________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
ચૈતન્ય વિલાસ કરી છે કહે છે હું અનુમોદક પણ નથી. એ તો હદ છે! હદ વાળી દીધી છે-પરાકાષ્ટા અકર્તા તત્ત્વની, અનુમોદક નથી કહીને અકર્તાની પરાકાષ્ટા કહી છે! અકર્તાની પરાકાષ્ટા અનુમોદકમાં છે.
(શ્રી સમયસાર) ૩૨૦ ગાથામાં કર્તા નથી ને કારણ નથી આ બે શબ્દો છે-આંહી આ ગાથાઓમાં ચાર શબ્દ છે-કર્તા નથી, કારણ નથી, કારયિતા નથી ને અનુમોદક પણ નથી.
કોઈ પુરુષ કાર્ય કરતો હોય, કોઈ મંદિર ચણાવેને કોઈ સાધુને પૂછે કે આ મંદિર, બનાવીએ ને! તો સાધુ હુકમ તો ન કરે કે તમે મંદિર ચણાવો પણ અનુમોદન પણ ન ધે એ અમારું કામ નહીં-એનું અનુમોદન પણ નહીં. આહાહા! હવે, એનો અનુમોદક તો ઘેર ગયું ક્યાંયનું ક્યાંય રહ્યું આહાહા! એ તો સ્થૂળબુદ્ધિ મિથ્યાત્વ રહી જાય છે.
પણ...અહીયા તો સ્વાશ્રિત જે પરિણામ, પરમાર્થ પ્રતિક્રમણના જે પરિણામ પ્રગટ થયાં..એમાં કર્મનો અભાવ થાય તો શુદ્ધિની વૃદ્ધિ થાય, એવી પણ જેને ભાવના-અનુમોદનની નથી. ઝીણો બોલ છે બહુ! એનો ભાવ સૂક્ષ્મ બહુ!
વિભાવપર્યાયોના....એટલે વિશેષ ભાવ, એમાં માર્ગણાસ્થાનમાં ક્ષાયિક સમ્યકત્વ આવી ગયું, માર્ગણાસ્થાનમાં એ યથાખ્યાત ચારિત્રને કેવળજ્ઞાન પણ આવી ગયા. પણ શુદ્ધપરિણતિ એમાં આવી અને શુદ્ધઉપયોગ પણ એમાં આવી ગયો, માર્ગણાસ્થાનમાં! આહાહા ! લબ્ધિનાં સ્થાનો-વીતરાગી ચારિત્રનાં પરિણામ, પરમાર્થ પ્રતિક્રમણનાં પરિણામ થાય-એ વિભાવપર્યાયો છે. (ઓહોહો !) પરમાર્થ પ્રતિક્રમણ...વિભાવપર્યાય! વિભાવ નામ વિશેષપર્યાય ! છે શુદ્ધ (પર્યાય), છે નિર્વિકારી, છે અકષાય (પર્યાય)...પણ એવાં જે પરિણામ...એને સામાન્યનું લક્ષ કરાવવું છે તેથી એ વિશેષ (અર્થાત્ પર્યાયને) વિભાવ કહેવામાં આવે છે. પર્યાયને વિશેષ કહેવામાં આવે છે અને વિશેષ છે તેથી એને વિભાવ (–અન્યભાવ) કહેવામાં આવે છે.
વિભાવપર્યાયોના કર્તા (જે પુદ્ગલકર્મો તેમનો), અજબ-ગજબની વાત છે. આ અનુમોદકનો બોલ તો બેડો પાર કરે એવું છે! સૂક્ષ્મપણે પણ પર્યાયદષ્ટિ ક્યાંય રહી ગઈ હોય...સૂક્ષ્મપણે....તો એ છૂટી જાય છે. ન્યાલ કરી દે એવી વાત છે હોં!?
હું કોઈની પાસે કામ તો કરાવતો નથી હું પોતે કરતોય નથી ને બીજાની પાસે કરાવતો નથી, પણ..... મારું કામ આ જરા “ક કરી દે, તો ઠીક! મારું આ કાર્ય છે ઈ કો “ક કરી દે તો ઠીક ! (એવું અનુમોદન પણ એને મારું નથી આપતો.)
શું કહ્યું? કે વિભાવપર્યાયોના અને વિશેષભાવ એટલે વીતરાગીભાવ કે જે સમ્યફદર્શનજ્ઞાન-ચારિત્રનાં વીતરાગી પરિણામોના-અકષાય ભાવોનાં કર્તા કોણ છે? જ અકર્તા છું તો એનો કર્તા કોણ છે પ્રભુ? આહા...હા ! ક્ષણિક ઉપાદાનપણે તો પરિણામ, પરિણામને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com