________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
પ્રવચન નં-૫ નથી. અને બહુ થાય તો પરિણામનો કર્તા પરિણામ છે. આ કર્તાકર્મની ચરમસીમા છે. અને પુદ્ગલ જેને કરે છે એને એક સરખું કરી શકતો નથી. કર્તા કર્મમાં ફેર ન પડવો જોઈએ. જેવો કર્તા એવું જ કાર્ય થવું જોઈએ. અને પહેલા સમયે જેવું કાર્ય થાય તેવું કાર્ય એવું ને એવું ધારાવાહી રહેવું જોઈએ. તો કર્તા-કર્મ સિદ્ધ થાય. કર્તા એનો એ રહે અને કાર્ય બદલ્યા કરે (એમ ન હોય.) સૂક્ષ્મ વાત છે. માટે પર્યાયનો કર્તા પર્યાય છે.
એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. જ્યાં કર્તાની વાત આવે ત્યાં બે પ્રકારના ઉપાદાન સર્વત્ર રાખજે. ઈ.વાત તેરમી ગાથા સમયસારમાં છે. “થવા યોગ્ય થાય છે” ક્ષણિક ઉપાદાનની વાત કરી. અને સોનાનાં દષ્ટાંતથી કહ્યું, તે ત્યાં ક્ષણિક ઉપાદાન લીધું છે. લોઢું અને સોનું (તેનાં કારણ કાર્ય એક સરખાં નથી.) માટે કારણ જેવું જ કાર્ય હોય છે.
આપણે તો એમ જ લેવાનું છે કે પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયમાં કર્તા, કારણ વગેરેનું આપણે શું કામ છે!? ખરેખર તો એની સામે જોવાનું જ નથી પછી શું હવે!? પર્યાયની સામે જોવાનું બંધ કરવાનું તો અહીંયા શીખવાડે છે આપણને.
પર્યાયનો કર્તા કોણ છે?! ને અકર્તા કોણ છે? છ કારક છે ને!? આહા! પરદ્રવ્યની સામે જોવાનું બંધ કરી દે ને! ! પર્યાયાર્થિકચક્ષુ બંધ કરી દે! હવે શું કામ છે તારે! આહા...! ભેદની ચીકાશ રહેવા દે! નવતત્ત્વની ચીકાશ તો નહીં પણ ભેદની ચીકાશ રહેવા દે! એ શું કહ્યું?! ભેદની ચીકાશ રહેવા દે! આહા! અભેદને લક્ષમાં લેને કામ થઈ જશે તારું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું બસ. બીજું કાંઈ જાણતો નથી આહા! ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એમાં ચારગતિનો અભાવ થઈ ગયો.
હવે હું ચૌદ ગુણસ્થાનનાં ભેદોને કરતો નથી. પર્યાયમાં જે ભેદો ઉઠે છે એનો કરનાર હું નથી. પુદ્ગલનાં પરિણામ એને કરે છે એ પણ અપેક્ષાએ છે.
હું કરતો નથી એમાં મજા છે. નિષેધથી વાત ઉપાડી છે. કેમકે કર્તવ્યબુદ્ધિ રહી જાય તો અંદરમાં જવાતું નથી એટલે નિષેધથી અકર્તાથી વાત મૂકી. આ નિષેધની વાત પણ અંદર જવા માટે મજબૂત છે. તેમાં વિધિ બળવાન થાય છે. બળ આવે છે. વ્યવહારનાં નિષેધમાં જ નિશ્ચયનું બળ આવે છે. નિષેધમાં પાત્રતા આવે છે. નિષેધ કર્યા વિના પાત્રતા પણ આવતી નથી.
પરિણામના નિષેધ વિના પાત્રતા નથી આવતી. કેમકે નિષેધ નથી કરતો એનો અર્થ એ છે કે પરિણામથી સહિત અને પરિણામને હું કરું છું એવો પક્ષ છે. અને પરિણામનો (દષ્ટિમાંથી) નિષેધ કરે તો હું પરિણામને કરતો નથી તો તેમાં આવી જાય. તો નિષેધમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com