________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
૩૧
ચૈતન્ય વિલાસ
આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે” આહાહા! આ ભેદો છે ને... એને જાણવાની ચિંતા પણ વિરામ પામી ગઈ છે. પરને જાણવાની ચિંતા તો છૂટી ગઈ છે પ્રથમથી જ પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો પ્રથમથી જ બંધ છે. પણ ઈન્દ્રિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે આ ભેદો જણાય છે, એ ભેદની ચિંતા પણ હવે નિવર્તાવું છું.
અને નિજ દ્રવ્ય-ગુણ-૫ર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે.” લ્યો ચિત્તને એટલે જ્ઞાનને, એકાગ્ર કર્યું છે એટલે જ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદભાવે એક સમયમાં જણાય છે. અને જ્ઞાનના પર્યાયનોસ્વભાવ સવિકલ્પ હોવાથી, દ્રવ્યને દ્રવ્યરૂપ, ગુણને ગુણરૂપને પર્યાયને પર્યાયરૂપ નિર્વિકલ્પધ્યાનમાં જાણી લ્ય છે તેને શેય કહેવામાં આવે છે. તે ધ્યેય નથી દ્રવ્ય-ગુણ-પર્યાય પણ જ્ઞાનનું જ્ઞય છે એ આનંદ પ્રગટ થાય એ આનંદ પણ જણાયને આનંદનો આશ્રય ( –ધ્યેય ) ભગવાન આત્મા પણ જણાય, એમાં નવપક્ષ નથી આવતો, એમાં સવિકલ્પદશા નથી. એમાં ઈન્દ્રિયજ્ઞાન નથી, અતીન્દ્રિયજ્ઞાનમાં આત્માને ઉપાદેયપણે જાણ્યો, એ આત્મામાં રહેલા અનંતગુણ પણ, એ જ્ઞાનમાં જણાય જાય છે. (અનંતગુણનાં) પરિણામ જે પ્રગટ થયાં એ પણ જ્ઞાનમાં જણાય જાય છે અને નિશ્ચયનયે સ્વપરપ્રકાશક કહેવામાં આવે છે.
નિશ્ચય સ્વ-પરપ્રકાશકમાં પોતાનાં પરિણામ ને પોતાનાં દ્રવ્ય-ગુણ લેવા. વ્યવહારનયે સ્વપરપ્રકાશકમાં લોકાલોક જણાય એ બહારની વસ્તુ આવે. સ્વપ્રકાશક, સ્વપરપ્રકાશક એ બેય નિશ્ચય છે. પહેલું સ્વપ્રકાશક નિશ્ચય, પછી અનુભવના કાળમાં આ દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય, ત્યારે નિશ્ચયથી સ્વપરપ્રકાશક થાય છે, અને સવિકલ્પદશામાં આવતાં પોતાને જાણતાં-જાણતાં બીજા પદાર્થો પણ જણાય છે અને વ્યવહાર (સ્વપરપ્રકાશક) કહેવામાં આવે છે.
(કહે છે) નિજ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે-લ્યો, આવ્યું અમારું આ ! શું આવ્યું તમારું? શું ઉપાદેય આવ્યું? આ ઉપાદેય તત્ત્વ નથી શયતત્ત્વ છેસ્વજ્ઞયમાં નિજના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય સમાય જાય છે. સ્વયમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય, આંહીયાં અધ્યાત્મ દૃષ્ટિએ પરિણામ વીતરાગી લેવા. રાગના પરિણામ એ પુદ્ગલમાં જાય છે, એ સ્વપરપ્રકાશકના બીજા ભેદમાં જાય છે.
સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એટલે જાણવામાં (સ્વયમાં) આ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવે છે.
| (કહે છે, “તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com