________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ જાય છે. સંધ્યાબેન! એમાં શુદ્ધોપયોગ આવે છે કે નથી આવતો? (શ્રોતા-આવી જાય છે.) તો પર્યાયનો કર્તા કોણ છે? પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દે! બસ. તેને કોણ કરે છે તે જાણવાનું મારું કાર્ય નથી. હું તેને જાણવાનું બંધ કરું છું, તેમાં સાધ્યની સિદ્ધિ જલ્દી થાય છે.
તમે પ્રશ્ન કર્યો એ પહેલાં આ વિચાર આવ્યો તો હમણાં. વિભાવ પર્યાયોનો કર્તા પુદ્ગલ છે તો ઉપાદાનપણે કર્તા કહેવા માગે છે કે નિમિત્તપણે કર્તા કહેવા માગે છે? ખરેખર તો પર્યાય મારાથી ભિન્ન છે એવા શુદ્ધાત્માની દૃષ્ટિ થાય છે, અકર્તા શ્રદ્ધાનો વિષય થાય છે ત્યારે એને ઉપાદાનપણે કરે છે અજીવ અધિકારમાં કહે છે. સાપેક્ષની અપેક્ષાએ એનો કર્તા એ છે. એનાથી થયા છે એમ ! મારાથી નહીં. (શ્રોતા–તેનો ઉપાદાન કર્તા પુદ્ગલ છે તેવી ધ્વનિ નીકળે છે તેમાં.) “હા”! અકર્તાની વાત છે ને!? શ્રદ્ધાનો વિષય દેવો છે ને? !
પરમાર્થ પ્રતિક્રમણ છે તે શ્રદ્ધાના વિષયથી જ પ્રગટ થાય છે. શ્રદ્ધાના વિષયથી જ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે તેમાં તો શંકા છે જ નહીં. શુદ્ધોપયોગ પ્રગટ થવાનાં કાળમાં શ્રદ્ધાનો વિષય આવે છે, જ્ઞાનનો વિષય (ઉર્ધ્વપણે) નથી આવતો. અભેદનાં લક્ષથી અભેદ થઈ જાય છે બસ.
તો પછી આ ભેદને કોણ કરે છે? આહા! મને ન પૂછે, હું તેને જાણતો નથી. બીજાને પૂછ;” હું બુદ્ધ છું' તો ભાગી જાય પછી માથુ ન ખાય અને આપણને છૂટ્ટી મળી જાય! હું કાંઈ જાણતો જ નથી ને ! !
હું તો જ્ઞાયક જણાય છે એમ જાણું છું. તારે મને પૂછવું છે ને!? તો જ્ઞાયક જણાય છે એમ હું જાણું છું, બીજું કાંઈ હું જાણતો નથી. (શ્રોતા કાર્યની સિદ્ધિ એમાં થઈ જાય છે તો વધારે જાણવાની શી જરૂર છે?!)
તીર્થંકર ભગવાન દીક્ષા લીધા પછી મૌન થઈ જાય છે. મૌન થઈ જાય છે એનું કારણ છે! તીર્થકરનું દ્રવ્ય છે એટલે છદ્મસ્થમાં જે કહ્યું હોય એ લોકો શલ્ય રાખ્યા કરે. તીર્થકર કહે છે મારે એક સાથે કહેવું છે પણ એક સાથે કહી શકતો નથી એમ ! આજે જે કાંઈ કહ્યું છે તે સાંભળીને તે જતો રહે મદ્રાસમાં, એ તો જતો રહે મારે કહેવાનું બીજું રહી જાય છે. એનાં કરતાં દિવ્ય ધ્વનિમાં એક સાથે બધું કહી દઈશ. આહાહા ! સમજવું હોય છે...સમજે.
પૂજ્યપાદ આચાર્યે કહ્યું, કહેવું એ પાગલપણું છે અને સાંભળવું એ પાગલપણું છે. બીજાને સમજાવવું એ પાગલપણું છે. વિકલ્પ ઉઠે છે, એ પાગલ છે બીજું શું !? પાગલ એટલે? વિકલ્પ ઉઠે એ પાગલ.
મને વિચાર આવ્યો કે પરિણામમાત્રથી મારો આત્મા ભિન્ન છે તેથી હું એનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com