________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
પ્રવચન નં-૨૦ કરી; પરિણામને જાણવાનું સર્વથા બંધ કર્યું અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે આત્માને જો.
દ્રવ્યાર્થિકનય એટલે શું? જે નય એટલે જ્ઞાનનું પ્રયોજન સામાન્યને અવલોકવાનું હોય એ જ્ઞાનની અવસ્થાને; દ્રવ્ય અર્થ ને નય તેને દ્રવ્યાર્થિકનય કહે છે. દ્રવ્ય જેને જાણવાનું પ્રયોજન છે. અર્થ એટલે પ્રયોજન.
એ જ્ઞાનની પર્યાયમાં પરને જાણવાનું સર્વથા બંધ થઈ જાય છે, પરિણામને જાણવાનું બંધ થઈ જાય છે, ભેદનું તો લક્ષ રહેતું નથી અને અભેદમાં જ્યારે જીવ જાય છે ત્યારે એને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા કે જેનો વિષય ધ્રુવ એકલો સામાન્ય છે. વિશેષ એટલે પર્યાય; પર્યાય પર્યાયને જાણવાનું બંધ કરે છે. જે પર્યાય આત્માને જાણે છે એ પર્યાય પર્યાયને જાણવાનું બંધ કરે છે, અને પર્યાય દ્રવ્યમાં અર્હમ્ કરે છે. ત્યારે એને સાક્ષાત અનુભવ થાય છે.
આહાહા ! “એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે;” આ બળ આવ્યું અંદરમાં! “મારે સકળ રોગ-દ્વેષ-મોહ નથી.” મારા સ્વભાવની સમીપે જઈને અંદરમાં જોયું, મારા આત્માને બહુ ઢંઢોળ્યો મેં! કારણ કે અજ્ઞાની કહે છે રાગ-દ્વેષ-મોહ આત્મામાં થાય છે એવી વાત કાન પર આવી. અજ્ઞાની જેમ માને એમ બકવાસ કરે છે. ત્યારે આચાર્ય ભગવાનને થયું કે આ લોકો ને શું થયું છે !? લાવ જોવ તો ખરો ! ફરીને અંદરમાં ગયા !
આચાર્ય ભગવાને શુદ્ધ દ્રવ્યાર્થિકનય વડે પોતાના આત્મતત્ત્વને નિહાળ્યું અવલોકન કર્યું અંદરમાં જઈને; અને પછી બહાર આવીને લખ્યું કે અમારા શુદ્ધાત્મામાં આ મો–રાગવૈષનો અભાવ છે. અમારા સ્વભાવમાં રાગ નથી આહાહા ! મારે સકળ-રાગ-દ્વેષ-મોહ નથી એટલે શુદ્ધાત્મામાં નથી. નથી માટે એનો કર્તા નથી, નથી માટે એનો જ્ઞાતા પણ નથી. અને છે એનો જાણનાર છું એમાં જ્ઞાન પ્રગટ થાય છે, દર્શન ચારિત્ર પ્રગટ થઈ જાય છે અને અલ્પકાળમાં મોક્ષ થાય.
પહેલાં જાણે તો સમ્યક્દર્શન પછી વારંવાર જાણવાનો પ્રયત્ન કરીને અંદર જાય તો ચારિત્ર, અને અંદર ગયા પછી બે ઘડી નીકળે જ નહીં તો કેવળજ્ઞાન. આહાહા ! આ શું થયું? ગઈ કાલે તો ગુરુ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને શિષ્ય કહ્યું પ્રભુ! મને મારા ધ્યાનમાં લીન થવા માટે એકાન્તની રજા આપો. શિષ્યનું ફાટફાટ વીર્ય હતું, ગુરુ સમજી ગયા, જાવ ! મોક્ષભવ.”
એક દિવસની દીક્ષા લીધેલ મુનિરાજ જાય છેજંગલમાં જંગલમાં જઈને અંદરમાં ધ્યાનમાં મગ્ન થયા, બે ઘડી જામી ગયા અને કેવળજ્ઞાનનો ભડકો થયો. કોઈએ આવીને કહ્યું આપના શિષ્યને કેવળજ્ઞાન થયું છે; ગુરુ તેને વંદન કરે છે. ગુરુ છદ્મસ્થ છે ને!? અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com