________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩૩ હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૧ પ્રવચન નં - ૨૧
તા. ૩-૫-૯૦. આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. પૂર્વે લાગેલા દોષોનો વર્તમાનમાં પશ્ચાતાપ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. હવે એ પૂર્વે લાગેલા દોષ હોય એની સન્મુખ થાય તો પ્રતિક્રમણ ન થાય. પૂર્વે લાગેલા દોષને વર્તમાનમાં યાદ કરીને ભૂલી જવું શૌચ કરવો એનું નામ પ્રતિક્રમણ છે તે પણ વ્યવહારે છે.
પૂર્વે જે દોષ લાગ્યા તેનો હું કરનારો હતો, તેવી મારી માન્યતા હતી, તેનું અત્યારે મારા સ્વભાવની સન્મુખ થઈને જોઉં છું તો એ દોષોથી રહિત હું પરમાત્મા છું એમ અંતરદષ્ટિ કરતાં વર્તમાન શુદ્ધોપયોગ થાય ત્યારે એ પૂર્વે લાગેલા દોષોની નિવૃત્તિ થઈ જાય છે. આવું પ્રતિક્રમણનું સ્વરૂપ છે.
હવે આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં એને અનંત કાળથી કર્તામાની બેઠો છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે હું જ્ઞાતા છું અને તું પણ જ્ઞાતા છો. હું એ જ્ઞાતા અને તું એ જ્ઞાતા. જેમ હું અકર્તા હોવાથી કરનાર નથી, જ્ઞાતા સ્વરૂપે છું એમ તું પણ તારા સ્વભાવથી જ્ઞાતા જ છો. તું તને કર્તાપણે ન જો! કેમકે કોઈપણ પરદ્રવ્યના કાર્યને કરે એવી શક્તિ આત્મામાં નથી. હા! જાણવાની પૂરી શક્તિ છે પણ કરવાની શક્તિ તારામાં બિલકુલ નથી. આંખની પાપણ હુલાવવાની શક્તિ પણ આત્મામાં નથી. એક સડેલાં તરણાનાં બે કટકા કરવાની શક્તિ તારામાં નથી. કેમકે તું જ્ઞાતા છો, તું કર્તા નથી.
આઠ કર્મ બંધાય છે એનો પણ તું કર્તા નથી. જ્યારે કર્મ બંધાય છે ત્યારે કર્મનો બાંધનારો ભગવાન આત્મા નથી. કેમકે ભગવાન આત્મા તો જ્ઞાનમય છે દર્શનમય છે એટલે કેવળ જ્ઞાતા જ છે.
કર્મો બંધાય છે એનો કર્તા કોણ છે? કે કર્મ બંધાય છે એનો કર્તા પુદ્ગલ દ્રવ્ય છે. એનું નિમિત્ત કારણ આસ્રવ તત્ત્વ છે. જીવતત્ત્વ કર્તા તો નથી પણ નિમિત્તકર્તા એ નથી. અજ્ઞાન દશામાં જ્યારે કર્મ બંધાય ત્યારે અજ્ઞાન અંગ કર્મ બંધમાં નિમિત્ત કારણ કહેવાય, પણ ભગવાન આત્મા કર્મ બંધાય છે ત્યારે કર્તા થતો નથી. એ તો અકર્તા રહેલો છે. અકર્તા સ્વભાવને, જ્ઞાતા સ્વભાવને ભૂલી ગયો છે.
કર્તા છે પુદ્ગલ, પુદ્ગલની ક્રિયાનો, અને આ માને છે કે હું કરું છું. રાગની ક્રિયા જે સ્વયં થાય છે થવા યોગ્ય થાય છે, એના જ્ઞાનમાં પ્રતિભાસ થતાં આ રાગની ક્રિયા મેં કરી એ પોતાનું અજ્ઞાન છે. તું તો જ્ઞાતા છો.
રાગની ક્રિયા થાય ત્યારે જ્ઞાતા, કર્મ બંધાય ત્યારે પણ જ્ઞાતા; અને કર્મ ઉદયમાં આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com