________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૨૯ આ તો પરમાત્મા થઈ ગયા. પછી કોણ શિષ્યને કોણ ગુરુ એવી અદભૂત સ્થિતિ છે.
અહીં કુંદકુંદાચાર્ય ભગવાનની તીખી દષ્ટિ, તીખું જ્ઞાન અને સ્થિરતાનો પ્રકાર જ કોઈ જુદો છે અત્યારે તેઓ બ્રહ્મલોકમાં ગયા છે એકાવતારી છે, ત્યાં બધા બ્રહ્મચારી છે. તેઓ બીજા કલ્યાણકમાં ન જાય પણ દીક્ષા કલ્યાણકમાં જાય, ત્યાંથી નીકળી સાધના કરી પરમાત્મા થશે.
અહીં કહે છે કે મેં મારા સ્વભાવમાં અંદર જઈને જોયું તો કહે છે કે દયા-દાન-કરુણા કોમળતાના પરિણામ, પાંચમહાવ્રતના પરિણામ, આત્મામાં થયા છે એવો આત્મા મને દેખાણો નહીં. આ પરિણામ આત્મામાં થાય છે એમ મેં જોયું નહીં. એ તો પરિણામના ધર્મો છે. હું તો દ્રવ્યસ્વભાવ અનંત ગુણાત્મક અનંતગુણનો પિંડ ભગવાન આત્મા છું. “પરિણામને પરિણામમાં રહેવા દો મેં તો દ્રવ્ય સામાન્ય હું.
પરિણામમાં આ બધું હોય પણ જે પરિણામમાં થાય છે એ દ્રવ્ય સામાન્યમાં નથી. આસ્રવમાં જીવ તત્વ નથી. આહાહા! આમ્રવને જીવમાં સ્થાપવો એ મિથ્યાષ્ટિ છે. આસવને આસ્રવમાં રહેવા દે ને!? આસવથી આત્મ જુદો છે, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે. સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. એનાથી એકત્વ માને તો મિથ્યાદષ્ટિ અને વિભક્ત કરે તો જ્ઞાની થાય.
આ ગાથાઓ જ ઊંચી છે. કબુદ્ધિ ગઈ અને કર્તાનો ઉપચાર જાય ત્યારે શુદ્ધોપયોગ આવે. બીજો પ્રકાર એ છે કે હું પરનો જ્ઞાતા છું એવી જ્ઞાતા બુદ્ધિ જાય અને અનુભવ થાય પછી સવિકલ્પ દશામાં આવે તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહેવાય. સવિકલ્પદશામાં ભેદને જાણે એવો ઉપચાર આવે છે. પણ ભેદને જાણવાના ઉપચારને ઓળંગીને ફરીથી અભેદમાં ચાલ્યો જાય છે, પછી અભેદને જાણે છે. કર્તા બુદ્ધિ જાય કર્તાનો ઉપચાર આવે, પછી કર્તાનો ઉપચાર જાય ઠરે અંદર, જ્ઞાતાબુદ્ધિ જાય જ્ઞાતાનો ઉપચાર આવે અને જ્ઞાતાનો ઉપચાર જાય તો ફરી પાછો ઠરી જાય. આ તો ઠરવાની પ્રક્રિયા ચાલે છે.
સહજ નિશ્ચયનયથી સદા નિરાવરણ સ્વરૂપ.” આહાહા ! એને કર્મનું આવરણ જરાય નથી. આઠ પ્રકારના કર્મના આવરણથી રહિત અને ભાવ આવરણથી પણ રહિત આ પરમાત્મા છે. મિથ્યાત્વ-અવ્રત-કષાયને યોગ એવા જે આસ્રવો એનું આવરણ ભગવાનને લાગુ પડતું નથી. જે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે ને !?
આપણે સૂર્યગ્રહણ લો! એ જે ગ્રહણ થાય છે. રાહુ આડો આવે તો એના પ્રકાશને બાધક છે. પણ એ તમે આગળ જાવ...આગળ જાવ તો એને ગ્રહણ લાગું પડતું નથી. કાળુ ધાબુ છે એ નીચેથી દેખાય છે પણ આગળ જઈને જોઈએ તો; આહા ! સૂર્યને ગ્રહણ થયું જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com