________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર
પ્રવચન નં-૨૦ સાધુ છો આપ તો! વાત તારી સાચી છે; પણ તું મને કહે છે કેઃ યથાખ્યાત ચારિત્ર અત્યારે ન હોય?! તમને નથી, તારી નજર ક્યાં ગઈ !? તારી નજર પર્યાય ઉપર ગઈ. આહાહા ! અમે તો ત્રિકાળી ગુણની વાત કરીએ છીએ.
આહાહા ! અજ્ઞાનીની નજર પર્યાય ઉપર જાય છે, પર્યાયદષ્ટિવાળો પર્યાયને જ જુએ છે, તેને દ્રવ્યદૃષ્ટિ થતી નથી. મુનિરાજ કહે છે-“અમે કહીએ છીએ કે આ અમે ઉભા યથાખ્યાત ચારિત્રવાળા', આહા ! આવો ગુણ આત્મામાં છે. ગુણનું સ્મરણ છે અને પર્યાયનું વિસ્મરણ છે. યથાખ્યાત ચારિત્ર થાવ કે ન થાવ અમને દરકાર નથી. અમે અત્યારે યથાખ્યાત ચારિત્રમય છીએ.
આ બધી વાત મસ્તીમાં લખી છે. પદ્મપ્રભમલધારિદેવ ટીકાકાર પણ ભાવિ તીર્થંકર છે. પોતે આ શાસ્ત્રમાં લખી ગયા છે. ભાવિ તીર્થંકરનું જ્ઞાન છમસ્થને થાય? અરે! તને કાંઈ ખબર નથી. પોતાનું ને પરનું જ્ઞાન થાય એમ શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે. કહે છે–પોતાનું ને પરનું જ્ઞાન ન થાય તો અમે એને અનુભવ કહેતા નથી તેમણે ત્યાં સુધી લખ્યું છે. જ્ઞાનની તાકાત અનહદ છે એની શક્તિનો વિશ્વાસ નથી આવતો એટલે આત્મા ઉપર વિશ્વાસ આવતો નથી.
એવા મને સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી. આ સંજ્વલનના ક્રોધ-માન-માયા-લોભ વર્તે છે પણ એ મારા સ્વભાવમાં નથી. સ્વભાવમાં તો એનો અભાવ છે. પર્યાયમાં ભલે ક્રોધ-માન-માયા-લોભ હોય તીવ્ર કે મંદ. છઠ્ઠ તીવ્ર અને સાતમે જાય તો મંદ સંજ્વલન કષાયની છેલ્લી એક ચોકડી છે.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એ ત્રણ ચોકડી ગઈ એક ચોકડી જરા રહી ગઈ છે. આહા! શ્રેણી માંડતા એનો અભાવ થઈ જશે. મારા સ્વભાવની અંદર સમીપે જઈને જોયું મેં; કારણકે જગત કહે છે ક્રોધ આત્મામાં થાય છે, જ્ઞાની કહે છે ક્રોધ આત્મામાં ન થાય. ક્રોધ ક્ષણભર થાય તો તે પરાશ્રિત પર્યાયમાં થાય છે, પણ મારામાં થતો નથી. હું તો જ્ઞાનમય ગુણાત્મક જ્ઞાયક છું. હું તો ગુણનો ભંડાર છું. દોષનો ભંડાર નથી હું દોષમય નથી હું તો ગુણમય છું. ગુણ અને દોષ બેય પ્રતિપક્ષ છે.
સમસ્ત સંસારના કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” હું તો જ્ઞાનાનંદ પરમાત્મા છું અને તમારી દષ્ટિ ક્રોધ ઉપર છે. તેથી તમને ક્રોધમય જીવ દેખાય છે, અમને તો ગુણવાન જ્ઞાયક આત્મા દેખાય છે. હું તો પરમાત્મા છું. અમારી દ્રષ્ટિમાં પરમાત્મા આવી ગયો છે તે ખસતો નથી, અને ક્રોધ દષ્ટિમાં આવતો નથી. આહાહા! અને જ્ઞાનમાં શેય પણ સવિકલ્પ દશામાં થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જતાં જ્ઞાનનું ઝેય પણ ટળી જાય છે અને જ્ઞાયક આત્મા જ અભેદપણે શેય થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com