________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૩૦
નથી. સૂર્યને કોઈ ' દિ ગ્રહણ થાય જ નહીં. દૃષ્ટાંતથી ખ્યાલ આવ્યો! ? આમ જ્યાં રાહુ હતો એ રાહુને ટપીને જ્યાં આગળ ગયા અરે! આ તો ઝળહળ જ્યોત સૂર્ય છે. સૂર્યને ગ્રહણ ન હોય. સૂર્યના પરિણામને ગ્રહણ હોય, એ પણ થોડોક ટાઈમ હોય. પરિણામનું ગ્રહણ નીકળી જાય તો ૫૨માત્મા થઈ જાય. ખ્યાલ આવ્યો ?!
પ્રવચન નં-૨૦
આ પ૨માત્મા બિરાજે છે અંદર એને તો ભાવ આવરણ નથી પર્યાયને ભાવ આવરણ થયું હોય જ્યાં સુધી સમ્યક્દર્શન ન થયું હોય. ત્યાં સુધી જેમ પ્રકાશને થોડો ટાઈમ ગ્રહણ હોય પછી ગ્રહણ છૂટે તો પ્રકાશ તો પ્રકાશ છે. એમ જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી કરતો એનું લક્ષ નથી કરતો ત્યાં સુધી પરિણામ ઉપ૨ આવરણ છે. પણ દ્રવ્યને તો આવરણ લાગુ પડતું નથી. “હું તો નિત્ય નિરાવરણ છું” આમાં લખેલું છે. ‘સદા નિરાવરણ ’, એ આવરણ આવે ને જાય એ હું નહીં. આવરણ આવે એ પણ પરિણામને આવે, અને આવરણ જાય એ પણ પરિણામને જાય, ‘હું તો નિત્ય નિરાવરણ પરમાત્મા છું.’
આ બધા શાસ્ત્રો તો પરમાત્મા થવાના છે. ‘પરમાત્મા છો અને પરમાત્મા થાઓ.' તમે સદા નિરાવરણ છો હું તો છું પણ તમે બધા ભાવકર્મ દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત આત્મા છો તે માંગલિકમાં-પહેલા કળશમાં કહ્યું.
હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, એ આત્મા કેવો છે? કે: મિથ્યાત્વના પરિણામથી રહિત છે. આહાહા! મિથ્યાત્વના પરિણામથી રહિત કહેશો તો સંસારનો અભાવ થશે !? કહે–અમને ઈષ્ટ છે. આ શાસ્ત્રો એના માટે તો લખ્યાં છે. શાસ્ત્ર મિથ્યાત્વ રાખવા માટે લખ્યાં છે?!
કેટલાક કહે છે કે અત્યારે જો તમે આમ કરશો તો સંસારનો અભાવ થશે! એ તો
અમને ઈષ્ટ છે. સંસારનો લોપ થવા માટે તો આ શાસ્ત્રો લખ્યાં છે. તારે સંસારમાં રહેવું હોય; તો તું જાણ! તેમાં શ્રી ગુરુ શું કરે ?
"
સદા ' એટલે હમેંશા હોં! ત્રણેકાળ નિરાવરણ સ્વરૂપ છે. નિરાવરણ એટલે જેને આવરણ નથી. જેમ સૂર્યને ગ્રહણનું આવરણ નથી પણ સૂર્યના પ્રકાશને આવરણ છે; એ પણ થોડો ટાઈમ છે. પર્યાયમાં મિથ્યાત્વ છે એ પણ થોડો ટાઈમ છે. વિકાર લાંબો ટાઈમ ન રહે. મિથ્યાત્વ થોડા ટાઈમ માટે હોય, કાયમ માટે મિથ્યાત્વ રહેતું નથી. આહાહા! જ્યાં અંદરમાં આત્માની સ્ફૂરણા જાગી, અને અનુભવ થયો તો મિથ્યાત્વ ચાલ્યું જાય છે. દ્રવ્ય શુદ્ધ હતું અને શુદ્ધનું અવલંબન લેતાં પર્યાયમાં શુદ્ધતા થાય છે. કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બેય શુદ્ધ છે.
આ બધા મંત્રો છે. એક હતો રાજા અને એક હતી રાણી એવું આ નથી. એક એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com