાં હું જ્ઞાયક છું અકર્તા છું એમ ભાસવું જોઈએ, કેમ કે પરિણામ, સ-અહેતુક છે, નિમિત્તથી પણ થતા નથી ને આત્મામાં ગુણ છે એ ગુણથી પણ થતા નથી, આહા..હા ! પર્યાય, પરિણામથી ઊપજે છે, નિમિત્તથી ઊપજતી નથી ને એના દ્રવ્યને ગુણથી પણ ઊપજતી જોવામાં આવતી નથી. તો....પર્યાયદષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ... થશે !
આહા..હા! નિમિત્તથી તો નહીં, પણ એનાં ગુણથી નહીં મતિ-શ્રુતજ્ઞાનનીસમ્યકજ્ઞાનની પર્યાયનો જે જન્મ થાય છે, એ શ્રી ગુરુથી તો જનમતી નથી, એનો દાતા શ્રીગુરુ તો નથી, પણ એનો દાતા પોતાનો જ્ઞાન નામનો ગુણ અથવા ગુણી (આત્મ) દ્રવ્ય પણ એનો દાતા નથી. એનો કર્તા નથી આવા તો શાસ્ત્રના વચન છે.
અરે! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા લાવ કે (હું) અકર્તા છું, પછી આત્માની શ્રદ્ધાએ શ્રદ્ધા થાય, પછી અનુભવથી શ્રદ્ધા થાય-એ બે પ્રકારમાંથી એકને ગૌણ કરીને હમણાં એક પ્રકારથી તો (હું) અકર્તા છું એમ લે! (જુઓ!) ત્રણ પ્રકાર પડયા ભાઈ ? કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
પ્રવચન નં-૨૪ દેવ-ગુરુ-શાસ્ત્રની જો તને શ્રદ્ધા હોય તે સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરવા રોજ જાય છે, અને પૂજા કરે છે અષ્ટાર્ટુિકાપર્વમાં-પૂજા કરી રહ્યો છો, એ ફરમાવે છે કે ભગવાન આત્માબધાના આત્મા અકર્તા છે. કોનો અકર્તા છે? પોતાનાં પરિણામનો અને બીજા જડચેતનપદાર્થોના પરિણામનો આત્મા (સ્વભાવથી જ) અકર્તા છે કર્તા ત્રણકાળમાં નથી. આત્મા તો જ્ઞાતા છે કેવળ ? કેમ કે આત્મા જ્ઞાનગુણથી ભરેલો છે.
આત્મા જ્ઞાનગુણથી ભરેલો છે તો એમાંથી જે પ્રવાહ આવે છે એ જાણવાનો આવે છે, પણ કરવાનો પ્રવાહ એમાંથી આવી શકતો નથી. એમ સર્વજ્ઞ ભગવાનના કહેવાથી પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ તને મળ્યા એના કહેવાથી, એની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર! એ સર્વજ્ઞ પરમાત્મા અન્યથાવાદી નથી, એ સર્વજ્ઞપરમાત્મા વીતરાગ છે. એ જેમ કહે છે એમ જ તારું સ્વરૂપ છે. એનાં ઉપર લક્ષ રાખીને તો શ્રદ્ધા કર! આહાહા! અને એના ઉપર લક્ષ રાખીને શ્રદ્ધા કરીશ...તને આવશે શ્રદ્ધા તો મારો આત્મા અકર્તા છે-એમ વિકલ્પાત્મક નિર્ણયમાં પણ એને અકર્તાપણું બેસશે એને વ્યવહારશ્રદ્ધા કહેવામાં આવે છે અને જો દઢ થઈ જાય કે હું અકર્તા છું એ વ્યવહારશ્રદ્ધાના વિકલ્પનો પણ અભાવ થઈને, પ્રત્યક્ષ અનુભવ થઈને સાક્ષાત્ અકર્તા....રૂપે આત્મા પરિણમી જશે.
અરે! તું દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર! એ આત્મામાં અનુમાન લઈને તો શ્રદ્ધા કર! ભલે પછી, અનુભવ કરીને (અકર્તા-આત્માની) શ્રદ્ધા કર તો તારું કામ થઈ...જશે. મૂળ વાત છે, પાંચ રત્ન ! (શ્રીનિયમસારમાં ) શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો, પણ ક્યાંય એને (કોઈ ગાથાને) રત્ન વિશેષણ આપવાનું મન ન થયું. પણ જ્યાં અકર્તા ( આત્માની) વાત આવી આહા..હા! ભાવિ તીર્થકરનું મન થઈ ગયું (કહેવાનું આ પાંચ ગાથાને કેઃ) પાંચ રત્ન, આ તીર્થકર થવાના છે ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવ ! પોતે લખી ગયા છે અને (પૂ.) ગુરુદેવે આપણને જાહેર વ્યાખ્યાનમાં કહ્યું છે ખાનગીમાં નહીં,
અરે! પદ્મપ્રભમલધારિદેવ ભાવિ તીર્થકર અને ભાવિ તીર્થંકર..સૂર્યકીર્તિ મહારાજ તને કહે છે આહાહા! એ ખરેખર તો દ્રવ્યનિક્ષેપે તો એ તીર્થકર જ હતા. નેગમનયે તો એ તીર્થકરનો જ આપણને ભેટો થયો તો...
અરે! તીર્થકર ઉપર શ્રદ્ધા રાખીને તો શ્રદ્ધા કર કે હું અકર્તા (છું). આહા! મિથ્યાદર્શન હો કે સમ્યકદર્શનના પરિણામ, થાવ કે હો કે જાવ, એનો હું કર્તા નથી હું અકર્તાજ્ઞાયક-નિષ્ક્રિય-પરમાત્મા છું! આહા...હા! અપરિણામી છું એનું ધ્યાન તો ધર એક વખત ! તો તને તારું કામ થશે! (તને તારા દર્શન થશે!) (૮) વર્તમાન સ્ટેજમાં તો આવી જા, પહેલું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૯ સ્ટેજ તો છે ત્યાં આવી જા. નિમિત્તના લક્ષે તું નિર્ણય કર! પહેલાં અનુમાનથી (યથાર્થ) નિર્ણય કર પછી આત્માના અનુભવથી તને નિર્ણય આવશે, આવશે ને આવશે.
કોઈકને એમ લાગે કે આત્માનો અનુભવ થઈ ગયો નથી કે તમે આટલું બધું જોર ધો છો ! ભાઈ જરા સમજવા જેવું છે-આ જ સમજવા જેવું છે. આહાહા! બધા જીવો (આત્માઓ) ભગવાન થાવ, આમ બે હાથ જોડીને કહેતા હુતા. શક્તિએ તો છો તમે ભગવાન બધા, પણ તમે બધા ભગવાન (પર્યાયમાંય) થાઓ ! આમ દ્રવ્યસંગ્રહમાં લખ્યું છે એમ શાસ્ત્રનો આધાર આપીને, મહાપુરુષ છે ને ! એમ મોટા પુરુષ, શાસ્ત્રનો આધાર આપીને પોતાના ભાવ રજુ કરે છે.
અરે! એક વખત દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર કે હું અકર્તા છું પરિણામ થાય છે પણ પરિણામનો હું કર્તા નથી. એમ જો શ્રદ્ધા લાવીને પછી, પોતે આગમ-યુક્તિને અનુમાનથી પોતે તર્ક કરીને વિચાર કરીને એ જ કરે પોતે આત્માનો વિચાર તો આત્મા અકર્તા છે એમ તેને સવિકલ્પ ભેદજ્ઞાનમાં આવી જાય, અને કોઈ અપૂર્વ નિર્ણય થાય અને એ અપૂર્વ નિર્ણય પાછળ, અનુભવ કરીને સમ્યકદર્શનપર્યાય પ્રગટ થઈ જાય!
એવી વાત અત્યારે આ કાળમાં આવી ગઈ છે. (આમ નક્કી કરને!) કર્તા હું નથી હોં ભાઈ ! આહાહા! પરિણામ (સ્વય) થાય છે ને! હું જ્ઞાતા છું તે શું કરું? આહા...હા! હું તો પંગુ છું ને? હું તો પાંગળો છું ને! હું પર્યાયને કેમ કરું? પર્યાય (સ્વયં ) થાય એને કેમ કરું? પર્યાય, એનાં સ્વઅવસરે જન્મે છે, સ્વઅહેતુક છે અને સ્વઅવસરે વ્યય થાય છે, એની જન્મક્ષણ છે પર્યાયની, પર્યાયનો ક્રમભાવ પણ ફરતો નથી ને પર્યાયનો કાળ પણ ફરતો નથી. (શ્રીસમયસાર) તેરમી ગાથામાં નવેય તત્ત્વની વાત પર્યાયની કરી, કે થવા યોગ્ય છે. આહા....હા !
ચારે તરફથી આત્માનું અકર્તાપણું એટલે જ્ઞાયકપણું સિદ્ધ થાય છે એટલે જ્ઞાતાપણું અકર્તા તો નાસ્તિથી કહ્યું, કર્તબુદ્ધિ છોડાવવા માટે, આત્માના વિશેષણ અકારકને અવેદક એણે કહ્યું, અસ્તિથી તો એક જ્ઞાયક જ છે.
(શ્રોતા:) પ્રવચનસારમાં છેલ્લે છેલ્લે મોટા અવાજે અમે કહીએ છીએ એમ કહ્યું છે!
(ઉત્તર) હા, મોટા અવાજે આ પ્રતિપાદન કર્યું છે. આહા...હા ! હે ભવ્ય ! આત્માઓ હવે તો તમે સાંભળો, મને સંભળાવવાનો ભાવ થયો છે અને તમને સાંભળવાનો ભાવ થયો છે તો એટલું કહું છું કે તમે (આત્માનો) નિર્ણય કરો ને અનુભવ કરો! સંભળાવવાનો ભાવ થયો મને, તને સાંભળવાનો ભાવ થયો, હવે તું નિર્ણય કર અને અનુભવ કર! એ તો ઉપદેશના વાકયોમાં (કથનમાં તો) એમ જ આવે ને! તું કર, કર એમ જ કહે ને! બીજો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
પ્રવચન નં-૨૪ શો ઉપાય?
