________________
૩૨
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ઓડિયો કેસેટ મસુરી - પ્રવચન નં-૩ ૮૩ મી સાલ
પ્રવચન નં-૩
(સાંખ્યમતીને સમજાવવા આચાર્યદેવે કર્તા-કર્મ અધિકાર, સમયસારમાં પરિણામ સાથે ) વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે, એમ અનેક પ્રકારે, વ્યવહારની મુખ્યતાના કથનમાં, આત્માને પોતાના પરિણામનો કર્તા છે, એમ જણાવવામાં આવેલ છે. તો કહે છે કે એ ખરેખર જ્ઞાનનો વિષય છે, એ શ્રદ્ધાનો (દષ્ટિ) નો વિષય નથી.
અહીંયાં આત્માને આત્માની શ્રદ્ધા એક સમયમાત્ર થઈ નથી. આત્મા અકર્તા છે એનું શ્રદ્ધાન ને જ્ઞાન ન થાય, ત્યાં સુધી, એવો આત્મા, પોતાના પરિણામનો વ્યવહારે કર્તા છે, એમ લાગૂ પડતું નથી. કેમ કે એને જ્યાં સુધી નિશ્ચયે અકર્તા દષ્ટિમાં ન આવે ત્યાં સુધી સમ્યક્દર્શનજ્ઞાન ચારિત્રનાં પરિણામ પ્રગટ થાય નહીં, અને થાય નહીં તો ઉપચારથી પણ કર્તાપણું એને લાગું પડતું નથી.
માટે, કોઈ અપૂર્વ વાત, જગતના જીવોએ સાંભળી નથી અને આખું જગત કર્તાબુદ્ધિથી દુઃખી-દુઃખી થઈ રહ્યું છે. એવા દુ:ખથી નિવૃત્તિ થાય! અકર્તાસ્વભાવી બતાવીને, વીતરાગદશા કેમ પ્રગટ થાય ! મોક્ષમાર્ગ કેમ પ્રગટ થાય! આત્માનો અનુભવ કેમ પ્રગટ થાય? એની વાત
કરે છે.
(નિયમસાર, ૫રમાર્થ પ્રતિક્રમણ-પંચ રત્નોરૂપ ગાથા-૭૭ થી ૮૧) એમાં ચાર પ્રકાર પાડીને સમજાવ્યું છે, કે નાકપર્યાય મારા આત્મામાં નથી, દેવપર્યાય મારા આત્મામાં નથી, તિર્યંચપર્યાય મારા આત્મામાં નથી, ને મનુષ્યપર્યાય મારા આત્મામાં નથી, અને એનાં કારણનો પણ મારામાં અભાવ છે, એવો મારો સ્વભાવ છે-એ રીતે એનાથી જુદાપણું કહ્યું હવે આગળ.
66
ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથાં તેટલાં ( ચૌદ ) ભેદવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી ૫૨મભાવસ્વભાવવાળાને (-૫૨મભાવ જેનો સ્વભાવ છે એવા મને ) નથી.”
અહીંયાં એમ કહે છે કે: ચૌદ માર્ગણાસ્થાન એ આત્માને શોધવાના સ્થાનો છે. આમાં આત્મા રહેલો છે-આ પરિણામોમાં આત્મા રહેલો છે. એમ જે માર્ગણાસ્થાન, એટલે જેમાં આત્મા રહેલો છે, એમાંથી શોધી કાઢવું, એવા પરિણામને ભગવાન માર્ગણાસ્થાન કહે છે, એનો વિસ્તાર પ્રવેશિકામાં ઘણો છે, એક એક બોલનો !
એવી રીતે ચૌદગુણસ્થાનો એ પણ જીવનાં પરિણામ છે-મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત દેશવિરતિ, (પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સગોયી કેવળી ) આદિ અને ચૌદમાગુણસ્થાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com