________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫)
પ્રવચન નં-૨૨
શાંતિનાથ ભગવાન ત્યાગી હતા. ત્યાગી? રાજપાટમાં બેઠા છે! એનો એક કોળિયો પણ છ— કરોડ પાયદળ પચાવી ન શકે એવો તો ઊંચો ખોરાક અને ત્યાગી? કે: હા. એ ત્યાગનો અર્થ એવો છે કે પરદ્રવ્ય અને પરભાવને પોતાના માનવાનું છોડી દે. એ એનું નામ ગૃહસ્થ અવસ્થામાં ત્યાગ છે. એનું નામ મિથ્યાત્વનો ભાગ છે. પહેલાં મિથ્યાત્વનો ત્યાગ થાય, પછી અવ્રત-કષાય અને યોગનો ત્યાગ ક્રમે-ક્રમે આગળ વધતાં થાય. આ ત્યાગની વાત જગતે સાંભળી નથી.
ઘણાં વર્ષો પહેલાં દિલ્હી વાંચવા ગયો તો ત્યાં જયના વોચ ૪ વાળા પ્રેમચંદજી છે; પ્રસિદ્ધ છે તેને ઘેર ઉતારો હતો લાલમંદિરમાં વાંચન હતું, તેનું આખું કુટુંબ આવે સાંભળવા. એમાં એના માતુશ્રી પણ આવતા. ત્યાં ગ્રહણ પૂર્વક ત્યાગની વાત કરી.
ગ્રહણ પૂર્વક ત્યાગ એટલે સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો મમતાનો ત્યાગ. પછી ઘરે ગયો, માતુશ્રી કહે પંડિતજી! આ સારી જિંદગી ગઈ મેં ને બહોત ચોકા લગાયા બહોત ત્યાગી કો આહારદાન દિયા, બહોત વ્યાખ્યાન ભી સૂના મગર આજ તક કભી કિસીને એસા નહીં કહી કે ગ્રહણપૂર્વક ત્યાગ હોતા હૈ. જ્ઞાનકા ગ્રહણ અજ્ઞાનકો ત્યાગ. સમ્યફ દર્શન કા ગ્રહણ મિથ્યાત્વકા ત્યાગ. નિર્મમત્વકા ગ્રહણ મમત્વકા ત્યાગ.
પર પદાર્થ પદાર્થમાં છે તેનો ત્યાગ કોણ કરે? એને ગ્રહ્યો છે જ કયાં તે છોડ? દુકાનને કયાં ગ્રહી છે કે છોડે? આહા! દુકાન મારી નથી મમતા છૂટી ગઈ, મારો તો જ્ઞાયકભાવ છે. એ દુકાનમાં બેઠો છે ને ત્યાગી છે. જ્ઞાનનું ગ્રહણ અને મમત્વનો ત્યાગ. આ ત્યાગ આવ્યો ને!? સંન્યાસની વાત આવીને!? સરવાળો કરે છે. આ ત્યાગની વાત કુંદકુંદાચાર્યે કરી છે.
સકળ વિભાવ પર્યાયોનો ત્યાગ કોઈ પણ પર્યાય પ્રગટ થાય એનો સ્વામી હું નથી. પરિણામનો સ્વામી પરિણામ છે. પરિણામનો સ્વામી હું નહીં; હું તો શુદ્ધાત્માનો સ્વામી છું. જ્ઞાયક મારો સ્વ અને હું એનો સ્વામી છે. નાશવાન પરિણામ જે પ્રગટ થાય પરાશ્રિત કે સ્વાશ્રિત ભેદો-ચૌદગુણસ્થાનનો સ્વામી હું નથી. જે સ્વ-સ્વામી સંબંધ પરિણામની સાથે જોડ છે એ અજ્ઞાની બને છે. દ્રવ્યની સાથે સ્વસ્વામી સંબંધ જોડ અને પરિણામની સાથે સ્વસ્વામી સંબંધ તોડે. એકની (દ્રવ્યની) સાથે જોડ અને (પર્યાયની) બીજાની સાથે તોડે.
સમાજમાં અત્યારે એવું નથી થાતું એકની સાથે છૂટાછેડા ને બીજાની સાથે લગ્ન આ તો દાખલો. એમ અનાદિકાળથી પર્યાયની સાથે સ્વસ્વામી સંબંધ છે. પર્યાય મારી, શરીર મારું, કુટુંબ મારું પૈસા મારા. મારા...મારા એ સંબંધ અંદરમાં જઈને તોડી નાખ! જ્ઞાયક તે સ્વ અને આ પરિણામ મારા નથી. અહીંયાં (સ્વમાં) રૂસ્વામી સંબંધ જોડ્યો છે. જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com