અહીંયાં કહે છે કે, એવા કષાયોનો (હું) કર્તા નથી, કારયિતા નથી ને (કર્તાનો) અનુમોદક નથી, હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું પણ કરતો નથી, હું પોતાની (આત્માની) ભાવનામાં પડ્યો છું. આહાહા ! એ થાય છે કે નથી થતા? આહા..હા! ખરેખર તો એનું લક્ષ પણ છૂટી જાય છે. આહા...હા ! સવિકલ્પદશામાં તે કાળે જાણેલો પ્રયોજનવાન થાય, પણ એ ડૂબકી મારી દ્રવ્યસ્વભાવમાં ત્યારે પરિણામ કેવાં થાય છે ને કેવાં થતાં નથી, એનું પણ એને લક્ષ હોતું નથી. લક્ષ તો ત્રિકાળીદ્રવ્યમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે.
અહીં ટીકામાં જેમ કર્તા વિશે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા-વિષે પણ સમજી લેવું. ત્રણે બોલ બધામાં લાગુ પાડવા એમ કહ્યું. આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું છે. આહાહા! કર્તાપણાની બુદ્ધિ છોડાવવાનું વિધાન અહીંયા કર્યું.
હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે - જુઓ હવે દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિની વાત આવે છે. દષ્ટિપૂર્વક-જેને સાચી દષ્ટિ થાય એનું જ્ઞાન શું કામ કરે? દષ્ટિનો વિષય, દષ્ટિમાં શ્રદ્ધામાં જ્યારે આવે, અને શુદ્ધનયથી, શુદ્ધઆત્મા જ્યારે શુદ્ધનયથી શુદ્ધનય આત્માને શુદ્ધ જે રીતે છે તે રીતે જાણે અને શ્રદ્ધા શ્રદ્ધા (-પ્રતીતમાં ભે) ત્યારે એનું જ્ઞાન શું કામ કરે છે? દષ્ટિપૂર્વક થયેલું-એ વખતે જ્ઞાન શું કામ કરે છે? આહા..હા ! કઢેલા દૂધમાં મેળવણની વાત આવે છે હવે!
પાણીમાં મેળવણ નાખે તો પાણી જામતું હશે? એમાંથી માખણ નીકળે? એમાંથી તો માખણ નીકળે નહીં. દૂધ જોઈએ અને તે દૂધમાં મેળવણ જોઈએ, એમ આ શ્લોકમાં દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિની વાત આમાં (શ્રીપદ્મપ્રભમલધારિદેવ) કરે છે. જ્યાં એકલી દૃષ્ટિની વાત (પર્યાયરહિતદ્રવ્યની) વાત આવી ત્યાં એવા જ્ઞાનનો દ્રોહ જીવો કરી બેસે છે. જ્ઞાનનો દ્રોહ (જીવ) કરે તો દષ્ટિ ખોટી છે અને જ્ઞાનનો પક્ષ કરે જ્ઞાનના વિષયો જાણવાનાં એનો પક્ષ કરે તો દષ્ટિ ખોટી છે. આહા..હા! અપૂર્વ વાત અહીંયાં સંધિની કરે છે. કે “આ પ્રમાણે પંચરત્નો દ્વારા ” દષ્ટિપૂર્વક જ્ઞાનની મૈત્રી, સંધિ કેમ થાય છે ને કેવી રીતે એને (સાધકને ). નિર્વિકલ્પ ધ્યાનમાં દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થઈને, એ જ્ઞાન શું, કેમ જાણે છે અને એ શેયના ભેદના વિકલ્પને છોડીને, એ શેયને પણ અભેદપણે જાણે છે ને ધ્યેયને પણ અભેદપણે શ્રદ્ધ છે, શ્રદ્ધાશ્રદ્ધે છે ને જ્ઞાન, અભેદપણે જાણે છે! ભેદભેદને કેમ જાણે છે એની વાત હવે કાલે આવશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૧
ચૈતન્ય વિલાસ રાજકોટ ઓડિયો કેસેટ શ્લોક ૧૦૯ ઉપરનું પ્રવચન નં-૨૫
તા. ૧૭-૭-૮૧ પરમાર્થ પ્રતિક્રમણ (અધિકાર) છે આ. ગાથા-૭૭ થી ૮૧ પાંચ ગાથા છે. પાંચ રત્નની ગાથા છે. રત્નની ઉપમા (આ ગાથાઓને) આચાર્ય ભગવાને આપી છે. આ શાસ્ત્ર ( શ્રીનિયમસાર) કુંદકુંદભગવાને, નિજભાવનાને અર્થે આની રચના કરી છે. એટલે અપ્રતિબુદ્ધ (જીવોને) સમજાવવાનું આંહીયાં મુખ્ય ઉદ્દેશ નથી. ગૌણપણે હો ! પણ મુખ્ય એ આંહીયાં વ્યવસાય નથી, શ્રીસમયસારમાં અપ્રતિબુદ્ધને સમજાવવા માટે (વ્યવસાય છે). અહીંયાં તો નિજભાવના અર્થે આ શાસ્ત્રની રચના થઈ છે.
ઉત્તર અવસ્થામાં હંમેશા જ્ઞાનીઓને નિજ ભાવના વધી જાય છે, જેમ ગુરુદેવનેય છેલ્લા પાંચ વરસથી દેખાતું હતું, પછી પોતે પોતાના જ ભાવ ઘૂટે! ને કોઈ ગામડામાં જાય ગુરુદેવ તો હવે દાખલા-દષ્ટાંતો (આપવાના) બધા બંધ થઈ ગયા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરતા હતા, કોઈ પણ જગ્યાએ હોય, વડોદરા હોય કે ગમે ત્યાં (હોય) સૂક્ષ્મ વાત નીકળતી 'તી. એમ આ (શ્રીનિયમસારમાં) નિજભાવનાને અર્થે (લખાયું છે.) બ્ર. શીતલપ્રસાદજી તો એમ કહે છે કે સમયસાર કરતાં પણ કોઈ અપેક્ષાએ, કોઈ વાત આમાં વિશેષ પ્રકારની આવી ગઈ છે. બ્ર. શીતલપ્રસાદજીએ પોણોસો વર્ષ પહેલાં આનો (હિન્દીમાં) અનુવાદ કર્યો એમાં એણે લખ્યું છે શ્રીનિયમસારની (ટકામાં), આ શાસ્ત્ર એટલું પ્રસિદ્ધ પામ્યું નહતું દિગમ્બરો પણ જાણતા નહોતા. પણ શ્રીસદ્દગુરુદેવના નિમિત્તે આ તત્ત્વ પ્રસિદ્ધ પામ્યું. બીજી વાત... આ શાસ્ત્રના ટીકાકાર ભાવિ તીર્થકર છે એટલે એમની ટીકાની જે દષ્ટિના વિષયની (–ધ્યેયની) વિશેષતા-પ્રધાનતા.રજુઆત કરવાની એમની શક્તિ, કોઈ અલૌકિકપણે આમાં દેખાય છે.
હવે એ આચાર્ય ભગવાને જ્યારે દષ્ટિના વિષયની વાત પૂરી કરી, આ પાંચ રત્નની ગાથાઓમાં (ગાથા ૭૭ થી ૮૧) એકલો દષ્ટિનો વિષય છે. મૂળ પાંચ ગાથા કુંદકુંદભગવાનની અને એની કરી ટીકા એ ટીકામાં ને મૂળ (પાઠમાં) એકલો દષ્ટિનો વિષય અકર્તા આત્મસ્વભાવ “શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે ” એ મથાળું હતું.
એટલે કોઈપણ-પરના પરિણામ કે સ્વના પરિણામનો પણ ભગવાન આત્મા કર્તા નથી, અકર્તા છે. એવો એક આત્મા-શુદ્ધ આત્મા ઉપાદેય છે, એમ દષ્ટિનો વિષય આપ્યો. હવે એ એને જ્યારે દષ્ટિ પ્રાપ્ત થાય છે, ખરેખર...એ દષ્ટિનો વિષય, દૃષ્ટિમાં આવે છે ત્યારે તે આત્માને સ્વસંવેદન-આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ જ્ઞાન પણ થાય છે-એકલું સમ્યકદર્શન થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
પ્રવચન નં-૨૫ છે અને સમ્યકજ્ઞાન થતું નથી, એમ નથી. પણ સમ્યફદર્શનની સાથે-સાથે સમ્યકજ્ઞાનને સમ્મચારિત્ર પણ પ્રગટ થાય છે. અવિનાભાવ સંબંધ છે. ત્રણ રત્નત્રય પ્રગટ થાય છે!
એમાં દષ્ટિના વિષય પૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે-જ્ઞાનમાં ધ્યેયપૂર્વક સ્વયજ્ઞાનમાં જ્ઞય-પોતાનો આત્મા જ્ઞય થાય છે–પ્રમેય થાય છે. ધ્યેયપૂર્વક.. જ્ઞાનમાં-ભાવશ્રુતજ્ઞાનમાંઅતીન્દ્રિયજ્ઞાનમાં, એ પોતાનો આત્મા કેવો (કેવડો) ય થાય છે.
(કહે છે કે, આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે-આપણે પહેલાં આંહીયાં ચારિત્રની મુખ્યતાએ આનો અર્થ કરવો છે ને દષ્ટિની મુખ્યતાએ અર્થ પણ પછી કરશું. અત્યાર સુધી આપણે શ્રદ્ધાના દોષની નિવૃત્તિ માટે, શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી હતી. અને આ કળશમાંય વાત તો એ કરવાની છે, પણ પહેલાં એ મુનિરાજ સાક્ષાત્ મોક્ષનું કારણ જે થાય છે, એવી પર્યાયપરિણત એટલે કે શુદ્ધઉપયોગ કેમ પ્રગટ થાય છે, એ જે સ્થિતિ ચારિત્રની, એમાંથી એક સમ્યક્દર્શન થવાના કાળે પણ એ જ
સ્થિતિ હોય છે.
પહેલાં આપણે ચારિત્રની અપેક્ષાએ વાત કરીએ કેમ કે આમાં કહ્યું ને કે એ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ મુનિરાજે પોતે કહ્યું છે. (શું કહે છે?) “આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે, જેણે એટલે જે સાધક થયો છે તે આત્મા, જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.”
પરપદાર્થને જાણવાની, ઈચ્છા અને ઇન્દ્રિયજ્ઞાનને ઈન્દ્રિયજ્ઞાનના વિષયો, અંતરમુખ થતું જ્ઞાન...એ ઇન્દ્રિયજ્ઞાન એમાં અટકી જાય છે-ઇન્દ્રિયજ્ઞાન કે જે પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠી મનના જે વિષયો-છદ્રવ્યો બહારના એક (નિજ ) આત્મા સિવાય, એ બધાને જાણવાનું પોતાના જ્ઞાનને મર્યાદામાં લાવે છે-ઇન્દ્રિયજ્ઞાનને મર્યાદામાં લાવે છે ને મનદ્વારા ઉત્પન્ન થતા જે વિકલ્પોને પણ આત્મા છોડે છે, નિર્વિકલ્પધ્યાનની સ્થિતિની આ વાત ચાલે છે.
