________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
TT
ચૈતન્ય વિલાસ શીતળધારામાં સ્નાન કરી શુચિતાના સોપાનો સર કરવા માટે અકર્તા સ્વભાવની ધોધમાર વિપુલ વર્ષા વરસી.
અકર્તાનો રસ અકર્તા સ્વભાવને પુષ્ટ કરે છે. અકર્તાના જોર વિના ક્ષયોપશમરસ, વિકલ્પનો અનુભાગરસ મંદ પણ થતો નથી. અકર્તા જ્ઞાતા સ્વભાવ ઉપર લક્ષ ગયા વિના સમ્યકપ્રતીતિ થતી નથી. આમ અકર્તા જ્ઞાયકભાવનું સેવન તે જ સમ્યકત્વનો પ્રવેશ દ્વાર છે.
શુદ્ધપર્યાયનું કર્તુત્વ ઘૂંટાય છે તો શુદ્ધપર્યાય પ્રગટ જ થતી નથી. તેથી પર્યાયના કર્તુત્વપણાથી, સાધક થયો તેને કર્તાપણાનો ઉપચાર આવે તેના સંન્યાસની વિધિ તેમજ કર્તાબુદ્ધિ અને કર્તાના ઉપચાર ઉપર કેવા પ્રહાર કર્યા છે તે સ્પષ્ટ જ્ઞાતવ્ય થાય છે.
તેથી આત્મશાંતિના ઈચ્છુક, ચૈતન્યરસના પિપાસુ જીવોને આ “ચૈતન્ય વિલાસ” પુષ્પ તત્ત્વજ્ઞાનની તૃષાને મિટાવનાર અને સ્થાયી જ્ઞાનાનંદ દશા પ્રદાન કરવાને સમર્થ છે. અકર્તાસામાન્ય ધ્રુવભાવના લક્ષ પૂર્વક વાણી વહી છે. કર્તાના અભિપ્રાયના પરિહારરૂપ અને અકર્તા-જ્ઞાતા ભગવત દશા પ્રગટાવવાની પૂર્ણ પ્રસાદી પીરસેલ છે. આમ ચૈતન્ય વિલાસના પ્રત્યક્ષ વિલાસી થવા તરફ વીર્ય કેવું પ્રગતિમાન થાય છે તેના પથ પ્રદર્શકરૂપ આ પુસ્તક છે.
જેમણે ચૈતન્ય વિલાસને સ્વસંવેદનપૂર્વક અનુભવ્યો છે તેમની અકર્તારૂપની જ્ઞાનાનંદ ઉર્મિઓ કેવી ઉછળે છે તેનો તાદશ ચિતાર આ પુસ્તકમાં પ્રતિબિંબિત થયેલ છે. જેમ ચાંદની રત્નાકરને ઉછાળે છે તેમ આ ગાથાઓ અને તેના પ્રવચનોમાં ખુલેલા હાર્દમાં નિતાંત પરિશુદ્ધ ચૈતન્ય વૈભવ ઉછળતો હોવાથી આ પુસ્તકનું નામ અસ્તિપરક “ચૈતન્ય વિલાસ” રાખેલ છે.
આ પ્રવચન સૂર્યમાંથી નીકળતાં સુપ્રભાતના સુકોમળ કિરણો જે ચૈતન્ય સૂર્યમાંથી સ્કુરાયમાન થયેલાં છે. ચૈતન્યહારમાંથી પ્રસરતી વ્યક્તિઓ ફરી ફરી પ્રધાનમણી જ્ઞાયકનાં લક્ષ તેજ મુક્તિ સુંદરીના કંઠનો નિર્મલહાર બની જાય છે.
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના તે ખરેખર શ્રદ્ધાનો ભેદ નથી પરંતુ ચારિત્રનો ભેદ છે. તેથી તે મુનિરાજને જ હોય છે. એટલે શ્રેણીની સન્મુખતાવાળા ભાવો જાણે કેવળજ્ઞાનરૂપી નિલયને આંબવા વર્ધમાન થઈ રહ્યા લાગે છે.
શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ નિર્ણય કરી આ પુસ્તકનું સંકલન તેમજ સંપાદન કરવાનો મને જે સુઅવસર આપ્યો છે તે બદલ સંસ્થાની હું આભારી છું. કર્તુત્વના અનાદિના આ.. ભારનો ભાર ઉતારવા તથા મારા શ્વાસઉચ્છવાસમાં અકર્તા ચૈતન્યદેવનો ધબકાર જગાવવા આ પુસ્તકનું સંકલન-સંપાદન મને ઘણું ઘણું માર્ગ દૃષ્ટા તથા સૌભાગ્યરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com