________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર
પ્રવચન નં-૨૩ વિસ્તાર છે.
( સાધકને) પછી વ્યવહાર આવે તો શું કરવું? કારણ કે બારમી ગાથામાં રાગભાવ અને વીતરાગ ભાવનો જ્ઞાતા છે તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન તેનું શું કરવું? ! તેને છોડી દેવો. નિષેધ કરવો. આહા ! વ્યવહાર સઘળોય અભુતાર્થ છે. અપર્વ ચીજ છે. આ તો કુંદકુંદ ભગવાનની દેન છે. કોઈની તાકાત નથી.
કર્તાબુદ્ધિ છૂટી તો કર્તાનો વ્યવહાર, કર્તબુદ્ધિ રાખે તો વીતરાગ ભાવ થાય નહીં. અજ્ઞાની પાસે તો રાગ છે તો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ તેવી એકત્વબુદ્ધિ હતી. કર્તાબુદ્ધિ હતી તો કર્તાબુદ્ધિ છૂટી, વીતરાગભાવ પ્રગટ થયો તો તેના ઉપર કર્તાનો ઉપચાર આવ્યો. અને રાગનો જ્ઞાતા તેવી બુદ્ધિ છૂટી ગઈ તો વીતરાગભાવનો જ્ઞાતા તેવો વ્યવહાર આવ્યો. અજ્ઞાન ગયા પછી કર્તાનો અને જ્ઞાતાનો અને વ્યવહાર આવે છે. અજ્ઞાન ગયા પછી
જ' વ્યવહાર આવે છે, “જ' રાખવું. પછી તે બન્ને વ્યવહાર છોડીને અંદરમાં ફરી ઘૂસી જાય છે.
[ શ્રોતા-આપે પણ પંચરત્નની ગાથામાં બેનો નિષેધ કર્યો.] કર્તાપણાનાં ઉપચારનો નિષેધ કર્યો અને જ્ઞાતાપણાના ઉપચારનો નિષેધ કરી અંદર ચાલ્યો જાય છે. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ એટલે કે શુદ્ધોપયોગદશા છે. છઠ્ઠી સાતમામાંથી હવે સાતિશય સાતમામાં ચાલ્યા જાય છે.
- છઠ્ઠામાં શું આવતું હતું ખબર છે? કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર આવતો હતો તે એક સમયમાં સાથમાં હતો. પરિણમે છે માટે કર્તાનો ઉપચાર અને તેને સવિકલ્પદશામાં જાણેલો પ્રયોજનવાન તે જ્ઞાતાનો ઉપચાર આવે છે તે ખટક્યો. હું ઉપચારથી કર્તા નથી ને ઉપચારથી તેનો જ્ઞાતા નથી તો અનુપચારમાં આવી જાય છે.
ઉપચારથી કર્તા છે શું શું કામ? પછી ઉપચારે જ્ઞાતા એ શા માટે ? આ તત્ત્વની બહુ ગહેરાઈવાળી સૂક્ષ્મ વાત છે. (ઉપચારે) જ્ઞાતાનો નિષેધ કરવો એટલે શું? ! જ્ઞાતાબુદ્ધિ છૂટી માંડ-માંડ તો જ્ઞાતાનો વ્યવહાર આવ્યો. સવિકલ્પદશામાં કર્તાનો વ્યવહાર અને જ્ઞાતાનો વ્યવહાર આવે છે. વીતરાગ ભાવનો કર્તા અને વીતરાગ ભાવનો જ્ઞાતા બસ. પછી જ્ઞાયકનો વિશાતા.
જુઓ! ઉપચારથી કર્તા હતો ને !? તો હવે હું અકર્તા છું તો કર્તાનો વ્યવહાર ટળી જાય છે. અને ઉપચારથી પરિણામનો જ્ઞાતા છું તેનો નિષેધ કર્યો તો જ્ઞાયકનો જ્ઞાતા થઈ ગયો. પૂરા જ્ઞાયકનો જ્ઞાતા થઈ ગયો.
પહેલાં કર્તબુદ્ધિ છોડવા અકર્તાનો સહારો લીધો. કર્તાનો ઉપચાર આવતો હતો ને એટલે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com