સાતમા ગુણસ્થાને-નિર્વિકલ્પધ્યાનમાંથી આવી, છઠ્ઠી ગુણસ્થાને (આવીને) સાતમા ગુણસ્થાનમાં અમે ગયા હતા, એની શું સ્થિતિ છે, એનું એમને જ્ઞાન થઈ ગયું છે ને જ્ઞાન રહી ગયું છે-સાતમાની સ્થિતિનું જ્ઞાન થઈ ગયું એ જ્ઞાન એમને રહી ગયું છે એટલે છઠ્ઠીમાં આવીને, (સાતમાગુણસ્થાનમાં ) નિર્વિકલ્પ ધ્યાનની શું સ્થિતિ હોય છે એનું વર્ણન આચાર્યમહારાજ કરે છે. આ દષ્ટિપૂર્વક જ્ઞાનની–સંધિની મૈત્રીની વાત ચાલે છે. કેવળ એકાંતે આત્મા માત્ર ધ્રુવ (જ) છે, અને ઉત્પાદ-વ્યય છે જ નહીં, માત્ર (આત્મ) દ્રવ્ય સામાન્ય છે, અને વિશેષ પર્યાયો સર્વથા નથી. એમ જે કોઈ માનતા હોય, તેથી તેનું જ્ઞાન ખોટું થાય છે ને જ્ઞાન ખોટું તો દષ્ટિ પણ ખોટી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૬૩ પણ દષ્ટિપૂર્વક એક સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે (સાધકને) એ સાધક પોતાના આત્માને દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ જેમ છે તેમ, અભેદપણે એ જ્ઞાનમાં શેયપણે એમને જાણવામાં આવી જાય છે. ધ્રુવ પણ જણાય છે ને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” પણ જણાય છે. સામાન્ય ઉપાદેયપણે જણાય છે અને સામાન્ય ઉપાદેય થતાં (ઉપાદેય કરનાર વિશેષ)સામાન્ય-વિશેષ આખો પદાર્થ, તે જ્ઞાનમાં જ્ઞય થાય છે એટલે જણાય છે.
ધ્યેયપૂર્વક જ્ઞય હોય છે. એ સિદ્ધાંત ચૂકવા જેવો નથી. જેને ધ્રુવપરમાત્મા ધ્યેય થતો નથી ધ્યાનમાં, એને દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આત્મા જ્ઞાનમાં ય થઈ શકતો નથી.
કહે છે કે “સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” જે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, છે દ્રવ્યોને જાણનારું જે ઇન્દ્રિયજ્ઞાન, એમાં જે ચિંતા હતી (અર્થાત ) ચિતમાં જે વિકલ્પ ઉત્પન્ન થતો હતો ઇન્દ્રિયજ્ઞાનમાં, એ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી, આત્મા પાછો વળી જાય છે-ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અને... અતીન્દ્રિયજ્ઞાનમાં, પરિણતિ તો છકે (ગુણસ્થાને) હતી, હવે શુદ્ધઉપયોગ પ્રગટ થાય છે. ત્યારે એની શું સ્થિતિ હોય છે એનું પોતે વર્ણન કરે છે. “કે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડીને પર, જાણવાના વિકલ્પ અને પરને જાણનારું જે ઇન્દ્રિયજ્ઞાન (માં) ચિંતા એટલે આકુળતા હતી, (એમને) સંજ્વલનના કષાયની આકુળતા ભલે હોઃ પોત-પોતાના ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે, એ ચિંતાને જેણે છોડી છે, ને આકુળતા છૂટે છે ઈન્દ્રિયજ્ઞાનને ઇન્દ્રિયજ્ઞાનના વિષયો, એનો વ્યાપાર અટકી ગયો છે.
ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય તો તો કેવળજ્ઞાન થાય, પણ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ અટકી ગયો છે. ભલે ઇન્દ્રિયજ્ઞાન લબ્ધરૂપે હજી સ્થિતિ રહે પણ એનો જે વ્યાપાર ઉપયોગરૂપનો-શાસ્ત્રનુખનો, શાસ્ત્ર લખવાનો કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ, છ દ્રવ્યના વિચારો, જે ચાલતા 'તા એ બધા વિચાર-માનસિક વિચાર એમને નિર્વિકલ્પ ધ્યાન વખતે-શુદ્ધઉપયોગ વખતે સહજ છૂટી જાય છે.
(કહે છે?) “ચિંતાને જેણે છોડી છે” એટલે? સહજ છૂટી ગઈ છે પરંતુ ઉપદેશમાં બીજું શું કહેવાય ? એ ચિંતાના ભાવ ઉત્પન્ન થતા નથી એટલે એને છોડયા છે એમ કહેવામાં આવે છે. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે” આત્માનું જ્ઞાન થયું ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ, એને રાગને છોડયો એમ નામમાત્રથી કહેવામાં આવે છે. ( આત્મા રાગને) ઉત્પન્ન કરે તો છોડ ને! ઉત્પાદક નથી તો એ છોડનારો પણ નથી. પણ એમ કહેવાય, એની (રાગની) ઉત્પત્તિ ન થઈ, ઇન્દ્રિય તરફના જ્ઞાનનો ને ઇન્દ્રિયવિષય તરફના જ્ઞાનનો વેપાર (ચિંતાના વિકલ્પો) એ બધા અંતરમુખ થતાં એ વ્યાપાર અટકી ગયો, ત્યારે ચિંતાને છોડી છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪
પ્રવચન નં-૨૫ કહેવાય. પણ એ વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી-વ્યાપાર જ અટકી ગયો છે ને ઇન્દ્રિયજ્ઞાન જે પરજ્ઞય સાથે શેય-જ્ઞાયકને હિસાબે જાણતું'તું એ બધો વ્યાપાર ( જ્ઞાનનો) અટકી જાય છે.
પરપદાર્થો જે ઇન્દ્રિયજ્ઞાનમાં ય થતાં'તાં, હવે સ્વપદાર્થ આત્મા-દ્રવ્ય-ગુણને પર્યાય, ઉત્પાદ-વ્યયને ધ્રુવ, આખો આત્મા જ્ઞાનમાં જ્ઞય થાય છે. (ક્યારે કે?) અંતરમુખ થતાં. ચિંતાને છોડી છે એ નાસ્તિની વાત કરી હવે અસ્તિની વાત કરે છે. ને ત્યારે પરદ્રવ્ય ને વિષયો તરફ જતી 'તી વૃતિ છૂટીને ઉપયોગ આત્મા સન્મુખ થયો-આત્માની સન્મુખ જે ઉપયોગ થયો, એમાં એને શું જાણું? એ આત્મા કેવો જાણે છે? શ્રદ્ધાપૂર્વક (સમ્યક) જ્ઞાનની વાત ચાલે છે.
શ્રદ્ધાનો વિષય (-ધ્યેય) સુરક્ષિત રાખીને...દષ્ટિનો વિષય સુરક્ષિત રાખીને... એ ઉપયોગ આત્મસન્મુખ થાય છે-ભૂતાર્થનું અવલંબન લ્ય છે, ત્યારે એ જ્ઞાનના પર્યાયમાં, એકલો દષ્ટિનો વિષય જ જણાય છે કે બીજું પણ જણાય છે આનંદઆદિ ? તો કહે (સર્વ) જણાય છે. એ આનંદ છે એ પર્યાય છે, અને એને જાણે તો પર્યાયદષ્ટિ થાય, એમ હશે?
કોઈ વળી કહે કે એકલું દ્રવ્ય જણાય, આનંદ ઉત્પન્ન થાય ઈ જણાય નહીં ભાઈ? એમ નથી બાપુ! શાન્તિથી દષ્ટિપૂર્વક..જ્ઞાનની જે સંધિ છે-આ એક અલૌકિક વાત છે.
જૈનદર્શનમાં પણ, આવ્યા પછી, થોડા જીવો પામે છે એનું, કારણ? કાં અનેકાન્તના પક્ષમાં ચડી જાય, કાં એકાન્ત મિથ્યાપક્ષમાં ચડી જાય, એ કોઈ આત્માને સાધી શકતો નથી.
મધ્યસ્થ થઈને, જેમ છે તેમ, વીતરાગભાવથી આત્માની સાધના થાય છે. કોઈપણ નય પક્ષ રહેતો નથી-અનુભવનાકાળે કોઈપણ નયપક્ષ રહેતો નથી. પક્ષાતિક્રાંત થાય છે.
અહીંયાં પ્રથમ, હું કર્તા છું પરનો અને પર્યાયનો, એવો વ્યવહારનો પક્ષ છોડાવીને હું અકર્તા છું એવા નિશ્ચયના પક્ષની વાત કરી. જેને વ્યવહારનો પક્ષ છે એને તો આ સ્થિતિ ભજી શકતી જ નથી. હું અકર્તા-જ્ઞાયક છું-ટંકોત્કીર્ણ શુદ્ધ આત્મા છું, એમ જેને ગુરૂગમે અને પોતાની યોગ્યતાથી, નિશ્ચયનો પક્ષ આવે છે/એ આપણે પછી મિથ્યાદષ્ટિને ઉપશમસમ્યકદર્શન કેમ થાય છે એમ આંહી છે સંબંધ. અત્યારે તો ચારિત્રની અપેક્ષાએ આપણે વાત કરીએ છીએ. આ સમજાય પછી ઓલું વધારે સમજવામાં ઠીક પડશે.
અને.....આચાર્ય મહારાજ કહે છે કે હવે આ પાંચ ઇન્દ્રિયના વિષયો, એને અમે છોડ્યા છે. છોડયા છે એટલે એના તરફ અમારો ઉપયોગ હવે જતો નથી. અમારો ઉપયોગ આત્માની સન્મુખ થાય છે. આખોય ઉપયોગ આત્માની સન્મુખ થાય છે ત્યારે...નિજસ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. એમ વાંચવું, પછી ઓલું સ્વરૂપ કેવું એ પછી શું કહ્યું? આચાર્યમહારાજ ચારિત્રવંત! અતિ આસનભવ્ય ધર્માત્મા છે, ભાવિમાં તીર્થકર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
ર૬૫
થવાના છે, પોતે લખેલી વાત, જેમ શ્રીમદ્દે કહ્યું કે એક જ ભવ ધારિને, જાશું સ્વદેશ રે! એમ પોતે લખી ગયાને! આંહી આચાર્ય ભગવાન પોતે કહ્યું-તીર્થકર અમે થવાના છીએ. એ (પૂજ્ય) ગુરુદેવશ્રીએ કળશમાંથી બતાવ્યું!
