________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૫૫ ઉપદેશના વાકયમાં બીજું શું આવે? ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ (–બે પ્રકારના બોધની કથનપદ્ધતિ છે )
કે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ-મારો ભગવાન આત્મા તો જેમાં જ્ઞાન ને આનંદનો વિલાસ થઈ રહ્યો છે-ભરચક્ક સુખસાગર ! (અનંતગુણોથી લબાલબ !) ભગવાન આત્મા છે, એવા મારા શુદ્ધ આત્માને હું નિરંતર ભાવું છું-આત્માને જ નિરંતર ભાવું છું, પર્યાયને ભાવતો નથી. આત્માને ભાવું છું ને પર્યાયને જાણું છું પણ પર્યાયનો કર્તા બનતો નથી.
કહ્યું? (હું તો) આત્માને ભાવું છું, પર્યાયને જાણું છું પણ પર્યાયનો કર્તા હું થતો નથી. આમ....આત્માને જ (નિરંતર) ભાવતો-ભાવતો એ પર્યાયનું જ્ઞાન થાય છે પરંતુ ) એને હું કરું છું એવું અજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શુદ્ધ આત્માને ભાવું છું ને પર્યાયને જાણું છું, એમ પર્યાયનો કર્તા નથી. દ્રવ્ય, ઉપર દષ્ટિ પડતાં જ્ઞાન સમ્યફ થાય છે, એ સમ્યકજ્ઞાનમાં કર્તા બુદ્ધિનો દોષ લાગતો નથી.
પછી સાધક અવસ્થા થાય ને કર્યા છે એ રાગને કરે-એ વિષય વ્યવહારનો છે તેને ગૌણ કરીને, અરે ! પહેલાં અકર્તાને તો સમજ! કર્તબુદ્ધિ છૂટ્યા વિના કર્તાનય પણ બની શકશે નહીં. પહેલેથી કર્તાનય ઉપર લક્ષ રાખ નહીં ભાઈ ? અકર્તા ઉપર લક્ષ રાખ તો, કર્તાન, સાધક થઈશ ત્યારે તને બધુ જ્ઞાન થઈ જશે. હવે અહીં કહે છે કે ભાવકર્માત્મક ચાર કષાયો-ક્રોધ-માન-માયા-લોભ ચાર કષાયો લીધા છે ને! એને કરતો નથી. સવિકલ્પ દશામાં પોતે ઉભા છે ને.....સંજ્વલન કષાયો છે ચાર (મુનિરાજને દશામાં વર્તી રહ્યા છે) ક્રોધમાન-માયાને લોભ, તોપણ (કહે છે કે હું એને કરતો નથી. ત્યારે હું શું કરું છું? કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.-શુદ્ધ આત્માને જ ભાવું છું ને સંજ્વલનના કષાયો થાય છે, એને પુદ્ગલકર્મો કરે છે એમ જાણું છું.
ત્યારે આમાં સ્વચ્છંદતા આવતી હશે કે નહીં? અરે, ભાઈ ! આમાં સ્વચ્છંદની વાત નથી, ગુરૂગમે જે નય-નિક્ષેપને પ્રમાણથી (આત્માનું સ્વરૂપ) સમજે એને સ્વચ્છંદની વાતની ગંધ નથી, સ્વચ્છેદનું નામ જ આગળ કરીશ તો....તને નિશ્ચયનયનો વિષય (ધ્યેય ).....ખ્યાલમાં લેવા માટે તારું વીર્ય નપુંસક થઈ જશે! નબળું થઈ જશે!
જેવો ત્રિકાળ આત્મસ્વભાવ છે તેવો જ વિચાર કરીને નિર્ણય કરવો ને... એનો અનુભવ કરવો, એમાં સ્વચ્છંદતાની વાત કયાં છે!? એમાં તો પરમાત્મા બનવાની વાત છે !!
(કહે છે કે:) એ ભાવકર્માત્મક ચાર કષાયો-ક્રોધ-માન-માયા-લોભ, એ ચાર કષાયો છે ને! એને પુદ્ગલકર્મો કરે છે ને?! હું કરતો નથી કેમકે મારાથી ભિન્ન છે, પુદ્ગલકર્મ એને કરે છે હું એને (-ચાર કષાયોને) કરતો નથી, ત્યારે હું શું કરું છું? કે ચૈતન્યના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com