________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૧ શબ્દમાં માલ છે. “સદા નિરાવરણ સ્વરૂપ.” કોઈ કાળે એને આવરણ લાગુ થયું નથી, કોઈ કાળે પણ આત્મા અશુદ્ધ થતો નથી. “સહજ ચિશક્તિમયી” શુદ્ધજ્ઞાનરૂપ” છે. દર્શનશક્તિ પણ કહેવાય અને વીર્ય શક્તિ પણ કહેવાય. આહા! અનંતવીર્યમય છે. સહજ ચિત્તશક્તિમય છે.
સહજ દર્શનના સ્કૂરણથી”, લો! દર્શન આવ્યું બીજું. સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણમૂર્તિ. આત્મામાં દર્શન નામનો ગુણ છે. એની પર્યાયમાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શનઅવધિદર્શન-અને કેવળદર્શન એમ ચાર પ્રકાર થાય છે, એ પર્યાયના ધર્મ છે. ગુણમાં તો ત્રણેકાળ દર્શનગુણ અનાદિ અનંત પરિપૂર્ણ છે. એ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ છે આત્મા.
સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ, (જેની મૂર્તિ અર્થાત્ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને સ્વરૂપમાં અવિચળ.” સ્વરૂપમાં અવિચળ એ ચારિત્રની વાત કરે છે. ચારિત્ર નામનો ગુણ છે એ અવિચળ છે તે ચળાચળ થતો નથી. પર્યાયમાં દઢતા આવે અને પર્યાયમાં સ્થિરતા થાય, ગુણ તો અવિચળ છે. પર્યાયમાં સ્થિરતા પણ આવે-વધેથાય પણ ગુણ તો ત્રણેકાળ અવિચળ છે.
“અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા”, અત્યારે બધાને યથાખ્યાત ચારિત્ર છે. શું કહ્યું? યથાખ્યાત ચારિત્ર એટલે બારમું ગુણસ્થાન નહીં; ગુણસ્થાન તો આત્મામાં છે જ નહીં; એ તો થોડી વાર ભૂલી જાઓ. તુ તો ગુણમય છો ને!? આત્મામાં યથાખ્યાત ચારિત્ર નામનો ગુણ છે એટલે એનું અવલંબન લેતાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. શક્તિની વ્યક્તિ થાય છે. યથાખ્યાત ચારિત્ર અત્યારે શક્તિરૂપે છે હોં! ! સાંભળી ન જાય એવી વાત છે, અને પ્રેમથી પ્રીતિથી સાંભળે તો કામ થઈ જાય, આ સ્વભાવનું સ્મરણ અને વિભાવનું વિસ્મરણ; આહાહા !
દુકાને જવા પહેલા કલાક-દોઢ કલાક આત્માનું સ્મરણ તો કર પછી દુકાને તો પાછું વિસ્મરણ થઈ જશે. તે પણ કેટલાકને હોં! ! બધાયને ન થાય, દુકાને જાય એટલે આત્માને ભૂલી જાય એવું ન હોય સમજી ગયા. કેટલાંક ભૂલી જાય સાવ અને કેટલાંકને આત્માની મુખ્યતા રમતી હોય; ઘરાક બેઠા હોય ત્યારે પણ આત્માનું સ્મરણ આવી જાય, અને ઘરાક જાય ત્યારે આત્માનું સ્મરણ વધી જાય.
સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા.” અહીં ગુણની વાત છે. ચારિત્ર નામનો એક ગુણ છે. એ સ્થિર એનો સ્વભાવ છે. અનાદિ અનંત શક્તિરૂપે “યથાખ્યાત ચારિત્રવાળા એવા મને', પોતે કહે છે હું યથાખ્યાત ચારિત્રવાળો છું. કે પ્રભુ! આપ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને પંચમકાળના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com