એ ધર્માત્મા અહીંયાં કહે છે કે અમને પાંચ ઇન્દ્રિયોનો વ્યાપાર છૂટી ગયો છે જેણે એટલે કે એમણે સમસ્ત વિષયોની ચિંતાને છોડી છે–પરને જાણવાનો જે વિકલ્પ પરને જાણવાનો જે વિકલ્પ ઊઠે છે સવિકલ્પમાં એ ચિંતા છે, એમાં એકલી આકુળતા છે જેથી સપ્તમ ગુણસ્થાને શુદ્ધોપયોગ દશામાં આનંદથી ભરતી હોય છે એ પ્રકારની એમાં ભરતી હોતી નથી. છટ્ટ ગુણસ્થાને પરપદાર્થને જાણવાની (જે દશાછે) ધર્માસ્તિકાય આવું, અધર્માસ્તિકાય આવું એવી જે ચિંતા છે જેમાં છદ્રવ્યના અનેક પ્રકારના જ માનસિક વિચારો આવતા હોય એ ચિંતા છોડીને.
એ હવે ઉપયોગ અંદરમાં આવે છે, જે છઠ્ઠામાં બહાર જતો હતો એ ઉપયોગ હવે મર્યાદામાં આવે છે. “અને નિજસ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે” એમ વાંચવું એ નિજસ્વરૂપ કેવું છે? કે “દ્રવ્ય, ગુણ અને પર્યાય” દ્રવ્ય ત્રિકાળી, અકર્તા જ્ઞાયક અને જ્ઞાનદર્શન-ચારિત્ર આદિ અનંત ત્રિકાળી ગુણોને સ્વસમ્મુખ થયેલી સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર આનંદના પરિણામો (પર્યાયો) સાધકને પર્યાય હોય છે પર્યાય વિના દ્રવ્ય નહીં ને દ્રવ્ય વિના પર્યાય નહીં, અવિનાભાવ સંબંધ છે.
એકાંતે પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં. અને એકાંતે પર્યાય પણ દ્રવ્ય વિના ન હોય-જ્યાં દ્રવ્ય ત્યાં પર્યાય હોય જ એવો અવિનાભાવસંબંધ છે પ્રમાણજ્ઞાનના વિષયમાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુ છે. એ દષ્ટિપૂર્વક જ્ઞાન કેમ પ્રગટ થાય છે? એની વાત આમાં (આ શ્લોકમાં) છે, ઘણાં ઠેકાણે આધારો આનાં રહેલાં છે, સેંકડો જગ્યાએ છે આના આધાર.
(કહે છે) “નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે.” હવે અહીંયા જરા ખુલાસાની જરૂર છે, ખુલાસાની...(ખૂબ) જરૂર છે. (કેટલાક કહે કે, જુઓ! અમે કહેતા હતા પહેલેથી જ કે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તમે તો કટકા કરીને એકલા ધ્રુવને વસ્તુ કહેતા 'તા ને પર્યાયને અવસ્તુ કહેતા 'તા, પરદ્રવ્ય કહેતા 'તા તો અમે કહેતા 'તા એ તમારે પાછું કહેવું પડયું! એમ (એ કહે છે )
કે ભાઈ ! તું જે રીતે સમજ્યો છો, દ્રવ્ય-ગુણ-પર્યાયને..એવું સ્વરૂપ નથી. તું જેને ઉપાદેય માની રહ્યો છો, તું જેને આત્મા માનીને એનો આશ્રય કરી રહ્યો છો, એવું આત્માનું સ્વરૂપ નથી.
જ્ઞાનીઓને આત્માના અનુભવપૂર્વક, દષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં શેય કેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
પ્રવચન નં-૨૫ થાય છે. એની આ વાત ચાલે છે.
ધ્યાનમાં ધ્યેય તો એકલો ધ્રુવ થાય છે, આ દ્રવ્ય-ગુણ-૫ર્યાય સ્વરૂપ જે સ્પશેય છે એ વસ્તુ ધ્યાનનું ધ્યેય નથી-દષ્ટિનો વિષય નથી એ ભૂતાર્થસ્વભાવ નથી-(એ ખરેખર આત્મા નથી) એ પરિણામી દ્રવ્ય છે, અપરિણામીને લક્ષે પરિણામી દ્રવ્યનું જ્ઞાન (જ્ઞાનીઓને) કેમ થાય છે, એની આ સંધિની વાત કરે છે. લક્ષ અપરિણામીનું છે, અને જ્ઞાન પરિણામીનું થાય છે. સમય એક છે. અપરિણામીનું “લક્ષ” અને પરિણામીનું જ્ઞાન, સમય એક છે બે સમય નથી. ધ્રુવનું અવલંબન લેતાં જ ઉત્પાદવ્યયબ્રુવયુક્ત સતનું જ્ઞાન એક સમયમાં જ થાય. બે સમય થાય-ક્રમ પડે તો નયપક્ષ છે.
આ ધ્રુવ છે પહેલા સમયે ધ્રુવનું જ્ઞાન થયું ને બીજા સમયે આનંદ આવ્યો એનું જ્ઞાન બીજા સમયે થાય? અતીન્દ્રિય આનંદ હો? એમ નથી, તો તો નયપક્ષ છે ક્રમે જ્ઞાન થાય છે નયપક્ષ છે-બેયનું અક્રમે એક સમયે જ્ઞાન થાય એ નયપક્ષાતિકાન્તજ્ઞાન છે. એ અતીન્દ્રિયજ્ઞાન છે. ક્રમે થતું જ્ઞાન, નય પક્ષવાળું જ્ઞાન એ ઇન્દ્રિયજ્ઞાન છે.
દ્રવ્ય-ગુણ ને પર્યાય આહાહા! આખો આત્મા! અભેદ ! પર્યાયથી અનન્ય! પર્યાયથી અન્ય હતો ને? પર્યાયથી અન્ય શ્રદ્ધામાં કાયમ છે, અને જ્ઞાનમાં પર્યાયથી અનન્ય એવી પણ છે વસ્તુની સ્થિતિ, એ પ્રકારનો એક નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. સમજો ! પર્યાયથી અન્ય તે નિશ્ચય ને પર્યાયથી અનન્ય તે વ્યવહાર.
એ નિશ્ચય ને વ્યવહાર બેયનો વિકલ્પ છૂટીને, જેમ છે તેમ જાણવામાં આવે. તેને મધ્યસ્થ જ્ઞાન–વીતરાગી જ્ઞાન કહેવામાં આવે છે. આ વિષય જરા ડેલીકેટ છે એટલે કે નાજુક છે, પણ સમજવા જેવો છે. આહા...હા!
અત્યારે કદાચ એને પૂરેપૂરું સ્વરૂપ ખ્યાલમાં ન આવે, વિકલ્પ ઊઠે ઉભડક રહે..તર્કવિતર્ક ઉઠે તોપણ એને આ વાત, ખ્યાલમાં રાખીને પછી ચિંતનમાં લેવા જેવી છે. આ અનુભવી પુરુષનું લખાણ છે. જેની દષ્ટિના વિષયમાં માસ્ટરી, એમ કહીએ તોય ચાલે.....ટીકાકારની અને છતાં પણ જ્ઞાનનો વિષય, જેવો છે તેવો-જેવો છે તેવો પક્ષપાત રહિત, પોતાને અનુભવમાં જ્ઞાનમાં શેયપણે આવ્યું એવું કહી દીધું છે!
કહે છે કે નિજ દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપમાં (ચિત્તને એકાગ્ર કર્યું છે) બીજાના દ્રવ્યગુણ-પર્યાયની વાત નથી. પોતાના આત્માની વાત ચાલે છે (કહે છે) બીજા દ્રવ્ય-ગુણપર્યાય તો ઉપર (પ્રથમ જ ) કાઢી નાંખ્યું, ઉપર કાઢી નાખી, પારકી ચિંતા તો (સમસ્ત ) છોડી દીધી. આહાહા! કે આનું શું થાતું હશે ને આ દ્રવ્યનું શું થાતું હશે, એ કાંઈ નહીં.
અટાણે તો એકલો આત્માની સન્મુખ થયો જ્યાં ઉપયોગ અંદરમાં ગયો-સ્વરૂપમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
ર૬૭ ચિત્તને એટલે જ્ઞાનને જ્ઞાનની પર્યાયને એટલે ભાવશ્રુતજ્ઞાનની પર્યાયને એકાગ્ર કર્યું છે એટલે અભેદ સામાન્યવિશેષાત્મક દ્રવ્યગુણપર્યાય-સ્વરૂપ (આત્મા) જ્ઞાનનું શેય થાય છે. ને બીજો કોઈ પદાર્થ જ્ઞાનનું ઝેય એટલે કે ઉપયોગમાં આવતો નથી.
- સહવર્તી ને કમવર્તી એવો આખો પદાર્થ (આત્મપદાર્થ) પ્રમાણનો છે. આ તો સેંકડો જગ્યાએ આ વાત છે, દષ્ટિપૂર્વક જ્ઞાનની વાત તો સેંકડો જગ્યાએ છે. એક બે જગ્યાએ જ નથી, પ્રવચનસારના તો આખા ય અધિકારમાં એમ આવ્યું છે.
બીજો એક વિષય છે કે પ્રવચનસારના શયઅધિકારમાં જયસેન આચાર્ય ભગવાને, અધિકાર પૂરો કરતાં-કરતાં એમ કહ્યું કે હવે આ જ્ઞય અધિકાર પૂરો થયો, એમ કહો કે સમ્યકદર્શનનો અધિકાર પુરો થયો એમ કહો-આ દ્રવ્યગુણ પર્યાયની વાત ચાલે છે. દષ્ટિના વિષયની વાત આપણે છ-સાત દિવસ ચાલી. હવે...એ કઢેલું દૂધ હોય તો એમાં મેળવણ પડે તો દહીં થાય ને પછી માખણ નીકળે ને પછી ઘી થાય-એકાંત દષ્ટિના વિષયના લોભમાં કોઈ ચઢી જાય ને, જ્ઞાનનો દ્રોહ કરે તો એને જ્ઞાન અંતર્મુખ થઈને (આત્માની) અનુભૂતિ થઈ શકતી નથી. (એ તો) એકાંત થઈ ગયું! આ તો...સમ્યક એકાંતપૂર્વક અનેકાંત કેમ થાય? સમ્યફ એકાંતપૂર્વક અનેકાંતિક જ્ઞાન કેમ પ્રગટ થાય, એનો વિષય હવે અત્યારે ચાલે છે. આ તો મોટો દરિયો છે!
