________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
ચૈતન્ય વિલાસ લાગુ પડવાનો સંભવ છે. જાણેલાનું શ્રદ્ધાન થાય તો! ! પણ જાણતો જ નથી” તે સ્ટેજ જ ન લીધું. સવિકલ્પ સ્ટેજ ન લીધું. પર્યાયને કરતો નથી અને અકર્તા એવા જ્ઞાયકને જાણું છું ત્યાં તો સીધી શુદ્ધોપયોગની દશા આવી જાય છે.
સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ” આ જ્ઞાનનો વિલાસ છે ને?! અંદર જ્ઞાનનો વિલાસ છે આહા ! ચેતન્ય જેમાં રહેલું છે એવું મારું સ્વરૂપ છે. ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ એટલે ચૈતન્યમય એમ!? “આત્માને જ ભાવું છું” સમ્યક એકાંત કર્યું. આત્માને જ ભાવું છું. સહુજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
“હું તિર્યંચ પર્યાયને કરતો નથી” એટલે તિર્યંચ પર્યાયરૂપ જે વિભાવભાવ એનો કર્તા નથી. “સહજ ચૈતન્યનાં વિકાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
હું મનુષ્ય દેવ પર્યાય આદિને કરતો નથી સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
ચારગતિનો અભાવ કરતો નથી માટે અભાવ થઈ ગયો આ પરમાર્થ પ્રતિક્રમણમાં ચારગતિનો અભાવ થઈને મોક્ષ થઈ જાય. સાક્ષાત મોક્ષનો આ ઉપાય છે. નિશ્ચય ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે અને વ્યવહાર ચારિત્ર ઉપચારથી કારણ છે.
ચારિત્રની શુદ્ધ પરિણતિ પરંપરાએ કારણ છે. શુદ્ધોપયોગ સાક્ષાત કારણ છે અને શુદ્ધ પરિણતિની સાથે જે વ્યવહાર ચારિત્ર હોય એ ઉપચારથી કારણ છે. ઉપચારથી કારણ એટલે ખરેખર કારણ નથી. (વ્યવહાર ચારિત્ર) એ બંધનું કારણ છે. અને એને મોક્ષનું કારણ કહેવું તેનો અર્થ ઉપચારથી છે સાથે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
(ક્ષણિક ) શુદ્ધ ઉપાદાનની સાથે અશુદ્ધઉપાદાન કયા પ્રકારનું હોય (તેનું જ્ઞાન કરાવ્યું ) એ વખતે પાપનાં પરિણામ ન હોય એમ! શુભ ભાવ હોય એમ! એ ઉપચારથી મોક્ષનું કારણ છે? અને શુદ્ધ પરિણતિ પરંપરાએ મોક્ષનું કારણ છે-લાંબે લાંબે મોક્ષ થાય. શુદ્ધોપયોગમાં ત્વરાએ મોક્ષ થાય-બે ઘડીમાં મોક્ષ થાય (તેથી) તે સાક્ષાત મોક્ષનું કારણ છે.
(મારામાં) ચારગતિનો અભાવ હોવાથી હું ચારગતિની પર્યાયને કરતો નથી, પરંતુ “હું ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” એ જીવનો અલ્પકાળમાં મોક્ષ થાય છે. પછી ગતિ ન હોય ચાર. ચારગતિના નિમિત્તભૂત જે વિભાવભાવો એને હું કરતો નથી. અને બીજો કરે છે તેને હું ટેકો આપતો નથી. કે. મને સ્વર્ગ ગતિની દશા થાય તો ઠીક જે સ્વર્ગગતિ માગે છે તેને આત્મા જોઈતો નથી. સ્વર્ગ ગતિની ભાવના ભાવે છે તેને આત્મા જોઈતો નથી. સ્વર્ગ ગતિ છે, ગતિની ભાવના ન હોય. શુદ્ધાત્માની ભાવના હોય. ગતિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com