________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
પ્રવચન નં-૫
આવી જાય એ જુદી વાત છે.
હું ગતિને કરું છું? અને હું એની ભાવના ભાવું છું અને મને એની અભિલાષા છે એમ છે નહીં. અહીંથી હું સ્વર્ગમાં જાઉં અને પછી સીમંધર ભગવાન પાસે જાઉં! ના રે ના આત્મામાં જાઉં, હું બીજે ક્યાંય ન જાઉં. આત્મા જ એક શરણ છે, બીજું કોઈ શરણ નથી.
ચારગતિને કરતો નથી આત્માને ભાવું છું એટલે ચારગતિનો ક્ષય થઈ ગયો. દષ્ટિમાંથી ક્ષય થઈ ગયો. ગતિ મારે છે જ નહીં. ગતિ મને દેખાતી જ નથી ને!? ગતિ વિનાના એવા શ્રી ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવું છું. હવે જેમાં ગતિ નથી એવા
સ્વભાવને ભાવતાં ગતિ ક્યાંથી આવી પડે!? ગતિનો અભાવ થઈ ગયો. દષ્ટિમાંથી અભાવ થઈ ગયો અને દશામાંથી અલ્પકાળમાં અભાવ થવાનો જ છે.
આહાહા ! કોઈને એકાદ બે ભવ આવે તો આવે! એ તો જાણવાનો વિષય છે. એ તો સંયોગરૂપે છે. કોઈને બે-ચાર-છ ભવ હોય તો એ તો જાણવા માટે છે. સંયોગરૂપ છે. ગતિ જ જ્યાં આત્મામાં નથી, એને કરતો જ નથી, આહાહા ! એને જાણતોય નથી તો પછી એ ગતિ એને આવે ક્યાંથી !? એ ન આવવા બરાબર આવે છે. બે-ચાર-છ આવશે ખરી ! પણ એ ન આવવા બરોબર છે. આવીને ચાલી જાય છે. જવાને માટે આવે છે. એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અહીંયાં તો એનો પણ નિષેધ કરે છે. એને જાણવાનો ધર્મ મારો નથી. હું તો ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને જાણું છું.
ગજબનું શાસ્ત્ર છે આ નિયમસાર. એમાં પણ આ પાંચ રત્નની ગાથા...! આહાહા ! સકળ કર્તૃત્વનો અભાવ' એટલે કરવાની શક્તિનો જ અભાવ હોય તો કરું ક્યાંથી? હું કરું ક્યાંથી ? મારામાં “જ્ઞાનમાં કરવું ન હોય, જ્ઞાનમાં જાણવું હોય. જ્ઞાનમાં જાણવાની શક્તિ પૂરી છે પણ કરવાની શક્તિનો અભાવ છે. જેમ ચક્ષુમાં કરવાની શક્તિનો જ અભાવ છે. કથંચિત્ કર્તા અકર્તા એમ લાગુ પડતું નથી. સર્વથા અકર્તા છે. જ્ઞાનમય જ્ઞાયક આત્મા અકારકને અવેદક છે.
જેમ ચક્ષુમાં કરવાની શક્તિનો અભાવ સર્વથા એમ જ્ઞાયક આત્મામાં કરવાની શક્તિનો સર્વથા અભાવ છે, એનો સદ્દભાવ ક્યાંથી થાય?! એવો જ્ઞાતાનો સ્વભાવ છે. જાણનાર...જાણનાર...જાણનાર...જાણનાર છે. એ કરે નહીં. કરે છે બીજાને જાણે છે બીજો. જીવ જાણવારૂપે પરિણમે છે અને પુદ્ગલ રાગાદિરૂપે પરિણમે છે. બે ભાગલા છે આહા ! પુદ્ગલકર્મ રાગાદિભાવને કરે છે.
(જિજ્ઞાસાઃ પુદ્ગલ નિમિત્ત કર્તા છે કે પુદ્ગલ ઉપાદાન કર્તા છે?) સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાથી જુઓ તો ઉપાદાન કર્તા પુદ્ગલ છે, પુદ્ગલથી સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે, એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com