આપણે તો માત્ર આપણા થોડાક સમુદ્રમાં બિંદુ જેટલા ક્ષયોપશમ જ્ઞાન દ્વારાયથાશક્તિ આપણે એનું વર્ણન (સ્પષ્ટીકરણ) કરીએ છીએ. બાકી વિશેષ સંજ્ઞ હોય એ વધારે વિસ્તારથી જાણી શકે.
(કહે છે કે:) અને નિજ સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એકાગ્ર કર્યું છે એટલે? એનું ધ્યાન કરે છે એમ નહીં (ધ્યાનનું લક્ષણ આ બાંધ્યું છે) એપ્રિવિંતાનિરોધો ધ્યાનમ' :- એકને અગ્ર કરીને એને ઉપાદેયપણે ધ્યાન કરવું એની વાત નથી. એવા ધ્યેયની આ વાત નથી આ તો ધ્યેયપૂર્વક જ્ઞાનનાં યની વાત ચાલે છે.
કે નિજસ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એટલે ભાવશ્રુતજ્ઞાનમાં ભગવાન આખો આત્મા/જ્યાં જ્ઞાયકનું અવલંબન લીધું ને શાયકનું અવલંબન લેતાં સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રનાં વીતરાગી પરિણામ પ્રગટ થયાં ને અતીન્દ્રિયઆનંદ આવ્યો, એ અતીન્દ્રિયઆનંદ પર્યાય પરિણત આખો આત્મા સ્વય આખો આત્મા એક સમયમાં જ્ઞાનમાં શેય થાય છે ધ્યેયપૂર્વક! આ શેયમાં ધ્યેય ગર્ભિત છે! દ્રવ્યગુણને પર્યાય સ્વરૂપ જે સ્પશેય થાય એમાં ધ્યેય ગર્ભિત છે! શેયમાં ગર્ભિત નથી. ધ્યેય તો એકલો ધ્રુવ પરમાત્મા છે, એમાં ઉત્પાદવ્યય નથી. પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્” એમાં ધ્યેય ગર્ભિત છે. જે સ્વય જ્ઞાનમાં થાય એમાં ધ્યેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
પ્રવચન નં-૨૫ એટલે ધ્રુવ પરમાત્મા જે ઉપાદેય છે એ એમાં ગર્ભિત છે. એ ધ્યેયપૂર્વક જ્ઞાનમાં આખો આત્મા ઉત્પાદ-વ્યય ધ્રુવયુક્ત સત્ ય આખો આત્મા થાય છે.
કેવળી ભગવાન જેમ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સને પ્રત્યક્ષ જાણે છે, એમ સાધકનો આત્મા, શ્રુતજ્ઞાન, એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સને જાણે છે એમાં જો કાળભેદ હોય તો ઈન્દ્રિયજ્ઞાન થઈ જાય છે, નયપક્ષ થઈ જાય છે. થવા યોગ્ય થાય છે (શ્રીસમયસાર) તેરમી ગાથામાં આવ્યું છે. ટીકામાં છે-ખુલાસો છે. જુઓ! સમયસારની તેરમી ગાથા છે, ઘણીવાર આપણે આંહી લઈએ છીએ. ફરીથી, વિષય અત્યારે જરા એવો આવ્યો છે, પણ અત્યારે તો એને સાંભળીને થોડો ડીપોઝીટ રાખવા જેવો છે પછી એનો વિશેષ વિચાર કરવો ને પરસ્પર કોઈ વખતે ચર્ચા પણ થઈ શકે છે.
નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુમાં-વસ્તુ કેવી છે? દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ છે. એકલી દ્રવ્યરૂપ ને એકલી પર્યાયરૂપ વસ્તુ નથી. (ત્યાં) દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે અનુભવ એટલે જ્ઞાન લેવું સવિકલ્પ, પહેલા લ્ય છે પછી સવિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થાય, એ બધું આમાં છે.
તે મુખ્યપણે દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્યાર્થિકનયનો અર્થ એમ છે ને! જે જ્ઞાનનું (જ્ઞાનના અંશનું) પ્રયોજન દ્રવ્ય સામાન્યને મુખ્યપણે જાણવાનું હોય એ જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે, પર્યાયનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે તે પર્યાયાર્થિક નય છે.
નય એટલે જ્ઞાન, જેનો વિષય પર્યાય-ભેદને જાણવાનું પ્રયોજન હોય જે સમયે જ્ઞાનની પર્યાયને, વિષયના ભેદને કારણે તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
- જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાન તો...જ્ઞાન છે, પણ એનો વિષય અભેદ હોય કે ભેદ હોય, (વિષયના ભેદે ) જ્ઞાનનું નામ બદલી જાય છે. અભેદને વિષય કરે તે દ્રવ્યાર્થિકનય ને ભેદને વિષય કરે તે પર્યાયાર્થિકનય. જ્ઞાનતો જ્ઞાન જ છે.
(કહે છે કે, તે બન્ને નયો, દ્રવ્યો અને પર્યાય બને નયો-દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક બે નય થઈને! તે બે નયો-બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી- (ભેદથી ક્રમથી) પહેલાં દ્રવ્યને જાણવાનો ઉપયોગ હોય ને ત્યાંથી છૂટીને પછી પર્યાયને જાણવાનો વિચાર આવે ને પર્યાયનું સ્વરૂપ જાણવા જાય એવા ભેદથી-કમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.
એમ નયવિવિલાથી–સવિકલ્પ નથી, જોતાં ક્રમે ક્રમે એનું જ્ઞાન થાય પહેલાં સીધો નિર્વિકલ્પ અનુભવ ન આવે-આત્માના અધિગમના ઉપાયો ભગવાને નય-નિક્ષેપ ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
ર૬૯ પ્રમાણ ત્રણ સાધન કહ્યાં છે. (આત્માનો) નિર્ણય કરવા માટે આટલું એને સાધન હોય, પછી અનુભવના કાળે વિકલ્પાત્મક નય હોતી નથી.
(અહીંયાં કહે છે કે ) અનુભવ કરતાં એટલે જ્ઞાન કરતાં તો ભૂતાર્થ છે, ને સત્યાર્થ છે. હવે આગળ, હવે નિર્વિકલ્પ ધ્યાનની વાત કરે છે. અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગિત કરાયેલા એટલે કે આ દ્રવ્યાર્થિક નયને આ પર્યાયાર્થિકનય, એવો જે સવિકલ્પ જ્ઞાનનો વ્યાપાર હતો, એનાથી એ નહિ આલિંગિત છે (આત્મ) વસ્તુ! જો એનાથી આલિંગિત થાય તો એને આત્માનો અનુભવ અક્રમે થઈ શકતો નથી. ક્રમ પડે છે એથી તો નયપક્ષ ઉત્પન્ન થાય છે ને આકુળતા થાય છે. આહાહા ! એવી ઝીણી સંધિની વાત કરે છે. છેલ્લી કોટીની વાત ચાલે છે.
અનાદિ મિથ્યાદષ્ટિ જીવને પણ જ્યારે સમ્યકદર્શન થાય, એની પહેલાં એ નય દ્વારા આત્માના સ્વરૂપનો નિર્ણય કરે છે. વિકલ્પાત્મક નય દ્વારા સૌપ્રથમ નિર્ણય કરે છે, પછી...એ વિકલ્પવાળી જે નય છે એ છૂટીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય છે.
તો...દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગિત-(અર્થાત્ ) દ્રવ્યાર્થિકનયનો વિકલ્પ અને પર્યાયાર્થિકનયનો વિકલ્પથી એ આત્મા આલિંગિત થતો નથી-એનાથી આત્મા જાણવામાં આવતો નથી. (આત્મા) પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી.
(કહે છે) એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે ને અસત્યાર્થ છે.
એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય (સ્વરૂપ) માં ચિત્તને એમાં એકાગ્ર કર્યું! એટલે કે જ્ઞાનની પર્યાયમાં (અનુભવકાળે) આખો આત્મા ય થાય છે. તેનું એકાગ્ર એટલે આલંબન છે દ્રવ્યગુણપર્યાયવસ્તુનું-એ ધ્યય થઈ ગઈ છે, દષ્ટિનો વિષય બની જાય છે કે એ ભૂતાર્થસ્વભાવ થાય છે, એમ નથી. દ્રવ્ય-ગુણ પર્યાયએ પરિણામી દ્રવ્ય છે. પરિણામી દ્રવ્ય જ્ઞાનનું જ્ઞય થાય છે, અપરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય થાય છે.
એ તો બહેનશ્રીના વચનામૃતમાં ૨૦૧ માં ઘણી વાત આવી 'તી. ગયા વખતે બુધવારે આપણે ગુરુદેવનું વ્યાખ્યાન મલાડનું સાંભળ્યું એમાં ઘણી ચોખવટને ઘણાં ખુલાસા કર્યા.
અપરિણામી ને નિષ્ક્રિય, બે શબ્દો બહેનશ્રીએ પણ એમાં લીધા છે. પછી... અપરિણામીપૂર્વક પાછુ પરિણામીપણું પણ છે. ઈ પણ એમાં (બોલ ૨O૧) લીધું છે. એ જ વાત આમાં છે કે અપરિણામીપૂર્વક, પરિણામીનું જ્ઞાન થાય છે. જો બહેનશ્રીના વચનામૃત' (પુસ્તક) હોય તો જોઈ લઈએ છે? છે લ્યો! મૂળ શબ્દો છે એમના.
આ વાત એવી છે કે ક્યાંય...કયાંય કોઈનો પક્ષ-અરે! વ્યકિતના પક્ષથી તો આત્માનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
પ્રવચન નં-૨૫ અનુભવ દૂર છે, વ્યવહારના પક્ષમાં રોકાય તો પણ આત્માનો અનુભવ દૂર છે, નિશ્ચયના પક્ષમાં રોકાય તોપણ આત્માનો અનુભવ દૂર છે એવી અપૂર્વ વાત બહાર આવી ગઈ છે ગુરુદેવના શ્રીમુખેથી અને શાસ્ત્રોના આધારથી...આવી બધી-ઘણી વાતો છે!
