________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
પ્રવચન નં-૨૪ તેનો નિર્ણય આ પર્યાયમાં કરી લેવો. હજુ તો આપણે ઘણું આગળ જવાનું છે ને?!
સર્વાગી સમાધાન આવી ગયું. પાછો શાસ્ત્રનો આધાર! અકર્તા એવો જ્ઞાયક. ઈ..અકર્તાનું વિશેષણ શા માટે મૂકયું?! કર્તા બુદ્ધિ છૂટે ને કર્તાનો ઉપચાર છૂટે માટે અકર્તાનું વિશેષણ મૂકહ્યું. “જ્ઞાયક’ વિશેષણ એટલા માટે મૂકયું કે: પરિણામનો જ્ઞાતા છું એવી બુદ્ધિ છૂટે અને પરિણામનો જ્ઞાતા છું તેવો વ્યવહાર પણ છૂટે. આહાહા! એક શાયકમાં આટલી તાકાત છે.
અકર્તા કર્તાનો ઉપચાર છોડાવે છે.
જ્ઞાયક જ્ઞાતાનો ઉપચાર છોડાવે છે. આહા! ઉપચાર દોષ છે. ગુણનથી કેમકે સવિકલ્પ દશા છે. કાંઈને કાંઈ નવું આવે જ છે.
- રાજકોટ ઓડિયો કેસેટ પ્રવચન નં-૨૪
તા. ૧૬-૭-૮૧ કેવળજ્ઞાન તો કરું ને? કે ના. હું કેવળજ્ઞાનને કરનારો નથી. કેવળજ્ઞાન થશે અને માત્ર જાણવાનું કામ મારું રહેશે પર્યાયમાં માત્ર! દ્રવ્ય તો (મારું) એ પર્યાયથીય રહિત છે. “હું રાગાદિભાવ-જે કર્મોના ભેદોનો” (કર્તા નથી.) બહુ ઝીણી વાત છે. હજમ થાય તો કામ થઈ જાય-કર્તબુદ્ધિમાં સંસાર છે, અને અકર્તાની બુદ્ધિ થઈ તો મોક્ષ છે. દષ્ટિમોક્ષ થઈ જાય પ્રથમ ! દશા મોક્ષ પછી થાય.
(કહે છે કે, “હું રાગાદિ-ભેદરૂપ ભાવો-ભાવકર્મના ભેદોને કરતો નથી.” આહા...હા ! કરતો નથી હું કેમ કે (એ ભાવો ) મારાથી ભિન્ન છે. એ વાત આવી ગઈ છે. એ મૂળમાં-કરતો નથી કેમ કે મારામાં નથી–જ્યાં હું છું ત્યાં સમ્યદર્શનનું અસ્તિત્વ નથી પાંચ મહાવ્રતનું અસ્તિત્વ મારામાં નથી, મારામાં નથી તેથી હું તેનો કર્તા નથી. પુદગલકર્મ કરે છે તેથી હું તેનો કર્તા નથી.
કેમકે સદભાવ અને અભાવ (કર્મોનો) લઈને એવી અપેક્ષા લઈને એને કર્મકૃત ભાવ કહ્યા ચૌદેય ગુણસ્થાનને કર્મકૃત ભાવ કહેવામાં આવ્યા (સમયસાર) અજીવ અધિકારમાં તો એને પુદ્ગલમય પરિણામ કહેવામાં આવ્યા છે. આહાહા! પર્યાયદષ્ટિ છોડાવવા, દ્રવ્ય દષ્ટિ કરાવવા, આચાર્ય ભગવાને ઘણી કણા કરીને મીઠી વાત કરી છે.
કે રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને હું કરતો નથી, કરાવતો નથી. પાંચ મહાવ્રતના પરિણામ જે દેખાય છે એનો હું કર્તા નથી. એને કરાવનાર નથી. અને એને કો'ક કરે છે એને હું ટેકો આપતો નથી.
ત્યારે હું શું કરું છું? (કરું છું કહ્યું છે એટલે કર્તાબુદ્ધિ નહીં, સહજ દશા-એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com