________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
ચૈતન્ય વિલાસ એટલી પાત્રતા આવી. અકર્તા તરફ ઢળે છે-મિથ્યાત્વ ગળવા માંડ્યું છે અને અભેદનો અનુભવ થતાં ટળી જાય છે. બન્ને વાત છે.
ચૌદગુણસ્થાનના ભેદોનો કર્તા નથી, પર્યાયથી દ્રવ્યનું ભેદજ્ઞાન થતાં પાત્રતા આવે છે. પ્રથમ પર્યાયથી દ્રવ્યનું ભેદજ્ઞાન થાય છે. પછી “સહજ ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને ભાવું છું” તેમાં અનુભવ થાય છે. નિષેધમાં પાત્રતા અને વિધિમાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એમ જ છે, એવું જ સ્વરૂપ છે. નિષેધ તો મેઈન વાત છે. સમજાણું!?
અહા ! પર્યાયને કરતો નથી અને પરને જાણતો નથી એમાં પર્યાયનો નિશ્ચય આવ્યો નિષેધમાં (નિશ્ચય) હાથમાં આવી જાય છે. કેમકે વિધિની તો ખબર નથી. વિધિની ખબર નથી તો વિધિ એકાએક કેમ પ્રગટ થાય? કે હું પરને જાણતો નથી એનાથી વ્યાવૃત થાય ત્યારે વિધિમાં આવી જાય છે. આ નિષેધની વાત તો બહુ જરૂરી છે. પ્રયોજનભૂત છે અને પ્રયોગાત્મક છે.
દ્રવ્યનાં નિશ્ચયમાં અને પર્યાયનાં નિશ્ચયમાં નિષેધની વાત પહેલી છે. અપ્રમત્ત કે પ્રમત્ત નથી ” એ દ્રવ્યનો નિશ્ચય આપ્યો અને હું પરને જાણતો નથી એ પર્યાયનો નિશ્ચય આપ્યો. બે જ વાત છે. પોતાના જ્ઞાયકને જાણતો ન હતો, તો એ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય !? ઓલું જ્ઞાન બંધ થાય તો આ પ્રગટ થાય લે!
એ ઇન્દ્રિયજ્ઞાન બંધ કરીશ કે “હું પરને જાણતો જ નથી” તો ઇન્દ્રિયજ્ઞાન બંધ થશે તો અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયા વિના રહેશે જ નહીં. એકનો વ્યય થશે તો બીજાનો ઉત્પાદ થશે જ. અને એ બન્નેમાં પર્યાયનાં નિશ્ચય વખતે પણ એ જ વાત કરી છે. “ખડી ભીંતને સફેદ કરતી નથી.' ત્યાંથી જ વાત કરી છે. અને હું પરને જાણું છું તો જીવનો નાશ થઈ જશે જા! માટે જાણતો જ નથી. પછી આત્મા આત્માને જાણે છે, એ વ્યવહારનો નિષેધ કર! ત્યારે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. નિશ્ચયનું બળ નિષેધમાં જ આવે છે. કેમકે અસ્તિની ખબર નથી ને એટલે? અસ્તિની ખબર પડી જાય છે પછી તો એમાં ઢળ્યા કરે છે, રમ્યા કરે છે. તો તો કોઈ સવાલ જ નથી.
આ પ્રશ્ન તમે પૂછયો, પણ....મને વિચાર સવારે આવતો હતો. ઉપાદાન કર્તા કે નિમિત્તકર્તા છે!? દષ્ટિ અપેક્ષાએ તો પુદ્ગલના પરિણામ છે. સર્વથા અભિન્નથી કહે ત્યારે પુદ્ગલ જ એને કરે છે, એટલે દૃષ્ટિ અપેક્ષાએ એને કરે છે. પછી ચાર છ મહિનાથી તો..કોણ કરે છે? તે (જાણવું) આપણું કામ નથી. બહુ થાય તો પર્યાય પર્યાયને કરે છે.
જો સામાન્ય પુદ્ગલ વિશેષ પર્યાયને કરે તો એક સરખું કાર્ય આવવું જોઈએ. એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com