જુઓ! ૨૦૧ નંબરનો બોલ છે. (બહેનશ્રીના વચનામૃતમાં)
અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે-આશ્રય કેનો લેવો? પર્યાયનો કે અપરિણામીનો? પહેલી લીટી છે આમાં, અપરિણામી (કહ્યું તો) અપરિણામી તો પુદ્ગલ (દ્રવ્ય ય) છે, અપરિણામી “નિજ' આત્માનો-આત્મા કેવો છે? અપરિણામી છે. અપરિણામી (નિજ આત્માનો) આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે, હવે અપરિણામી એટલે શું? કે આખો જ્ઞાયક! શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ “અપરિણામી ” નિજાત્મા છે! શુદ્ધનયનો જે વિષય જ્ઞાયક એકભાવ કહ્યો છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત, તે જ અપરિણામીનો અર્થ જ્ઞાયક લેવો એમ કહ્યું. શાસ્ત્રનો આધાર આપીને (બહેનશ્રીએ કહ્યું ) ખુલાસો કર્યો.
અપરિણામી એટલે આખો જ્ઞાયક, શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ “અપરિણામી ” નિજાત્મા.
પ્રમાણ-અપેક્ષાએ/હવે જ્ઞાનપ્રધાનની વાત આવી. દષ્ટિપૂર્વક જ્ઞાનની વાત કરી, પહેલી દષ્ટિીની વાત કરી. (અપરિણામીની) દષ્ટિ નથી તો જ્ઞાન ખોટું છે. (કહે છે) પ્રમાણઅપેક્ષાએ આત્મદ્રવ્ય..માત્ર અપરિણામી જ નથી. પ્રમાણ જ્ઞાનથી જ્ઞાન પ્રધાનતાથી જુઓ તો કેવળ અપરિણામી જ નથી..અપરિણામી તેમજ પરિણામી છે. પાછું કેટલો ખુલાસો કર્યો છે! પરિણામી છે એમ લખી શકત, પણ એમ ન કહેતાં અહીંયાં પરિણામી કહેવા પહેલાં (એમ કહ્યું છે) અપરિણામી તે જ પરિણામી છે, સમય એક, બે સમય નથી. વિચારવામાં વિકલ્પમાં બે સમય આવે (ક્રમ વડે) અનુભવના કાળે બે સમય નથી. (હવે કહે છે) પણ અપરિણામી તત્ત્વ ઉપર દષ્ટિ દેતાં આશ્રય કરતાં પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી અલોકમાં જતા નથી પરિણામ, અલોકાકાશમાં વઈ જતી હશે પર્યાય? ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી.
પરિણામ ક્યાં જતા રહે ? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, દ્રવ્યસ્વભાવને લીધે નહીં, આમાં નથી હો, એ તો હું ઉપરથી કહું છું એમાં નથી લખ્યું, આમાં તો આટલું જ છે બહુ માર્મિક વાત છે!
(કહે છે) પરિણમન તો પર્યાય-સ્વભાવને લીધે થયા જ કરે છે, એનો પરિણમનપર્યાય-સ્વભાવ એ પરિણમવું એનો સ્વભાવ છે, નિષ્ક્રિય કાંઈ પરિણામરૂપ થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૭૧ પરિણમન તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છેસિદ્ધમાં પરિણતિ-પર્યાય તો હોય છે, પર્યાય વિના દ્રવ્ય હોય શકે નહીં.
(વળી કહે છે કે, પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર-જ્ઞાયક ઉપર-દષ્ટિ તે જ સમ્યફદષ્ટિ છે. શું કહ્યું? પરંતુ, ઉપરમાં વાત બધી કરી દીધી પરિણામી (તત્ત્વની) પ્રમાણથી, પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર એટલે કે જ્ઞાયક ઉપર, દષ્ટિ તે જ સમ્યક્દષ્ટિ છે. માટે “આ મારી જ્ઞાનની પર્યાય ” “આ મારી દ્રવ્યની પર્યાય –એમ પર્યાયમાં શું કામ રોકાય છે?
(શું કહે છે?) આ શ્રદ્ધાની મારી પર્યાય, આ જ્ઞાનની પર્યાય, આ ચારિત્રની પર્યાય, સમ્યક્દર્શનની પર્યાય, શું કામ પર્યાય, ઉપર તું રોકાશ ? નજર-લક્ષ તારું
ક્યાં જાય છે? એ જાણવા માટે તો ખરુ ને! એને જાણવી તો ખરીને! જાણવાની વાતને એલા, પહેલાં આદરમા...પહેલાં આદરવાનું આદરને ! પછી જાણવાનું જેમ છે તેમ જણાય ! જાણવાની માંડશ તો આદરવાનું રહી જશે ને કાળ પૂરો થઈ જશે !
(કહે છે કે:) એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર-તળ ઉપર દષ્ટિ સ્થાપને! આહાહા! હું તો અકર્તા–નિષ્ક્રિય એટલે ક્રિયાથી રહિત એવો (હલચલ રહિત ) નિષ્ક્રિય પરમાત્મા છું (જુઓ શું કહ્યું છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર, લીટી કરીને તળ ઉપર-દષ્ટિ સ્થાપને ! પર્યાય ઉપર દષ્ટિ શા માટે સ્થાપે છે તું?
કે આ મારી પર્યાય ને, આ મારી પર્યાયને આવી પર્યાય ને આવી પર્યાય એ પર્યાય ઉપરનું લક્ષ છોડીને દ્રવ્ય ઉપર લક્ષ સ્થાપને ભાઈ ! પરિણામ તો થયા જ કરશે. પરિણામ હું કર્યા કરીશ એમ નથી લખ્યું આમાં (બહેનશ્રીએ ) આ લખેલું છે એ હું વાંચુ છું,. બહેનશ્રીના વાક્યો છે, ધર્માત્માના (વચનો છે) ગણધર થવાના છે. દષ્ટિ ઉપરાંત સ્થિરતા ઘણી છે. અને આના ઉપર ગુરુદેવે પ્રવચનો આપ્યા છે (વચનોને) માન્ય રાખીને, એટલે કાંઈ શંકા કરવા જેવી નથી ટુંકામાં મારો કહેવાનો આશય આ છે.
શું કહ્યું? પરિણામ તો થયા જ કરશે. કે હું કર્યા કરીશ? સમ્યક્દર્શન થાય પછી પરિણામ થયા જ કરશે એમ જાણવામાં આવે કે હું કર્યા કરીશ? કરતાં-કરતાં થાય પરિણામ? (કે ના) અરે એ તો પર્યાયસ્વભાવ છે તે પરિણમે-પરિણમે ને પરિણમે-પર્યાય તો થયા જ કરે ! તારા કર્તાપણાની અપેક્ષા વિના, એના ઉત્પાદના અકાળે પર્યાય થાય, થાય ને થાય જ. તારા કર્તાપણાની અપેક્ષા એમાં બિલકુલ લાગૂ પડતી નથી. કર્તા કહેવું એ વ્યવહાર છે. અકર્તા જાણવું તે નિશ્ચય છે. કર્તા કહેવું એ વ્યવહાર છે એ આવી વાત બધી શાસ્ત્રમાં, વાત તો આવે! અનેક પ્રકારની આવે, એને (પરિણમે તેથી) કર્તા કહેવામાં આવે એની ના નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
પ્રવચન નં-૨૫ કોઈ નય દુભાય એવી વાત આંહીંયાં છે નહીં.
(કહે છે કે પરિણામ તો થયા જ કરશે. શું લખી નાખ્યું! પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા/ વિવેક તો રાખવો કે નહીં, પરિણામ ઉપર નજર તો રાખવી કે નહીં-પરિણામ ઉપર ચેકીંગ કરવું કે નહીં?
અદ્દભૂતથી પણ અભૂત ધર્માત્માનો ખુલાસો છે આ! આહા..હા ! વાત છે ઝીણી, લોઢા કાપે છીણી! એવી વાત છે “આ” !
શું કહ્યું? કે આ મારા આવા પરિણામ થયા–એમ શા માટે જોર આપે છે? પરિણામ ઉપર શા માટે જોર આપે છે? પર્યાયમાં પલટતા અંશમાં, દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે?
અનિત્ય એવી ક્ષણવર્તી પલટતી પર્યાયમાં નિત્ય સામર્થ્યવાળો ભગવાન આત્મા જે છે એ દ્રવ્ય કાંઈ પર્યાયમાં થોડો આવી જાય છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને! પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય, જે ભગવાન આત્મા અનંતવીર્યનો પિંડ છે-કૃતકૃત્ય પરમાત્મા છે એનું અવલંબન લે ને!
(હવે કહે છે કેઃ) જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં-જ્ઞાનના કલ્લોલોને ન જોતાં, તેના દળ ઉપર દષ્ટિ સ્થાપ. તરંગો તો ઉછળ્યા જ કરશે. આ જ્ઞાનની પર્યાયને હું કર્યા કરીશ એમ નહીં-તરંગો તો ઊછળ્યા જ કરશે. તે તેમને અવલંબે છે શું કામ? એનું લક્ષને એનો જ આશ્રય તું કેમ કરે છે? ત્યાં કેમ તારી બુદ્ધિ જાય છે? તારી દષ્ટિ આમાં સ્થાપ ને!
આ “આત્મધર્મ' ૨૦૧માં આવ્યું છે આજ, ઓલા હિન્દીમાં, એ પણ બહું સારૂ છે. આજ વાંચ્યું. ટૂંકાણમાં. મુદ્દાની વાત છે ને! બહુ સારી વાત આવી છે- બહેનશ્રીના વચનામૃતના વાક્યો અને એના પછી ગુરુદેવના વ્યાખ્યાનનો સાર, હિન્દી આત્મધર્મમાં પહેલે પાને આવેલ છે, બહુ સારું આવ્યું છે.
અહીંયાં કહે છે કે દષ્ટિપૂર્વક જ્ઞાન જે થાય છે એની શું સ્થિતિ હોય છે, ઈ જ્ઞાનમાં કેવો આત્મા જણાય છે. નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, નિજ સ્વરૂપ કેવું છે? દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં એમાં જ્ઞાનમાં આવો આખો સ્વજ્ઞય આત્મા જ્ઞય થાય છે. આ ચિત્તને એકાગ્ર કર્યું છે એટલે જ્ઞાનમાં એ ય થયું છે. એમ એકાગ્ર થયું છે એટલે એનો આશ્રય કર્યો (એને ધ્યેય બનાવ્યું ) એમ નહીં.
