________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૩ પરમાર્થ પ્રતિક્રમણમાં શું કહ્યું ખબર છે? “હું કરતો નથી ”-અકર્તાનો સહારો લીધો. અને વીતરાગ પરિણામનો જ્ઞાતા છું તેનો નિષેધ કરવા માટે, અરે ! શાયકનો જ્ઞાતા છું-ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. આ બે વાત એમાં છે. (બીજીવાત) સૂક્ષ્મપણે અવ્યક્ત છે. જ્ઞાતા યના ઉપચારનો વ્યવહાર એમાં આવી જાય છે.
આ ગાથા બહુ ઊંચી છે. “ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું” મને તો મારો ભગવાન જણાય છે આહા ! “જાણનાર જણાય છે” એ આવ્યું ને?! જાણનારો છું માટે ઉપચારથી કર્તા નથી. અને જાણનારો જણાય છે એટલે પરિણામનો જ્ઞાતા પણ નથી તો ફરીથી નિર્વિકલ્પ ધ્યાન અપ્રમત્તદશા આવે છે.
અકર્તામાં કર્તાનો ઉપચાર જાય છે. જાણનારો જણાય છે એમાં જ્ઞાતાનો ઉપચાર જાય છે. અહીં ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ ચાલે છે ક્યારેક કયારેક મન ભરાય જાય છે. આવું સ્વરૂપ છે.
કર્તાનાં ઉપચારને નિષેધીને પછી અકર્તામાં આવ્યો તો દ્રવ્યના નિશ્ચયમાં આવ્યો, અને ચૈિતન્યના વિલાસનો જાણનાર છે તો પછી જ્ઞાનની પર્યાયનાં નિશ્ચયમાં આવી ગયો. હું પરિણામને જાણતો નથી, વીતરાગીભાવને, નિશ્ચય મોક્ષમાર્ગનાં પરિણામનો પણ જાણનાર નહીં. ઉપચારથી કરનાર, ઉપચારથી જાણનાર નિશ્ચય રત્નત્રયનાં પરિણામનો હોં! અર્થાત્ મોક્ષમાર્ગ! ત્યાંથી ઉઠી જાય છે આત્મા, પરિણામનું લક્ષ છૂટી જાય છે અને અંદરમાં ઘૂસી જાય છે.
જેમ કર્તા બુદ્ધિ છોડવા અકર્તામાં આવવું પડે છે તેમ કર્તાનાં ઉપચારને નિષેધ માટે પણ અકર્તામાં જ આવવું પડે છે. કેમકે અકર્તાના જોરથી કર્તાનો ઉપચાર છૂટી જાય છે ને ?! અકર્તાના જોરમાં કર્તા બુદ્ધિ છૂટે છે અને અકર્તાના જોરમાં જ શ્રેણી આવે છે.
પ્રશ્ન- અકર્તા એવો જે જ્ઞાયક આત્મા છે; તેનું અકર્તા શા માટે વિશેષણ છે? સમાધાનઃ- એમાં એવું છે કે કર્તાબુદ્ધિ જો છૂટે તો અકર્તાનો ઉપચાર પણ છૂટે. માટે અકર્તા એવો જ્ઞાયક શબ્દ છે. આમાં રહસ્ય છે. ઉપચારનાં નિષેધ માટે પણ અકર્તા શાયક, અને તેની પર્યાયને જાણવાનું બંધ કરવા માટે પણ જ્ઞાયક. શું કહ્યું?!
ઉપચારથી નિર્મળ પર્યાયનો કર્તા આવતો હતો એટલે અકર્તા વિશેષણ લીધું. અને “જ્ઞાયક’ શબ્દ કેવો છે?! કેઃ પર્યાયનો જ્ઞાતા છૂટે છે ને જ્ઞાયકનો જ્ઞાતા બસ. અકર્તા એવો જ્ઞાયક. અકર્તાનાં લક્ષે કર્તાનો ઉપચાર જાય છે. જ્ઞાયક જણાય છે એમાં પરિણામની જ્ઞાતાબુદ્ધિનો ઉપચાર આવે છે તે નીકળી જાય છે.
આપણે જ્યાં પહોંચવું છે (શ્રેણીનો) ત્યાંનો નિર્ણય હમણાં કરી લેવો. જ્યાં પહોંચવું છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com