________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૧ તે સ્વ અને હું એનો સ્વામી એટલો ભેદ પણ નહીં. એ તો સમજાવવા માટે ભેદ છે. પરિણામની સાથે સંબંધ તોડી નાખ્યો ને પરિણામ રહી ગયા, શરીર રહી ગયું, કુટુંબ રહી ગયું. કુટુંબ રહી જાય પણ કુટુંબ મારું એ મારાપણાની મમતા છૂટી જાય છે. ગૃહસ્થ અવસ્થામાં સ્વામીત્વ બુદ્ધિ છૂટે છે. પછી ચારિત્ર અંગીકાર કરી સ્વભાવમાં પૂર્ણ ઠરે તો સંયોગનો અભાવ થાય છે.
ચારિત્રની વાત કોઈ અલૌકિક છે. સમ્યક્દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં. માટે સકળ વિભાવ પર્યાયોનો ત્યાગ'. વિભાવ પર્યાયો ક્યાં અલોકાકાશમાં મોકલી દેવી? અરે! એનું નામ ત્યાગ નથી. એના મમત્વનો ત્યાગ. એમાં મારાપણાની બુદ્ધિ હતી શુભાશુભભાવમાં; પુણ્ય મેં કર્યું, પુણ્યનાં પરિણામ મારાં છે આ દુકાન મારી છે તેનાં મમત્વનો ત્યાગ.
દુકાનમાં બેઠો હોય ને દુકાનનો ત્યાગ થઈ જાય છે. દુકાનના વેપાર વખતે પાપના પરિણામ આવે એનોય ત્યાગી. પછી પૂજાનો ભાવ આવે એનોય ત્યાગી. અનુભવ થાય પછી અનુભવનો ભેદ જણાય એનો પણ ત્યાગી. આહા! એ નાશવાન પરિણામ મારાં નહીં.
એક સમયના સંવર-નિર્જરાના પરિણામ પણ મારા નહીં. મારો તો જ્ઞાનસ્વભાવ, અનંત ગુણાત્મક ભગવાન આત્મા એ મારી ચીજ છે. આવે ને જાય એ મારી ચીજ નથી, એ તો મહેમાન છે. પરિણામ આવે ને જાય.
અહિંયાં આઠ-નવ તારીખે મહેમાન છે તે જતા રહેશે. મહેમાન કાયમ રહે? એમ પરિણામ મહેમાન છે. અને ભગવાન આત્મા તો ઘરધણી માલિક છે. એ કયાંય આવે નહીં અને એ કયાંય જાય પણ નહીં. એ તો છે..છે ને...છે એમ અંદર દૃષ્ટિ પડતાં આત્માનો અનુભવ થાય અને ભવનો અંત આવી જાય.
રાજકોટ વિડિયો કેસેટ નં-૭૬ પ્રવચન નં-૨૩ (તત્ત્વચર્ચા) દિવાનપરા
( આ અધિકારમાં) ઉપચારથી કર્તાપણાનો નિષેધ કરવા માટે વીતરાગી પરિણામનો જ્ઞાતા છે. તે પરિણામમાંથી જ્ઞાતાબુદ્ધિ તો પ્રથમ છૂટી ગઈ છે એટલે જ્ઞાતાનો વ્યવહાર સવિકલ્પમાં આવે છે. અને ફરીથી નિર્વિકલ્પ ધ્યાનમાં જવા માટે વીતરાગ પરિણતીનું જ્ઞાતાપણું પણ છૂટી જાય છે. જ્ઞાતાનો વ્યવહાર છૂટીને નિશ્ચય આવી જાય છે.
પરિણામનો કર્તાએ નથી અને પરિણામનો જ્ઞાતા નથી. કર્તબુદ્ધિ છૂટી તો કર્તાનો વ્યવહાર, જ્ઞાતાબુદ્ધિ છૂટી ગઈ તો જ્ઞાતાનો વ્યવહાર. બે લાઈન મેઈન છે. બાકી બધો તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com