મેblāતાનિરોધો ધ્યાનમ:'–શું થાય પણ સ્થિતિ! એક સમયની સ્થિતિ આવી છે. કે દ્રવ્ય સામાન્યમાં ગુણભેદ દેખાતો નથી. અને જે જ્ઞય-સ્વય જ્ઞાનમાં જ્ઞય થાય-તેમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ પણ દેખાતો નથી. આ જ્ઞાતા ને આ જ્ઞાનને આ જ્ઞય એવો ભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૭૩ નથી. તો ધ્યાતા–ધ્યાનને ધ્યેયનો ભેદ દેખાતો નથી. કર્તા, કર્મને ક્રિયાનો ભેદ દેખાતો નથી.
આહા....! અભેદ ! એકલી અભેદ !–અભેદ એટલે? દ્રવ્ય અને પર્યાય સર્વથા અનન્ય થાય, એમ અભેદ નહીં, કથંચિત્ અભેદની વાત ચાલે છે. કથંચિત્ તાદાભ્ય અથવા અનિત્ય તાદામ્ય દ્રવ્ય અને પર્યાયને..અભેદ! સમયસારની આ ૪૯મી ગાથમાં વાત આવી છે કે
વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે કેવળ વ્યક્તપણાને જ સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” તેને પ્રતિભાસવા છતાં પણ, ઈ જ્ઞયની વાત કરી, આવું જ્ઞય જ્ઞાનમાં જણાતું હોવા છતાં પણ, એ ત્રિકાળી દ્રવ્ય છે તે વ્યક્તિને સ્પર્શતો નથી. આહા...હા!
માટે ભગવાન આત્માનું અવલંબન લેતાં, એ શેયમાં જો ભેદ દેખાય કે આ કર્તાને આ કર્મ, આ ધ્યેય અને આ ધ્યાન, આ જ્ઞય અને આ જ્ઞાન, એમ એને શેયમાં ભેદ દેખાય ત્યાંસુધી એને વિકલ્પની ઉત્પત્તિ થાય છે. ધ્યેયમાં તો ભેદ નથી પણ શેયનો ભેદ પણ છૂટે ત્યારે શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં-નિર્વિકલ્પધ્યાનમાં આત્માનો આનંદ આવે ! ભરતી આવી જાય !
(શ્રોતા:-) પંચરત્નો દ્વારા એનો શો આશય છે?
(ઉત્તર:-) પંચરત્નો દ્વારા એટલે પંચરત્નો (ગાથા-૭૭ થી ૮૧માં)માં જે આત્માને અકર્તા કહ્યો, અકર્તા એટલે કે જ્ઞાયક, ધ્રુવ પરમાત્મા, એનું અવલંબન લેતાં પંચરત્નો દ્વારા એટલે જે વિષય અમે ઉપર કહ્યો, એ તું શ્રદ્ધામાં લે..ત્યારે તને આવું પરિણમન થાય, પરિણમન થશે ત્યારે તારા જ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય (સ્વરૂપ આખો આત્મા ) જ્ઞય થશે, થશે, ને થશે જ.
અનાદિ મિથ્યાષ્ટિ જીવને (પ્રથમ) ઉપશમ સમ્યકદર્શન થાય છે, ત્યારે ધ્યેયપૂર્વક એનાં જ્ઞાનમાં પરિણામી (આત્મ) દ્રવ્ય, જ્ઞાનમાં ય થઈ જાય છે ત્યારે એને આનંદનો અતીન્દ્રિય અનુભવ થયો, સવિકલ્પદશામાં આવતાં એ કહી શક્યો, જાણેલાનું જાણપણું રહી ગયું કે સંસારનો અભાવ થયો! એ (સમયસાર) છઠ્ઠી ગાથામાં કર્તા-કર્મનું અનન્યપણું કહ્યું છે ને જે એ આ જાણનારો પોતે કર્તા ને જણાયો પણ પોતે માટે પોતે કર્મ, પર્યાય કર્મ નહીં. “મોક્ષ અધિકારમાં આવે છે- આત્માને આત્માથી, આત્મામાં, આત્માને માટે જાણવું, પછી કહે છે કે નથી જાણતો આત્માને, નથી જાણતો આત્મા માટે, નથી જાણતો-નથી-નથી કરીને, કારકના ભેદથી સમજાવાય છે.
પણ, અનુભવના કાળે કારકના ભેદ દેખાતા નથી. કારકના ભેદ પાડીને સમજાવવામાં આવે કે આત્મા કર્તા અને જ્ઞાનનો પર્યાય-સમ્યજ્ઞાન થાય એ આત્માનું કર્મ, રાગ આત્માનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
પ્રવચન નં-૨૫ કર્મ નથી પણ જ્ઞાન આત્માનું કર્મ થાય છે એમ કર્તાને કર્મનો વિભાગ કરીને સમજાવવામાં આવે છે.
ખરેખર તો...કર્તા ય આત્મા છે ને કર્મ પણ આત્મા જ છે. કરણ પણ આત્મા ઈ પરિણામી આખો-સક્રિય આત્મા, જે કારકના ભાવે પરિણમ્યો-અભેદકારક રૂપે ત્યારે જ આત્મા, જ કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન ને અધિકરણપણે પરિણમે છે. આહાહા! નિષ્ક્રિયના પકારક અને સક્રિયના પકારક-એ કંઈ પણ ભેદ દેખાતો નથી. દષ્ટિના વિષયમાં નિષ્ક્રિય પદ્ધારકનો ભેદ દેખાતો નથી–નિર્વિકલ્પ ધ્યાનમાં સક્રિય કારકના ભેદો એવા જે આ કર્તા ને આ કર્મ આદિ કારકના ભેદો દેખાતા નથી ત્યાં તેને વિકલ્પની ઉત્પત્તિ ન થાય ને (આત્માનો) અનુભવ થાય, એવું અનાદિ મિથ્યાદષ્ટિ જીવને પ્રથમ સમ્યકદર્શન-ઉપશમ સમ્યક્દર્શન થાય ત્યારે આ સ્થિતિ થાય, અને જ્યારે છઠ્ઠીમાંથી સાતમામાં જાય ત્યારે પણ એમને આ સ્થિતિ હોય છે. એ નિયમ એક જ છે! લીનતામાં ફેર (હોય છે. ) મોટો ફેર ક્યાં સમ્યકષ્ટિની લીનતા અને ક્યાં મુનિરાજની લીનતા!
ઓને (સમ્યદૃષ્ટિને) એક કષાયના અભાવપૂર્વક આનંદ અને (મુનિરાજને ત્રણ કષાયના અભાવ પૂર્વકનો પ્રચુર આનંદ! (બન્ને વચ્ચે) લીનતામાં ફેર, વીતરાગતામાં ફેર, આનંદમાં ફેર હોય છે પણ વિષય તો જે પ્રકારે નિર્વિકલ્પ ધ્યાન ચોથામાં પ્રથમ આવે, એવું જ નિર્વિકલ્પ ધ્યાન છઠ્ઠામાંથી જ્યારે સાતમા માં આવે ત્યારે આવે! નિર્વિકલ્પધ્યાનમાં કાંઈ ફેર નથી.
(કહે છે) એવા નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં (ચિત્તને એકાગ્ર કર્યું છે) આ વીસ વરસ પહેલાં આ વાત કરી 'તી આંહીંયાં. ધ્યેયપૂર્વક શેય આવું થાય છે જ્ઞાનમાં ! વીસ વરસ પહેલાં કહ્યું તું!
એમાં આપણાં મુમુક્ષુમંડળમાં એક બહેને આ વાત પકડી, એને એમ કહ્યું કે ઓહો! આ તો નિશ્ચય ને વ્યવહાર એકસમયમાં થઈ ગયું ! નિશ્ચય અને વ્યવહાર એક સમયમાં થઈ ગયું! સમયસારમાં છે આ વાત, બધે એ તો સેંકડો જગ્યાએ છે. મને બહુ યાદ રહેતું નથી એટલે બધો આધાર આપતો નથી. ધારણા શક્તિ મારી, થોડી કાચી છે! જે ક્ષતિ હોય એ આપણે કબૂલ કરવી.
એકસો તેતાલીસ ગાથા. (અન્વયાર્થ:-) નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો) જ્યારે નવપક્ષ છૂટી જાય છે આત્મામાં છેલ્લો નિશ્ચયનયનો પક્ષ પણ છૂટે છે, વ્યવહારનયનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ ને પેલો છૂટી જાય છે અનુભવ પહેલાં ને પછી નિશ્ચયનો પક્ષ જે આવે છે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫
ચૈતન્ય વિલાસ પક્ષ છૂટે છે. નયપક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો એટલે કે ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો, આ નિર્વિકલ્પ ધ્યાનની વાત ચાલે છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, પ્રથમ ઉપશમ સમ્યક્દર્શન થાય, ત્યારે શું સ્થિતિ હોય છે, એનું આમાં વર્ણન છે.
(અહીં કહે છે કેઃ) બને નયોના કથનને એટલે સ્વરૂપને, આમાં (લખેલું) કથન છે (ટકામાં) એનો અર્થ સ્વરૂપને એવો કર્યો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે, બન્ને નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે. આહાહા! કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી.
નિશ્ચયનયનો વિષય જે દ્રવ્ય (આત્મદ્રવ્ય) વ્યવહારનયનો વિષય જે પ્રગટ થયો અતીન્દ્રિયઆનંદની પર્યાય-એ બેયને, પક્ષાતિક્રાંત થઈને, જેમ છે તેમ, એના જ્ઞાનમાં એ આત્મા જાણે, જાણે ને જાણે જ, કરે છે એમ લખ્યું નથી અને નયપક્ષ પણ આવતો નથી.
આહા...હા! એમ જ્યારે ઉપયોગ, ઉપયોગમાં છે. ત્યારે એ શુદ્ધ ઉપયોગમાં કોઈ ક્રોધાદિ નથી. જુઓ એ મૂળ ગાથામાં છે, ઘણે ઠેકાણે છે (આ વિષય!) જુઓ આમાં છે, છઢાળામાં છે તેમાં તો છઠ્ઠી ઢાળમાં ચાર વાત કરી છે એક હારે ધ્યાતા–ધ્યાન ને ધ્યેયનો ભેદ નથી, જ્ઞાતા-જ્ઞાન ને શેયનો ભેદ નથી, ચિત્ કર્તાને ચિવિવર્તન એવો જે ભેદ જ્યાં નથી, અને જ્યાં શુદ્ધઉપયોગની ચાલ હોય છે- શુદ્ધોપયોગ ક્યાં થાય છે એમ છઠ્ઠી ઢાળમાં છે.
જુઓ! મૂળ ગાથા વાંચું છું (શ્રીસમયસાર, સંવર અધિકાર ગાથા-૧૮૧-૧૮૨-૧૮૩) અન્વયાર્થ:- ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ફોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. આઠ પ્રકારનાં કર્મ તેમ જ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ નથી–આવું, હવે આપણો વિષય આવે છે.
