________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૯ કરાવતો નથી. અને કોઈ કરે તો એને અનુમોદન હું કરતો નથી. અરે ! કોઈ શુભભાવની ક્રિયા કરતો હોય તો અજ્ઞાનીઓ એના વખાણ કરે. કેમકે એને એ અનુમોદન આપે છે. પેલો એને આદર આપે છે અને આ અને આદર આપે છે, બેય સરખા છે. મૌન લઈ લેને તું! આ આત્માનું ધ્યાન કરવા જેવું છે બસ. આત્મા કરનાર નથી આત્મા જાણનાર છે. તને ભાવ આવે અને કહેવા જેવું લાગે તો કહેજે; નહીં તો મૌન રહેશે. કારણકે બધાને કહી શકાય નહીં.
અજ્ઞાની શુભભાવમાં ધર્મ માને છે. પૂજાને, નિયમને, વ્રત્તને તપ વગેરે શુભભાવ છે. તેનાથી પુણ્યબંધ થાય અને દેવગતિમાં દુઃખ ભોગવવા જાય. એનું ફળ તો દુઃખ છે ને? શુભ આસ્રવ છે ને? તે આકુળતાને ઉત્પન્ન કરે છે. અત્યારે શુભભાવને ભોગવી લીધું, અને તેનાં નિમિત્તપણે કર્મ બંધાય, અને ઉદયમાં આવે અને પાછો જોડાય. તેને ભેદજ્ઞાન તો નથી તો જોડાયા જ કરે છે. જોડાવું જોઈએ અહીંયાં અંદરમાં-જોવું જોઈએ અંદરમાં જોવે છે બહાર એનું નામ સંસાર છે.
આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું (ત્યાગનું) વિધાન કહ્યું છે.” આ સોનગઢનાં સંતે ત્યાગની વાત કરી 'તી. એક વખત અમારી પાસે મોટી ઉંમરના ભાઈ આવ્યા. અવારનવાર મળતા પછી એ કહે લાલચંદભાઈ ! ગુરુદેવની બધી વાત તો જાણે સોના જેવી છે પણ અન્યમતમાં ત્યાગનો જે પ્રકાર છે ઉપદેશ આપે છે તેવી ત્યાગની વાત સોનગઢમાં આવતી નથી. અરે ! સોનગઢનાં સંતે જે ત્યાગની વાત કરી છે તે અન્ય કોઈએ કરી નથી. અને પરનો કોઈ ત્યાગ કરતું નથી.
જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ-વૈરાગ્ય દષ્ટિ જ્ઞાનીને હોય છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન હું તો જાણનાર છું.” અને ત્યાગ એટલે જે પરિણામ આવે એમાં મમત્વનો ત્યાગ. એ પરિણામ મારા નહીં એનું નામ ત્યાગ એનું નામ વૈરાગ્ય છે.
વૈરાગ્ય એટલે કપડાં છોડી દીધા અને આ એક ક્ષુલ્લક ને મુનિ થઈ ગયો એ નહીં. કોઈએ મૂડી આપી દીધી એની માન્યતા પ્રમાણે, અથવા મોટી રકમ આપી દીધી પાંજરાપોળમાં (તે ત્યાગ નથી.)
- આ પદાર્થ મારા છે એ પદાર્થના લક્ષે થતો ભાવ મારો નહીં અને આત્માના લક્ષે થતો ભેદ એ પણ મારો નહીં. આહાહા! રાગ તો મારો નહીં પણ સમ્યકદર્શનનો ભેદ જણાય છે એમાં પણ મમતા નથી. આહાહા ! મારાપણું નથી. મારાપણું એક આત્મામાં છે. માટે પરિણામ પ્રત્યે મમત્વનો ત્યાગ એનું નામ ત્યાગ છે. એ જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ એક સમયમાં પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com