________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
પ્રવચન નં-૨૪ વિલાસસ્વરૂપ મારા શાયકભાવને જ હું ભાવું છું જ્ઞાનાનંદ પરમાત્માને હું જ્ઞાયક પરમાત્માને ભાવું છું ને ચાર કષાયોને પુદ્ગલ કરે છે એમ જાણું છું પણ હું કરું છું એમ મને જાણવામાં ય આવતું નથી.
(શ્રોતાઃ) આ ભાવકર્માત્મક ને ચાર કષાયોમાં કંઈ ફેર નથી?
(ઉત્તર) ના, ખાસ કાંઈ ફેર લાગતો નથી. જુઓ! ઉપરમાં લખ્યું છે ને, ઉપર લખ્યું છે સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી” મોહ, રાગ, દ્રષ, ત્રણેય લીધા આમાં અને આમાં એકલા સંજ્વલનના કષાયો છે એમ લાગે છે, ઓમાં (મોહસહિત) બધું લઈ લીધું ને આમાં ક્રોધ-માન-માયા-લોભ લીધા એટલે ક્રોધ-માનમાયા-લોભમાં રાગ-દ્વેષ આવ્યા, મોહ ન આવ્યો એટલો ફેર, ઓમાં મોહ-રાગ-દ્વેષ છે અને આમાં ક્રોધ-માન-માયા-લોભ છે. તેનાં બે ભેદ કરો તો ક્રોધ અને માન ને માયાને લોભ, દ્વષ અને રાગ (એ ચાર કષાયો સમાય છે)
(કહે છે કેઃ) સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું, આહાહા ! આત્માને જ ભાવું છું-ભગવાન આત્મા-શાયકની ભાવનામાં જ પડયો છે.....આહા...હા ! હું આત્માને ભાવું છું, કષાયના પરિણામને પુદગલકર્મ કરે છે એમ હું જાણું છું પણ હું કરું છું એમ મને જાણવામાં આવતું નથી. (પર્યાય ) થાય છે; થાય છે એનો કરનાર પુદગલકર્મ છે હું એનો કર્તા નથી, કેમ કે એ પરિણામ મને અડતા નથી, મારી સત્તાની બહાર છે. (ઉપરઉપર તરે છે. ) એ બહિતત્ત્વ છે, એ વ્યક્ત છે એ અન્ય છે એથી હું એનો કર્તા નથી.
આહા....હા આ દ્રવ્યને પર્યાયના ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે! આ ગાથાઓમાં. (ગાથા ૭૭ થી ૮૧) ઘણાં દિવસથી ચાલે છે પાંચ-છ દિવસ તો થઈ ગયા છે આ ગાથાઓના (સ્પષ્ટીકરણમાં).
કહે છે સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ (આત્માને જ ભાવું છું) કર્તા બુદ્ધિ સંસાર છે ભાઈ ! બહુ ધ્યાન રાખીને આ વાત ! આ ભવમાં, પૂ. ગુરુદેવે કહ્યું કે હમણાં હમણાં...કે આ ભવમાં એટલું નક્કી કરી લ્ય તો સારું છે કે હું જ્ઞાતા છું કે કર્તા છું બસ જો.... ઈ નિર્ણય કર્યા વિના આંહીથી ગયો તો.બાજી હાથમાંથી ચાલી જશે, કેમ? નિગોદનાં સંસ્કાર છે આ નિગોદથી લઈને આવ્યો છે સંસ્કાર, કર્તબુદ્ધિ-કર્તાપણું એ સંસ્કાર કોઈ આજકાલનાં નથી, ધારાપ્રવાહ રૂપે જુઓ તો એ નિગોદથી ચાલતા આવતા સંસ્કાર છે. છે તો સમયવર્તી સમયેસમયે કર્તબુદ્ધિ (અજ્ઞાનીજીવ) કરે છે. પણ ધારાવાહી લઈએ તો એ નિગોદથી સંસ્કાર લઈને ચાલ્યો આવે છે, આહા.... હા ! એ કર્તાબુદ્ધિના સંસ્કારને નિવર્તાવવા માટેની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com