________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૬૫ અજીવ અધિકારમાં લીધું. “પુગલમય પરિણામ છે.” એમાં ગુણસ્થાન માર્ગણાસ્થાન બધું લઈ લીધું. સમજી ગયા! અને ક્ષણિક ઉપાદાન લ્યો તો-નૈમિત્તિક લ્યો તો એ નિમિત્તકર્તા પુદ્ગલ છે. ઉપાદાન કર્તા ક્ષણિક પર્યાય છે. હું તો અકર્તા છું. (સમયસાર) તેરમી ગાથામાં નિમિત્ત કર્તા ઉપાદાન કર્તા બને લીધું. બન્ને પ્રકારથી આત્મા તો અકર્તા જ રહ્યો. અકર્તા તો વિદ્યમાન રહ્યો.
પ્રશ્ન આવ્યો ને કેઃ પુદ્ગલ વ્યાય-વ્યાપક સંબંધથી કર્તા છે કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી કર્તા છે?! તો ઉપાદાનરૂપથી પુદ્ગલ કર્તા છે દૃષ્ટિ અપેક્ષાએ-અને જ્ઞાન અપેક્ષાએ તો પુદ્ગલ નિમિત્તકર્તા છે.
( જિજ્ઞાસાઃ બન્નેમાંથી કઈ અપેક્ષા સાચી છે?).
સમાધાનઃ- બેય અપેક્ષા સત્યાર્થ છે. બન્ને અપેક્ષાએ આત્મા અકર્તા છે. જ્ઞાન અપેક્ષા ને દષ્ટિ અપેક્ષા બન્ને સાચી છે. જ્ઞાન અપેક્ષાએ શું છે? કે દષ્ટિ યથાર્થ થાય ને ત્યારે જ યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે.
જ્ઞાન અપેક્ષાએ સાધકને પોતાની સ્થિતિનું યથાર્થ જ્ઞાન પર્યાયમાં થાય છે. જે પરિણામ છે તે મારા પરિણામ છે. પરિણામ સાથે સ્વસ્વામી સંબંધ કે કર્તબુદ્ધિ છે તેમ નહીં. વ્યવહાર તે પરિણામ છે. અને તે પરિણામ થવા યોગ્ય થાય છે તેનું નિમિત્ત કારણ ઈ પુદગલ છે એમ! દષ્ટિ તો પર્યાયને સ્વીકારતી નથી પછી ક્યાં પ્રશ્ન છે!! પણ દષ્ટિની સાથે જે પ્રમાણજ્ઞાન થાય છે તે એમ કહે છે કે થવા યોગ્ય થાય છે તેનું નિમિત્ત કારણ અજીવ છે. (સ. સાર) તેમની ગાથામાં નિમિત્તકારણ લીધું. અજીવ અધિકારમાં ઉપાદાન કારણ લીધું.
( જિજ્ઞાસા: બન્નેમાંથી કઈ વાત ઉપર વજન દેવું જોઈએ!).
સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાથી ત્યાં પુલના પરિણામ લેવાં. અને સાધક થયા પછી થવા યોગ્ય થાય છે એમ લેવું. એમાં પુદ્ગલનાં પરિણામ ન લેવાય. જો પુદ્ગલના પરિણામ લેશો તો દોષ આવશે. જ્ઞાન ખોટું થશે. દષ્ટિ સાચી અને જ્ઞાનય સાચું થવું જોઈએ. જ્ઞાન અપેક્ષાએ જીવનાં પરિણામ છે. દષ્ટિ અપેક્ષાએ પુદ્ગલનાં પરિણામ છે.
(જિજ્ઞાસાઃ શુદ્ધોપયોગ શામાં આવે છે?)
શુદ્ધોપયોગ અકર્તામાં જ આવે છે બસ. અરે! હું તો ત્યાં સુધી કહું છું કે (પરિણામને) કોણ કરે છે એ વિચારો નહીં. હમણાં-હમણાં ચાર છ મહિનાથી એ વિચાર આવે છે. તેને કોણ કરે છે? ક્ષણિક ઉપાદાન કર્તા છે? પુદ્ગલ નિમિત્તકર્તા છે કે પુદ્ગલ ઉપાદાન કર્તા છે? તે મારાથી ભિન્ન છે એટલે હું તેનો કર્તા નથી. કોણ કરે છે એ મને પૂછો નહીં?! મારાથી ભિન્ન છે અને હું એનો કર્તા નથી એવો અકર્તા જ્ઞાયક છું તો શુદ્ધોપયોગ થઈ જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com