આવું-આવું, અવિપરિત જ્ઞાન જ્યારે જીવને થાય છે–એટલે આવું જ્ઞાન તો થાય છે, પણ જ્યારે થાય ત્યારે-જ્ઞાન તો આવું થાય છે ધારાવાહી અનાદિથી ચાલતું આવે છે, જ્યારે આવું જ્ઞાન થાય છે-આવું અવિપરિત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગસ્વરૂપ શુદ્ધઆત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ક્રોધાદિભાવને એ કરતો નથી, ઉપયોગને એ કરે છે. ઉપયોગરૂપે પરિણમે છે તેથી પરિણામી તે કર્તા ને પરિણામ તે કર્મ, એ ઉપયોગ કરે છે, ક્રોધને કરતો નથી, ક્રોધનું કર્તાપણું છોડાવવા માટે એ ઉપયોગને કરે છે એમ કહેવામાં આવે છે.
પછી...આગળ, ઉપયોગમાં ઉપયોગ છે એ અભેદ છે. અભેદ ! આત્માને એ શુદ્ધોપયોગ કોઈ જુદી વસ્તુ નથી. અભેદ છે! એ જ્ઞાનનું જ્ઞય છે, તે ધ્યાનનું ધ્યેય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
પ્રવચન નં-૨૫ (કહે છે કે ) નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ..તેવો ભવ્ય જીવ, નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી એટલે રાગને દ્વેષને છોડીને અહીંયાં વિભાવમાં રાગ લેવો, આંહીયા વિભાવનો અર્થ: આ જ્ઞય અધિકાર ચાલે છેજ્ઞયમાં શુદ્ધપર્યાય આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે- અનુભૂતિ કહો, શુદ્ધનય કહો કે શુદ્ધ આત્મા કહો એનાર્થ છે. સંવર તે આત્મા છે, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન તે આત્મા છે આહા..હા ! કોઈ વખતે પર્યાયને પરદ્રવ્ય કહે, અને એ જ ધર્માત્મા પર્યાયને આત્મા કહે! કેવળજ્ઞાનને પારદ્રવ્ય કહે અને ભાવશ્રુતજ્ઞાનને આત્મા કહે ! બોલો! આ સ્યાદ્વાદ (નીખૂબી) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, તો સમજાય તેવું છે!
(કહે છે) તે ભવ્ય જીવ, નિજ ભાવથી ભિન્ન, એવા નિજભાવથી ભિન્ન છે પાંચ મહાવ્રતના રાગાદિ પરિણામ ! નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને-સકળ પ્રકારના (વિભાવ) પાંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂલગુણને છોડીને, વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પને પણ છોડીને-એવા સકળ વિભાવને છોડી, અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ આત્મા...ધ્યાનમાં ધ્યેય ભગવાન ધ્રુવને લ્ય છે ને જ્ઞાનમાં ય થઈ જાય છે દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ વસ્તુ! ત્યારે ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી, અને સ્વયમાં પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી.
એનો એક એક દષ્ટાંત (દઈએ છીએ.) દ્રવ્ય ને પર્યાયનો તો ભેદ છે, ધ્રુવ તે ધ્રુવ ને ઉત્પાદ તે ઉત્પાદ, તે પણ ભેદ દેખાતો નથી. દેખાતો નથી એટલે શું? છે ને દેખાતો નથી તો જ્ઞાન ખોટું થશે, કે ના જ્ઞાન સાચું થશે લે! ભેદ દેખાય તો જ્ઞાન ખોટું તારું!
આ વિષય જરા એવો છે સૂક્ષ્મ! કે એનો દષ્ટાંત આપું તો ખ્યાલ આવે! કહી શકાય નહી એવી વાત ! છતાં શબ્દોમાં કેટલીક ઈશારાથી કરી.
પાણી મેલું છે–મેલું પાણી-પાણી મલિન છે. એમાં ફટકડી નાખી, તો મેલની પર્યાયનો તો વ્યય થઈ ગયો, મલિનપર્યાયનો વ્યય થઈ ગયો અને નિર્મળપર્યાયનો ઉત્પાદ થયો, હવે એ પાણી, એનો ગ્લાસ લીધો (એમાં) નિર્મળપર્યાયનો ઉત્પાદ એટલે નિર્મળપર્યાયપરિણત પાણીદ્રવ્ય છે. પહેલાં મલિનપર્યાયપરિણત (પાણી) દ્રવ્ય હતું. એ મલિનનો થયો વ્યય ને નિર્મળપાણીનો થયો ઉત્પાદ જે શક્તિરૂપ પાણી હતું એ તો જેમ છે તેમ અન્વયરૂપ એમાં (બને સ્થિતિમાં) છે. હવે એ પાણીના ગ્લાસમાં કોઈને કહીએ કે આ નિર્મળ પર્યાય અને પાણીનું દળ જે દ્રવ્યરૂપ છે, એને બેયને જુદા કરીને બતાવો, તો (બન્નેને) જુદા બતાવી શકે? બતાવી શકે નહીં.
છતાં (બન્ને) જુદાં છે! જુદા તો છે પણ બતાવી શકતા નથી. શું કહ્યું? કે પર્યાય ને દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૦૦
સર્વથા જો એકાંતે એક (રૂપ ) થઈ જાય, તો પર્યાયનો નાશ થવાથી દ્રવ્યનોય નાશ થઈ જાય. એવું આગમનું વચન છે. એટલે પર્યાય અને દ્રવ્ય સર્વથા એક થતા નથી. પણ કથંચિત્ તે અનન્ય, અનન્યપણે જણાય છે. કથંચિત્ અન્યપણે જણાય છે અને કચિત્ અનન્યપણે જણાય છે.
આ, પાણીનો ગ્લાસ એમાં રહેલ પાણીની નિર્મળ પર્યાય અને જે શક્તિરૂપ (દ્રવ્ય ) પાણી-દળ, એ અનન્યપણે જણાય છે હવે એમાં પર્યાય કઈ ને પાણીનું દળ કયું એ બતાવો ? આહા...હા ! કોઈ ( સાયન્સનો પ્રોફેસર) સાયન્ટીસ પણ એ કહી શકે નહીં આહા...હા !
એમ આ ભગવાન આત્માનું અવલંબન થયું ને-જ્ઞાયકનો આશ્રય થયો ને–ધ્રુવને ધ્યેય બનાવ્યું ને જ્ઞાનની પર્યાયનું અનન્યપણું થયું, છે તો અન્ય, સર્વથા અનન્ય નથી, પણ અન્ય છે એવું જે જ્ઞાનમાં ભેદ દેખાતો હતો એ ભેદ છૂટીને અનન્યપણે વ્યવહા૨થી અનન્ય છે, નિશ્ચયથી અન્ય છે, એક સમયમાં આવું (ભેદાભેદ) સ્વરૂપ, એના ચમત્કારિકજ્ઞાનમાં આવી જાય ! ત્યારે એને અનુભવદશા કહેવામાં આવે છે.
લ્યો કહે છે કે આરંભ છોડી-એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાસ કરે છે. (સાધકને ) નિર્વિકલ્પ ધ્યાનની ધારાવાહી શ્રેણીમાં શુક્લધ્યાનની શ્રેણી આવી જાય તો તેની અલ્પકાળમાં મુક્તિ થઈ જાય.
*
+ ખ્યાત
=
(૫રમાર્થ પ્રતિક્રમણમાં) યથાખ્યાત ચારિત્ર આ પર્યાયની વાત નથી. યથા યથાપ્રસિદ્ધ ચારિત્ર અંદર ધ્રુવ છે. આહાહા! સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા જોયું? · એવા મને ’ આ પર્યાયની વાત નથી. આ શક્તિ સ્વભાવરૂપ ત્રિકાળ યથાખ્યાતવાળા-યથાપ્રસિદ્ધ ચારિત્ર મારામાં, અંદર સ્વરૂપમાં સ્થિરતા ત્રિકાળ...ત્રિકાળ...ત્રિકાળ...ત્રિકાળ પ્રસિદ્ધ છે.
(પૂ. ગુરુદેવશ્રી પ્ર. નવનીત ભાગ-૨ પેઈજ નં-૧૫૭)
* આહાહા! જેમ ફુવારામાંથી પાણી છૂટે (ઉડે) છે એમ અંદર ત્રિકાળી શાયક -ચૈતન્યવિલાસ ભગવાન! એને હું ભાવું છું, એની હું એકાગ્રતા કરું છું. તો પર્યાયમાં આનંદની ધારા વહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
(પૂ. ગુરુદેવશ્રી પ્ર. નવનીત ભાગ-૨ પેઈજ નં. ૧૬૨ ) ( કર્તાબુદ્ધિને કારણે ) કંઈ કરે નહીં તો ગમે નહિ તેવી ટેવ થઈ ગઈ છે. પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ.
*
(પૂ. સોગાનીજી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ નં-૮૪)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું દેહ નહીં વાણીન, મન નહીં, તેમનું કારણ નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. (શ્રી પ્રવચનસારજી શાસ્ત્ર ગાથા-૧૬૦) [ ત્રિવત્તિ વિષચં] ત્રણેયકાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી) [ સર્વ વર્મ] સમસ્ત કર્મને [ ઋત-રિત-અનુમનનૈ: ] કૃત-કારિત-અનુમોદનાથી અને [મન:-વચન-વાચૈ:] મન-વચન-કાયાથી [ પરિત્ય] ત્યાગીને [ પરમં નૈષ્ણર્રમ અવતરૂં] હું પરમ વૈષ્કર્ખને (ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (શ્રી સમયસારજીશાસ્ત્ર કળશ-૨૨૫) (સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ; હું (મારા) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિળપણે સંચેતું છું અનુભવું છું. (શ્રી સમયસારજીશાસ્ત્ર કળશ-૨૩૦) અહીં આ ભાવાર્થ છે કે દેહાશ્રિત વ્યલિંગ ને ઉપચરિત અસભૂત વ્યવહારનયથી જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ જો કે શુધ્ધાત્મ સ્વરૂપનું સાધક હોવાથી ઉપચારથી શુધ્ધજીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો પણ તેને સૂક્ષ્મ શુધ્ધનિશ્ચયનયથી શુધ્ધ જીવનું સ્વરૂપ કહેવામાં આવતું નથી. (શ્રી પરમાત્મ પ્રકાશ ગાથા 88 માંથી ) જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. (શ્રી સમયસારજીશાસ્ત્ર ગાથા-૧0૫) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com