________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
પ્રવચન નં-૫ છે. એમાં કોઈ દોષ નથી.
આ વિચાર છ મહિનાથી આવે છે. કેમકે પેલામાં તો બે વાત કરવી પડે છે. પુદ્ગલ નિમિત્ત કર્તા છે કે ઉપાદાન કર્તા !? એ વાત કરવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેનું જ લક્ષ રહે છે ને!? અને હું તો પરિણામ માત્રથી ભિન્ન છું. હું તો અકર્તા જ્ઞાયક છું. મને તો જ્ઞાયક જણાય છે. જાણનાર જણાય છે અને બીજું કાંઈ જણાતું નથી. કાર્યની સિદ્ધિ તેમાં થઈ જાય છે.
બીજું પહેલી વાતમાં થોડો ચર્ચાનો વિષય પણ બને છે. આપણે તો ચર્ચા કરવી જ નથી ને!? આપણે તો અંદરમાં જવું છે. આપણે શું કામ છે? પરિણામને કોણ કરે છે, મને ન પૂછો. એ માટે પંડિતને પૂછો. હું પંડિત નથી મારી સાથે એની ચર્ચા નહીં. આ ઘડિયાળ મારી નથી તો આ ઘડિયાળનો સ્વામી કોણ છે? મને પૂછો નહીં. કે એનો સ્વામી બતાવો !? મને ન પૂછો. બાજુનું ઘર મારું નથી, તે ઘર કોનું છે તે મને ન પૂછો. કોનું ઘર છે મને કેમ પૂછો છો ?!
મેં કહી દીધું કે આ પરિણામ મારા નથી. હું એનો સ્વામી નથી. મારાથી ભિન્ન છે. જે ભિન્ન હોય એને કોણ કરે ? તો પછી કોઈ કહે કે કાર્ય તો થઈ રહ્યું છે! તો એનો કર્તા તો જોઈએ ને?! પર્યાયનો કર્તા પર્યાય છે જા ભાગી જા! તેમાં નિમિત્ત કર્તા કે ઉપાદાનકર્તાની જરૂર નથી. એમ ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન-કાર્ય સિદ્ધ થઈ જાય છે.
પર્યાયનો કર્તા કોણ? તો પર્યાયનો કર્તા પર્યાય છે. તો કાર્ય તો થાય છે, તો તેમાં નિમિત્ત કર્તા કોણ?! કેઃ નિરપેક્ષમાં નિમિત્ત નથી હોતું. હું નિરપેક્ષની વાત કરું છું. તું સાપેક્ષથી વાત કરે છે. જ્યારે તે (પોતેજ) ઉપાદાન છે તો તેને નિમિત્તની અપેક્ષા હોતી નથી. જો હું નૈમિત્તિક કહું તો તું નિમિત્તની વાત કરેને!? હું તો નૈમિત્તિક કહેતો નથી, હું તો ક્ષણિક ઉપાદાનથી કહું છું. પરિણામ મારાથી ભિન્ન છે તો તેને કોણ કરે છે તે મને કેમ પૂછપૂછ કરે છે. તો કહે છે પર્યાયનો કર્તા પર્યાય છે. કેમકે પર્યાય સત્ અહેતુક છે. જ્ઞાનની પર્યાય સત્ છે. જ્ઞાનની પર્યાયનો કર્તા કોણ છે? એ મને પૂછ નહીં. પર્યાયનો કર્તા પર્યાય છે. સને કોઈ હેતુ ન હોય સત્ કહી દીધું ને !?
બની શકે ત્યાં સુધી વિકલ્પ ઓછા થાય એવી લાઈન લેવી. પરિણામ માત્રથી હું ભિન્ન છું તેથી હું કર્તા નથી, હું અકર્તા છું. હું જાણનાર છું. એમાં કાર્યની સિદ્ધિ થઈ જાય છે.
( જિજ્ઞાસાઃ ઉપાદાન કર્તામાં શુદ્ધઉપયોગ થાય છે કે નિમિત્તકર્તામાં) સમાધાનઃ પરિણામ મારાથી ભિન્ન છે એમ હું જ્યારે જાણું છું ત્યારે શુદ્ધોપયોગ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com